________________
અધ્યાત્મતત્વાલક, રહે છે, તેમ સાંસારિક સમ્બન્ધ વચ્ચે રહીને ઉચિત વ્યવહાર સાચવવા છતાં પણ હૃદયથી તે સબધોથી અલગ રહેવું, એજ ખરૂં ડહાપણ છે.
અધ્યાત્મભાવની ઉચ્ચ દશા તે એજ કહી શકાય છે કે એક સ્ત્રીને માતા નહિ માનતાં દુનિયાની તમામ મોટી સ્ત્રીઓને માતા અને નહાની બાઈઓને યથાયોગ્ય બહેન યા પુત્રી માનવી જોઈએ; તેમજ એક પુરૂષને પિતા નહિ માનતાં દુનિયામાં રહેતા તમામ વડેરાઓને પિતા અને તે સિવાયનાઓને યથાયોગ્ય બધુ યા પુત્ર તરીકે લેખવા જોઈએ. આવી સ્થિતિ ઉપર આવ્યા સિવાય સપૂર્ણતયા પરમાર્થવૃત્તિવાળું જીવન મળી શકતું નથી. सर्वस्य स्वार्थनिष्ठत्वमावेदयतियस्यास्ति वित्तं प्रचुरं तदीया भवन्ति सर्वे मृदुलस्वभावम् । दारिद्रय आप्ते तु सहोदरोऽपि प्रेमी वयस्योऽपिपराङ्मुखः स्यात्॥४१॥
( 41 ) All persons become servile dependents, importunately soliciting favours of him who is the possessor of immense wealth. But when he is reduced to poverty, even his own brother or even an intimate friend is loth to look at him. સર્વ સ્વાર્થપરાયણ છે—
જેની પાસે પુષ્કળ દ્રવ્ય હોય છે, તેનાજ બધાઓ નમ્રતાપૂર્વક સમ્બન્ધી થાય છે; પરંતુ તેજ શ્રીમાન માણસ જ્યારે દારિદ્રયમાં સપડાય છે, ત્યારે તેને સગા ભાઈ અને પ્રેમ ધરાવનાર મિત્ર પણ તેની હામે જેવા પૂરત પણ સમ્બન્ધ રાખતા નથી.”–૪૧ फलितार्थमाहन कोऽपि कस्यापि समस्ति लोके वृथैव मोहाद् व्यथते जनोऽयम् । अध्यात्मदृष्टया परिचिन्तयेचेद्, निःसारमेतद् निखिलं प्रतीयात्॥४२॥
120