________________
અધ્યાત્મતત્ત્વાલક,
વ્યાપાર મુખ્યત્વેન ભાગ ભજવે છે, અને વચનવ્યાપાર તથા શારીરિક ક્રિયાઓ મનેયોગને પુષ્ટિ આપનાર તરીકે કર્મબન્ધનના હેતુ છે. )
સંવર,
મને યોગ, વચન અને શરીર ગરૂપ આવ્યવથી બંધાતા કર્મને અટકાવનાર આત્માનો નિર્મલ પરિણામ “સંવર' કહેવાય છે. સંવર શબ્દ રણ ઉપસર્ગપૂર્વક ડૂ ધાતુથી બનેલું છે. તે ધાતુને અર્થ રેકવું થાય છે. કર્મને અટકાવવું અથવા કર્મને અટકાવનાર શુભ અધ્યવસાય, એ બંને “સંવર’ શબ્દના અર્થ થઈ શકે છે. સર્વ કર્મોને સંવર , અર્થાત્ સર્વ કર્મો બંધાતાં અટકી જાય, એવી સ્થિતિ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આવે છે; પરન્તુ આત્માની જેમ જેમ ઉન્નત અવસ્થા થતી જાય છે, તેમ તેમ ક્રમશઃ કર્મબન્ધનમાં ઘટાડે થતું જાય છે.
કર્મને આત્માની સાથે દૂધ અને પાણીની જેમ સંબન્ધ થવો, એનું નામ “બન્ય” છે. કર્મ ક્યાંઈ લેવાં જવાં પડતાં નથી, કિન્તુ આખા લેમાં તેવા પ્રકારનાં દ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેને “કન્વર્ગણ” એવું નામ જૈનશાસ્ત્રકારે આપે છે. આ કવ્ય રાગ-દ્વેષના પરિણામરૂપ ચિકાશને લીધે આત્માની સાથે વળગે છે.
“શુદ્ધ આત્માને રાગ-દ્વેષની ચિકાશ લાગવી કેમ જોઈએ ? ” એવો પ્રશ્ન ઉભો થતે જોવાય છે; પરંતુ આના સમાધાનમાં સૂમદષ્ટિએ વિચારવાની જરૂર છે. આત્માને રાગ-દ્વેષની ચિકાશ અમુક વખતે લાગી, એમ તે કહી શકાય નહિ, કેમકે તેમ કહેવામાં, જે વખતે આત્માને રાગ-દ્વેષની ચિકાશ લાગી, તે પહેલાં આત્મા શુદ્ધસ્વરૂપવાળે ઠરે છે, અને શુદ્ધસ્વરૂપવાળા આત્માને રાગ-દ્વેષને પરિણામનું થવાનું કંઈ કારણ નથી, એ ન્યાયસિદ્ધ વાત છે. યદિ શુદ્ધસ્વરૂપી આત્માને રાગ-દ્વેષના પરિણામને પ્રારંભ થયે માનવામાં આવે, તે મુક્તિદશાને પામેલા આત્માઓ-શુદ્ધ આત્માઓને પણુ રાગ-દ્વેષને પરિણામ ઉત્પન્ન થવાનું કાં નહિ બને ? ભૂતકાલમાં પહેલાં આત્મા શુદ્ધ હતો અને પાછળથી એને રાગ-દ્વેષને પ્રાદુર્ભાવ થયે, એમ માનવા જતાં ભવિષ્યકાલમાં મુક્ત અવસ્થાની શુદ્ધ સ્થિતિએ પહોંચ્યા
64