________________
SPIRITUAL LIGHT.
હતા, એટલે ઘેર દુર્ગતિમાં જવાને સમ્મુખ થયા હતા, તેવા લેકેને પણ જેણે ઉદ્ધાર કર્યો છે, તે અધ્યાત્મરૂપ રસાયનને શું વર્ણવીએ ? ”—૧૨ વ્યાખ્યા.
પ્રાણીને પાપ કરવાની વાસનાઓ અનાદિકાળથી ચાલી આવે છે; પરંતુ પાપકર્મોથી ભીરૂ થવું–પાપના પ્રસંગોથી અલગ રહેવું, એમાંજ જિન્દગીની સફલતા છે. જે વખતે મનુષ્ય સંસારની સ્થિતિનું અવલોકન કરે છે, ત્યારે તેને સદ્દવિચારેને ઉદય અવશ્ય થાય છે, પણ તે વિચારે સંસારના ઝેરીલા સંગેના હુમલા હામે લાંબે વખત ટકી શકતા નથી, અને એથી જ મનુષ્ય આત્મોન્નતિના ક્ષેત્રમાં વિચરણ કરી શકતું નથી. વખતને બરાબર નિયમબદ્ધ બનાવવામાં આવે અને આત્મકલ્યાણને માટે છેડા પણ વખતને નિયમસર ભોગ આપવામાં આવે, તે મનુષ્ય પોતાની જિન્દગીને કલ્યાણસમ્પન બનાવી શકે, એમાં સન્ડેહ નહિ
પરંતુ જિન્દગીને કલ્યાણમયી બનાવવા માટે ઉપર જોઈ ગયા તેમ, સવિચારે-ભાવનાને સ્થિર રાખવાની પ્રથમ આવશ્યકતા છે. ભાવનાઓ શું કામ નથી કરતી? દરેક કાર્યની સિદ્ધિ ભાવના ઉપર ટકેલી છે. સ્વર્ગ, નરક અને મોક્ષ એ બધાને આધાર ભાવના સિવાય બીજા કશા પર નથી. વર્તન સારું રાખવા માટે પહેલાં વિચારેને સારા બનાવવા જોઈએ છે. જેમ જેમ વિચારોની ઉચ્ચતા વધતી જાય છે, તેમ તેમ વર્તન પણ ઉંચા પ્રકારનું થતું જાય છે, અને તદનુસાર આત્મોન્નતિમાં આગળ વધી શકાય છે. માટેજ શાસ્ત્રકારે કહે છે કે
મન gવ મનુષ્યાણાં વાઈ વશ્વમોક્ષયોઃ”. છે –“બધ યા મોક્ષનું કારણ મનજ છે.” ઘેર કર્મો કરીને દુર્ગતિએ જવાને લાયક બનેલાઓ પણ શુભ ભાવનાઓના પ્રભાવે આત્માને દુર્ગતિએ જતે અટકાવી શક્યા છે. જેઓને આત્મા ભીષણ પાપ કરી નરક જવા તૈિયાર થયો હતો, તેવાઓ પણ પાછળની જિન્દગીમાં મનની દુર્વાસનાઓ દૂર કરીને એકાગ્ર ભાવનામાં આરૂઢ થવાથી કર્મને ક્ષય કરી શક્યા હતા મોક્ષ પદને પહોંચી વળ્યા હતા.
ચક્રવર્તી ભરત, જે ભારતવર્ષીઓને કથાશ્રવણથી સુપરિચિત છે, તે, સામ્રાજ્ય ભોગવવા છતાં-કછાનુકાનને સહન નહિ કરવા છતાં કૈવલ્યજ્ઞાનને