________________
· SPIRITUAL LICHT. પદાર્થોનું બીજી ઇન્દ્રિથી સ્મરણ થઈ શકે નહિ. એકને થયેલે અનુભવ બીજાને સ્મરણ કરનાર બને જ નહિ, એ તદ્દન સુગમ હકીકત છે, ત્યારે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓને ચક્ષના ચાલ્યા ગયા પછી સ્મરણ કરનાર જે શક્તિ છે, તે ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્માએ ચક્ષુધારા જે વસ્તુઓ પૂર્વે પ્રત્યક્ષ કરી હતી, તે વસ્તુઓને ચક્ષુની ગેરહાજરીમાં પણ પૂર્વ અનુભવથી સ્થાપિત થયેલા સંસ્કારનું પુરણ થવાથી આત્મા સ્મરણ કરી શકે છે, આવી રીતે અનુભવ અને સ્મરણના એક બીજાના ઘનિક સંબધને લીધે પણ સ્વતંત્ર ચેતન્યસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે. -
હું અમુક વસ્તુને જઈ પછી અ ” આવો અનુભવ દરેક મનુષ્યથી જાણીતું છે. આ અનુભવ ઉપર વિચારષ્ટિ ફેંકવાથી ચોખ્ખી રીતે જણાઈ આવે છે કે-તે વસ્તુને જેનાર અને અડનાર જુદા નથી, કિન્તુ એકજ છે. એ એક કેણ, તે, ચક્ષુ હોઈ શકે નહિ, કેમકે તેનું કામ સ્પર્શ કરવાનું નથી; તેમજ તે, સ્પર્શન ઇન્દ્રિય (ત્વચા) પણ કહી શકાય નહિ, કારણ કે તેનાથી જોવાનું બનતું નથી. આ હકીકત ઉપરથી એ નિઃશંક સિદ્ધ થાય છે કે એક વસ્તુને જેનાર અને સ્પર્શ કરનાર જે એક છે, તે ઈન્દ્રિયોથી જુદો આત્મા છે. .
આત્મામાં કાળે, ઘેળો, લેલે વગેરે વર્ણ નથી, એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ થઈ શકતો નથી. પ્રત્યક્ષ નહિ થવાથી “તે વસ્તુ નથી” એમ માની શકાય નહિ. પ્રત્યક્ષ પ્રમાણ સિવાય બીજાં પ્રમાણે-અનુમાનઆદિથી પણ વસ્તુસત્તા સ્વીકારાય છે. પરમાણુઓ ચર્મચક્ષુથી દેખી શકાતા નથી–પરમાણુ હવાની ખાતરી માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણુ નથી, છતાં અનુમાન પ્રમાણુથી દરેક વિદ્વાન તેને સ્વીકાર કરે છે. સ્થલ કાર્યની ઉત્પત્તિ માટે સૂક્ષ્મ–અતિસૂક્ષ્મ અણુઓ હોવાની સાબિતી અનુમાન પ્રમાણે ઉપર ટકેલી છે. આત્માના સંબન્ધમાં પણ સમજવું જોઈએ કે–જગતની અંદર કોઈ સુખી તે કોઈ દુઃખી, કોઈ વિદ્વાન તો કોઈ મૂર્ખ, કોઈ રાજા તે કોઈ રંક, કોઈ શેઠ તો કોઈ નેકર, આવી રીતની અનન્ત વિચિત્રતાઓ અનુભવાય છે. આ વિલક્ષણતાઓ કારણ વગર સંભવે નહિ, એ અનુભવમાં ઉતરી શકે તેમ છે. હજાર પ્રયત્નો કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યને પણ કદાચિત ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજા મનુષ્યને વગર પ્રયાસે મેઢામાં લાડવો આવી પડે છે. આવી અનેકાનેક ઘટનાઓ
6.