________________
SPIRITUAL LIGHT.
પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી, તેના ઉપર સઘળે મેલ નિકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તે પ્રમાણે આત્મા ઉપરને કર્મરૂપ સઘળે મેલ દૂર થવાથી સ્વતઃસ્વભાવતઃ આત્મા ઊર્ધ્વગતિ કરે છે ઉપર જાય છે; પરંતુ તેની ઊર્ધ્વગતિ ક્યાં સુધી થતી રહે– તે ક્યાં જઈને અટકે, એ ખાસ વિચારનું સ્થાન છે. એ વિચારને નિડે ધર્મ અને અધર્મ પદાર્થદ્વારા લેક અને અલોકનો વિભાગ માન્યા સિવાય કઈ રીતે થઈ શકે તેમ નથી. ગતિ થવામાં સહાયક ધર્મ પદાર્થ ઉચે
જ્યાં સુધી છે, ત્યાં સુધીના લોકના અગ્રભાગે કમરહિત થયેલ આત્માની ગતિ અટકી જાય છે, અને ત્યાંજ તે અવસ્થિત થાય છે. ત્યાંથી આગળઅલેકમાં “ધર્મ ” પદાર્થના અભાવે તેની ગતિ થઈ શકતી નથી. જે ધર્મ-અધર્મ પદાર્થો ન હોય અને એથી કરીને લેક–અલકને થતો વિભાગ ન હોય, તે કર્મરહિત બનેલ આત્મા ઉચે જ કયાં અટકશે ? – ક્યાં અવસ્થિત થશે ?, એ ઉભી થતી ગુંચવણ મટે તેવી નથી.
પુલ.
પરમાણુથી લઈ ઘટ, પટ આદિ સ્કૂલ-અતિસ્થૂલ તમામ રૂપી પદાર્થો પુદ્ગલ” કહેવાય છે. પૂ” અને “નર્” એ બે ધાતુઓના સંગથી “પુતલ” શબ્દ બન્યો છે. “પૂર્' ને અર્થપૂરણ થવું” અર્થાત * મળવું” અને “બ” ને અર્થે ગળવું” અર્થાત “ખરી પડવું – “જુદું પડવું” એ થાય છે. આ હકીકત ઘટ, પટ આદિ પદાર્થોમાં પ્રત્યક્ષ અનુભવાય છે, કેમકે પરમાણુવાળા નેહાના હેટા દરેક પદાર્થમાં પરમાણુઓને વધારો-ઘટાડે થયા કરે છે. આપણું શરીરજ આ વાતનું આદર્શ પ્રમાણ છે. એકલા પરમાણુને પણુ, બીજા પદાર્થ સાથે મળવાનું કે તેનાથી જુદુ પડવાનું હોવાથી “પુદગલ”સંજ્ઞા અર્થયુક્ત ઘટી શકે છે.
કાલ.
કાલ દરેકના જાણવામાં છે. નવી વસ્તુ પુરાણી થાય છે, પુરાણી વસ્તુ જીર્ણ થાય છે, બાલ તરૂણ થાય છે, તરૂણ વૃદ્ધ થાય છે, ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન થાય છે અને વર્તમાન વસ્તુ ભૂતકાલના પ્રવાહમાં પ્રવાહિત થાય છે, આ બધી કાલની ગતિ છે.
1 61