________________
અધ્યાત્મતત્ત્વાલક.
કળે મેળવવા ધર્મનું રક્ષણ કરવું, ન્યાપ્ય અને અગત્યનું હોવા છતાં પણ મેહાન્ત મનુષ્ય ધર્મની રક્ષા કરતા નથી.”–કર
* “ સુખનું મૂળ ધર્મ છે; તે મૂળને ઉખાડી નાંખવામાં આવે તે સુખની પ્રત્યાઘા કેવી ? ધર્મને ત્યાગ કરી વિષયાનન્દમાં મશગૂલ રહેવું, એ ખરેખર શાખા ઉપર બેસી તેજ (આધારભૂત) શાખાને કાપવા બરાબર છે.”—૧૭
વ્યાખ્યા
વૈશેષિકદર્શનમાં ધર્મનું લક્ષણ-“ચતોડગુનિ સિદ્ધિ a ધર્મ: ” એ સૂત્રથી સમજાવ્યું છે કે જેનાથી અભ્યદય અર્થાત લક્ષમી, આરોગ્ય, પુત્ર, સુવનિતા, કીર્તિ વગેરે સાંસારિક વૈભવ પ્રાપ્ત ન થાય અને જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય, તે ધર્મ છે. ” મતલબ કે, ધર્મ એ ઐકિક અને પારકિક અથવા વ્યાવહારિક અને પારમાર્થિક એ બંને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે. પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના થઈ શકતી નથી.
દુનિયામાં જોઈએ છીએ કે દરેક મનુષ્ય સુખને ચાહે છે. કોઈ પણ જન્તુ દુઃખને ઇચ્છતો નથી. દુનિયાની સપાટી ઉપર જેટલા પ્રાણિઓ વિચરે છે, તે બધાઓને વ્યાપાર ફક્ત એક સુખ મેળવવાને માટે છે. આમ છતાં પણ સુખ મેળવાતું નથી–દુ:ખ મટતું નથી, એનું કારણ સ્પષ્ટ જ છે કે જ્યાં સુધી બરાબર કારણ મેળવવામાં ન આવે, ત્યાં સુધી કાર્ય થાય નહિ. સુખને માટે પણ સુખનું કારણ શોધવું જોઈએ. સુખનું કારણ શોધ્યા વગર-સુખનું સાધન સિદ્ધ કર્યા વગર કદાપિ સુખ મળી શકે નહિ. સુખનું અસાધારણ કારણ ફક્ત એક ધર્મ છે. ધર્મ સમ્પન્ન થવાથીજ સુખસમ્પન્ન થવાય છે. પરંતુ અહીં એ પ્રશ્ન ઉભો થાય છે કે સંસારમાં અનેક ધર્મો ફેલાયેલા છે, જે એક બીજાથી વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે, એમાં કયો ધર્મ સત્ય અને સુખના સાધન તરીકે સમજવો જોઈએ ?” આ પ્રશ્ન ન ઉદ્દભવેલ નથી, ઘણું કાળથી આ પ્રશ્નની ભાવના ચાલી આવે છે. એક કવિએ પણ
140