________________
અધ્યાત્મતવાલાક,
પ્રકારની શુભ ભાવનાઓમાં તીવ્ર એકાગ્રતા પ્રાપ્ત કરતાં કર્માંનાં આવરણા ક્ષીણ થઇ જાય છે અને કેવલજ્ઞાન પ્રકટ થાય છે, એ વાત તદ્ન યથા છે; પરન્તુ એથી ક્રિયામાર્ગની નિરકતા સિદ્ધ થતી નથી, કેમકે ક્રિયામા એવી ઉચ્ચ કાટિ ઉપર પ્રાપ્ત થવાનું સાધન છે. જેઓને ઉપર કહ્યા પ્રમાણે ભાવના કરતાં કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હાય છે, તેઓને તેવી ઉચ્ચકાટીની લાયકાત ક્યાંથી પ્રાપ્ત થઇ, તે વિચાયુ ?; હકીકત એમ છે કે—એ જિન્દગીમાં કે ભૂતકાલિક જિન્દગીમાં એઓએ ક્રિયામા તે ખૂબ સિદ્ધ કર્યાં હતા, અને એથીજ એવી યેાગ્યતા તેઓ પ્રાપ્ત કરી શકયા હતા કે જેથી તેઓના આત્મા ઉપરનાં આવરણા શિથિલ થઇ ગયાં હતાં, અને એનુંજ એ પરિણામ આવ્યું કે શુભ ભાવનાઓમાં આગળ વધવાનું તેઓને સુગમતા ભરેલું થઈ પડયું, કે જેથી તેઓ કવલજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. જુઓ ! કેટલી બધી ક્રિયામાગની અગત્ય ?.
,,
કેટલાંકા કહે છે કે—“ બાહ્ય ક્રિયાઓમાં થતી શરીરની મહેનત ઉપર જો ધર્મ કે પુણ્ય મનાતું હોય, તો, મજૂર લેાક્રા એથી પણ વધુ સખ્ત મહેનત કરતા હાવાથી તેઓને વિશેષ ધર્મ પ્રાપ્ત થવા જોઇએ ? ’ પરન્તુ એમ કહેનારાઓએ यादृशी भावना तादृशी सिद्धिः " भे સૂત્રાનુસાર ‘ભાવના પ્રમાણે સિદ્ધિ થાય છે ’ એ વાતને ધ્યાન ઉપર મૂકવી જોઇએ. પૈસા મેળવવા મહેનત કરનાર મજૂરની મહેનતનું ફળ પૈસા મળ્યામાંજ સમાપ્ત થાય છે, જ્યારે ધમ પ્રાપ્ત કરવાની ઇચ્છાએ બાહ્ય ક્રિયાઓ કરનારને કંઈ નહિ, કંઈ નહિ તે, તેવી પવિત્ર ઇચ્છા અને તેને અમલમાં મૂક્યા પૂરતું તે પુણ્ય અવશ્ય પ્રાપ્ત થવું જોઇએ; અને ક્રિયા કરવાના વખતમાં સંસારની માયાનું ફાન અટકવા જેટલી પાપનિવૃત્તિ અવશ્ય થવી જોઇએ.
'
હૃદયબળને જગાડવા અને ભાવનાઓને સ્થિર કરવા માટે ખાદ્ય ક્રિયાઓની આવશ્યકતા છે. પ્રમાદને દૂર કરવા અને ગુણામાં વધવા માટે ક્રિયાઓ ઉપયાગી છે. આચારા અને ક્રિયા ઉપર ચારિત્રને આદ ખનવાનુ રહ્યું છે. આદભૂત ચારિત્રના ઉમેદવારે, ક્રિયાઓને ચારિત્ર સૌચે ધનિષ્ટ સબન્ધ સમજીને ક્રિયામાર્ગ ઉપર ખરાખર આરૂઢ રહેવું જોઇઍ. ત્યારેજ સભ્યજ્ઞાનને સમ્યક્ ચારિત્રનું સાહચર્ય થવાથી આધ્યાત્મિક ઉન્નતિમાં
88