________________
SPIRITUAL LIGHT. શકાય છે, છેવટે આત્માની એ શક્તિને વિકાસ થાય છે કે જેને લીધે . પિતાની ચિત્તવૃત્તિઓ ઉપર પૂરી સત્તા જમાવી શકાય છે; આવી સ્થિતિમાં આવ્યા પછી કર્મનાં આવરણે ઢીલાં પડી જાય છે અને આત્માને ચિતન્યપ્રદીપ જળહળતે પ્રકાશવા લાગે છે. આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થયા પછી–પ્રસ્તુત શ્લેકમાં જણાવ્યા પ્રમાણે–જરાનું આક્રમણ રહેતું નથી, મરણને ઉપદ્રવ ટળી જાય છે અને આધિ, વ્યાધિ, ઉપાધિ, શેક, સત્તાપ વગેરે તમામ દુશ્મનને પ્રલય થઈ જાય છે. આવી ઉંચી હદમાં આવ્યા પછી લગારે અવિદ્યાનું વાદળ રહેતું નથી અને એથી જ જન્મરૂપી વૃક્ષ દગ્ધ થાય છે. આ પ્રમાણે પૂર્ણ કૃતાર્થ બનેલે આત્મા પરબ્રહ્મસ્વરૂપી થાય છે. પરબ્રહ્મસ્વરૂપી થવું–સંપૂર્ણ પ્રકાશમાન આત્મા બનવું, એજ ક્રમશ: વધતી ઉન્નતિનું ચરમ ફલ છે. એને માટે અધ્યાત્મના માર્ગમાં અહર્નિશ પ્રયત્નશીલ રહેવું, એજ આ શ્લોકનું રહસ્યભૂત તાત્પર્ય છે. तेऽपि प्रचण्डा मदनस्य बाणाश्छिद्राकुलं यः क्रियते तपोऽपि । अध्यात्मवर्माऽपिहिते तु चित्ते निःसंशयं कुण्ठिततां भजन्ते ॥७॥
= (7) Before the neverfailing shafts of cupid, even austerities are rendered vulnerable but surely they take no effect on mind armoured with spiritual light.
તે કામદેવનાં પ્રચંડ બાણેજે તપની અંદર પણ સેંકડે છિદ્રો કરી મૂકે છે–અધ્યાત્મરૂપ બખ્તરથી ઢંકાયેલા ચિત્તને કંઈ ઈજા કરી શકતા નથી; ઊલટાંતે બહરને પ્રત્યાઘાત લાગવાથી–તે કામનાં બાણ બુંઠ પડી જાય છે. ”—૭ વ્યાખ્યા,
આપણે એ પ્રત્યક્ષ જોઈએ છીએ કે સંસારના સપાટ મેદાનમાં કામનું શાસન કેવું અખલિત ચાલે છે. આ કામનું પ્રાબલ્ય ત્યાં સુધી છે કે એનાથી કેટલાક મુનિઓ પણ લથડિયું ખાઈ ગયા છે. ઘેર તપશ્રર્યા કરનારા તાપસને પણ આ કામરાજાએ ધર્મભ્રષ્ટ કરી નાંખ્યા છે. આવા શૂરવીર કામની હામે થવાને માટે અધ્યાત્મરૂપ બખ્તર ધારણ
૧૭,