________________
-
'
,
,
SPIRITUAL LIGHT. ગતાનુગતિક ક્રિયાઓ કરવામાં આવે છે, તેનું પરિણામ બીજું શું આવે ? તેવી ક્રિયાઓથી આત્મમળ કેવી રીતે દૂર થઈ શકે ? તેવી ક્રિયાઓ ભલે ધર્મની દૃષ્ટિએ કરાતી કહેવાતી હોય, પરંતુ એથી જિન્દગી સુધરવાનું પરિણામ આવતું નહિ દેખાવાથી તેવી લક્ષ્યચુત ક્રિયાઓને માન નહિ આપતાં માગનુસારિણી ક્રિયાઓને વિચારક મનુષ્ય માન આપે છે. द्वीपं पयोधौ फलिनं मरौ च दीपं निशायां शिखिनं हिमें च। कलौ कराले लभते दुरापमध्यात्मतत्त्वं बहुभागधेयः ॥ ५ ॥
(5) In this very formidable Kaliyuga it is. a rare and fortunate being alone that attains the unattainable spiritual knowledge which is like an island in ocean, a fruitbearing tree in a desert, a lamp, during night or a hearth in winter, . . .
“ સમુદ્રની મુસાફરીમાં દ્વીપ, મરૂ દેશના સપાટ મેદાનમાં વૃક્ષ, ઘેર અંધારી રાત્રિમાં દીપક અને સર્ણ ટાઢની ઋતુમાં અગ્નિની જેમ આ વિકરાલ કાલમાં દુર્લભ એવા અધ્યાત્મતત્વને મહાન ભાગ્યશાળી મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. ”—પ
વ્યાખ્યા, - વર્તમાનકાળને હિન્દુધર્મશાસ્ત્રકારે “કલિયુગ” કહે છે, જ્યારે જૈનશાસ્ત્રકાર પંચમ અર (ભાષામાં પાંચમો આરે) કહે છે. એ બંને ધર્મશાસ્ત્રકારો કહેવાને ભાવ એકજ છે કે જેમ પ્રાચીનકાળમાં દિવ્યજ્ઞાની, બ્રહ્મજ્ઞાની મહાપુરૂષ વિહરતા હતા દષ્ટિગોચર થતા હતા અને આધ્યાત્મિક અભુત શક્તિઓ પ્રાદુર્ભત થતી હતી, તેમ વર્તમાનકાલમાં તેવા દિવ્ય મહર્ષિઓ અને તેવી આધ્યાત્મિક અલૈકિક શક્તિઓને સદૂભાવ રહેલે નહિ જેવાતે હોવાથી વર્તમાનકાળ, પડતા કાળ છે અને તે માટે તેને “કલિયુગ” અથવા “પંચમ અર” કહેવામાં આવે છે.
પંચમ અરના સંબન્ધમાં લગાર જૈન પ્રક્રિયા જોઈ જવી પડશે–