________________
SPIRITUAL LIGHT. જતી હૈય, જગતનાં લીલાં પીળાં જોઈને જેઓનાં હૃદયે ઉબ્રાન્ત થઈ જતાં હોય, સંસારના શણગારે દેખી જેઓની ઈન્દ્રિય દ્રવીભૂત થઈ જતી હોય, દુનિયાને ઠાઠમાઠ જોઈને જેઓનું મન ઝાલ્યું ન રહેતું હોય અને વિષયરસરૂપ અગ્નિમાં જેઓને આત્મા પતંગિઓ બની જતે હેય, એવા અવિવેકિઓ અથવા વિવેક ઉપર સ્થિર નહિ રહેનારાઓને, ઓછામાં પૂરા આ કલિકાલમાં આધ્યાત્મિક જીવન ઉપર પ્રેમ પ્રકટ થ, એ સુલભ નથી.
વર્તમાન જમાનામાં નવા નવા વિજ્ઞાનના આવિષ્કારે નિકળતા જોઈ ઘણુઓના હૃદયમાં એવી અસર ઉત્પન્ન થયેલી જોવાય છે કે જેથી તેઓ અધ્યાત્મમાર્ગને તુચ્છ ગણવા લાગે છે, પાશ્ચાત્યવિદ્યાથી અંજાઈ ગયેલા ઘણુઓ એવા જોવામાં આવે છે કે તેઓ કેવલ પ્રત્યક્ષપ્રમાણના પક્ષપાતી બની ગયા છે, અને એનું જ એ પરિણામ જોવામાં આવે છે કે તેઓ આભેન્નતિને કંઈ ચીજ સમજતા નથી. ...
એ દેખીતું છે કે નાસ્તિકના વિચારો ભેળાહૃદયવાળા માણસમાં જેટલી ઝડપથી છાપ બેસાડે છે, તેટલી ઝડપથી આસ્તિકના દ્વિચારે બેસાડી શકતા નથી. આનું કારણ અવ્વલ તે જીવોની અનાદિકાલની મોહવાસના છે, અને એ સિવાય બીજું પ્રધાન કારણ વિચારશક્તિ અભાવ છે.
વર્તમાનમાં પોતાની સ્વત– કલ્પનાઓ ઉપરજ વિશ્વાસ રાખવાનું પ્રાયઃ વધુ પસંદ કરવામાં આવે છે અને એથી જ પ્રાચીન મહર્ષિઓના જ્ઞાનપૂર્ણ ઉપદેશને આધાર ન લેવાને લીધે ઘણી વખતે માન્યતાઓ બાંધવામાં મોટી મોટી ગેરસમજૂતીઓ ઉભી થાય છે; અને પાછળથી પિતાને અનુકૂલ ઉત્તેજકે મળવાથી પિતાના સિદ્ધાન્તમાં દુરાગ્રહ બંધાઈ જાય છે, છેવટે હૃદય આસ્તિયથી એવું પતિત થાય છે કે જીવન અવ્યવસ્થિત બની જાય છે.
આ વિષમકાળમાં, ઉપર કહ્યા પ્રમાણે, અધ્યાત્મની વિરૂદ્ધમાં વિચાર ધરાવનાર વર્ગ અધિક ફેલાયેલું હોવાથી, વિજ્ઞાન-રસાયનના પ્રયોગ દ્વારા જડપદાર્થોના ચમત્કારે વધતા જવાથી અને ફેશનની છટા ઉપર લેકેનાં ચિત્ત અધિકાધિક ખેંચાતાં જતાં હોવાથી, અધ્યાત્મમાર્ગ સુલભ