________________
SPIRITUAL LIGHT.
૧ પુણ્યાનુબન્ધી પુણ્ય, ૨ પુણ્યાનુબન્ધી પાપ, ૩ પાપનુબન્ધી પુણ્ય ૪ પાપાનુબન્ધી પાપ.
પુણ્યાનુષી પુણ્ય,
જન્માન્તરના જે પુણ્યથી સુખ ભોગવતાં ધર્મ તરફ લાલસા રહ્યા કરે અને પુણ્યનાં કાર્ય તરફ પ્રવૃત્તિ થતી રહે, એવા પુણ્યને ‘પુણ્યાનુબન્ધી પુણ્ય' કહેવામાં આવે છે; કેમકે આ પુણ્ય આ જિન્દગીમાં સુખ આપવાની સાથે જીવનની પવિત્રતા થવામાં પણ એવું સાધનભૂત થઇ પડે છે કે આગળ જન્માન્તરને માટે પુણ્યને ઉત્પન્ન કરાવી આપે છે. પુણ્યનું અનુબન્ધી એટલે સાધન જે પુણ્ય, તે પુણ્યાનુબન્ધી પુણ્યને અર્થ છે. અર્થાત્ જન્માન્તરને માટે પુણ્યસમ્પાદન કરી આપનાર જે પુણ્ય, તે પુણ્યાનુબન્ધી પુણ્ય છે,
પુણ્યાનુઅન્સી પાપ.
જન્માન્તરના જે પાપથી દુ:ખ ભોગવતાં જીવન મલિન ન થતાં ધર્મ સાધનને વ્યવસાય બરાબર રહ્યા કરે, એવા પાપને ‘પુણ્યાનુબન્ધી પાપ’ કહેવામાં આવે છે. કેમકે આ પાપ આ જિન્દગીમાં ગરીબાઇ વગેરે દુઃખા આપવા છતાં જીવનને પાપી બનાવવામાં સાધનભૂત ન થતાં જન્માન્તરને માટે પુણ્ય ઉત્પન્ન કરવામાં કારણ બને છે. પુણ્યનું અનુબન્ધી એટલે પુણ્યસાધનમાં અટકાયત હિ કરનાર જે પાપ, તે પુણ્યાનુબધી પાપનેા અર્થ છે. અર્થાત્ જન્માતરને માટે પુણ્ય સાધવામાં હરકત નહિ કરનાર જે પાપ, તે પુણ્યાનુબન્ધી પાપ છે.
પાપાનુઅધી પુણ્ય.
*
જન્માન્તરના જે પુણ્યથી સુખ ભોગવતાં પાપની વાસનાઓ વધતી રહે અને અધર્મીનાં કાર્યો થતાં રહે, એવા પુણ્યને પાપાનુબન્ધી પુણ્ય ’ કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય આ જિન્દગીમાં સુખ આપવાની સાથે જીવનને મલિન બનાવનાર હેાવાથી જન્માન્તરને માટે પાપને ઉત્પન્ન કરનાર થાય છે. પાપનું અનુબન્ધી એટલે પાપની સામગ્રી જોડી આપનાર્ જે પુણ્ય, તે પાપાનુબન્ધી પુણ્યના અર્થ છે. અત્ જન્માન્તરને માટે પાપ પેદા કરી આપનાર પુણ્ય, પાપાતુબન્ધી પુણ્ય છે.
75