________________
પ્રકરણ ] SparTUAL LIGHT. બીજા કહેશે કે વિષ્ણુ સિવાય બીજે દેવજ નથી. એવી રીતે સ્વમતિકલ્પનાનુંસાર જે પક્ષપાત બાંધવામાં આવે છે, તે કલ્યાણકારી નથી. શંકર, વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ અને જિન વગેરે નામ ઉપર ઝઘડા કરવાનું કામ નથી. એ બધાં નામે પવિત્ર અને ગુણબોધક છે. પરમાત્માનું સ્મરણ અથવા તેને જાપ, એ બધાં નામોથી થઈ શકે છે. એકજ દેવને એ બધાં નામે સારી પેઠે લાગુ પડી શકે છે. પરંતુ અદેવ ( જે વસ્તુત દેવ નથી તેના ) ઉપર તે નામો લાગુ પાડી તે નામે દ્વારા દેવબુદ્ધિએ તેનું સ્મરણ-ભજન કરવામાં આવે તો તે વ્યાજબી નથી. આ માટે પ્રથમતઃ દેવનું યથાર્થ સ્વરૂપ ઓળખવું જોઈએ. દેવનું સ્વરૂપ વીતરાગત છે, એ આપણે સારી રીતે જોઈ ગયા છીએ; અને એ સ્વરૂપવાળોજ વાસ્તવમાં “દેવ ” કહી શકાય છે. આવી રીતે દેવને ઓળખ્યા પછી, ભલે તેને કોઈ પણ નામથી સંબંધે, એમાં વાંધો નથી. શાસ્ત્રમાં દેવનાં સહસ્ત્ર નામે બતાવ્યાં છે. પરંતુ દેવતત્વને ઓળખવામાં ગફલત ન થઈ જાય, એ તરફ ખૂબ સાવધાનતા રાખવી જોઈએ.
ભગવાન હરિભસૂરિ મહાદેવનું કીર્તન કરતાં જણાવે છે કે
" यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा । . __ न च द्वेषोपि सत्त्वेषु शमेन्धनदवानलः " ॥ १ ॥ " न च मोहोपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । __ त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते " ॥ २ ॥
“ચો વીતરાગ: સર્વર : રાશ્વત સુલેશ્વરઃ " ત્રિાતઃ સર્વથા નિઋતથા ” . રૂ
" यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वयोगिनाम् । __यः स्रष्टा सर्वनातीनां महादेवः स उच्यते " ॥ ४ ॥ " एवम्भूताय शान्ताय कृतकृत्याय धीमते । માવાય સતત સમય નમો નમઃ” | ૮ |
(અષ્ટક પ્રકરણના પ્રારંભમાં ) –“ કલેશજનક રાગ, શાન્તિને વંસ કરનાર દ્વેષ અને યથાર્થ જ્ઞાનને આચ્છાદન કરનાર તથા ચરિત્રને મલિન બનાવનાર એ મેહ
281