________________
અધ્યાત્મતત્ત્વાલક,
બેસાધુઓને ખૂબ ઉકાળેલું (ગરમ પછી કરી ગયામાં બાધ નહિ ) પાણી પીવાનું ફરમાન છે. ૧ - સાધુઓને અગ્નિને સ્પર્શ કરવાને કે અગ્નિથી રસોઈ કરવાને અધિકાર નથી. ભિક્ષા-માધુકરીવૃત્તિએ જીવન ચલાવવાનું સાધુઓને ફરમાવવામાં આવ્યું છે. એક ઘરથી સંપૂર્ણ ભિક્ષા ન લેતાં જુદા જુદા ઘરથી–ઘરવાળાઓને સંકોચ ન થાય, તે પ્રમાણે–ભિક્ષા લેવી જોઈએ. ખાસ સાધુઓને માટે રસોઈ નિર્માણ કરવામાં, તેમજ તેવી રસેઇ સાધુએને લેવામાં શાસ્ત્રની આજ્ઞા નથી.
૧ પશ્ચિમની વિદ્યાવાળા ડાકટરે ઉના પાણીમાં તંદુરસ્તીને લગતે બહુ ગુણ બતાવે છે. પ્લેગ, કેલેરા, વગેરે રોગોમાં તેઓ ખૂબ ઉકળી ગયેલું પાણી પીવાનું કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનોની શોધ પ્રમાણે પાણીમાં એવા અનેક સૂક્ષ્મ જીવો હોય છે કે જે આપણી નજરે દેખી શકાય નહીં, કિન્તુ સૂકમદર્શક ( MicroScope) યત્નથી જોઈ શકાય છે. પાણીમાં થતા પિરા વગેરે જતુઓ પાણી પીવાની સાથે શરીરમાં દાખલ થઈ સખ્ત વ્યાધિને જન્મ આપે છે. ગમે તે દેશનું ગમે તેવું ખરાબ પાણી પણ બરાબર ઉકાળીને પીવામાં આવે તે તે શરીરને નુકસાન કરતું નથી.
પર “ કાન િનિતઃ ચાતુ |
–મનુસ્મૃતિ ૬ ો અધ્યાય, ૪૩ મો ક. અર્થાત–સાધુ અગ્નિના સ્પર્શથી રહિત તથા ગ્રહવાસથી મુક્ત હેય છે.
+ " चरेदं माधुकरी वृत्तिमपि म्लेच्छ कुलादपि । एकानं नैव भुजीत बृहस्पतिसमादपि " ॥
–અત્રિસૃતિ. અર્થાત–“જેમ ભમરે અનેક પુલ ઉપર બેસીને તેમાંથી થોડે થોડો રસ પીયે છે, અને પુલને બગાડયા વગર પોતાની તૃપ્તિ કરી લે છે, એ પ્રમાણે અર્થાત મધુકરની ( ભમરાની ) વૃત્તિએ સાધુઓએ જુદાં જુદાં ઘરોથી-ઘરવાળાને અપ્રીતિ યા કંઈ પણ સંકોચ ન થાય તેમ ભિક્ષા લેવી. આ વિષે અત્રિસૃતિકાર ભાર દઈને કહે છે કે સ્વેચ્છના કુળમાંથી પણ કદાચ તેવી શુદ્ધ ભિક્ષા લેવી પડે, તે એમાં વાંધો નથી, પરંતુ એકના ઘરથી-ભલે તે બૃહસ્પતિસમાન દાતા હેય-સંપૂર્ણ ભિક્ષા ન લેવી ”
226