________________
અધ્યાત્મતત્ત્વાલાક
પાપાનુખની પાપ.
'
જન્માન્તરસ`ચિત જે પાપથી ગરીબાઇ વગેરે દુઃખા ભાગવવાની સાથે પાપ કરવાની બુદ્ધિ છૂટે નહિ, અધર્મનાં કાર્યોમાં પ્રવ્રુત્તિ બની રહે, એવા પાપને ‘ પાપાનુબન્ધી પાપ કહેવામાં આવે છે, કેમકે આ પાપ આ જિન્દગીમાં દુ:ખ આપવાની સાથે જીવનને મલિન પણ એવું બનાવે છે કે, આગળ જન્માન્તરને માટે પાપ નિપજાવનાર થાય છે. પાપનુ અનુબન્ધી એટલે કારણ જે પાપ, તે પાપાનુબન્ધી પાપનેા અર્થ છે. અત્ જન્માન્તરને માટે પાપના પોટલા ઉપડાવનાર જે પાપ, તે પાપાનુબન્ધી પાપ છે.
સંસારમાં જે રાજાએ જે ગૃહસ્થા સુખી છે અને ધર્મયુકત જીવન ગાળે છે, તે પુણ્યાનુબંધીપુણ્યવાળા સમજવા. જે દારિદ્રયના દુ:ખથી સન્તપ્ત છે, છતાં ધર્મયુકત જિન્દગી ગાળે છે, તેઓ પુણ્યાનુઅન્ધીપાપવાળા જાણવા. જે સંસારના આનન્દ લૂટી રહ્યા છે અને પાપમય જીવન ગાળે છે, તે પાપાનુબન્ધીપુણ્યવાળા છે, અને જે દરિદ્ર દુઃખી હાવા છતાં પાપના ધંધામાં મશગૂલ રહે છે, તેને પાપાનુબન્ધીપાપવાળા માનવા
,,
લૂટફાટ, પ્રાણિવધ વગેરે પ્રચંડ પાપના ધંધાઓથી ધનવાન્ થઇ બંગલા બંધાવી એશઆરામ ભોગવતા કેટલાક મનુષ્યાને જોઇ કેટલાક ટૂંકી નજરના માણસા કહે છે કે- જીએ ભાઇ ! ધર્મીને ઘેર ધાડ છે, પાપ કરનારાઓ કેવી મેાજ મારે છે, હવે કયાં રહ્યું ધર્મ કર્મ ” પરંતુ આ કથન કેવું અજ્ઞાનપૂર્ણ છે, એ ઉપરની કસમ્બન્ધી હકીકત સમજનારાઓ સારી પેઠે જાણી શકયા છે. આ જિન્દગીમાં ભલે ગમે તેટલુ પાપ કરાય અને તેની સાથે પૂના પુણ્યથી ભલે ગમે તેટલુ સુખ ભાગવાય, પરન્તુ પરલોકમાં પાપામાઇનું રાજ્ય નથી કે તે બધુ નિષ્ફળજ હવામાં ઉડી જાય. પ્રકૃતિનું સામ્રાજ્ય અજબ છે. તેનાં બારીક તત્ત્વા અગમ્ય છે. મેાહના અધારામાં ગમે તેટલાં ગાથાં મારવામાં આવે, ગમે તેવી કલ્પનાએ બાંધી નિર્ભય રહેવામાં આવે, પણ ખૂબ યાદ રાખવું જોઇએ કે પ્રકૃતિના શાસનમાંથી ાઈ ગુનેહગાર છૂટયા નથી, છૂટતા નથી અને છૂટશે નહિ.
76