Book Title: Tattvarthadhigam Sutram Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir Catalog link: https://jainqq.org/explore/022515/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ णमो णमो णाणदिवायरस्स શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમ્ * રચયિતા વાચકવર શ્રી ઉમાસ્વાતિજિમહારાજ * અનુવાદાર * | મુનિરાજ શ્રી રામવિજયજી * વિવેચનકાર * ગાંધી ચીમનલાલ દલસુખભાઈ (B.Com.) | * સમ્પાદક તથા પ્રેરક જ આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની વિશેષતાઓ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રના અનેક પ્રકાશનો થયા છે. તેમાં આ પ્રકાશન કોઈ અપૂર્વ ભાત પાડે છે. તેની વિશેષતાઓ આ છે. (૧) મૂલસૂત્ર પાઠ. (૨) સૂત્રનો અનુવાદ. ભાવવાહી અનુવાદ અને સૂત્રને અનુસારી સામાન્ય અર્થ. (૪) અર્થને વિશદ રીતે સમજાવતું વિવેચન (૫) અનુવાદ સહિત-સમ્બન્ધ કારિકા અને ચરમોપદેશ કારિકા (૬) દશ અધ્યાયનો સ્વાધ્યાય. (૭) દરેક અધ્યાયની પ્રશ્નાવલી (૮) પરિશિષ્ટો. વિસ્તૃત (૯) વિગતવાર અનુક્રમણિકા. એ પ્રમાણે અભ્યાસકને દરેક રીતે કામમાં આવે એવું આ પ્રકાશન છે. આ પુસ્તકથી શુદ્ધ જ્ઞાન અભ્યાસકો મેળવે એટલે પ્રકાશન થયું સાર્થક. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃતગ્રન્થમાલા ગ્રન્થાંક-૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમ્ અનુવાદ અને વિવેચનયુક્ત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રકાર સંગ્રાહક શિરોમણિ વાચકવરશ્રી ઉમાસ્વાતિજિદ્ અનુવાદકાર શાસનસમ્રાટ આચાર્ય મહારાજશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયામૃતસૂરિજી મહારાજના શિષ્યરત્ન દ્રવ્યાનુયોગના જ્ઞાતા શાન્તમૂર્તિ મુનિરાજશ્રી રામવિજયજી મહારાજ સમ્પાદક તથા પ્રેરક ਵਰੀ આચાર્ય શ્રી કુકુન્દ વિવેચનકાર ગાંધી ચીમનલાલ પ્લસુખભાઈ (B. Page #4 -------------------------------------------------------------------------- ________________ કિ8%.66% Lપ્રાપાક - શ્રી ધુરન્ધરસૂરિ સમાધિ મદિર શાન્તિવન બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી અમદાવાદ-૭. પ્રથમ આવૃતિ, વિ.સં. ૨૦૦૪, માગશર સુદ ૧૧ (દ્વિતીય આવૃતિ, વિ.સં. ૨૦પ૭ નકલ : ૧OOO કિંમત રૂા. ૪પ-00 પ્રિન્ટર્સ શ્રી હરેશ સી. શાહ શ્રી નેમિનાથ પ્રિન્ટર્સ એ-૮, શુભ લાભ એન્ટ, અંબિકા આઈસ ફેકટરી પાસે, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. મોબાઈલ : ૯૮૨૫૬૨૬૫૧, ફોન : પ૨૫૦૩૫ બાઈ | કલ્પતરુ બાઈન્ડીંગ વર્કસ જગદીશ કોલોની, સદુમાતાની પોળની બાજુમાં, હલીમની ખડકી, શાહપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : પ9ર900 %,254.544 SASSASAM..94264.54.0.0.00 ટાઈપ સેણિ અકીન કોમ્યુટર ગ્રાફીક્સ પ૧, ભાવસાર સોસાયટી, અમ૨નાથ મહાદેવ પાસે, નવાવાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૭૪૮૩૭૫૫ - Page #5 -------------------------------------------------------------------------- ________________ शासन सम्राट् શ્રી નેમિ સૂરિજી મહારાજ पीयूषपाणि શ્રી અમૃતસૂરિજી મહારાજ समर्थविद्वान् શ્રી ધર્મધુરન્ધર સૂરિજી મહારાજ વેણીલાલ નાગરદાસ વારૈયા બીજાપુર કર્નાટક મહુવાવાળાના સૌજન્યથી નટવરલાલ ઉજમશીભાઈ હ. પ્રકાશકુમાર ભાડલાવાળાના સૌજન્યથી અનોપબેન ચુનીલાલ ઘોઘાવાળા પરિવારના સૌજન્યથી Page #6 -------------------------------------------------------------------------- ________________ Ratત દૂર કનાજ આ હમ લિજ Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ‘જ્ઞિાસુ અને મુમુક્ષુગણને” જૈન જૈનેતર કોઈ એકજ પુસ્તકમાંથી જૈન ધર્મ સંબંધી માહિતી મેળવવા ઇચ્છે તો તેની ઇચ્છા સંતોષવા માટે જૈનવાડ્મયમાં આ એકજ પુસ્તક છે. ગ્રંથ સંકલનામાં સૂત્રકા૨ની જે વિશિષ્તા છે તે તેમની પ્રતિભાની સૂચક છે. તેની આદિ અને અંતની કારિકા પણ ભાવમય છે. સૂત્રકારે એકપણ દાર્શનિક વિષય ચર્ચવો બાકી ૨ાખ્યો નથી તેટલા તે સૂક્ષ્મ સંગ્રાહક છે. રુચિસંપન્ન જિજ્ઞાસુ આમાંથી ક્ષીરની૨ન્યાયે સા૨ લઈ તેને જીવનમાં ઉતા૨શે તો તેનું આત્મકલ્યાણ થયા વિના રહેશે નહિ. લિ. વિવેચક ૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ Bill પ્રથમ આવૃત્તિનું | પ્રકાશકનું નિવેદન iliiiiiiiiiiiiiiiiii Dailయయమయమయమయ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ એક મહાન સંગ્રાહક હતા. જેમને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહવૃત્તિમાં ૩છેડનૂન | ૨ | ૨ | રૂ૫ / એ સૂત્રની વૃત્તિમાં “પોમાસ્વાતિ હીતા:' એ પ્રમાણે ઉદાહરણ મૂકી સર્વોત્કૃષ્ટ સંગ્રાહક તરીકે કહ્યા છે. તેઓશ્રીનું રચેલ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે. આ સૂત્રોમાં તેઓશ્રીના કથન પ્રમાણે-જિનવચનનો એક દેશ અર્થાત્ અંશમાત્ર જિનવચન સંગ્રહ્યું છે. “તત્ત્વાર્થfધમારä વહ્યર્થસ૬ નપુwળ્યું: વક્ષ્યામિ શિષ્યતિમિ-મર્જરનૈશશ્ય ' અને એ તેમનું કથન યથાર્થ છે. હજારો હાથી પ્રમાણ મશીથી લખી શકાય તેવા ચૌદપૂર્વોની અપેક્ષાએ આ ગ્રન્થ અંશ માત્ર જ કહી શકાય. છતાં અત્યારની દૃષ્ટિએ જોવામાં આવે તો જિનતત્ત્વોનો લગભગ ૬ પરિપૂર્ણ સંગ્રહ આ ગ્રંથમાં છે. અહંદ્ર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ E સંબંધી વિચારણા આમાં ગૂંથી છે. કોઈપણ ઉપયુક્ત વિષય રહી ગયો હોય - છૂટી ગયો હોય એવું બન્યું નથી. એટલે અત્યારના અભ્યાસીને આ એકજ ગ્રન્થ સાંગોપાંગ અદ્ર્શનના તત્ત્વોનું જ્ઞાન કરાવવાને સમર્થ છે. આ સૂત્ર ઉપર ભાષ્ય-ટીકા-વિવરણો વગેરે પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય રચાયું છે. આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન અને ફેલાવા માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું છે. આ સૂત્રના અર્થો ગુજરાતી ભાષાને જાણનારા બાળજીવોને સમજાય અને સહેલાઈથી યાદ કરી શકાય તેવો હરિગીત છન્દમાં ભાવવાહી પદ્યાનુવાદ પૂ. મુનિ મહારાજશ્રી રામવિજયજી મહારાજે બનાવ્યો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે D પૂ. મુનિશ્રી રામવિજયજી મ. શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ પૂજ્યપાદ-આચાર્ય મહારાજશ્રી વિજ્યામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના મુખ્ય શિષ્ય છે. જેઓ આજીવન દ્રવ્યાનુયોગના અભ્યાસી છે. ગૃહસ્થાવસ્થામાં પણ બાલ્યવયથી જૈનધર્મનું તેમણે સારું જ્ઞાન સંપાદન કર્યું છે છ કર્મગ્રંથ-બૃહત્સંગ્રહિણી ક્ષેત્રસમાસ-જ્ઞાનસાર-આનંદ ધનજી કૃત ચોવીશી, દેવચંદ્રજી કૃત ચોવીશી વગેરેનું ઊંડુ અવગાહન કરી પરીક્ષાઓ આપી હતી અને તેમાં ઉચ્ચ શ્રેણીમાં પસાર થઈ ઈનામો મેળવ્યા હતા. કોઠ ચાણસ્મા ને મહેસાણામાં ધાર્મિક શિક્ષક તરીકે કામ કરી સુંદર કીર્તિ સંપાદન કરી હતી. થી છેલ્લા રર વર્ષથી જેઓ સુંદર સંયમ ધર્મની આરાધના કરી શી રહ્યા છે. લોકોને ધર્મક્રિયામાં જોડવાની તેમને અપૂર્વ ધગશ છે. પ્રકૃતિએ શાન્ત, સ્વભાવે મૂકોમળ, વિનય વૈયાવચ્ચમાં અપ્રમત્ત અને ઉત્સાહી છે. આ અનુવાદ સિવાય બીજી પણ તેમણે ક ગદ્ય-પદ્ય રૂપે અનેક કૃતિઓ રચી છે. સ્તવન ચોવીશી, કેટલાએ છે પદ્યો ને લેખો વગેરે. - તેમના આ અનુવાદને અનુસારી વિશદ્ વિવેચન ખંભાતનિવાસી. ગાંધી ચીમનલાલ દલસુખભાઈએ (B.Com.) લખ્યું છે. ચીમનલાલ ગાંધી તત્ત્વાર્થાધિગમ સૂત્રના સારા અભ્યાસી છે. છે. આ વિવેચન લખવા અંગેનો ટૂંક ઇતિહાસ તેમના નિવેદનમાં દો. તેમણે યથાર્થ રજૂ કર્યો છે. સ્વાધ્યાય, પ્રશ્નાવલી, પરિશિષ્ટો વગેરે યોજવામાં તેમણે સારો શ્રમ લીધો છે. આવા પ્રયત્નો Pી એકાંત અનુમોદનીય છે. અમને આ ગ્રન્થ પ્રકાશિત કરવા લાભ મળ્યો તે અંગે અમે ? અમારું મહતું પુણ્ય સમજીએ છીએ. છેવટે પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે તે પ્રમાણે આ ગ્રન્થમાં ઉપદિશ્યા પ્રમાણે સમજી-આચરણ કરી ભવ્યાત્માઓ પર શ્રી શિવ પંથમાં સંચરો. એજ લિ. પ્રકાશક GSSSSSSSSSSSSSSSSS ૫ SNEHI ST anish Eng Submenu 2222222222 Page #10 -------------------------------------------------------------------------- ________________ ::::: , ; ; ; ; ; ; ; ; ; ; ; ; [ ૩ry on : :: » 2 oppote : : : : : : : : : : : : ૬, : ; ; Tવિવેચકનું નિવેદન, | શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર પર લગભગ વીસેક વર્ષ પર મેં એક લેખમાળા શરૂ કરી હતી. તે લેખમાળા ચાર અધ્યાય સુધી ? આવીને કારણવશાત્ અટકી પડી. ત્યાર પછી આ ગ્રંથ અંગે અનેક પ્રવાહ વહી ગયા છે. -- શ્વેતામ્બર સંપ્રદાયમાં આ ગ્રંથનું જે મહત્ત્વ છે, તે કરતાં | દિગમ્બર સંપ્રદાયમાં તેનું મહત્ત્વ અનેકગણું અધિક છે. તેના કારણો છે. તેઓ મૂળ આગમ ગ્રંથોનો સ્વીકાર ન કરતા હોવાથી આ ગ્રંથ તેમને આગમ ગ્રંથની ગરજ સારે છે. પ્રથમ પ્રયત્ન તૂટી ગયા પછી આ વિષયમાં પરાવર્તન પં. સુખલાલજીના તત્ત્વાર્થસૂત્ર ભા-૧-૨ના સંપાદન વખતે થઈ છે શક્યું હતું. તે પછી આ વિષયમાં ફરી પ્રયત્ન થશે તેની સંભાવના જ ન હતી; તેમ છતાં આ ગ્રંથ પ્રત્યેનો પ્રેમ છૂટ્યો | ન હતો. તેનું કારણ તેમાં જે જ્ઞાનભંડાર ભર્યો હતો તે તેમજ જીવન શોધનના મર્મો તથા જીવનમાં ઉતારવાના જે સાધનોની ચર્ચા તેમાં હતી તે હતું. આ. શ્રી વિજયઅમૃતસૂરિજીએ તેમના શિષ્ય મુનિ શ્રી રામવિજયજીએ હરિગીત છંદમાં રચેલ તત્ત્વાર્થાધિગમનો અનુવાદ મને જોવા આપ્યો. માત્ર કાવ્ય અનુવાદ છપાય તે તેમને ગમતું ન હતું અને ટૂંક વિવેચન ભાવવાહી ભાષામાં રજૂ કરી શકે તેવા અનુવાદકની તપાસમાં તેઓ હતા. 1તેઓશ્રી મારા વીશ વર્ષ પહેલાના લેખોમાં મદદગાર હતા. એટલે તેમણે મને તે માટે આગ્રહ પણ કર્યો. મારી છેલ્લાં કેટલાક વખતની પ્રવૃત્તિમાં સમય ન હોવાના કારણે તે કામ લેવા તેમજ ભાષા, સાહિત્ય અને વિષય કેટલાક વર્ષોથી છૂટી જવાના 3 કારણે મારું મન તે કાર્ય કરવા ના પાડતું હતું, છતાં તેમના ઉં ઉપકારની ચિરસ્મરણીય યાદમાં ગુરુદેવનું ઋણ ફેડવા પૂરતું કાર્ય ST સ્વીકાર્યું. Page #11 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત તો સારી રીતે થઈ, પણ વચ્ચે તબીયત અસ્વસ્થ રહેવા માંડી અને કામ અટક્યું. પરંતુ દોઢેક માસ પછી તે કામ ફરી ચાલુ કરી શકાયું અને તેની હવે પૂર્ણાહૂતિ થાય છે. વિવેચન લખવા છતાં આ પ્રયત્નથી મને પોતાને હજુ સંતોષ નથી અને અનેક ત્રુટીઓ તેમાં રહી ગઈ હોવાની સંભાવના છે. આનું કારણ એ છે કે વિષય સાહિત્ય અને ભાષા સાથેનો મારો સંબંધ કેટલાક વખતથી છૂટી ગયો છે. તે ઉપરાંત મારા સમયની પણ મર્યાદા છે. આમ છતાં બનતો પ્રયત્ન કરી અધ્યાયદીઠ સ્વાધ્યાય પ્રશ્નાવલી અને જરૂરી પરિશિષ્ટો તૈયા૨ કર્યા છે; જે વાચક તથા અભ્યાસીને ઉપયોગી બનશે તેમ આશા છે. વાચક તથા અભ્યાસી જ્યાં જ્યાં ક્ષતિ જણાય તેની નોંધ રાખી મુનિશ્રી રામવિજયજીને જણાવશે તો તેનો નવી આવૃત્તિ કઢાવવાની જરૂરિયાત ઊભી થતાં સદુપયોગ કરવામાં આવશે. ગ્રંથનું વિવેચન તૈયાર કરવામાં પંડિત સુખલાલજી રચિત તત્ત્વાર્થસૂત્ર (હિંદી), પંચપ્રતિક્રમણનો નવતત્ત્વ વિભાગ તથા આચાર્ય શ્રી વિજયોદસૂરીશ્વરજી કૃત નવતત્ત્વ ગ્રંથ આદિનો ઉપયોગ કર્યો છે. ભાષ્ય, વૃત્તિ આદિ જોઈ જવાનો અવકાશ કે ભાષાજ્ઞાનની ખામી મારામાં હતી છતાં તે મહેસાણાના તત્ત્વાર્થાધિગમસૂત્રની મદદથી દૂર કરી શકાઈ છે. આ ઉપરાંત ઈતરવાચન, અનુભવ આદિ આમાં મદદગાર બન્યા છે. કાવ્યાનુવાદના રચયિતા મુનિશ્રી રામવિજયજી આ સમગ્ર અનુવાદ તપાસી પણ ગયા છે. આ સૌની જે જે મદદ મને મળી છે અને મેં લીધી છે તે સૌનો આભાર મારે માનવો જ રહ્યો. અજાણતાં, દૃષ્ટિદોષથી યા મુદ્રણ દોષથી જે કાંઈ ક્ષતિ થઈ હોય તે માટે ક્ષમા યાચી વિરમું છું. ૭ લિ. ચીમનલાલ દ. શાહ 0343 0 0 0 0 0 0 0 0000000 Page #12 -------------------------------------------------------------------------- ________________ બિન્દુમાં સિવું એટલે તત્ત્વાર્થ સૂત્ર પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ. વિજય હેમચન્દ્રસૂરિ લોકોત્તર જિનશાસન તેના આગવા શ્રુત વારસાથી અત્યંત સમૃદ્ધ છે અને એજ એનો મજબુત પાયો છે. એના ઉપર જ જિનશાસનની ભવ્ય ઈમારત આજ વર્ષોના વર્ષો સુધી અનેક ઝંઝાવાતો વચ્ચે પણ અકબંધ રીતે ટકી શકી છે. જે વિશ્વની વાત તો બાજુ ઉપર રાખીએ પણ એકલા ભારતમાં ય એટલા બધા દર્શનો/મતો/સંપ્રદાયો અને ધર્મો છે કે એમાંના કેટલાકનાં તો નામ સુધ્ધાં પણ આપણે જાણતા નથી પછી એના સિદ્ધાંતોની વાત જ શી કરવી? તેમ છતાં જે કેટલાક દર્શનોને આપણે જાણીએ છીએ અને એના સિદ્ધાંતોને સમજાવતા સાહિત્યને આપણે અવલોકીયે છીએ ત્યારે નિઃશંકપણે આપણે કહી શકીએ છીએ કે જૈન દર્શનના જેવું ઊંડાણ અને વિસ્તાર અન્યત્ર ક્યાંય જોવા મળતાં નથી. આપણે આપણા ઘરમાં જ આપણા સાહિત્યના વખાણ કરીયે છીએ તેવું નથી પણ અનેક જૈનેતર દેશી/વિદેશી ખ્યાતનામ વિદ્વાનોએ અનેક દર્શનોના ઊંડાણ પૂર્વકના અભ્યાસ/પરિશીલન પછી આ સત્ય તારવીને જગતના ચોકમાં જાહેર કર્યું છે એટલે એની - - - -- ---- ---- -- - - Page #13 -------------------------------------------------------------------------- ________________ બરોબરની વાત પણ થઈ શકે એમ ન હોય ત્યારે એનાથી. ચડી જવાની વાત તો માની જ કેમ શકાય ? જૈન દર્શનની ચોમેર વિસ્તરેલી વિદ્યાશાખાઓ તથા વિષય વૈવિધ્યનો વિચાર કરીએ તો આંખ સામે એક બાજુ અગાધ સાગર તો બીજી બાજુ અનન્ત આકાશ તરવરવા માંડે છે. ગમે તેવો પ્રકૃષ્ટ પ્રજ્ઞાવંત પુરુષ પણ એના જ્ઞાન માટેની લગની લગાડેને જીંદગીભર તનતોડ પ્રયાસ કરે તોય તે પૂરો : સફળ ન થઈ શકે, આજ કારણે આપણા તે તે મહાપુરુષોએ સિદ્ધાંતોના સારતે તારવીને સંક્ષેપમાં અનેક વિષયના અનેક ગ્રંથોની રચના કરી છે. તત્ત્વાર્થ સૂત્રની રચના : -- E પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજના હૈયામાં આપણા જેવા જીવો ઉપર કરુણા ભાવ જાગૃત થયો અને આપણે જૈન દ દર્શનના સર્વ વિષયોને સહેલાઈથી જાણી સમજી શકીએ. કી તેટલા માટે તેઓએ સૂત્રાત્મક શૈલીમાં જૈન દર્શનના વિષયોનું સંક્ષેપમાં નિરૂપણ કરનાર આ તત્ત્વાર્થાધિ ફી ગમસૂત્રની રચના કરી છે. દશ અધ્યાયમાં જૈન દર્શનના સર્વ Sી વિષયોનું જ્ઞાન થઈ જાય તેવી આ અદ્ભુત રચના છે. તેઓ છે પોતે જ તેને બહૂર્વક લઘુગ્રન્થ તરીકે આનો નિર્દેશ કરે છે. ? વળી તેઓ પોતે જ આના સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિમાં છેલ્લે એવું પ્રતિપાદન કરે છે. - ફિ. “જે કોઈ આ તત્ત્વાર્થસૂત્રને જાણશે તથા તેમાં જે તે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરશે તો જલ્દીથી અવ્યાબાધ સુખ ક નામના પરમાર્થને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરશે.” , Page #14 -------------------------------------------------------------------------- ________________ આ રહ્યો તે શ્લોક : “यस्तत्त्वर्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥" કેટલી ભારપૂર્વકની આ રજૂઆત છે આ ગ્રન્થ. કદમાં ભલે નાનો રહ્યો પણ એ અનેક જૈન શાસ્ત્રોના નવનીત સ્વરૂપ સંગ્રહ છે. એકજ ગ્રન્થ દ્વારા જૈન દર્શનના સર્વ વિષયોને જાણવાની ઇચ્છાવાળાને બેશક આ ગ્રન્થ સૂચવી શકાય. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે પોતાના ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામના વ્યાકરણમાં એક ઉદાહરણ તરીકે ‘‘૩ìમાસ્વાતિ સંગ્રહીતાર:'' એવો નિર્દેશ કરીને એમને સર્વોપરી સંગ્રહકાર તરીકેનું ગૌરવવંતુ બીરુદ આપવા પૂર્વક તેમના પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો છે. એમની ‘પ્રશમરતિપ્રકરણ'' નામના પ્રકરણની રચના પણ ઘણી જ અદ્ભુત છે. એમાં કરવામાં આવેલું નિરૂપણ એવું સચોટ અને ચોટદાર છે કે સહૃદયી અભ્યાસીને એ અસર કર્યા વગર રહે નહી. આર્યા છન્દમાં કરવામાં આવેલી આ રચના પણ ઘણી મનોરમ્ય છે. જૈન સાહિત્યમાં આંગળીને વેઢે ગણાય એવા ગ્રન્થકારોમાં એમનું નામ આંગલી હરોળમાં લીધા સિવાય. ચાલે તેમજ નથી. સિન્ધુને બિન્દુમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય તેઓએ કર્યું છે. આ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર સ્વોપજ્ઞ ભાષ્ય તથા નાની મોટી અનેક વૃત્તિઓ તથા રાજવાર્તિક, શ્લોક વાર્તિક વગેરે ઘણી રચનાઓ થઈ છે તથા ગુજરાતી, હિન્દી વિસ્તૃત, <> * * * * * * * * ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ : : : 12:33: : : : : : : : : : : : : 0 ; ; ; ts to cost t: ts of t: : : : : : : : : : : : : : : : | લઘુ વિવેચનો પણ ઘણાં જ થયાં છે. શ્વેતાંબર-દિગંબર બન્ને | સમાનપણે એને સ્વીકારે છે. એમાંય દિગંબરોમાં તો એના અભ્યાસનો પ્રચાર ઘણો જ છે. દેરાસરમાં પૂજા કરનાર શ્રાવક પૂજા કરીને બહાર નીકળે પછી તરત પા કલાક અડધો કલાક કે કલાક અચૂક તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરે જ એવી પ્રથા છે. પ્રસ્તુત પદ્યાનુવાદ અને વિવેચન : પૂજ્ય પાદ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રથમ પટ્ટધર શાન્તમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે આ તત્ત્વાર્થ સૂત્ર ઉપર આજથી પપ વર્ષ અગાઉ હરિગીત છન્દમાં સુન્દર | પદ્યાનુવાદની રચના કરી હતી અને તે પુસ્તક ચીમનલાલ | દલસુખભાઈ ગાંધીના વિવેચન સહિત પ્રકાશિત કરવામાં આવ્યું હતું. - પદ્યાનુવાદક શ્રી પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી | મ. શ્રી દ્રવ્યાનુયોગના સારા વિદ્વાન્ હતા. મૂળ બોટાદના : વતની, મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કરી ચાણસ્મા, કોઠ વગેરે સ્થાનોમાં પાઠશાળામાં અભ્યાસ કરાવી વૈરાગ્યવાસિત થતાં સંયમનો સ્વીકાર કરી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી | વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્ય થયા હતા. જીવદળની | યોગ્યતા ઘણી, વળી સરળતા પરગજુ પ્રકૃતિ પણ એવી કે કોઈનું પણ કાર્ય કદી ઠેલવાની વાત નથી. કોઈ અભ્યાસની રુચિવાળો છે એવી ખબર પડે તો સામે ચાલીને અભ્યાસ | કરાવવા એની પાસે જાય, મોટાઈનું નામ નિશાન જોવા ન મળે. સાવ નાના બાળક જેવી નિર્દોષતા, ગુરુ સમર્પિતભાવના - - - - - - - - - - ૧૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ 'C:\* +) } : ': : : : : ! ?!* * :: [ :: C: Thi: ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; : આ કારણે ગુરુમહારાજના પૂર્ણ કૃપાપાત્ર તેઓ બન્યા હતા અને તેથી જ શારીરિક પરવશતાની સ્થિતિ છતાં ગુરુ મ.શ્રીએ દ તેઓને ગણિ પન્યાસ, ઉપાધ્યાય અને છેલ્લે આચાર્ય પદથી ; Eા વિભુષિત કર્યા હતા. પ્રબળ ગુરુપ્રસાદ વગર કદી આ બનવું શક્ય જ ન હતું. તેઓશ્રીની ૩૦ વરસની ભર યુવાન વયે વિ.સં. ૧૯૮રમાં તળાજામાં દીક્ષા થયેલ હતી. વિ.સં. | ર૦૧૯માં ભાયન્દરમાં તેમની આચાર્ય પદવી થયેલ હતી. વિ.સં. ૨૦૧૮માં પાલિતાણા કેસરીયાજી નગરમં ગિરિરાજનું ધ્યાન ધરતાં ધરતાં તેઓશ્રી સ્વર્ગવાસી થયા હતા. તેમણે શ્રી નંદીશ્વરદ્વીપની પૂજા તથા શ્રી ચન્દ્રપ્રભુ દ સ્વામી પંચ કલ્યાણકની પૂજા વિ અનેક પૂજાઓની રચના કરવા પૂર્વક કેટલીક પૂજાઓના અર્થ પણ તેમણે લખ્યા હતા. - તત્ત્વાર્થ સૂત્ર જેવા ગહન વિષયને પદ્યમાં અને તેય પ્રાસાદિક રીતે ઉતારવાની તેમની કલા ખરેખર દાદમાગે તેવી Sી છે. તેના પર ચીમનભાઈએ કરેલ વિવેચન પણ ઘણું સુંદર છે. વર્ષો પહેલાં પ્રકાશિત કરવામાં આવેલ પણ હાલમાં અપ્રાપ્ય એવા આ ગ્રંથનું પુનર્મુદ્રણ કરવાનું શ્રેય વિદ્વાન જિનગુણગાન રસિક આચાર્યશ્રી વિજયકુન્દકુન્દસૂરિજી ના ૬ ફાળે જાય છે તેઓ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત રોકાયેલા રહેતા હોવા છતાં આવા પ્રાચીન ઉપયોગી ગ્રંથને પ્રકાશિત કરી પ્રકાશમાં લાવવાનું કાર્ય કરી રહ્યા છે તે હું ખરેખર અનુમોદનીય છે. તેઓશ્રીની આ પ્રવૃત્તિ સતત ફી વિકસતી રહે અને તેના દ્વારા જિજ્ઞાસુ આત્માઓની જિજ્ઞાસા તૃપ્ત થતી રહે એજ એક મંગળકામના - - સં. ૨૦૫૭ ચૈત્ર સુદ-૧૩ વલભીપુર : ૧ - - - - $ $ $: : : : $ $ dée ¢¢¢¢¢¢ x ¢: ¥¢¥¢h is K! ! * દૂE : હitr5 Page #17 -------------------------------------------------------------------------- ________________ ફર, :૪૪ ૮:* : satokt)xt 1} xxx vedio 624 x 45 3 2 1 to ozz x 213 ; ; ; ; ; ; ; ; : ૪ ૪૩ ૪૪ {} કેટલા કમાય અને કેટલા સત્ર | 3 * 1s tb :: :: : $30ote ¢s: 5' 8'' 's $'+ $: :33 E3 પોતાની શક્તિથી પૂર્વના મહર્ષિઓએ ભિન્ન ભિન્ન ફી વિષયના અનેક ગ્રન્થો બનાવ્યા છે. વાચકવર ઉમાસ્વાતિ 3ી મહારાજે પણ ઘણા ગ્રન્થો બનાવેલા જેમાના કેટલાક ઉપલબ્ધ છે ઉપલબ્ધ ગ્રન્થોમાં તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ એક સર્વમાન્ય ગ્રન્થ દ છે. આ ગ્રન્થના સૂત્રોમાં ઠાંસી ઠાંસીને ઘણા વિષયો ભરેલા છે. આધુનિક ભાષામાં કહિયે તો એકેક સૂત્ર એટલે લાખ લાખની નોટ છે જો કે સરકાર લાખની નોટ બનાવતી નથી તો પણ એકેક સૂત્રમાં ઘણો ઘણો વિષય સમાયેલો છે. તે કહેવાની મતલબ છે. આ ગ્રન્થ ભણવાથી અને ભણાવાથી પ્રતિભા ખીલે છે. - આ ગ્રન્થના પહેલા અધ્યાયમાં (૩૫) બીજામાં (પર) B ત્રીજામાં (૧૮) ચોથામાં (૫૩) પાંચમામાં (૪૪) છઠ્ઠામાં (૨૬) 6 સાતમામાં (૩૪) આઠમામાં (૨૬) નવમામાં (૪૯) અને દસમામાં ૭ સૂત્રો છે. આમ બધા મળીને ૩૪૪ સૂત્રો છે. જો કે એક દૃષ્ટિએ વિચારીયે તો આ બધા સૂત્રો પહેલા અધ્યાયના પહેલા સમ્યગુ દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ સૂત્રના વિસ્તાર સ્વરૂપે છે. એટલે ટુંકમાં પહેલું સૂત્ર બરાબર ? સમજાય અને જીવનમાં આવે તો કલ્યાણ દૂર નથી. 4 00:41 ( ; ૮.૪ ૪૨૪:, t: $35 ts: } $: : : : : *6 (3g? કિં? : : : : : : : : : : : : ૪૩ ૪૪ ૪) ::: ૮:૪૪ ૪sc tet'+ !', ૪૪ : * ૮: ૪ Che cat : : : : : ૪ :* ૪:: Exte:* : tet, t: tv c; ૮:૪te : 13t t: ૮ : : : : : ૬૦ :: ::: stees૮૩૬૬૭૩;Page #18 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - . . ૬ વાળ સત્રની છપાઈમાં હાલ લેનારની નામાવલી : શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી દોલતનગર બોરીવલી રોયલ કોપ્લેક્ષ શ્વે.મૂ.પૂ. જૈન સંઘ એક્સર રોડ, બોરીવલી સુદામા ટાવર જૈન સંઘ ભાયંદર શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જે. મૂ. પૂ. જૈન સંઘ સંધાણી, ઘાટકોપર અરિહંત આરાધક ટ્રસ્ટ રતનનગર, દહિસર કમલેશભાઈ ડાહ્યાભાઈ તલોદ - રતનનગર, દહિસર જયેશભાઈ શાન્તિલાલ શાહ રતનનગર, દહિસર વન્દનાબેન નયનભાઈ રતનનગર, દહિસર બીનાબેન નિલેશભાઈ રતનનગર, દહિસર = = == = પાલેજ જૈન સંઘ પાલેજ = આણંદ જૈન સંઘ = "ભગવાન મહાવીર માર્ગ = == = ૧ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુFકમ કમ પૃષ્ઠ છે. m ૪. ૫ ) = 2 છે 0 ૦ લ ૦ + 6 ૫. ૧. અર્પણ ૨. પ્રથમ આવૃત્તિનું પ્રકાશકનું નિવેદન ૩. વિવેચકનું નિવેદન બિન્દુમાં સિન્થ એટલે તત્ત્વાર્થ સૂત્ર કેટલા અધ્યાય અને કેટલા સૂત્ર તત્ત્વાર્થ સૂત્રની છપાઈમાં ભાગ લેનારની યાદી , વિષયાનુક્રમ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મૂળ માત્ર) સૂત્રકારનું મંગળ અધ્યાય-૧ ૧. કાવ્યાનુવાદકારનું મંગલ મોક્ષમાર્ગનો સાધનનિર્દેશ સમ્યગ્દર્શનનું સ્વરૂપ સાતતત્ત્વનો નામનિર્દેશ નિક્ષેપ, પ્રમાણ અને નયનો નિર્દેશ ૬. અનુયોગદ્વાર ૭. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર ૮. જ્ઞાન અને પ્રમાણ ૯. મતિજ્ઞાનનું સ્વરૂપ ૧૦. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ ૧૧. અવધિજ્ઞાનનું સ્વરૂપ ૧૨. મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ ૧૩. અવધિ અને મન:પર્યાય જ્ઞાનની પરસ્પર તરતમતા ૧૪. મતિ, ત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાનની વિષયમર્યાદા ૧૫. કેવળજ્ઞાનના વિષયની સૂચિ ૧૬. પ્રવર્તતી જ્ઞાનશક્તિઓની મર્યાદા ૧૭. ત્રણ અજ્ઞાન ૧૮. નયનું સ્વરૂપ અધ્યાય-૨ ૧. જીવના પાંચ સ્વતત્ત્વ ૨. જીવનું અસાધારણ લક્ષણ - ૩. જીવના પ્રકાર ૧૧ ૧૨ ૧૮ ૧૯ * ટ / 9 ) 2 ૩૮ ४० ૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪. ૫. ૬. ૭. ઇન્દ્રિયોનું સ્વરૂપ અનિન્દ્રિય-મનનો વિષય જીવની જાતિ અને પ્રાણ ૧. ૨. ૩. ૪. પરભવમાં જતાં થતી ગતિનું સ્વરૂપ ૮. ૯. જન્મ અને યોનિ શરીરનું વર્ણન ૧૦. ત્રણ વેદનું વર્ણન ૧૧. આયુષ્યનું સ્વરૂપ અધ્યાય-૩ નારક પૃથ્વીનો નામનિર્દેશ નારક જીવનું વર્ણન-દુઃખ અને ઉત્કૃષ્ટ આયુ મધ્યલોકનું વર્ણન મનુષ્ય અને તિર્યંચજીવનું સ્વરૂપ અધ્યાય-૪ દેવોના પ્રકાર-પ્રભેદ સંખ્યા પરિવાર અને લેશ્યાસ્વરૂપ વિષયસુખનું સ્વરૂપ ભવનપતિ દેવના પ્રકાર ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. બાર વૈમાનિક દેવના પ્રકાર અને સ્થાન ૮. સ્થિતિ અને ગતિ આદિનું અને લેશ્માનું સ્વરૂપ ૯. કલ્પની મર્યાદા, લોકાંતિક દેવ અને અનુત્તર વિમાનવાસી વ્યંતર દેવના પ્રકાર જ્યોતિષ્ક દેવના પ્રકાર દેવનું વર્ણન ૧૦. તિર્યંચની વ્યાખ્યા ૧૧. દેવોની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ અને નારક જીવની જઘન્ય સ્થિતિ અધ્યાય-૫ અજીવ કાયનો નામનિર્દેશ; દ્રવ્યનો નામનિર્દેશ ૧. ૨. દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ ૩. દ્રવ્યનું વિશેષ સ્વરૂપ ૪. કાલ દ્રવ્યની વિશેષતા ૫. ૬. ૭. ૮. દ્રવ્યની વ્યાખ્યા પુદ્ગલના લક્ષણ સતનું સ્વરૂપ અને સ્યાદ્વાદ બંધના કારણ અને તેનાં પરિણામ ૧૬ ૪૨ ૪૫ ૪૬ ૪૮ ૫૧ ૫૪ ૬૧ ૬૨ ૬૫ ૬૫ ૬૯ ૭૨ ૭૭ ૮૧ ૮૧ ૮૧ ૮૩ ૮૫ ૮૬ ८८ ૯૧ ૯૩ ૯૨ --) ૧૦૨ ૧૦૬ ૧૦૬ ૧૦૯ ૧૧૦ ૧૧૬ ૧૧૭ ૧૨ ૨ ૧૨૪ ૧૨૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. ૯. કાળનું સ્વરૂપ ૧૨૪ ૧૦. ગુણની વ્યાખ્યા ૧૩૩ ૧૧. પરિણામનું સ્વરૂપ ૧૩૩ અધ્યાય-૬ ૧૩૭. આમ્રવની વ્યાખ્યા ૧૩૭ ૨. અધિકરણનું સ્વરૂપ ૧૪૨ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના આસ્રવ : ૧૪૪ સાતવેદનીય અને અસાતવેદનીયના આસ્રવ ૧૪૪ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના આસ્રવ ૧૪૪ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આયુષ્યના આસ્રવ તે ચારેના સમાન આસવ - ૧૪૮ શુભ, અશુભ અને તીર્થંકર નામકર્મના આસ્રવ ૧૫૦. ઉચ્ચ, નીચ ગોત્રના આસવ ૧૫૨ ૯. અંતરાયના આસ્રવ ૧૫૨ અધ્યાય-૭ ૧૫૫ વ્રતની વ્યાખ્યા અને નામનિર્દેશ ૧૫૫ . વ્રતના પ્રકાર ૧૫૫ પાંચ વ્રતની દરેકની પાંચ ભાવના; જનહિતકારી અન્ય ભાવનાઓ ૧પ૯ પાંચ વ્રતનું સ્વરૂપ ૧૫૯ શીલવ્રત (સાત)નો નામનિર્દેશ ૧૬૩ સંલેખના વ્રતનું સ્વરૂપ ૧૬૩ સમ્યગ્ દર્શનના પાંચ અતિચાર ૧૬૩ પાંચ વ્રત અને સાત શીલ એ દરેકના પાંચ-પાંચ અતિચાર ૧૬૮-૧૭૧ સંલેખના વ્રતના પાંચ અતિચાર ૧૭૬ ૧૦. દાનનું સ્વરૂપ અને તેની વિશિષ્ટતા ૧૭૬ ૮. અધ્યાય-૮ ૧૭૯ ૧. બંધ હેતુનો નામનિર્દેશ અને બંધની વ્યાખ્યા ૧૭૯ ૨. બંધના પ્રકાર ૧૭૯ ૩. પ્રકૃતિ બંધના પ્રકાર ૧૭૯ ૪. પ્રકૃતિ બંધના પેટાભેદ ૧૮૩ ૫. સ્થિતિબંધ-મૂળ પ્રકૃતિ બંધની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ૧૯૦ અનુભાગબંધનું વર્ણન; નિર્જરાનું કારણ ૧૯૦ પ્રદેશબંધનું વર્ણન ૧૯૧ ૮. પુણ્ય પ્રકૃતિનો નામનિર્દેશ ૧૯૧ ૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૯ ૧. સંવરની વ્યાખ્યા ૨. સંવરનાં સાધન ૩. નિર્જરાનું સાધન ૪. ગુપ્તિનું સ્વરૂપ ૫. સમિતિનું સ્વરૂપ ૬. યતિધર્મનું વર્ણન ૭. બાર ભાવનાનું સ્વરૂપ ૮. પરીષહનું વર્ણન ૯. એક સમયમાં પરીષહની મર્યાદિત સંખ્યા ૧૦. ચારિત્રના પ્રકાર ૧૧. બાહ્ય અને અત્યંતર તપનું સ્વરૂપ ૧૨. પ્રાયશ્ચિતના પ્રકાર ૧૩. વિનયના પ્રકાર ૧૪. વૈયાવૃત્યના પ્રકાર ૧૫. સ્વાધ્યાયના પ્રકાર ૧૬. વ્યુત્સર્ગના પ્રકાર ૧૭. ધ્યાનનું સ્વરૂપ ૧૮. આર્તધ્યાનના પ્રકાર ૧૯. રોદ્રધ્યાનના પ્રકાર ૨૦. ધર્મધ્યાનના પ્રકાર ૨૧. શુકલ ધ્યાનનું સ્વરૂપ - ૨૨. નિર્જરાના સ્વામી ૨૩. નિગ્રંથના પ્રકાર અને તેનું સ્વરૂપ અધ્યાય-૧૦ ૧. કેવળજ્ઞાનના હેતુ ' ૨. મોક્ષનું કારણ ૩. મુચ્યમાન જીવની ગતિ અને તેનાં કારણ ૪. મોક્ષતત્ત્વ વિચારવાના અનુયોગ દ્વાર ૫. અધ્યાય ૧ થી ૧૦ નો સ્વાધ્યાય, ૬. અધ્યાય ૧ થી ૧૦ ની પ્રશ્નાવલી ૭. , ઉપસંહાર યાને ચરમોપદેશકારિકા ૮. સૂત્રકારની પ્રશસ્તિ ૯. પરિશિષ્ટો ૧૯૮ ૧૯૮ ૧૯૮ ૧૯૮ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૭ ૨૦૭ ૨૧૨ ૨૧૨ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૨૬ ૨૨૬ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૨. ૨૪૦ ૨૬૨ ૨૭૦ ૨૭૯ ૧૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ | શ્રી તત્ત્વાથધગમસૂત્રમ્ | ક - - મૂલમાત્રમ્ પ્રથમોડધ્યાયઃ * ૧ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: ૨ તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ | ૩ તગ્નિસર્ગાદધિગમાદ્વા. ૪ જીવા-જીવા શ્રવન બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષાસ્તત્ત્વમ્ | ૫ નામસ્થાપનાદ્રવ્યભાવતસ્તન્નયાસઃ I ૬ પ્રમાણનવૈરધિગમઃ ૭ નિર્દેશ-સ્વામિત્વસાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતઃ | ૮ સત્સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલાન્તર-ભાવાલ્પબહુવૈશ્ચT૯ તિઋતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમ્ ૧૦ ત...માણે ૧૧ આઘે પરોક્ષમ્ ૧૨ પ્રત્યક્ષમન્યત્ ૧૩ મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડડભિનિબોધ ઈત્યનર્થાન્તરમ્ | ૧૪ તદિન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ ૧૫ અવગ્રહેહાપાયધારણાઃ. ૧૬ બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસન્દિગ્ધધ્રુવાણાં સંતરાણામ્ . ૧૭ અર્થસ્ય. ૧૮ વ્યંજનમ્યાવગ્રહઃ / ૧૯ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ્ | ૨૦ શ્રુત અતિપૂર્વ, દ્રયનેકદ્વાદશભેદ / ૨૧ દ્વિવિધોડવધિઃ | ૨૨ ભવપ્રત્યયો નારકદેવાનામ્ | ૨૩ યથોક્તનિમિત્તઃ પવિકલ્પઃ શોષાણામ્ | ૨૪ ઋવિપુલમતી મન:પર્યાયઃ ૨૫ વિશુદ્રયપ્રતિપાતાભ્યાં તદ્ધિશેષઃ | ૨૬ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિવિષયેભ્યોડવધિમન:પર્યાયયો: | ૨૭ મતિધૃતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષુ | ૨૮ રૂપિષ્યવધઃ | ૨૯ તદનન્તભાગે મનઃ પર્યાયસ્ય . ૩૦ સર્વદ્રવ્યપર્યાયેષ કેવલમ્યા ૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભુઃ | ૩૨ મતિધ્રુતાવધયો વિપર્યયશ્ચા ૩૩ સદસતોરવિશેષાદ્યદચ્છોપલબ્ધરુન્મત્તવત્ | ૩૪ નૈગમ-સગ્રહ-વ્યવહાર-સૂત્ર-શબ્દા નયા | ૩૫ આદ્યશબ્દ દ્વિત્રિભેદી | - - 5 ૧૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ અથ દ્વિતીયોડધ્યાયઃ ૧ ઔપથમિક-ક્ષાયિકી ભાવી મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્ત્વમૌદયિક-પારીણામિકૌ ચ | ૨ દ્વિનવાષ્ટાદશૈકવિંશતિત્રિભેદા યથાક્રમમ્ | ૩ સમ્યક્તચારિત્ર | ૪ જ્ઞાન-દર્શનદાન-લાભભોગોપભોગ-વીર્યાણિ ચ ] ૫ જ્ઞાનાશાન-દર્શનદાનાદિલબ્ધયશ્ચતુર્સિત્રિપંચભેદા સમ્યત્વચારિત્રસંયમસંયમાશ્ચ | ૬ ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શના-જ્ઞાના-સંયતા-સિદ્ધત્વલેશ્યાઋતુશ્ચતુત્યેકૈકૈકૈકષડ્રભેદાઃ / ૭ જીવભવ્યાભવ્યત્યાદીનિ ચ | ૮ ઉપયોગો લક્ષણમ્ ! ૯ સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ / ૧૦ સંસારિણી મુક્તાશ્ચ / ૧૧ સમનસ્કામનસ્કાર. ૧૨ સંસારિણઢસસ્થાવરાઃ | ૧૩ પૃથિવ્યબુવનસ્પતયઃ સ્થાવરાઃ / ૧૪ તેજોવાયૂ દ્વિીન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ ૧૫ પંચેન્દ્રિયાણિ / ૧૬ દ્વિવિધાનિ | ૧૭ નિવૃત્યુપકરણે દ્રવ્યન્દ્રિયમ્ ! ૧૮ લષ્ણુપયોગૌ ભાવેન્દ્રિયમ્ ! ૧૯ ઉપયોગઃ સ્પર્ધાદિષા ૨૦ સ્પર્શનરસનઘાણચક્ષુઃશ્રોત્રાણિ ૨૧ સ્પર્શ-રસગન્ધ-વર્ણ-શબ્દાસ્તષામર્થી | ૨૨ શ્રુતમનિન્દ્રિયસ્ય | ૨૩ વાધ્વન્તાનામે કમ્ | ૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમરમનુષ્યાદીનામેÂકવૃદ્ધાનિ | ૨૫ સંજ્ઞિનઃ સમનસ્કાઃ | ૨૬ વિગ્રહગતી કર્મયોગઃ ૨૭ અનુશ્રેણિ ગતિઃ | ૨૮ અવિગ્રહા જીવસ્ય ! ૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાફ ચતુર્ભુઃ | ૩૦ એકસમયોગવિગ્રહઃ | ૩૧ એક દ્રૌ વાડનાહારક | ૩૨ સમૂચ્છનગર્ભોપપાતા જન્મ / ૩૩ સચિત્ત-શીત-સંવૃત્તાઃ સેતરા મિશ્રામૈકશસ્તદ્યોનઃ | ૩૪ જરાધ્વર્ડપોતાનાં ગર્ભઃ | ૩૫ નારકદેવાનામુપપાતઃ | ૩૬ શેષાણાં સમૂર્ણનમ્ | ૩૭ ઔદારિકવૈક્રિયાહારકતૈજસકાર્મણાનિ શરીરાણિ | ૩૮ પર પર સૂક્ષ્મમ્ | ૩૯ પ્રદેશતોડસઑયગુણે પ્રાફ તૈજસાત્ | ૪૦ ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ અનન્તગુણે પરે ! ૪૧ અપ્રતિઘાત ! ૪૨ અનાદિસમ્બન્ધ ચ | ૪૩ સર્વસ્ય / ૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાડડચતુર્ભુ: | ૪૫ નિરુપભોગમજ્યમ્ | ૪૬ ગર્ભસમૂચ્છનજમાદ્યમ્ ! ૪૭ વૈક્રિયમીપપાતિકમ્ | ૪૮ લબ્ધિપ્રત્યય ચ | ૪૯ શુભ વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરઐવ | ૫૦ નારકસમૂછિનો નપુંસકાનિ. ૫૧ ન દેવાઃ | પર ઔપપાતિકચરમદેહોત્તમપુરુષાડસખ્યમવર્ષાયુષોડનપવર્યાયુષઃ | | અથ તૃતીયોડધ્યાયઃ || ૧ રત્નશર્કરાવાલુકાપંકધૂમતમોમહાતમપ્રભા ભૂમયોઘનાબુવાતાકાશપ્રતિષ્ઠાઃ સપ્તાધોડધઃ પૃથુતરાઃ | રે તાસુ નરકા ૩ નિત્યાશુભતરલેશ્યા-પરિણામ-દેહવેદનાવિક્રિયાઃ ૪ પરસ્પરોટીરિતદુઃખા: ૫ ૫ સંક્લિષ્ટાસુરોધીરિતદુઃખાશ્ચ પ્રાફ ચતુર્થ્યઃ I ૬ તેબ્લેક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયન્નિશ– સાગરોપમાઃ સત્તાનાં પરા સ્થિતિઃ | ૭ જમ્બુદ્વીપલવણાદયઃ શુભનામાનો દ્વીપસમુદ્રાઃ | ૮ દ્વિપ્નિર્વિષ્કસ્માઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકતયઃા ૯ તન્મધ્યે મેરુનાભિવૃત્ત યોજનશતસહસ્ત્રવિષ્કસ્મો જમ્બુદ્વીપઃ | ૧૦ તત્ર ભારતહૈમવતહરિવિદેહરમ્યકહૈરણ્યવર્તરાવતવર્ષા ક્ષેત્રાણિ / ૧૧ તદ્વિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મતાહિમવન્નિષધનીલક્નિશિખરિણો વર્ષધરપક્વતાઃ | ૧૨ દ્વિર્ધાતકીખણ્ડા ૧૩ પુષ્કરા ચા ૧૪ પ્રાધાનુષોત્તરાન્મનુષ્યા: ૧૫ આર્યાબ્લિશડ્યુ . ૧૬ ભરતૈરાવતવિદેહાઃ કર્મભૂમયોડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ / ૧૭ નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્ત ૧૮ તિર્યંગ્યોનીનાં ચાર 卐y卐 Page #26 -------------------------------------------------------------------------- ________________ | અથ ચતુર્થોડધ્યાય ૧ દેવાશ્ચતુર્નિકાયા | - તૃતીય પીતલેશ્યઃ | ૩ દશાષ્ટપંચદ્વાદશવિકલ્પાઃ કલ્પોપન્નપર્યન્તાઃ | ૪ ઈન્દ્રસામાનિકટનાયઢિશ-પારિબદ્યાત્મરક્ષ-લો કપાલાની કપ્રકીર્ણકાભિયોગ્યકિલ્બિષિકાશૈકશઃ ૫ ત્રાયસિંશલોકપાલવર્યા વ્યન્તરજ્યોતિષ્કાઃ / ૬ પૂર્વયોર્બીન્દ્રાઃ | ૭ પીતાન્તલેશ્યાઃ / ૮ કાયપ્રવીચારા આ ઐશાનાત્T ૯ શેષાઃ સ્પર્શરૂપશબ્દમન:પ્રવીચારા યોદ્ધયોઃ / ૧૦ પરેડપ્રવીચારાઃ ૧૧ ભવનવાસિનોડસુર-નાગવિદ્યસુપર્ણાગ્નિ-વાત-સ્તુનિતોદધિ-દ્વીપદિíમારાઃ | ૧૨ વ્યત્તરાઃ કિન્નર-કિપુરુષ-મહોરગ-ગન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃા ૧૨ જ્યોતિષ્કાઃ સૂર્યાશ્ચન્દ્રમસાગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાશ્ચ | ૧૪ મેરુપ્રદક્ષિણા નિત્યગતયો નૃલોકે | ૧૫ તત્કૃતઃ કાલવિભાગ, ૧૬ બહિરવસ્થિતાઃ | ૧૭ વૈમાનિકાઃ | ૧૮ કલ્પોપના કલ્પાતીતાશ્ચ / ૧૯ ઉપર્યપરિ | ૨૦ સૌધર્મેનશાનસાનકુમારમાહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્ર-સહસ્ત્રારેડૂાનતપ્રાણતયોરાણાવ્યુતયો-નૈવસુ રૈવેયકેવુ વિજય-વૈજયન્ત-જયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ | ૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-ઘુતિ-લેશ્યાવિશુદ્ધીન્દ્રિયાવધિવિષયતોડધિકાઃ | ૨૨ ગતિ-શરીર-પરિગ્રહાભિમાનતો હીના. ૨૩ પીતપદ્મશુક્લલેશ્યા દ્વિત્રિ-શેષેષ . ૨૪ પ્રારૈવેયકેભ્યઃ કલ્પાઃ | ૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકાઃ | ૨૬ સારસ્વતાદિત્યવક્તરણગતોય-તુષિતાવ્યાબાધ-મરતોડરિષ્ઠાશ્ચા ૨૭વિજયાદિષા દ્વિચરમા | * ૨૮ ઔપપાતિકમનુષ્યભ્યશેષાતિર્થગ્યોનયાઃ ! ૨૯ સ્થિતિ. ૩૦ ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમ-મધ્યર્ધમ્ / ૩૧ શેષાણાં પાદોને I ૩૨ અસુરેન્દ્રયોઃ સાગરોપમધિમં ચ . ૩૩ સૌધર્માદિષ - ૨૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ યથાક્રમમ્ | ૩૪ સાગરોપમે | ૩૫ અધિકે ચ | ૩૬ સપ્ત સાનકુમારે | ૩૭ વિશેષત્રિ-સપ્ત-દૌકાદશ-ત્રયોદશપંચદશભિરધિકાનિ ચ | ૩૮ આરણાસ્મૃતાદૂર્વમેકકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધે ચા ૩૯ અપરા પલ્યોપમધિક ચ . ૪૦ સાગરોપમે ! ૪૧ અધિકે ચ . ૪૨ પરતઃ પરતઃ પૂર્વ પૂર્વાનન્તરા | ૪૩ નારકાણાં ચ દ્વિતીયાદિષ | ૪૪ દશ વર્ષસહસ્રાણિ પ્રથમાયામ્ ૪૫ ભવનેષુ ચ | ૪૬ વ્યત્તરાણાં ચ / ૪૭ પરા પલ્યોપમન્, ૪૮ જ્યોતિષ્ઠાણામધિકમ્ | ૪૯ ગ્રહાણામેકમ્ ૫૦ નક્ષત્રાણામધમ્ પ૧ તારકાણાં ચતુર્ભાગઃ | પર જઘન્યા ત્વષ્ટભાગઃ પ૩ ચતુર્ભાગઃ શેષાણામ્ | ઇ છે પણ | અથ પંચમોહધ્યાયઃ | * ૧ અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલા: / ૨ દ્રવ્યાણિ જીવાશ્ચા ૩ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ | ૪ રૂપિણઃ પગલાઃ | ૫ આડડકશાદેકદ્રવ્યાણિ / ૬ નિષ્ક્રિયાણિ ચા ૭ અસંખેયાઃ પ્રદેશા ધર્માધર્મયોઃ | ૮ જીવસ્ય ચ | ૯ આકાશસ્યાનત્તાઃ | ૧૦ સંખેયાસંખ્યયાશ્ચ ૫ગલાનામ્ | ૧૧ નાણોઃ | ૧૨ લોકાકાશેડવગાહ ! ૧૩ ધર્માધર્મયોઃ કૃત્ન ૧૪ એકપ્રદેશાદિષ ભાજ્યઃ પુલાનામ્ ૧૫ અસંખ્ય ભાગાદિષુ જીવાનામ્ ૧૬ પ્રદેશસંહારવિસર્ગાભ્યાં પ્રદીપવત્ | ૧૭ ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ | ૧૮ આકાશસ્સાવગાહઃ ! ૧૯ શરીરવાન:પ્રાણાપાનાઃ - ૫ગલાનામ્ | ૨૦ સુખદુઃખજીવિતમરણોપગ્રહાશ્ચT ૨૧ પરસ્પરોપગ્રહો જીવાનામ્ | ૨૨ વર્તના પરિણામઃ ક્રિયા પરત્વાપરત્વે ચ કાલસ્ય | ૨૩ સ્પર્શરસગન્ધવર્ણવન્તઃ પુદ્ગલાઃ | ૨૪, શબ્દ-બન્ધ-સૌમ્ય ૨૩. