________________
અધ્યાત્મતત્ત્વાલક, નથી. પોપકારને માટે-લોકસેવાને માટે પિતાના શરીરને થતે ઘસારે તેઓ ખ્યાલમાં લેતા નથી. જેનું ચારિત્ર ( વર્તન) આદર્શ ભૂત હેાય છે, જેનો આત્મા સ્વાશ્રયી બનેલું છે, તેઓજ આધ્યાત્મિક બલમાં ઉન્નત થઈ શકે છે. પૂજાની આકાંક્ષા, માન-પ્રતિષ્ઠાને લેભ
જ્યાં ભરેલ હોય અને એને અંગે, સત્કારની પ્રાપ્તિ ઉપર મૃદુતા અને અપમાન ઉપર સહિતા ન રાખી શકાતી હોય, તે કહેવું જોઈશે કે તેવી સ્થિતિવાળાઓ –ભલે ગૃહસ્થ યા સાધુના વેશમાં હેય-આધ્યાત્મિક માર્ગ ઉપર ગતિશીલ નથી. - અધ્યાત્મમાર્ગના મુસાફરોને ખાવા-પીવા ઉપર લુબ્ધતા હોતી નથી. શરીરની અપેક્ષા ધર્મસાધન પૂરતી જ તેઓને હોય છે. મેટ ગવર્નર યા સમ્રાટું પૂજન કરી જાય, તો એથી પણ જેઓનું હૃદય ઉછળવા પામે નહિ, અથવા સમગ્ર સમાજ તરફથી નિંદાપાત્ર થવાય, તે તેથી પણ જેઓના હૃદયપ્રદેશમાં ગભરાટ ઉભવે નહિ, એવી સ્થિતિવાળાજ મનુષ્યો ખરી રીતે આત્મબલ મેળવી શક્યા છે. સત્કાર અને તિરસ્કાર ઉપર તે આખો સંસાર રાગ-દેષ ધરાવે છે, એવી જ સ્થિતિવાળો મનુષ્ય જે અધ્યાત્મી કહેવાતું હોય તે તે યથાર્થ નથી. જ્યાં ગરમ દૂધ વગર ન ચાલતું હોય, ઠરી ગયેલા દૂધ ઉપર મિજાજ ખસી જતો હય, લીલાં શાક વગર પેટલી ગળે ઉતરતી ન હોય, રસકસ અને માલ મસાલા ઉપર છવ લલચાતે રહેતા હોય અને ભોજનની અનુકૂલતા તથા પ્રતિકૂલતા ઉપર ભારે લક્ષ્ય અપાતું હોય, તે એવી સ્થિતિવાળાઓએ સમજી રાખવું જોઈએ કે “આપણે આત્મબલથી ઘણું વેગળા છીએ.” જ્યાં ભજનથી પરાધીનતા હોય, ત્યાં અધ્યાત્મબલ કેવું ? જ્યાં યશવાદને માટે મચી રહેવાતું હોય, ત્યાં આત્મવિકાસ કેવો ? જ્યાં બધાએથી સર્ટિફિકેટ લેવાને માટે દહી અને દૂધમાં પગ રાખવા જેવું બનતું હોય, ત્યાં હૃદયની પવિત્રતા કેવી ? જ્યાં મન, વચન અને શરીરની ક્રિયાઓમાં ભિન્નતા રહેતી હોય, ત્યાં કલ્યાણસિદ્ધિ કેવી ? જ્યાં એકાન્ત અવસ્થાની પ્રવૃત્તિ તથા જનસમુદાય વચ્ચેની પ્રવૃત્તિમાં મોટો ફરક રહેતે હેય, ત્યાં આત્મોન્નતિ કેવી ? જ્યાં પિતાની મહત્તાને જાળવવા અથવા મહત્તા વધારવાની ખાતર અસત્યવાદને પ્રવાહ વહ્યા કરતું હોય, ત્યાં ધર્મ કેવો ? જનવને રિઝવવા બગલાની પિઠે પગલાં ભરાતાં હોય, માંદાની જેમ ધીરે ધીરે શબ્દ બેલાતા હોય અને રેફ મારવામાં, આડંબર દેખાડવામાં તથા