________________
અધ્યાત્મતત્ત્વાલક,
મૂકી દે છે, તે પ્રાણ પ્રાણીને કેવા પ્યારા હશે ? એવો વિચાર શિકારીના . મનમાં આવે, તે તે શિકાર કરે ખરે 2. પ્રાણી રાજ્યપ્રદાનને નહિ ચાહીને પ્રાણુદાનને ચાહે છે, એ ખુલ્લી વાત છે. આ ઉઘાડી બાબતને પણ સમજવામાં ન આવે, તે તેવાઓને દયાના મંદિરમાં પહોંચાડવાને બીજો કોઈ રસ્તો છે ખરો ?.
ચોરી અને પરસ્ત્રીરમણ એ છેલ્લાં બે દુર્વ્યસનના સમ્બન્ધમાં આગળ ત્રીજા પ્રકરણમાં જોઈશું.
આ સાત દુર્વ્યસને સિવાય બીજા પણ અનેક દુર્બસને ફેલાયેલાં જોઈએ છીએ. જેવાં કે-તમાકુ, અફીણ વગેરે. આ વ્યસનથી શારીરિક સ્થિતિ બગડવાની સાથે આર્થિક સ્થિતિએ પણ અધ:પાત થવાનું પરિણામ આવે છે.
તમાકુ વાપરનાર મનુષ્ય તમાકુમાં એટલે અંધ બની રહે છે કે તે પોતાના શરીરે ઉધરસ, શ્વાસ, છાતીનો દુખા વગેરે ઉભા થતા રેગેને ખ્યાલમાં લઈ શકતું નથી. આ કેટલી બધી અજ્ઞાનતા ! જે તમાકુ બલને ક્ષય કરનાર છે, છાતીમાં ચાંદુ પાડનાર છે અને પરિણુમે દાહવરને ઉત્પન્ન કરનાર છે, તે તમાકુ ખવાય, સુંધાય કે પીવાય જ કેમ ?. તમાકુ ખાનાર, પીનાર અને સુંઘનાર એવા ગંદા રહે છે કે કોઈ સારી સભામાં બેસતાં તેમને પોતાને જ લજજા ઉભવે છે. જે તમાકુનાં પત્રને પશુઓ પણ સુંઘતા નથી, તે તમાકને બુદ્ધિમાં આગળ વધેલા કહેવાતા મનુષ્યો ખાય, એ તે ભારે અફસને વિષય છે. એક મજૂર કે જેનાં બાયડી-છોકરાં ભૂખે મરતાં હોય, તે પણ રેટલાની પરવા નહિ કરીને તમાકુમાં પિતાની મજૂરીમાં મળેલા પૈસા હોમે છે. આવા કંગાલ મનુષ્યને પણ રોજના બે ત્રણ પૈસા, મહીને રૂપી સવા રૂપીયે અને વર્ષ દહાડે લગભગ પંદર રૂપીયા તમાકુમાં હેમવા પડે છે. આ દૃષ્ટિએ જોઈએ તે વર્ષ દહાડે ભારતવર્ષમાંથી ૬૦ કરોડ રૂપિયા તમાકુમાં બરબાદ થાય છે. તમાકુ પીનાર એક માણસને પ્રતિદિન એકજ પાઈને ખર્ચ માનીએ તે પણ તેને મહીને દશ પૈસા અને વર્ષે બે રૂપીયા તમાકુમાં નાંખવા પડે છે. અને એ દૃષ્ટિએ સમગ્ર ભારતવર્ષમાંથી પ્રતિવર્ષ આઠ કરોડ રૂપિયા તમાકુમાં
168