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્થૌલ્ય-સંસ્થાન-ભેદનમછાયાતપોદ્યોતવન્નશ્ચ + ૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ | ૨૬ સંઘાતભેદભ્ય ઉત્પદ્યન્ત . ર૭ ભેદાદણ: ૨૮ ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષાઃ + & ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ | ૩૦ તભાવાવ્યય નિત્યમ્ | ૩૧ અર્પિતાનર્પિતસિદ્ધઃ | ૩૨ નિષ્પક્ષતા-બન્ધઃ ૩૩ ન જઘન્યગુણાનામ્ | ૩૪ ગુણસાપે સદશાનામ્ ૩૫ કયધિકાદિગુણાનાં તુ. ૩૬ બળે સમાધિકી પારિણામિકૌ ૩૭ ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ | ૩૮ કાલક્ષેત્યેકે ! ૩૯ સોડનન્તસમયઃ ૪૦ દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ | ૪૧ તભાવ પરિણામઃ ૪૨ અનાદિરાદિમાંશ્ચ ૪૩ રૂપિધ્વાદિમાનું ૪૪ યોગોપયોગી જીવેષ | | | અથ ષષ્ઠોડધ્યાયઃ || ૧ કાયવાદ્યન:કર્મ યોગસ આસ્રવ / ૩ શુભઃ પુણ્યસ્ય / ૪ અશુભ પાપસ્ય . ૫ સકષાયાકષાયયો સાપરામિર્યાપથયો / ૬ અવ્રત-કષાયેન્દ્રિય-ક્રિયાઃ પંચ-ચતુઃ-પંચ-પંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ | ૭ તીવ્ર મન્દ-જ્ઞાતા-જ્ઞાતભાવવર્યાધિકરણવિશેષેભ્યસ્તઢિશેષઃ ૮ અધિકરણે જીવાજીવાઃ | ૯ આઘસરસ્મસમારમ્ભારમ્ભ-યોગ-સ્કૃતકારિતાનુમત-કષાયવિશેષેસિસિસ્ટિશ્ચતુર્શકશઃ ૧૦ નિર્વતના-નિક્ષેપસંયોગનિસર્ગો ઢિચતુર્તિત્રિભેદાઃ પરમ્ | ૧૧ તત્વદોષનિલવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાનદર્શનાવરણયોઃ ૧૨ દુઃખ-શોક-તાપાક્રન્દનવધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થાન્યસઘસ્યા ૧૩ ભૂવ્રત્યનુકમ્પા દાને સરાગસંયમાદિયોગઃ, ક્ષાન્તિઃ શૌચમિતિ સઘસ્ય | ૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દવાવર્ણવાદો દર્શનમોહસ્ય / ૧૫ કષાયોદયાત્તીવાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય | ૧૬ બહારમ્ભપરિગ્રહત્વ ૨૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ચ નારકસ્થાયુષઃ | ૧૭ માયા તૈર્યગ્યોનસ્ય | ૧૮ અલ્પારશ્નપરિગ્રહ– સ્વભાવમાર્દવાર્નવં ચ માનુષસ્ય | ૧૯ નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્ ! ૨૦ સરાગસંયમ-સંયમસંયમાકામનિર્જરા-બાલતમાંસિ દેવસ્ય | ૧૨ યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નાગ્નઃ | ૨૨ વિપરીત શુભસ્ય | ૨૩ દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતાશીલવ્રતધ્વનંતિચારો-ડભીર્ણ જ્ઞાનોપયોગ-સંવેગી શક્તિતસ્યાગતપસી સંઘ-સાધુસમાધિ-વૈયાવૃત્યકરણ-મહેંદાચાર્યબહુશ્રુતપ્રવચનભક્તિ-રાવશ્યકાપરિહાણિ-મર્ગપ્રભાવનાપ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય | ૨૪ પરાત્મનિન્દા-પ્રશંસે સદ-સગુણાચ્છાનોદ્દભાવને ચ નીચૅર્ગોત્રસ્ય . ૨૫ તદ્વિપર્યયો નીચેથૂજ્યનુત્યેક ચોત્તરસ્ય | ૨૬ વિઘ્નકરણમન્તરાયસ્ય | - - ૬ || અથ સપ્તમોડધ્યાયઃ | ૧ હિંસાડનૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહભ્યો વિરતિવ્રતમ્ | ર દેશસર્વતોડણમહતી | ૩ તસ્વૈર્યાર્થ ભાવનાઃ પચ્ચ પચ્ચ . ૪ હિંસાદિગ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ ૫ દુઃખમેવ વા. ૬ મૈત્રી પ્રમોદ-કારુણ્ય-માધ્યશ્માનિ સત્ત્વ-ગુણાધિક-કિલશ્યમાના-વિનેયેષે ૭ જગત્કાયસ્વભાવ ચ સંવેગવૈરાગ્યાર્થમ્ | ૮ પ્રમત્તયોગાત્માણવ્યપરોપણ હિંસા. ૯ અસદભિધાનમનૃતમ્ | ૧૦ અદત્તાદાન તેયમ્ ૧૧ મૈથુનમબહ્મ / ૧૨ મૂચ્છ પરિગ્રહ / ૧૩ નિશલ્યો વતી ૧૪ અગાર્યનગારશ્ન / ૧૫ અણુવતોડગારી | ૧૬ દિશાનર્થદમ્યવિરતિ-સામાયિકપૌષધોપવાસોપભોગપરિભોગા-તિથિસંવિભાગવ્રતસંપન્નશ્ચી ૧૭ મારણાનિક સંલેખનાં જો પિતા | ૧૮ શકાકાંક્ષાવિચિકિત્સાડન્યદષ્ટિપ્રશંસાસંતવા-સમ્યગ્દર્ટરતિચારા: | ૧૯ ૨૫... Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્રતશીલેષ પચ્ચ પચ્ચે યથાક્રમમ્ | © બન્ધ-વધ ઋવિચ્છેદાતિભારારોપણા-નપાનૈનિરોધાઃ | ૨૧ મિથ્થોપદેશરહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા-ન્યાસાપહાર-સાકારમ–ભેદાઃ | ૨૨ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુદ્ધરાજ્યાતિક્રમ-હીનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારોઃ | ૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતા-ડપરિગૃહીતામના-નંગક્રીડા-તીવ્ર કામાભિનિવેશા: ૨૪ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્ય-દાસીદાસકુખ્યપ્રમાણાતિક્રમાઃ | ૨૫ ઊધ્વસ્તિર્યવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિનૃત્યન્તર્ધાનાનિ | ૨૬ આનયન-પ્રેગ્યયોગ-શબ્દરૂપાનુપાતપુદ્ગલક્ષેપાઃ ૨૭ કન્દર્પ-કૌન્દુ-મૌખર્યા-સમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ | ૨૮ યોગદુપ્રણિધાના-નાદરઋત્યનુપસ્થાપનાનિ | ૨૯ અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સગંદાનનિપસંસ્તારોપક્રમણાનાદાર-ઋત્યનુપસ્થાપનાનિ | ૩૦સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રા ભિષવ-દુષ્પક્વાહારાઃ ૩૧ સચિત્તનિક્ષેપપિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ | ૩૨ જીવિતમરણાશંસા-મિત્રાનુરાગ-સુખાનુબન્ધ-નિદાનકરણાનિ | ૩૩ અનુગ્રહાર્થે સ્વસ્યાતિસર્ગો દાનમ્ | ૩૪ વિધિ-દ્રવ્ય-દાતૃપાત્રવિશેષાજ્ઞદ્ધિશેષઃ | || અથ અષ્ટમોડધ્યાયઃ | ૧ મિથ્યાદર્શના-વિરતિ-પ્રમાદ-કષાય-યોગા બન્ધહેતવઃ | ૨ સકષાયવાજીવઃ કર્મણો યોગ્યાન્યુદંગલાનાદત્તે ૩ સ બન્ધઃ | ૪ પ્રકૃતિસ્થિત્યનુભાગપ્રદેશાસ્તદ્ધિધયઃ પ આદ્ય જ્ઞાનદર્શનાવરણવેદનીય-મોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયાઃ | ૬ પંચનવદ્વષ્ટાવિંશતિચતુર્ટિચત્વારિંશઢિપંચભેદા યથાક્રમમ્ | ૨૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૭ મત્યાદીનામ્ । ૮ ચક્ષુરચક્ષુરવવિધકેવલાનાં નિદ્રાનિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલાપ્રચલાસ્યાનગૃદ્ધિવેદનીયાનિ ચ । ૯ સદ સઢેઘે । ૧૦ દર્શનચારિત્રમોહનીય-કષાયવેદનીયાખ્યાસિદ્વિષોડશનવભેદાઃ સમ્યક્ત્વમિથ્યાત્વતદુભયાનિ કષાયનોકષાયાવનન્તાનુબધ્ધપ્રત્યા ખ્યાનપ્રત્યાખ્યાનાવરણસંજ્વલનવિકલ્પાત્રૈકશઃ ક્રોધમાનમાયાલોભાઃ હાસ્યરત્યરતિશોકભયાગુપ્સાસ્રીપુનપુંસકવેદાઃ । ૧૧ નારકતૈર્યગ્યોનમાનુષદૈવાનિ । ૧૨ ગતિજાતિશ૨ી૨ાંગોપાંગનિર્માણબન્ધનસંઘાતસંસ્થાનસંહનન સ્પર્શરસગન્ધવર્ણાનુપૂર્ણગુરુલઘૂપઘાતપરાઘાતાતપો ઘોતોચ્છવાસવિહાયોગતયઃ પ્રત્યેકશ૨ી૨ત્રસસુભગસુસ્વરશુભસૂક્ષ્મપર્યાપ્તસ્થિરાદેયશાંસિ સેતરાણિ તીર્થકૃત્ત્વ ચ । ૧૩ ઉચ્ચેર્નીયૈ । ૧૪ દાનાદીનામ્ । ૧૫ આદિતસ્તિસૃણામન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમકોટીકોટ્યઃ પરા સ્થિતિઃ । ૧૬ સપ્તતિર્મોહનીયસ્ય | ૧૭ નામગોત્રયોવિંશતિઃ। ૧૮ ત્રયસિઁશત્સાગરોપમાણ્યાયુષ્કસ્ય | ૧૯ અપ૨ા દ્વાદશમુહૂર્તા વેદનીયસ્ય | ૨૦ નામગોત્રયોષ્ટૌ । ૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્। ૨૨ વિપાકોડનુભાવઃ ॥ ૨૩ સ યથાનામ | ૨૪ તતશ્ચ નિર્જરા ૨૫ નામપ્રત્યયાઃ સર્વ તો યોગવિશેષાત્સૂક્ષ્મકક્ષેત્રાવગાઢસ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ્વનન્તાનન્તપ્રદેશાઃ ॥ ૨૬ સહેઘ-સમ્યક્ત્વ-હાસ્યરતિ-પુરુષવેદ-શુભાયુ-ર્નામગોત્રાણિ પુણ્યમ્ । J 卐卐卐 ॥ અથ નવમોડધ્યાયઃ II આસનિરોધઃ સંવરઃ । ૨ ગુપ્તિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહજયચારિત્રૈઃ । ૩ તપસા નિર્જરા ચ । ૪ સભ્યગ્યોગનિગ્રહો ગુપ્તિઃ। ૫ ઈર્યાભાઐષણાદાન નિક્ષેપોત્સર્ગઃ સમિતયઃ ૬. ક્ષમામાર્દવાર્ઝવશૌચસત્ય ઉત્તમ ૧ ૨૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંયમતપસ્યાગાકિંચન્યબ્રહ્મચર્યાણિ ધર્મક૭ અનિત્યાચરણસંસા રકત્વાન્યત્વાશુચિવાગ્નવસંવરનિર્જરાલોકબોધિદુર્લભધર્મસ્વાખ્યાત તત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ ૮ માર્ગાચ્યવનનિર્જરાર્થી પરિષોઢવ્યા પરીષહાઃ | ૯ શ્રુત્પિપાસાશીતોષ્ણદશમશકનાન્યારતિસ્ત્રીચર્યા નિષદ્યાશધ્યાડડક્રોશવધયાચનાલાભરોગતૃણસ્પર્શમલસત્કારપુરસ્કાઅજ્ઞાત જ્ઞાનાદર્શનાનિ / ૧૦ સૂક્ષ્મસંપચ્છધWવીતરાગયોશ્ચતુર્દશ / ૧૧ એકાદશ જિને / ૧૨ બાદરસિંહરાયે સર્વે ! ૧૩ જ્ઞાનાવરણે પ્રજ્ઞાડજ્ઞાને / ૧૪ દર્શનમોહાત્તરાયયોરદર્શનાલાભી | ૧૫ ચારિત્રમોહે નાન્યારતિસ્ત્રીનિષદ્યાડડક્રોશયાચનાત્કારપુરસ્કારા: ૧૬ વેદનીયે શેષાઃ ૧૭ એકાદયો ભાજ્ય યુગપદેકોવિંશતઃા ૧૮ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાયયથાખ્યાતાનિ ચારિત્રમ્ ૧૯ અનશનાવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાનરસપરિત્યાગ-વિવિક્તશય્યાસન-કાયકલેશા બાહ્ય તપઃ | ૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત્ય-સ્વાધ્યાય-બુત્સર્ગથ્થાનાન્યુત્તરમ્ ૨૧ નવચતુર્દશપંચદ્વિભેદ યથાક્રમ પ્રાધ્યાનાત્ | ૨૨ આલોચનપ્રતિક્રમણ તદુભય-વિવેકબુત્સર્ગ તપછેદ-પરિહારોપસ્થાપનાનિ ૨૩ જ્ઞાનદર્શનચારિત્રોપચારા: ૨૪ આચાર્યોપાધ્યાય-તપસ્વિશૈક્ષક-ગ્લાન-ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૨૫ વાચનાપૃચ્છનાડનુ-પ્રેક્ષા-ડડસ્નાય-ધર્મોપદેશા: ૨૬ બાહ્યાભ્યન્તરોપધ્યોઃ / ૨૭ ઉત્તમસંહનાટ્યકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્ | ૨૮ આમુહૂર્તાત્ ! ૨૯ આર્તરૌદ્રધર્મગુફલાનિ . ૩૦ પરેમોક્ષહેતૂ I ૩૧ આર્તમમનોજ્ઞાનાં સમૂયોગે તઢિપ્રયોગાય મૃતિસમન્વાહારઃ | ૩ર વેદનાયાશ્ચ . ૩૩ વિપરીત મનોજ્ઞાનામ્ ૩૪ નિદાન ચા ૩૫ તદવિરતદેશવિરતપ્રમત્તસંયતાનામ્. ૩૬ હિંસાડનૃત-સ્તેયવિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ | ૩૭ આજ્ઞાડપાય 22 Page #33 -------------------------------------------------------------------------- ________________ વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય | ૩૮ ઉપશાન્તક્ષીણકષાયયોશ્ચ | ૩૯ શુક્લ ચાદ્ય / ૪૦ પરે કેવલિન / ૪૧ પૃથર્વે ક–વિતર્ક-સૂક્ષ્મક્રિયાડપ્રતિપાતિભુપતક્રિયાનિવૃત્તીનિ. ૪૨ તત્ ચેકકાયયોગાયોગાનામ્ ૪૫ વિતર્ક શ્રુતમ્ | ૪૬ વિચારોડર્થવ્યંજનયોગસંક્રાન્તિઃ | ૪૭ સભ્ય દષ્ટિ - શ્રા વ ક - વિ ર તા - ન તવિ યા જ ક - દર્શનમોહક્ષપકોપશમકોપશાન્તમોહક્ષપક-ક્ષીણમોહ-જિનાઃ ક્રમશોડસંખ્યયગુણનિર્જરાઃ | ૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ચન્થસ્નાતકા નિગ્રન્થા | ૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થલિંગલેશ્યોપપાતસ્થાનવિકલ્પતઃસાધ્યાઃ | | અથ દશમોડધ્યાયઃ || ૧ મોહક્ષયાદ્ જ્ઞાનાવરણાત્તરાયયાચ્ચ કેવલમ્ | ૨ બન્ધત્વભાવનિર્જરાભ્યામ્ | ૩ કૃત્નકર્મક્ષયો મોક્ષઃ | ૪ . ઔપશમિકાદિભવ્યત્વાભાવાચ્ચાન્યા કેવલ સમ્યત્વજ્ઞાનદર્શનસિદ્ધત્વેભ્યઃ ૫ તદનન્તરમૂર્ધ્વ ગચ્છત્યાલોકાન્તાત્ | ૬ પૂર્વપ્રયોગાદસંગત્વાક્ બન્ધચ્છદાત્તથાગતિ-પરિણામોચ્ચ તદ્ગતિઃ | ૭ ક્ષેત્રા-કાલ-ગતિ-લિંગ તીર્થ-ચારિત્રપ્રત્યેકબુદ્ધબોધિતજ્ઞાનાવગાહનાન્તર-સંખ્યાલ્પબદુત્વવતઃ સાધ્યા ! ઇતિશ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર, મૂલમાત્ર સંપૂર્ણમ્ 5 5 x " ૨૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ __ श्रीउमास्वातिवाचकविरचितम् તત્ત્વાથffધકામસૂત્રમ્ | संबंधकारिका નરજન્મની સફલતા :- ---- सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥ दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ અનુ: શુદ્ધ સમકિતથી વિશુદ્ધા, જ્ઞાનને ચારિત્ર જે, મેળવે આ મનુજભવમાં, રત્નસમ ત્રણ રત્ન એ; અતિદુઃખથી પામેલ ને, વળી દુઃખનું કારણ કહ્યો, નરજન્મ પણ આ સફળ તેનો, ભાવ નિર્મળ જો લહ્યો. [૧ 'શુભકરણિ કરી - કર્મવિમુક્ત થવા પ્રેરણા : जन्मनि कर्मक्लेशै-रनुबद्धे ऽस्मिँस्तथा प्रयतितव्यम् ॥ कर्मक्लेशाभावो, यथाभवत्येष परमार्थः ॥२॥ કર્મને સંકલેશથી સંબદ્ધ આ મનુજન્મમાં, - યત્ન એવો કિજીયે જેમ, નાશ પામે કલેશ આ; કર્મને સંક્લેશનો વિધ્વંસ એ પરમાર્થ છે, પરમાર્થ તેને સાધવાને વિશ્વમાં પુરુષાર્થ છે. રા કુશલાનુબંધી કર્મ કદી અફળ થતું નથી : – परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ॥ कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥३॥ અતિ ગાઢ દોષો રાગ ને વિદ્વેષ એ ગજ કેસરી, - પરમાર્થ માર્ગે ચાલતાં તે, કરે વિપ્ન ફરી ફરી, સંસારની કરવી જ વૃદ્ધિ, એ જ દોષ સ્વભાવ છે, ૩૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ નિરવદ્ય માર્ગે ચાલતાં, હોય કુશલ બન્ધન ભાવ તે. ૩ છે પ્રકારના પુરુષનું સ્વરૂપ : कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते ॥ इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा ॥ मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥५॥ यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्मं परेभ्य उपदिशति ॥ नित्यं स उत्तमेभ्योऽ-प्युत्तम इति पूज्यतम एव ॥६॥ तस्मादहति पूजा-महन्नेवोत्तमोत्तमो लोके ॥ देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्वानाम् ॥७॥ - ઈહલોક ને પરભવ બગાડે, અધમમાં પણ અધમ તે, આ ભવ મીઠા એમ અધમ માની, પુગલે રાચી રહે; બને ભવોના બાહ્યસુખને, વાંચ્છ વિમધ્યમ આતમા, આ જન્મના સુખ સાચવી, કરણી કરે શુભ-શુભતમા I/૪ આગામી ભવના શ્રેય માટે, કષ્ટ સહી ક્રિયા કરે, - ધર્મશ્રદ્ધા સાચવે તે જીવ મધ્યમ સુખ વરે; ભવભીતિથી ભયભીત ભવિજન મુક્તિ કેવળ ઈચ્છતા, ને મુક્તિ માટે યત્ન ઉત્તમ આચરી ઉત્તમ થતા. પા કૃતકૃત્ય ઉત્તમધર્મ પામી, ઉપદિશે તે અન્યને, તે પૂજ્યના પણ પૂજ્ય પ્રભુજી, ઉત્તમોત્તમ પદ ધરે; અરિહંત તીર્થપતિ વિપત્તિ, પ્રાણીગણની દૂર કરે, એ કારણે એ પૂજ્યની, સુર-નર-પતિ પૂજા કરે છેદી પ્રભુ પુજાનું ફળ : – અભ્યર્થનાઈતાં, મન:પ્રસાતિતઃ સમiધશ . तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥ ૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ - પૂજના કરતાં પ્રભુની, પ્રકટ ચિત્ત પ્રસન્નતા,. પ્રસન્ન મન સાથે સમાધિ, સમાધિ શિવ સાધના; એમ મુક્તિનું કારણ, નિવારણ અશિવનું પૂજન કહ્યું, માટે જ યુક્તિ યુક્ત સમજી, જિનપૂજી દર્શન લહ્યું. શા તીર્થસ્થાપનાના હેતુ ? – तीर्थप्रवर्तनफलं, यत् प्रोक्तं कर्म तीर्थंकरनाम ॥ तस्योदयात् कृतार्थोऽ-प्यर्हस्तीर्थं प्रवर्तयति ॥९॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् ॥ तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥१०॥ જિનનામનું ફળ જાણીએ, શ્રી શ્રમણ સંઘની સ્થાપના, - કૃતકૃત્ય પણ પ્રભુ કર્મ ઉદયે, તીર્થસ્થાપે શુભમના; જેમ ભુવનમાં ઉદ્યોત કરવો, સૂર્યનો એ સ્વભાવ છે, તેમ તીર્થ કરવું તીર્થપતિનો, ઉત્તમોત્તમ ભાવ છે. ૮ શ્રી મહાવીર પ્રભુની ગુણસ્તુતિ : – यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलप्रदीपः ॥११॥ ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः ॥ त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुं ॥१२॥ शुभसारसत्त्वसंहनन-वीर्य माहात्म्यरूपगुणयुक्तः जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥१२॥ જેણે અનેક ભવો વિષે, શુભ કર્મ સેવન બહુ કર્યું, | શુભભાવના એમ દઢ કરી, તપ વીશ સ્થાનક આચર્યું; નન્દન ઋષિના જન્મમાં જિન નામકર્મ નિકાચીયું, થઈ દેવને અહીં અવતર્યા સિદ્ધાર્થ કુળદીપક પ્રભુ. Nલા ઈક્વાકુકુળ ને જ્ઞાતવંશ, સૂર્યસમ એ શોભતા, ૩૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂર્વલા ત્રણ જ્ઞાન મતિશ્રુત-અવધિ અવિનાશી હતા; જેમ શીતળતા ઘુતિ કાત્તિથી બહુ શોભતો શારદશશી, તેમ જ્ઞાન ત્રણ બહુગુણ જિનજ્યોત્મા વિલસતી દશદિશિ /૧૦ના બળવીર્ય પ્રભુતા રૂપ ગુણ માહાભ્યને સાત્વિકતા, સાર સર્વે દઢ શરીરે સદા શોભે સુઘડતા; એમ ગુણ દેખી ગુણથી નિષ્પન્ન નામ કરે સુરા, વિશ્વમાં વિખ્યાત કીર્તિ, શ્રી મહાવીર જિનવરા. / શ્રી મહાવીરસ્વામિનો સંસાર ત્યાગ-દીક્ષા અને તપઃ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचालेतसत्त्वः ॥ अभिनन्दितशुभसत्त्वः, सेन्ट्रलॊकान्तिकैर्देवैः ॥१४॥ - जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् ॥ स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधनं श्रमणलिङ्गम् ॥ कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥१६॥ સંસારના સુખ ભોગવી, પ્રભુ વર્ષ ત્રીશની ઉમ્મરે, વૈરાગ્યવૃત્તિ કેળવી સુર-નવલોકત્તિક વિનવે; જીવમાત્રના હિતeત સ્થાપો, નાથ ! ધાર્મિકતીર્થને, દઈ દાન વાર્ષિક સ્વયં-સંબુધ સાધવા પરમાર્થને. ૧રા 'નિઃસારને નિઃશરણ દેખી, વિશ્વને દુઃખમાં ડૂબું, જ્યાં જન્મ વ્યાધિ જરા મરણો, કોઈ નહિ તેથી છૂટ્યું; એ દૂર કરવા શાન્તિ વરવા, રાજ્ય સેટું ત્યાગીને, સામ્રાજ્ય સંયમનું સ્વીકાર્યું, ધીર વીર વડભાગીએ. ૧૩. કરી પંચમુષ્ટિ લોચ લીધો, વેશ ઈન્દ્ર જે દીયો, એ ભવ નિવારણ, ધર્મકારણ, કર્મમારણ જગજયો; વ્રત આચરે વિધિ સાચવી, ધરી સર્વ સામાયિક મહા, - --- Page #38 -------------------------------------------------------------------------- ________________ કરે ઘોર તપ ને સહે પરીસહ-કષ્ટ બારવરસ અહીં ! ||૧૪|| શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ તીર્થ સ્થાપનાને આગમની મહત્તાઃ— सम्यक्त्त्वज्ञानचारित्र - संवरतपः समाधिबलयुक्तः "1 मोहादीनि निहत्या - शुभानि चत्त्वारि कर्माणि ॥१७॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानर्दशनमनन्तम् ॥ लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेकद्वादश-विध महाविषयममितगमयुक्तम् ॥ સંસારાવપા-મનાય દુ:હયાયાલમ્ ॥૬॥ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः ॥ अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥ સમ્યકત્વદર્શન જ્ઞાન સંયમ, સમાધિતપ સંયુતા, સંવરતણું મહા સૈન્ય સર્જી યોજના કરી અદ્ભુતા; મહામોહ આદિ ચાર ઘાતિ-કર્મઘાત કરી. વર્યા, ક્ષાયિકભાવે જ્ઞાનદર્શન, શિવકરણ ભવજલતર્યા. ॥૧૫॥ કૃતકૃત્ય પણ જિન જનહિતાર્થે, તીર્થ સ્થાપે નિર્મળું, નયભંગને ગમથી અતિ ગંભીર આગમ પદિશ્યું; બે ને વળી છે બાર જેના ભેદ ભવજલનૌ સમા, દુઃખ દૂર કરવા છે સમર્થ સદા વચન એ વિશ્વમાં. ॥૧૬॥ જે વાદીઓ વખણાય વિશ્વે વહ્નિ જેવા પ્રજળતા, શાસ્ત્રાર્થ કરવા પ્રતિક્ષણ કરતા પ્રતીક્ષા પ્રબળતા; નિજગ્રન્થના સવિ અર્થ ગોખી ગોખી ઉચ્ચરે સર્વદા, પણ એ થકી ન દબાય જિનવર-વચનનો અંશ કદા. [૧૭] શું સૂર્યના શુચિ તેજને સવિ તેજ ભેગા મળી કરે, યત્નો કરોડો મંદો કરવા, પણ સફળતાને વરે ? જિનરાજના વચનો ઝળકતા સૂર્યસરીખા જાણીએ, ૩૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ખદ્યોત જેવા અન્યના સવિ વચન કલ્પિત માનીએ. ||૧૮ શ્રી વીર પરમાત્માને નમસ્કા અને સપ્રયોજન ગ્રન્થ કરણ પ્રતિજ્ઞાઃ कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् ॥ पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥२१॥ तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थसङ्ग्रहं लघुग्रन्थम् ॥ वक्ष्यामि शिष्यहितमिम-महद्वचनैकदेशस्य ॥२२॥ નિર્મોહ ને નિર્મમ પ્રભુજી, પૂજ્ય વિશ્વ સમસ્તના, કરી વન્દના ત્રિકરણ વિશુદ્ધ, વીર વિભુપદપઘમાં; બહુ અર્થથી ભરપૂર લઘુ-સૂત્રોની રચના સાચવી, રચું સૂત્ર તત્ત્વાર્થાધિગમ અભિધાન સન્મતિ કેળવી, ૧લી सा यो४वामi शिष्यने तिबोध मुख्य निमित्त..छ, જિનવચનનો અલ્પાંશ ગ્રહીને ગુંથ્ય એ પણ સત્ય છે; ક્યાં પાર પણ ન પમાય એવો રત્નનિધિ રત્નાકરુ, ને મંજૂષા આ કયાં તદુભવ રત્નની ગણના ગણું. l/૨૦ના સંપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવો અશક્ય છે? – - महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य; कः शक्तः प्रत्यासं, जिनवचनमहोदधेः कर्तुम् ॥२३॥ शिरसा गिरिं बिभित्से-दुच्चिक्षिप्सेश्च स क्षितिं दोाम्; प्रतितीर्षेश्च समुदं, मित्सेश्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योम्नीन्, चिक्रमिषेन्, मेसंगरिं पाणिना चिकम्पयिषेत्, गत्यानिलं जिगीषे-च्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात्, योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥२६॥ જેમાં વિવિધ વિષયોભર્યા, જે એકથી એક છે મહા, उप Page #40 -------------------------------------------------------------------------- ________________ - જ્યાં ભાષ્યરચના પણ ગંભીર-અર્થે ભરી દુર્ગમ અહા; તે નિવચન જલનિષિ ખોબે, ઉલવા કોણ શક્ત છે. જો માથું મારી મેરુપર્વત, પાડે તો એ યુક્ત છે. રા બે બાજુથી ઉચકી ઉલાળે ઉર્વીને ઉત્સાહથી, અતિલોલ જલકલ્લોલ જલધિ તરે જો બે બાંહ્યથી; એક તૃણના અગ્રે કરે છે, માપ સવિસાગરતણું, - ઉછળી અને આકાશમાં, રજનીશને પકડે ઘણું. રા. એક હાથથી સુરગિરિ ધૂણાવે, જીતે પવનને દોડતો, લઈ અંજલિમાં જે સ્વયંભૂ-રમણલ ગગડાવતો; ખજૂઆ સમી નિજયોતિથી, ભાનુપ્રભાને ઢાંકી દે, તો તે મહાગ્રન્થાર્થ શ્રી જિનવચન સર્વે સંગ્રહે. મરડા શ્રી જિનવચનના એક પદની પણ વિશેષતા : – एकमपि तु जिनवचना-द्यस्मान्निर्वाहकं पदं भवति, श्रूयन्ते चानन्ताः; सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् श्रेय इति निर्विचारं, ग्राह्य धार्यं च वाच्यं च ॥२८॥ જિનવચન અમૃતબિન્દુ પણ જો એક ચાખે ભાવથી, ભવભવ તણા વિષ ઊતરે, ભવ તરે એ દઢ નાવથી; સંભળાય છે શાસે ભવિ, સિદ્ધયા અનન્તા આતમા, પદમાત્ર સામાયિક સુણી, પરમાર્થ લઈ પરમાતમા. ૨૪ એ સત્ય વાત પ્રમાણ માની, નિર્વિકલ્પ સાંભળો, કલ્યાણ કરવા જિનવચનને ભણી ગણી વિસ્તૃત કરો; સંક્ષેપ કે વિસ્તાર વધતે, જે રીતે રુચિ ઉપજે, - અમૃત સમા આ વચન પીજે, સર્વદા સુખ સંપજે. રપા Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ઉપદેશકોને એકાન્તે લાભ ઃ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात्; ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वे कान्ततोभवति ॥२९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम्; आत्मानं च परं च हि, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ હિતકર શ્રવણ કરનાર સર્વે ધર્મ પામે સર્વથા, એકાન્ત એવો નિયમ નથી ત્યાં ભાવની છે વિવિધતા; ઉપકાર બુદ્ધિ કેળવી કહેનારને નિશ્ચિત પણે, થાયે એકાન્તે ધર્મ સર્વે શાસ્ત્ર પણ એમજ ભણે. I॥૨૬॥ એ કારણે કલ્યાણકર સદ્ધર્મને ઉપદેશીએ; શ્રમ નવિ ગણો, શ્રમ ઉત્તરે બહુ કાળનો એમ માનીએ; હિતવચનના ઉપદેશકો, કલ્યાણ નિજ પરનું કરે, નૌકા સમા એ શુદ્ધ ગુરુઓ, તારે અને પોતે તરે. ।।૨ા મોક્ષ માર્ગ એ એક જ હિતોપદેશ છે ઃ - नर्ते च मोक्षमार्गा-द्वितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन्; तस्मात्परमिममेवेति, मोक्षमार्गं प्रवक्ष्यामि ॥३१॥ આ અખિલ વિશ્વે મોક્ષનો શુભ માર્ગ એક જ શ્રેય છે, તે છોડીને બીજું બધું દુ:ખદાયી સર્વે હોય છે; એથી જ એ ઉત્કૃષ્ટ સમજી કહીશ હું આ ગ્રન્થમાં, એ સાંભળી શ્રદ્ધા ધરી ભવિ ! સંચરો શિવ પન્થમાં. ॥૨૮॥ * ઇતિ સંબંધકારિકા ન 卐卐卐 Page #42 -------------------------------------------------------------------------- Page #43 -------------------------------------------------------------------------- ________________ % ગઈ નમ: श्री तत्वार्थ सूत्रम्-सानुवादम् સૂત્રકાર :-વાચકવર ઉમાસ્વાતિ ગણિ અનુવાદકાર : - મુનિ મહારાજ શ્રી રામવિજયજી અનુવાદકારનું મંગલ “હરિગીત છંદ” મંગલ : સ્તંભનપતિ શ્રી રામાનંદન પાર્શ્વજિન વંદન કરું, દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ, પૂજ્ય વાચક અનુસરું; શ્રી વિજયનેમિસૂરીશ ચરણે, અમૃતપદ છે સુખકરું, તત્વાર્થસૂત્ર અનુવાદ રચતાં, રામ કહે મંગલ વરૂ. (૧) અર્થ : સ્તંભતીર્થમાં (ખંભાતમાં) રહેલ વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વજિનને વંદન કરું છું. દશ પૂર્વઘર એવા શ્રી તત્વાર્થસૂત્રના રચયિતા પૂજ્ય વાચક ઉમાસ્વાતિને અનુસરું છું, શ્રી વિજયનેમિસૂરિના ચરણે સુખકર એવું અમૃતપદ છે તે મંગલ પ્રાપ્ત કરવાની શ્રી તત્ત્વાર્થસૂત્રનો કાવ્યાનુવાદ કરતાં “રામ” આશા રાખે છે. | ભાવાર્થ : ખંભાતમાં રહેલ શ્રી સ્તંભન પાર્શ્વનાથને વંદન કરી સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિનું સ્મરણ કરી અનુવાદકાર મુનિ રામવિજયજી પોતાના પ્રગુરુ શ્રી વિજયનેમિસૂરિ તથા ગુરુ શ્રી વિજયઅમૃતસૂરિનું સ્મરણ કરી કાવ્યાનુવાદ શરૂ કરે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ | | અધ્યાય ૧લી | એક માર્ગ : સૂત્ર - ગનજ્ઞાનદાદfor મોક્ષમાર્ગ અનુવાદઃ મુક્તિ મંદિર ગમન કરવા માર્ગ વીરે ઉપદિશ્યો, શ્રવણ કરીને ભવ્યજીવે હૃદયમાંહે સહ્યો; સાચી શ્રદ્ધા જ્ઞાન સાચું ચરણ સાચું આદરો, શિથિલ કરીને કર્મબંધન, મુક્તિમાર્ગે સંચરો (૨) અર્થ : ભગવાન્ મહાવીરસ્વામીએ મુક્તિ પ્રાપ્ત કરવાનો જે માર્ગ દર્શાવ્યો છે તે ભવ્યજીવો સાંભળીને સ્વીકારે છે. વિવેકપ્રધાન શ્રદ્ધા, વિવેકપ્રધાન જ્ઞાન અને વિવેકપ્રધાન ચારિત્ર એ ત્રણના આદરરૂપ એ માર્ગ છે. તેનાથી કર્મબંધન શિથિલ થાય છે. જ્યારે બધાં કર્મો નષ્ટ થાય છે, ત્યારે મોક્ષ મળે છે. તે ભાવાર્થ: સમ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ ત્રણે જ્યારે જીવ એકી સમયે પ્રાપ્ત કરે છે, ત્યારે તે તેને માટે મોક્ષનો માર્ગ બને છે. સમ્યગદર્શન હોય ત્યારે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચરિત્ર હોય કે ન પણ હોય. સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગુદર્શન તો હોય છે, પરંતુ-સમ્મચારિત્ર હોય કે ન પણ હોય. સમ્યગુચારિત્ર હોય ત્યારે સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન હોય છે. સર્વાગી સંપૂર્ણ વિકાસ-અર્થાત્ જ્ઞાન અને વીતરાગ ભાવની સર્વોત્કૃષ્ટતા તે મોક્ષ છે. सूत्र-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥२॥ નિયમિત રૂા સમ્યગદર્શનની વ્યાખ્યા : અનુવાદ : તત્ત્વભૂત પદાર્થ કેરી રુચિ અંતર વિસ્તરે, એ શુદ્ધદર્શન પ્રગટ થાતાં ભવિક ભવથી નિસ્તરે; Page #45 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર શુદ્ધ સમક્તિ પ્રાપ્તિનાં બે કારણો સૂત્રે કહ્યાં, સ્વભાવ ને ઉપદેશ ગુરુનો જેથી જીવ દર્શન લહ્યાં. (૩) અર્થ : તત્ત્વરૂપ પદાર્થની અંત૨માં રુચિ વિસ્તરતાં શુદ્ધ દર્શન પ્રગટે છે, જે ભવ તરવામાં મદદરૂપ છે. સૂત્રકાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના (૧) સ્વભાવ અને (૨) અધિગમ એ બે હેતુકારણ બતાવે છે. વ્યાખ્યા : ભાવાર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર આ ત્રણે આત્માના ગુણો છે. એ ત્રણે બીજરૂપે સૂક્ષ્મથી શરૂ થઈ અંતે વિરાટરૂપે વિકાસ પામે છે. જીવને-પદાર્થને તેના મૂળ સ્વરૂપે સમજવાની રૂચિ થતાં જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા થાય છે. તે જિજ્ઞાસા સંતોષવા પ્રથમ પદાર્થનું સામાન્ય જ્ઞાન-રૂપરેખાનું જ્ઞાન મેળવવું પડે છે. આ જ્ઞાન વિશેષરૂપે અવલોકન, અનુભવ અને આધારની કસોટીમાંથી પસાર થતાં તે શ્રદ્ધારૂપે પરિણમે છે. અયોગ્ય વિષયમાં શ્રદ્ધા અથવા યોગ્ય વિષયમાં અશ્રદ્ધા હોઈ શકે છે. આવી શ્રદ્ધાને જૈન દર્શન મિથ્યાદર્શન કહે છે. અંધશ્રદ્ધા એ સદોષ શ્રદ્ધા છે, તે અધૂરા અવલોકન અને અનુભવનું પરિણામ છે. પદાર્થના અનંત ગુણ છે અને તેથી તેમાં અનંતશક્તિ પણ રહેલી છે. આમાંની કેટલીકનો સ્વીકાર અંધશ્રદ્ધાળુ કરે છે, આના પરિણામે પદાર્થમાં ન સમજી શકાય તેવા પરિણામ જણાતાં તેને ચમત્કાર માની પદાર્થમાં અતિપ્રાકૃત ગુણનું આરોપણ કરે છે. આવા પ્રસંગે જિજ્ઞાસુનું કર્તવ્ય તો એ છે કે પદાર્થની અનંત શક્તિમાની કઈ શક્તિનું, ક્યારે, કેવી રીતે, અને કેવું પરિણમન થયું તેનું અન્વેષણ કરી પોતાનો Page #46 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અનુભવ વિશાળ બનાવવો. | ભાવના શ્રદ્ધાની પોષક છે, તેમ છતાં તેમાં સાવધાનતા અને વિવેક જરૂરનાં છે. આવા વખતે સાવધાનતા અને વિવેક ન હોય તો જીવમાં વેવલાપણું આવે છે; જે તેને અંધશ્રદ્ધામાં ખેંચી જાય છે. આ કારણે સૂત્રકાર પણ દર્શન પહેલાં સમ્યગુ શબ્દ મૂકી શ્રદ્ધા વિવેકપ્રધાન હોવી જોઈએ એમ દર્શાવે છે. પ્રાપ્તિક્રમ : અનાદિ સંસારના પ્રવાહમાં ચારે ગતિમાં ભમતાં જીવ પોતે બાંધેલાં, નિકાચિત કરેલાં, ઉદયમાં આવેલાં, ભોગવાઈ ગયેલાં કર્મના પરિપાકરૂપ પાપ પુણ્યરૂપ ફળને અનુભવતાં, દર્શન જ્ઞાનરૂપ ઉપયોગના સ્વભાવથી અધ્યવસાયને પરિણાવતાં, કવચિત્ થતા વિશુદ્ધ પરિણામના કારણે અપૂર્વ ગણાતી એવી અપૂર્વકરણ નામે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાના પરિણામે રાગ દ્વેષરૂપ ગાંઠ ભેદાય છે, તે પછી અનિવૃત્તિકરણ નામે પ્રક્રિયા શરૂ થાય છે; જેમાં જીવના અધ્યવસાયની વિશુદ્ધિ અસંખ્ય ગુણી વધતી જાય છે. આના અંતે જીવને સમ્યગુદર્શન થાય છે. લક્ષણ : - પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા, અને આસ્તિકય એ સમ્યગદર્શન પ્રાપ્તિના ચિહનો છે. રાગ-દ્વેષની ગાંઠ ભેદાતાં ચિત્તની તટસ્થવૃત્તિ તે પ્રશમ છે; સાંસારિક સુખને દુઃખરૂપ માનવા તે સંવેગ છે; સાંસારિક બંધનથી છૂટવાની ઉત્કટ અભિલાષા તે નિર્વેદ છે; પ્રાણી માત્ર પરના મૈત્રીભાવના ૧. રાગ દ્વેષના કારણે સંચરિત થતા કર્મપ્રદેશોનો થતો સંબંધ તે બંધ છે. આવો બંધ દઢ બને તે નિકાચન છે. ફળનો અનુભવ તે ઉદય છે. રાગ તેષરૂપ સ્નિગ્ધતા જતી રહેતાં કર્મનું ખરી પડવું તે નિર્જરા છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર પરિણામે જીવોને દુઃખ મુક્ત ક૨વાની ભાવના અને તદર્થે થતી પ્રવૃત્તિ તે અનુકમ્પા છે; પરોક્ષ છતાં યુક્તિ, પ્રમાણ, નય આદિ દ્વારા સિદ્ધ થતા જીવ આદિ પદાર્થનો સ્વીકાર તે આસ્તિકય છે. શ્રદ્ધા માત્રનું અંતિમ પ્રમાણ અવલોકન, અનુભવ અને આધાર છે. તર્ક અને બુદ્ધિ જેમ શ્રદ્ધાનુસારી હોય છે; તેમજ તે અનુભવની પુરોગામી પણ હોઈ શકે છે. વિદ્યાર્થી થતા લાભનો બાળકને અનુભવ નથી; પરંતુ કલ્પના દ્વારા તેથી થતા લાભની તે સ્થાપના કરે છે, તો તે વિદ્યાથી થતા લાભ મેળવી જીવન દરમિયાન અવલોકન, અનુભવ અને આધાર દ્વારા પોતાની પુરોગામી શ્રદ્ધાને કસોટીપરક બનાવે છે. આ રીતે જ વિકાસ શક્ય છે. આગમ અને સિદ્ધાંત : જેમ વડીલ એ બાળકના આપ્તજન છે, જે તેને પુરોગામી શ્રદ્ધા કરાવી વિદ્યા વડે તેનો વિકાસ કરવામાં મદદગાર બને છે તેમ આપ્તજનનાં વચનરૂપ ‘આ +ગમ'' આગમમાં શ્રદ્ધા રાખવાનું પ્રાપ્ત થાય છે. શિષ્ટ અને પ્રખર પુરુષાર્થી પોતાના પ્રખર ત્યાગ, સંયમ, તપ આદિ દ્વારા જે અવલોકન, અનુભવ અને આધાર દ્વારા સત્ય જ્ઞાન મેળવે છે, તે જ તેઓ નિઃસ્વાર્થપણે લોકહિત અર્થે ઉપદેશે છે. પૂર્વપુરુષના આવા અનુભવવચનનો સંગ્રહ તે જ આગમન. આ વિષયના અજ્ઞાત બાલજીવો આમાં પુરોગામી શ્રદ્ધા રાખી ચાલે તો પોતે પોતાની શ્રદ્ધાને અવલોકન, અનુભવ અને આધાર દ્વારા કસોટીપરક બનાવી સત્ય જ્ઞાનમય બનાવી શકે છે; આભમ થતાં તેના માટે તે સિદ્ધ +અંત =સિદ્ધાંત બને છે. સિદ્ધાંત એ સનાતન સત્ય છે. શ્રદ્ધા એ જીવના મુખ્ય ગુણને સ્થિર કરી વિકસાવવાનું Page #48 -------------------------------------------------------------------------- ________________ તતાથવિગમસૂત્ર સાધન છે. તે બાહ્ય સાધન નથી, પરંતુ ચિત્તવૃત્તિ યા આત્મિક ગુણ છે. શ્રદ્ધા જીવનનું ચારિત્ર ઘડે છે અને શ્રદ્ધામાં ફરક પડતાં ચારિત્રમાં પણ ફરક પડે છે. કોઈ પણ જીવનો સ્વભાવ બદલવો એટલે તેનો હૃદયપલટો અર્થાતુ તેની શ્રદ્ધાનો વિષય બદલવો. અયોગ્ય વિષય પરની શ્રદ્ધા અથવા યોગ્ય વિષય પરની અશ્રદ્ધા દૂર કરવી તે શ્રદ્ધાશુદ્ધિ છે. બુદ્ધિ અને તર્ક એ શ્રદ્ધાનુસારી છે અને તેથી સર્વ દર્શનકારો શ્રદ્ધા પર ખાસ ભાર મૂકતા આવ્યા છે. જૈન દર્શનની પરિભાષામાં અરિહંતમાં દેવબુદ્ધિ, કંચન કામિનીના ત્યાગી ગુરુમાં ગુરુબુદ્ધિ અને જિનેશ્વર-પ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. પ્રકાર : સમ્યગદર્શન (૧) સ્વભાવ અને (૨) અધિગમ એ બે પ્રકારે થાય છે. કેટલાક ગુરુ વિના શિલ્પ, કળા, વિદ્યા, વિજ્ઞાન આદિનું જ્ઞાન સંપાદન કરે છે તેમ કેટલાક જીવો સ્વાભાવિક રીતે જ 'સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે; કેટલાક જીવોને અધિગમ-નિમિત્તની જરૂર રહે છે; પ્રતિમાદર્શન, પૂર્વસ્મરણ, ઉપદેશ, શિક્ષા, પૂર્વ પરિચિત દર્શન આદિ નિમિત્તો છે. સમ્યગ્દર્શન આ બે પ્રકારે પ્રાપ્ત થતું હોવા છતાં એ બંને પ્રકારમાં અનંતાનુબંધી ચતુષ્ટય (ક્રોધ, માન, માયા, લોભ) અને દર્શનમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય એ આવશ્યક છે. सूत्र - जीवाजीवाश्रवबन्ध संवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ અનુવાદ ઃ જીવ અને વળી અજીવ એ બે ય તત્ત્વો જાણવા, બંધ આશ્રવ હેયભાવે જાણી બને ત્યાગવા; તત્ત્વ સંવર નિર્જરા ને મોક્ષ તત્ત્વને આદરો, ગ્રહણ કરવા યોગ્ય એ ત્રણ જાણી ભવસાગર તરો. (૪) Page #49 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અર્થ : જીવ અને અજીવ એ બે શેય-જાણવા યોગ્ય તત્ત્વો છે. આશ્રવ અને બંધ એ બે હેય-ત્યાગ કરવા યોગ્ય તત્ત્વો છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ ઉપાદેય-પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વો છે. તેમાં શ્રદ્ધા આદરણીય છે. ભાવાર્થ : વિશ્વમાં અનંત પદાર્થો છે, તે સર્વે કાંઈ જ્ઞેય, હેય કે ઉપાદેય નથી. મોક્ષ એ ઉપાદેય તત્ત્વ છે અને તેથી તેના હેતુ એવા તત્ત્વોનો જ માત્ર અહિં નિર્દેશ છે. સાત તત્ત્વ : આશ્રવ અને બંધ ત્યાજ્ય છે, ઉપાદેય નથી; સંવર નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય છે, ત્યાજ્ય નથી; જીવ અને અજીવ એ સંસારની જડરૂપ છે તેથી શેય છે. આ સાત તત્ત્વનું સામાન્ય અને વિશેષ એ બે પ્રકારનું જ્ઞાન આવશ્યક છે; તે હોય ત્યારે વિવેક વાપરી હેયને ત્યાગી શકાય અને ઉપાદેયને આચરી શકાય. સૂત્રકાર સાત તત્ત્વોનો નિર્દેશ કરે છે. કેટલાક પૂર્વાચાર્યો પાપરૂપ હેય તત્ત્વ અને પુણ્યરૂપ હેયોપાદેય તત્ત્વ એ બે તત્ત્વોને જુદા ગણાવી નવ તત્ત્વો પણ જણાવે છે. સૂત્રકાર એ તત્ત્વોનો સમાવેશ આશ્રવ અને બંધમાં કરી લઈ તેમને અધ્યાહાર રાખે છે. सूत्र नामस्थापनाद्रव्यभावतस्तन्यासः ॥५॥ અનુવાદ : નામ સ્થાપના દ્રવ્ય ભાવે સાત તત્ત્વ વિચારવા, નિક્ષેપ સંખ્યા ચાર કહી છે સર્વભાવે ભાવવા; દ્રવ્યથી જીવ દ્રવ્ય નથી ને છે વળી ઉપચારથી ગુરુગમદ્વારા જ્ઞાનધારા જાણવી બહુ પ્યારથી (૫) અર્થ : : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ તત્ત્વો વિચારવાના સાધન-નિક્ષેપ છે. દ્રવ્યથી દ્રવ્યજીવ નથી, પરંતુ ઉપચારથી જીવ દ્રવ્ય છે. આનું જ્ઞાન ગુરૂગમથી પ્રેમપૂર્વક સંપાદન કરવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ચાર નિક્ષેપ : ભાવાર્થ : જ્ઞાન મેળવવાનાં સાધન તે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે. વસ્તુને ઓળખવાનો સંકેત એ નામ છે, વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આરોપવું તે સ્થાપના છે, વસ્તુની ભૂત અને ભાવિ અવસ્થા તે દ્રવ્ય છે, વસ્તુની વર્તમાન અવસ્થા તે ભાવ છે. ઉદા. ભ. મહાવીરનું નામ તે નામ તીર્થંકર છે. તેમના અભાવમાં મૂર્તિમાં તેમનું પ્રતિનિધિત્વ આરોપવું તે સ્થાપના તીર્થકર છે. તેમની તીર્થકર નામ નિકાચિત કરવાથી શરૂ થતી અને કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીની અવસ્થા તેમજ મોક્ષે ગયા પછીની સિદ્ધ અવસ્થા તે દ્રવ્ય તીર્થકર છે. કેવળજ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી તીર્થ પ્રવર્તાવવા આદિથી મોક્ષ ગમન સુધીની અવસ્થા તે ભાવ તીર્થકર છે. આમ ચાર પ્રકારે દરેક વસ્તુનો વિચાર કરતાં જીવનો જ્ઞાનવિકાસ થાય છે. સૂત્ર - માનવૈરમિ : દા અનુવાદ ઃ જીવ આદિ સાત તત્ત્વો પ્રમાણ-નયથી ધારતાં, 'જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુતત્ત્વ વિચારતાં; અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે, કહેવાય તે પ્રમાણ ને નયે એક ભેદને સદ્ધહે (૬) પ્રમાણ અને નય : અર્થઃ જીવ અજીવ આદિ સાત તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નય દ્વારા થાય છે, જેનાથી સુંદર તત્ત્વો વિચારી શકાય છે. અનંતગુણ પર્યાયવાળી દરેક વસ્તુને અનેકરૂપે અવલોકી તેના ૧. કથાનુયોગમાં કેવળજ્ઞાનીના કથનથી દ્રવ્ય તીર્થકર તરીકે વર્તતા જીવનું તેમજ તેમની પ્રતિમાનું થતું સન્માન, પૂજન આદિના દૃષ્ટાંતો છે; જે દ્રવ્ય તીર્થકરનો કાળ ખૂબ આગળ પણ ખેંચી જાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૯ તત્વાર્થાધિગમસૂત્ર ધર્મોનો સમન્વય કરી તેનો સ્વીકાર કરવો તે પ્રમાણ છે. અનંતગુણપર્યાયવાળી વસ્તુના જુદા જુદા ગુણપર્યાયો જુદા જુદા સમયે અને જુદી જુદી અપેક્ષાએ મુખ્ય તરીકે સ્વીકારી બાકીના ગૌણ માનવા તે નય છે. ભાવાર્થ : પ્રમાણ અને નય જ્ઞાન મેળવવાનાં સાધન છે. દરેક પદાર્થમાં અનંત ગુણ પર્યાય રહેલા છે, તે કારણથીતે દરેકમાં અનંત શક્તિ છે. બધા ગુણ, શક્તિ અને પર્યાય આદિ જુદા પાડી તેમાં અપેક્ષાનુસાર મુખ્ય અને ગૌણ એવા ભેદ પાડનાર વિચારધારા તે નય છે. આવા અનેક નયોના સમૂહદ્વારા વસ્તુના સ્વરૂપનું સંપૂર્ણ સ્વરૂપ વિચારવું તે પ્રમાણ છે. (સૂત્રકાર પ્રમાણ અને નયનું સ્વરૂપ આગળ દર્શાવવાના છે). અનુયોગદ્વાર : ill માતા सूत्र - निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥७॥ सत्सङ्ख्या क्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च અનુવાદ : નિર્દેશ ને સ્વામિત્વ બીજું ત્રીજું સાધન જાણવું, અધિકરણ ચોથું સ્થિતિ ને વળી વિધાન છઠ્ઠું ભાવવું, સાતમું સત્પદપ્રરૂપણા આઠમું સંખ્યા કહ્યું, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અત્તર, ભાવ તેરમું સદ્દહ્યું (૭) અલ્પ બહુત્વ ચૌદમું છે જ્ઞાન સમ્યગ્ જાણવા, પ્રમાણ ને નયના પ્રમાણે સર્વ ભેદો ભાવવા; આ ચૌદ પ્રશ્ને જ્ઞાન સાચું મેળવી મુક્તિ વરે, ઋભાવે જીવ ભાવો ભાવતા ભવ નિસ્તરે. (૮) અર્થ : નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને Page #52 -------------------------------------------------------------------------- ________________ - તત્વાર્થાધિગમસૂત્ર અલ્પ બહુત્વ એ ચૌદ અનુયોગદ્વાર પ્રશ્નો પણ જ્ઞાનનાં સાધન છે. આ પ્રશ્નો દ્વારા સાચું જ્ઞાન મેળવી સરળ ભાવે ભાવના ભાવતાં જીવ ભવનો પાર પામે છે. ભાવાર્થ : નિક્ષેપ, પ્રમાણ, નય અને અનુયોગદ્વાર આદિ જ્ઞાનનાં સાધન છે. જીવને પ્રશ્નો દ્વારા મનોમંથન થાય છે, ત્યારે તેને સામાન્ય અને વિશેષ જ્ઞાન થાય છે. પ્રશ્નો વિચારશ્રેણીના ઉત્પાદક છે, તેનાથી જ્ઞાનની પરંપરા વધે છે અને વિકાસ પામે છે. કોઈપણ નવી વસ્તુના સંપર્કમાં આવતાં સામાન્ય રીતે અનેક પ્રશ્નોની પરંપરા ઉદ્ભવે છે, તેના પરિણામે પ્રથમ સામાન્ય જ્ઞાન થાય છે, તેમાં ઉંડા ઉતરતાં તેના વિષે વિશેષ જ્ઞાન પણ થાય છે. વસ્તુના રૂપ, રંગ, સ્વરૂપ, સ્વભાવ આદિ અંગેના પ્રશ્નો તે નિર્દેશ છે. વસ્તુના માલિક અંગેના પ્રશ્નો તે સ્વામી છે. તેની ઉત્પત્તિના હેતુ અંગેના પ્રશ્નો તે સાધન છે. વસ્તુને રહેવાના આધાર અંગેના પ્રશ્નો તે અધિકરણ છે. તે વસ્તુને ટકવાની કાળમર્યાદા અંગેના પ્રશ્ન તે સ્થિતિ છે. વસ્તુના જુદા જુદા પ્રકાર અંગેના પ્રશ્નો તે વિધાન છે. સત્તારૂપે વસ્તુનું અસ્તિત્વ તે સત્ છે. વસ્તુની ગણના તે સંખ્યા છે. વસ્તુથી રોકાતી જગ્યા તે ક્ષેત્ર છે. જગ્યા રોકતા દશે દિશામાં આજુબાજુની જે જગ્યાને વસ્તુ સ્પર્શે છે તે સ્પર્શન છે. વસ્તુની કાળમર્યાદા તે કાળ છે. વસ્તુની રૂપાન્તર અવસ્થા વચ્ચેનો સમય તે અંતર છે. વસ્તુની વર્તમાન અવસ્થાવિશેષ તે ભાવ છે. વસ્તુની સંખ્યામાં ન્યૂનાધિકતા તે અલ્પબદુત્વ છે આ રીતના પ્રશ્નો દ્વારા વિચારપરંપરા શરૂ થતાં તેના ઉત્તર મેળવવા જીજ્ઞાસા થાય છે અને તે જીજ્ઞાસાની તૃપ્તિ કરતાં જ્ઞાન મળે છે. આવા પ્રશ્નો પણ આટલા જ છે તેમ નથી, તે અનેક રીતે Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧ ઓછાવત્તા થઈ શકે છે અને તે પ્રમાણે ઓછુંવત્તું જ્ઞાન મેળવી શકાય છે. સમ્યજ્ઞાન અને ચારિત્ર : સૂત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી, પરંતુ સમ્યજ્ઞાન, અને સમ્યચારિત્રની વ્યાખ્યા કરી નથી; સમ્યગ્દર્શનના આધારે તે વ્યાખ્યા કરી લેવાની તેમણે અપેક્ષા રાખી છે. સાંસારિક વાસના વધારનાર જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી, પરંતુ સાંસારિક વાસના ઘટાડી આધ્યાત્મિક વિકાસ વધારનાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. પુરોગામી શ્રદ્ધા બદલાવનાર ચારિત્ર એ સમ્યચારિત્ર નથી, પરંતુ પુરોગામી શ્રદ્ધાને કસોટીપરક બનાવી સિદ્ધાંતરૂપ બને તેવું ચારિત્ર તે સમ્યગ્યારિત્ર છે. - પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનાં સાધન, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા, ત્રીજા સૂત્રમાં તેના પ્રકાર, ચોથા સૂત્રમાં સાત તત્ત્વોનો નિર્દેશ અને પાંચમી આઠ એ ચાર સૂત્રમાં જ્ઞાનના સાંધનો દર્શાવી સૂત્રકાર પ્રમાણ-જ્ઞાનનું વર્ણન કરે છે. જ્ઞાન અને પ્રમાણનું સ્વરૂપ : सूत्र मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ॥९॥ તમાને પ્રા આઘે પરોક્ષમ્ ॥શા પ્રત્યક્ષમન્યત્ ॥૨॥ અનુવાદ : મતિજ્ઞાન પહેલું શ્રુત બીજું બીજું અવિષે જાણવું, મનઃપર્યવજ્ઞાન ચોથું છેલ્લું કેવળ માનવું; જ્ઞાન એ જ પ્રમાણે છે ને ભેદ બે તેના કહ્યા, પરોક્ષ ને પ્રત્યક્ષ મતિ શ્રુત પ્રથમે, ત્રણ બીજે લહ્યા. (૯) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્વાર્થાધિગમસૂત્ર ' અર્થ ઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકાર છે, જ્ઞાન એજ પ્રમાણ છે. પહેલાં બે જ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ અને બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. : ભાવાર્થઃ પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા થતું વર્તમાનવિષયક જ્ઞાન તે મતિ જ્ઞાન છે; પઠન, પાઠન, સ્મરણ, શ્રવણ, આદિ દ્વારા થતું ત્રિકાલવિષયક જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે; મર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે; મનના પર્યાયો દ્વારા થતું મર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન છે; વિષય અને પર્યાય એ બંનેમાં અમર્યાદિત આત્મપ્રત્યક્ષ જ્ઞાન તે કેવલજ્ઞાન છે. આ જ્ઞાન પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણરૂપે વહેંચાયેલા છે; મતિ અને શ્રત એ બે પરોક્ષ પ્રમાણરૂપ; અને અવધિ, મન:પર્યાય, અને કેવલ એ ત્રણ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. અન્ય દર્શનકારો ઇન્દ્રિય અને મન દ્વારા થતાં મતિ અને શ્રુત એ બે જ્ઞાનને પ્રત્યક્ષ અને બાકીનાને પરોક્ષ પ્રમાણ ગણે છે. જૈનદર્શન માત્મ પ્રત્યક્ષજ્ઞાનને પ્રત્યક્ષ અને પાંચ ઇન્દ્રિય અને મનથી થતાં જ્ઞાનને-પરોક્ષ પ્રમાણ ગણે છે; કારણ કે ઇન્દ્રિય અને મન એ આત્મા નથી, પણ જ્ઞાનનાં સાધન માત્ર છે. મતિજ્ઞાન : सूत्र - मतिःस्मृतिःसंज्ञाचिन्ताऽऽभिनिबोधइत्यनर्थान्तरम् ॥१३॥ અનુવાદ : મતિ તણા પર્યાય નામો અનેક ગ્રંથે પાઠવ્યાં, | | મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધિક તે કહ્યાં; શબ્દથી અંતર થતો પણ અર્થથી અંતર નહિ, વિષય ચાલુ કાળનો જે ગ્રહે તે હિમતિ કહી. (૧૦) અર્થઃ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, આભિનિબોધ એ પર્યાય Page #55 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૩ શબ્દો છે; શબ્દમાં જો કે અંતર છે, છતાં તેના અર્થમાં અંતર નથી. વર્તમાન કાળના વિષયને સ્વીકારનાર જ્ઞાન તે મતિજ્ઞાન છે. શબ્દાંતર : ભાવાર્થ : મતિ જ્ઞાન એ પહેલું જ્ઞાન છે. બુદ્ધિ એ મતિ છે, સ્મરણશક્તિ તે સ્મૃતિ છે, સંકેત તે સંજ્ઞા છે, ભૂતકાળના અનુભવની સાથે વર્તમાનકાળના અનુભવની તુલના તે ચિંતા છે. આ સર્વનો સમાનાર્થવાચક શબ્દ તે આભિનિબોધ છે. મતિજ્ઞાન વર્તમાનકાલીન, અને સ્મૃતિ ભૂતકાલીન છે. સંજ્ઞા અને ચિન્તા એ બે ભૂતકાળ અને વર્તમાનકાળના સમન્વય રૂપ છે, શબ્દાર્થમાં આમ તફાવત દેખાવા છતાં દરેક પ્રવૃત્તિમાં વર્તમાનકાલીન હોવાથી મતિજ્ઞાન વર્તમાનકાળવિષયક હોય છે; ભૂતકાળ અને ભવિષ્યકાળના વિષયોને મતિજ્ઞાન ગ્રહણ કરતું નથી. ઉપરોક્ત દરેક પ્રકારે થતાં જ્ઞાનમાં મતિજ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમ એ એક સમાન અંતરંગ કારણ છે. सूत्र तदिन्द्रियाऽनिन्द्रियनिमित्तम् ॥१४॥ अवग्रहेहापायधारणाः ॥१५॥ અનુવાદ : મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યાં છે બે કારણો, ઇંદ્રિય કારણ પ્રથમ છે ને મન તે બીજું સૂણો; તે જ્ઞાનના છે ચાર ભેદો અવગ્રહ, ઈહા વળી, અપાય ને છે ધારણા, જે બુદ્ધિ સાધે નિર્મળી. (૧૧) સાધન અને પ્રકાર : અર્થ : મતિજ્ઞાનની ઉત્પત્તિનાં બે કારણ છે. (૧) ઇંદ્રિયો અને (૨) મન. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ મતિજ્ઞાનના ભેદ બુદ્ધિને નિર્મળ કરનાર છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્વાર્થાધિગમસૂત્ર - ભાવાર્થ ગ્રાહ્ય વિષયને ઇન્દ્રિય ગ્રહણ ન કરે ત્યાં સુધી જ્ઞાન કાર્યમાં તેની પ્રવૃત્તિ થતી નથી. આ કારણથી મતિ જ્ઞાનની ઉત્પત્તિમાં પહેલું કારણ ઇન્દ્રિયો છે. ત્યાર પછી જ્ઞાનકાર્યમાં મનની પ્રવૃત્તિ શરૂ થાય છે, તેથી તેની ઉત્પત્તિમાં બીજું કારણ મન છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ક્રમિક પગથિયાં છે. ઇન્દ્રિયો પાંચ છે : (૧) સ્પર્શ ઓળખનાર શક્તિ તે સ્પર્શનેન્દ્રિય છે. ૨) રસાસ્વાદ ઓળખનાર શક્તિ તે રસનેન્દ્રિય છે. (૩) ગંધ પારખનાર શક્તિ તે ધ્રાણેન્દ્રિય છે. (૪) રૂપ, રંગ, આકાર આદિ પારખનાર શક્તિ તે ચક્ષુરિન્દ્રિય છે. (પ) શબ્દ પારખનાર શક્તિ તે શ્રોત્રેન્દ્રિય છે. મન એ ઇન્દ્રિય નથી; પરંતુ અનિન્દ્રિય છે. પાંચ ઇન્દ્રિય અને મન એ છમાંના દરેક દ્વારા અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર ગણતાં મતિજ્ઞાનના ૬ x ૪ = ૨૪ ભેદ થાય છે. કલ્પના રહિત રૂપરેખાનું જ્ઞાન તે અવગ્રહ છે. તેનો વિકાસ થતાં ઉદ્ભવતી વિચારણા તે ઈહા છે. તે પર એકાગ્રતાથી વિચાર કરી તુલના કરી નિશ્ચય કરવો તે અપાય છે. તે નિશ્ચયને અવધારવો-યાદ રાખવો તે ધારણા છે. ધારણા તે વિષયનું ફરી જ્ઞાન થવામાં શીધ્રતા માટે સાધન બને છે. सूत्र - बहुबहुविधक्षिप्रानिश्रिताऽसंदिग्धध्रुवाणां सेतराणाम् ॥१६॥ અનુવાદ : અલ્પ બહુ બહુવિધ એકવિધ ક્ષિપ્રા ને અક્ષિપ્ર છે, અનિશ્ચિત, નિશ્ચિત, સંશયયુક્ત ને વિયુક્ત છે; ધ્રુવ ને અધ્રુવ ગ્રાહી એમ બાર ભેદને, છએ ગુણી ગુણો ચારે થાશે ભેદ બે અઠ્ઠાસીએ. (૧૨) અર્થ : અલ્પ અને બહુ, અલ્પવિધ અને બહુવિધ, ક્ષિપ્ર Page #57 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૫ અને અક્ષિત્ર, નિશ્ચિત અને અનિશ્રિત, સંદિગ્ધ અને અસંદિગ્ધ, ધ્રુવ અને અધ્રુવ એ બાર પ્રકારને ઉપરોક્ત ચોવીશે ગુણતાં મતિ જ્ઞાનના ૨૮૮ (બસો અઠ્ઠાશી) ભેદ થાય છે. ભાવાર્થ : એક એ અલ્પ અને અનેક એ બહુ છે. એકવિધ તે અલ્પવિધ અને અનેકવિધ તે બહુવિધ-પ્રકાર છે. ત્વરિત એ ક્ષિપ્ર અને વિલંબથી એ અક્ષિપ્ર છે. હેતુ દ્વારા સિદ્ધ તે નિશ્ચિત અને હેતુ દ્વારા અસિદ્ધ તે અનિશ્રિત છે. સંશયાત્મક તે સંદિગ્ધ છે અને સંશયરહિત તે અસંદિગ્ધ છે. અવયંભાવી તે ધ્રુવ અને કદાચિત્શાવી તે અધ્રુવ છે. અલ્પ અને બહુ, અલ્પવિધ અને બહુવિધ એ ચાર વિષયની વિવિધતાના કારણરૂપ છે; જ્યારે બાકીના આઠ ક્ષયોપશમની તીવ્રમંદતાના કારણરૂપ છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ દરેક દ્વારા અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા થાય છે; આ રીતે ૨૪ (ચોવીસ) ભેદ થયા, તેમાંના દરેકના ઉ૫૨-દર્શાવ્યાનુસાર બાર બાર ભેદ થાય છે. તે ગુણતાં મતિજ્ઞાનના ૨૮૮ ભેદ થાય છે. સૂત્ર - અર્થસ્થ માા સંતનાવગ્રહઃ ॥છૂટા न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१९॥ અનુવાદ : આ સર્વ ભેદો અર્થના છે, સુણો વ્યંજનના હવે, નયન ને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે; બહુ આદિક બારને ઈંદ્રિય ચારે ગુણતાં, પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા. (૧૩) વિશેષ : ઉત્પાતિકી ને કાર્મિકી વળી કહી પારિણામિકી, વૈનયિકી એમ ચારે બુદ્ધિ મતિમાંહે સંગ્રહી; ત્રણ શતક ઉપર ચાર દશકા ભેદ સર્વે મેળવો, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્વાર્થાધિગમસૂત્ર આ નંદીસૂત્રે જ્ઞાન વિષયે મતિના કહ્યા તે કેળવો. (૧૪) અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ : અર્થ : મતિજ્ઞાનના ઉપરોક્ત ૨૮૮ ભેદ અર્થાવગ્રહથી ધારણા સુધીના છે; વ્યંજન અવગ્રહના ભેદ હવે કહેવાનું છે. ચહ્યું અને મન એ બે સિવાયની બાકીની ચાર ઇંદ્રિયોથી વ્યંજનનો અવગ્રહ થાય છે, આમ વ્યંજન અવગ્રહના ૪૮ ભેદ થાય છે. | ભાવાર્થ : સમગ્ર વસ્તુ અને તેના ગુણપર્યાય તે અર્થ છે; પર્યાય તે વ્યંજન છે. પર્યાયનું જ્ઞાન વ્યંજન અવગ્રહથી શરૂ થઈ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણાથી પૂરું થાય છે; અર્થનું જ્ઞાન અર્થાવગ્રહથી શરૂ થઈ ઈહા,અપાય અને ધારણામાં પૂર્ણ થાય છે. વિષયનું નવીન જ્ઞાન મેળવવામાં આ ક્રમ અનુભવસિદ્ધ છે. એક વખત થયેલા વિષયનું વારંવાર જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ત્યારે ક્રમ તો આ જ હોય છે, પરંતુ તે એટલો શિધ હોય છે કે તેનો ખ્યાલ આવતો નથી. પહેલાં કરેલ નિર્ધારણ શિધ નિર્ણય થવામાં આવા પ્રસંગે મુખ્ય ભાગ ભજવે છે તે ખ્યાલમાં રાખવાનું છે. વ્યંજન અવગ્રહના-૪૮ અને પહેલાના ૨૮૮ મળતાં શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે. નંદી સૂત્રમાં ઉત્પાતિકી, કાર્મિકી, પારિણામિકી અને વૈનયિકી એ ચાર પ્રકારની બુદ્ધિને પણ મતિ કહી છે અને તેને પણ કૃતનિશ્રિત મતિજ્ઞાનમાં ગણી છે. આ ચાર ઉમેરતાં મતિજ્ઞાનના ૩૪૦ પણ ભેદ થાય. ચહ્યું અને મન એ બે અપ્રાપ્યકારી ઇંદ્રિયો છે, તેના દ્વારા જ્ઞાન મેળવવામાં વિષય અને ઇંદ્રિયોનો પ્રત્યક્ષ સંબંધ આવશ્યક નથી; પરંતુ ચક્ષુ યોગ્ય સંનિધાનમાં રહેલ દૂરની વસ્તુના રૂપ, રંગ, આકાર, સ્વરૂપ આદિ ગ્રહણ કરી શકે છે; તેમજ મન પણ તેજ પ્રકારથી વસ્તુ અંગે વિચારણા કરી શકે છે. આ રીતે આ બે અપ્રાપ્યકારી ઇંદ્રિયો દ્વારા સમગ્ર વસ્તુ અને તેના પર્યાયોનું Page #59 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૭ મતિજ્ઞાન અર્થાવગ્રહથી શરૂ થઈ ધારણા સુધીમાં સમાપ્ત થાય છે. સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર પ્રાપ્યકારી ઇંદ્રિયો છે; તેના વડે સમગ્ર વસ્તુનું નહિં, પરંતુ માત્ર પર્યાયોનું જ્ઞાન થાય છે. વસ્તુના પર્યાયોનો આ ઇંદ્રિયો સાથે પ્રત્યક્ષ સંબંધ થાય છે ત્યારે આ ચાર ઇંદ્રિય દ્વારા વ્યંજનાવગ્રહથી શરૂ થઈ ધારણામાં સમાપ્ત થતું મતિજ્ઞાન થાય છે. વસ્તુનો સ્પર્શ સ્પર્શનેન્દ્રિયને સીધો ન થાય ત્યાં સુધી આઠ પ્રકારના સ્પર્શમાંના કયા પ્રકારનો સ્પર્શ છે તે ઇંદ્રિય પારખી શકતી નથી. રસનેન્દ્રિયના સીધા સંબંધમાં વસ્તુનો રસ આવે નહિં ત્યાં સુધી પાંચ પ્રકારના રસમાંનો કયો રસ છે તે ઇંદ્રિય પારખી શકતી નથી. પ્રાણેન્દ્રિયને વસ્તુના પરમાણુઓનો પ્રત્યક્ષ સંબંધ ન થાય ત્યાં સુધી બે પ્રકારની ગંધમાંની કઈ ગંધ છે તે ધ્રાણેન્દ્રિય પારખી શકતી નથી. શ્રોત્રેન્દ્રિયને શબ્દના આંદોલનોનો પ્રત્યક્ષ સંબંધ ન થાય ત્યાં સુધી તે ઇંદ્રિય શબ્દ ગ્રહણ કરી શાનો શબ્દ છે તેને પારખી શકતી નથી. સંક્ષેપમાં જ્ઞાન મેળવવા માટે પ્રાપ્યકારી ઇંદ્રિયોને વસ્તુના સીધા સંબંધની આવશ્યકતા છે; જ્યારે અપ્રાપ્યકારી ઇંદ્રિયોને વસ્તુના સીધા સંબંધની નહિ, પરંતુ યોગ્ય સંનિધાનની આવશ્યકતા છે. * સ્વભાવજન્ય બુદ્ધિ તે ઉત્પાતિકી બુદ્ધિ છે, કર્મ પરિણામજન્ય બુદ્ધિ તે કાર્મિકી બુદ્ધિ છે, પરિપક્વ વયના અનુભવયુક્ત પારિણામિકી બુદ્ધિ છે અને વિનયના પરિણામજન્ય બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ છે. सूत्र श्रुतं मतिपूर्व द्वयनेकद्वादशभेदम् ॥२०॥ - અનુવાદ : શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી, અંગબાહ્ય ને અંગવાળું છે સર્વ એ દૂર દોષથી; Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્વાર્થાધિગમસૂત્ર અનેક ભેદો છે પ્રથમના ને બીજાના બાર છે, આચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. (૧૫) શ્રુતજ્ઞાન : અર્થ : શ્રુત નામનું બીજું જ્ઞાન મતિપૂર્વક હોય છે, તેના બે ભેદ છે : (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટના બાર અને અંગબાહ્યના અનેક પ્રકાર છે. આચાર આદિ અંગપ્રવિષ્ટ અને ઉત્તરાધ્યયન આદિ અંગબાહ્ય છે. ભાવાર્થ : શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાન એ બાહ્ય કારણ છે, જ્યારે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ અંતરંગ કારણ છે; આ કારણથી શ્રુતજ્ઞાન મતિપૂર્વક કહેવાય છે. મતિજ્ઞાન માત્ર વર્તમાનકાલીન છે, જ્યારે શ્રુતજ્ઞાન ત્રિકાલવિષયક છે, મતિજ્ઞાન શબ્દોલ્લેખ વગરનું છે, જ્યારે શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત છે. મતિ અને શ્રુત એ બે જ્ઞાનમાં ઇન્દ્રિયો અને મન એ બંનેની અપેક્ષા સમાન હોવા છતાં મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વિષયમાં અધિકતર અને શુદ્ધતર હોય છે. શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એ બે ભેદ વક્તાની અપેક્ષાએ છે. તીર્થંકર તીર્થ પ્રવર્તાવતાં જે ઉપદેશ આપે છે, તે ગણધરો ઝીલે છે અને તેને દ્વાંદશાંગીરૂપે સૂત્રમાં ગૂંથે છે તે અંગપ્રવિષ્ટ શ્રુત છે. બાલજીવોના હિત અર્થે દ્વાદશાંગીના જુદા જુદા વિષયો લઈ તેની સૂક્ષ્મ ચર્ચા કરતાં પ્રખર ત્યાગી આચાર્ય આદિ જે શાસ્ત્ર રચે છે તે અંગબાહ્ય શ્રુત છે. અંગપ્રવિષ્ટના બાર અને અંગબાહ્યના અનેક ભેદ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરૌપાતિક દશા, પ્રશ્ન-વ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ એ બાર અંગ ગ્રંથો યા અંગપ્રવિષ્ટ શ્રુતના Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૯ ગ્રંથો છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત આદિ આદિ અંગબાહ્ય શ્રુતના ગ્રંથો છે. સૂત્ર - ત્રિવિધોવધિ: ધારા तत्र भवप्रत्ययो नारकदेवानाम् ॥२२॥ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥२३॥ અનુવાદ : બે ભેદે અવધિજ્ઞાન છે ભવથી થતું પેલું કહ્યું, બીજું ગુણપ્રત્યય પ્રથમ તે નારકી દેવે લહ્યું; ક્ષયોપશમથી નીપજે તિર્યંચ નરનેતે બીજું, પડ ભેદ તેના અનુગામી-આદિ તે અવધિ ત્રીજું. (૧૬) અવધિજ્ઞાન : અર્થ : ત્રીજા અવધિજ્ઞાનના બે ભેદ છે : (૧) ભવપ્રત્યય અને (૨) ગુણપ્રત્યય. દેવ અને નારક જીવોને જન્મતાં થતું જ્ઞાન તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મનુષ્ય અને તિર્યચને થતું જ્ઞાન તે ગુણપ્રત્યય અવધિજ્ઞાન છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે. ભાવાર્થ : આત્મવિકાસના કારણે થતું મર્યાદિત પ્રત્યક્ષજ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેના બે ભેદ છે. બંનેમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો સમાન હોય છે, પરંતુ તપ, નિયમ, વ્રત આદિ પ્રક્રિયાથી તેજ ભવમાં યોગ્યતા પ્રાપ્ત કરવાની ગુણપ્રત્યય અવધિજ્ઞાનમાં આવશ્યકતા રહે છે; જ્યારે ભવ-પ્રત્યયમાં તે લાયકાત પૂર્વે મેળવી હોય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ પ્રકાર છે. (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) અવસ્થિત Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્વાર્થાધિગમસૂત્ર અને (૬) અનવસ્થિત. ઉત્પત્તિ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ જે અવધિજ્ઞાન કાયમ રહે તે અનુગામી અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં મર્યાદિત અવધિજ્ઞાન તે અનનુગામી અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ સમયની પરિણામ-વિશુદ્ધિ ક્રમશઃ વધતાં જે જ્ઞાન વિકસતું રહે તે વર્ધમાન અવધિજ્ઞાન છે. ઉત્પત્તિ સમયની પરિણામવિશુદ્ધિ ક્રમશઃ ઘટતાં જે જ્ઞાન ઘટતું રહે તે હીયમાન અવધિજ્ઞાન છે. જે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મરતાં સુધી અથવા તે જન્મમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા જન્માંતરમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી કાયમ રહે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. જે જ્ઞાન વારંવાર પ્રગટે અને વારંવાર અલોપ થાય તે અનવસ્થિત અવધિજ્ઞાન છે. सूत्र - ऋजुविपुलमती मनःपर्यायः ॥२४॥ विशुद्धयप्रतिपाताभ्याम् तद्विशेषः ॥२५॥ અનુવાદ ઃ ઋજુમતિ ને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા, વિપુલમતિમાં શુદ્ધિ વધતી જાય નહિ પાછું કદા; શુદ્ધિ ઓછી ઋજુમતિમાં આવી ચાલ્યું જાય છે, એમ બે વિશેષે ભેદ બે છે જ્ઞાન ચોથું જાણીએ. (૧૭) મન:પર્યાયજ્ઞાન : -- અર્થઃ ચોથા મન:પર્યાયજ્ઞાનના ઋામતિ અને વિપુલમતિ એ બે ભેદ છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિકસિત, વિશુદ્ધિવાળું અને અપ્રતિપાતી છે. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધિ ઘટતાં ઘટે પણ છે અને અલોપ પણ થાય છે. | ભાવાર્થ : સંજ્ઞીપ્રાણી મનથી જે વસ્તુનો વિચાર કરે છે તે વસ્તુના પર્યાય અનુસાર ચિંતનશીલ મન ભિન્ન ભિન્ન આકૃતિ Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૧ ધારણ કરે છે, આ આકૃતિઓ મનના પર્યાયો છે; આ આકૃતિનું પ્રત્યક્ષ જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન છે. આ રીતે ચિંતનીય વસ્તુ જાણી શકાય છે. જામતિ કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાનનો વિષય અઢી અંગુલ અધિક છે. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન વસ્તુને સામાન્ય રીતે જાણે છે, જયારે વિપુલમતિ અધિક વિશેષોને જાણે છે; તે ઉપરાંત ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કરતાં વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર, સૂક્ષ્મતર અને સ્કૂટતર છે; વળી ઋજુમતિ મન:પર્યાય પ્રતિપાતી આવીને અલોપ થનારું છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતી-આવીને ટકનારું છે. તે કેવલ જ્ઞાન થતાં સુધી ટકે છે. सूत्रः - विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥२६॥ અનુવાદ : વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં, (૧) શુદ્ધિ વિશેષ જ્ઞાન ચોથે, અલ્પશુદ્ધિ અવધિમાં, (૨) ક્ષેત્ર નાનાથી લઈને જાણે પૂરા લોકને, જ્ઞાન ત્રીજું, ચોથું અઢી દ્વિપ વર્તી ચિત્તને. (૧૮) (૩) અવધિ પામે, જીવ ચારે ગતિના શુભ ભાવથી, જ્ઞાન ચોથું મુનિ પામે બીજા અધિકારી નથી; (૪) કેટલાક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને, જાણે અવધિ મન- પર્યવ ભાગ તદનન્તો ગ્રહે. (૧૯) અવધિ અને મન:પર્યાયજ્ઞાનની તરતમતા : અર્થ : ત્રીજા અવધિજ્ઞાન અને ચોથા મનઃપર્યાયજ્ઞાન વચ્ચે ચાર પ્રકારની વિશેષતા-તરતમતા છે. (૧) અવધિ કરતાં મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર છે. (૨) વિષયની બાબતમાં અવધિજ્ઞાની અંગુલના અસંખ્યતમા ભાગથી માંડી સર્વ લોક જોઈ જાણી શકે છે; જ્યારે મન:પર્યાય જ્ઞાની માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞી જીવના ચિત્તના-મનના પર્યાયો જાણી શકે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૨ 'તત્વાર્થાધિગમસૂત્ર છે. (૩) અવધિજ્ઞાનના સ્વામી નારક, દેવ, તિર્યય અને મનુષ્ય એ ચારે ગતિના જીવ હોય છે; જયારે મન:પર્યાય મનના સ્વામી માત્ર સંયમી મુનિ છે. (૪) અવધિજ્ઞાનથી મર્યાદિત પર્યાય સહિત સકલરૂપી દ્રવ્ય જાણી શકાય છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનથી અવધિજ્ઞાનનો અનંતમો ભાગ માત્ર જાણી શકાય છે. ભાવાર્થ : અવધિજ્ઞાન કરતાં મન:પર્યાયજ્ઞાન શુદ્ધતર, સ્પષ્ટતર અને સૂક્ષ્મતર છે. અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટક્ષેત્ર સમગ્ર લોકાકાશ છે; જયારે મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વિીપના માનુષોત્તર પર્વત પર્યત મર્યાદિત છે. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના જીવો છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનના સ્વામી માત્ર સંયમી અપ્રમત્ત લબ્ધિસંપન્ન મુનિ છે. અવધિજ્ઞાનથી સર્વરૂપી દ્રવ્યના મર્યાદિત પર્યાય જાણી શકાય છે; જ્યારે મન:પર્યાયજ્ઞાનથી તેનો અનંતમો ભાગ માત્ર જાણી શકાય છે. सुत्रः - मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥२७॥ પzવશેઃ ર૮ તલનામાને મન:પર્યાય) રશ અનુવાદ : મતિ ને શ્રુતજ્ઞાન સર્વે દ્રવ્યને જાણી શકે, સર્વ પર્યાયો નહિં પણ પરિમિત પર્યાય એ, રૂપીમાં ગતિ અવધિની પર્યાયની તો અલ્પતા, તેના અનંતા ભાગમાં છે મન:પર્યવ ગ્રાહ્યતા. (૨૦) પહેલા ચાર જ્ઞાનના વિષય : અર્થ : મતિ અને શ્રત એ બે જ્ઞાન સર્વ દ્રવ્ય અને તેના પરિમિત પર્યાય જાણી શકે છે. અવધિજ્ઞાનરૂપી પદાર્થ પરિમિત Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૩ પર્યાયથી જાણી શકે છે. મનઃ પર્યાયજ્ઞાન અવિધ જ્ઞાનના અનંતમા ભાગના વિષય અને તેના પરિમિત પર્યાય જાણી શકે છે. ભાવાર્થ : મતિ અને શ્રુત એ બે જ્ઞાનની પ્રવૃત્તિ સર્વ દ્રવ્ય પરત્વે છે; પરંતુ તે તેના કેટલાક મર્યાદિત પર્યાય પૂરતી છે. અવધિ-જ્ઞાનની પ્રવૃત્તિ માત્રરૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાય પૂરતી છે. મન:પર્યાયજ્ઞાનની પ્રવૃત્તિરૂપી દ્રવ્યના અનંતમા ભાગના દ્રવ્ય અને તેના મર્યાદિત પર્યાય પૂરતી છે. મન:પર્યાયજ્ઞાન દ્વારા સંયત મુનિ અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞી જીવના મનમાં ચિંતવેલ દ્રવ્યના પર્યાયો માત્ર જાણી શકે છે. દ્રવ્યરૂપે જાણવાની અપેક્ષાએ મતિ અને શ્રુતના વિષય સમાન છે, પરંતુ મતિ કરતાં શ્રુતજ્ઞાન વધારે પર્યાય જાણી શકે છે; તેમ છતાં બંને માત્ર પરિમિત પર્યાય જાણી શકે છે, અવધિજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્ય તેના મર્યાદિત પર્યાય સહિત જાણી શકે છે; તે અમૂર્ત-અરૂપી દ્રવ્ય કે તેના પર્યાય જાણી શકતું નથી. મન:પર્યાયજ્ઞાન મૂર્તરૂપી દ્રવ્યોને જાણી શકે છે, પરંતુ તે અવધિજ્ઞાન જેટલા નહિં; પણ તેના અનંતમા ભાગના મનોદ્રવ્યના જ મર્યાદિત પર્યાય જાણી શકે છે. આમ હોવાનું કારણ એ છે કે તે માત્ર સંજ્ઞી જીવના મનમાં પરિણિત મનોદ્રવ્યના પર્યાયો જાણી શકે છે. અવધિજ્ઞાન, કરતાં મન:પર્યાયજ્ઞાનનો વિષય ઓછો હોવા છતાં મન:પર્યાયજ્ઞાનની વિશેષતા એ છે કે સામાન્ય જ્ઞાનની શરૂઆતમાં અવધિજ્ઞાનમાં દર્શનની આવશ્યકતા રહેલી છે, જ્યારે મનઃપર્યાયજ્ઞાનમાં દર્શનની આવશ્યકતા ન હોઈ તેનું જ્ઞાન પહેલેથી વિશેષ પ્રકારે થઈ શકે છે. દર્શન ચાર પ્રકારના છે. (૧) ચક્ષુર્દર્શન (૨) અચક્ષુર્દર્શન (૩) અવધિર્દર્શન અને (૪) કેવલદર્શન. આનું વિશેષ સ્વરૂપ બીજા અધ્યાયમાં આવશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર: – સર્વદ્રવ્યપર્યાપુ વત્તાય રૂમ અનુવાદ : દ્રવ્ય ને પર્યાય સર્વે જાણે ત્રણે કાળનાં, જ્ઞાન પંચમ કહ્યું કેવલ સર્વજ્ઞ સ્વામી તેહના, કોઈથી રોકાય નહિ ને જાય નહિં આવ્યા પછી, એ જ્ઞાન મળતાં કર્મ ઝરતાં મુક્તિ પામે શાશ્વતી. (૨૧) કેવલજ્ઞાનનો વિષય ? અર્થ : પાંચમા કેવળજ્ઞાનના સ્વામી સર્વજ્ઞ છે, તે જ્ઞાનથી સર્વ દ્રવ્ય અને તેના ત્રણે કાળના પર્યાય જાણી શકાય છે. તે જ્ઞાન કોઈથી રોકાતું નથી, આવ્યા પછી અલોપ પણ થતું નથી, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવના સર્વ કર્મો નાશ પામે છે અને મોક્ષ મળે છે. ભાવાર્થ : કેવળજ્ઞાનનો વિષય સર્વ પર્યાય સહિત સર્વ દ્રવ્યનો છે. તે સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. તેનાથી હાથમાં રહેલ આમળાની માફક ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ દ્રવ્ય જણાય છે. તે અપ્રતિહત-આવરણ વિનાનું અને અપ્રતિપાતી-તિરોહિત ન થનારું છે. મતિ આદિ ચાર જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય તો પણ તે દ્વારા એક પણ પદાર્થના બધા ભાવો-પર્યાય જાણી શકાતા નથી; કારણ કે એ બધા ચેતનશક્તિના અપૂર્ણ વિકાસરૂપ છે. નિયમ એ છે કે જે જ્ઞાન કોઈ એક વસ્તુના સર્વ ભાવો જાણે છે તે સર્વ વસ્તુના સર્વ ભાવો જાણી શકે છે. આવું પૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન ચેતનશક્તિના પૂર્ણ વિકાસનું પરિણામ છે. તેના કોઈ ભેદ પ્રભેદ નથી. કોઈપણ દ્રવ્ય કે કોઈપણ ભાવ એવો નથી કે જે કેવળજ્ઞાનથી ન જાણી શકાય; આમ હોવાથી કેવળજ્ઞાનની પ્રવૃત્તિ સર્વ પર્યાયો સહિત સર્વ દ્રવ્યમાં છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૫ सूत्र: - एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ||३१|| અનુવાદ : મતિ શ્રુત વળી અવધિજ્ઞાને જ્ઞાન ચોથું મેળવે, એક જીવને એક કાળે જ્ઞાન ચારે સંભવે; પંચ જ્ઞાનો એક સાથે જીવ કદીય ન પામતાં, તત્ત્વવેદી તત્ત્વજ્ઞાને સરસ અનુભવ ભાવતા. (૨૨) પ્રવર્તતી જ્ઞાનશક્તિની મર્યાદા : અર્થ : એક જીવને એક સમયે વધારેમાં વધારે ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય) હોઈ શકે છે. પાંચે જ્ઞાન હોઈ શકતા નથી, તે દ્વારા તત્ત્વવિદ્ તત્ત્વજ્ઞાનનો સરસ અનુભવ મેળવી શકે છે. ભાવાર્થ : જીવમાં એક સાથે એક, બે-ત્રણ અને ચાર જ્ઞાન હોય છે; પાંચ જ્ઞાન એક સાથે જીવમાં હોતા નથી. એક જ્ઞાન હોય ત્યારે કેવળજ્ઞાન અથવા નિગોદના જીવથી માંડી સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવોને હોતું મતિજ્ઞાન હોય છે. બે હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો ઉપરોક્ત બેમાં અવધિજ્ઞાન અથવા તો મન:પર્યવજ્ઞાન વધે છે; કારણ કે કવચિત્ અવધિજ્ઞાન પહેલાં મન:પર્યાયજ્ઞાન પણ હોઈ શકે છે. ચાર જ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન હોય છે. મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે જીવમાં હોવાનો સંભવ શક્તિની અપેક્ષાએ કહ્યો છે; ઉપયોગ-પ્રવૃત્તિ તો એક સમયે એક જ જ્ઞાનની હોઈ શકે છે. કેવલજ્ઞાનના અસ્તિત્વમાં મતિ આદિ ચાર જ્ઞાન હોઈ શકતાં નથી તે સિદ્ધાંત સામાન્ય હોવા છતાં તે બે રીતે સમજાવવામાં આવે છે. કેટલાક આચાર્યો કહે છે કે કેવળજ્ઞાન ક્ષાયિકભાવજન્ય હોવાથી નિરુપાધિક છે અને બાકીના ચાર શાન Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્વાર્થાધિગમસૂત્ર લાયોપથમિકભાવજન્ય હોઈ સોયાધિક છે. સોપાધિક એવાં ચાર જ્ઞાન નિરુપાધિક એવા કેવળજ્ઞાન સાથે રહી શકે નહિ. બીજા આચાર્યો કહે છે કે શક્તિની અપેક્ષાએ જીવમાં પાંચ જ્ઞાન હોવા છતાં ઉપયોગ-પ્રવૃત્તિ માત્ર કેવળજ્ઞાનની હોય છે. ઉદા૦ સૂર્યના અસ્તિત્વમાં દિવસે જેમ તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્ર એ ચાર આકાશમાં વિદ્યમાન હોવા છતાં પ્રકાશ આપવામાં અક્રિય રહે છે, તેમ સંપૂર્ણ એવા કેવળ જ્ઞાનના અસ્તિત્વમાં મતિ આદિ ચાર જ્ઞાન અક્રિય રહે છે. આ પાંચ પ્રકારના જ્ઞાન એ ચેતનશક્તિના પર્યાય છે. આ પર્યાયનું કાર્ય જ્ઞાન આપવાનું હોવાથી તે દરેક પણ જ્ઞાન તરીકે ઓળખાય છે. सूत्र : मतिश्रुतावधयो विपर्ययश्च ॥३१॥ - सदसतोरविशेषाद् यदच्छोपलब्धेस्मत्तवत् ॥३३॥ અનુવાદઃ મતિ, શ્રુત, અવધિ, એ ત્રણ અજ્ઞાનરૂપે થાય છે, મતિ, શ્રત, અજ્ઞાન ને વિભક એમ બોલાય છે; ખોટા ખરાનો ભેદ ન લહે વિના વિચાર આચરે, જેમ ગાંડાની પ્રવૃત્તિ એમ અજ્ઞાની કરે (૨૩) ત્રણ અજ્ઞાન : ' અર્થ : મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ પણ હોઈ શકે છે; તે સમયે તેવા અજ્ઞાનને મતિઅજ્ઞાન, મૂતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના નામે ઓળખવામાં આવે છે. સારાસાર વિવેકશૂન્ય પ્રવૃત્તિ તે અજ્ઞાન છે. | ભાવાર્થ : સાર અસાર, અથવા વાસ્તવિક અવાસ્તવિક વચ્ચેનું અંતર સમજ્યા વિના વિવેકશૂન્ય પ્રવૃત્તિરૂપ મતિ, શ્રત અને અવધિજ્ઞાન હોય છે ત્યારે તે ત્રણે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે.' - ઉપરોક્ત જ્ઞાન અજ્ઞાનનો ભેદ શાસ્ત્રસંકેત અનુસાર છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર શાસ્ત્રસંકેત એ છે કે સમ્યગુદૃષ્ટિનું તે જ્ઞાન અને મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે; સમ્યગૃષ્ટિ જીવ મોક્ષાભિમુખ હોવાથી તેનામાં સમભાવની માત્રા યા વિવેક હોય છે. આવા જીવનું જ્ઞાન ભલે મિથ્યાષ્ટિના જ્ઞાનની અપેક્ષાએ અલ્પ હોય, છતાં તે જ્ઞાન છે; મિથ્યાદષ્ટિ જીવ સંસારાસક્ત હોવાથી તે જ્ઞાનનો ઉપયોગ સાંસારિક વાસનાના પોષણમાં કરે છે તેથી તે અજ્ઞાન છે. આવા જીવનું જ્ઞાન ભલે ગમે તેટલું વિશાળ, વિકસિત અને સૂક્ષ્મ હોય તો પણ તે અજ્ઞાનરૂપ છે. सूत्र - नैगमसंङग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥३४॥ आद्यशब्दौ द्वित्रिभेदौ ॥३५॥ અનુવાદ ઃ બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વગર અવબોધ જે, થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે, નિગમ અને સંગ્રહ વળી વ્યવહાર, જુસૂત્રને, શબ્દ ત્રણ ભેદ યુક્ત નૈગમ ભેદદ્રય સંયુક્ત છે. (૨૪) નયનું સ્વરૂપ : અર્થઃ અન્ય અપેક્ષાઓનો વિરોધ કર્યા વિના એક એક અપેક્ષાએ થતું જ્ઞાન તે નય છે, તેના પાંચ ભેદ છે : (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર અને (પ) શબ્દ. નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ છે. ભાવાર્થ: આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં જ્ઞાનપ્રાપ્તિનાં સાધન તરીકે પ્રમાણ અને નય જણાવ્યા છે. સૂત્ર ૯ થી ૩૩ સુધીમાં સૂત્રકારે પાંચ જ્ઞાનરૂપે પ્રમાણનું સ્વરૂપ દર્શાવ્યું છે. નય એ પ્રમાણનો અંશ છે; તેથી હવે સૂત્રકાર નયનું સ્વરૂપ જણાવે છે. ૧. મન:પર્યાય અને કેવલ એ બે જ્ઞાન અજ્ઞાનરૂપ નથી; કારણ કે સાર અસારનો વિવેક જ્યાં નિયત છે ત્યા જીવને તે બે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ર૮ તત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણ એ નયોની સમૂરૂપે સમન્વય છે. વસ્તુને સંપૂર્ણ અંશે ઓળખવા જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનંત ગુણપર્યાયો જાણવા જરૂરી છે. આ રીતે વસ્તુની પૂરી પિછાણ માટે તેની અનંત અપેક્ષાઓ સ્વીકારી તેના અનંત ગુણપર્યાયો લઈ એક એક અપેક્ષાએ તેનું પૃથક્કરણ કરી તે જુદી જુદી રીતે ઘટાવી વસ્તુને ઓળખવી તે નય છે; અને તે પછી તેનો સમગ્ર નય દ્વારા સમન્વય કરી ઓળખવી તે પ્રમાણ છે. વસ્તુનું સાપેક્ષ નિરૂપણ કરનાર દૃષ્ટિ યા વિચારધારા તે નય છે. આ નિરૂપણદષ્ટિ, સાપેક્ષ હોવાથી બીજી દૃષ્ટિઓની અપેક્ષા સ્વીકારે છે. માત્ર એક જ અપેક્ષાને સ્વીકારી બાકીની અપેક્ષાનો જે છેદ ઉડાવી દે છે તે દુર્નય છે. આવી દષ્ટિઓ અનંત હોવાથી નય પણ અનંત છે. સમજવા ખાતર પૂલદષ્ટિએ તેના પાંચ વિભાગ સૂત્રકાર કરે છે. સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજાસૂત્ર અને શબ્દ એ પાંચ નય બતાવી નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ ગણાવે છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે નૈગમના ભેદ છે; શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ શબ્દના ભેદ છે. નયોની સંખ્યા બાબતે બીજી બે પરંપરા છે. આગમ સીધા સાત નય જણાવે છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) રજાસૂત્ર, (૫) શબ્દ, (૯) સમભિરૂઢ અને (૭) એવંભૂત, આ. સિનંદિવાકર નૈગમ સિવાયના છે નય જણાવે છે. નયની આવશ્યકતા બાબત એક દષ્ટાંત આપવું ઈષ્ટ થશે; એક જ મનુષ્ય તેના પિતાની અપેક્ષાએ પુત્ર, પુત્રની અપેક્ષાએ પિતા, દાદાની અપેક્ષાએ પૌત્ર, પૌત્રની અપેક્ષાએ દાદો, કાકાની અપેક્ષાએ ભત્રીજો, ભત્રીજાની અપેક્ષાએ કાકો યા ફુઓ, Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર . ૨૯ મામાની અપેક્ષાએ ભાણેજ, ભાણેજની અપેક્ષાએ માનો યા માસો આદિ જુદા જુદા પ્રકારે ઓળખાય છે. આ રીતે કોઈપણ વસ્તુને સર્વાગ સંપૂર્ણ જાણવી હોય તો તેના અનંતગુણ ધર્મોને ઓળખવા તેને જુદી જુદી દષ્ટિથી તપાસવી તે નય છે. નય પોતે પ્રમાણ પણ નથી તેમજ અપ્રમાણ પણ નથી, પરંતુ પ્રમાણનો અંશમાત્ર છે. આમ જુદી જુદી અપેક્ષાથી વસ્તુને જોતાં તેમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો જણાતા હોવા છતાં તે વિરુદ્ધ ધર્મોનો સમન્વય સાધી વસ્તુને સર્વાગે પીછાનવી તે પ્રમાણ. આ જગતમાં અનંત વસ્તુઓ છે. દરેક વસ્તુમાં અનંત ગુણપર્યાયો રહેલા છે. આવા ગુણપર્યાયોમાં જુદા જુદા કેટલાક સમાન અને કેટલાક અસમાન પણ હોય છે. આમાં જુદા જુદા વસ્તુના સમન્વય કરનાર દષ્ટિ તે દ્રવ્યાર્થિક નય છે. તે જ રીતે જુદા જુદા ગુણનો અસમાન ગુણનો સમન્વય સાધનાર દષ્ટિ તે પર્યાયાર્થિક નય છે. સમાન અને અસમાન અંશ સ્વીકારનાર દષ્ટિઓમાં પણ તરતમતા હોય છે, આ તરતમતાના કારણે દ્રવ્યાર્થિક, નયના નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ અને પર્યાયાર્થિક નયના જુસૂત્ર, શબ્દ,સમભિરૂઢ અને એવંભૂત એ ચાર ભેદ પાડવામાં આવે છે. - સામાન્ય અને વિશેષ એ બંને ધર્મ પ્રધાન માની લોક સંકેત અને લોક સંસ્કારને અનુસરનાર વિચારધારા તે નૈગમ નય છે. ઉદા૦ આસો વદ અમાસ ભ, મહાવીરનું નિર્વાણકલ્યાણક ગણાય છે. કલમ માટે બરૂ લેવા જતા માણસને પૂછતાં તે કલમ લેવા જવાનું જણાવે છે, છતાં વ્યવહારમાં બરૂને કલમના અર્થમાં માણસ સમજી લે છે તે આ નયનું કાર્ય છે.' છે. સામાન્ય અને વિશેષ એ બંને ધર્મમાંના વિશેષ ધર્મને ગૌણ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્વાર્થાધિગમસૂત્ર કરી સામાન્ય ને સમાન અપેક્ષાના આધારે પ્રધાન માની વસ્તુઓને એક સમૂહમાં સ્વીકારનાર વિચારધારા તે સંગ્રહ નય છે. ઉદા૦ લીંબડો, પીપળો, વડ, આંબો, બાવળ આદિ જુદા જુદા ગુણધર્મ વાળા હોવા છતાં વૃક્ષ તરીકેની સમાનતાના આધારે-જાતિની અપેક્ષાએતે સર્વને વૃક્ષ તરીકે ઓળખાવવા તે આ નયનું કાર્ય છે. સમાન અપેક્ષાની દૃષ્ટિએ સંકલિત વસ્તુઓના તેના વ્યવહારિક પ્રયોજન અનુસાર પૃથક્કરણ કરનાર વિચારધારા તે વ્યવહાર નય છે; આમાં સમાન અપેક્ષાને ગૌણ કરી વિશેષ અપેક્ષાને પ્રધાનપદ આપવામાં આવે છે. લીંબડો, પીપળો, વડ, આંબો, બાવળ આદિ વૃક્ષ છે તો ખરાં, પરંતુ તે દરેકની જાત જુદી છે, તે દરેકનો ઉપયોગ જુદો છે, તે દરેક જુદા જુદા ફળ આપે છે તે રીતે તે દરેકને જુદાં જુદાં ઓળખવાં તે આ નયનું કાર્ય છે. - લોકરૂઢિ પર અવલંબિત નૈગમ નય સામાન્ય તત્ત્વાશ્રયી છે; અને તેના પ્રથમ ભેદરૂપ સામાન્યદૃષ્ટિને પ્રધાનપદ આપનાર સંગ્રહ નય અને બીજી ભેદરૂપ વ્યવહારિક પ્રયોજન અનુસાર વિશેષદષ્ટિને પ્રધાનપદ આપનાર વ્યવહાર નય એ બંને સામાન્ય તત્ત્વાશ્રયી નૈગમ નય પર અવલંબિત છે; આ કારણે આ ત્રણે નય સામાન્યગ્રાહી ગણાય છે. આમ હોવા છતાં પ્રથમના કરતાં પછીના નય વિષયમાં ઉત્તરોત્તર ન્યૂન, ન્યૂનતર થતા જાય છે; કેમ કે નૈગમ નય સામાન્ય અને વિશેષ એ બેની, સંગ્રહ નય સામાન્યની અને વ્યવહાર નય વિશેષની પ્રતીતિ કરાવે છે. વર્તમાન કાળ જ તાત્કાલિક ઉપયોગી હોવાથી અને ભૂતકાળ તથા ભવિષ્યકાળ તેટલા નિકટના ઉપયોગી ન હોવાથી ઋજાસુત્ર નય માત્ર વર્તમાનકાળને સ્વીકારે છે. વર્તમાનકાળમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર જલ ધારણ કરવાની ક્રિયા કરતો ઘટ તે ઘટ છે. તેની બીજી અવસ્થા તે ઘટ નથી એમ આ નય સ્વીકારે છે. . શબ્દના રૂઢ અર્થ સ્વીકારનાર દૃષ્ટિ તે શબ્દ નય છે. એક અર્થમાં વપરાતા શબ્દોમાં પર્યાયથી ભેદ પડતો નથી; પરંતુ કાળ, જાતિ, સંખ્યા, કારક, પુરુષ અને ઉપસર્ગ આદિના કારણે ભેદ પડે છે. “પાટલીપુત્ર નામે નગર હતું” એ વાક્ય ભૂતકાળના અને આજના પાટલીપુત્ર વચ્ચે ભેદ દર્શાવે છે. કૂવો અને કૂઈ. એ લિંગભેદના અર્થ સ્પષ્ટ છે. કર્તરિ અને કર્મણિ પ્રયોગના ભેદ પણ સમજી શકાય તેવા છે. પહેલો, બીજો અને ત્રીજો એ ત્રણ પુરુષના ભેદ પણ સ્પષ્ટ રીતે વ્યવહારમાં પ્રચલિત છે. ઉપસર્ગના કારણે મૂળરૂપના અર્થભેદ પણ જાણીતા છે. ઉદા, સંસ્કાર, વિકાર, પ્રકાર, ઉપકાર, આકાર આદિમાં એક સમાન ધાતુ હોવા છતાં દરેક ઉપસર્ગ લાગતાં તેના જુદા જુદા અર્થો થાય છે. સમાનાર્થક શબ્દોનો ભેદ કરી માત્ર વ્યુત્પત્તિસિદ્ધ અર્થને સ્વીકારનાબર દૃષ્ટિ તે સમભિરૂઢ નય છે. ઉદા૦ રાજ્યચિહ્નથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ. વ્યુત્પત્તિસિદ્ધ પણ કાર્યકર અર્થ સ્વીકારનાર દૃષ્ટિ તે એવંભૂત નય છે. તે તો રાજ્યચિહ્નોથી શોભતો હોય તેટલા વખત પૂરતો રાજા માને છે, મનુષ્યનું રક્ષણ કરતો હોય તેટલા વખત પૂરતો નૃપ માને છે અને પૃથ્વીનું પાલન કરતો હોય તેટલા વખત પૂરતો ભૂપતિ માને છે; બીજી વખતે નહિ. ' શબ્દ અને સમભિરૂઢ નયમાં તફાવત એ છે કે શબ્દ નય સમાનાર્થક શબ્દોને પર્યાયરૂપ માને છે; જ્યારે સમભિરૂઢ નય તે ન સ્વીકારતાં માત્ર વ્યુત્પત્તિસિદ્ધ અર્થને સ્વીકારે છે. એવંભૂત નય તેથી આગળ વધી માત્ર ક્રિયા થતી હોય તે પૂરતો વ્યુત્પત્તિ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધ અર્થ સ્વીકારે છે. 