________________
SPIRITUAL LIGHT. જાણકાર હય, છતાં દાન ન આપી શકે, એ આ કર્મનું ફળ છે. વૈરાગ્ય કે ત્યાગવૃત્તિ નહિ રહેતે પણ ધનનો ભોગ ન કરી શકાય, એ આ કર્મને પ્રભાવ છે. હજાર પ્રકારના બુદ્ધિપૂર્વક પ્રયાસો કરવા છતાં વ્યાપારમાં ફતેહમંદ ન થવાય, નુકસાન વેઠાય, એ આ કર્મનું કામ છે. શરીર પુષ્ટ હેવા છતાં ઉદ્યમ કરવા પુરાયમાન ન થવાય, એ આ કર્મનું પરિણામ છે.
કર્મ સંબધી ટ્રક હકીકત કહેવાઈ ગઈ. જેવા પ્રકારના અધ્યવસાયો હોય છે, કર્મ તેવા પ્રકારનું ચિકણું બંધાય છે, અને ફળ પણ તેવું જ ચિકણું ભોગવવું પડે છે. કર્મના બન્ધન સમયે કર્મની સ્થિતિ અર્થાત્ કર્મવિપાક કેટલા વખત સુધી ભગવો જોઈએ-એ કાલને નિયમ પણ બંધાઈ જાય છે. કર્મ બંધાયા પછી તરતજ ઉદયમાં આવે, એમ સમજવાનું નથી. જેમ બીજ વાવ્યા પછી તરત પાક થતું નથી, તેમ કર્મ બંધાયા પછી અમુક કાલ પસાર થયા બાદ તે ઉદયમાં આવે છે. ઉદયમાં આવ્યા પછી કર્મ ક્યાં સુધી–કેટલો વખત ભોગવવું જોઈએ, એને નિયમ નથી, કારણ કે કર્મ–બન્ધન સમયે કર્મ ભોગવવાને જે કાળનિયમ બંધાયેલો હોય છે, તેમાંથી પણ સદભાવનાઓના પ્રમાણમાં ઘટાડે થઈ શકે છે.
કર્મનું બંધાવું એક રીતનું હેતું નથી. કેઈ કર્મ અતિગાઢ બંધાય છે, જ્યારે કોઈ કર્મ ગાઢ, કઈ શિથિલ અને કોઈ અતિશિથિલ, એ
- આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર કર્મો અશુભ છે, અએવ તે પાપકર્મ છે. કારણ કે જ્ઞાનાવરણકર્મ જ્ઞાનશક્તિને દબાવનાર છે. દર્શનાવરણકર્મ દર્શનશક્તિને આચ્છાદન કરનાર છે. મેહનીયકર્મ મેહને ઉપજાવનાર છે; એટલે આ કર્મ તત્ત્વશ્રદ્ધાનમાં બાધા નાંખનાર છે તથા સંયમમાં અટકાયત કરનાર છે અને અન્તરાયકર્મ ઈષ્ટપ્રાપ્તિમાં વિઘ નાંખનાર છે. આ ચાર કર્મો સિવાય, શુભ અને અશુભ એ બે પ્રકારના નામકમની અંદરની અશુભ પ્રકૃતિઓ, આયુષ્ય કર્મમાંના તિર્યંચઆયુષ્ય તથા નરક આયુષ્ય, એ બે ભેદ, ગેત્રિકમમાંની નીચગોત્ર પ્રકૃતિ અને વેદનીય કર્મમાને અસાત વેદનીય પ્રકાર–એટલા કર્મના ભેદો અશુભ હોવાથી પાપકર્મ છે. વેદનીય કર્મને સાતવેદનીય ભેદ, શુભનામ પ્રકૃતિઓ, ઉંચું ગોત્ર તથા દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય એટલાં કર્મો પુણ્ય કર્મ છે.
67