________________
SPIRITUAL LIGHT. સંસારમાં જેમ ઈન્દ્રિયગોચર પદાર્થો છે, તેમ ઈન્દ્રિયાતીત (અતીન્દ્રિય) પદાર્થો પણ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે.
પિતાનું જ અનુભવેલું માનવું અને બીજાને અનુભવેલ વિષયો માનવાજ નહિ, એ વાત વ્યાજબી નથી. લંડન, પેરિસ અને ન્યુયોર્ક જેવાં શહેરે જેણે દેખ્યાં નથી, એ મનુષ્ય, તે શહેરના વૈભવને અનુભવ કરી આવેલા કેાઈ સત્યવક્તા મનુષ્યથી વર્ણવતા તે શહેરના વૈભવને માનવા તૈયાર ન થાય અને તેને પિતાથી અપ્રત્યક્ષ હોવાના કારણે અસત્ય ઠરાવવા તૈયાર થાય, તે એ જેમ ગેરવ્યાજબી છે, તેમ, આપણુ-સાધારણ મનુષ્યો કરતાં અનુભવજ્ઞાનમાં આગળ વધેલા મહાપુરૂષોના સિદ્ધાન્તને નથી દેખાતા” એટલાજ માત્ર હેતુથી તર છેડી નાંખવા, એ પણ અત્યન્ત અયુકત છે,
ઉપરની હકીકતથી એ સાર નિકળે છે કે પુણ્ય-પાપની પ્રત્યક્ષ કળાતી લીલાઓને હૃદયમાં ઉતારી, સંસારરૂપ મહાવિષધરથી સાવચેત થઈ આત્મા ઉપર લાગેલ મળને દૂર કરવા-ચૈતન્યને પૂર્ણ વિકાસમાં મૂકવા કલ્યાણસંપન્ન માર્ગે આત્માને જોડવો જોઈએ. ધીરે ધીરે, પણ માર્ગ ઉપર–ખરા માર્ગ ઉપર ગતિ કરતા પ્રાણી સીદાત નથી અને ક્રમશઃ આગળ વધતો જાય છે, છેવટે સાધ્યને પહોંચી વળે છે.
એ ખુલ્લી વાત છે કે અધ્યાત્મના વિષયમાં આત્માનું સ્વરૂપ જાણવું ખાસ અગત્યનું છે. જુદી જુદી દષ્ટિએ આત્મસ્વરૂપને વિચાર કરવાથી તે સંબધી શંકાઓ ટળી જાય છે, અને આત્માની સાચી ઓળખાણ થવાથી તેના ઉપર અધ્યાત્મને પાયો માંડી શકાય છે. પરંતુ આ વિષય અતિવિસ્તૃત છે, છતાં તે સમ્બન્ધી એકાદ બાબત ઉપર ટૂંક અવકન કરી લઈએ –
પ્રથમતઃ કેટલાક દર્શનકારે આત્માને શરીરમાત્રમાં સ્થિત નહિ માનતાં વ્યાપક માને છે, અર્થાત પ્રત્યેક શરીરને પ્રત્યેક આત્મા આખા જગને વ્યાપ્ત કરી રહેલ છે, એમ એએને અભિપ્રાય છે. એ સિવાય એમ પણ એઓનું માનવું છે કે-જ્ઞાન, એ આત્માનું અસલ સ્વરૂપ નથી,
* નિયાયિક, વૈશેષિકે અને સાંખે,
71