1 . ઉપરોક્ત સાત નિયોને બીજી રીતે પણ સમજાવવામાં આવે છે. તેના વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકારના નયનો મૂળ વિભાગ છે વ્યવહાર એ પૂલગામી નય છે, જેમાં પહેલાં ત્રણ નય સમાય છે; જ્યારે નિશ્ચય એ સુક્ષ્મગામી નય છે, જેમાં પછીના ચાર નય સમાય છે. વિશેષમાં જ્ઞાન અને ક્રિયા નય એ બે મૂળ વિભાગમાં પણ નયના ભાગ પાડવામાં આવે છે. તત્ત્વસ્પર્શી જ્ઞાનદષ્ટિ તે જ્ઞાનનય છે અને તત્ત્વાનુભવ તે ક્રિયાનય છે. ઉપરોક્ત સાતે નય જ્ઞાનનય છે, જ્યારે સતયને જીવનમાં ઉતારવારૂપ ચારિત્ર તે ક્રિયાનય છે. આ વસ્તુ આપણને“જ્ઞાનવિયાગ્રામ્ મોલ:” એ વાક્યની પ્રતીતિ કરાવે છે. તે ઉપરાંત અર્થનય અને શબ્દનય એમ નયના મૂળ બે વિભાગ પણ જણાય છે. અર્થનો વિચાર પ્રધાન હોય તે અર્થનય અને શબ્દનો વિચાર પ્રધાન હોય તે શબ્દનાય છે. એ રીતે પહેલા ચાર નય અર્થનમાં અને છેલ્લા ત્રણ નય શબ્દનયમાં સમાય છે. तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने । વાધ્યાય: પ્રથમ: પૂu , પ્રભાઈ નાયવોથn: III ક્ય જ Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૩૩ અધ્યાય ૨ જો सूत्रं - औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ... ॥१॥ द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ॥२॥ વ્યવેત્રવાન્નેિ રૂા ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ॥४॥ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्तित्रिपञ्चभेदाः । यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासयमाश्च ॥५॥ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानांसंयतासिद्धत्व- . लेश्याश्चतुश्चतुस्त्येकैकैकषड्भेदाः ॥६॥ जीवभव्याभव्यत्वादीनि च કા અનુવાદ : જીવના સ્વતસ્વરૂપ જે ભાવ તે પાંચ જ કહ્યા, ઉપશમ ને ક્ષાયિક ત્રીજો મિશ્ર એ જીવમાં રહ્યાં; જીવને વળી અજીવમાં રહેનાર ભાવો બે ભણ્યા, ઔદયિક ને પારિણામિક એમ પાંચે સદહ્યા. (૧) ઉપશમ તણા બે ભેદ ને નવ ભેદ ક્ષાયિક ભાવના, અઢાર ભેદો મિશ્રના એકવીશ ઔદાયિક તણા; ત્રણ ભેદ પંચમ ભાવના સવિ ભેદ મળી ત્રેપન થતા, અનુક્રમે એ ભેદને હવે સૂત્રકર્તા ભાખતા. (૨) સમક્તિ અને ચારિત્ર એ, બે, મોહના ઉપશમ વડે, નવ ભેદ ક્ષાયિકતણા કેવળજ્ઞાન કેવળ દર્શને, વળી દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય વિનો પાંચ એ સમ્યક્ત ને ચારિત્ર ક્ષાયિક ભાવ એહિજ શ્રેષ્ઠ છે. (૩) Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર | મિશ્રભાવે ચાર જ્ઞાનો અજ્ઞાન ત્રણે જાણવા, ત્રણ દર્શન દાન આદિ અન્તરાય પાંચે માનવા; સમ્યક્ત ને ચારિત્રના બે ભેદ દેશ ને સર્વથી, અઢાર ભેદો નીપજે એમ ઘાતી કર્મ પ્રપંચથી. (૪) ગતિ ચાર, ચાર કષાય, ત્રણ લિંગ, એક મિથ્યાદર્શનમ; અજ્ઞાન, અવિરતિ ને અસિદ્ધિ એક એક જ સમ્મત છ ભેદ વેશ્યા તણા સર્વે મળી એકવીશ થાય છે, ઉદય આવે જીવને વળી અજીવને પણ હોય છે. (૫) રૂપી પુદ્ગલ સ્કંધને વળી ઔદયિકે પણ સદહ્યા, પુગલ તણા પરિણામ બહુવિધ શાસ્ત્રમાંહે વર્ણવ્યા; પરિણામ રહે તે કારણે ત્રણ ભેદ પંચમ ભાવના, જીવત્વ ને ભવ્યતા ત્રીજું અભવ્યત્વ જીવમાં. (૨) અર્થ : જીવના સ્વતસ્વરૂપ પાંચ ભાવો છે : (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) મિશ્ર-ક્ષાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક. પહેલા ત્રણ માત્ર જીવને અને છેવટના બે જીવ અજીવ એ બંનેને લાગુ પડતા ભાવો છે. ઔપશમિકના બે, ક્ષાયિકના નવ, ક્ષાયોપથમિકના અઢાર, ઔદયિકના એકવીશ અને પરિણામિકના ત્રણ એમ પાંચ ભાવોના ત્રેપન પ્રભેદ થાય છે. સમ્યગું દર્શન અને સમ્યફ ચારિત્ર એ બે ઔપથમિક ભાવના ભેદ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, પાંચ અંતરાય સમ્ય દર્શન અને સમ્યફ ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવના ભેદ છે. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ અંતરાય, સમ્યગ્ દર્શન, દેશવિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચારિત્ર એ અઢાર ક્ષયોપથમિક ભાવના ભેદ છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ Page #77 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૩૫ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ અને છ વેશ્યા એ એકવીશ ઔદાયિક ભાવના ભેદ છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પારિણામિક ભાવના ભેદ છે. અજીવમાં ઔદયિક ભાવ માત્ર પુગલ સ્કંધ પૂરતો છે; તે ધર્મ, અધર્મ, આકાશ અને કાળને હોતો નથી; એટલે સ્કંધમાં ઔદયિક અને પારિણામિક એ બે ભાવ હોય છે. પુદ્ગલના બહુવિધ પરિણામ શાસ્ત્રમાં જણાવ્યા છે. જીવના પાંચ સ્વતત્ત્વ ભાવાર્થ ભાવ પાંચ પ્રકારના છે. (૧) ઔપશમિક (૨) ક્ષાયિક, (૩ ક્ષાયોપશામિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક. તેમાંના પહેલા ત્રણ માત્ર જીવના ગણાય છે; બાકીના બે જીવ અજીવ એ બંનેને લાગુ પડે છે; પરંતુ અહીં સૂત્રકારે જીવના અસાધારણ ભાવોનું વર્ણન કર્યું છે, જે અજીવને લાગુ પડતા નથી. સત્તાગત કર્મનો ઉદય રોકાવાથી જે સમભાવરૂપ આત્મશુદ્ધિ પ્રગટે છે તે ઉપશમ છે. દર્શનમોહનીય કર્મના ઉપશમથી સમ્યગુ દર્શન અને ચારિત્રમોહનીય કર્મના ઉપશમથી સમ્યક ચારિત્ર એ બે જીવમાં પ્રકટ થાય છે. ઘાતી કર્મોનો ક્ષય થવાથી જે આત્મશુદ્ધિ પ્રગટે છે તે ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળદર્શનવરણના ક્ષયથી કેવલદર્શન, અંતયના ક્ષયથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિક સમકિત, અને ચારિત્રમોહનીયના ક્ષયથી સમ્યક ચારિત્ર-યથાખ્યાત ચારિત્ર એ નવ જીવમાં પ્રગટ થાય છે. કેટલાક કર્મોનો ક્ષય અને કેટલાક કર્મોનો ઉપશમ થવાથી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્વાર્થાધિગમસૂત્ર જે આત્મશુદ્ધિ પ્રગટે છે, તે મિશ્ર-ક્ષાયોપથમિક ભાવ છે. ચાર પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ ચાર જ્ઞાન; ત્રણ પ્રકારના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન; ત્રણ પ્રકારના દર્શનાવરણના ક્ષયોપશમથી ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન અને અવધિઈર્શન એ ત્રણ દર્શન; પાંચ પ્રકારના અંતરાયના ક્ષયોપશમથી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચની આંશિક લબ્ધિ; અનંતાનુબંધી કષાયચતુષ્ટય (ક્રોધ, માન, માયા અને લોભ) અને દર્શન મોહનીય એ બેના ક્ષયોપશમથી સમ્ય દર્શન, અનંતાનુબંધી કષાયપત્ય, અપ્રત્યાખ્યાની કષાયચતુષ્ટય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી દેશવિરતિ ચારિત્ર; અનંતાનુબંધી કષાયચતુષ્ટય અને ચારિત્ર મોહનીય એ સર્વના ક્ષયોપશમથી સર્વવિરતિ ચારિત્ર એ અઢાર જીવમાં પ્રગટ થાય છે. કર્મના ઉદયથી આત્મામાં જે મલીનતા પેદા થાય છે તે ઔદયિક ભાવ છે. ગતિ નામ કર્મના ઉદયથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ; કષાયમોહનીયના ઉદયથી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય; વેદનીયના ઉદયથી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ; મિથ્યાત્વમોહનીયના ઉદયથી મિથ્યાદર્શન; જ્ઞાન અને દર્શન એ બેના આવરણના ઉદયથી અજ્ઞાન; અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની એ ત્રણ પ્રકારના કષાયચતુષ્ટયના ઉદયથી અસંયતત્વ-અસંયમ-અવિરતિ; વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મના ઉદયથી અસિદ્ધત્વ-શરીરધારણ; કષાયના ઉદયથી આનંદિત યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્વાધિગમસૂત્ર ૩૭. શુક્લ એ છ લેગ્યા એ એકવીશ પ્રગટ થાય છે. દ્રવ્યના પરિણામોનું પરિણમન તે પારિણામિક ભાવપરિણામરૂપ છે. જીવત્વ-ચેતનશક્તિ, ભવ્યત્વ-મોક્ષ માટે લાયકાત અને અભવ્યત્વ-મોક્ષ માટે લાયકાતનો અભાવ એ ત્રણ આત્માના સ્વાભાવિક પરિણામના કારણે પ્રગટે છે. આ ત્રણ અનાદિસિદ્ધ છે. અજીવમાં માત્ર પુગલ સ્કંધમાં ઔદયિક અને પારિણામિક એ બંને ભાવ વર્તે છે; જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ દરેકમાં માત્ર પરિણામિક ભાવ હોય છે. આ સંસારી અને મુક્ત એ બે પ્રકારના જીવ છે; ઉપરોક્ત પાંચ પ્રકારમાંના કોઈને કોઈ પ્રકારના ભાવો એ બંને પ્રકારના જીવોને હોય છે. મુક્ત જીવોને ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવ હોય છે; સંસારી જીવોમાં કેટલાકને ત્રણ, કેટલાકને ચાર અને કેટલાકને પાંચ ભાવ હોય છે. સર્વ જીવોને પાંચે ભાવ હોવાનો કોઈ નિયમ નથી; પરંતુ કેટલાકને પાંચે ભાવ હોઈ શકે છે. પારિણામિક ભાવના ઉપરોક્ત ત્રણ ભેદ એ જીવના અસાધારણ-વિશેષભાવ છે; કે જે સંસારી અને મુક્ત એ બંને પ્રકારના જીવોને લાગુ પડે છે. આ ઉપરાંત પણ પારિણામિક ભાવોનાં ભેદો છે; જે જીવ અજીવ એ બંનેને લાગુ પડે છે. ઉદા) અસ્તિત્વ, અન્યત્વ, ભોકતૃત્વ, પ્રદેશત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, અસર્વગત્વ, અરૂપત્વ અને રૂપ– આદિ. सूत्रः - उपयोगो लक्षणम् ॥८॥ સ વિવિધષ્ઠacર્મે ? અનુવાદ : Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્વાથધિગમસૂત્ર ઉપયોગ લક્ષણ જીવનું બે ભેદ તેના ઉપયોગના) જાણવા, સાકાર, નિરાકાર, તેમાં આઠ (ભેદ) છે સાકારના નિરાકારના છે ચાર ભેદો તે ભાવવા બહુ ભાવથી, ભવિ ભવ્ય ભાવે બને નિરાકારી તે નિશ્ચય થકી. (૭) જીવનું અસાધારણ લક્ષણ : ---- અર્થ : ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તેના બે ભેદ છે : (૧) સાકાર અને (૨) નિરાકાર. સાકાર ઉપયોગના આઠ અને નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે. ભવ્ય જીવ ભવ્યભાવે નિશ્ચયથી નિરાકારી બને છે. - ભાવાર્થ જીવ એ અનાદિસિદ્ધિ સ્વતંત્ર દ્રવ્ય છે. ઉપયોગ એ તેનું લક્ષણ છે. જીવ અરૂપી હોવાથી તેનું જ્ઞાન ઇંદ્રિયો આદિ દ્વારા થઈ શકતું નથી, પરંતુ સ્વસંવેદન, પ્રત્યક્ષ તથા અનુમાન પ્રમાણ આદિથી તેનું જ્ઞાન થઈ શકે છે. આત્મા જોય છે અને ઉપયોગ એ જાણવાનો ઉપાય છે. વિશ્વ એ જડ અને ચેતન એ બેનું મિશ્રણ છે; તેમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવાનું સાધન એ ઉપયોગ છે. ન્યૂનાધિક ઉપયોગ સર્વજીવોમાં અવશ્ય હોય છે; કારણ કે ઉપયોગ જેમાં નથી તે જડ-અજીવ છે. આત્મામાં અનંત ગુણપર્યાયો છે, તેમાં ઉપયોગ એ અસાધારણ ગુણ છે. ઉપયોગ એ બોધરૂપ પ્રવૃત્તિ છે અને તેનું કારણ એ આત્માની ચેતનશક્તિ છે. ઉપયોગ દ્વારા સ્વ અને પર પર્યાયોનું જ્ઞાન થાય છે, તે અસાધારણ ધર્મ છે કે જે સંસારી અને મુક્ત એ બંને પ્રકારના જીવોને સમાન રીતે લાગુ પડે છે. બીજા ગુણપર્યાય એ સાધારણ ધર્મો છે; કે જે કોઈ વખતે કોઈ એકમાં હોઈ શકે છે અને કોઈ એકમાં હોતા નથી. પાંચ ભાવના ત્રેપન પ્રભેદમાં ઉપયોગ સિવાયના બાવન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૯ તત્વાર્થાધિગમસૂત્ર ભેદ એ આત્માના ઉપલક્ષણ-સાધારણ ધર્મો છે. માત્ર ઉપયોગ એ એક જ લક્ષણ છે. ' ઉપયોગ બે પ્રકારના છે. (૧) સાકાર-જ્ઞાનોપયોગ અને (૨) નિરાકાર-દર્શનોપયોગ. વિશેષરૂપે જાણવાની પ્રવૃત્તિ તે સાકાર ઉપયોગ છે; અને સામાન્યરૂપે જાણવાની પ્રવૃત્તિ તે નિરાકાર ઉપયોગ છે. સાકાર ઉપયોગના આઠ ભેદ છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ડ્યુઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. નિરાકાર ઉપયોગના ચાર ભેદ છે: (૧) ચક્ષુદર્શન, (૨) અચલુર્દર્શન, (૩) અવવિર્દર્શન અને (૪) કેવલદર્શન. જીવોમાં ચેતનશક્તિ હોવા છતાં તેમાં તરતમતા હોય છે; તરતમતા હોવાનું કારણ વિષયભેદ, ઇંદ્રિય આદિ સાધનભેદ, દેશ-કાળભેદ આદિ બાહ્ય સામગ્રી અને આવરણની તરતમતારૂપ આંતરિક સામગ્રી છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે પૂર્ણ વિકસિત ચેતન શક્તિનું કાર્ય છે; બાકીના અપૂર્ણ વિકસિત ચેતન શક્તિના કાર્ય છે. ગ્રાહ્યણેય વિષયની દ્વિરૂપતાના કારણે ઉપયોગના સામાન્ય અને વિશેષ એ બે પ્રકાર પડે છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ અધ્યાય પહેલામાં દર્શાવ્યું છે. નેત્રજન્ય સામાન્યબોધ તે ચક્ષુર્દર્શન છે. નેત્ર સિવાયની ઇન્દ્રિયો દ્વારા થતો સામાન્યબોધ તે અચક્ષુર્દર્શન છે. અવધિશક્તિના પરિણામે થતું રૂપી પદાર્થોનું સામાન્યજ્ઞાન તે અવધિઈર્શન છે. કેવળશક્તિના પરિણામે થતું સમસ્ત પદાર્થોનું સામાન્યજ્ઞાન તે કેવળદર્શન છે. મન:પર્યાય દર્શન નથી; કારણ કે તેના દ્વારા સીધું વિશેષ જ્ઞાન થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૦. તત્વાર્થાધિગમસૂત્ર – સંસળિો મુવા રમી समनस्काऽमनस्काः ॥११॥ સંસાર ત્રાસ થાવરાઃ શરા पृथिव्यम्बुवनस्पतयः स्थावराः ॥१३॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ॥१४॥ અનુવાદ : જીવ સંસારી અને સિદ્ધિ તણા એમ દ્વિ વિધા, મનયુક્ત ને મનરહિત એમ બે ભેદ સંસારી મતા; સંસારીના વળી ભેદ બે ત્રસ અને સ્થાવર જાણવા, પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણ સ્થાવર માનવા. (૮) ત્રસ તણા બે ભેદ છે અગ્નિ, પવન એ ગતિ વડે, ત્રસ જાણવા, ગતિ નવ કરે સ્વેચ્છાએ તેથી સ્થાવરે, ઇચ્છા પ્રમાણે ગમન કરતા જીવને ત્રસ જાણીયે, ઢિઢિયાદિ જીવ સર્વે ત્રસ માંહિ પિછાણીયે. (૯) જીવના પ્રકાર : અર્થ: સંસારી અને મુક્ત એમ જીવના બે ભેદ છે. મનવાળા અને મન વગરના એ સંસારી જીવના ભેદ છે. ત્રસ અને સ્થાવર એ બે ભેદ પણ સંસારી જીવના છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણ સ્થાવર જીવના ભેદ છે. અગ્નિ અને પવન એ બે ગતિ=સના ભેદ છે. એ સ્વેચ્છાએ નહિ પરંતુ અન્ય નિમિત્તના કારણે ગતિ કરે છે તેથી તે ગતિત્રસ જીવે છે. ત્રાસ દૂર કરવા સ્વેચ્છાએ ગતિ કરે તે સ્વભાવત્રસ જીવ છે. ઢિઇંદ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ સ્વભાવ ત્રસજીવ છે. ભાવાર્થઃ જીવ અનંત છે. ચેતનશક્તિની અપેક્ષાએ સર્વ જીવ સમાન છે. જીવના બે ભેદ છે. (૧) સંસારી અને (૨) - મુક્ત. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના બંધ તે સંસાર છે. કર્મનો Page #83 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૪૧ આત્મા સાથેનો પૌગલિક સંબંધ તે દ્રવ્યબંધ છે. જીવની રાગદ્વેષ આદિ વાસના તે ભાવબંધ છે. સંસારી જીવ પણ અનંત છે. તેના વિભાગ બે રીતે સૂત્રકારે બતાવ્યા છે : પ્રથમ વિભાગ મનના સંબંધ પર નિર્ભર છે, તે રીતે મનસહિત અને મનરહિત એબે પ્રકારના સંસારી જીવ છે. જેની સહાયથી વિચાર કરી શકાય તેવી આત્મશક્તિ તે ભાવમન છે; આ આત્મશક્તિને વિચાર કરવામાં મદદગાર સૂક્ષ્મ પુદ્ગલસ્કંધો તે દ્રવ્યમાન છે. મનવાળા જીવ સંજ્ઞી અને મનવગરના જીવ અસંશી કહેવાય છે. અહિં મનવાળા અને મનવગરના એ પ્રકારના સંસારી જીવન વિભાગ કર્યા છે તે દ્રવ્યમનની અપેક્ષાએ છે. ભાવમન તો સર્વ જીવોને હોય છે. દ્રવ્યમનની સહાય વિના એકલા ભાવમનથી વિચારણા પ્રવૃત્તિ થઈ શકતી નથી. સંસારી જીવનો બીજો વિભાગ હલનચલનની શક્તિ પર નિર્ભર છે. આ શક્તિ પણ બે પ્રકારની છે. ત્રાસ દૂર કરવાની ઈચ્છાથી થતી હલનચલનની ક્રિયા, તે સ્વાભાવિક હલનચલનની શક્તિ છે. અન્યની મદદના કારણે પણ પરતંત્ર એવી હલનચલનની શક્તિ તે કૃત્રિમ હલનચલનની શક્તિ છે. હલનચલનની સ્વાભાવિક શક્તિ-દ્ધિઇદ્રિય-બે ઇંદ્રિય, ત્રિ ઇંદ્રિયત્રણ ઇંદ્રિય, ચતુરિન્દ્રિય-ચાર ઇંદ્રિય, અને પંચેન્દ્રિય-પાંચ ઇંદ્રિયવાળા જીવોમાં હોય છે. તે લબ્ધિ-શક્તિ-ત્રસ કહેવાય છે. હલનચલનની કૃત્રિમશક્તિ અગ્નિકાય-તેજ:કાય અને વાયુકાય એ બે પ્રકારના જીવોમાં હોય છે; તે ગતિ=સ-ઔપચારિક ત્રાસ કહેવાય છે. ગતિત્રસ જીવ સ્થાવરની કોટીના છે; કારણ કે તેની ગતિ સ્વતંત્ર નથી. સ્થાવર જીવ હલનચલનની શક્તિ વિનાના . Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્વાર્થાધિગમસૂત્ર છે. પૃથવીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર જીવો છે. સૂર - પક્રિયા વિધાનિ શિદ્દા निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥१७॥ लब्ब्युपयोगौ भावेन्द्रियम् ॥१८॥ स्पर्शनरसनधाणचक्षुःश्रोत्राणि ॥२०॥ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥२१॥ શ્રત પરિચિ રહા અનુવાદઃ સ્પર્શન, રસન ને પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર ઈદ્રિય પાંચમી, દ્રવ્ય ને વળી ભાવ ઈદ્રિય એમ સવિ બબ્બે કહી; નિવૃત્તિ ને ઉપકરણરૂપ દ્રવ્ય ઈદ્રિય જાણીએ, લબ્ધિ ને ઉપયોગ ભાવેન્દ્રિય શુદ્ધ પિછાણીયે. (૧૦) સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ, શબ્દો પાંચ અર્થો ગ્રાહ્ય છે, ઈદ્રિય વડે ઉપયોગથી તે વિષયરૂપે માન્ય છે; મન અનિયિ જાણવું, શ્રતજ્ઞાન તેનો વિષય છે, શરીરમાં સર્વત્ર મનના પુગલો વ્યાપેલ છે. (૧૧) હઢિયોનું ઇન્દ્રિયો માં છો. આ અર્થ : ઇંદ્રિયો પાંચ છે : (૧) સ્પર્શન, (૨) રસન, (૩) પ્રાણ, (૪) ચક્ષુ અને (૫) શ્રોત્ર. આ દરેક ઇંદ્રિયના બે પ્રકાર છે : (૧) દ્રવ્ય અને (૨) ભાવ. દ્રવ્ય ઇંદ્રિયના બે પ્રકાર છે. (૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ. ભાવેન્દ્રિયના બે પ્રકાર છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ. ઇંદ્રિયોના ગ્રાહ્ય વિષયો અનુક્રમે દયના છે Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ( ૪૩ (૧) સ્પર્શ, (૨) રસ, (૩) ગંધ, (૪) વર્ણ અને (૫) શબ્દ એ પ્રમાણે છે; તેને અર્થ પણ કહે છે. ઇંદ્રિયના ઉપયોગથી વિષય જાણી-શકાય છે. મન અનિન્દ્રિય છે અને તેનો વિષય શ્રુતજ્ઞાન છે. મનના પુદ્ગલો દેહમાં સર્વત્ર વ્યાપેલા છે. | ભાવાર્થ : જ્ઞાનેન્દ્રિય પાંચ છે. સર્વ સંસારી જીવને પાંચ ઇંદ્રિયો હોતી નથી; કેટલાકને એક, કેટલાકને બે, કેટલાકને ત્રણ કેટલાકને ચાર અને કેટલાકને પાંચ ઇન્દ્રિયો હોય છે; તે અનુક્રમે એકેન્દ્રિય, બેઇદ્રિય, તે ઇંદ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય એ રીતે ઓળખાય છે. અન્ય શાસ્ત્રોમાં પાંચ કર્મેન્દ્રિયો પણ બતાવી છે જે અનુક્રમે વાક-વાયા, પાણિ-હાથ, પાદ-પગ, પાયુ-ગુદા અને ઉપસ્થ-લિંગ એ પ્રમાણે છે. જીવનનિર્વાહમાં ઉપયોગી જ્ઞાન જેનાથી થઈ શકે તે જ્ઞાનેન્દ્રિય છે; જીવનનિર્વાહ ચલાવવા અર્થે આહાર, વિહાર, નિહાર આદિ ક્રિયા જેનાથી થઈ શકે તે કર્મેન્દ્રિય છે. અહીં આપણે માત્ર જ્ઞાનેન્દ્રિયનો વિચાર કરવાનો છે. ઇંદ્રિયના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. પુદ્ગલરૂપ જડ ઇંદ્રિય આકૃતિ તે દ્રવ્ય ઇંદ્રિય છે અને આત્મિક પરિણામ તે ભાવેન્દ્રિય છે. દ્રવ્યન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ છે. પુદ્ગલ-સ્કંધોની રચનારૂપ શરીર પર દેખાતી બાહ્ય ઇંદ્રિયઆકૃતિ તે નિવૃત્તિ દ્રવ્ય ઇંદ્રિય છે. ઇંદ્રિયની અંદર તથા બહાર જ્ઞાન ઉત્પન્ન કરનાર પૌદ્ગલિક શક્તિ તે ઉપકરણ દ્રવ્ય ઇંદ્રિય છે. ભાવેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ એ બે પ્રકાર છે. મતિજ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયોપશમ એ એક પ્રકારનો આત્મિક પરિણામ છે તે લબ્ધિ ભાવેન્દ્રિય છે. લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સામન્વયિક પ્રવૃત્તિના કારણે સામાન્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તત્વાર્થાધિગમસૂત્ર અને વિશેષજ્ઞાનની પ્રાપ્તિ તે પ્રયોગ-ભાવેન્દ્રિય છે. આ ઇંદ્રિય મતિજ્ઞાન, ચક્ષુદર્શન અને અચસુર્દર્શનરૂપ છે. લબ્ધિભાવેન્દ્રિય હોય તો જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ દ્વારા બોધ થઈ શકે છે. | સ્પર્શનેન્દ્રિય-ચામડીની અંદરની સ્પર્શ પારખવાની શક્તિ, રસનેન્દ્રિય-રસ પારખવાની શક્તિ, પ્રાણેન્દ્રિય-ગંધ પારખવાની શક્તિ, ચક્ષુરિન્દ્રિય-આંખની જોવાની અને પારખવાની શક્તિ અને શ્રોત્રેન્દ્રિય-કાનની સાંભળવાની શક્તિ એ પાંચ ઇન્દ્રિયોના લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગરૂપ ચાર ચાર પ્રકાર છે. એ ચારે પ્રકારનો સમન્વય તે એક પૂર્ણ ઇન્દ્રિય છે. તેમાં જેટલી ન્યૂનતા તેટલી ઇન્દ્રિયની અપૂર્ણતા ગણાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ અનુક્રમે પાંચ ઈન્દ્રિયોના વિષયો છે; તેના દ્વારા મતિજ્ઞાન થાય છે. મન અનિન્દ્રિય છે; તેના દ્વારા શ્રુતજ્ઞાન થાય છે. પદાર્થો બે પ્રકારના છે. (૧) રૂપી અને (૨) અરૂપી. જે પદાર્થમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર હોય છે તે મૂર્તરૂપી પદાર્થ છે. જેનામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નથી તે અમૂર્ત-અરૂપી પદાર્થ છે. - ઇન્દ્રિયો દ્વારા માત્ર રૂપી પદાર્થનું જ્ઞાન થઈ શકે છે; અરૂપી પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. મનનો વિષય શ્રુતજ્ઞાન હોવાથી તેનાથી રૂપી-અરૂપી એ બંને પ્રકારના પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે. સ્પર્શ આઠ પ્રકારના છે. (૧) શીત-ઠંડો, (૨) ઉષ્ણ-ગરમ, (૩) સ્નિગ્ધ-સુંવાળો, ચીકણો, (૪) રૂક્ષ-ખરબચડો, લુખ્ખો, ( ૧ (૫) હલકો, (૬) ભારે, (૭) કઠણ અને (૮) મૃદુ. સ્પર્શનેન્દ્રિયથી આ આઠ પ્રકારના સ્પર્શનું જ્ઞાન થાય છે. રસ પાંચ પ્રકારના છે. (૧) કટુ-કડવો, (૨) મિષ્ટ-મીઠો, (૩) તુરો Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૪૫ કષાયેલો, (૪) તિક્ત-તીખો અને (૫) ખાટો. રસનેન્દ્રિયથી આ પાંચ પ્રકારના રસનું જ્ઞાન થાય છે. ગંધ બે પ્રકારનાં છે. (૧) સુગંધ અને (૨) દુર્ગધ. ધ્રાણેન્દ્રિયથી આ બે પ્રકારનાં ગંધનું જ્ઞાન થાય છે. વર્ણ પાંચ પ્રકારના છે. (૧) સફેદ, (૨) પીત-પીળો, (૩) કાળો, (૪) લાલ અને (૫) નીલ-લીલો. ચક્ષુરિન્દ્રિયથી આ પાંચ પ્રકારના વર્ણનું જ્ઞાન થાય છે. આ ઉપરાંત ચક્ષુથી આકાર પણ પારખી શકાય છે. શબ્દ બે પ્રકારના છે. (૧) પ્રયોગ અને (૨) વૈ×સિક. જીવન પ્રયત્નથી જે શબ્દ ઉદ્ભવે છે તે પ્રયોગજ શબ્દ છે. તેના છ પ્રકાર છે. (૧) ભાષા, (૨) તત-ચામડાથી લપેટેલ વાદ્યનો અવાજ, (૩) વિતત-તારવાળા વાદ્યનો અવાજ, (૪) ઘન-ઘંટ આદિનો શબ્દ, (૫) સુષિર-કુંક મારી વગાડાતા વાદ્યનો અવાજ અને (૬) સંઘર્ષ - એક બીજાની અથડામણથી થતો શબ્દ. કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના થતો અવાજ તે વૈગ્નસિક શબ્દ છે : ઉદા. મેઘગર્જના. દરેક પદાર્થમાં ઇન્દ્રિયોના પાંચે વિષય તો હોય છે; છતાં કેટલાકમાં પાંચ વિષય ઉત્કટ હોય છે, તો કેટલાકમાં ચાર, ત્રણ, બે કે એક ઉત્કટ હોય છે. ઈન્દ્રિયોથી ઉત્કટ પર્યાય જલ્દી ગ્રહણ કરી શકાય છે; અને અનુત્કટ પર્યાય ધીમેથી ગ્રહણ કરી શકાય છે, નહિવત્ એવા કેટલાક પર્યાય ઈન્દ્રિયથી જાણી પણ શકાતા નથી. ઈન્દ્રિયોની ગ્રાહ્ય શક્તિ પણ સર્વની એકસરખી હોતી નથી; તે ઇન્દ્રિયની પૂર્ણતા, અપૂર્ણતા તથા ક્ષાયોપશમ ઉપર આધાર રાખે છે. ઇન્દ્રિયો જ્ઞાન મેળવવાનું બાહ્ય સાધન છે; તે રીતે મન એ અંતરંગ સાધન છે. મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયોની માફક પરિમિત નથી. બાહ્ય ઇન્દ્રિયો માત્ર રૂપી પદાર્થ અને તેના . Page #88 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર મર્યાદિત પર્યાય ગ્રહણ કરી શકે છે. જયારે મન વિચારણા દ્વારાશ્રુતજ્ઞાન દ્વારા રૂપી અને અરૂપી એ બંને પ્રકારના પદાર્થો અને તેના મર્યાદિત પર્યાયો ગ્રહણ કરી શકે છે. સૂત્ર – વાધ્વત્તાનાને રરૂા. - कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥२४॥ संज्ञिनः समनस्काः ॥२५॥ અનુવાદઃ પૃથ્વી, જલ, વણ, અગ્નિ, વાયું પાંચ એકેન્દ્રિય કહ્યા, શંખ, કોડા, કૃમી આદિક બેઈદ્રિય સહ્યા, તે ઇન્દ્રિય કીડી, કુળુ, ભ્રમર આદિ ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો છે મનુજ આદિ મનસંયુત તે સંશિયો. (૧૨) જીવોની જાતિ : અર્થ : પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેજ:કાય અને વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિય છે. શંખ, કોડા, કૃમિ આદિ બે ઇન્દ્રિય છે. કીડી, કંથુઆ, માંકડ, આદિ તે ઇન્દ્રિય છે; ભ્રમર, માંખી, વીંછી, મચ્છર આદિ ચઉરિન્દ્રિય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, નારક આદિ પંચેન્દ્રિય છે. મનુષ્ય, પશુ, પક્ષીમાં જે મનવાળા છે તે તથા દેવ અને નારક પણ સંજ્ઞી છે. - ભાવાર્થ : જીવોની પાંચ જાતિ છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ પાંચ સ્થાવર જીવ એકેન્દ્રિય છે; બે ઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર ત્રસ જીવ છે. - એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે. બે ઇંદ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય તથા રસનેન્દ્રિય હોય છે. ત્રિઇંદ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય તથા પ્રાણેન્દ્રિય હોય છે. ચઉરિન્દ્રિય જાવોને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૪૭ હોય છે; અને પંચેન્દ્રિય જીવોને ઉપરોક્ત ચાર ઉપરાંત શ્રોત્રેન્દ્રિય એમ પાંચ ઇંદ્રિયો હોય છે. આ એકેન્દ્રિય આદિ જાતિ દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવેન્દ્રિય તો સર્વ જીવને પાંચ હોય છે; પરંતુ દ્રવ્યન્દ્રિયની મદદ વિના ભાવેન્દ્રિય કાર્ય કરી શકતી નથી. આ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર એકેન્દ્રિય અને તે ઉપરાંત દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, અને ચતુરિન્દ્રિય એ જીવોને મન હોતું નથી. પંચેન્દ્રિય જીવોમાં પણ સર્વને મન હોતું નથી; કેટલાકને હોય છે અને કેટલાકને નહિ. પંચેન્દ્રિય જીવોમાં દેવ અને નારકને મન હોય છે; મનુષ્ય અને તિર્યંચ એ બે જાતિમાં કેટલાકને મન હોય છે અને કેટલાકને નહિ. જે મનુષ્ય અને તિર્યંચને મન હોય છે તે ગર્ભજ અને સંજ્ઞી ગણાય છે; જેમને મન હોતું નથી તે સંમૂર્ણિમ અને અસંશી ગણાય છે. અહિં જે મન હોવા ન હોવાની વિવક્ષા કરી છે તે સંપ્રધારણ સંજ્ઞાની અપેક્ષાએ કરી છે. કૃમિ આદિમાં અત્યંત સૂક્ષ્મ મન હોય છે, પરંતુ તે માત્ર દેહયાત્રા ઉપયોગી છે; તેથી વધારે ઉપયોગી નથી. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા તો સર્વ જીવોને હોય છે; તે સર્વ સાધારણસંજ્ઞા કહેવાય છે. મનથી અહિ જે સંજ્ઞા સમજવાની છે તે એ છે કે જેની મદદથી ગુણદોષની તુલના, સારાસારનો વિવેક, હિતઅહિતનો ભેદ વિચારી શકાય અને તેના પરિણામે હિત માટે પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરી શકાય. આવી સંજ્ઞા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય, અને ગર્ભજ તિર્યંચમાં હોય છે; તેથી તેટલા મનવાળા ગણાય છે. બાકીના મન વગરના ગણાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્વાર્થાધિગમસૂત્ર એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ (સ્પર્શન, આયુ, શ્વાસોશ્વાસ અને કાયબળ) હોય છે. દ્વિયિ જીવોને છ પ્રાણ (ઉપરોક્ત ચાર, રસન અને વાગબળ) હોય છે. ત્રિઇન્દ્રિય જીવને સાત પ્રાણ (ઉપરોક્ત છે અને પ્રાણ) હોય છે. ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણ (ઉપરોક્ત સાત અને ચક્ષુ) હોય છે, પંચેન્દ્રિય જીવને નવ અથવા દશ પ્રાણ હોય છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ (ઉપરોક્ત આઠ અને શ્રોત્ર) અને ગર્ભજ પંચેન્દ્રિયને દશ પ્રાણ (ઉપરોક્ત નવ અને મન) હોય છે. આત્માની જા અને વક્રગતિ : સૂત્ર - વિહત ટર્મયોગ: પારદા. અનુનિ તિઃ રા. अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः ॥२९॥ एकसमयोऽविग्रहः ॥३०॥ एकं द्वौ वाऽनाहारकः ॥३१॥ અનુવાદ : વિગ્રહગતિમાં યોગ કાર્મણ, ફક્ત એકજ માનીએ સરલ રેખા અનુસાર, ગતિ જીવની જાણીએ; શિવગતિમાં ગમન કરતાં, જીવની સીધી ગતિ, સંસારી જીવની વક્રસીધી, એમસમ્મત બે ગતિ. (૧૩) ત્રણ વક્ર થાય છે જીવને, વિગ્રહગતિમાં છેવટે સમયમાત્રે સરલગતિએ જીવ બીજો ભવગ્રહ વિગ્રહગતિમાં એક વા, બે સમય અણહારી દશા પણ સરલગતિએ જીવ પામે નહિ અણાહારી દશા (૧૪) અર્થ : વિગ્રહગતિમાં કાર્મહયોગ હોય છે. જીવની ગતિ સરલ રેખાનુસાર થાય છે. મોક્ષે જતાં જીવની ગતિ સરલરેખામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર હોય છે. સંસારી જીવની ગતિ વિગ્રહવાળી વળાંકવાળી અને ઋજા-સરલ અને બે પ્રકારની હોય છે. વક્રગતિમાં વધારેમાં વધારે ચાર સમય સુધીના ત્રણ વિગ્રહ હોય છે. ઋજાગતિવાળા જીવને જન્મતાં એક સમય લાગે છે. જીવની અનાહારક દશા એકથી બે સમય સુધીની હોય છે. ઋજુગતિવાળા જીવને અનાહારક દશા હોતી નથી. | ભાવાર્થ : જીવ એક ગતિમાંથી નીકળી બીજી ગતિમાં જઈ જન્મ ગ્રહણ કરે છે તે અંતરાલ ગતિ છે. જીવ અને પુદ્ગલ એ બંનેમાં ગતિ કરવાની શક્તિ છે; અને નિમિત્ત મળતાં તે ગતિ શરૂ કરે છે. જીવની સ્વાભાવિક ગતિ ઋજુ-સરલરેખામાં અને ઉદર્વ હોય છે. પુદ્ગલની ગતિ અધો અને અનિશ્ચિત હોય છે. અહિં જીવની ગતિનો વિચાર કરવાનો છે. કર્મરૂપ બાહ્ય ઉપાધિના કારણે જીવને વિગ્રહગતિ હોય છે. સરલ યા જાગતિ એ છે કે, જેમાં આકાશ ક્ષેત્રમાં રહેલ જીવ યા પુદ્ગલ તેજ ક્ષેત્રની સરલરેખામાં ઉંચે, નીચે કે તિરછી ગતિ કરે છે. બીજી રીતે કહેતાં પૂર્વ સ્થાનથી નવા સ્થાને પહોંચતા સુધીમાં ગતિ કરતાં જેમાં સરલરેખાનો ભંગ ન થાય તે જુગતિ છે. સૂત્રકાર ગતિને અનુશ્રેણિ-શ્રેણિની સરલ રેખાનુસાર જણાવે છે. ગતિને સરલ કહેતાં એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રતિઘાત યા નિમિત્તના કારણે વિગ્રહગતિ પણ હોય છે. આવા વિગ્રહની સંખ્યા જીવની બાબતમાં વધારેમાં વધારે ત્રણ સુધી મર્યાદિત છે; જ્યારે પુગલની બાબતમાં વળાંકની સંખ્યા મર્યાદિત નથી. વિગ્રહ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાને પહોંચતા ઓછામાં ઓછો એક કે વધારે વળાંક લેવા પડે છે. જીવ પૂર્વ સ્થાને દેહ છોડી-નવા સ્થાને જન્મે છે અથવા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્વાર્થાધિગમસૂત્ર મુક્તિ પામે છે. મુક્તિ પામનાર જીવ મુચ્યમાન જીવ કહેવાય છે અને પૂર્વ દેહ છોડી નવા સ્થાને દેહ ધારણ કરનાર જીવ સંસારી કહેવાય છે. મુચ્યમાન જીવ સર્વ કર્મથી મુક્ત થવાથી તેને ઋજુગતિ કરવામાં કાર્મણ શરીરની અપેક્ષા રહેતી નથી. આવો જીવ પૂર્વ દેહ છૂટતી વખતે જે વેગ મળે છે તે દ્વારા એક સમયમાં ધનુષ્યમાંથી છૂટતા બાણની માફક લોકાંતે પહોંચે છે. આ કારણે ઋગતિને ઈષગતિ પણ કહે છે. સંસારી જીવની ગતિ નિયત નથી કારણ કે તેનું ઉત્પત્તિસ્થાન ગતિ આદિ નામ કર્મને આધીન છે. આવા જીવનું ઉત્પત્તિસ્થાન કોઈ વખત સરલરેખામાં અને કોઈ વખત વક્રરેખામાં હોય છે. પૂર્વ દેહ છોડી જાગતિથી અંતરાલગતિમાં જતા જીવને સરલરેખામાં નવા ઉત્પત્તિસ્થાને પહોંચી ત્યાં શરીર રચવા યોગ્ય પુદ્ગલરૂપ આહાર હોય છે; આમ ઋજુગતિમાં એક સમય લાગે છે. તેને એક જ સમયમાં દેહ છોડતાં અને નવીન દેહ ધારણ કરતાં એમ બે આહાર હોય છે, એક વળાંકવાળી ગતિમાં પૂર્વ શરીર છોડતાં તે સમયે જે આહાર હોય છે તેનો વેગ વળાંક પહોંચતાં સુધીમાં પૂરો થાય છે. અહિંથી કાર્પણ શરીર તેને વેગ આપે છે. તે દ્વારા વળાંક લઈ બીજા સમયમાં ઉત્પત્તિસ્થાને પહોંચી શરીરરચના યોગ્ય પુદ્ગલરૂપ આહાર તેને હોય છે. એક વિગ્રહગતિમાં પૂર્વ સમય અને ઉત્તર સમય એમ બંને સમયમાં આહાર હોય છે. તેથી જીવને આહારક દશા હોય છે. આ રીતે મુમાન જીવની, જુગતિથી જતાં સંસારી જીવની તથા એક વિગ્રહ ગતિવાળા જીવને આનાહારક દશા હોય છે. બે વિગ્રહવાળી ગતિમાં પૂર્વ શરીર છોડતાં જે આહાર હોય છે તેનો વેગ-વળાંક આવતા પૂરો થાય. કાર્પણ શરીર તેને પહેલો વળાંક આપી નવા ઉત્પત્તિસ્થાને Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૫૧ પહોંચાડે છે ત્યાં તેને શરીર રચના યોગ પુદ્ગલગ્રહણરૂપ આહાર હોય છે. બે વિગ્રહગતિનાં ત્રણ સમયમાંનો પહેલો અને છેલ્લો એ બે સમય આહારના હોય છે અને વચ્ચેનો એક સમય અનાહાર દશાનો હોય છે. ત્રણ વિગ્રહવાળી ગતિમાં પણ બે વિગ્રહવાળી ગતિ અનુસાર સમજવાનું છે. વિશેષમાં એટલું જ કે કાર્મણશરીર વધારામાં ત્રીજો વળાંક લેવડાવી ઉત્પત્તિસ્થાને પહોંચાડે છે. આમાં ચાર સમયમાંના પહેલા અને છેલ્લા એ બે સમયમાં જીવને આહાર હોય છે; પરંતુ પહેલા અને બીજા વળાંકના બે સમય અનાહારક દશામાં હોય છે. સંભવની અપેક્ષાએ કયાંક ક્યાંક પાંચ સમયની ચાર વિગ્રહની ગતિ પણ માનવામાં આવે છે અને - તેના વચ્ચેના ત્રણ સમય અનાહારક દશામાં માનવામાં આવે છે. એક વિગ્રહવાળી ગતિને પાણિમુક્તા, બે વિગ્રહવાળી ગતિને લાખલિકા અને ત્રણ વિગ્રહવાળી ગતિને ગૌમુત્રિકા એ રીતે પણ ઓળખાવાય છે. - ઋજાગતિથી મોક્ષે પહોંચતાં મુમાન જીવ કર્મમુક્ત હોવાથી તેને કાશ્મણ શરીરનો યોગ નથી. ઋજુગતિથી તથા વક્રગતિથી પરભવ ગતિ કરતા જીવને કાશ્મણ શરીરનો યોગ હોય છે; પરંતુ પૂલશરીર ન હોવાથી મનોયોગ અને વચનયોગ એ બે યોગ હોતા નથી. જન્મ, યોનિ અને સ્વામી : સૂત્રઃ - સમૂઈના પપાતા = રૂા सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ जराऽवण्डपातजानां गर्भः ॥३४॥ नारकदेवानामुपपातः ॥३५॥ शेषाणां संमूर्च्छनम् ॥