________________
' અધ્યાત્મતત્ત્વાક.
the non-ego. When one practises or tries to practise universal love with a clear distinction of the reality, his knowledge, devotion and austerity will bear proper fruit and he will be able to remove the impure coating of Karma by practising concentration &c. Without soul-culture he will be able to achieve nothing however tremendous and elaborate his working may be.
જ્ઞાન, ભક્તિ, તપશ્ચર્યા અને ક્રિયાને મુખ્ય ઉદ્દેશ એકજ છે, અને તે એ છે કે-ચિત્તની સમાધિ વડે કર્મને લેપ દૂર કરીને આત્માના સ્વાભાવિક ગુણેને પ્રકાશમાં લાવવા. ”—૩
વ્યાખ્યા –
જ્ઞાન ભણવાથી અને ભકિત, તપ તથા ક્રિયા કરવાથી જે ચિત્તશુદ્ધિ થતી હોય, અગર ચિત્તને મળ કંઈ પણ ઓછો થવા લાગતા હોય, તેજ તે જ્ઞાન, ભક્તિ વગેરે સફલ છે.
ખૂબ યાદ રાખવું જોઈએ કે સર્વ દુઃખનું કારણ માત્ર અજ્ઞાનતા છે. અજ્ઞાનતા એટલે જ્ઞાનને અભાવ. કઈ વસ્તુના જ્ઞાનને અભાવ દુએનું કારણ છે ? એ વિચારવાનું છે. ગમે તેટલાં શાસ્ત્ર વાંચી નાંખ્યાં હોય અને ગમે તેટલો દુનિયાને અનુભવ લેવામાં આવ્યો હોય, પણ એટલેથી દુઃખેને અન્ન આવતું નથી અને યથાર્થ આનન્દ મેળવાત નથી. એક વસ્તુ સિવાય બાકી તમામ વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં પણ અજ્ઞાનતા હઠી શકે નહિ અને એથી થતા ઉપદ્રવ મટે નહિ; એ એક વસ્તુ બીજી કઈ નહિ, પણ આત્મા જ છે; અને એ વિષેની અજ્ઞાનતાજ સર્વ દુઃખોને જન્મ આપનારી છે. એ માટે શાસ્ત્રકારની છેલ્લી ઉોષણ એજ છે કે- આત્માના અજ્ઞાનથી થતાં દુઃખનો નાશ આત્મજ્ઞાન મેળવ્યા સિવાય કદાપિ થઈ શકશે નહિ,” આ વાત તદ્દન વ્યાજબી છે, કારણ કે જેમ અન્ધકારને હણવા તેના વિરોધી પ્રકાશની જરૂર છે, તેમ અન્ધકારરૂપ આત્મવિષયક અજ્ઞાનને હણવા તેના વિરોધી આત્મજ્ઞાનરૂપ પ્રકાશની જરૂર છે. જ્યાં સુધી આત્મા કપા, ઈન્દ્ર અને મનને વશીભૂત છે, ત્યાં
14: