________________
અધ્યાત્મતત્વાક.
[ બીજું રહેતી નથી, કે જેને માટે તે જગતનું નિર્માણ કરે ? હવે કરૂણ- - “ દૃષ્ટિએ જગતની સૃષ્ટિ સંભવે છે કે નહિ તે જોઈએ. જગતને રચ્યા “ પહેલાં જીવાત્માઓને ઈન્દ્રિય, શરીર અને વિષયને અભાવ હોવાથી “દુઃખાભાવ સ્વતઃ સિદ્ધ હતા, એમ સ્પષ્ટ સમજી શકાય છે, તે પછી “ ઇશ્વરને જીવાત્માઓનું શું દુઃખ દૂર કરવાની કરૂણા ઉત્પન્ન થઈ કે “ જેને લીધે તેને જગત રચવું પડયું ! જગત બનાવ્યા પછી દુ:ખી થયેલ “ જીવાત્માઓને જોઈ ઈશ્વરને કરૂણું ઉત્પન્ન થઈ, એમ જે કહેતા “હેય, તે એ શું કહેવું ? એથી તે ઉલટું ઈશ્વર ટૂંકી દૃષ્ટિવાળે “ સિદ્ધ થાય છે, અને ઇતરેતરાશ્રય દેવ આવે છે; જેમકે-કરૂણાથી “ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાથી કરૂણા ઉત્પન્ન થઈ. “ વળી કરૂણાથી જગત્રુષ્ટિ કરી છે, તે ઈશ્વરે સર્વ આત્માઓને “સુખી જ બનાવવા જોઈતા હતા, સુખ-દુઃખથી વિચિત્ર ક બનાવ્યા છે.
કર્મની વિચિત્રતાથી જગતનું ચિત્ર માનતા હોય, તે પ્રેક્ષાવાન ઈશ્વરને કર્મને પ્રેરવાથી સર્યું, કેમકે કર્મને પ્રેરણ નહિ કરવાથી જ
જડ કર્મની પ્રવૃત્તિ થઈ શકશે નહિ અને એથી શરીર, ઈન્દ્રિય અને “ વિષયે ઉત્પન્ન નહિ થઈ શકવાને લીધે જીવાત્માઓને દુ:ખાભાવ “અનાયાસ પ્રાપ્ત થશે.”
ઉપરના વિચાસમૂહથી વાંચનાર જોઈ શક્યા છે કે ઈશ્વરને જગહર્તા માનવામાં જૈનશાસ્ત્રકારને વાંધો જણાય છે. પરંતુ આવા મતભેદોને લઈને એક બીજાની તરફ વૈિમનસ્યભાવ રાખવો, એ નિતાન્ત અયુક્ત છે. જૈનશાસ્ત્રકારની એ મુખ્ય શિક્ષા છે કે રાગ-દેષના પ્રસંગથી અલગ રહેવું. જૈનધર્મના સિધ્ધાન્તનું ચરમ સાધ્યબિન્દુ રાગ-દ્વેષને વિલય કરે એજ છે; અને એ જ કારણથી જૈનધર્મપ્રચારક મહાપુરૂ
એ દરેક તત્ત્વનું વિવેચન કરવામાં પૂર્ણ તટસ્થબુદ્ધિ રાખી છે, એમ એએનાં શાસ્ત્રો ઉપરથી જોઈ શકાય છે. પ્રસ્તુત-જગ વનાજ વિષયમાં જૈનાચાર્યો કેવી તટસ્થબુદ્ધિ અને ગંભીરદૃષ્ટિવાળા હતા, એ વિષેની વાનકી તરીકે ભગવાન હરિભદ્રસૂરિજીના ઉલ્લેખો પર્યાપ્ત છે. એ - ઉલ્લેખ તરફ દષ્ટિપાત કરે અહીં અસ્થાને લેખાશે નહિ.
જૈન સિદ્ધાન્તના મન્તવ્ય પ્રમાણે “ ઇશ્વર જગકર્તા નથી” એમ “ શાસ્ત્રાવાસમુચ્ચય” નામક ગ્રન્થના ત્રીજા તબકના પ્રારંભમાં