________________
SPIRITUAL LIGHT.
વ્યાખ્યા,
સાંસારિક સંબંધ જાળ ઉપર દષ્ટિપાત કરતાં માલૂમ પડે છે કે સર્વ સ્વજનો કે પરજને, પિતાના મતલબની તૃષ્ણના પ્રવાહમાં તણાતા જાય છે. આવી સ્થિતિમાં કઈ કઈને તૃષ્ણના પ્રવાહમાંથી બહાર કાઢવા શક્તિમાન થઈ શકે તેમ છે કે ? જેની સાથે સમ્બન્ધ કરીએ છીએ, તેની સાથે સંસારના ખાડામાં વધારે ઉંડા ઉતરવાનું જોવામાં આવે છે. તેજ સંબધ આધ્યાત્મિક દૃષ્ટિએ ઈચ્છવા જોગ કહી શકાય છે, કે જે સમ્બન્ધના પરિણામે સંતાપ, વાસના અને બન્ધનેને ક્ષય થવા માંડે અને આત્મા નિભય તથા સ્વતંત્ર થવાની લાઈન ઉપર આવે. આવા સંબધથી ઉલટા સંબન્ધો, જે સંસારની જળ ઉપર પથરાયેલા જોઈએ છીએ, તે નિષ્ફળ યા વિપરીત ફળને ઉપજાવનારા છે. થાંભલાને બે હાથથી પકડીને ઉભા રહેલ માણસ જેમ પિકાર કરીને કહે કે-“મને કેાઈ આ થાંભલાથી છેડા ! ” તેવીજ રીતનો પોકાર સંસારસમ્બન્ધની જાળમાં ફેસેલાઓ કરી રહ્યા છે કે અમને કોઈ બન્ધનોથી મુક્ત કરે.” પરંતુ આ બંને પ્રકારના પિકારે અજ્ઞાનતા ઉપર રચાયેલા સમજી શકાય છે, અને એ અજ્ઞાનતા જ્યાં સુધી હઠે નહિ, ત્યાં સુધી કેઈ આત્મા સ્વાધીન થવા માટે શક્ય નથી, એ ખુલ્લી વાત છે.
આ બંને પ્રકારના પિકાર કરનારાઓને બન્ધનમુકત થવા માટે ફક્ત જ્ઞાનદષ્ટિની આવશ્યકતા છે. જ્ઞાનદષ્ટિને વિકાશ થયેથી પેલે થાંભલે પકડી ઉભલે ઝટ પોતાના હાથને થાંભલાથી હઠાવી લેશે, અને સંસારગ્રસ્ત પ્રાણિઓને જ્ઞાનદષ્ટિને વિકાસ થયેથી તેઓ પોતાના હદયપ્રદેશમાંથી મમત્વભાવનાની સૃષ્ટિને ઉખાડી નાંખી, પિતાના આત્માને સ્વાશ્રયી સમજવા સાથે અદ્વૈત આત્મભાવમાં પ્રગતિશીલ થશે.
સાંસારિક વાસનાની સૃષ્ટિમાં કેઈન સમ્બન્ધ કેઈને વાસ્તવિક ફલપ્રદ નથી.” એમ જે આ લેકમાં કહેવામાં આવ્યું છે, તે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉંચું અને ગંભીર સત્ય છે, એ વાત એ દૃષ્ટિએ મનન કરનારાઓ સારી પેઠે સમજી શકે તેમ છે. જગતના મેદાનમાં વિચારવા છતાં પણ તટસ્થ ભાવને હદયમાં જે સ્થાન આપેલું હોય, દુનિયાના બાહ્ય વ્યવહારને અનુસરવા છતાં આન્તરિક દષ્ટિ જે મધ્યસ્થભાવથી સંસ્કારિત બનાવેલી હોય અને તે દષ્ટિએ તે વ્યવહારને માયાજાળ યા માયાજાળ
107