________________
અધ્યાત્મતત્ત્વાલક, વેદનીય કર્મનું કાર્ય સુખ-દુ:ખને અનુભવ કરાવવાનું છે. સુખને અનુભવ કરાવનારને સાતવેદનીય કર્મ અને દુઃખને અનુભવ કરાવનારને અસાતવેદનીય કર્મ કહે છે.
મેહનીય કર્મ, મેહ ઉપજાવનાર છે. સ્ત્રી ઉપર મેહ, પુત્ર ઉપર મેહ, મિત્ર ઉપર મેહ, સારી સારી ચીજો ઉપર મોહ, એ બધું મેહનીય કર્મનું પરિણામ છે. મેહમાં અધ બનેલાઓને કર્તવ્ય કે અકર્તવ્યનું ભાન રહેતું નથી. દારૂ પીધેલ મનુષ્ય, જેમ વસ્તુને વસ્તુસ્થિતિએ સમજી શકતા નથી, તેમ મોહની ગાઢ અવસ્થામાં મૂકાયેલ પ્રાણી તત્વને તત્ત્વદૃષ્ટિએ નહિ સમજતાં વિપરીત બુદ્ધિમાં ગોથાં માર્યા કરે છે. મેહની લીલાનાં ઉદાહરણે સર્વત્ર દશ્યમાન છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં આગેવાની ભર્યો ભાગ ભજવે છે. આ કર્મના બે ભેદ છે-તત્વદૃષ્ટિને અટકાવનારું “દર્શનમોહનીય ” અને ચારિત્રને અટકાવનારું “ચારિત્રમેહનીય'.
આયુષ્યકર્મના ચાર ભેદ છે-દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નારકનું આયુષ્ય. જેમ, પગમાં બેડી જ્યાં સુધી હેય, ત્યાં સુધી મનુષ્ય છૂટી શકતો નથી, તેમ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એ ચારે ગતિઓના જીવો, જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું ન થાય, ત્યાં સુધી ત્યાંથી છૂટી શકતા નથી.
નામકર્મના અનેક ભેદ-પ્રભેદ છે; પરંતુ ટૂંકમાં સારું યા ખરાબ શરીર, સારૂં ય ખરાબ રૂપ, યશ યા અપયશ, સિભાગ્ય યા દર્ભાગ્ય, સુસ્વર યા દુઃસ્વર વગેરે અનેક બાબતો આ કર્મ ઉપર આધાર રાખે છે. જેમ ચિતાર સારાં યા ખરાબ ચિત્રો બનાવે છે, તેમ આ કર્મ પ્રાણીને વિચિત્ર રૂપાન્તમાં લાવી મૂકે છે.
ગાત્રકર્મના બે ભેદો છે-ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. ઉંચા ગેત્રમાં જન્મ થ કે નીચા ગોત્રમાં જન્મ થ, એ આ કર્મને પ્રભાવ છે. જ્ઞાતિબંધનને તરછોડનારા દેશોમાં પણ ઉંચનીચને વ્યવહાર બરાબર હોય છે અને એ આ કર્મનું પરિણામ છે. - અન્તરાયકર્મનું કામ વિઘ નાંખવાનું છે. ધનાઢય હેય, ધર્મને
'' -
66.