________________
SPIRITUAL - LIGHT. છે કે–શરીરના પાંચ પ્રકારે બતાવ્યા છે. તે પાચોનાં નામ-દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ છે. દારિક શરીર, મનુષ્યોપશુઓ-પક્ષિઓ વગેરેને મળેલું આપણે જોઈએ છીએ. વૈક્રિય શરીર સ્વર્ગમાં રહેતા દેવતાઓ તથા નરકમાં રહેતા નારકેને હોય છે. આ શરીર એવી શક્તિ ધરાવનારું હોય છે કે એને મેટું, નાનું, ઠીંગણું, ઘેળું, કાળું વગેરે અનેક વિચિત્ર રૂપાન્તરોમાં મૂકી શકાય છે. તથાવિધ પુણ્યશાલી મનુષ્યોને પણ આવું (વૈક્રિય) શરીર પ્રાપ્ત થઈ શકે છે. આહારક શરીર ગીશ્વરેને હોય છે. આ શરીરનો પ્રભાવ અદ્ભુત છે. જ્યારે યોગીશ્વરેને અતિગૂઢ-અતીન્દ્રિય વિષયમાં સર્વજ્ઞ દેવથી ખુલાસો કરવાની જરૂર પડે છે, ત્યારે તેઓથી વિચિત્ર પ્રકારના દિવ્ય પરમાણુપુજનું પૂતળું (જે “આહારક શરીર” કહેવાય છે ) બનાવવામાં આવે છે અને તે શરીર દ્વારા તેઓ સર્વજ્ઞ દેવ પાસે પહોંચી પિતાની જિજ્ઞાસાને ખુલાસો કરે છે. તેજસ શરીરનું કામ આહારને પચાવવાનું છે. આ તેજસ શરીર બીજું કાઈ નહિ, પણ તે આપણા પેટની અંદર રહેલે જઠરાનલ છે. કાર્પણુ શરીર કમ દ્રવ્યોના સમૂહરૂપ છે. તે આત્માની સાથે અતિગાઢ સંબદ્ધ છે.
ઉત્તમ શરીર પ્રાપ્ત થવું, એ પુણ્યનું પરિણામ છે અને ખરાબ શરીર મળવું, એ પાપનું પરિણામ છે, પણ એ સમજી રાખવું જોઈએ કેપુણ્ય અને પાપ અથવા સારૂં યા ખરાબ શરીર, એ બંને બંધનરૂપ છે. ભલે પછી પુણ્યને અથવા ઉત્તમ શરીરને સેનાની બેડી કહે, અને પાપને અથવા ખરાબ શરીરને લેઢાની બેડી કહે પરંતુ એ સેનાની બેડી કે લેહાની બેડીથી થતું બંધાઈ જવાનું ફળ તે બિસ્કૂલ સરખું છે. આજ માટે મુમુક્ષુઓ શરીરથી રહિત થવાના ઉમેદવાર હોય છે, અને એજ માટે તેઓને પ્રયાસ ચાલે છે. મોહ, એ સંસારરૂપ વૃક્ષનું બીજ હોવાથી શરીરનાં કારણે મોહ ઉપર આધાર રાખે છે. મેહને સંપૂર્ણ ક્ષય થવાથી તમામ કર્મચાળ અત્યન્ત ઢીલી પડી જાય છે, ત્યાં સુધી કે તે કર્મ જાળ, પ્રકાશિત થતા આત્માના કૈવલ્યજ્ઞાનને લગારે અટકાવી શકતી નથી. જે જિન્દગીમાં મેહને સમૂહ નાશ થાય છે, તે જિન્દગી શરીરને માટે છેલ્લી ગણાય છે. તે જિન્દગીની સમાપ્તિ સાથે જ શરીરને સંબધ સમાપ્ત થાય છે. આ ઉપરથી પ્રસ્તુત શ્લેકમાં કહ્યા પ્રમાણે-શરીરની પ્રાપ્તિને આધાર મેહ ઉપર રહેલે સ્પષ્ટ સમજી શકાય છે.