________________
SPIRITUAL LIGHT.
અધ્યાત્મનું લક્ષણ---
“ શુદ્ધ આત્મતત્ત્વને બરાબર લક્ષ્ય ઉપર રાખી મેહરહિત-તત્ત્વ દૃષ્ટિથી જે કાંઇ કરાય છે, તેને અધ્યાત્મજ્ઞાની પુરૂષ! અધ્યાત્મ કહે છે. મેક્ષનું સાધન, આ અધ્યાત્મ સિવાય બીજું કશું નથી. ”—૧૬
વ્યાખ્યા.
આ શ્લોકમાં અધ્યાત્મનું લક્ષણ બતાવ્યું છે. અધ્યાત્મને સરલ અર્થ અથવા તેની વ્યાખ્યા પ્રથમ શ્લોક ઉપરના વિવેચનમાં જોઇ ગયા છીએ.
આપણને પ્રત્યક્ષ જણાય છે કે સંસારની ગહન ગતિ છે, સુખી જીવાના કરતાં દુ:ખી જીવાનું ક્ષેત્ર હેાટું છે. આધિ, વ્યાધિ, શાક, સન્તાપથી લાક પરિપૂર્ણ છે. સુખનાં સાધના હજાર પ્રકારનાં રહેતે પણ દુઃખની સત્તા શાન્ત પડતી નથી, તેનું કારણ ફક્ત એકજ છે, અને તે એજ છે કે સંસારની દુર્વાસનાએથી આપણે ઘેરાઇ ગયા છીએ. વાસનાઓનું ખાણુ જેટલા પ્રમાણમાં વધુ હાય છે, દુ:ખ પણ તેટલા પ્રમાણમાં વધુ અનુભવવું પડે છે. વાસના કહેા, અવિદ્યા કહેા, માયા કહા, એ બધું એકજ છે; એજ સંસાર છે; એજ સંસારના સતાપ છે; અને એનેજ લીધે સુનિતા, સપુત્ર, લક્ષ્મી અને આરેગ્ય વગેરેની સારી રીતની સગવડ મળવા છતાં પણુ દુ:ખો સંયોગ ખસી શકતા નથી. આ ઉપરથી સમજી શકાય છે કે દુ:ખથી સુખતે જુદું પાડવું-કેવળ સુખભોગી થવું, એ ક્યાં સુધી દુઃસાધ્ય અર્થાંત્ કઠિન કાર્ય છે.
સુખ-દુઃખના તમામ આધાર મનોવૃત્તિએ ઉપર છે. મહાન ધનાઢય મનુષ્ય પણ લાભના ચક્કરમાં ક્રૂસાવાથી ભારે દુઃખી રહ્યા કરે છે, જ્યારે નિન મનુષ્ય પણ સન્તાષવૃત્તિના પ્રભાવે મન ઉપર ઉદ્વેગ નહિ રાખતા હાવાથી સુખી રહે છે. આ વિષે મહાત્મા ભર્તૃહરિનું વાક્ય યથા ભાન કરાવે છે કે
" मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः "?।
આ ઉપરથી સમજી શકાય છે કે મનેવૃત્તિઓના વિલક્ષણ પ્રવાહજ સુખ-દુઃખના પ્રવાહનું મૂળ છે. એકજ વસ્તુ એકને સુખકારી હોય છે,
79