३६॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ પર તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ: સંમૂછન ને ગર્ભ વળી, ઉપપાત એમ ત્રણ રીતિએ, - જન્મ પામે જીવ તેનું સ્થાન યોનિ જાણીએ; નવ ભેદ યોનિના, સચેતન ને અચેતન એ બીજી, મિશ્ર, ઠંડી, ગરમ ને શીત, ગરમ, છઠ્ઠી માનીએ, (૧૫) વિકસિત અને સંકોચવાળી, સંવૃતવિવૃત નવમી છે, નવ યોનિઓ એ સર્વ પ્રાયઃ અશુભપુદ્ગલ વાળી છે, જરાયુજ, અડજ ને પોતજ જન્મ પામે ગર્ભથી, સુર, નારકી ઉપપાતથી ને અન્ય સર્વ સંમૂછમી. (૧૬) અર્થ સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપાત એ જન્મના ત્રણ પ્રકાર છે. જીવનું ઉત્પત્તિસ્થાન તે યોનિ છે. તેના નવ ભેદ છે : (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) મિશ્ર (સચિતાચિત્ત) (૪) શીત, (પ) ઉષ્ણ, (૬) મિશ્ર (શીતોષ્ણ) (૭) સંવૃત, (૮) વિવૃત્ત, અને (૯) મિશ્ર (સંવૃતાવિવૃત), આ નવે પ્રકારની યોનિ અશુભ પુદ્ગલવાળી છે. જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ પ્રકારના પ્રાણીને ગર્ભથી જન્મ હોય છે. દેવ અને નારકનો જન્મ ઉપપાતળી હોય છે. બાકીના સર્વે જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે. ભાવાર્થ ઃ પૂર્વભવનું શરીર છોડી કાર્મણ શરીર સહિત અંતરાલગતિ કરતાં ઉત્પત્તિ સ્થાનમાં આવી પૂલ શરીર માટે નવીન ભવ યોગ્ય પુદ્ગલોના ગ્રહણરૂપ આહાર તેજ જન્મ છે. જન્મ ત્રણ પ્રકારના છે. (૧) સંમૂર્ણિમ, (૨) ગર્ભ અને (૩) ઉપપાત. માતાપિતાના સંબંધ વિના ઉત્પત્તિ સ્થાનમાં રહેલ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલરૂપ આહાર શરીરરચનાર્થે ગ્રહણ કરી તેને શરીરરૂપે પરિણમાવવા તે સંમૂર્ણિમ જન્મ છે. ઉત્પત્તિસ્થાનમાં રહેલ વીર્ય અને લોહીના પુદ્ગલરૂપ આહાર શરૂઆતમાં શરીર રચનાર્થે ગ્રહણ કરી તેને શરીરરૂપે Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૫૩ પરિણમાવવા તે ગર્ભ જન્મ છે. ઉત્પત્તિ સ્થાનમાં રહેલ વૈક્રિય પુદ્ગલરૂપ આહાર ગ્રહણ કરી તેને શરીરરૂપે પરિણાવવા તે ઉપપાત જન્મ છે. જે સ્થાનમાં પ્રથમ સ્થૂલ શરીર યોગ્ય પુદ્ગલ જીવના કાર્પણ શરીર સાથે નીરક્ષીરની માફક એકમેક થઈ જાય છે તે ઉત્પત્તિસ્થાન યા યોનિ છે. યોનિ તે આધાર છે અને જન્મ તે આધેય છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની તરતમતાના આધારે ઉત્પત્તિસ્થાન ચોરાશી લાખ છે; પરંતુ અહીં સંક્ષેપમાં નવ વિભાગ બતાવ્યા છે. જીવપ્રદેશથી ભરેલી યોનિ તે સચિત્ત યોનિ છે. જે એ રીતે નથી તે અચિત્ત યોનિ છે. કેટલોક ભાગ જીવથી ભરેલો અને કેટલોક તે વિનાનો હોય તે સચિત્તાચિતયોનિ છે. નારક અને દેવની યોનિ અચિત્ત છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચની યોનિ સચિતાચિત્ત છે; બાકીના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય બે ઇંદ્રિય, ત્રિઈદ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (તિર્યંચ અને મનુષ્ય) એ સર્વેની યોનિ સચિત્ત, અચિત્ત અને સચિતાચિત્ત એ ત્રણ-પ્રકારની છે. શીતસ્પર્શવાળી યોનિ શીત અને ઉષ્ણ સ્પર્શવાળી યોનિ ઉષ્ણ યોનિ છે. જેનો કેટલોક ભાગ શીત અને કેટલોક ઉષ્ણ છે તે શીતોષ્ણ યોનિ છે. અગ્નિકાય તેજ:કાય જીવની ઉષ્ણ અને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તેમજ દેવની યોનિ શીતોષ્ણ છે. બાકીના ચાર સ્થાવર, પૃથ્વીકાય, અકાય, વાયુકાય અને વનસ્પતિકાય, ત્રણ વિકસેન્દ્રિય, અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (તિર્યંચ અને મનુષ્ય) તેમજ નારકજીવોની યોનિ શીત, ઉષ્ણ અને શીતોષ્ણ એ ત્રણ પ્રકારની છે. ઢંકાયેલી યોનિ તે સંવૃત અને ખુલ્લી યોનિ તે વિવૃત યોનિ છે. કેટલોક ભાગ ઢંકાયેલ અને કેટલોક ખુલ્લો હોય તે સંવૃતવિવૃત યોનિ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્વાર્થાધિગમસૂત્ર નારક, દેવ અને એકેન્દ્રિય જીવોની યોનિ સંવૃત છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યચની યોનિ સંવૃતવિવૃત છે. બાકીના ત્રણ વિકલેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યચ)ની યોનિ વિવૃત છે. જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ પ્રકારના જીવોને ગર્ભજન્મ હોય છે. જરાયુ એ એક પ્રકારનું લોહીમાંસથી ભરેલું જાળી જેવું પડે છે, તેમાં જે પેદા થાય છે તે જરાયુજ છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, આદિ. ઈંડામાંથી પેદા થતા જીવ અંડજ છે. સાપ, મોર આદિ. જે કોઈપણ-પ્રકારના પડ વિના પેદા થયા છે તે પોતે જ છે. ઉદા૨ હાથી, સસલું, નોળિયો, ઉદર આદિ. - દેવ અને નારકના જીવાને ઉપપાત જન્મ હોય છે. દેવશય્યાની ઉપરનો દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલ ભાગ તે દેવોનું અને વજય ભીંતનો ગોખલો-કુંભી, તે નારકજીવનું ઉપપાત ક્ષેત્ર છે. બાકીના સર્વે પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચોને સંમૂર્ણિમ જન્મ હોય છે. શરીરના પાંચ પ્રકાર : सूत्रः - औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि શરીરાખિ રૂના - પ પર સૂમ્ રૂટ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥३९॥ अनन्तगुणे परे ॥४०॥ મતિયાને ૪ अनादिसम्बन्धे च ॥४२॥ સર્વસ્થ ઝરૂા. तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्थ्यः ॥४४॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર निरुपभोगमन्त्यम् ॥४५॥ गर्भसम्मूर्छनजमाद्यम् ॥४६॥ वैकियमौपपातिकम् ॥४७॥ लब्धिप्रत्ययं च ॥४८॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्व થરચૈવ ૪૨ અનુવાદ ઃ શરીર ઔદારીક, વૈક્રિય અને આહારક ત્રીજાં, જઠરમાં જ રહે તૈજસ્ કહ્યું, કાર્મણ પાંચમું ઉત્તરોત્તર સૂક્ષ્મ પાંચે, તૈજસ સુધીનાં ત્રણ કહ્યાં, પ્રદેશથી અગણિત ગુણા, અંતિમ બે અનંતા લહ્યા. (૧૭) વગર પ્રતિઘાત કરે, ગમનાગમન સર્વત્ર છે, સમ્બન્ધ કાળ અનાદિનો છે આત્મ સાથે એ વિષે; સર્વ સંસારી જીવો એ, બે શરીર ધરે સદા, વિકલ્પથી હોય ચાર શરીરો એક સાથે એકદા. (૧૮) ઉપભોગ સુખ દુઃખનો નથી, કાર્મણ શરીરમાં સર્વથા, ઉત્પત્તિ ઔદારિકતણી કહી, ગર્ભ, સંપૂર્ઝન તથા; ઉપપાતથી ઉપજે શરીર, વૈક્રિય વળી લબ્ધિ વડે શુભ, શુદ્ધ, અવ્યાઘાતી, ત્રીજું ચૌદપૂર્વી મુનિ વડે. (૧૯) અર્થ : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ એ શરીરના પાંચ પ્રકાર છે. કાર્પણ શરીર કર્મરૂપે છે; તૈજસ શરીર જઠરમાં રહેલું છે, આ પાંચે શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર છે, પહેલાં ત્રણ પ્રદેશથી અસંખ્ય અસંખ્ય ગુણ ઉત્તરોત્તર વધારે છે; અને છેલ્લાં બે પ્રદેશથી ઉત્તરોત્તર અનંત ગુણ વધારે છે. છેલ્લાં બે શરીર પ્રતિઘાત વિના ગમનાગમન કરવાના સ્વભાવવાળા છે; તે બેનો આત્મા સાથે અનાદિ સંબંધ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પદ તત્કાથોધિગમસૂત્ર વિકલ્પ એક સમયે વધારેમાં વધારે થાર શરીર હોય છે. કાર્પણ શરીરમાં સુખદુઃખનો ઉપભોગ નથી. ગર્ભ અને સંમૂર્ણિમ જન્મથી દારિક શરીર, ઉપપાત અને લબ્ધિથી વૈક્રિય શરીર અને ચૌદપૂર્વી મુનિને લબ્ધિથી શુભ, શુદ્ધ, અવ્યાઘાતી એવું આહારક શરીર હોય છે. ભાવાર્થ : જીવ વ્યક્તિ તરીકે અનંત છે. તેના શરીરના સામાન્ય રીતે પાંચ વિભાગ કર્યા છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ, જીવને ક્રિયા કરવાનું સાધન તે દેહ યા શરીર છે. જે શરીરનું છેદન, ભેદન, દાહ આદિ થઈ શકે તે ઔદારિક શરીર છે. આ ઉપરાંત તીર્થકર જેવી ઋદ્ધિ પ્રાપ્ત કરાતી હોવાથી ઉદાર હોઈ ઔદારિક કહેવાય છે. જે શરીર કોઈ વખત નાનું, કોઈ વખત મોટું, કોઈ વખત પાતળું, કોઈ વખત જાડું, કોઈ વખત એક કોઈ વખત અનેક આદિ અનેક વિક્રિયા કરી શકે તે વેક્રિય શરીર છે. જે શરીર ચૌદ પૂર્વધર મુનિ લબ્ધિથી રચી શકે તે આહારક શરીર છે. જે શરીર ખાધેલ અન્ન પાચન કરી શકે અર્થાત જે દીપ્તિનું નિમિત્ત છે તે તૈજસ શરીર છે. કર્મસમૂહરૂપ કાર્મણ શરીર છે. . ઉપરોક્ત પાંચે શરીરોમાં ઔદારિક સ્કૂલ છે. વૈક્રિય તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ છે. તૈજસ્ આહારકથી પણ સૂક્ષ્મ છે; કાર્મણ તૈજસથી પણ સૂક્ષ્મ છે. સ્કૂલ અને સૂક્ષ્મ એ આપેક્ષિક છે, અને તે રચનાની શિથિલતાને સઘનતા દર્શાવે છે. રચનાની શિથિલતા સઘનતા પૌગલિક પરિણામ પર નિર્ભર છે. થોડા પરમાણુ શિથિલરૂપે પરિણમે તો સ્થૂલ રહે છે; અને ઘણા પરમાણુ સૂક્ષ્મરૂપે પરિણમે તો સૂક્ષ્મ રહે છે. ઉદા૦ સરખા વજનનું સુતર અને કાપડ લઈએ તો સુતર પૂલ પરિણામ Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૫૭ હોવાથી વધારે જગ્યા રોકે છે; જ્યારે કાપડ સૂક્ષ્મ પરિણામી હોવાથી ઓછી જગ્યા રોકે છે. વળી સુતર અને કાપડનું વજન સ૨ખું હોવા છતાં સુતરમાં જેટલા પરમાણુ છે તેથી કાપડમાં વધારે પરમાણુ હોય છે. : - પરમાણુ જ્યાં સુધી વિભક્ત હોય ત્યાં સુધી શરીર બનતું નથી; પરમાણુનો સમૂહ જે સ્કંધ કહેવાય છે તેનાથી શરીર બને છે. આ દરેક સ્કંધ અનંત પરમાણુના બનેલા હોય છે. સ્કંધોથી શરીરનું નિર્માણ થાય છે તે આરંભક દ્રવ્ય કહેવાય છે. પૂર્વ શરીર કરતાં ઉત્તરોત્તર શરીરમાં આરંભક દ્રવ્ય તરીકે વધારે ને વધારે પરમાણુ હોય છે. ઔદારિક શરીરની રચનામાં અનંત પરમાણુના બનેલા અસંખ્ય સ્કંધો હોય છે. વૈક્રિય શરીરની રચનામાં ઔદારિક શરીર રચનામાં વપરાતા સ્કંધો કરતાં અસંખ્ય ઘણા વધારે તેવા સ્કંધો હોય છે. તેજ રીતે આહારક શરીર રચનામાં વૈક્રિય શરીર કરતાં અસંખ્ય ગુણ અધિક સ્કંધો હોય છે. તૈજસ્ શરીરની રચનામાં આહારક શરીરના સ્કંધો કરતાં અનંતગણા અધિક સ્કંધો હોય છે. કાર્મણ શરીરની રચનામાં તૈજસ શરીરના સ્કંધો કરતાં અનંતગુણ અધિક સ્કંધો હોય છે. આમ પૂર્વ પૂર્વ શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક અધિકતર હોય છે; પરંતુ પરિણમનની વિચિત્રતાના કા૨ણે ઉત્તરોત્તર શરીર પૂર્વ પૂર્વ શરીર કરતાં સૂક્ષ્મ સૂક્ષ્મતર હોય છે. ઉપરોક્ત પાંચ શરીરમાંના છેલ્લા બેમાં કેટલીક વિશેષતા છે. તૈજસ્ અને કાર્પણ શ૨ી૨ સમગ્ર લોકમાં પ્રતિઘાત પામતા નથી, એટલે કઠણમાં કઠણ વજ્ર પણ તેની ગતિ રોકી શકતું નથી; કારણ કે તે સૂક્ષ્મ શરીર રોકાણ વિના સર્વત્ર ગતિ કરી શકે છે. આહારક અને વૈક્રિય શરીર ઔદારિકથી સૂક્ષ્મ હોવાથી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્વાર્થાધિગમસૂત્ર પ્રતિઘાત વિના ત્રસનાડીમાં.ગતિ કરી શકે છે, પરંતુ તેની ગતિ મર્યાદિત છે, જ્યારે તૈજસ્ અને કાશ્મણ શરીરની ગતિ લોકાંતપર્યત અવ્યાહિત છે. તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ જીવ સાથે અનાદિ હોવાથી તે બંને અનાદિ સંબંધવાળા ગણાય છે. જ્યારે બાકીના ત્રણ શસરનો સંબંધ માત્ર નિયતકાળ પૂરતો મર્યાદિત છે અર્થાત્ અસ્થાયી છે. આ બે શરીર પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવા છતાં તેમાં અપચય ઉપયરૂપ પરિણમન તો થયા કરે છે. ભાવાત્મક શરીર વ્યક્તિરૂપે અનાદિ છે અને તેનો કદી પણ નાશ થતો નથી. તૈજસ અને કાર્મણ શરીર સર્વ સંસારી જીવને હોય છે; પરંતુ ઔદારિક, વૈક્રિય અને આહારક માટે તેવો નિયમ નથી. તૈજસ અને કાર્મણ શરીરના સ્વામી સર્વ સંસારી જીવ છે; જયારે ઔદારિક, વૈક્રિય, આહારકના સ્વામી કેટલાક જ હોય છે. કાર્પણ શરીર એ શરીર માત્રની જડ છે; કારણ કે તે કર્મસ્વરૂપ છે અને સર્વ કર્મ અને તેના પરિણામનું તે નિમિત્ત કારણ છે. તેજસ શરીર માટે તેમ નથી; તે અનાદિ સંબદ્ધ રહી કરેલ ભોજન પચાવવામાં મદદ કરે છે. તૈજસ અને કાર્પણ શરીર સંસારી જીવને સંસારકાળ સુધી અવશ્ય હોય છે; જ્યારે ઔદારીક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર જીવને કોઈ વખત હોય છે અને કોઈ વખત હોતાં નથી. - એકજીવને એક વખતે વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે; પાંચ હોઈ શકતા નથી. અંતરાલ ગતિ કરતી વખતે જીવને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે. જ્યારે ત્રણ હોય છે ત્યારે તૈજસ, કાર્પણ અને ઔદારિક; અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય. જ્યારે ચાર હોય છે ત્યારે તૈજસ, કાર્પણ ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ્, કાર્મણ, ઔદારિક અને Page #101 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર પ૯ આહારક. આમાં પહેલો વિકલ્પ, વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અમુક વખત મનુષ્ય અને તિર્યંચમાં ઘટી શકે છે. જ્યારે બીજો વિકલ્પ, આહારક લબ્ધિના પ્રયોગ સમયે ચૌદ પૂર્વધર મુનિને હોય છે. પાંચ શરીર એક સાથે ન હોવાનું કારણ એ છે કે વૈક્રિય અને આહારક લબ્ધિના પ્રયોગ એકી સમયે હોઈ શકતા નથી. સામાન્ય સિદ્ધાંત અનુસાર એક શરીર હોઈ શકતું નથી; પરંતુ કોઈ આચાર્યનો એવો પણ મત છે કે તૈજસ્ શરીર કાર્મણની માફક યાવત્ સંસારભાવી નથી; પરંતુ તે લબ્ધિજન્ય છે. આ મત અનુસાર અંતરાલગતિમાં એક શરીર કાર્મણ માત્ર સંભવી શકે છે. વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે, અને વૈક્રિય શરીરના વ્યવહાર સમયે નિયમથી પ્રમત્ત દશા હોય છે; પરંતુ આહારક લબ્ધિનો પ્રયોગ માત્ર પ્રમત્ત દશામાં હોય છે; પણ આહારક શરીર બન્યા પછી શુદ્ધ અધ્યવસાય કારણે વ્યવહાર દશામાં અપ્રમત્ત દશા હોય છે. આમ પરસ્પર વિરુદ્ધ દશાના કારણે આ બે લબ્ધિનો પ્રયોગ એકી સમયે થઈ શકતો નથી. શક્તિરૂપે જીવને પાંચ શરીર હોઈ શકે છે; એટલે આહારક મુનિને વૈક્રિય લબ્ધિનો પણ સંભવ છે; પરંતુ વ્યક્તિરૂપે તો ચાર શરીર જ હોઈ શકે છે. - શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે; તે પહેલા ચાર શરીરથી સિદ્ધ થાય છે; પાંચમા કામણ શરીરથી ઉપભોગ સિદ્ધ થતો નથી, તેથી તેને નિરૂપભોગ કહ્યું છે. સુખદુઃખના અનુભવ કરવા, દાનહિંસા આદિ શુભાશુભ કર્મો કરવા, કર્મબંધન કરવું, બાંધેલ કર્મનો અનુભવ કરવો, અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા કરવી, આદિ ઉપભોગ છે. તૈજસ્ શરીર ઇંદ્રિય અને અવયવ Page #102 -------------------------------------------------------------------------- ________________ 30 તત્વાર્થાધિગમસૂત્ર વિનાનું હોવા છતાં તેનો અન્નપાચન માટે ઉપયોગ થાય છે; તે ઉપરાંત વિશિષ્ટ તપસ્વી લબ્ધિ પ્રાપ્ત કરી કૃપાપાત્ર પર અનુગ્રહ કરી શાન્તિ પહોંચાડે છે, અને રૂષ્ટ પાત્ર પર કોપ કરી બાળી પણ મૂકે છે. આમ અન્નપાચન, સુખદુઃખનો અનુભવ અને શાપ, અનુગ્રહ દ્વારા કર્મ બંધ આદિ તૈજસનો ઉપભોગ છે. કાર્યણ શરીરને નિરૂપભોગ કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી અન્ય કોઈ શરીર સહાયક ન હોય ત્યાં સુધી તેના દ્વારા ઉપભોગ સાધ્ય નથી; ઉપભોગ સિદ્ધ કરવાનું સાધન ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ્ એ ચાર શરીર છે. આમ ચાર શરીર ઉપભોગ સહિત છે; અને કાર્યણ શરીર પરંપરાએ ઉપભોગનું સાધન હોવાથી તેને નિરૂપભોગ કહેવામાં આવ્યું છે. તૈજસ્ અને કાર્યણ એ બે શરીર જન્મસિદ્ધ નથી; પરંતુ અનાદિસંબદ્ધ છે. ઔદારીક શરીર જન્મસિદ્ધ છે, તે ગર્ભ અને સંમૂર્ત્તિમ એ બે પ્રકારના જન્મથી પ્રાપ્ત થાય છે; તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે. વેક્રિય શરીર ઉપપાત જન્મવાળા દેવ અને નારક જીવને હોય છે; લબ્ધિ જન્ય વૈક્રિય ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને હોય છે. લબ્ધિ એ એક પ્રકારની તપોજન્ય શક્તિ માત્ર છે. આ કૃત્રિમ વૈક્રિયની બીજા પ્રકારની લબ્ધિ પણ સ્વીકારવામાં આવે છે કે જે તપોજન્ય ન હોતાં જન્મસિદ્ધ હોય છે. આવી લબ્ધિ કેટલાક બાદર વાયુકાય જીવમાં હોય છે. આમ બાદર વાયુકાયિક જીવો પણ કૃત્રિમ વૈક્રિય શરીરના અધિકારી છે. આહારક શરીર લબ્ધિજન્ય હોઈ કૃત્રિમ છે; અને તેના સ્વામી મનુષ્યમાં પણ માત્ર ચૌદ પૂર્વધર મુનિ છે. આવા મુનિ સૂક્ષ્મ વિષયના સંદેહ પ્રસંગે સર્વજ્ઞના અભાવે ઔદારિક શરીરથી ક્ષેત્રાંતરમાં જવું સંભવિત ન હોવાથી વિશિષ્ટ લબ્ધિના પ્રયોગ Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર દ્વારા એક હાથ પ્રમાણ નાનું શરીર બનાવે છે. આ શરીર વિશુદ્ધ પુદ્ગલમય હોવાથી ત્રસનાડી અવ્યાઘાતી હોય છે. ચૌદપૂર્વધર મુનિ આવા શરીર દ્વારા ક્ષેત્રમંતરમાં બિરાજત સર્વજ્ઞ સન્મુખ પહોંચે છે; અને પોતાના સંદેહનો ખુલાસો મેળવી પોતાના સ્થાને પાછા આવે છે. આ કાર્ય માત્ર અંતર્મુહૂર્તમાં સમાપ્ત થાય છે. તૈજસ્ શરીરની ઉત્પત્તિ લબ્ધિજન્ય નથી; પરંતુ કોઈક વખત તેનો પ્રયોગ લબ્ધિથી કરવામાં આવે છે. તેથી અહીં તૈજસને લબ્ધિજન્ય કહ્યું નથી. ત્રણ વેદ યા લિંગનું વર્ણન: सुत्रः - नारकसंमूर्छिनो नपुंसकानि ॥५०॥ ન લેવા આવશે અનુવાદ : શરીરની આકૃતિ વડે ત્રણ વેદ પ્રગટ જણાય છે; પુરુષ, સ્ત્રી ને નપુંસક, એમ વેદ ત્રણ મનાય છે; નપુંસક વેદે સદા હોય, નારકીને સંમૂછિમો, નહિ વેદ ત્રીજો દેવતાને, ત્રણ વેદ યુત બીજા જીવો. (૨૦) અર્થ : શરીરની આકૃતિથી પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ પ્રકટ જણાય છે; નારક અને સંમૂર્ણિમ એ બે નપુંસકદવાળા છે. પુરુષ અને સ્ત્રી એ બે વેદ દેવોને હોય છે. બાકીના સર્વજીવોને ત્રણ વેદ હોય છે. | ભાવાર્થ : લિંગ એ ચિહન છે : તેને વેદ પણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે : (૧) પુરુષવેદ, (૨) સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આ ત્રણે વેદના દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકાર છે. દ્રવ્યવેદ તે ચિહન છે અને ભાવવેદ તે અભિલાષા છે. પુરુષ ચિન તે દ્રવ્ય પુરુષવેદ અને સ્ત્રી સંસર્ગની ઇચ્છા તે ભાવ પુરુષવેદ છે. સ્ત્રી ચિહન તે દ્રવ્ય સ્ત્રીવેદ અને પુરુષ સંસર્ગની Page #104 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સત્ર ઇચ્છા તે ભાવ જીવે છે. જેનામાં કેટલાંક ચિત્ર સ્ત્રીનાં અને કેટલાંક પુરુષનાં હોય તે દ્રવ્ય નપુંસકવેદ; અને સ્ત્રીપુરુષ એ બંનેના સંસર્ગની ઇચ્છા તે ભાવ નપુંસકવેદ છે. દ્રવ્ય વેદ પૌદ્ગલિક આકૃતિરૂપ હોવાથી નામર્કમના ઉદયનું ફળ છે; અને ભાવવેદ મનોવિકારરૂપ હોવાથી મોહનીય કર્મના ઉદયનું ફળ છે. દ્રવ્યવેદ અને ભાવવેદ વચ્ચે વિશેષતા સાધન સાધ્યરૂપે સમજવી. પુરુષવેદનો વિકાર ઘાસના અગ્નિમાફક ઓછો સ્થાયી હોય છે; સ્ત્રીવેદનો વિકાર ખેરના અંગારા જેવો અધિકસ્થાયી હોય છે; અને નપુંસકવેદનો વિકારે તપેલી ઈંટની માફક ચિરસ્થાયી હોય છે. નારક અને સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદ હોય છે. દેવોને પુરુષ અને સ્ત્રીવેદ એમ બે વેદ હોય છે. બાકીના સર્વ જીવોનેગર્ભજ મનુષ્ય અને તિર્યંચને ત્રણ વેદ હોય છે. સ્ત્રીના કોમલ ભાવને પુરુષના કઠોર ભાવની, પુરુષના કઠોર ભાવને સ્ત્રીના કોમલ ભાવની અને નપુંસકને બંને ભાવોના મિશ્રણની અપેક્ષા રહેતી હોય છે. તૂટે અને તૂટે નહિ તેવું આયુષ્ય : सूत्रः - औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षा युषोऽनपवर्त्त्यायुषः ॥५२॥ અનુવાદ : શરીરના સંયોગવાળા, કાળને આયુ કહ્યું; ઘટે તે અપવર્તનીય ને, ઘટે નહિ તે બીજું કહ્યું, અનપવર્તનયુક્ત જીવિત ધરે નારકી દેવતા, ચરમ શરીરી, પુરુષ ઉત્તમ, ને અસંખ્ય સમાયુષા. (૨૧) અર્થ : શરીરના સંયોગકાળને આયુષ્ય કહે છે. જે આયુષ્ય ઘટી શકે તે અપવર્તનીય, અને તેનાથી ઉછું અનાવર્તનીય એમ આયુષ્યના બે પ્રકાર છે. નારક, દેવતા, ચરમશરીરી, ઉત્તમપુરુષ, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૩ તત્વાર્થાધિગમસૂત્ર અને અસંખ્યય વર્ષ આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા છે. ' - ભાવાર્થ : આયુષ્યના બે પ્રકાર છે; (૧) આયુષ્યની બંધ સ્થિતિ પૂરી થતાં પહેલાં જલ્દી ભોગવી શકાય એ અપવર્તનીય આયુષ્ય છે અને (૨) આયુષ્યની બંધ સ્થિતિ અનુસાર જ ભોગવી શકાય અને તેમાં ફેરફાર ન થાય તે અનાવર્તનીય આયુષ્ય છે. આ બે પ્રકારનો આયુષ્યબંધ સ્વાભાવિક નહિ, પરંતુ આયુષ્યબંધ વખતના પરિણામ પર અવલંબિત છે. ભાવી જન્મનું આયુષ્ય વર્તમાન જન્મમાં બંધાય છે; તે સમયે પરિણામ ઢીલા હોય તો આયુષ્યબંધ શિથિલ-નિકાચિત રહે છે; પરિણામે નિમિત્ત મળતાં આયુષ્ય ભોગવવાની કાળ-મર્યાદા ઘટી શકે છે. તેથી ઉછું બંધ સમયે પરિણામ દઢ હોય તો આયુષ્યબંધ ગાઢ-અનિકાચિત રહે છે; પરિણામે નિમિત્ત મળવા છતાં આયુષ્યની કાળ-મર્યાદા ન્યૂન “થતી નથી. નિકાચિત અપવર્તનીય આયુષ્ય નિમિત્ત મળતાં અંતમુહૂતમાં ભોગવાઈ જાય છે; આ પ્રકારના ભોગને અપવર્તન કે અકાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ્યના પણ બે ભેદ છેઃ (૧) સોપક્રમ-નિમિત્તવાળું અને (૨) નિરુપક્રમ-નિમિત્ત વિનાનું. અનપવર્તનીય આયુષ્ય નિમિત્ત મળવા છતાં પૂરું ભોગવવું પડે છે. નિરુપક્રમ-અનાવર્તનીય આયુષ્ય નિમિત્ત વગરનું હોઈ તેમાં ન્યૂનતા થતી નથી; પરંતુ સોપક્રમ-અપવર્તનીય આયુષ્યમાં નિમિત્ત (શસ્ત્ર, વિષ, અગ્નિ, હિમ, આદિ કારણ) મળતાં આયુષ્યબંધ કાળ પહેલાં ભોગવાઈ જતું હોવાથી તે ન્યૂન થઈ શકે છે. અનપવર્તનીય આયુષ્યના સ્વામી ઔપપાતિક જન્મવાળા, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યય વર્ષના આયુષ્યવાળા જીવો Page #106 -------------------------------------------------------------------------- ________________ ** તત્વાર્થાધિગમસૂત્ર હોય છે. બાકીના જીવોને અપવર્તનીય આયુ હોય છે. દેવ અને નારક એ બે ઉપપાત જન્મવાળા છે. ચરમદેહી એ છે કે જે તેજ જન્મમાં મોક્ષે જનાર છે, અને તે મનુષ્ય હોય છે. ઉત્તમ પુરુષમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ, ગણાય છે, અને તે મનુષ્ય હોય છે. અસંખ્યયવર્ષજીવી માત્ર કેટલાક મનુષ્ય અને તિર્યંચ હોય છે. ત્રીશ અકર્મભૂમિ, છપ્પન-અંતરદ્વિપ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતા યુગ્લિક મનુષ્ય એ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા છે. અઢીદ્વીપ બહારના દ્વીપસમુદ્રમાં વસતાં તિર્યંચ પણ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા જીવો નિરુપક્રમ અનપર્વતનીય આયુષ્યવાળા હોય છે; જ્યારે ચરમદેહી, અને ઉત્તમપુરુષ સોપક્રમ અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તેમના સિવાય બાકીના સર્વ મનુષ્ય અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય એ બે પ્રકારના આયુષ્યવાળા હોય છે. આયુષ્ય પૂરું ભોગવવાના કાળમાં ન્યૂનતા થતી હોવા છતાં તેનો કોઈ ભાગ વિપાકનુભવ વિના છૂટતો ન હોવાથી બંધેલ કર્મની નિષ્ફળતા કે કૃતકર્મના નાશનો પ્રશ્ન ઉભો થતો નથી; બાંધેલ કર્માનુસાર મૃત્યુ પણ નિશ્ચિત હોવાથી અકૃતકર્મના આગમનનો પણ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આમાં તો માત્ર આયુષ્ય ભોગવવાના કાળમાં જ ન્યૂનતા થાય છે; પરંતુ આયુષ્ય તો પૂરેપૂરું વિપાકથી ભોગવવું પડે છે. ઘાસની ગાંસડીમાં નાખેલ અગ્નિનો તણખો તે ગાંસડીને ધીમે ધીમે બાળે છે અને છૂટી ઘાસની ઢગલીમાં નાખેલ અગ્નિનો તણખો તેને જલદી બાળે છે તે રીતે અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યનું કાર્ય થાય છે. આ વસ્તુ સમજાવવા સૂત્રકાર ભાષ્યમાં ગણિત પ્રક્રિયાનું અને વસ્ત્ર સૂકવવાનાં એ બે દષ્ટાંત આપે છે. નિપુણ ગણિત જાણનાર Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્વાથધિગમસૂત્ર બઈપણ દૃષ્ટાંત પોતાની અભિષ્ટ રીતે જલ્દી કરી જવાબ અને છે જ્યારે સાધારણ ગણિત જાણનાર વિલંબથી તેનો જવાબ મેંળવે છે. ભીંજાયેલ વસ્ત્ર છૂટું સૂકવવાથી જલ્દી સૂકયા છે અને બે ચાર ઘડી કરી સૂકવવાથી મોટું સૂકાય છે. तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने पूर्णोऽध्या यो द्वितीयोऽसौ, जीवतस्वावबोधकः ॥१॥ * * * . Page #108 -------------------------------------------------------------------------- ________________ તત્વાધિગમસૂત્ર અધ્યાય 3 જ નારક પૃથ્વીનું વર્ણન: સૂત્ર - પારાવાસુથાપવધૂતરો હતા: - प्रभाभूमयो घनांबुवाताकाश प्रतिष्ठाः, સતાયોથ, પૃથુતરી II તારું નાક પર नित्याशुभतरलेश्यापरिणामंदेहवेदनाविक्रियाः ॥३॥ અનુવાદ : રત્નપ્રભા છે નરક પહેલી, શર્કરા બીજી ભણું, વાલુકાને ત્રીજી ગણતાં, ચોથી પંwભા સુણું ધૂમપ્રભા છે પાંચમી, વળી તમ પ્રભા છઠ્ઠી ખરી, સાતમી તમસ્તમાં એને, નામ સૂણી કંઠે કરી. (૧) નરક પૃથ્વી - નામ સાતે, પ્રથમ સૂત્રે ઉચ્ચારી, ધનોદધિ ધન વાત સાથે, દ્રવ્ય આકાશે ધરી; પ્રથમથી વળી સાત નરકો, અધ: અધ: તે જાણવી, એકથી વળી =કો, પહોળી પહોળી માનવી. (૨) કરકે પૃથ્વી સાત માંહિ, વાસ નારકીજીવના, શુભથી અશુભતર છે, દોષ નિત્ય સ્વભાવના; એકથી વળી બીજી નરકે, અનુક્રમ સાતે સુધી, અશુભ લેશ્યા અશુભ ભાવે, અશુભ પરિણામે વધી. (૩) શુભ નહિ વળી દેહ પિંડો, અશુભતર વળી વેદના વિક્રિયા પણ અશુભતરથી, વાત સુણો એકમના; લેશ્યા વળી પરિણામ, દેહજ વેદના વિક્રિ યતા, બોલ પાંચજ નરક સાતે, ક્રમસર વધતાં જતાં. (૪) * * * Page #109 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૬૭ અર્થ : રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા એ સાત નારકભૂમિ છે. તે દરેક અનુક્રમે ઘનોધિ, ઘનવાત, તનવાત અને આકાશ પર પ્રતિષ્ઠિત છે. દરેક નારકભૂમિ એકબીજાની નીચે અને પૃથુપૃથુતર છે. આ નારકભૂમિમાં ન૨કાવાસ ના૨ક જીવને ૨હેવાનાં સ્થાન છે. નિરંતર અશુભલેશ્યા, પરિણામ દેહ, વેદના અને વિક્રિયા તે જીવોને હોય છે : પ્રમાણમાં ઉત્તરોત્તર વધ્યા કરે છે. ભાવાર્થ : લોકના ત્રણ વિભાગ છે. (૧) અધઃ - નીચેનો (૨) મધ્યમ અને (૩) ઉપરનો. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચે તે પ્રદેશનો અધો લોક છે. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન-ઉપર એમ ૧૮૦૦ યોજન પ્રદેશ તે મધ્યલોક છે. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપરનો પ્રદેશ ઊર્ધ્વલોક છે. અધોલોક ઉંધા પાડેલ શરાવ-કોડિયા જેવો એટલે ઉપરથી સાંકડો અને નીચે નીચે વિસ્તરતો છે. મધ્યલોક ઝાલરની માફક સમાન લંબાઈ પહોળાઈવાળો ગોળ છે. ઉર્ધ્વલોક પખાજ જેવો એટલે ચત્તા શરાવ પર ઉંધુ શરાવ મૂકતાં જે આકાર થાય તેવો છે. ઉર્ધ્વલોકના ટોચ અને તળીયા એ બે સાંકડા છે અને વચ્ચેનો ભાગ અનુક્રમે ઉપર અને નીચેથી વિસ્તરતો છે. અધોલોકમાં સાત નારકભૂમિ છે, (૧) રત્નપ્રધાનરત્નપ્રભા, (૨) કંકરપ્રધાન-શર્કરાપ્રભા, (૩) રેતીપ્રધાનવાલુકાપ્રભા, (૪) કાદવપ્રધાન-પંકપ્રભા, (૫) ધૂમપ્રધાનધૂમપ્રભા, (૬) અંધકારપ્રધાન-તમઃપ્રભા અને (૭) ધનઅંધકારપ્રધાન તે મહાતમઃપ્રભા. આ નારકભૂમિમાં આવેલ નરકાવાસમાં નારકજીવોનો વાસ છે. આ નારકભૂમિઓ સમતલ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્વાર્થાધિગમસૂત્ર નથી; પરંતુ એકબીજાની નીચે છે. અનુક્રમે તે દરેક લંબાઈ તથા પહોળાઈમાં વિસ્તાર પામે છે. સાતે નારકભૂમિ એકબીજાની નીચે હોવા છતાં એકબીજાને સ્પર્શતી નથી; કારણ કે દરેક નારકભૂમિના વચ્ચેના અંતરમાં ઘનોદધિ, ધનવાત, તનવાત અને આકાશ રહેલાં છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે : (૧) સૌથી ઉપરનો ૧૬000 યોજનાનો રત્નપ્રધાનકાંડ () ૮૪000 યોજના મધ્યમનો પંકબહુલકાંડ. અને (૩) સૌથી નીચેનો ૮0000 યોજનાનો જલબહુલકાંડ. આમ પહેલી ભૂમિ ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. બાકીની નારકભૂમિના વિભાગો નથી. તે પછીની - નારકભૂમિની જાડાઈ અનુક્રમે ૧,૩૨,000 યોજન; ૧,૨૮,૦૦૦ યોજ!; ૧,૨૦,૦૦૦ યોજન; ૧,૧૮,૦૦૦ યોજન; ૧,૧૬,૦00 યોજન અને ૧,૦૮,૦૦૦ યોજન એ પ્રમાણે છે. આ દરેક નારકભૂમિનાં આંતરામાં ૨૦,૦૦૦ યોજનાના દરેક એવા સાત ઘનોદધિ વલય કુંડાળા હોય છે; તેની નીચે સાત ધનવાત વલય અને તેની નીચે સાત તનવાત વલય હોય છે. આ તનવાત વલયની નીચે અસંખ્યાત યોજન પ્રમાણ આકાશવલય હોય છે; આકાશ પોતે સ્વયંપ્રતિષ્ઠિત છે. સાતે નરકભૂમિની ઉપર અને નીચેના ૧,૦૦૦ એમ ૨,000 યોજન સિવાયના બાકીના ભાગમાં નરકાવાસ રહેલા છે; જેમાં નારકજીવો વસે છે, રત્નપ્રભાના પહેલા સીમંતક નરકાવાસથી મહાતમપ્રભાના છેલ્લા અપ્રતિષ્ઠાન નરકાવાસ વજના-છરાની ધાર સમાન તીક્ષ્ણ હોય છે, તેમાંના કેટલાક ગોળ, કેટલાક ત્રિકોણ, કેટલાક ચોરસ, કેટલાક હાંડલા જેવા અને કેટલાક લોખંડના ઘડા જેવા એમ જુદા જુદા આકારના હોય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તત્વાર્થાધિગમસૂત્ર રત્નપ્રભાના તેર, શર્કરામભાના અગીયાર, વાલુકાપ્રભાના નવ, પંકપ્રભાના સાત, ધૂમપ્રભાના પાંચ, તમ પ્રભાના ત્રણ અને મહાતમઃ પ્રભાનો એક એ પ્રમાણે અનુક્રમે પ્રસ્તર-માળ છે; તેમાં અનુક્રમે ત્રીશલાખ, પચીશલાખ, પંદરલાખ, દશલાખ, ત્રણ લાખ, નવાણું હજાર નવસો પંચાણું અને પાંચ એ પ્રમાણે નરકાવાસો છે; જેમાં નારકીના જીવો રહે છે. આ નારકજીવોની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા નિરંતર અશુભ હોય છે, ઉત્તરોત્તર નારકભૂમિના જીવોની લેશ્યા આદિ વધતા વધતા પ્રમાણમાં અશુભ અશુભતર હોય છે. નારકજીવનું વર્ણન : 2 રત્નપ્રભામાં કાપોત, શર્કરામભામાં અશુભતર કાપોત, વાલુકાપ્રભામાં કાપોત અને નીલ, પંકપ્રભામાં અશુભતરનીલ, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ, તમ પ્રભામાં કૃષ્ણ, અને મહાતમ.પ્રભામાં અશુભતર કૃષ્ણ લેશ્યા હોય છે. સંસ્થાન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિના પરિણામ પણ અનુક્રમે અશુભઅશુભતર હોય છે. અશુભ નામકર્મના ઉદયથી દેહ પણ ઉત્તરોત્તર અનુક્રમે અશુભ અશુભતર, બિભત્સ, બિભત્સતર હોય છે. પહેલી ત્રણ ભૂમિમાં ઉત્તરોત્તરતીવ્ર તીવ્રતર; ઉષ્ણવેદના, ચોથીમાં શીતોષ્ણ; પાંચમીમાં–તીવ્રતર શીતોષ્ણ; છઠ્ઠીમાં શીત; અને સાતમીમાં શીતતર શીતતમ વેદના હોય છે. દુઃખમાંથી છૂટવાના પ્રયત્ન કરવા છતાં તેની વિક્રિયા થતાં પરિણામે દુઃખમાંથી ન છૂટાતાં અધિક દુઃખ વેઠવાનું રહે છે; આમ વિક્રિયા પણ અનુક્રમે અશુભ-અશુભતર હોય છે. આ સર્વ નિરંતર હોવાથી નારકીના જીવોને ક્ષણ પણ શાંતિ હોતી નથી. નારકીનાં દુઃખો અને ઉત્કૃષ્ટ આયુષ્ય : - સૂત્ર - પરીવારિતક: ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ O તત્વાર્થાધિગમસૂત્ર संक्लीष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥५॥ तेष्वेक-त्रि-सप्तदश-द्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानां परा स्थितिः ॥६॥ અનુવાદ : અન્યોન્ય જીવો નારકીમાં, વૈરભાવે દુઃખને, ઉદીરતા તે સામસામે, ક્ષણ ન પામે સુખને; કૃષ્ણલેશી અસુરદેવો, બહુજ નિર્દય કર્મથી, નરક ત્રણને દુઃખ દેતા, વાત સમજો મર્મથી. (૫) એક, ત્રણ, વળી, સાત, દશ, ને સત્તર સાગરતણી, બાવીશ, ને તેત્રીશ, જાણું સ્થિતિ નારક મેં ભણી; પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ધરા, સાતમીમાં આયુગણના, કહે છે પાઠકવરા. (૬) અર્થ : આ નારકજીવો પરસ્પર વૈરભાવે દુ:ખની ઉદીરણા કરે છે. આ ઉપરાંત કૃષ્ણ લેશ્યાવાળા અસુર દેવો જે બહુ નિર્દય હોય છે તે પહેલી ત્રણ નારક સુધીના જીવોને દુઃખ આપે છે. પહેલીથી સાતમી નારકના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ, અને તેત્રીશ સાગરોપમનું હોય છે. ભાવાર્થ: નારકજીવોને ત્રણ પ્રકારની વેદના હોય છે; (૧) ક્ષેત્રમાં જન્મ થવાના કારણે થતી ક્ષેત્રજનિત, (૨) વૈરભાવે પરસ્પર ઝગડતા થતી પરસ્પરજનિત, (૩) અંબ, અંબરિષ આદિ પંદર પ્રકારના નિર્દય કુતૂહલી. પાપી પરમાધામીકૃત વેદના. પહેલી ત્રણ નારકભૂમિ સુધી પરમાધામીકૃત વેદના હોય છે; કારણ કે ત્યાંથી આગળ તેમની ગતિ નથી. આમ નારક જીવોને નિરંતર કોઈને કોઈ પ્રકારની વેદના હોય છે, અને ક્ષણ પણ સુખ હોતું નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ 2મનુષ્ય અને 3 ચોથા અધ્યકમનું હોય છે તત્વાર્થાધિગમસૂત્ર ૭૧ આયુષ્ય બે પ્રકારના છે. (૧) જઘન્ય-ઓછામાં ઓછું અને (૨) ઉત્કૃષ્ટ-વધારેમાં વધારે. પહેલીથી સાતમી નારકભૂમિના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક સાગરોપમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, સત્તર સાગરોપમ, બાવીશ સાગરોપમ, અને તેત્રીશ સાગરોપમનું હોય છે. આ જીવોનું જઘન્ય-આયુષ્ય ચોથા અધ્યાયમાં કહેવાશે. મનુષ્ય અને તિર્યંચ એ બે પ્રકારના જીવો મરણ પછી નારકભૂમિમાં જન્મે છે. નારકજીવ મરણ પામી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જન્મ પામે છે. આમ આ જીવોની ગતિ આગતિ મનુષ્ય અને તિર્યંચ જાતિ સુધી મર્યાદિત છે. અસંજ્ઞીમન વિનાના જીવ પહેલી નારક સુધી, ભુજપરિસર્પ-હાથ વડે ચાલતા જીવ બે નારક સુધી, પક્ષી-પાંખવાળા જીવ ત્રણ નારક સુધી, સિંહ ચાર નારક સુધી, ઉરગ-પેટે ચાલતા જીવ પાંચ નારક સુધી, સ્ત્રી છ નારક સુધી, અને મનુષ્ય સાત નારક સુધી મરણ પછી ગતિ કરી શકે છે. પહેલી ત્રણ નારકભૂમિમાંથી નીકળેલ જીવ તીર્થંકર પદ અને પહેલી ચાર નારકભૂમિમાંથી નીકળેલ જીવ મોક્ષપદ પામી શકે છે; પહેલી પાંચ નારકભૂમિમાંથી નીકળેલ જીવ સર્વ વિરતચારિત્ર અને પહેલી જ નારકભૂમિમાંથી નીકળેલ જીવ દેશવિરતિ ચારિત્ર મેળવી શકે છે. સાતે નારકભૂમિમાંથી નિકળેલ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે. પહેલી નારકભૂમિ રત્નપ્રભાર્નો કેટલોક ભાગ મધ્યલોક સાથે સંલગ્ન હોવાથી તેમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, ગામ, શહેર આદિ તેમજ તિર્યચ, મનુષ્ય, દેવ આદિનો સંભવ છે. બાકીની નારકભૂમિમાં તે કોઈનો સંભવ નથી; આ સામાન્ય નિયમને પણ અપવાદ છે. કેવલી સમુદ્ધાત કરતો જીવ પોતાના Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્વાર્થાધિગમસૂત્ર આત્મપ્રદેશ સાતમી નારકભૂમિ સુધી ફેલાવે છે. મિત્ર નારકદેવને દુઃખમુક્ત કરવાની ભાવનાથી મિત્ર દેવો પણ ત્રણ નારકભૂમિ સુધી જઈ શકે છે. નારકપાલ એવા પરમાધામી દેવો જન્મથી ત્રણ નારકભૂમિ સુધી હોય છે. વૈક્રિય લબ્ધિના પ્રયોગથી મનુષ્ય અને તિર્યંચ પણ ત્રણ નારકભૂમિ સુધી ગતિ કરી શકે છે. મનુષ્યલોકનું વર્ણન :सूत्रः - जंबूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ॥७॥ द्विििवष्कभाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥८॥ तन्मध्ये मेस्ताभिर्वृत्तो योजनशतसहस्रविष्कंभो અનુવાદ : જંબૂઢીપ તે સરસ નામે, પ્રથમ દ્વીપ જ સર્વમાં; લવણ નામે પ્રથમ ઉદધિ, પ્રસિદ્ધ છે વળી સૂત્રમાં આદિ શબ્દ શાસ્ત્ર સાખે, દ્વીપને વળી સાગરા, અસંખ્ય છે અવિશુભ નામે, વદે બહુશ્રુત ગણધરા. (૭) એક દ્વીપથી ઉદધિ બીજો, ક્રમ થકી દ્વીપ સાગર, વિસ્તારથી બમણા કહે છે. સૂત્રપાઠ મુનિવરા; એકથી વળી એક બીજા, વીંટી વીંટીને રહ્યા, ગોળ કંકણ આકૃતિ જેમ, ભાવથમેં સદહ્યા, (૮) સર્વ દ્વીપ સમુદ્ર મધ્યે, જંબૂદ્વીપ જ દેખતા, મેરુ પર્વત નાભિ સરખો, જ્ઞાનદષ્ટિ જાવતાં; આકૃતિમાં દ્વીપ જંબૂ, થાળ સરખો માનવો, વિસ્તારમાં તે લાખ યોજન ગુણ નિધિ અવધારવો. (૯) અર્થ: સૂત્રમાં પ્રસિદ્ધ જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર છે; તે ઉપરાંત અસંખ્ય દ્વીપ અને સમુદ્રની શાસ્ત્ર સાક્ષી આપે છે. બહુશ્રુત Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૩ તત્વાર્થાધિગમસૂત્ર અને ગણધરો તેમને શુભ નામવાળા કહે છે. દ્વીપ, સમુદ્ર, દ્વીપ, સમુદ્ર એ ક્રમે બમણા બમણા વિસ્તારથી તે આવેલા છે; એમ મુનિવરો કહે છે. તે દરેક એક બીજાને વીંટીને ગોળ અને કંકણ આકૃતિએ રહ્યા છે. તે સર્વ દ્વીપ અને સમુદ્રની મધ્યમાં જંબૂદ્વીપ છે; જેની નાભિ તરીકે મેરુ પર્વત છે, તે આકૃતિએ થાળી જેવો અને વિસ્તારમાં લાખ યોજન છે. ભાવાર્થ : મધ્યલોકમાં શુભ નામવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે; તે દ્વીપ અને સમુદ્ર એ ક્રમે વ્યવસ્થિત રહ્યા છે, તેની મધ્યમાં જંબૂદ્વીપ છે. તેનો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ યોજનપ્રમાણ છે. તેને વીંટળાઈને કંકણાકૃતિએ બમણા વિસ્તારનો લવણ સમુદ્ર છે. તે પછી કંકણ આકૃતિએ બમણા વિસ્તારનો ધાતકીખંડ દ્વીપ છે; તેને વીંટળાઈ બમણા વિસ્તારમાં કાળોદધિ સમુદ્ર પડ્યો છે, તે પછી બમણા વિસ્તારમાં કંકણ આકૃતિએ પુષ્કરવર દ્વીપ છે, તેને વીંટળાઈને બમણા વિસ્તારનો પુષ્કર સમુદ્ર રહેલો છે. આમ બમણા બમણા વિસ્તારના અસંખ્ય દ્વીપ સમુદ્રો રહેલા છે, જેના અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યનો જબૂદ્વીપ થાળીની માફક ગોળ છે, જ્યારે બાકીના દ્વીપ અને સમુદ્ર વલય-ચૂડીના આકારે ગોળ છે; જંબૂદ્વીપ પહેલો અને સર્વની મધ્યમાં છે. તેની મધ્યમાં - નાભિરૂપે મેરુપર્વત છે. મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજન છે. તેનો એક હજાર યોજન ભાગ જમીનમાં અને બાકીનો નવાણું હજાર યોજન ભાગ જમીન ઉપર છે. જમીનનો એક હજાર યોજન ભાગ ચારે બાજુ વિસ્તારમાં દશ હજાર યોજન છે, બહારનો ભાગ જયાંથી શિખરનીકળવાની શરૂઆત થાય છે તે વિસ્તારમાં હજાર યોજન છે. મેરુપર્વતના ત્રણ વિભાગ છે : Page #116 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર - (૧) ૧000 યોજન ભાગ જમીનમાં () ૬૩૦૦૦ યોજન મધ્યમાં (૩) અને ૩૬૦00 યોજન ઊર્ધ્વમાં છે. દરેક વિભાગ ચારે બાજુના વનથી ઘેરાયેલો છે, પહેલા વિભાગમાં શુદ્ધ પૃથ્વી અને કાંકરા, બીજામાં સ્ફટિક, ચાંદી આદિ અને ત્રીજામાં સુવર્ણની પ્રધાનતા છે. ચાર વનનાં નામ ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એ પ્રમાણે છે. લાખ યોજનના અંતે ૪૦ યોજન ઉંચું એવું શિખર-ચૂલિકા છે. જે મૂળમાં બાર યોજન, વચ્ચે આઠ યોજન અને ટોચે ચાર યોજન વિસ્તારમાં છે. સૂર -તર ભારત-શૈવતિ-રિ-વિહૃ-ગ-ર થવૉરાવત વર્ષા ક્ષેત્રાધિન ૨૦૧ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्-महाहिमवन्- ' નિષથ-ની-વિ શિવળિો વર્ષથRપર્વત શા તિથતિશીષે ભરા પુરાર્થે ૪ રૂા. અનુવાદ : જંબૂઢીપે ભરત નામે, ક્ષેત્ર પહેલું સુંદરૂ, હૈમવંતજ ક્ષેત્ર બીજાં, યુગલિકને સુખકરું; હરિવર્ષ નામે ક્ષેત્ર ત્રી, ચોથું ક્ષેત્ર જ જયવરૂ, નામથી તે પુણ્યવંતુ, મહાવિદેહ મંગલ કરૂ. (૧૦) ક્ષેત્ર પંચમ નામ રાખ્યક ભોગભૂમિ સુંદરૂ, છઠ્ઠ ક્ષેત્ર નામથી તે, ઐરણ્યવંતજ ખરું; ક્ષેત્ર ઐરાવતનામે, સાતમું છે જયકરુ, જંબૂઢીપે ક્ષેત્ર સપ્તક, નામથી ભવભયહરૂ. (૧૧) ક્ષેત્ર-સપ્તક પાડી જુદાં, આપનારા ગિરિવરા, જંબૂદ્વીપ પર્ કહ્યા છે. સાંભળો ચિત્ત ગુણધરા; પૂર્વ પશ્ચિમ દીર્ઘ સારા, નામ સુંદર જેહના, એકપછી વળી એક બોલું, સૂણજો થઈ એકમના. (૧૨) Page #117 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર પ્રથમ ગિરિનું નામ હિમવત નામ બીજું સૂણતાં, મહાહિમવત હૃદય ધારું, નિષધ ત્રીજું બોલતાં; નામ ચોથું નીલવંતજ, પાંચમુ રુકમી ગયું, શિખરી છઠ્ઠું નામવદતાં, મોહના મર્મજ હતું. (૧૩) જંબુદ્રીપે સાત ક્ષેત્રો, છની સંખ્યા ગિરિતણી, ધાતકીખંડ દ્વીપ બીજે, બમણી સંખ્યા સૂત્રે ભણી, પુષ્કર નામે દ્વીપ અર્થે, ધાતકી વત્ જાણવી, જંબુદ્રીપથી સર્વ વસ્તુ, દ્વિગુણી અવધારવી. (૧૪) અર્થ : જંબુદ્રીપમાં ભરત નામે સુંદરક્ષેત્ર છે, વળી યુગલિકને સુખકર એવા હૈમવત અને રિવર્ષ એ બે ક્ષેત્રો છે. તે ઉપરાંત પુણ્યવંત અને મંગલકારી એવું મહાવિદેહ ક્ષેત્ર પણ છે, તે પછી ભોગભૂમિ સદૃશ રમ્યક અને ઐરણ્યવંત એ બે ક્ષેત્રો છે, અને છેલ્લું ઐરાવત નામનું ક્ષેત્ર છે. આ સાત ક્ષેત્રોને જુદા પાડનાર છ પર્વતો છે. તે પૂર્વ પશ્ચિમ લાંબા અને સુંદર નામવાળા છે. તેમના નામ અનુક્રમે હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલ રુકમી અને શિખરી એ પ્રમાણે છે. આ નામ લેવાથી મોહના મર્મ ભેદી શકાય છે. ૭૫ જંબુદ્રીપમાં સાત ક્ષેત્ર અને છ વર્ષઘર પર્વત, ધાતકીખંડમાં ચૌદ ક્ષેત્ર અને બાર વર્ષધર-પર્વત. જંબુદ્રીપથી બમણા એવા ઘાતકીખંડના સમાન એવા પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ચૌદ ક્ષેત્ર અને બાર વર્ષધર છે. ભાવાર્થ : જંબુદ્રીપમાં સાત ક્ષેત્ર છે; જે વર્ષ, વાસ્થ, ખંડ આદિ નામે ઓળખાય છે. તેની મધ્યમાં મેરુપર્વત છે; વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુપર્વત એ સાતે ક્ષેત્રની ઉતરે છે. જંબુદ્ધીપની દક્ષિણે ભરતક્ષેત્ર, તેની ઉત્તરે હૈમવંતક્ષેત્ર, તેની Page #118 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ઉત્તરે-હરિવર્ષ અને તેની ઉત્તરે મહાવિદેહલોત્ર છે, તેની ઉત્તરે રમ્યકક્ષેત્ર, તેની ઉત્તરે ઐરણ્યવંત, અને તેની ઉત્તરે ઐરાવત ક્ષેત્ર છે. આ દરેક ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ લાંબા એવા હિમવાનું, મહાહિમવાનું, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધરપર્વતોએ જુદા પડેલા છે. ધાતકીખંડમાં જંબૂઢીપ કરતાં મેર, ક્ષેત્ર, પર્વત, આદિની સંખ્યા બમણી છે. એટલે ત્યાં બે મેરુ, ચૌદ ક્ષેત્ર, અને પૂર્વ પશ્ચિમ વિસ્તારના બાર વર્ષઘર પર્વત છે. તેમનાં નામ એક સરખાં છે. પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એ ભાગના કારણે મેરુ, ક્ષેત્ર અને વર્ષઘરની સંખ્યા બમણી થાય છે. એ ધાતકીખંડના બે ભેદ પાડવાનું કારણ ઉત્તર, દક્ષિણ, વિસ્તારના ઈષ-બાણ આકારના પર્વતો છે, જે તેના ઉત્તર અને દક્ષિણ એ બે ભાગમાં આવેલા છે. પુષ્કરાઈ દ્વિીપમાં પણ બે મેરુ, ચૌદ ક્ષેત્ર, અને પૂર્વ પશ્ચિમ વિસ્તારના બાર પર્વતો છે. આ દ્વીપ પણ ઈબ્રુઆકાર પર્વતથી પૂર્વ પશ્ચિમ એ બે અર્ધમાં વહેંચાયેલ છે. પુષ્કરવર દ્વીપમાં માનુષોત્તર પર્વત છે; જે મનુષ્ય લોકને વીંટળાયેલ છે. આમ જંબૂદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપ એમ અઢી દ્વિીપમાં પાંચમે, પાંત્રીશક્ષેત્ર અને ત્રીશ વર્ષધર થાય છે; પાંચ દેવકુર, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહ અને તેની એકસો સાઠ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવત પણ એ અઢીદ્વીપમાં છે. આ બસો પંચાવન આર્યદેશ ગણાય છે. છપ્પન અંતધ્વીપ લવણસમુદ્રમાં આવેલા છે. જંબૂદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરવરદ્વીપ તેમજ લવણ અને કાળોદધિ એ બે સમુદ્ર મનુષ્યલોકમાં છે. માનુષોત્તર પર્વત બહાર કોઈ મનુષ્ય જન્મ કે મરણ પામતો નથી. - વિદ્યા સંપન્ન, વૈક્રિયલબ્ધિ યુક્ત કોઈ કોઈ મનુષ્ય વિદ્યા, Page #119 -------------------------------------------------------------------------- ________________ તત્વાથધિગમસૂત્ર લબ્ધિ, સંહરણ દ્વારા અઢી દ્વીપ બહાર જઈ શકે છે, ત્યાં અને મેરુપર્વતની ચૂલિકા પર રહી શકે છે; પરંતુ તેના જન્મ મરણ તો અઢીદ્વીપમાં જ થાય છે. . મનુષ્ય અને તિર્યંચનાં સ્થાન અને આયુષ્ય : - પ્રક્ષાનુણોત્તમનુષ્યા: ૨૪ ગાય પછાશ પણ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र દેવસૂર- ગુખ્ય દ્દા नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥१७॥ તિર્થોનીના જમાદા ! - અનુવાદ: માનુષોત્તર ભૂધરપૂર્વે, જન્મમરણો નરણા, વિરતિ, મુક્તિ, આત્મતત્ત્વ, સાધ્ય સાધન છે ઘણા; આર્યને મળી પ્લેચ્છ ભેદે, માનવો બે જાતના, ધર્મને અધર્મ સેવે, જુદી જુદી ભાતના. (૧૫) ભરતક્ષેત્ર કર્મભૂમિ, નામથી પહેલી ભણી ઐરવતને બીજી ગણતાં, મહાવિદેહ ત્રીજી ગણી; દેવગુરુને છોડતાં વળી, ઉત્તરકુરુ છોડવું, વિદેહી ત્રીજી કર્મભૂમિ, માનવા મન જોડવું. (૧૬) ત્રણ પલ્યોપમ આયુ રેખા, અનુભવમાં સૂત્રથી તિર્યંચભવમાં તેહ ભાખી, સરખે સરખા માનથી; અંતર્મુહૂર્ત અલ્પ આયુ, નરતિરિના સ્થાનમાં, અધ્યાય ત્રીજે સૂત્રભાવી, કહ્યા હરિગીત ગાનમાં. (૧૭) અર્થ : માનુષોત્તર પર્વતની અંદર રહેલા આ અઢી દ્વીપમાં મનુષ્યના જન્મ, મરણ, વિરતિ, મુક્તિ, અને આત્મતત્વના સાધ્ય સાધન આદિ હોય છે. મનુષ્યની બે જાતિ છે. (૧) આર્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્વાર્થાધિગમસૂત્ર અને (૨) સ્વેચ્છ. આર્ય ધર્મનું અને પ્લેચ્છ અધર્મનું સેવન કરે છે. ભરત, ઐરાવત, અને દિવકુ અને ઉત્તરકુરુ સિવાયના) મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિ છે. મનુષ્ય અને તિર્યયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. આમ ત્રીજા અધ્યાયના ભાવો હરિગીત છંદમાં કહ્યા. ભાવાર્થ: માનુષોત્તર પર્વતની અંદર મનુષ્ય વસે છે. (૧) આર્ય અને (ર) મલેચ્છ, એ બે જાતિ મનુષ્યની છે. નિમિત્ત ભેદથી આર્યો છ પ્રકારના છે. (૧) આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર તે ક્ષેત્રઆર્ય છે. (૨) ઈક્વાકુ, હરિ, જ્ઞાતિ, કુરૂ, વિદેહ, ઉગ્ર આદિ વંશમાં પેદા થનાર તે જાતિઆર્ય છે. (૩) કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અને અન્ય-વિશુદ્ધ કુલોત્પન્ન તે કુલઆર્ય છે. (૪) યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ લિપિ, વાણિજય આદિથી જીવન વ્યવહાર કરનાર તે કર્મઆર્ય છે. (૫) કુંભકાર, વણકર, હજામ આદિ અલ્પ આરંભ અને અનિંદ્ય શિલ્પથી જીવન વ્યવહાર કરનાર તે શિલ્પ આર્ય છે. (૬) સંસ્કૃત, માગધી આદિ શિષ્ટ પુરુષ માન્ય ભાષામાં વ્યવહાર કરનાર તે ભાષાઆર્ય છે, આથી વિપરિત તે પ્લેચ્છ છે. કર્મભૂમિના અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા અનાર્ય છે; છપ્પન અંતર્ધ્વપ વાસી, ઉત્તરકુરુ અને દેવકુરુ વાસી તથા હૈમવત આદિ ત્રીશ ભોગ ભૂમિના વાસી આર્ય નથી, પરંતુ તે સરલ પરિણામી યુગલિક જીવો છે, અને તેમને વિરતિ ભાવ ન હોવાથી તે આર્ય ગણાતા નથી. જ્યાં આસિ, મષિ, અને કૃષિ એ ત્રણ જીવન વ્યવહારની કળા પ્રવર્તે છે અને જ્યાં મોક્ષનો ઉપદેશ કરનાર તીર્થકર આદિ ઉત્પન્ન થાય છે તે કર્મભૂમિ છે. મનુષ્યનાં ઉત્પત્તિ સ્થાન પાંત્રીશ ક્ષેત્ર અને છપ્પન અંતર્દીપમાં મર્યાદિત છે; તેમાંના પાંચ ભરત, Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્વાથધિગમસૂત્ર ૭૯ પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ કર્મભૂમિ છે, બાકીના વિશ ક્ષેત્ર અને અંતર્દીપ અકર્મભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ એ બે મહાવિદેહમાં હોવા છતાં તે ભોગભૂમિ હોવાથી અને વિરતિ ધર્મનો ત્યાં અભાવ હોઈ અકર્મભૂમિ છે. મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય-સ્થિતિ અંતર્મુહૂર્તની છે." પૃથ્વીકાય જીવની ૨૨૦૦૦ વર્ષ, અપૂકાય જીવની ૭૦૦૦ વર્ષ, વાયુકાય જીવની ૩૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ રાત દિવસ, વનસ્પતિ કાયની ૧૦૦૦૦ વર્ષ, બે ઇન્દ્રિય જીવની બાર વર્ષ, તે ઇન્દ્રિય જીવની, ૪૯ રાતદિવસ, ચઉરિન્દ્રિય જીવની છ માસ એ પ્રમાણે જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સંમૂછિમ જલચરનું એક ક્રોડ પૂર્વ, ઉરગનું પ૩૦૦૦ વર્ષ, ભુજગનું ૪૨૦૦૦ વર્ષ, પક્ષીનું ૭૨૦૦૦ વર્ષ અને સ્થલચરનું ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય છે. ગર્ભજ, જલચર, ઉરગ અને ભુજગ એ દરેકનું એક ક્રોડ પૂર્વ, પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને ચતુષ્પદ સ્થલચરનું ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે. સ્થિતિ બે પ્રકારની છે (૧) ભવસ્થિતિ તે આયુષ્ય અને (૨) બીજી જાતિમાં જન્મ પામ્યા વિના તે ને તે જાતિમાં વારંવાર જન્મ લેવો તે કાયસ્થિતિ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવની દરેકની કાયસ્થિતિ અસંખ્યાત-ઉત્સર્પિણી અવસર્પિણી કાળની છે; અને સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળની છે. દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત આઠ જન્મ પ્રમાણ અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્વાર્થાધિગમસૂત્ર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત જન્મ પ્રમાણ મર્યાદિત છે. ગર્ભજ અને સંમૂર્ણિમ મનુષ્યની કાયસ્થિતિ સાત, આઠ જન્મ પ્રમાણ મર્યાદિત છે. तत्त्वार्थाधिगमे सूत्रे सानुवादविवेचने ॥ पूर्णस्तृतीयकोऽध्यायो, भूभूवोलोकबोधकः ॥३॥ . Page #123 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર મા : અધ્યાય થો કલ્પોપપન સુધીના દેવોના પ્રકાર સૂત્ર:- રેવાશર્વિવાયાઃ આશા તૃતીય પતય રા दशा-ष्ट पञ्च-द्वादशविकल्पाः कल्पोपन्नपर्यंन्ताः ॥३॥ અનુવાદ : દેવના મૂળભેદ ચારે, સૂત્રતત્ત્વાર્થે લહ્યા, ભેદ ત્રીજે દેવ જીવો, પીત વેશ્યાએ ગ્રહ્યા; કલ્પોપપન અંતસુધી, ભેદ સંખ્યા સંગ્રહી, દશ, આઠ, પાંચ ને બાર ભેદે, ચાર દેવજાતિ કહી. (૧) અર્થ : દેવના મુખ્ય ચાર પ્રકાર છે. ત્રીજા પ્રકારના દેવ પીતલેશ્યાવાળા છે, કલ્પોપપન દેવ સુધીના દેવોના જે ચાર પ્રકાર છે તેના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર પ્રભેદ છે. - ભાવાર્થ : નિકાય તે સ્થાનસમૂહવિશેષ છે; દેવના ચાર નિકાય છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. આમાંના ત્રીજા-નિકાયના જ્યોતિષ્ક દેવોના . દેહના વર્ણરૂપ લેશ્યા પીત છે. ચારે પ્રકારના દેવોને અધ્યવસાયરૂપ લેશ્યા છએ પ્રકારની હોય છે. ભવનપતિના દશ, વ્યંતરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિકના બાર પ્રભેદ છે. ત્યાંથી આગળના દેવો કલ્પાતીત છે; તેમના ભેદ નથી. દેવોના પરિવાર અને લેગ્યા :સૂત્ર -ફ-સામનિવ-રાત્રિા -પરિષદ-ત્મરક્ષ-વિપતિ नीकाप्रकीर्णका-भियोग्य-किल्बिषिकाश्चैकशः ॥४॥ त्रायस्त्रिंश लोकपालवा व्यंतर-ज्योतिष्काः ॥५॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્વાર્થાધિગમસૂત્ર છે પૂર્વયોáાઃ દા पीतान्तलेश्याः ॥७॥ અનુવાદ : ઈન્દ્ર, સામાનિક ને વળી, ત્રાયસિંશક, પર્ષદા, આત્મરક્ષક, લોકપાલો, અનીક ધારું સર્વદા; પ્રકીર્ણ અષ્ટમભેદ માની, અભિયોગિક આદરું, કિલ્બિષિકો દશમા કહ્યા, એમ સર્વ જાતિ મન ધરું. (૨) ત્રાયસિશક, લોકપાલો ભેદ બેને પરિહરી, આઠભેદે દેવ વ્યંતર, જ્યોતિષી પણ ચિત્તધરી; પ્રથમ ભવનપતિ સ્થાને, ભેદ દશને માનવા, દેવ વૈમાનિક સ્થાને, તેહ દશ સ્વીકારવા (૩) પ્રથમની નિકાય બેમાં ઇન્દ્ર બબ્બે બોલતા, ભવનપતિના વિશ ઇન્દ્રો સૂત્રથી અવલોકતા; દેવ. વ્યંતર સ્થાન ગણના ઈન્દ્ર બત્રીશ દેખતા. કૃષ્ણ, નીલ, કાપોત, તેજસુ ચાર લેશ્યા પેખતાં. (૪) અર્થ : ઈન્દ્ર સામાનિક ત્રાયશ્ચિશ, પારિષદ્યપર્ષદા, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ, અભિયોગિક અને કિલ્બિષક, એ રીતે દરેક નિકાયમાં પ્રભેદ છે, વ્યંતર અને જ્યોતિષ્ક એ બે નિકાયમાં ત્રાયશ્વિશ અને લોકપાલ, એ બે ભેદ નથી. આ રીતે ભવનપતિ અને વૈમાનિક એ દરેકના દશ અને જ્યોતિષ્ક અને વ્યંતર એ દરેકના આઠ પ્રભેદ છે. પ્રથમની ભવનપતિ અને વ્યંતર નિકાયમાં બે બે ઈન્દ્ર છે. એમ ગણતાં ભવનપતિના વીશ અને વ્યંતરના સોળ ઇન્દ્રો છે. વ્યંતર અને વાણવ્યંતરના ઈન્દ્રો જુદા ગણતાં વ્યંતરના બત્રીશ ઇન્દ્ર પણ ગણાય છે. જ્યોતિષ્કમાં સૂર્ય અને ચંદ્ર એ બે ઇન્દ્ર છે. સૂર્ય, ચંદ્ર, અસંખ્યાત હોવાથી આ નિકાયના અસંખ્યાત ઈન્દ્રો છે; Page #125 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર પરંતુ જાતિની અપેક્ષાએ માત્ર બે ઇન્દ્ર ગણ્યા છે. વૈમાનિક નિકાયના દરેક કલ્પનો એક એક ઈન્દ્ર છે. પહેલા બે નિકાયના દેવોના દેહના વર્ણ કૃષ્ણ, નીલ, કાપોત અને પતિ સુધીના છે. - ભાવાર્થ : (૧) દેવોના સ્વામી તે ઈન્દ્ર છે. (૨) આયુષ્ય આદિમાં ઈન્દ્ર સમાન અને પિતા ગુરુ અને અમાત્યની માફક પૂજ્ય તે સામાનિક છે. (૩) મંત્રી યા પુરોહિતનું કાર્ય કરનાર તે ત્રાયસિંશ છે. (૪) પરિષદમાં બેસી મિત્રની ફરજ બજાવનાર તે પારિષદ્ય છે, (૫) ઈન્દ્રનું રક્ષણ કરનાર તે આત્મરક્ષક છે. (૬) દેવલોકની સરહદનું રક્ષણ કરનાર તે લોકપાલ છે. (૭) સેનાની કે સેનાધિપતિ તે અનીક છે, (૮) દેશ યા નગરવાસી પ્રજાજન તે પ્રકીર્ણ છે. (૯) સેવક તરીકે કાર્ય કરનાર તે અભિયોગિક છે. (૧૦) અંત્યજ-માફક સ્વચ્છતાનું કાર્ય કરનાર કિલ્બિષક છે. આ દશ પ્રકારના દેવો-ભવનપતિ અને વૈમાનિક નિકાયમાં હોય છે; ત્રાયન્ટિંશ અને લોકપાલ એ બે સિવાય બાકીના આઠ પ્રકારના દેવો વ્યતર અને જ્યોતિષ્ક નિકાયમાં હોય છે. ભવનપતિ અને વ્યંતર તેમજ વાણવ્યંતર એ બે નિકાયના વર્ણ પીત, પદ્ધ અને શુક્લ એ ત્રણ પ્રકારમાંના ગમે તે જુદા જુદા પ્રકારના હોય છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) સફેદ, (૪) પીત-તેજ (૫) પદ્મ-લાલ એ પાંચ જુદા જુદા વર્ણ વૈમાનિક દેવોના અને જ્યોતિષ્ક નિકાયના દેવોના વર્ણ પીત હોય છે. વિષયસુખ : सूत्र - कायप्रवीचारा आ .. ऐशानात् ॥८॥ शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ॥९॥ પwવી વાર: ૨૦. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૪ | તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : ઈશાન કલ્પ સુધી સવિએ, કાયાપ્રવીચારી કહ્યા, વિષયસુખમાં રક્ત સેવે, ભોગ સર્વે ગહગહ્યા સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દને વળી મનતણા, દેવ બબ્બે અગ્રઅગ્રે; ભોગ ધરતા એકમના. (૫) કલ્પધારી દેવલોકે, વિવિધ વિષયો સાંભળી, અધ્યાય ચોથે મનપ્રમોદે, સૂત્ર રચના મેં કળી; દેવ કલ્પાતીત સર્વે વિષય તજતા સ્થિર રહી, પ્રવીચાર શબ્દ વિષય સમજી, વાણી કણે ગ્રહી. (૬) અર્થ : પ્રવીચાર શબ્દથી વિષયસુખ સમજવાનું છે. કલ્પોપપનના બીજા કલ્પ-ઈશાનકલ્પ સુધીના દેવો કાયપ્રવીચારી છે; પછી બે બે કલ્પ અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી છે, કલ્પાતીત દેવો સમભાવમાં રાહી વિષયસુખ તજી દે છે. ભાવાર્થ : ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાંના સૌધર્મ અને ઈશાન એ બે કલ્પ સુધીના દેવો મનુષ્ય માફક દેહથી વિષયસુખ ભોગવે છે. તે પછીના દેવા માટે તેમ નથી. ત્રીજા અને ચોથા કલ્પના દેવો સ્પર્શ માત્રથી, પાંચમા અને છઠ્ઠા કલ્પના દેવો માત્ર રૂપદર્શનથી, સાતમા અને આઠમા કલ્પના દેવો, અલંકારના શબ્દ માત્રથી, અને પછીના નવથી બારમા કલ્પના દેવો સંકલ્પમાત્રથી વિષયસુખની તૃપ્તિ પામે છે, દેવીઓની હયાતી બીજા કલ્પ ઈશાન સુધી છે; ત્યાંથી આગળ નથી. દેવીઓની ગતિ માત્ર આઠમાં કલ્પ સુધી છે; એટલે ત્રીજાથી આઠમા કલ્પના દેવોની ઇચ્છાનુસાર તેઓ આદરથી ત્યાં જઈ સ્પર્શ, રૂપ અને શબ્દ દ્વારા તેમને તૃપ્તિ આપે છે. નવમાથી બારમા કલ્પના દેવો દેવીના ચિંતન માત્રથી તૃપ્તિ પામે છે. એટલે Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૮૫ દેવીઓને ત્યાં ગમન આગમન કરવાની જરૂર રહેતી નથી. નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોની વિષયવાસના મંદ મંદતર થતી જતી હોવાથી તેમનું સંતોષ સુખ અધિક અધિકતર હોય છે. બારમા કલ્પથી આગળના કલ્પાતીત દેવોની વિષયવાસના શાંત હોવાથી સંતોષ સુખમાં તેઓ નિરંતર મગ્ન રહે છે. ભવનપતિ દેવના ભેદો w સૂત્ર: - મવનવાસિનોપુર-ના-વિદ્યુત્-સુપf-fન-વાતસ્વનિતો વધિ-દ્વીપ-વિભ્રમઃ III અનુવાદ : ભવનપતિના દેવ દવિધ, નામથી ગણના કરું, અસુર, નાગ, વિદ્યુત્ સાથે, સુપર્ણ અગ્નિ દિલધરું; વાત, સ્તુનિત, ઉદધિ, દ્વીપ, દિશા, શબ્દ લહી કરી. કુમાર શબ્દને સાથે જોડી, થાય દશવિધ ચિત્તધરી. (૭) અર્થ: ભવનપતિના દશ પ્રકાર છે : (૧) અસુર, (૨) નાગ, (૩) વિદ્યુત, (૪) સુપર્ણ, (૫) અગ્નિ, (૬) વાત, (૭) સ્તનિત, (૮) ઉદધિ, (૯) દ્વીપ, (૧૦) દિક્, ભવનપતિના દેવો કુમાર કહેવાય છે. ભાવાર્થ : મેરુ પર્વતની નીચે તેની દક્ષિણ અને ઉત્તરમાં તિરછા અસંખ્યાત કોટી કોટી લાખ યોજન સુધી દસ પ્રકારના ભવનપતિ વસે છે. તેઓ મનોહર, સુકુમાર, મૃદુ, મધુર, ગતિશીલ અને ક્રીડાશીલ હોવાથી કુમાર કહેવાય છે. (૧) અસુરકુમારને ચૂડામણિનું. (૨) નાગકુમારને નાગનું (૩) વિદ્યુતકુમારને વજ્રનું (૪) સુપર્ણકુમારને ગરુડનું (૫) અગ્નિ કુમારને ઘડાનું (૬) વાતકુમારને અશ્વનું (૭) સ્તનિતકુમારને વર્ધમાનનું. (૮) ઉદધિકુમારને મગરનું. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮e તત્વાર્થાધિગમસૂત્ર (૯) દ્વીપકુમારને સિંહનું (૧૦) દિકકુમારને હાથીનું, એ પ્રમાણે જન્મથી તેમના આભરણમાં ચિલ્ડ્રન હોય છે. સંગ્રહિણીમાં ઉદધિકુમારને અશ્વનું અને વાતકુમારને મગરનું ચિહ્ન પણ કહ્યું છે; આ ચિહનથી તેઓ ઓળખાય છે. અસુરકુમાર સામાન્યતઃ આવાસમાં અને કોઈક વખત ભવનમાં પણ રહે છે; રત્નપ્રભાપૃથ્વીપિંડમાં ઉપર અને નીચે એક એક હજાર યોજન બાદ કરતાં બાકીના ૧,૭૮,૦૦૦ યોજનમાં આવાસો છે, અને ભવન તો રત્નપ્રભાની નીચે ૯૦,૦૦૦ યોજન પ્રમાણમાં મર્યાદિત છે. આવાસ મંડપ જેવા, અને ભવન નગર જેવા હોય છે; ભવન-આકારમાં બહારથી ગોળ, અંદરથી સમચોરસ અને તળીયે પુષ્કર કર્ણિકા સમાન હોય છે. ભવનપતિના દશ પ્રકારના દરેકના બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે : (૧) ચમર અને બલિ (૨) ધરણ અને ભૂતાનંદ (૩) હરિ અને હરિસ્સહ (૪) વેણુદેવ અને વેણુદારિ (૫) અગ્નિશીખ અને અગ્નિમાનવ (૯) વેલંબ અને પ્રભંજન (૭) સુધોષ અને મહાધોષ (૮) જલકાંત અને જલપ્રભ (૯) પૂર્ણ અને વસિષ્ઠ અને (૧૦) અમિતગતિ અને અમિતવાહન. વ્યંતર દેવના ભેદો सूत्रः - व्यन्तराः किन्नर-किंपुरुष-महोरग-गन्धर्व-यक्ष રાક્ષસ-મૂતપિશા : રા. અનુવાદ : પ્રથમ કિન્નર, કિપુરુષો, મહોરગ, ગંધર્વથી, યક્ષ, રાક્ષસ, ભૂત ભેદે; ભેદ વળી પિશાચથી; એમ આઠ ભેદે દેવ વ્યંતર, નામથી અવધારવા, ભેદ વળી પ્રભેદ ભાવે, સૂત્રથી વિચારવા. (૮) અર્થ : વ્યંતરના આઠ પ્રકાર છે. (૧) કિન્નર, Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૮૭ (૨) કિંપુરુષ, (૩) મહોરગ, (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ, તેના પણ પ્રભેદ જાણવા પ્રયત્ન કરવો. ભાવાર્થઃ વ્યંતરો મધ્યલોકના આવાસ અને ભવનમાં વસે છે. પોતાની ઈચ્છા કે અન્યની પ્રેરણાથી તેઓ ગમે ત્યાં આવ-જા કરે છે. ગુફા અને વનના અંતરમાં વસતા હોવાથી તે વ્યંતર કહેવાય છે. (૧) કિન્નરના દશ પ્રભેદ છે. કિન્નર, કિંપુરુષ, કિંગુરુષોત્તમ, કિનરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય અને રતિશ્રેષ્ઠ. (૨) કિંપુરૂષના દશ પ્રકાર છે. પુરુષ, સપુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, મરુતુ, - મેરુપ્રભ અને યશસ્વાન, (૩) મહોરગના દશ પ્રકાર છે : ભુજગ, ભોગશાલી, મહાકાય, અતિકાય, સ્કંધશાલી, મનોરમ, મહાવેગ, મહાવૃક્ષ, મેરુકાંત અને ભાસ્વાન, (૪) ગાંધર્વના બાર પ્રકાર છે : હા, હુહુ, તુમ્બુરવ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદમ્બ, મહાકાદમ્બ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશ, (૫) યક્ષના તેર પ્રકાર છે : પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાલિભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યપક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ, (૬) રાક્ષસના સાત પ્રકાર છે : ભીમ, મહાભીમ, વિપ્ન, વિનાયક, જલરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. (૭) ભૂતના નવ પ્રકાર છે : સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કેન્દિક, મહાઔન્ટિક, મહાવેગ, પ્રતિછન્ન અને આકાશગ, (૮) પિશાચના પંદર પ્રકાર છે. કૂષ્માંડ, પટક, જોષ, આતંક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અયૌક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક,-દેહ, મહાવિદેહ, તૂષ્મીક અને Page #130 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તત્વાર્થાધિગમસૂત્ર વનપિશાચ. આઠ પ્રકારના વ્યંતરના-ચિહ્ન અનુક્રમે... (૧) અશોક (૨) ચંપક, (૩) નાગ, (૪) તુંબરુ, (૫) વડ, (૬) ખટ્વાંગ, (૭) તુલસ, અને (૮) કદમ્બક, એ પ્રમાણે જન્મથી આભરણમાં હોય છે; ખાંગ સિવાયના આ ચિહ્નો વૃક્ષ જાતિના છે. - વ્યંતરના આઠ પ્રકારના બે બે ઈન્દ્રો નીચે પ્રમાણે છે : (૧) કિન્નર અને કિંગુરુષ (૨) સન્દુરુષ અને મહાપુરુષ (૩) અતિકાય અને મહાકાય (૪) ગીતરતિ અને ગીતયશ (૫) પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૬) ભીમ અને મહાભીમ (૭) પ્રતિરૂપ અને અતિરૂપ અને (૮) કાળ અને મહાકાળ. '' વાહ વ્યંતર એ વ્યંતરની બીજી જાતિ છે, તેના આઠ પ્રકારના બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે: (૧) સંનિહિત અને સમાન (૨) ધાતા અને વિધાતા (૩) ઋષિ અને ઋષિપાલેન્દ્ર (૪) ઈશ્વર અને મહેશ્વર (૫) સુવત્સ અને વિશાલ (૬) હાસ્ય અને હાસ્યરતિ (૭) શ્વેત અને મહાશ્વેત અને (૮) પતંગ અને પતંગપતિ. જ્યોતિષ દેવના ભેદ તથા તેની ચર્ચા: સૂર - તિષ્યઃ સૂર્યાશ્રમો પ્રહનક્ષત્ર-પ્રી-તારવશ રા मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥१४॥ तत्कृतः कालविभागः ॥१५॥ વહિવસ્થિત: iદ્દા અનુવાદ ઃ જ્યોતિષી દેવો પંચભેદે, નામ સૂણજો ભવિજના, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, તારકા મળી એકમના; મનુષ્યલોકે નિત્યગતિએ, મેરુ ફરતા નિત્યફરે, રાત્રી, દિવસો, પક્ષ, માસ, કાળવિભાગો કરે. (૯) Page #131 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૮૯ લોકબાહિર સ્થિર રહેતા, દેવ જ્યોતિષી સર્વદા, સમય, આવલી, પક્ષ વધતે, કાળ કળના નહિં કદા; ભવનપતિ વળી દેવવ્યંતર, દેવજ્યોતિષ વર્ણવ્યા, ભેદને પ્રભેદ ભેદો, સૂત્ર અર્થે પાઠવ્યા. (૧૦) અર્થઃ જ્યોતિષ્ઠદેવના પાંચ ભેદ છે : (૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર (૫) અને તારા, એ સર્વ મનુષ્યલોકમાં મેરુની આસપાસ નિરંતર ગતિ કરે છે. તે કારણે રાત, દિવસ, પક્ષ, માસ, આદિ ભૂલ કાલવિભાગ થાય છે. લોક બહારના જયોતિષ્કદેવો સ્થિર હોય છે; ત્યાં રાત, દિવસ, પક્ષ, માસ, આદિ વ્યવહારિક કાળ ગણના નથી. આમ સૂત્રાનુસાર ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક એ ત્રણ નિકાયના દેવોના ભેદ પ્રભેદ જણાવ્યા. | ભાવાર્થ ઃ મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૭૯૦ યોજને જ્યોતિષ્કનો આરંભ થઈ ૯૦૦ યોજને પૂરો થાય છે; પરંતુ તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી અર્થાત્ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી છે, તેમનાં સ્થાન મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય, ૮૮૦ યોજને ચંદ્ર, અને ૮૮૦ યોજનથી ૯૦૦ યોજનમાં ગ્રહ, નક્ષત્ર અને પરચૂરણ તારા આવેલા છે. આ સર્વ સૂર્ય ચન્દ્રની આસપાસ ગતિ કરે છે, તે નિયતચારી કહેવાય છે. મેરુપર્વતની સમતલ પૃથ્વીથી ૮૮૪ યોજન નક્ષત્ર, ૮૮૮ યોજને બુધ ગ્રહ, ૮૯૧ યોજને શુક્ર, ૮૯૪ યોજને ગુર, ૮૯૭ યોજને મંગળ અને ૯૦૦ યોજને શનિ એમ ગ્રહોનું સ્થાન છે. પ્રકાશમાન અને પ્રકાશિત વિમાનમાં રહેનાર આ સર્વ જ્યોતિષ્ક કહેવાય છે, તેમના મુકુટોમાં પ્રભામંડલ જેવાં ઉજવલ તે તે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તત્વાર્થાધિગમસૂત્ર મંડલના ચિહન હોય છે. કેટલાક તારા, સૂર્ય અને ચન્દ્રની ઉપર નીચે ગમે ત્યાં ગતિ કરે છે; તે અનિયતચારી ગણાય છે. અનિયતચારી તારા સૂર્યચંદ્રની નીચે ગતિ કરે છે ત્યારે ૧૦ યોજન નીચે જ્યોતિષ્ક સુધીમાં ગતિ કરે છે. જ્યોતિષ્ક દેવોની ગતિ મનુષ્યોત્તર પર્વત સુધીના મનુષ્ય લોકપર્યત મર્યાદિત છે; તે ગતિ મેરુપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણારૂપે છે. જેબૂદ્વીપમાં બે, લવણ સમુદ્રમાં ચાર, ધાતકી ખંડમાં બાર, કાલોદધિમાં બેંતાલીશ અને પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર એમ એકસો બત્રીશ સૂર્ય અને ચંદ્ર મનુષ્યલોકમાં છે. એક એક ચન્દ્રનો પરિવાર ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, અને ૬૬,૯૭૫ કોટાકોટી તારાનો છે. લોકમર્યાદાના સ્વભાવથી જ્યોતિષ્ક વિમાન સ્વયંગતિ કરે છે; તેમ છતાં પણ અભિયોગિક દેવો અભિયોગ નામકર્મના ઉદયથી તેમજ ક્રીડાશીલ હોવાથી સિંહકૃતિમાં, ગજાકૃતિમાં, વૃષભાકૃતિમાં અને અશ્વાકૃતિમાં તેમનાં વિમાન ઉઠાવવાની ક્રિયા કરે છે. સમય, આવલી, મુહૂર્ત, રાત્રીદિવસ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ આદિ; ભૂત વર્તમાન અને ભવિષ્ય આદિ; સંખ્યય, અસંખ્યય, અનંત, આદિ અનેકરૂપે મનુષ્યલોકમાં કાળ વ્યવહાર પ્રવર્તે છે. મનુષ્યલોકની બહાર કાળ વ્યવહાર નથી; છતાં ત્યાં કોઈ કાળ ગણના કરે તો તે લોકપ્રસિદ્ધ કાળ વ્યવહારને અનુસરે છે, કારણ કે કાળ વ્યવહારનો આધાર નિયત ક્રિયા છે. સૂર્ય, ચન્દ્ર આદિની ગતિ તે નિયત ક્રિયા છે. જયોતિષ્કની ગતિ પણ સર્વત્ર નથી; તે મનુષ્ય લોક પૂરતી મર્યાદિત છે. સૂર્ય આદિની ગતિથી - દિન, રાત્રી, પક્ષ, માસ આદિ સ્થૂલકાળ વિભાગ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૧ તત્વાર્થાધિગમસૂત્ર ગણાય છે; પરંતુ સમય, આવલી, આદિ સૂક્ષ્મકાળ વિભાગ તેનાથી જણાતા નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો કાળ દિવસ, અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ રાત્રી છે. દિવસ રાતનો ત્રીશમો ભાગ તે મુહૂર્ત છે. પંદર દિવસરાતનો પક્ષ છે. બે પક્ષનો માસ છે. બે માસની ઋતુ છે. ત્રણ ઋતુનું અયન છે. બે અયનનું વર્ષ છે. પાંચ વર્ષનો યુગ છે. પસાર થયેલ કાળ ભૂતકાળ, પ્રવર્તતો કાળ વર્તમાનકાળ અને આવતો કાળ તે ભવિષ્યકાળ છે. ગણી શકાતો કાળ તે સંખ્યાત, ન ગણી શકાતો પણ ઉપમા દ્વારા સમજાતો કાળ તે અસંખ્યાત અને અંત વિનાનો કાળ તે અનંતકાળ છે. પલ્યોપમ, સાગરોપમ આદિ કાળગણના અસંખ્યાત કાળમાં ગણાય છે. મનુષ્યલોકની બહાર રહેલ સૂર્ય આદિના વિમાન સ્થિર છે અને સ્વભાવથી એક જગ્યાએ રહે છે; તેથી તે સ્થિર જ્યોતિષ્ક ગણાય છે. તેની વેશ્યા, વર્ણ અને પ્રકાશ લાખ યોજન પ્રમાણ જગામાં સ્થિર રહે છે. વૈમાનિક દેવોનાં સ્થાન અને પ્રકાર : સૂત્ર - વૈમાનિવાર ૨૭ના कल्पोपपन्नाः कल्पातीताश्च ॥१८॥ ૩પપરિ II सौधर्मे-शान-सनत्कुमार-माहेन्द्र-बह्मलोक-लान्तकमहाशुक्र-सहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ॥२०॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯ર - તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : દેવ વૈમાનિકના જે, મૂળ બે ભેદે ગ્રહ્યા કલ્પોપપન પ્રથમ ભેદ, બાર ભેદો સંગ્રહ્યા; કલ્પઅતીતનો ભેદ બીજો, દેવ ચૌદ જાણવા, ઉપર ઉપર સ્થાન જેનાં સૂત્ર ભાવ પ્રકાશવા (૧૧) પ્રથમ કલ્પ સુધર્મ નામે, ઈશાન બીજો જાણવો, સનત ને માહેન્દ્ર બ્રહ્મ, લાન્તકને પિછાણવો; શુક્રને સહસ્ત્રાર કલ્પ, આનતને પ્રાણત કહી, આરણ કલ્પ અગ્યારમો વળી, બારમો અશ્રુત સહી. (૧૨) નવની સંખ્યા રૈવેયકની, ગ્રીવાસ્થાને સ્થિર રહી, વિજયને વળી વૈજયંત, જયંત, અપરાજિત સહી; સર્વાર્થસિદ્ધ એ દેવ પાંચે, અનુત્તરના જાણવા, એમ વૈમાનિક દેવો, છવ્વીશ અવધારવા. (૧૩) અર્થ : વૈમાનિક દેવના બે પ્રકાર છે. (૧) કલ્પોપપન, (૨) અને કલ્પાતીત, પ્રથમ પ્રકારના કલ્પોપપન્ન વૈમાનિક દેવોના બાર પ્રભેદ છે; જ્યારે કલ્પાતીતના ચૌદ પ્રભેદ છે. તેમનાં સ્થાન અનુક્રમે ઉપર ઉપર રહે છે કલ્પોપપન્ન વૈમાનિક દેવના બાર પ્રકારે છે : (૧) સુધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મ, (૬) લાંતક, (૭) શુક્ર, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અશ્રુત. કલ્પાતી વૈમાનિક દેવોમાં નવ રૈવયક અને પાંચ અનુત્તર વિમાન ગણાય છે. તેનાં નામ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે. આમ વૈમાનિક દેવના છવ્વીશ ભેદ થાય છે. ભાવાર્થ : વૈમાનિક નામ માત્ર પારિભાષિક છે; કારણ કે Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અન્ય દેવો પણ વિમાનવાસી હોય છે. તેના કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે વિભાગ છે. આ દેવો તિરછાપણે રહેતા નથી; પરંતુ તે એક બીજાની ઉપર ઉપર વસે છે. મેરુના દક્ષિણભાગથી ઉપલક્ષિત્ આકાશ પ્રદેશમાં જ્યોતિષ્ક ઉપર અસંખ્યાત યોજને સૌધર્મ અને તેની ઉત્તરે ઈશાન એ બે કલ્પ છે. તેનાથી અધિક ઉંચે તેની સમશ્રેણીમાં સનતકુમાર અને માહેન્દ્ર એ બે કલ્પ છે. તેની ઉપર સમશ્રેણીમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ચાર-કલ્પ એક બીજાની ઉપર ઉપર છે. તેના પર સમશ્રેણીમાં આનત, પ્રાણત, એ બે કલ્પ અને તેની ઉપર તેજ પ્રમાણે આરણ અને અય્યત એ બે કલ્પ છે. આ બાર કલ્પ કલ્પોપન્ન દેવોના છે. આ બાર કલ્પના દશ ઇંદ્ર છે. (૧) સુધર્મા (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાંતક (૭) શુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનતઃ (૧૭) પ્રાણત (૧૧) આરણ (૧૨) અશ્રુત. તેના ઉપર એક બીજાની ઉપર-મનુષ્યની ગ્રીવા-ડોકની માફક સુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર અને નંદિકર એ નવ રૈવેયક દેવોના વિમાનો છે. તેના ઉપર વિજય, વૈજયંત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તરવાસી દેવના વિમાન છે. નવરૈવેયક અને પાંચઅનુત્તરવિમાનવાસી દેવો કલ્પાતીત છે. કલ્પોપપન દેવોમાં સ્વામી-સેવકભાવ હોય છે; જ્યારે કલ્પાતીત સર્વ દેવો, ઇંદ્ર સમાન હોઈ અહમિદ્ર કહેવાય છે. મનુષ્ય લોકમાં ગમનાગમનરૂપ ક્રિયા માત્ર કલ્પોપપન્ન દેવો જ કરે છે; કલ્પાતીત નહિ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૪ - તત્વાર્થાધિગમસૂત્ર ગતિ અને સ્થિતિ આદિનું વર્ણન: सूत्र - स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्वीन्द्रिया વયિવિષયતિથિ: iારા गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ॥२२॥ અનુવાદ : સ્થિતિ ને પ્રભાવ, સુખો, ઘુતિ, લેગ્યા ભાવથી, ઇકિય ને વળી અવધિ વિષયો, વધતા ક્રમ પ્રસ્તાવથી; ગતિ ને વળી દેહમાને, પરિગ્રહ, અભિમાનતા, અગ્ર અગ્રે પુષ્ય વધતાં, સર્વ તે ઘટતાં જતાં. (૧૪) અર્થક સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યા, ભાવ, ઇન્દ્રિય, વિશુદ્ધિ અને અવધિજ્ઞાન એ બાબતમાં ઉપર-ઉપરના દેવો ક્રમશઃ વધતા જાય છે; જ્યારે ગતિ, શરીર પરિગ્રહ અને અભિમાન એ બાબતમાં પુણ્યપ્રભાવે ઉપર ઉપરના દેવો ક્રમશઃ ઘટતા જાય છે. | ભાવાર્થ : આયુષ્ય મર્યાદા તે સ્થિતિ છે, સૂત્રકાર પોતે સ્થિતિની મર્યાદા સૂત્ર ૩૦થી ૫૩ સુધી બતાવવાના છે. નિગ્રહ અનુગ્રહ કરવાની શક્તિ તે પ્રભા છે. અણિમા, મહિમા આદિ સિદ્ધિ તથા બળ અને આક્રમણથી કામ લેવાની શક્તિ તે પ્રભાવ છે. આ સ્થિતિ અને પ્રભાવમાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવો ક્રમશઃ વધતા જાય છે. પરંતુ સંકલેશ અને અભિમાનની ન્યૂનતાને કારણે તેનો ઉપયોગ ન્યૂન ન્યૂનતર થતો જાય છે. ગ્રાહ્ય વિષયનો ઇન્દ્રિય દ્વારા સુખદ અનુભવ તે સુખ છે. શરીર, વસ્ત્ર, આભરણ આદિનું તેજ તે દ્યુતિ છે. ક્ષેત્રજન્ય પૌગલિક પરિણામનાં કારણે ઉપર ઉપરના દેવો સુખ અને ઘુતિમાં ક્રમશ: વધતા હોય છે. લેશ્યા પરિણામ વિષે ત્રેવીસમાં સૂત્રમાં જણાવવાનું છે. દેવોમાં છએ પ્રકારની વેશ્યા સમાન હોવા Page #137 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર છતાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોની લેશ્યા વિશુદ્ધ વિશુદ્ધતર હોય છે. આ ઉપરાંત ઈષ્ટ વિષય ગ્રહણ કરવાની શક્તિ પણ સંકલેશની ન્યૂનતા અને ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિના કારણે ઉપર ઉપરના દેવોમાં વધતી હોય છે. અવધિ જ્ઞાનના વિષયની ફુટતા અને સૂક્ષ્મતા એ બંનેમાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોમાં વિશેષ વિશેષતર હોય છે. પહેલા બે કલ્પના દેવો અધો લોકમાં રત્નપ્રભા સુધી, તિરછા લોકમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વમાં પોતાના વિમાન સુધી અવધિ જ્ઞાનથી જોઈ જાણી શકે છે. એમ અનુક્રમે વધતા વધતા અનુત્તર વિમાનવાસી દેવો સમગ્ર લોકનાલિને જોઈ જાણી શકે છે. જે દેવોનું અવધિજ્ઞાન સમાન ગણાય છે; તેમાં પણ નીચેના દેવો કરતાં ઉપરના દેવોનું અવધિજ્ઞાન સૂક્ષ્મ સૂક્ષ્મતર અને વિશુદ્ધ વિશુદ્ધતર હોય છે. ગમનાગમનની ક્રિયા તે ગતિ છે. ઉપર ઉપરના દેવોમાં સંતોષના કારણે તટસ્થવૃત્તિ વધતી જતી હોવાથી ગતિ કરવાની વૃત્તિ ન્યૂન ન્યૂનતર થતી જાય છે. બે સાગરોપમની સ્થિતિવાળા સનતકુમાર આદિ દેવો અધોલોકમાં સાતમી નારકભૂમિ અને તિરછા લોકમાં અસંખ્યાત લાખ-યોજન સુધી જવાનું સામર્થ્ય ધરાવતા છતાં ત્રીજી નારકભૂમિથી આગળ જતા નથી. મર્યાદા એ છે કે શક્તિ હોવા અને ન હોવા છતાં કોઈ પણ દેવ ત્રીજી નારકભૂમિથી આગળ જતા નથી. શરીરનું પ્રમાણ નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોનું ઘટતું જાય છે. પહેલા બે કલ્પમાં સાત-હાથનું, ત્રીજા અને ચોથા કલ્પમાં છ હાથનું, પાંચમાં અને છઠ્ઠા કલ્પમાં પાંચ હાથનું, સાતમા અને આઠમા કલ્પમાં ચાર હાથનું, નવમાથી બારમા કલ્પનું ત્રણ હાથનું, નવ રૈવેયકમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્વાર્થાધિગમસૂત્ર બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું દેહમાન હોય છે. પરિગ્રહ પહેલાં કલ્પમાં ૩૨ લાખ, બીજા કલ્પમાં ૪ લાખ, છઠ્ઠા કલ્પમાં ૫૦ હજાર, સાતમા કલ્પમાં ૪૦ હજાર, આઠમા કલ્પમાં ૬ હજાર, નવમા અને દશમા કલ્પમાં ચારસો, અગીયાર અને બારમા કલ્પમાં ત્રણસો, પહેલાં ત્રણ રૈવેયકમાં ૧૧૧, બીજા ત્રણ રૈવેયકના ૧૦૭ અને છેલ્લા ત્રણ રૈવેયકમાં ૧૦૦ અને પાંચ અનુત્તરમાં એક એક એમ એકંદર ૮૪, ૯૭, ૦૨૩, વિમાનોનો વૈમાનિક દેવોનો પરિગ્રહ ગણાય છે. ઉત્તમસ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ સ્થિતિ, આદિના કારણે જીવને અભિમાન થાય છે; તે કષાયની મંદતાના કારણે ઉપર ઉપરના દેવોમાં ન્યૂન ન્યૂનતર હોય છે. દેવોના સંબંધમાં ઉચ્છવાસ, આહાર, વેદના, ઉપપાત અને અનુભવ એ પાંચ વિષય પણ વિચારવા જેવા છે. જેમ જેમ આયુષ્યમાન વધે છે તેમ તેમ ઉચ્છવાસનું કાળમાન પણ વધે છે. ૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા દેવને એક એક ઉચ્છવાસ સ્ટોક પ્રમાણ કાળનો હોય છે. એક પલ્યોપમ આયુષ્યવાળા દેવને દિવસમાં એક ઉચ્છવાસ હોય છે. સાગરોપમનાં આયુષ્યવાળા દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડિયાનો એક ઉચ્છવાસ હોય છે. દસ હજારના આયુષ્યવાળા દેવને આંતરે દિવસે આહાર હોય છે. પલ્યોપમના આયુષ્યવાળા દેવને દિનપૃથક્વ (બેથી નવ સુધીની સંખ્યા પૃથક્ત છે,) પછી આહાર હોય છે. સાગરોપમ આયુષ્યવાળા દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે તેટલા હજાર વર્ષને અંતરે આહાર હોય છે. સામાન્યતઃ દેવોને સાત વેદનીયના પરિણામ ભોગવવાના હોય Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર છે; કદાચ આ વાત વેદનીય ઉદ્ભવે તો તે અંતર મુહૂર્ત પ્રમાણ ટકે છે. આ સાત વેદનીયના પ્રકાર પણ દર છ માસે બદલાતા રહે છે. ઉત્પત્તિ સ્થાનની યોગ્યતા તે ઉપપાત છે. જૈનેતર મિથ્યાત્વી બારમા કલ્પ સુધી, જૈન મિથ્યાત્વી નવરૈવેયક સુધી અને સમ્યગૃષ્ટિ પહેલા કલ્પથી સ્વાર્થસિદ્ધિ સુધી જઈ શકે છે. ચૌદપૂર્વે પાંચમા કલ્પથી નીચે જતા નથી. લોક સ્વભાવ તે અનુભાવ છે. આ કારણથી સર્વ વિમાન અને સિદ્ધિશિલા આદિ નિરાધાર રહેલા છે. ભગવાન અરિહંતના જન્મ આદિ પ્રસંગે દેવાસન કંપે છે તે પણ લોક સ્વભાવ-અનુભાવ છે. આસનકંપ પછી અવધિ જ્ઞાનના ઉપયોગથી અરિહંતના મહિમા અનુસાર કેટલાક દેવો તેમની નજીક જઈ સ્તુતિ, વંદન, ઉપાસના આદિ કરી આત્મકલ્યાણ કરે છે. કેટલાક પોતાના સ્થાને રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી અર્ચના કરે છે. આ સર્વ અનુભાવ છે. ચર જ્યોતિષના વિમાનોની ગતિ તે પણ લોક અનુભાવ છે. લેશ્યાનું વર્ણન : સૂત્રઃ - પતિ-પ-રાવ-નૈશ્યા દિ-ત્રિ-પેy iારરૂા અનુવાદ : પ્રથમના બે કલ્પમાંહી, પીતલેશ્યા વર્તતી, પછીના ત્રણ કલ્પદવે, પાલેશ્યા ભાસતી; લાંતકાદિ દેવ સર્વે, શુક્લ લેગ્યાથી ભર્યા, શુભ શુભતર દ્રવ્ય લેશ્ય, દેવ ઉચસ્થાને રહ્યાં. (૧૫) અર્થ: પહેલાં બે કલ્પમાં પીત વેશ્યા, ત્રીજાથી પાંચમા કલ્પ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્વાર્થાધિગમસૂત્ર સુધી પદ્મ લેશ્યા, અને છઠ્ઠા કલ્મ લાંતકથી બાકીના સર્વ દેવોને શુક્લ લેગ્યા છે. ભાવાર્થ : લશ્યાનો અર્થ ભાવના અથવા અધ્યવસાય છે. બધા પ્રકારના દેવોને ભાવનારૂપ લેશ્યા છે એ પ્રકારની હોય છે. અહિ દેહના વર્ણરૂપ લેશ્યા બતાવે છે પહેલા બે કલ્પમાં પીત, ત્રણથી પાંચ કલ્પ સુધી પદ્મ, અને બાકીના દેવોને શુક્લ લેશ્યરૂપ દેહના વર્ણ હોય છે. કલ્પ અને લોકાંતિક દેવનું વર્ણન : સૂત્ર - પ્રાળુ વેચઃ વાર રજા ब्रह्मलोकालया लोकान्तिकाः ॥२५॥ સારસ્વતી-હિત્ય-વચન-અર્વતો-તપિતાવ્યવરુત-રિષ્ઠ iારદા વિનયવિપુ વિરમી: રા. અનુવાદઃ નવ રૈવેયક દેવપૂર્વે સર્વ કલ્પપપન કહ્યા, નવ લોકાંતિક બ્રહ્મલોકે, સ્થાન રાખીને રહ્યા; સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ ગર્દતોયને, તુષિત, અવ્યાબાધ, મારુત, અરિષ્ઠ નવમેં માનીએ (૧૬) વિજય આદિ ચાર સ્થાને, દેવઢિચરમાં ભણું, મનુષ્યના બે ભવ જ પામી, મુક્તિ પામે તે સુણું સર્વાર્થસિદ્ધ દેવ ઉત્તમ, એક અવતારી કહ્યા, મનુષ્ય જન્મ પામી ને વળી, મુક્તિ મંદિર જઈ રહ્યા. (૨૭) અર્થ : નવ રૈવેયક પહેલાના બાર વૈમાનિક દેવો કલ્પોપપન્ન ગણાય છે. પાંચમા કલ્પ બ્રહ્મલોકમાં નવલોકાંતિક દેવો હોય છે. તેમના નામ સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, Page #141 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૯૯ ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ઠ એ પ્રમાણે છે. વિજયઆદિ ચાર અનુત્તર વિમાનના દેવો દ્વિચરમા અને સર્વાર્થસિદ્ધિના દેવો એકાવતારી ગણાય છે. ભાવાર્થઃ નવરૈવેયક પહેલાના બાર કલ્પ કલ્પોપપન્નદેવોના છે. જ્યાં ઇન્દ્ર સામાનિક, આદિ સ્વામી સેવક ભાવનો વ્યવહાર ચાલે છે તે કલ્પ છે. રૈવેયક અને તે ઉપરના દેવો કલ્પાતીત છે. ત્યાં સ્વામી સેવક ભાવનો વ્યવહાર નથી; પરંતુ ત્યાંના સર્વ દેવ સમાન હોવાથી અહમિન્દ્ર કહેવાય છે. લોકાન્તિક દેવ જે બ્રહ્મલોકવાસી છે તે વિષયથી વિરક્ત હોવાથી દેવર્ષિ ગણાય છે, અને તે સ્વતંત્ર છે. તીર્થકરના દીક્ષા કાળનું વર્ષ બાકી રહેતાં “બોધ કરો” એ પ્રમાણે તીર્થકરને પ્રતિબોધ કરવાનો તેમનો આચાર છે. તે દરેક જાતિ (નવજાતિ) બ્રહ્મલોકની ચાર દિશા, વિદિશા અને મધ્યમાં રહે છે; ત્યાંથી નીકળી મનુષ્ય જન્મ પામી તે મોક્ષે જાય છે. ઈશાન ખૂણે સારસ્વત, પૂર્વમાં આદિત્ય, અગ્નિખૂણે અગ્નિ, દક્ષિણમાં અરુણ, નૈઋત્યમાં ગર્દતોય, પશ્ચિમમાં તુષિત, વાયવ્યમાં અવ્યાબાધ, ઉત્તરમાં મરુત અને મધ્યમાં અરિષ્ઠ એ લોક્રાંતિકની નવજાતિના નિવાસસ્થાન છે. અનુત્તર વિમાનના દેવોનું વર્ણન : અનુત્તરના પાંચ વિમાન છે. (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. પહેલાં ચાર વિમાનવાસી દેવો દ્વિચરમ-બે મનુષ્યભવ પામી મોક્ષે જનારા હોય છે. આ વિમાનનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય જન્મ પામી તે આયુષ્ય પૂર્ણ કરી ફરી અનુત્તર વિમાનમાં જન્મી તે આયુષ્ય પૂર્ણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્વાર્થાધિગમસૂત્ર કરી મનુષ્યભવ પામી તે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોઈ દેવ આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય જન્મ પામી તે ભવમાં મોક્ષે જાય છે. બાકીના દેવા માટે મોક્ષે જવાનો કોઈ નિયમ નથી. તિર્યંચની વ્યાખ્યા : સૂત્ર - ગણપતિ મનુષ્યઃ શેષાતિર્યયોનઃ iારા અનુવાદ : ઔપપાતિક શબ્દથી વળી, દેવનરકો જાણવા, નરગતિ એમ છેડી ત્રણને, શેષ તિર્યંચ માનવા; દેવ નરને નારકીના, જીવ પંચેન્દ્રિય કહ્યા, એકાદિઇન્દ્રિય પંચ સુધીના, જીવ તિર્યંચો લહ્યા. (૧૮) ભાવાર્થ : ઔપપાતિક જન્મવાળા દેવ અને નારક જીવો અને ગર્ભ જન્મવાળા મનુષ્ય એ ત્રણ સિવાયના બાકીના તિર્યંચ છે; દેવ, મનુષ્ય અને નારક એ દરેક પંચેન્દ્રિય જીવ છે. તે ઉપરાંત બાકીના જીવો એકેન્દ્રિય, બેઇંદ્રિય, ત્રિઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવો તિર્યંચ હોય છે. દેવ, નારક અને મનુષ્યના સ્થાન નિયત છે; એટલે તે લોકના નિયત ભાગમાં રહે છે. તિર્યંચનું સ્થાન નિયત નથી; તે લોકના સમગ્ર ભાગમાં હોય છે. ભવનપતિના દેવનું આયુષ્ય : સૂત્ર - સ્થિતિ પર भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥३०॥ शेषाणां पादोने ॥३१॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥३२॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : સ્થિતિ શબ્દ જીવ કેરું, આયુ બે ભેદ કરી, ઉત્કૃષ્ટને જઘન્ય ભેદ, ધારવું તે ચિત્ત ધરી; ભવનપતિના દેવ દક્ષિણ, દિશિ ભાગે જે રહે, દોઢ પલ્યોપમ તણું છે, આયુ એમ બહુ શ્રુત કહે. (૧૯) શેષ ઉત્તરદિશિ ભાગે, દેવ વસતા બાકીના, પાઉણા બે પલ્ય કેરા, કાળંગમતા ભોગના; અસુરના વળી ઈન્દ્ર દક્ષિણ, એક સાગર ભોગવે, ઉત્તર તણા વળી ઈન્દ્ર ભોગો, અધિક સાગર અનુભવે. (૨૦) અર્થ : સ્થિતિ શબ્દથી ઉત્કૃષ્ટ અને જધન્ય આયુષ્ય સમજવાનું છે. દક્ષિણ દિશામાં રહેલા ભવનપતિનું દોઢ પલ્યોપમનું અને ઉત્તર દિશામાં રહેલા ભવનપતિનું પોણા બે પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. દક્ષિણ દિશામાં રહેતા અસુરેન્દ્રનું એક સાગરોપમ અને ઉત્તર દિશાવાસી અસુરેન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય હોય છે. ભાવાર્થ : દેવોના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન કરવામાં આવે છે. ભવનપતિના દશ પ્રકાર છે; અને તે દરેકના ઉત્તરાર્ધ અને દક્ષિણાઈ એમ બે પ્રભેદ બતાવ્યા છે. તેમાં દક્ષિણાર્ધના ચમર અસુરેન્દ્રની એક સાગરોપમની, અને ઉત્તરાર્ધના બલિ અસુરેન્દ્રની એક સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ છે. દક્ષિણાર્ધના બાકીના નવ ઈન્દ્રોની - દોઢ પલ્યોપમ, અને ઉત્તરાર્ધના બાકીના નવ ઇન્દ્રોની પોણા બે પલ્યોપમ સ્થિતિ છે. વૈમાનિક દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર: – સૌથર્યાવિ યથાશ્રમ જરૂર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્વાર્થાધિગમસૂત્ર સારોપને જરૂઝા - fધ ૪ રૂા. સર સારવુંમરે રૂદ્દા વિશેષ-રિ-સત-ટી-શાહ-યોલશ-પંવતभिरधिकानि च ॥३७॥ आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वाथसिद्धे च ॥३८॥ અનુવાદ ઃ સૌધર્મ કલ્પે ઇન્દ્રનું વળી, આયુ બે સાગર તણું ઈશાન કલ્પે અલ્પ અધિકે, આયુ બે સાગર ગણું સનસ્કુમારે સાત સાગર, કલ્પ ત્રીજે સુણતા, માહેન્દ્ર કલ્પે સાત સાગર, અલ્પ અધિકે માનતાં. (૨૧) દશ સાગર બ્રહ્મ કલ્પ, લાંતકે ચૌદ જ કહ્યું, શુક્ર સત્તર સાગરે વળી, અઢાર સહસ્ત્રારે રહ્યું, ઓગણીશ આનત વિશ પ્રાણત, આરણ એકવીશથી, અમ્રુતમાંહિ આયુ ગણવું, સાગર બાવીશથી. (૨૨) તેવીશ ચઉવીશ વળી પચ્ચીશ છવ્વીશને સત્યાવીશ, અઠયાવીશ ને ઓગણત્રીશ, ત્રીશને એકત્રીશે; રૈવેયકોના સ્થાન નવમાં, આયુષ્ય એમ વધતુ જતું, અધ્યાય ચોથે ભાખિયું, તે સમજીએ સત્યજ બધું (૨૩) વિજયઆદિક ચાર સ્થાને, આયુ બત્રીશ સાગરૂ, સર્વાર્થ સિદ્ધ પૂર્ણ તેત્રીશ સાગરોપમ સુંદર, ઉત્કૃષ્ટ આયુ પૂર્ણ થાતાં, કહું જઘન્ય હવે મુદ્દા, Page #145 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૦૩ સૂત્ર ભાવો કંઠ ધરતા, પ્રમાદ-નિંદ તો સદા. (૨૪) અર્થ : ભાવાર્થ : કલ્પોપપન્ન દેવોમાં સૌધર્મ ઇન્દ્રનું બે સાગરોપમ, ઇશાન ઇન્દ્રનું બે સાગરોપમથી કાંઈક અધિક, સાનકુમારેન્દ્રનું સાત સાગરોપમ, માહેન્દ્રનું સાત સાગરોપમથી કાંઈક અધિક, બ્રહ્મેન્દ્રનું દશ સાગરોપમ, લાંતકેન્દ્રનું ચૌદ સાગરોપમ, શુક્રેન્દ્રનું સત્તર સાગરોપમ, સહસ્રારેન્દ્રનું અઢાર સાગરોપમ, આનત કલ્પના દેવોનું ઓગણીશ સાગરોપમ, પ્રાણત કલ્પના દેવોનું વીશ સાગરોપમ, આરણ કલ્પના દેવોનું એકવીશ સાગરોપમ, અને અચ્યુત કલ્પના દેવોનું બાવીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. કલ્પાતીત દેવોમાં નવ નવ ત્રૈવેયક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકેક સાગરોપમ વધતું જાય છે. અર્થાત્ ત્રેવીશથી એકત્રીશ સાગરોપમનું છે. પહેલા ચાર અનુત્તર વિમાનના દેવોનું બત્રીશ સાગરોપમનું અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું તેત્રીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય : सूत्र: अपरा पल्पोपममधिकं च ॥३१ ॥ સાળોપમે ॥૪૦॥ અધિને ન જા परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ॥४२॥ અનુવાદ : સૌધર્મકલ્પે જઘન્ય આયુ, એક પલ્યોપમતણું, અલ્પ અધિકે પલ્ય કેરું, કલ્પ ઈશાને ભણું; સાગર બેનું કલ્પ બીજે, આયુ ધરતા દેવતા, બેથી અધિકું કલ્પ ચોથે, દેવ સુખને સેવતા. (૨૫) સાત સાગર બ્રહ્મલોકે કલ્પ છઠ્ઠ દશ ધરે; - Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્વાર્થાધિગમસૂત્ર સાતમે વળી ચૌદ સાગર, આઠમે સત્તર ખરે; આનતાદિક ચાર કલ્પ, અઢાર ઓગણીશ સાગરૂ, વીશ એકવીશ જઘન્ય આયુ, દેવ ધરતા મનહરૂ. (૨૬) રૈવેયકોના સ્થાન નવમાં, આદિ બાવીશ જાણવું, ત્રીશ સાગર સ્થાન નવમે, અલ્પ આયુ માનવું વિજયાદિ ચાર અનુત્તરોમાં, એકત્રીશ જ સાગરૂ, સર્વાર્થસિદ્ધ સર્વ રીતે પૂર્ણ તેત્રીશ મનહરૂં. (૨૭) અર્થ : ભાવાર્થ : કલ્પોપન્ન દેવોના સૌધર્મ કલ્પમાં એક પલ્યોપમા, ઈશાન કલ્પમાં એક પલ્યોપમથી અધિક, સાન કલ્પમાં બે સાગરોપમ, માહેન્દ્ર કલ્પમાં બે સાગરોપમથી અધિક, બ્રહ્મ કલ્પમાં સાત સાગરોપમ, લાંતક કલ્પમાં દશ સાગરોપમ, શુક્ર કલ્પમાં ચૌદ સાગરોપમ, સહસ્ત્રાર કલ્પમાં સત્તર સાગરોપમ, આનત કલ્પમાં અઢાર સાગરોપમ, પ્રાણત કલ્પમાં ઓગણીશ સાગરોપમ, આરણ કલ્પમાં વીશ સાગરોપમ અને અશ્રુત કલ્પમાં એકવીશ સાગરોપમ એ પ્રમાણે જઘન્ય આયુષ્ય છે. કલ્પાતીત દેવોમાં નવ જાતિના રૈવેયક દેવોનું એક એક સાગરોપમ આયુષ્ય વધતાં, બાવીશથી ત્રીશ સાગરોપમનું અને ચાર અનુત્તર વિમાનનાં દેવોનું એકત્રીશ સાગરોપમનું જઘન્ય આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવનું જઘન્ય આયુષ્ય હોતું નથી. નારકજીવનું જઘન્ય આયુષ્ય : સૂત્ર - નારાપર દિયાતિવુ જરૂા. ર વર્ષના પ્રથમાયામ્ II૪૪ll અનુવાદ : પ્રથમ નરકે અલ્પ આયુ, વર્ષ દશ હજારથી, બીજી નરકે એક સાગર, કહ્યું સૂત્ર વિચારથી; Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૦૫ ત્રીજી આદિ સાત સુધી, આયુ સાગર માનવા, ત્રણ સાતને દશ વળી સત્તર, ચરમ બાવીશ જાણવા. (૨૮) અર્થ ભાવાર્થઃ પહેલી નારકીના જીવોનું દસ હજાર વર્ષનું, બીજી નારકીના જીવોનું એકસાગરોપમ, ત્રીજી નારકીના જીવોનું ત્રણ સાગરોપમ, ચોથી નારકીના જીવોનું સાત સાગરોપમ, પાંચમી નારકીના જીવોનું દશ સાગરોપમ, છઠ્ઠી નારકીના જીવોનું સત્તર સાગરોપમ અને સાતમી નારકીના જીવોનું બાવીશસાગરોપમનું એ પ્રમાણે જધન્ય આયુષ્ય હોય છે. ભવનપતિદેવનું જઘન્ય આયુષ્ય અને વ્યંતરદેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર - મવનેy a I૪પ.. વ્યંતર/પ ત્ર ઇદ્દા. परा पल्योपमम् ॥४७॥ અનુવાદ : ભવનપતિના દેવ કેરું, આયુ જઘન્ય જાણજો, વર્ષ દશ હજાર માની, સૂત્ર અર્થે ધારજો; વર્ષ દશહજાર કેરું, આય વ્યંતર દેવમાં, ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમતણું એ સર્વમાં. (૨૯) અર્થ : ભાવાર્થ : ભવનપતિ અને વ્યંતરદેવો એ દરેકની જધન્ય સ્થિતિ દશહજાર વર્ષની છે; વ્યંતરદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની છે. જ્યોતિષ્ઠદેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર: - જ્યોતિષ્ઠા મધ ૪૮ ग्रहाणामेकम् ॥४९॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્વાર્થાધિગમસૂત્ર નક્ષત્રા મર્થન આપવા - तारकाणां चतुर्भागः ॥५१॥ जघन्या त्वष्टभागः ॥५२॥ चतुर्भागः शेषाणाम् ॥५३॥ અનુવાદ : જ્યોતિષચક્રે ચન્દ્રસૂર્ય, આયુ ધરતાં પલ્યનું, લાખને વળી સહસ્ત્ર અધિક, માન ધરતા વર્ષનું ગ્રહતણું એક પલ્ય પૂરું, માનવું તે સૂત્રથી, નક્ષત્રમાંહિ પલ્ય અરધું, ધારવું તે માનથી. (૩૦) પલ્ય ચોથા ભાગમાં વળી, તારકો સુખ અનુભવે, આઠમા વળી પલ્ય ભાગે, અલ્પ આયુ ભોગવે; તારકો વિણ ચાર સ્થાને, અલ્પ આયુ જાણજો, પલ્ય ચોથો ભાગ ઈણવિધ, સૂત્ર ભાવ વિચારજો. (૩૧) અર્થ: ભાવાર્થઃ જ્યોતિષ્ક દેવોમાં ચન્દ્રની એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, અને સૂર્યની પલ્યોપમથી એક હજાર વર્ષ અધિક, ગ્રહની એક પલ્યોપમ, નક્ષત્રની અર્ધ પલ્યોપમ અને તારાની પાપલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિના વિષયમાં તારાની પલ્યોપમના-આઠમા ભાગની; નક્ષત્ર, ગ્રહ, ચંદ્ર અને સૂર્ય એ દરેકની-પાપલ્યોપમની સ્થિતિ છે. तत्त्वार्थाधिगमे सूत्रे सानुवाद-विवेचने । तुर्योऽध्यायः परिपूर्णो, देवता-स्थितिबोधकः ॥४॥ ૬ ૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૦૭ અધ્યાય ૫ મો = દ્રવ્ય અને તેનું સ્વરૂપ : સૂત્ર - મળીવાય ધમ-ધમ–ાશ- પુતા: II દ્રવ્યાપિ નીવાશ રા नित्यावस्थितान्यख्याणि च ॥३॥ रूपिणः पुद्गलाः ॥४॥ आऽऽकाशादेकद्रव्याणि ॥५॥ નિમિયાન વ દા અનુવાદ : અજીવકાર્ય ચાર વસ્તુ, ધર્મ ને અધર્મથી, આકાશ પુદ્ગલ સાથે માની, સમજો સૂત્રમર્મથી; એ ચાર વસ્તુ અતિશબ્દ, કાયશબ્દ મેળવી, નામ આખું અર્થ ધારી, માનીએ મતિ કેળવી. (૧) જીવ અસ્તિકાય મળતાં, પાંચ દ્રવ્યો ધારવા, નિત્ય, સ્થાયી ભાવ સાથે, સર્વે અરૂપી માનવા; દ્રવ્ય પુદ્ગલ માત્રરૂપી, સૂત્ર દ્વારા સંગ્રહ્યા, પ્રથમના એ ત્રણ દ્રવ્યો, એક ને અક્રિય કહ્યા. (૨) અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, એ ચાર અજીવકાય છે. તેમાં જીવકાય ઉમેરતાં પાંચ દ્રવ્ય થાય છે. સર્વ દ્રવ્યો નિત્ય અવસ્થિત અને અમૂર્ત-અરૂપી છે. ફક્ત પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. પહેલાં ત્રણ દ્રવ્યો દરેક એક એક અને નિષ્ક્રિય છે. | ભાવાર્થ : સૂત્રકાર અજીવનું લક્ષણ ન બતાવતાં જીવના ઉપયોગ લક્ષણથી વિપરીત તે અજીવ સમજી લેવાનું સૂચવે છે; Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્વાર્થાધિગમસૂત્ર એટલે જેનામાં ઉપયોગ નથી અજીવ છે. અજીવના ચાર પ્રકાર છે. (૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ અને (૪) પુદ્ગલ; આ ચારને અજીવકાય કહેવામાં આવે છે, કારણ કે એ દરેક પ્રદેશોના સમૂહરૂપે છે; તેમાં અપવાદ એ છે કે પુગલ પ્રદેશરૂપ અને પ્રદેશના અવયવરૂપ એમ બે પ્રકારે છે. | વિશ્વમાં રહેલ દરેક પદાર્થ દ્રવ્ય, પર્યાયરૂપ યા પરિવર્તનશીલ માત્ર છે એમ નહિ, પરંતુ એ દરેક અનાદિ નિધન છે. જગતમાં દ્રવ્ય પાંચ છે તે પહેલા બે સૂત્રમાં બતાવ્યા છે. પાંચે દ્રવ્ય સમાન હોવા છતાં તેના કેટલાક ગુણપર્યાય સમાન, અને કેટલાક અસમાન પણ હોય છે; કારણ એ છે કે દ્રવ્યના ગુણ અને પર્યાય એ પોતે દ્રવ્યરૂપ નથી. • સમાનતાનો વિચાર કરતાં એ પાંચ દ્રવ્યો અનાદિ નિધન હોઈ નિત્ય છે; અર્થાત્ એ દરેક પોતાનું સામાન્ય અને વિશેષરૂપ કદી પણ તજતા નથી. પાંચે દ્રવ્યોથી સંખ્યામાં ન્યૂનાધિકતા થતી ન હોઈ તે અવસ્થિત-સ્થિર પણ છે. પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપનો ત્યાગ ન કરવો તે નિત્યત્વ; અને પોતાના સ્વરૂપમાં ટકી બીજા દ્રવ્યનું સ્વરૂપ ન સ્વીકારવું તે અવસ્થિતત્વ છે. અસમાનતાનો વિચાર કરતાં ધર્મ, અધર્મ, આકાશ અને જીવ એ ચાર દ્રવ્ય અમૂર્ત-અરૂપી છે. અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તરૂપી છે. ઇન્દ્રિયગ્રાહ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણપર્યાય સમુદાય તે મૂર્તિ છે, અને તેનો અભાવ તે અમૂર્તિ છે. પાંચ દ્રવ્યોમાં માત્ર પુદ્ગલના ગુણપર્યાય મૂર્ત હોઈ ઇન્દ્રિયગ્રાહ્ય છે; અને બાકીના ચાર દ્રવ્યોના ગુણપર્યાય અમૂર્ત હોઈ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. પુદ્ગલના અવિભાજ્ય અંશરૂપ પરમાણુ ઇન્દ્રિયગ્રાહ્ય ન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્વાર્થાધિગમસૂત્ર હોવા છતાં તે સ્કંધમાં ભળતાં ઇન્દ્રિયગ્રાહ્ય થતો હોવાથી મૂર્ત ગણાય છે. ધર્મ, અધર્મ અને આકાશ એ દરેક એક એક વ્યક્તિરૂપ, અને નિષ્ક્રિય છે. અહીં નિષ્ક્રિયતાથી ગતિ ક્રિયાનો નિષેધ કર્યો છે; સદશ પરિણમનરૂપ ક્રિયા તો દરેક દ્રવ્યમાં હોય છે. જીવ અને પુદ્ગલ અનંત વ્યક્તિરૂપ છે; અને એ દરેક ગતિશીલ પણ છે. દ્રવ્યની પ્રદેશ સંખ્યા : सूत्र - असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८॥ आकाशस्यानन्ताः ॥९॥ संख्येयासंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥ નાખોઃ શા અનુવાદ : ધર્મ, અધર્મ, જીવ, દ્રવ્યો; પ્રદેશથી અસંખ્ય છે. આકાશ લોકાલોક વ્યાપી, પ્રદેશથી અનન્ત છે; સંખ્ય, અસંખ્ય અનંત ભેદ પુદ્ગલોને જાણીએ, પરમાણુ હોયે અપ્રદેશી, સૂત્રથી વિચારીએ. (૩) અર્થ : ધર્મ, અધર્મ અને જીવ એ દરેકના અસંખ્ય પ્રદેશ છે, લોકાલોક વ્યાપારી આકાશના અનંત પ્રદેશ છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત, અને અનંત પ્રદેશ છે. અણુ-પરમાણુના પ્રદેશ નથી. ભાવાર્થ દ્રવ્યનો સૂક્ષ્મ અંશ કે જેના અંશની કલ્પના બુદ્ધિ પણ કરી ન શકે તે પ્રદેશ છે. આવો પ્રદેશ સ્કંધથી અલગ છૂટો હોય ત્યારે પરમાણુ કહેવાય છે; તે સ્કંધ મિશ્રિત હોય ત્યારે પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય સ્કંધરૂપ છે; તેના પ્રદેશ અલગ પાડી શકાતા નથી, પણ તેની કલ્પના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્વાર્થાધિગમસૂત્ર કરવાની રહે છે, તે દરેકના અસંખ્ય પ્રદેશ છે. આકાશ દ્રવ્ય પણ સ્કંધરૂપ છે; તેના પ્રદેશ પણ છૂટા પાડી શકાતા નથી. આકાશ લોક અને અલોક વ્યાપી છે; એટલે તેના અનંત પ્રદેશ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય દરેક વ્યક્તિરૂપે અનંત છે; પ્રત્યેક જીવ અને પ્રત્યેક પુદ્ગલ એ અખંડ વસ્તુ છે. એક જીવના પ્રદેશ અસંખ્ય છે અને તે અવિભાજ્ય છે. પુદ્ગલ દ્રવ્યના સ્કંધ અનેક પ્રકારના છે; (૧) સંખ્યાત પ્રદેશી, (૨) અસંખ્યાત પ્રદેશી, (૩) અનંત પ્રદેશી અને (૪) અનંતાનંત પ્રદેશી. સૂત્રાંતર્ગત અનંત સંખ્યામાં અનંતાનંતનો સમાવેશ એ રીતે થાય છે કે અનંતના પણ અનંત પ્રકાર છે. પુદ્ગલ એ એક જ દ્રવ્ય એવું છે કે જેના પ્રદેશ સ્કંધથી જુદા પાડી શકાય છે, અને આમ છૂટા થયેલ પ્રદેશ પાછા ફરી સ્કંધમાં ભળી જઈ શકે છે; છૂટા પડવું અને ભેગા થવું એ ગુણ માત્ર મૂત્ત દ્રવ્ય પુદ્ગલમાં છે. પુદ્ગલ સ્કંધમાંથી છૂટો પડતો ભાગ અવયવ કહેવાય છે; અને તેનો છેલ્લો અવયવ તે પરમાણુ છે કે જે અવિભાજ્ય છે. પરમાણુ વ્યક્તિમાં પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ગુણ રહેલા જ છે, પરમાણુ અગોચર હોવા છતાં રૂપી છે; પરમાણુના ઉપરોક્ત ગુણમાં પર્યાયરૂપે પરિવર્તન-પરિણમન થયાં કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને પુદ્ગલ એ દરેકના પ્રદેશના પ્રમાણમાં અંતર નથી; કારણ કે જેટલા ભાગમાં પરમાણુ રહી શકે છે તે જ પ્રદેશ કહેવાય છે, અર્થાત્ જે પરમાણુ સ્કંધથી છૂટો પડી શકતો નથી તે પ્રદેશ છે. પરમાણુ પોતે અવિભાજ્ય હોઈ તેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય છે. પરમાણુ અને પ્રદેશ પ્રમાણમાં સમાન છે, છતાં પુદ્ગલના પરમાણુ સ્કંધથી અલગ થઈ શકે છે. તેમજ સ્કંધમાં ફરી ભળી શકે છે; જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧૧ આત્માના પ્રદેશો પોતપોતાના સ્કંધથી અલગ જ થતા નથી એટલે તેમને ફરી ભળવાનો પ્રશ્ન જ રહેતો નથી. દ્રવ્યનું કાર્ય : સુત્ર - વિશેડવII: શરા થwથયોઃ ત્રે રૂા एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥१६॥ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोस्पकारो ॥१७॥ અનુવાદ ઃ લોકાકાશે સર્વ દ્રવ્યો, રહ્યા અવગાહન કરી, ધર્મ ને અધર્મ દ્રવ્યો, પૂર્ણ લોકે રહે ઠરી; એક આદિ પ્રદેશ સ્થાને, પુદ્ગલની અવગાહના. અસંખ્યય ભાગાદિ સ્થાને, જીવની અવગાહના. (૪) પ્રદેશનો સંકોચ થાતો, વિસ્તરે દીપકપરે, શરીર વ્યાપિ જીવ પ્રદેશો એજ ઉક્તિ અનુસરે; જીવાદિના સંચાર સમયે, ગતિ સહાયક ધર્મ છે, સ્થિરતામાં મદદરૂપે, દ્રવ્ય એ જ અધર્મ છે. (૫) અર્થઃ લોકાકાશમાં સર્વ દ્રવ્યો ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય અને પુદ્ગલ રહેલા છે. તેથી આકાશનું કાર્ય અવગાહના-જગ્યા આપવાનું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. અનંતાનંત પંગલની અવગાહના પણ લોકાકાશના અસંખ્યાતમાં પ્રદેશમાં છે. લોકના અસંખ્યાત ભાગમાં જીવની અવગાહના છે; અનંત પુદ્ગલ દ્રવ્ય અનંત જીવોની અપેક્ષાએ દરેકનું અવગાહનાક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ છે. જીવના પ્રદેશ દેહવ્યાપી અને દીપકની માફક સંકોચ વિકાસશીલ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - તત્વાર્થાધિગમસૂત્ર છે. જીવ અને પુદ્ગલની ગતિમાં ધર્માસ્તિકાય અને સ્થિરતામાં અધર્માસ્તિકાય એ મદદગાર સાધન છે; અર્થાત્ ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને ગતિ આપવાનું અને અધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલને સ્થિરતા આપવાનું છે. ભાવાર્થ : પાંચ દ્રવ્યોમાં આકાશ એ આધાર અને બાકીના ચાર આધાર પામનાર છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ એ ચારે આકાશમાં રહે છે; આકાશ એટલું વિશાળ છે કે તેને કોઈના આધારની આવશ્યકતા નથી; અને તે સ્વયં પ્રતિષ્ઠિત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ આકાશમાં રહેવા છતાં સમગ્ર આકાશમાં ન રહેતાં પરિમિત આકાશમાં રહે છે; આ ચાર જે પરિમિત આકાશમાં રહે છે તે લોકાકાશ કહેવાય છે. તેના અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશની બહાર ચારે બાજુ અનંત આકાશ છે, જે અલોકાકાશ કહેવાય છે; તેના અનંત પ્રદેશ છે. આ અલોકાકાશમાં કોઈ દ્રવ્ય હોતું નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે સ્કંધરૂપે છે. અને તે દરેક સંપૂર્ણ લોકાકાશવ્યાપી છે. પુદ્ગલ દ્રવ્યનો આધાર લોકાકાશ છે; પરંતુ વ્યક્તિરૂપે તે અનંત હોવાથી તેના પરિણામમાં ફરક રહે છે. પરમાણુ એક આકાશ પ્રદેશમાં, દ્વયણુક-એક યા બે આકાશ પ્રદેશમાં, ત્રયણુ-એકથી ત્રણ આકાશ પ્રદેશમાં, એમ સંખ્યાતામુક, અસંખ્યાતાણુક અને અનંતાનંતાણુક, એકથી માંડી અસંખ્ય આકાશ પ્રદેશમાં રહી શકે છે. આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધાર પામનાર યુગલના પ્રદેશની સંખ્યાથી ધૂન કે બરાબર હોઈ શકે છે; પરંતુ તેથી અધિક હોઈ શકતી નથી. વિશેષતા એ છે કે અનંતાણુક અને અનંતાનંતાણુક Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧૩ માટે આકાશના અસંખ્યાત પ્રદેશથી અધિક ક્ષેત્રની પણ આવશ્યકતા રહેતી નથી. જીવ પણ પુદ્ગલની માફક વ્યક્તિરૂપે અનંત છે. જીવનું પરિમાણ અણુ કે વ્યાપક ન હોઈ મધ્યમ છે. સર્વ આત્માનું પરિમાણ મધ્યમ છે. સર્વ આત્માનું પરિમાણ મધ્યમ હોવા છતાં તે દરેકની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ આદિ સરખા નથી. પ્રત્યેક જીવનું આધારક્ષેત્ર જધન્યથી લોકના અસંખ્યાતમાં ભાગનું અથવા અંગુલના અસંખ્યાતમા ભાગનું ગણાય છે, અને ઉત્કૃષ્ટથી તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ વ્યાપક છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશ છે; તેના અસંખ્યાતમા ભાગની જે કલ્પના થઈ શકે છે તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે. આ ભાગ પણ અસંખ્યપ્રદેશી હોય છે; તેવા એક, બે, ત્રણ અને વધતા વધતા-અસંખ્યપ્રદેશી સમગ્ર લોકાકાશરૂપ સમસ્ત લોકમાં પણ એક જીવ રહી શકે છે. જીવદ્રવ્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું હોઈ તેટલો પ્રદેશ રોકે છે, પરંતુ કાલાંતરમાં, જીવાંતરમાં એક, બે, ત્રણ, એમ વધતાં સમગ્ર લોકાકાશમાં પણ તે રહી શકે છે. જીવનું અવગાહનક્ષેત્ર સમગ્ર લોકાકાશ કેવલીસમુદ્ધાત પ્રસંગે જ હોઈ શકે છે. જીવ સાથે અનાદિકાળનું સંબંધી કાર્મણ શરીર હોય છે, જે અનંતાનંત પ્રદેશી છે; તેના પરિણામે પ્રત્યેક જીવના પરિમાણમાં ન્યૂનાધિકતા હોય છે. આ કાર્મણ શરીર પણ નિરંતર એકરૂપે નથી; તેના દ્વારા કર્મમાં ન્યૂનાધિકતા થયા કરે છે. આ કારણથી ઔદારિક-આદિ અન્ય શરીર પણ ધૂલ, નાનું, સૂક્ષ્મ, બાદર આદિ અનેક પ્રકારના હોય છે. દ્રવ્ય તરીકે જીવ અરૂપી હોવા છતાં કાર્પણ શરીરના સંબંધથી ઔદારિક આદિ દેહના કારણે મૂર્ત જેવું બની જાય છે; આમ હોઈ પ્રત્યેક જીવ જે જે પ્રમાણમાં દેહ ધારણ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્વાર્થાધિગમસૂત્ર કરે છે તેટલા તેટલા પ્રમાણનો જીવ દેખાય છે. ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય અને આકાશની માફક જીવ અરૂપી હોવા છતાં પહેલાં ત્રણના પરિમાણમાં ન્યૂનાધિકતા ન થવા છતાં જીવના પરિમાણમાં ન્યૂનાધિકતા થાય છે તે સ્વભાવભેદ છે. જીવનો સ્વભાવ એવો છે કે નિમિત્ત મળતાં દિપકની માફક તે સંકોચવિકાસ પામે છે. તેના સંકોચની મર્યાદા અંગુલના અસંખ્યાતમા ભાગની અને વિકાસની સમસ્ત લોકાકાશ છે. મર્યાદાના કારણ એ છે : (૧) લોકાકાશ અને જીવ એ બેની પ્રદેશ સંખ્યા સમાન અસંખ્યાત પ્રદેશ છે. વિકસિત દશામાં જીવનો એક એક પ્રદેશ આકાશના એક એક પ્રદેશ પર વ્યાપે છે; તેથી સર્વોત્કૃષ્ટ વિકસિત દશામાં પણ જીવ લોકાકાશ બહાર અલોકાકાશને વ્યાપ્ત કરતો નથી. (૨) વિકાસ એ ગતિનું કાર્ય હોઈ ધર્માસ્તિકાય વિનાના અલોકાકાશમાં જીવના વિકાસનો પ્રશ્ન જ રહેતો નથી. સૂક્ષ્મ એવું નિગોદ શરીર જે અનંત જીવોનું એક સાધારણ શરીર છે તે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહી શકે છે. મનુષ્ય આદિના ઔદારિક શરીરની અંદર અને બહાર પણ અનેક સંમૂર્ણિમ જીવો હોય છે; આ કારણે અસંખ્યાતપ્રદેશી એવા લોકાકાશમાં અનંતાનંત જીવની અવગાહના સંભવિત બને છે. અનંતાનંત પુદ્ગલ અસંખ્યાતપ્રદેશી લોકાકાશમાં સમાઈ શકે છે; કારણ કે તેનામાં સૂક્ષ્મ પરિણામશક્તિ છે, આના પરિણામે પરસ્પર પ્રતિઘાત વિના અનંતાનંત પરમાણું અને તેના અનંતાનંત સ્કંધ લોકાકાશમાં રહી શકે છે. પુદ્ગલ દ્રવ્યરૂપી હોવાથી ભૂલ હોય તો પ્રતિઘાત કરી શકે છે. પરંતુ સૂક્ષ્મરૂપે પ્રતિઘાત કરી શકતા નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧૫ ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય અને આકાશ એ દરેક અરૂપી હોઈ ઇંદ્રિયગ્રાહ્ય નથી. જીવ અરૂપી હોવા છતાં કાર્મણ શરીરના કારણે રૂપી જેવો બને છે તેથી તેનું સ્વરૂપ કંઈક અંશે ઇંદ્રિયગ્રાહ્ય અને કંઈક અંશે ઇંદ્રિય અગ્રાહ્ય છે. પુગલ દ્રવ્યરૂપે સ્કંધરૂપી હોઈ ઇંદ્રિયગ્રાહ્ય છે. જગતના પદાર્થોમાં જીવ અને પુદ્ગલ એ બે ગતિશીલ છે. આ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ તો જીવ અને પુદ્ગલની પરિણમન શક્તિ છે; પરંતુ ઉપાદાન કારણ નિમિત્ત વિના કાર્યકર થતું નથી. તેથી ગતિનું કારણ નિમિત્તરૂપે ધર્માસ્તિકાય, અને સ્થિતિનું કારણ નિમિત્તરૂપે અધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાયને ગતિનું અને અધર્માસ્તિકાયને સ્થિતિનું નિયામક તત્ત્વ ગણવામાં આવે છે; તેનું કારણ એ છે કે અનંતાનંત જીવ અને પુદ્ગલ અનંત આકાશમાં ગતિ કરનાર બને તો નિયત સૃષ્ટિરૂપે તેનું પુનઃમિલન અસંભવિત બની જાય. સૂત્રઃ -- ગ્રાન્નાશાવાદઃ ૨૮ शरीखाड्मनःप्राणापानाः पुद्गलानाम् ॥१९॥ सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥ परस्परोपग्रहो जीवानाम् ॥२१॥ અનુવાદ: આકાશ તો અવકાશ આપે, કાયા, વચન, મન, શ્વાસના, સુખદુઃખ ને જીવિત, મરણ, ઉપકાર પુદ્ગલ વાસના; ઉપકાર એકથી એક સાથે, જીવ દ્રવ્ય ભાવના, અહિત ઠંડી હિત સાધે, સાચી તે પ્રસ્તાવના. (૬) અર્થ : અવગાહના આપવી તે આકાશનું કાર્ય છે, શરીર, વચન, મન, પ્રાણાપાન-શ્વાસોશ્વાસ, સુખ, દુ:ખ, જીવન, મરણ અને ઉપગ્રહ-ઉપકાર એ પુદ્ગલના કાર્યો છે; પરસ્પર ઉપકાર એ જીવનું કાર્ય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ ઃ આકાશનું કાર્ય જગ્યા આપવાનું છે. તે જીવ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ એ દરેક દ્રવ્યોને જગ્યા આપે છે. પુદ્ગલ દ્રવ્યના અનેક કાર્યો છેતેમાં માત્ર જીવને ઉપકારક અને અપકારક એવા કેટલાકની ગણના અહીં કરી છે. ઔદારિક આદિ શરીર તો પૌગલિક છે. કાશ્મણ શરીર ઇન્દ્રિયગમ્ય નથી, છતાં તે ઔદારિક આદિ શરીરનું જનક હોઈ તે દ્વારા સુખદુઃખનો અનુભવ કરાવે છે; તેથી તે પૌગલિક છે. વીર્યંતરાય, મતિજ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી ભાવ ભાષારૂપ ખાસ શક્તિ છે; તે પુદ્ગલ સાપેક્ષ હોઈ પૌગલિક છે. ભાષાપ્રર્યાપ્તિ જીવ દ્વારા પ્રેરિત બની ભાષા-વાણીના પુદ્ગલરૂપે પરિણમતા પુદ્ગલના સ્કંધ તે દ્રવ્ય ભાષા છે. લબ્ધિ અને ઉપયોગરૂપ ભાવમન પણ પૌત્રાલિક છે. જ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષમોપશમ અને અંગોપાંગનામ કર્મના ઉદયથી વિચારમનોવર્ગણારૂપ પુદ્ગલ સ્કંધ તે દ્રવ્યમન છે. જીવ દ્વારા લેવાતામૂકાતા ઉચ્છવાસ નિઃશ્વાસ-શ્વાસોશ્વાસ એ પણ પૌદ્ગલિક છે. શરીર, ભાષા, મન, પ્રાણ, અપાન એ સર્વની અસર અનુભવગમ્ય છે. અનુકૂળ પરિણામરૂપ સુખ અને પ્રતિકૂળ પરિણામરૂપ દુઃખ અનુક્રમે સાતા અને અસાતા વેદનીયના ઉદયના પરિણામ છે; અને દ્રવ્ય, ક્ષેત્ર, આદિ બાહ્ય નિમિત્તજન્ય છે. આયુ કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ તે જીવન છે, અને શ્વાસોચ્છવાસનો ત્યાગ તે મરણ છે; આમ સુખ, દુઃખ, જીવન, મરણ આદિપર્યાયો જે જીવમાં ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે, તે સર્વ પુદ્ગલ જનિત છે તેથી તે સર્વ પુદ્ગલનો ઉપકાર ગણાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૧૭ કાળ અને પુદ્ગલનું સ્વરૂપ : सूत्रः - वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥२२॥ અનુવાદ : વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વથી, કાળનાં એ પાંચ કાર્યો કહ્યા ભેદપ્રભેદથી; કાળની વિચારણામાં સૂરા અર્થો ધારવા, સૂત્ર બાવીશ પૂર્ણ થાતાં પુગલો વિચારવા અર્થ: વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ તેના પ્રભેદો સહિત કાળનો ઉપકાર છે. ભાવાર્થ : કેટલાક આચાર્ય કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છેતે દૃષ્ટિએ તેના કાર્યની ગણના કરવામાં આવે છે. દ્રવ્યના પોતાના પર્યાયની ઉત્પત્તિમાં નિમિત્તરૂપે પ્રેરણા કરનાર વર્તના છે. મૂળ દ્રવ્યરૂપનો ત્યાગ કર્યા વિના પૂર્વ પર્યાયનો ત્યાગ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિરૂપ સ્થિતિ તે પરિણામ છે. હલનચલનરૂપ ફૂર્તિ-પરિસ્પદ તે ક્રિયા છે. જયેષ્ઠત્વ યા પ્રાચીનતા અને કનિષ્ઠત્વ યા અર્વાચીનતા એ અનુક્રમે પરત્વ અને અપરત્વ છે. આ સર્વ પર્યાયાંતર કાળના કારણે થાય છે. પુદ્ગલનું સ્વરૂપ : स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ॥२३॥ शब्दबन्धसौक्ष्यस्थौल्यसंस्थानभेदतमરછાયાતપોદ્યોતવાશ મા अणवः स्कन्धाश्च ॥२५॥ અનુવાદ : સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પુદ્ગલો દેખવા, વળી શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂલથી સંસ્થાન ભેદ જાણવા; અંધકાર છાયા યુક્તરૂપે આતપ અને ઉધોતથી, Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્વાર્થાધિગમસૂત્ર અણુ અને વળી અંધ ભાવે સુયા ભેદ કૃતથી, અર્થ : પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણયુક્ત છે; તે ઉપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, સંસ્થાન, અંધકાર, છાયા-પ્રતિબિંબ, આતપ-ઉષ્ણ પ્રકાશ, ઉદ્યોત-શીતપ્રકાશ યુક્તપણ પુદ્ગલ હોય છે. પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધ એમ બે પ્રકારના છે. ભાવાર્થઃ જીવ અને પુદ્ગલ એ બે ભિન્ન તત્ત્વો છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર ગુણ હોય છે, સ્પર્શના આઠરસના પાંચ, ગંધના બે અને વર્ણના પાંચ એમ બાવીશ ભેદ અધ્યાય બીજામાં વર્ણવ્યા છે. દરેક ભેદની તરતમતાના કારણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રભેદ પણ તે દરેકના અનુભવાય છે. શબ્દ એ ગુણ નથી, પરંતુ ભાષાવર્ગણાના પુદ્ગલનું વિશિષ્ટ પરિણામ છે, નિમિત્ત ભેદથી તેના પ્રયોગ જ અને વિગ્નસજ એમ બે ભેદ પડે છે; તેના પ્રભેદ પણ બીજા અધ્યાયમાં બતાવ્યા છે. પરસ્પર સંમેલન-એકરૂપ થવું તે બંધ છે; તેના પ્રાયોગિક અને વૈઐસિક એ બે ભેદ પડે છે; તેના પ્રભેદ પણ બીજા અધ્યાયમાં બતાવ્યા છે. દેહ અને જીવનો કર્મ સંબંધ પ્રાયોગિક છે; જ્યારે મેઘ, ઈન્દ્રધનુષ્ય, આદિ વૈઐસિક બંધ છે. સંસ્થાન-આકારના કારણે સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ એ બે ભેદ પડે છે. તે દરેકના અંત્ય અને અપેક્ષિક એ બેને પ્રભેદ છે. એકજ વસ્તુમાં અપેક્ષા ભેદે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ એ બંને ઘટી ન શકે તે અનુક્રમે અંત્યસૂક્ષ્મત્વ અને અંત્યસ્થૂલત્વ છે. ઉદા) પરમાણુનું સૂક્ષ્મત્વ અને જગવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ, દ્રપણુક આદિ મધ્યવર્તી સ્કંધોનું સૂક્ષ્મત્વ સ્થૂલત્વ, આપેક્ષિક છે. ઉદા) બીલું આમળાની અપેક્ષાએ સ્કૂલ અને આમળું બીલાની અપેક્ષાએ સૂક્ષ્મ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ તત્વાર્થાધિગમસૂત્ર છે, આપેક્ષિક સ્કૂલત્વ અને સૂક્ષ્મત્વ એકજ વસ્તુમાં હોતા નથી, પરંતુ જુદી જુદી વસ્તુમાં હોય છે. સંસ્થાન બે પ્રકારના (૧) ઈન્ધત્વ-બીજાની સાથે તુલના થઈ શકે તેવો આકાર. ઉદા, ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, લંબગોળ આદિ (૨) અનિëત્વ - જે આકારની તુલના ન કરી શકાય તેવો આકાર. ઉદા, મેઘ, ઈન્દ્રધનુષ્ય આદિ, સ્કંધરૂપ પુદ્ગલપિંડમાંથી છૂટા પડવું તે ભેદ છે. તે પાંચ પ્રકારના છે. (૧) ઔત્કરિકખોદવા, ચીરવાથી થતા. (૨) ચૌર્ણિક-ખાંડવા દળવાથી થતાં, (૩) ખંડ-તૂટવાથી થતાં (૪) પ્રત્તર-પડરૂપે છૂટા પડતાં અને (૫) અનુતટ-છાલરૂપે છૂટા પડતા. પ્રકાશના વિરોધી પરિણામરૂપ અને જોવામાં નડતરરૂપ અંધકાર યા તમસ છે. પ્રકાશ પર આવરણ આવતાં પડતું પ્રતિબિંબ તે છાયા છે. તેના બે પ્રકાર છે. અરિસામાં પડતું પ્રતિબિંબ તે વર્ણાદિવિકારરૂપ અને (૨) અન્ય રીતે પડતા અસ્પષ્ટ પ્રતિબિંબરૂપ. સૂર્યસદશ ઉષ્ણ પ્રકાશ તે આતપ અને ચંદ્રસદશ શીત પ્રકાશ તે ઉદ્યોત છે. સૂત્રકાર ત્રેવીશ અને ચોવીશ એ બે સૂત્ર જુદાં પાડી એ સૂચવે છે કે સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ એ બંનેમાં હોય છે; જ્યારે શબ્દ આદિ પર્યાય માત્ર સ્કંધમાં હોય છે. પુદ્ગલ વ્યક્તિરૂપે અનંત હોઈ તેની વિવિધતા અપરિમત છે. અણુ અને સ્કંધમાં સમસ્ત પુદ્ગલ સમાઈ જાય છે. પરમાણુ દ્રવ્ય કારણરૂપ છે; કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય છે; પરમાણુ નિત્ય અને સૂક્ષ્મ છે, તેમાં જધન્યથી એક રસ, એક ગંધ, એક વર્ણ, અને બે સ્પર્શ હોય છે. પરમાણુ ઇંદ્રિયગ્રાહ્ય ન હોવાથી તેનું જ્ઞાન અનુમાન અને આગમથી થઈ શકે છે. દશ્ય પૌગલિક કાર્ય સકારણ હોય છે; તેજ રીતે અદશ્ય અંતિમકાર્ય પણ સકારણ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્વાર્થાધિગમસૂત્ર હોય જ; આ કારણથી પરમાણુ અંતિમ દ્રવ્ય છે, પરમાણુ દ્રવ્યનું કોઈ કારણ નથી, કારણ કે તે અવિભાજ્ય છે; પરમાણુ માત્ર અબદ્ધ અસમુદાયરૂપ છે. સ્કંધ જે પુદ્ગલનો બીજો પ્રકાર છે તે બદ્ધ સમુદાયરૂપ છે. તે કારણની અપેક્ષાએ કર્મ દ્રવ્યરૂપ અને કાર્યની અપેક્ષાએ કારણ દ્રવ્યરૂપ છે. ઉદા) દ્વયણુંક એ પરમાણુનું કાર્ય અને ચણુંક આદિનું કારણ છે. સ્કંધ, અણુની ઉત્પત્તિ : સૂત્ર - સંતવ્ય સ્પદને રદ્દા મેવાણુ મારા भेदसंघाताभ्याम् चाक्षुषाः ॥२८॥ અનુવાદ : સંઘાત ને વળી ભેદથી ઉત્પન સુદ્ધાં નિરખવા, પણ ભેદથી અણુ નિપજે છે, સૂત્ર સાખે ધારવા; ભેદ ને સંઘાતથી ઉત્પન સ્કંધો જાણીએ, નયનથી નિરખાય નિર્મલ, શાસ્ત્ર મર્મ વિચારીએ. અર્થ: સંઘાત, ભેદ અને સંઘાતભેદ એ ત્રણ પ્રકારે સ્કંધ થાય છે. ભેદથી અણ થાય છે. આ ત્રણ કારણથી બનતા સ્કંધ ચક્ષુગ્રાહ્ય અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય છે. - ભાવાર્થ : સ્કંધની ઉત્પત્તિ ત્રણ પ્રકારે થાય છે. (૧) સંઘાતમિલનથી (૨) ભેદથી (૩) અને સંઘાતભેદથી, જુદા જુદા બે પરમાણુ ભેગા મળતાં ધણુક બને છે; આમ એક એક પરમાણુ વધતાં ત્યણુક, ચતુરણક......સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી અને અનંતાનંત પ્રદેશી ઢંધ સંઘાતથી બને છે. મોટા સ્કંધમાંથી છૂટા પડવાથી નાના સ્કંધો-અવયવો બને છે. તે પણ દ્વિપ્રદેશીથી માંડી અનંતાનંતપ્રદેશી હોય છે; છેવટે ઢિપ્રદેશી છૂટા પડતાં અણુ બને છે. કોઈ કોઈવાર એક સ્કંધ તૂટે Page #163 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૨૧ છે, તે જ સમયે તેના જુદા જુદા ભાગમાં કોઈ નવું દ્રવ્ય સંમિલિત થાય છે. આ રીતે બનતા સ્કંધ સંઘાતભેદથી થાય છે, આ સ્કંધો પણ દ્વિપ્રદેશીથી માંડી અનંતાનંત પ્રદેશી હોય છે. પરમાણુ કોઈ દ્રવ્યનું કારણ નથી; તેની ઉત્પત્તિમાં બે દ્રવ્યનો સંઘાત હોતો નથી. દ્રવ્યદૃષ્ટિએ પરમાણુ નિત્ય છે; પરંતુ યથાર્થ દૃષ્ટિએ તે ભેદજનિત છે. કોઈ વખત જુદા પડી રહેવું તે પરમાણુની બે અવસ્થા છે. જુદા પડી સ્વતંત્ર રહે તો પરમાણુ સ્કંધના ભેદથી ઉત્પન્ન થાય છે; શુદ્ધ પરમાણુ નિત્ય હોઈ તેની ઉત્પત્તિમાં ભેદ કે સંઘાત કારણરૂપ નથી. પુદ્ગલ સ્કંધ બે પ્રકારના છે ઃ (૧) ઇન્દ્રિયગ્રાહ્ય અને (૨) ઇન્દ્રિયઅગ્રાહ્ય; તેને અનુક્રમે ચાક્ષુષ અને અચાક્ષુષ સ્કંધ પણ કહેવામાં આવે છે. સૂક્ષ્મ એવો અચાક્ષુષ સ્કંધ નિમિત્તના કારણે સૂક્ષ્મતા તજી બાદર એવો ચાક્ષુષ સ્કંધ પણ બની શકે છે; હેતુ, ભેદ અને સંઘાત એ ત્રણનું સંયુક્ત કાર્યના કારણે તેમ બને છે. સ્કંધમાંના સૂક્ષ્મત્વ પરિણામ નિવૃત્ત થાય છે ત્યારે તે સ્થૂલત્વ પરિણામ ધારણ કરે છે; તે પ્રસંગે તે સ્કંધમાં નવા અણુ ઉમેરાય છે, અને તેમાંના કેટલાક અણુ તે જ સમયે પૃથક્ છૂટા પણ થાય છે. સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને સ્થૂલ પરિણામની પ્રાપ્તિ માત્ર નવા પરમાણુના મિલન અને સ્કંધમાંના પરમાણુના પૃથક્કરણ માત્રથી થતી નથી; પરંતુ તેમાં હેતુ પણ ભાગ ભજવે છે. સ્થૂલત્વ બાદર પરિણામ સિવાય સ્કંધ ચાક્ષુષ બનતો નથી; ભેદના બે અર્થ છે. (૧) પૂર્વ પરિણામની નિવૃત્તિ અને નવા પરિણામની ઉત્પત્તિ (૨) સ્કંધનું તૂટવું અને તેમાંથી અણુનું છૂટા પડવું. સૂક્ષ્મસ્કંધ પરિણામ પામી ચાક્ષુષ બને છે ત્યારે તેમ બનવા માટે વિશિષ્ટ અનંત અણુ સંખ્યાની પણ અપેક્ષા રહે છે. માત્ર સૂક્ષ્મ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ તત્વાર્થાધિગમસૂત્ર પરિણામની નિવૃત્તિ અને બારૂપરિણામની પ્રાપ્તિથી તે કાર્ય પૂરું થતું નથી, પરંતુ તે સાથે ભેદની પણ આવશ્યકતા છે. આમ અચાક્ષુષ સ્કંધને ચાક્ષુષ બનવામાં ચાર કારણ હોય છે : (૧) સ્કંધનો ભેદ, (૨) નવા વિશિષ્ટ પરિણામનું મિલન (૩) સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને (૪) બાદર પરિણામની પ્રાપ્તિ. ચાક્ષુષ અને અચાક્ષુષથી માત્ર નેત્રંદ્રિયગ્રાહ્ય અર્થ ન લેતાં સર્વ ઇન્દ્રિયગ્રાહ્ય એ અર્થ અહીં સમજવાનો છે. આ ઉપરાંત પૌગલિક પરિણામની વિચિત્રતાના કારણે બાદર-ઇન્દ્રિયગ્રાહ્ય સ્કંધ સૂક્ષ્મ-અતીન્દ્રિય પણ બને છે. કેટલાંક સ્કંધ અધિક ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે તે અલ્પ ઇન્દ્રિયગ્રાહ્ય પણ બને છે. ઉદા) મીઠું, હિંગ આદિ ચાર ઇન્દ્રિયગ્રાહ્ય છે; પરંતુ તે પાણીમાં મિશ્રિત થતાં રસન અને પ્રાણ એ બે ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. સતની વ્યાખ્યા અને સ્યાદ્વાદ્ : સૂત્રઃ - ૩Fા વ્યયસ્થવ્યયુજે સત્ ર? तद्भावाव्ययं नित्यम् ॥३०॥ મર્પિતાનતા સિદ્ધ અનુવાદઃ ઉત્પત્તિ નાશ અને સ્થિતિ જ્યાં હોય તે “સ” સમજીએ, સ્વ સ્વરૂપને જે ધારી રાખે “નિત્ય” તેને જાણીએ; અર્પિત ધર્મ અને અનર્પિત ધર્મથી એ સિદ્ધ છે, સ્યાદ્વાદ વિણ આવિશ્વમાં નહિં કોઈ વસ્તુ શુદ્ધ છે. અર્થ: ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્થિતિ એ ત્રણ લક્ષણ જેમાં હોય તે “સત કહેવાય છે. પોતાના સ્વરૂપનો નાશ ન થવો તેનું નામ “નિત્ય' છે. એક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મનો સમાવેશ અર્પિત અને અનર્પિત નયથી સિદ્ધ થાય છે. ભાવાર્થ : દરેક પદાર્થમાં બે અંશ હોય છે, તેમાંનો એક Page #165 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૨૩ અંશ ત્રિકાલ શાશ્વત છે અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના કારણે દરેક વસ્તુ ધ્રૌવ્યાત્મક-નિત્ય અને અશાશ્વત અંશના કારણે ઉત્પાદ-વ્યયશીલ-અનિત્ય ગણાય છે. આ બંને દૃષ્ટિ વિચારવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. સત્ ચેતન હો કે જડ, મૂર્ત હો કે અમૂર્ત, સ્થૂલ હો કે સૂક્ષ્મ, તે સર્વ ઉત્પાદનશીલ, વ્યયશીલ, અને ધ્રૌવ્ય એ ત્રિપદીત્રિગુણરૂપ છે. જૈન દર્શન કોઈપણ વસ્તુને કેવળ પરિણામી ન માનતાં પરિણામીનિત્ય માને છે. આમ માનવાથી પદાર્થ તત્ત્વરૂપે પોતાની મૂળજાતિ તજતો નથી, છતાં નિમિત્ત અનુસાર ઉત્પાદઉત્પત્તિ, અને વ્યય-વિનાશરૂપ પરિવર્તન પામે છે. પરિણામીનિત્યવાદના સ્વીકારનું કારણ અનુભવ છે. સૂક્ષ્મદ્રષ્ટિથી જોતાં કોઈ દ્રવ્ય એવું દેખાતું નથી કે જે માત્ર અપરિણામી કે માત્ર પરિણામી હોય; વસ્તુ માત્ર ક્ષણિક હોય તો તેનો સ્થાયી આધાર ન હોવાથી ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાનો અનુભવ ન થાય-અર્થાત્ પહેલા અનુભવેલ પદાર્થનો ફરી અનુભવ કરતાં “આ તેજ” છે એવું જ ભાન થાય છે તે ન થાય. આવા ભાન માટે વિષયભૂત વસ્તુનું અને આત્માનું એ બેનું સ્થિરત્વ-શાશ્વતત્વ આવશ્યક છે. જડ અને ચેતન માત્ર અવિકારી યા અપરિણામી હોય તો એ બને તત્ત્વોના મિશ્રણરૂપ જગતમાં ક્ષણે ક્ષણે જણાતી વિવિધતા પણ ઉત્પન્ન ન થાય. ઉત્પત્તિ, વિનાશ અને હયાતી એ ત્રણે હોવાં તેજ વસ્તુનું સ્વરૂપ છે અને તેજ સત્ છે. સત્ સ્વરૂપ નિત્ય છે, અર્થાત્ ત્રિકાલ અવસ્થિત છે. એમ પણ નથી કે વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને હયાતી કવચિત્ હોય અને કવચિત્ ન પણ હોય. પદાર્થમાં પ્રત્યેક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એ ત્રણે અંશે નિરંતર હોય છે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ . તત્વાર્થાધિગમસૂત્ર અને તેજ સતનું નિત્યત્વ છે. પોતપોતાની જાતિ ન છોડવી તે સર્વ દ્રવ્યની ધ્રુવતા છે અને પ્રત્યેક સમયે જુદા પરિણામરૂપે ઉત્પન્ન થવું અને વિનાશ પામવું તે સર્વ દ્રવ્યના ઉત્પાદ વ્યય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા પ્રવર્તે છે. પૂર્વસૂત્રમાં નિર્દેશેલ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ દ્રવ્યના સ્થાયી અંશ પૂરતું છે; જ્યારે ઉત્તરસૂત્રમાં નિર્દેશેલ ભાવ ઉત્પાદવ્યયપરિણામ અને અવ્યયનિત્યત્વ એ ત્રણ અંશ પોતે પણ નિત્ય છે તેમ દર્શાવે છે. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. અર્પિત-અપેક્ષા અને અનર્પિત-અપેક્ષાંતર એ બે વડે વિરોધનો સમન્વય થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ ધર્મનો સમન્વય થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ ધર્મનો સમન્વય કેવી રીતે થઈ શકે છે તે આ સૂત્ર દર્શાવે છે. | સ્વરૂપે વસ્તુ સત્ અને પરરૂપે તેજ વસ્તુ અસત્ છે; આ અનુક્રમે સ્વાદસ્તિ અને સ્વાસ્નાસ્તિ છે, એકી સમયે સત્ અને અસત્ એને પ્રરૂપણા કરવા શબ્દ ન હોઈ તે અવક્તવ્ય પણ છે. આમ વિવિલા, અવિવક્ષા અને સહવિવક્ષા આશ્રિત વાક્યરચનાથી ત્રણ દૃષ્ટિ રજૂ થઈ. બાકીની ચાર વાક્યરચના પરસ્પરના મિશ્રણથી બને છે. સ્વાદસ્તિનાસ્તિ, સ્વાદપ્તિ અવક્તવ્ય, ચાનાસ્તિ અવક્તવ્ય અને સ્વાદસ્તિનાસ્તિ અવક્તવ્ય આ સપ્ત ભંગી કહેવાય છે. તેમાં પહેલાં બે વાક્ય મૂળરૂપ છે. આ રીતે નિત્ય, અનિત્ય, સત્વ, અસત્ત્વ, એકત્વ, અનેકત્વ, વાચ્યત્વ, અવાચ્યત્વ આદિ યુગ્મો-લઈ સપ્તભંગી ઘટાવી શકાય. આમ હોઈ એક જ વસ્તુ અનંત ધર્મકાત્મક હોવાના કારણે તે સર્વ અનંત પ્રકારે વ્યવહારમાં પ્રવર્તે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તત્વાર્થાધિગમસૂત્ર બંધનું સ્વરૂપ, દ્રવ્યની વ્યાખ્યા અને કાળ : સૂત્ર - શિક્ષવાદ રૂર न जधन्यगुणानाम् ॥३३॥ गुणसाम्ये सदृशानाम् ॥३४॥ द्वयधिकादिगुणानां तु ॥३५॥ बन्धे समाधिको पारिणामिकौ ॥३६॥ गुणपर्यायवद्रव्यम् ॥३७॥ વનિત્યે રૂટ सोऽनन्तसमयः ॥३९॥ અનુવાદ : સ્નિગ્ધ ને રુક્ષપણાનો, બંધ પુદ્ગલનો કહ્યો, જઘન્ય ગુણથી તે ઉભયનો, બંધ તે વળી નવિ ગ્રહો; સ્નિગ્ધ સાથે સ્નિગ્ધ મળતાં, રુક્ષ સાથે રુક્ષતા, બંધ ન લહે પુદ્ગલો તે, સૂત્ર કહે એમ પૂછતા, (૧૧) બે અધિક ગુણ અંશ વધતા, બંધ પુદ્ગલ પામતા, સમ અધિક પરિણામ પામે, અંશ ન્યૂનાધિકતા; ગુણ અને પર્યાયવાળું, દ્રવ્ય જિનવર કહે સદા, કાળને કોઈ દ્રવ્ય કહે છે, અનંત સમયી સર્વદા. (૧૨) અર્થ : પુગલના સ્નિગ્ધત્વ અને રુક્ષત્વનો બંધ કહ્યો છે. જઘન્ય ગુણમાં તે બેનો બંધ થતો નથી. સ્નિગ્ધનો નિગ્ધ સાથે અને રુક્ષનો રુક્ષ સાથે અર્થાત્ સદશ બંધ સમાન ગુણે થતો નથી. બે કે તેથી અધિક ગુણ બંધ વખતે સમ અને અધિક ગુણને પોતાનામાં પરિણામ પમાડે છે. ગુણ અને પર્યાયયુક્ત હોય તેને જિનવર દ્રવ્ય કહે છે. કેટલાક આચાર્ય કાળને પણ દ્રવ્ય ગણે છે; જે અનંતસમયી છે.---- ભાવાર્થ : પરમાણ, પ્રદેશ યા અવયવ આદિના પરસ્પર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્વાર્થાધિગમસૂત્ર સંયોગ ઉપરાંત તેમાં રહેલ સ્નિગ્ધતા, રુક્ષત્વ ગુણની સ્કંધ બનવામાં આવશ્યકતા છે. સ્નિગ્ધ અને રુક્ષ ગુણનો બંધ બે પ્રકારનો છે. (૧) સ્નિગ્ધ સ્નિગ્ધનો અથવા રુક્ષ રુક્ષનો એમ સદશ સમાનબંધ (૨) અને સ્નિગ્ધ અને રુક્ષનો વિસદશઅસમાનબંધ. આમ પ્રદેશો પરસ્પર સંયોગ પામે છે ત્યારે સદશ કે વિસદશ ગુણ કે એકત્વ પરિણામને પામે છે તે બંધ છે; તેના પરિણામે અંધ ઉત્પન્ન થાય છે. જે પ્રદેશમાં સ્નિગ્ધત્વ ક્ષત્વના અંશ જઘન્ય હોય છે તેનો સદશ કે વિસદશ બંધ થતો નથી. આ નિયમ એ સૂચવે છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ અંશવાળા સ્નિગ્ધસ્નિગ્ધ પરમાણુ પ્રદેશ કે અવયવોનો બંધ થતો નથી; પરંતુ વિસદશ બંધ થાય છે. આમ જોતાં એ સ્પષ્ટ થાય છે કે અસમાન અંશવાળા પરમાણ, પ્રદેશ કે અવયવોનો સદશ બંધ થઈ શકે છે. આ વસ્તુને પણ સૂત્રકાર મર્યાદિત કરતાં જણાવે છે કે અસમાન અંશવાળા સદશ અવયવોમાં બે કે તેથી અધિક અંશ ગુણમાં તરતમતા હોય તો જ બંધ થઈ શકે છે; નહિ તો નહિ. આમ એક અંશ ગુણની તરતમતા હોય તો સદેશ અવયવોનો બંધ થઈ શકતો નથી. સમાંશ ગુણ, પરમાણુ, પ્રદેશ, અવયવો આદિનો સંદશ બંધ થતો નથી; પણ વિસદશ બંધ તો થાય છે. ઉદાબે અંશ રુક્ષનો બે અંશ સ્નિગ્ધ સાથે યાવત્ અનંતાનંત રુક્ષનો અનંતાનંત સ્નિગ્ધ સાથે બંધ થાય છે. આવા પ્રસંગે બેમાંનો કોઈ એક સમઅંશ બીજા સમઅંશને પોતાનામાં સમાવી લે છે અર્થાત્ પરિણત કરે છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અનુસાર સ્નિગ્ધત્વ રુક્ષત્વને અથવા રુક્ષત્વ સ્નિગ્ધત્વને પોતાના રૂપમાં પરિણમાવે છે. અધિકાંશ અને હીનાંશ પ્રદેશ આદિ બાબતમાં હીનાંશનું પરિવર્તન અધિકાંશમાં થાય છે અર્થાત્ Page #169 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૨૭ પાંચ અંશ સ્નિગ્ધત્વ એ અંશ સક્ષત્વને પોતાનામાં પરિવર્તન કરે છે; તે જ રીતે પાંચ અંશ સક્ષત્વ બે અંશ સ્નિગ્ધત્વને પોતાનામાં પરિવર્તિત કરે છે. ભાષ્ય અને વૃત્તિકાર જઘન્ય ગુણવાળા બે પરમાણુ, પ્રદેશ કે અવયવના બંધનો નિષેધ કરે છે. તદ્દનુસાર જઘન્ય ગુણ પરમાણુનો જઘન્યતર પરમાણુ સાથે બંધ થાય છે. તે ઉપરાંત પાંત્રીશમાં સૂત્રના આદિ પદથી ત્રણ ચાર વધતા વધતા સંખ્યાત, અનંત અને અનંતાનંત સંખ્યા પણ લેવામાં આવે છે. આમ હોઈ એક પ્રદેશ યા અવયવથી માંડી અનંતાનંત અધિક તરતમતવાળા હોય તો તે સ્વીકારવામાં આવે છે. માત્ર એક અંશ અધિકમાં બંધ સ્વીકારાતો નથી. હિન્દુ રસાયનશસ્ત્રના ઇતિહાસના બીજા પુસ્તકના પૃ૦ ૧૭૮ થી ૧૮૫માં હિંદી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર પી.સી. રે વાચકઉમા-સ્વાતિકૃત તત્ત્વાર્થ બાબત નીચેનો ઉલ્લેખ કરે છે : જૈનોના નવતત્ત્વોમાંના બીજા અજીવ તત્ત્વના પાંચ વિભાગ છે. (૧) ધર્માસ્તિકાય - Fulcrum of Motio (૨) અધર્માસ્તિકાય Fulcrum of stationariness (૩) આકાશાસ્તિકાય-space અને (૪) કાળ-Time એ ચાર અરૂપી અને (૫) પુદ્ગલ-Matter દ્રવ્યરૂપી છે. અજીવ કાં તો દ્રવ્ય Entity 24991 4414 change of space in Entity cô. તાત્ત્વિક દૃષ્ટિ સામે વ્યવહારિક દૃષ્ટિની જરૂર અહીં પૂરી પડે છે. પુદ્ગલના બે પ્રકાર છે. (૧) અણુ-Atom અને (૨) સ્કંધsubstence જૈનો પ્રદેશના સમુદાયરૂપ સ્કંધથી શરૂઆત કરે છે. સ્કંધ ભેદતાં ભેદાતાં અણુમાં પરિણમે છે એટલે પેાત્ મનુ સ્કંધ ત્રણ પ્રકારે બને છે. (૧) ભેગા મળવાથી (૨) છૂટા પડવાથી Page #170 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૨૮ (૩) અને એકી સાથે ભેગા અને છૂટા થવાની ક્રિયાથી સંધાતાત, મેવાત્ અને સંચાત મેદ્રાત્. અણુ નિત્ય હોઈ આદિ અને અંત વિનાનો અને અવિભાજ્ય છે; તે ઉપરાંત તે કદ વિનાનો અને સ્વતંત્ર છે. સ્કંધ હ્રયણુકથી માંડી સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત અણુકના બને છે. ગણતરી કરી શકાય તે સંખ્યાત, અગણિત પરંતુ ઉપમા દ્વારા સમજાવી શકાય તે અસંખ્યાત, અગણિત અને દષ્ટિ મર્યાદા બહાર તે અનંત અને આવા અનંતના અનંત પ્રકારમાંનો છેવટનો પ્રકાર અનંતાનંત. પુદ્ગલના ગુણ બે પ્રકારે છે. (૧) સામાન્ય અને (૨) વિશેષ. પરમાણુ અને સ્કંધ એ બેના સમાન ગુણ તે સામાન્ય ગુણ છે; માત્ર પરિણમનના કારણે સ્કંધમાં ઉદ્ભવતા તે વિશિષ્ટ ગુણ છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર સામાન્ય ગુણ છે; જે પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે. પરમાણુમાં રહેલ આ ચાર ગુણ કે તેની શક્તિ અવ્યક્ત હોય છે એટલે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જ્યારે તે સ્કંધમાં ભળી જાય છે ત્યારે પરિણામ પામેલ શક્તિ વ્યક્ત અનુભવગમ્ય થઈ ઈંદ્રિયાગ્રાહ્ય બને છે. પરમાણુમાં રહેલ ગુણ અને તેની શક્તિ વ્યક્ત નથી; છતાં તેમાં એક રસ, એક ગંધ, એક સ્પર્શ અને એકવર્ણ દ્વયી હોય છે. સ્પર્શના બે યુગલ (સ્નિગ્ધ, રુક્ષ અથવા શીત-ઉષ્ણ) માનું ગમે તે એક હોય છે. યણુકથી માંડી અનંતાનંતાણુક કંધોમાં ઉપરોક્ત ગુણ ઉપરાંત નીચેના ગુણો વ્યક્ત કે અવ્યક્ત હોય છે. (૧) શબ્દ, (૨) બંધ, (૩) ભેદ, (૪) સૂક્ષ્મતા (૫) સ્થૂલતા, (૬) સંસ્થાનઆકાર, (૭) તમઃ-કાળાશ કે અંધકાર, (૮) પ્રતિબિંબ પાડવાની છાયા-શક્તિ, (૯) આતપ-ઉષ્ણ પ્રકાશ Radiant Heat અને (૧૦) ઉદ્યોત-શીતપ્રકાશ Radiant Light. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯. તત્વાર્થાધિગમસૂત્ર કઠણ અને નરમ, ભારે અને હલકું, ઉષ્ણ અને શીત, સ્નિગ્ધ-ચીકણો અને રુક્ષ-લુખ્ખો આ ચાર યુગલ એ આઠ સ્પર્શ છે; તેમાંના બે યુગલ (શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષની)માંના ગમે તે એકની તરતમતા યુગલ અણુમાં હોય છે. આ ઉપરાંત ધયણુકથી માંડી અનંતાનંતાણક સ્કંધોમાં બે વધારાની યુગલની તરતમતા હોય છે. પરમાણુના બંધ ગુણમાંથી આકર્ષણ શક્તિની ઉત્પત્તિ જૈનો માને છે. રસ પાંચ છે : (૧) કડવો (૨) કષાયલો, (૩) તીખો, (૪) ખારો અને (૫) મીઠો. મીઠાનો ખારો સ્વાદ મીઠા સ્વાદમાં ફેરવી શકાય એમ કેટલાક માને છે; જ્યારે કેટલાક તે સ્વાદને મિશ્ર માને છે. વર્ણ પાંચ છે : (૧) લાલ, (૨) પીળો, (૩) નીલ, (૪) ધોળો અને (૫) કાળો. ગંધ બે છે : (૧) સુગંધ અને (૨) દુર્ગધ. શબ્દના છ પ્રકાર છે : (૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) સુષિર, (૫) વર્ષા અને (૬) ભાષા. - જૈનો પ્રતિ આવશ્યક ઋણ તેમના પરમાણુવાદના કારણે છે; તેમાં પરમાણુ અને સ્કંધનું યથાર્થ પૃથક્કરણ છે. જૈનો માને છે કે જુદા જુદા તત્ત્વો કે ભૂતો એકજ પ્રકારના મૂળ પરમાણુમાંથી પરિણામ પામેલા છે. આમ હોવાથી રાસાયણિક મિશ્રણમાં જે સ્વાભાવિક શક્તિ અગત્યનો ભાગ ભજવે છે તે જાતિ તરીકે મૂળ પરમાણુ જ છે; અને તે તેનાથી જુદી નથી તેમ તે દર્શાવે છે. મિશ્રણ થવામાં માત્ર સંયોગ પણ પૂરતો નથી; મિશ્રણ થતાં પહેલાં પરમાણુ કે પ્રદેશનો બંધ થવાની આવશ્યકતા છે. સામાન્યતઃ પુદ્ગલનો એક અંશ સક્રિય(Positive) અને બીજો નિષ્ક્રિય (Negative હોવો જોઈએ; અર્થાત્ તે વિષમ ગુણવાળા હોવા જોઈએ તો જ બંધ થઈ શકે. આમ વિષમ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. ---- તત્વાર્થાધિગમસૂત્ર ગુણવાળા હોવા છતાં તે ગૌણ પ્રકૃતિના હોય - જઘન્ય ગુણવાળા હોય તો સંયોગ-બંધ થતો નથી. વળી તે વિષમ ગુણ સમપ્રમાણ હોય તો પણ બંધ થતો નથી. એક અંશના ગુણની પ્રકૃતિ કરતાં બીજા અંશના ગુણની પ્રકૃતિ (બમણી ?) બે અંશ અધિક તરતમતાવાળી હોય ત્યારે જ બંધ થઈ શકે છે. આ બંધના કારણે બંને અંશોમાં પરિણમન થાય છે, એટલે આ બંધથી બનેલ સ્કંધના ગુણ તે પર અવલંબે છે. સમાન પ્રકૃતિના પણ વિરુદ્ધ ગુણવાળા અંશોની સમાન પ્રકૃતિમાં તરતમતા થાય છે ત્યારે તેમનો બંધ થાય છે. વિશેષ પ્રકૃતિવાળો અંશ ન્યૂન પ્રકૃતિવાળા અંશ પર અસર કરતો હોવાથી ધૂન પ્રકૃતિવાળા અંશના ગુણોમાં ફેર પડે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આ વસ્તુ સામાન્ય ગણાય; પરંતુ તે અત્યંત સૂચક છે. કેમ કે બે વસ્તુના ઘસારાથી તેમની રુક્ષ અને સ્નિગ્ધ સપાટીમાં જે સ્કૂર્તિ દેખાય છે તે ઊંડા અવલોકનનું પરિણામ છે. વા૦ ઉમાસ્વાતિનો આ ગ્રંથ ઈ. સ. પહેલાના પ્રથમ સૈકાનો છે. ઉપરોક્ત વૈજ્ઞાનિકના ઉલ્લેખ બાબત એ સ્પષ્ટતા કરવાની રહે છે કે તે દિગંબર ટીકા ઉપરથી લખાયેલ છે. આપણે પરમાણુમાં જધન્યથી એક રસ, એક ગંધ અને એક વર્ષ ઉપરાંત એક સ્પર્શ કયી (સ્નિગ્ધ રુક્ષ) માનીએ છીએ અને ઉત્કૃષ્ટથી ચાર સ્પર્શ (સ્નિગ્ધ-સક્ષ-શત-ઉષ્ણ), એક યા પાંચ રસ એક યા બે ગંધ અને એક યા પાંચ વર્ષ માનીએ છીએ. પરમાણુ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય છૂટો અને સ્વતંત્ર રહી શકે છે; પછી તે અવશ્યમેવ પ્રયોગ, સ્વભાવ આદિ નિમિત્તે સ્કંધમાં ભળે છે અને તે પ્રદેશ નામથી ઓળખાય છે. પરમાણુ બે પ્રકારના છે : (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. અનંતાનંત સૂક્ષ્મ Page #173 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૩૧ પરમાણુના બનેલ સ્કંધ પણ સૂક્ષ્મ હોય છે; બાદર. પરમાણુના સ્કંધ બાદર હોય છે. પરમાણુ પોતે રૂપી હોવા છતાં ઇન્દ્રિયગમ્ય નથી. સૂક્ષ્મ સ્કંધો પણ ઇન્દ્રિયગમ્ય નથી; માત્ર બાદર સ્કંધ ઇન્દ્રિયગમ્ય છે. સૂક્ષ્મ સ્કંધમાં ચાર સ્પર્શ, પાંચ રસ, બે ગંધ અને પાંચ વર્ણ એમ વીશ ગુણ હોય છે. બંધ યા સ્કંધની બાબતમાં સંક્ષિપ્ત પુનરાવર્તન કરવું યોગ્ય થશે. બંધનું કારણ પરમાણુ, પ્રદેશ કે અવયવમાં રહેલ સ્નિગ્ધતા રુક્ષતા છે. સ્નિગ્ધતા રુક્ષતાના જઘન્ય અંશોમાં સંદશ કે વિસદશ બંધ નથી. સ્નિગ્ધતા, રુક્ષતાના સમાન અંશોમાં સદશ બંધ નથી, પરંતુ વિસદશ બંધ છે. બે કે તેથી અધિક અંશની તરતમતામાં સદશ અને વિસદશ એ બે બંધ છે. સમાન અંશના વિસદશ બંધમાં ગમે તે એક બીજાનું પરિણમન કરે છે; પરંતુ હીનાધિક બંધમાં અધિક અંશ હીનાંશને પોતાનામાં પરિણમન કરે છે. ગુણ અને પર્યાય જેમાં છે તે દ્રવ્ય, દ્રવ્યમાં જે ગુણ હોય છે તેના સ્વભાવ અનુસાર જે પરિણમન થાય છે તે પર્યાય છે. દ્રવ્યની પરિણમન શક્તિ તે ગુણ છે અને ગુણજન્ય પરિણામ તે પર્યાય છે. આમ ગુણ તે કારણ અને પર્યાય તે કાર્ય છે. દ્રવ્યમાં શક્તિરૂપે અનંતગુણ છે; જે આશ્રયભૂત દ્રવ્યથી અવિભાજ્ય છે. દ્રવ્યના પ્રત્યેક ગુણમાં સમયે સમયે પરિણમતા સૈકાલિક પર્યાયો પણ અનંતા છે. દ્રવ્ય અને તેની અંદભૂત શક્તિ અનાદિ-અનંત છે; કારણ કે તેની ઉત્પત્તિ કે નાશ નથી. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતાં સૈકાલિક પર્યાય સજાતીય છે; દ્રવ્યની અનંતશક્તિના કારણે તજન્ય-પ્રવાહ પણ અનંત છે. ભિન્ન ભિન્ન શક્તિજન્યપર્યાય વિજાતીય છે; તે એક સમયમાં દ્રવ્યમાં જુદા જુદા રૂપે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સજાતીય પર્યાય તો Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્વાર્થાધિગમસૂત્ર એક સમયમાં એક જ હોઈ શકે છે અને ભિન્ન ભિન્ન સમયમાં જુદા જુદા હોઈ શકે છે. ચેતન અને જડ એ બે દ્રવ્ય છે. એકમાં ચેતના આદિ અને બીજામાં રૂપ આદિ અનંત ગુણ છે. જીવ ચેતનાશક્તિ દ્વારા ભિન્ન ભિન્ન - ઉપયોગરૂપે અને પુદ્ગલ રૂપશક્તિ દ્વારા ભિન્ન ભિન્ન ઉપયોગરૂપે પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય-શક્તિઓથી વિભક્ત કરી શકાતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગના ત્રૈકાલિક પ્રવાહના કારણભૂત એકલી ચેતનશક્તિ છે અને તે શક્તિનો કાર્યભૂત પ્રવાહ તે ઉપયોગાત્મક છે. પુદ્ગલની રૂપશક્તિ અને તેની અન્યશક્તિઓ પણ પુદ્ગલથી વિભક્ત કરી શકાતી નથી. પુદ્ગલની રૂપશક્તિનું કાર્ય નીલ, પીત આદિ પરિણમન છે. આત્મામાં સુખ-દુઃખ આદિ વેદનાત્મક પર્યાયપ્રવાહ, પ્રવૃત્યાત્મક પર્યાય-પ્રવાહ આદિ અનંતપર્યાયપ્રવાહ એકી સાથે કાર્ય કરી રહ્યાં છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિના ભિન્ન ભિન્ન પર્યાય એકી સમયે પ્રવર્તે છે, પરંતુ એ દરેકના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એકી સમયે હોઈ શકતા નથી, કારણ કે પ્રત્યેક શક્તિના એક જ પર્યાય એકી સમયે હોઈ શકે છે. પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શના ભિન્ન ભિન્ન પર્યાય એક સમયે હોઈ શકે છે; પરંતુ તે પ્રત્યેકના ભિન્ન ભિન્ન પર્યાય એક સમયે હોઈ શકતા નથી. જેમ આત્મા અને પુદ્ગલ એ બે નિત્ય છે; તેમ આત્માની ચેતન આદિ શક્તિ અને પુદ્ગલની રૂપ આદિ શક્તિ પણ નિત્ય છે; પરંતુ ચેતનાજન્ય ઉપયોગ-પર્યાય અને રૂપશક્તિ. જન્મ નીલ, પીત આદિ પર્યાય સદૈવ ઉત્પાદવ્યયશીલ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૩૩ અનંત ગુણનો અખંડ સમુદાય તે દ્રવ્ય છે; છતાં આત્માના ચેતના, આનંદ, ચારિત્ર્ય, વીર્ય આદિ માત્ર પરિમિત ગુણ છદ્મસ્થની કલ્પનામાં આવી શકે છે. સર્વ નહિ. તે જ રીતે પુગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક ગુણની કલ્પના થઈ શકે છે; સર્વની નહિ. આનું કારણ એ છે કે આત્મા યા પુદ્ગલ દ્રવ્યના સર્વપર્યાય પ્રવાહ માત્ર વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે. જે ગુણનો વ્યવહાર છદ્મસ્થ કરી શકે છે તે વિકલ્પ છે; બાકીના કેવલીગમ્ય છે. સૈકાલિક અનંત પર્યાયોના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ યા ગુણ અને તેવી અનંત શક્તિનો સમુદાય તેજ દ્રવ્ય છે. આ કથન પણ સાપેક્ષ દૃષ્ટિએ જ છે. અભેદ દૃષ્ટિએ પર્યાય પોતાના કારણભૂત ગુણ સ્વરૂપ અને ગુણ પોતે દ્રવ્ય સ્વરૂપ હોઈ ગુણપર્યાયયુક્ત દ્રવ્ય છે. દ્રવ્યમાં સર્વ ગુણ સરખા હોતા નથી. કેટલાક સર્વ દ્રવ્યોને લાગુ પડતા સામાન્ય ગુણ હોય છે અને કેટલાક જુદા જુદા દ્રવ્યના વ્યક્તિત્વને જુદું તારવતા વિશિષ્ટ ગુણ હોય છે. અસ્તિત્વ, પ્રદેશત્વે, શેયત્વ આદિ સામાન્ય અને ચેતનારૂપ આદિ વિશેષ ગુણ છે. પ્રત્યેક દ્રવ્ય તેના અસાધારણ ગુણ અને તેના પર્યાય પ્રવાહના કારણે ભિન્ન છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી તેના ગુણ ગુરુલઘુ હોઈ તેના પર્યાય પણ ગુરુલઘુ હોય છે. બાકીના દ્રવ્યો અરૂપી હોઈ તેના ગુણ અને પર્યાય અગુરુલઘુ હોય છે. સૂત્રકાર કાળને દ્રવ્ય તરીકે સર્વસંમત માનતા નથી; અને ઉમેરે છે કે કોઈ આચાર્ય તેને દ્રવ્યરૂપ માને છે. તેના પર્યાયોનું વર્ણન સૂત્ર બાવીશમાં કર્યું છે. વર્તમાનકાલીન પર્યાય એક સમયનો અને ભૂતકાળના પર્યાય અને ભવિષ્યકાલીન પર્યાય અનંત સમયી છે. કાળના સમયમરૂપ પર્યાય છે; તે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્વાર્થાધિગમસૂત્ર અનંતસમયી છે. ગુણ અને ભાવનું સ્વરૂપ : સૂત્ર - દ્રવ્યાશ્રયા નિપજાપુI: I૪૦ तद्भावः परिणामः ॥४१॥ અનાલિસહિમાંશ ગાઝરી रुपिष्वादिमान् ॥४३॥ योगोपयोगी जीवेषु ॥४४॥ અનુવાદ : દ્રવ્યનો આશ્રય કરે જે, નિર્ગુણી તે ગુણ ભણું, પદ્રવ્યનો જે ભાવ વર્તી, તેહ પરિણામજ ગણું; અનાદિ ને આદિ થકી તે, ભેદ બે પરિણામના, રૂપી અરૂપી વસ્તુઓની, આદિ અનાદિ ભાવના. (૧૩) જીવના જે યોગ વર્તે, ઉપયોગે સહચરી, તેહ પણ પરિણામ આદિ, શાસ્ત્ર શાખે અનુસરી અધ્યાય પંચમ સૂત્ર ચાલીશ, અધિક ચારે ભાવના, સૂત્ર અર્થો એક મનથી, સાધતા સરે કામના. (૧૪) અર્થ : દ્રવ્યનો આશ્રય કરનાર ગુણ નિર્ગુણી છે, અર્થાત્ ગુણમાં ગુણ હોતો નથી. ગુણ એ છએ દ્રવ્યનો ભાવવર્તી પરિણામ છે. પરિણામ આદિ અને અનાદિ એ બે પ્રકારના છે. રૂપી અરૂપી વસ્તુમાં આદિ-અનાદિ ભાવરૂપે તે પરિણામ હોય છે. ઉપયોગ અને જીવના મન, વચન અને કાય એ ત્રણ યોગ તે જીવના પરિણામ છે તેની શાસ્ત્ર સાક્ષી પૂરે છે. પાંચમાં અધ્યાયના ચુંમાલીશ સૂત્રના એકાગ્રતાથી અર્થ કરતાં કામના સિદ્ધ થાય છે. ભાવાર્થઃ ગુણ એ દ્રવ્યમાં નિત્ય વર્તમાન શક્તિ છે; જે પર્યાયની જનની છે. ગુણ નિત્ય હોઈ દ્રવ્યાશ્રિત છે; જ્યારે પર્યાય Page #177 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૩૫ અનિત્ય હોઈ ઉત્પાદ અને વ્યયશીલ છે. ગુણ યા શક્તિમાં ગુણાંતર યા શક્તિઅંતર માનતા અનવસ્થા દોષ આવે છે; તેથી દ્રવ્યાશ્રિત ગુણ ગુણ વિનાનો મનાય છે; આત્માના ચેતન, વીર્ય, ચારિત્ર્ય, આનંદ, સમ્યક્ત્વ આદિ, પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ દરેક ગુણ નિર્ગુણ છે. . દ્રવ્યમાં મૂળરૂપે ટકી રહી ઉત્પન્ન અને નષ્ટ થવું તે ગુણનો પરિણામ છે, કોઈ દ્રવ્ય કે કોઈ ગુણ એવો નથી કે જે સર્વથા અવિકારી હોય. પર્યાયાંતર-અવસ્થાંતર થવા છતાં કોઈ દ્રવ્ય કે કોઈ ગુણ પોતાનું મૂળરૂપ તજતાં નથી. દ્રવ્ય કે ગુણ પોતાનું સ્વરૂપ ગુમાવ્યા વિના પ્રતિ સમય નિમિત્ત અનુસાર પર્યાય બદલી ભિન્ન ભિન્ન અવસ્થા પ્રાપ્ત કરે છે તેજ દ્રવ્ય અને ગુણનું પરિણામ છે. ઉદા૦ જીવ પોતે મનુષ્ય, પશુ, પક્ષી ગમે તે સ્વરૂપ ધારણ કરે, પરંતુ તેનામાં આત્મત્ય-ચેતના એ કાયમ રહે છે. તે જ રીતે જ્ઞાનરૂપ સાકારોપયોગ કે દર્શનરૂપ નિરાકારોપયોગ ગમે તે હોય તો પણ ઉપયોગ પર્યાયાંતરમાં પણ જીવનું ચેતનત્વ ટકી રહે છે. યણુંક, ત્રણણુંક આદિ સકધંની અનેક અવસ્થા હોવા છતાં પુદ્ગલ તેનું પુદ્ગલત્વ તજતું નથી; તેમજ પીત, નીલ આદિ પર્યાય બદલાતાં છતાં રૂપત્વ આદિ ગુણ પુદ્ગલ તજતા નથી. આજ રીતે પ્રત્યેક દ્રવ્ય યા વસ્તુ અને તેના મૂળ ગુણ અને પરિણામની ઘટના સમજવાની છે. પરિણામ બે પ્રકારના છે (૧) સાદી-આદિમાન અને (૨) અનાદિમાન. જે કાળની પૂર્વ મર્યાદા જાણી શકાય છે તે આદિમાન છે; અને જેની પૂર્વ મર્યાદા જાણી શકાતી નથી તે અનાદિમાન છે. સર્વ દ્રવ્યોમાં બંને પ્રકારના પરિણામ હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ સાદી એ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્વાર્થાધિગમસૂત્ર પ્રમાણે એ બે પરિણામ ઘટાવવાના છે. આટલો ઉલ્લેખ કરી ભાષ્યવૃત્તિકાર પ્રશ્ન ઉઠાવે છે કે આ અર્થ પ્રસ્તુત સૂત્ર કે તેના ભાષ્યમાં કેમ સૂચવાયો નથી? વૃત્તિકારના ઉપરોક્ત પ્રશ્ન પરથી પં. સુખલાલજી નવી કલ્પના રજૂ કરે છે. સૂત્રકારને અનાદિ શબ્દથી આગમપ્રમાણગ્રાહ્ય અને આદિ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણે ગ્રાહ્ય અર્થાત્ ઇન્દ્રિય ગ્રાહ્યએ અર્થ અભીષ્ટ હોય. ઉપરોક્ત અર્થ બરાબર હોય તો વિભાગ સરળ બની જાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યના પરિણામ અનાદિ હોઈ આગમપ્રમાણગ્રાહ્ય છે અને પુદ્ગલના પરિણામ આદિમાન હોઈ ઇંદ્રિયગ્રાહ્ય છે. જીવે અરૂપી હોવા છતાં તેના યોગ, ઉપયોગ, આદિ પરિણામ આદિમાન હોઈ ઈન્દ્રિયગ્રાહ્ય છે; જ્યારે બાકીના પરિણામ અનાદિ હોઈ આગમગ્રાહ્ય છે. આ વિષયમાં સૂત્રકારને શું અભિપ્રેત છે તે કેવલી જાણે. तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने ॥ अध्यायःपञ्चमःपूर्णो; द्रव्यभेदविबोधकः ॥५॥ * * * Page #179 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર 2000000 અધ્યાય ‹ À આશ્રવની વ્યાખ્યા અને ભેદપ્રભેદ : સૂત્ર:-ાયવામનઃર્નયોગ: સ આશ્રવઃ શા ૧૩૭ ॥ સુમ: મુખ્યર્થ અંશુમ: પાપય ॥૪॥ सकषायाकषाययोः सांपरायिकेर्थ्यापथयोः ॥५॥ અદ્રત-પાન્દ્રિય-ક્રિયા: પંચ-ચતુઃ पंच- पंचविंशाति संख्याह पूर्वस्य भेदाः ॥६॥ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्य्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः ॥७॥ અનુવાદ : કાય, વચન, મનથકી જે, કર્મ તે યોગજ કહું, તેજ આશ્રવ સૂત્ર પાઠે, સમજીને હું સહું, પુણ્યનો આશ્રવ જે છે, શુભ તેને વર્ણવ્યો, પાપનો આશ્રવ જે છે, અશુભ પાડે પાઠવ્યો. (૧) સકષાયી અકષાયી, આશ્રવો બે સૂત્રમાં સાંપરાયિક પ્રથમ ભેદે, ઈર્યાપથિક ભિન્ન ભેદમાં, પ્રથમ ભેદે એક ઓછા, અલીશ પ્રતિભેદો કહી, સંખ્યા થકી ગણના કરું છું, સૂણજો સ્થિરતા ગ્રહી. (૨) અવ્રત તણા છે પાંચ ભેદો, ચાર ભેદ કષાયના, ઇન્દ્રિય છે વળી પંચ ભેદે, પશ્ચિશ વળી ક્રિયાતણા; તીવ્ર ભાવે મંદ ભાવે, જ્ઞાત ને અજ્ઞાતતા, વીર્યને અધિકરણ ધરતાં કર્મ બંધ વિશેષતા. (૩) Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્વાર્થાધિગમસૂત્ર - અર્થ : મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયા તે યોગ છે. તેજ આશ્રવ એમ સૂત્ર કહે છે. પુણ્યનો આશ્રવ શુભ અને પાપનો આશ્રવ અશુભ છે. સકષાયી યોગના સાંપરાયિક અને અકષાયી યોગના ઇર્યાપથિક આશ્રવ છે. સાંપરાયિકના ઓગણચાલીશ અને ઈર્યાપથિકનો એક એમ તેના પ્રભેદ છે. અવ્રતના પાંચ, કષાયના ચાર ઇન્દ્રિયનાં પાંચ, અને ક્રિયાના પચીશ એમ ઓગણચાલીશ ભેદ છે. આ દરેકના તીવ્ર અને મંદ ભાવ, જ્ઞાત અને અજ્ઞાત ભાવ, વીર્ય અને અધિકરણના કારણે કર્મબંધમાં તરતમતા રહે છે. ભાવાર્થ : વીઆંતરાયકર્મના ક્ષયોપશમ કે ક્ષયથી અને પુદ્ગલના આલંબનથી આત્મ પ્રદેશનો થતો પરિસ્પંદ-કંપન વ્યાપાર તે યોગ છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) મન, (૨) વચન અને (૩) કાયા. ઔદારિક આદિ કર્મના ક્ષયોપશમથી શરીર વર્ગણાના પુદ્ગલાવ-લંબનથી પ્રવર્તતો યોગ તે કાય યોગ છે. મતિ જ્ઞાનાવરણ, અક્ષરશ્રુત જ્ઞાનાવરણ આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી આંતરિક વાગ્લબ્ધિ અને તેના કારણે વચન વર્ગણાના પગલાવલંબનથી આત્મ પ્રદેશમાં થતા ભાષા પરિણામ તે વચન યોગ છે. નોઈન્દ્રિયમતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ અને તેના કારણે મનોવર્ગણાના પુદ્ગલાવલંબનથી આત્મપ્રદેશમાં થતો ચિંતન વ્યાપાર તે મનોયોગ છે. આ ત્રણ યોગ તેજ આશ્રવ છે. કર્મના આશ્રવ, આગમનનું કારણ યોગ હોઈ તેજ આશ્રવ છે. આ ત્રણ યોગ દરેક શુભ તેમજ અશુભ એમ બે પ્રકારના છે; તેના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ શુભ, અને અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ તે અશુભ Page #181 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૩૯ છે. હિંસા, ચોરી, મૈથુન, આદિ અશુભ કાર્ય યોગ અને દાન, દયા, બ્રહ્મચર્ય આદિ શુભ કાર્ય યોગ છે. સત્ય અને નિરવદ્ય વચન, મૃદુ અને સભ્ય વચન એ શુભ વચનયોગ; અસત્ય અને સાવધવચન, મિથ્યાવચન, કઠોરવચન આદિ અશુભ વચન યોગ છે. બીજાના અનિષ્ટનું ચિંતન તે અશુભ મનોયોગ, અને બીજાના હિતનું ચિંતન તે શુભ મનયોગ છે. શુભ યોગની પ્રવૃત્તિથી પુણ્ય અને અશુભ યોગની પ્રવૃત્તિથી પાપનો બંધ થાય છે. આ વિધાન આપેક્ષિક છે. શુભ યોગની તીવ્રતા સમયે પુણ્ય પ્રકૃતિની રસમાત્રા અધિક અને પાપ પ્રકૃતિની રસમાત્રા હીન-ન્યૂન હોય છે; તેજ રીતે અશુભ યોગની તીવ્રતા સમયે પાપ પ્રકૃતિની રસમાત્રા અધિક અને પુણ્ય પ્રકૃતિની રસમાત્રા ન્યૂન હોય છે. ક્રોધ આદિ કષાયનો ઉદય જ્યાં હોય ત્યાં સકષાયી અને જ્યાં તેનો ઉદય ન હોય ત્યાં અકષાયી યોગ છે. પહેલા દસ ગુણસ્થાને વર્તતા જીવ ન્યૂનાધિક પ્રમાણમાં સકષાયી છે અને અગિયારથી ચૌદ ગુણસ્થાને વર્તતા જીવ અકષાયી છે. જીવને સંપરાય-સંસાર વૃદ્ધિ કરનાર કર્મ સાંપરાયિક છે. ભીના ચામડા પર હવા દ્વારા આવી પડતી રજ તેને ચોંટી જાય છે તેમ યોગ દ્વારા આકૃષ્ટ કર્મ કષાયોદયના કારણે આત્મા સાથે એકમેક બને છે તે સાંગાયિક કર્મ છે. કષાયના અભાવે માત્ર ગમનામનગરૂપ પ્રવૃત્તિથી આકૃષ્ટ કર્મની સ્થિતિ એક સમયની છે; તે આવીને તરત જ છૂટી જાય છે. સકષાયી જીવ ત્રણ પ્રકારના યોગથી અશુભ કર્મ બાંધે છે; તે કષાયની તીવ્રતા મંદતા અનુસાર જૂનાધિક સ્થિતિ અને રસના ફળનું કારણ બને છે. કષાયન્ના અભાવે ઈર્યાપથકર્મ રસ વિના બંધાય છે; એટલે તેના પરિણામમાં ભોગવવાપણું રહેતું નથી, તેથી તેની સ્થિતિ એક સમયની કહી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪) તત્વાર્થાધિગમસૂત્ર હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત છે; તેનું સ્વરૂપ અધ્યાય સાતના સૂત્ર આઠથી બારમાં દર્શાવશે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે; તેનું સ્વરૂપ અધ્યાય આઠના દસમા સૂત્રમાં વર્ણવાશે. સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો છે; તેનું અને તેના વિષયનું વર્ણન અધ્યાય બીજાના સૂત્ર વીશ એકવીશમાં દર્શાવ્યું છે. સ્વરૂપ માત્રથી કોઈપણ ઇન્દ્રિય કર્મબંધનું કારણ નથી; પરંતુ તે ઇન્દ્રિયની રાગ દ્વેષયુક્ત પ્રવૃત્તિ તે કર્મબંધનું કારણ છે. હવે પચીશ ક્રિયાનું વર્ણન શરૂ થાય છે. (૧) દેવ, ગુરુ અને શ્રુતનો વિનય તે સમ્યકત્વ ક્રિયા છે. (૨) સરાગ દેવ, ગુરુ અને શાસ્ત્રનો વિનય તે મિથ્યાત્વ ક્રિયા છે. (૩) દેહની પ્રવૃત્તિ તે પ્રયોગ ક્રિયા છે. (૪) ત્યાગીની ભોગ આકાંક્ષા તે સમાદાન ક્રિયા છે. (૫) અકષાયીની ગમનાગમનરૂપ પ્રવૃત્તિથી બંધાતી એક સમય સ્થિતિ તે ઈર્યાપથિક ક્રિયા છે. (૬) દુષ્ટ હેતુથી કાયાની પ્રવૃત્તિ તે કાયિકી ક્રિયા છે. (૭) હિંસક શસ્ત્ર આદિનો સંગ્રહ તે અધિકરણ ક્રિયા છે. (૮) ક્રોધના આવેશથી થતી ક્રિયા તે પ્રાદેષિકી ક્રિયા છે. (૯) પ્રાણીને સતાવવા રૂપ પારિતાપનિકી ક્રિયા છે. (૧૦) પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, અને કાયાબળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે. લાક્ષણિક રીતે ધનસંપત્તિને અગીયારમો પ્રાણ પણ કહે છે. ઉપરોક્ત દશ પ્રાણમાંના કોઈ એક કે બધા પ્રાણ નાશની પ્રવૃત્તિ તે પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (૧૧) રમણીય રૂપદર્શનની રાગવશ પ્રવૃત્તિ તે દર્શન ક્રિયા છે. (૧૨) અનુકૂળ સ્પર્શની રાગવશ પ્રવૃત્તિ તે સ્પર્શન ક્રિયા છે. (૧૩) નવાં શસ્ત્રો બનાવવા તે પ્રાયયિકી ક્રિયા છે. (૧૪) રાજમાર્ગ ઉપર મળમૂત્ર નાંખવા તે Page #183 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર - ૧૪૧ સમન્નાનુપાતન ક્રિયા છે. (૧૫) અવલોકન અને પ્રમાર્જન વિના આસન શય્યા આદિ કરવાં તે અનાભોગ ક્રિયા છે (૧૬) બીજાને કરવા યોગ્ય પ્રવૃત્તિ પોતે કરવી તે સ્વસ્તિકી ક્રિયા છે (૧૭) પાપરૂપ પ્રવૃત્તિમાં અનુમતિ તે નિસર્ગ ક્રિયા છે. (૧૮) બીજાના પાપ ઉઘાડા પાડવા તે વિદારણ ક્રિયા છે. (૧૯) સંયમપાલનશક્તિના અભાવે આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ તે આજ્ઞાવ્યાપાદિકી યા અનયની ક્રિયા છે. (૨૦) આળસમાં દંભથી શાસ્ત્રોક્ત વિધિ પ્રતિ અનાદર તે અનવકાંક્ષ ક્રિયા છે. (૨૧) તાડન, તર્જન, વધ આદિ પ્રવૃત્તિમાં રક્ત બનવું યા અનુમોદન આપવું તે આરંભ ક્રિયા છે. (૨૨) પરિગ્રહનો ત્યાગ ન કરવો તે તે પારિગ્રાણિકી ક્રિયા છે. (૨૩) જ્ઞાન, દર્શન આદિ વિષયમાં અન્યને છેતરવા તે માયા ક્રિયા છે. (૨૪) મિથ્યાષ્ટિની પ્રવૃત્તિની અનુમોદના મિથ્યાદર્શન ક્રિયા છે અને (૨૫) પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. આ પચીશ ક્રિયા પાંચ પાંચના પંચકરૂપ છે. તેમાંની એક ઈર્યાપથક્રિયા, સાંપરાયિક કર્મના આશ્રવરૂપ નથી; બાકીની ચોવીશ કષાયપ્રેરિત હોઈ સામ્પરાયિક કર્મના છે. અવત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયાએ દરેકના કર્મબંધનનું કારણ રાગદ્વેષરૂપ કષાય છે; છતાં અવ્રત આદિનું જુદું નિરૂપણ કષાયજન્ય પ્રવૃત્તિના નિર્દેશ પૂરતું છે. અવ્રત, કષાય, ઇન્દ્રિયપ્રવૃત્તિ, અને ક્રિયા આદિથી બંધાતા કર્મમાં વિશેષતા આવવાના નીચે પ્રમાણે કારણો છે : (૧) કષાયના કારણે આત્મપરિણામની તીવ્રતામંદતા, (૨) ઈરાદાપૂર્વક યા અજાણમા થતી - જ્ઞાત અજ્ઞાતપ્રવૃત્તિ (૩) પ્રવૃત્તિમાં ફોરવાતા–વીર્ય-બળની ન્યૂનાધિકતા. (૪) જીવઅજીવરૂપ અધિકરણની ન્યૂનાધિકતા. આ જુદા કારણોની Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્વાથધિગમસૂત્ર તીવ્રતામંદતા અને ન્યૂનાધિકતાના કોણે કર્મબંધની સ્થિતિ અને રસમાં તીવ્રમંદતા થાય છે. આમ છતાં પણ કર્મબંધ ન્યૂનાધિકતાનું કારણ મૂળ કાષાયિક ભાવની તીવ્રતા-મંદતા છે; કે જેના પરિણામે પ્રવૃત્તિ થાય છે અને જે કર્મબંધનું મૂળ નિમિત્ત છે. અધિકરણનું વર્ણન: સૂત્ર:- મધર નવા-નવા દો. મા સરં-સમારંભ-મ-યોગ-વૃત-સરિતાનુमत-कषायविशेषैस्त्रि-स्त्रि-स्त्रि-श्चतुश्चैकशः ॥९॥ निवर्त्तना-निक्षेप-संयोग-निसर्गा द्वि-चतु-द्वि ત્રિ-એવા પરમ્ ૨ | અનુવાદઃ અધિકરણના ભેદ બે છે. જીવને અજીવથી પ્રથમ જીવ અધિકરણ સમજો, અષ્ટોત્તરશત ભેદથી; તેહની રીત હવે વદતાં, સૂણજો ભવિ એકમના, સૂત્ર નવમે તેહ ગણના, કરી ધારો ભવિજના (૪) સંરંભને સમારંભ બીજો આરંભ ત્રીજો કહું મુદા, મનયોગ, વચન, કાયયોગે, ગણતા ભેદ નવ સદા; કૃત કારિત અનુમતિથી, થાય સત્યાવીશ ખરા, કષાય ચારથી એકશતઅઠ, ભેદ કહે છે કૃતધરા. (૫) વળી અજીવ અધિકરણકેરા, ચાર ભેદો જાણવા, પ્રતિભેદ બે ને ચારથી, વળી ભેદ બે ત્રણ માનવા; નિવર્તિતના છે ભેદ બેથી, નિક્ષેપ થાયે ચારથી, સંયોગના બે ભેદ સાધી, નિસર્ગત્રણ વિચારથી. (૬) Page #185 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૪૩ અર્થ : અધિકરણના બે ભેદ છે. (૧) જીવ અને (૨) અજીવ, જીવ અધિકરણના ૧૦૮ ભેદ છે : (૧) સંરંભ, (૨) સમારંભ અને (૩) આરંભ (૪ થી ૯) એ દરેકના મનયોગ, વચનયોગ અને કાયયોગ (૧૦ થી ૨૭) એ દરેકના કૃત, કારિત અને અનુમોદન ભાવ (૨૮ થી ૧૦૮) એ દરેકના ક્રોધ, માન, માયા અને લોભનિમિત્ત. અજીવ અધિકરણના ચાર ભેદ છે. તેમાં નિર્વતનાના બે, નિક્ષેપના ચાર, સંયોગના બે અને નિસર્ગના ત્રણ પ્રતિભેદ વિચારવા યોગ્ય છે. ભાવાર્થઃ જીવ શુભ અશુભ સર્વ કાર્ય સચિત્ત અચિત્ત સાધન દ્વારા કરે છે; જીવ કે અજીવ એકલા કાંઈ કરી શકતા નથી, તેથી જીવ અને અજીવ એ બે અધિકરણ છે, એ દરેક દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. જીવ વ્યક્તિ અને અજીવ સાધન એ દ્રવ્ય અધિકરણ છે. જીવના કાષાયિક પરિણામ અને સાધનની તીક્ષ્મતારૂપ શક્તિ તે ભાવ અધિકરણ છે. સંસારી જીવ જે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તે કોઈને કોઈ અવસ્થામાં કરે છે; કે જે એકસો આઠ પ્રકારની છે. આ એકસોને આઠ અવસ્થા તે જીવનું ભાવ અધિકરણ છે. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મુખ્ય છે. તેને મન, વચન અને કાય એ ત્રણ યોગ સાથે ગુણતાં નવ થાય છે. કૃત, કારિત અને અનુમોદિત એ ત્રણેને ઉપરોક્ત નવ ગુણતાં સત્યાવીશ થાય છે. આ સત્યાવીશને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ગુણતાં એકસો આઠ થાય છે. પ્રમાદી જીવની (કાર્યની પ્રવૃત્તિ અર્થે કરાતી) માનસિક તૈયારી તે સંરંભ છે; કાર્યાર્થ સાધન એકઠા કરવાં તે સમારંભ છે અને કાર્યરૂપ પ્રવૃત્તિ તે આરંભ છે. સંકલ્પરૂપ સૂક્ષ્મ અવસ્થાથી શરૂ કરી પ્રવૃત્તિરૂપ બાહ્ય અવસ્થા સુધીની પ્રવૃત્તિ તે સંરંભ, સમારંભ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્વાર્થાધિગમસૂત્ર અને આરંભ છે. ત્રણ યોગ આ અધ્યાયમાં પહેલા સૂત્રમાં સમજાવ્યા છે. પોતે કરવું તે કૃત, બીજા પાસે કરાવવું તે કારિત, અને બીજાની પ્રવૃત્તિમાં સંમત થવું તે અનુમત છે. ચાર કષાય તો પ્રસિદ્ધ છે. જીવ ચાર કષાયમાંના કોઈ કષાયના કારણે પ્રવૃત્તિ કરે છે, કરાવે છે અને કરનારને અનુમોદન આપે છે. કષાયવશ જીવ ત્રણ યોગમાંના કોઈ દ્વારા પ્રવૃત્તિ કરે છે તેની સંરંભ એ પ્રારંભની, સમારંભ એ મધ્યની અને આરંભ એ છેલ્લી ભૂમિકા છે. પરમાણુ યા સ્કંધરૂપ મૂર્ત વસ્તુ એ દ્રવ્ય અજીવ અધિકરણ છે. તેના ચાર ભેદ છે : (૧) વસ્તુની રચના-આકાર તે નિર્વર્તના (૨) રાખવા તે નિક્ષેપ, (૩) મેળવવા તે સંયોગ અને (૪) પ્રવર્તન તે નિસર્ગ. નિવર્નનાના બે ભેદ છે : (૧) વસ્તુની બાહ્ય રચના તે મૂળગુણ નિર્વર્તન છે. ને (૨) સાધનાની કાર્યકર શક્તિરૂપ ગુણ ઉત્તર ગુણ નિર્વત્ત્વના છે. નિક્ષેપના ચાર ભેદ છે : (૧) વિચાર વિના એકમદ મૂકવું તે સહસાનિક્ષેપ છે. (૨) જોયા વિના મૂકવું તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે (૩) બરાબર પ્રમાર્જન કર્યા વિના મૂકવું તે દુષ્પમાર્જન નિક્ષેપ છે અને (૪) ઉપયોગ વિના વસ્તુ મૂકવી તે અનાભોગ નિક્ષેપ છે. સંયોગ બે પ્રકારના છે : (૧) આહારપાણીનાં સાધન તે ભક્તપાન (૨) અન્ય સાધન અને ઉપકરણ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ ત્રણ નિસર્ગ છે. પહેલી ચાર કર્મપ્રકૃતિના આશ્રવ : सूत्रः- तत्प्रदोष-निह्नव-मात्सर्या-न्तराया-सादनो पघाता ज्ञानदर्शनावरणयोः ॥११॥ ટુ-શો-તાપ- ન-વ-પરિવેવના-ચાत्मपरोभयस्थान्यसद्वेद्यस्य ॥१२॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ તત્વાર્થાધિગમસૂત્ર भूत-व्रत्यनुकम्पा-दान-सरागसंयमादियोगः क्षान्ति शौचमिति सद्वेद्यस्य ॥१३॥ केवलि-श्रुत-संघ-धर्म-देवावर्णवादो રનમોદી ૨૪ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य ॥१५॥ અનુવાદ : દોષ, નિદ્ભવ, કરે, ઈર્ષ્યા, અંતરાય, આશાતના, ઉપઘાત કરતાં કર્મ બાંધે, જીવ જ્ઞાનાવરણના; દર્શનાવરણીય બાંધે પૂર્વ કારણ જાણવા, કર્મ ત્રીજુ કેમ બાંધે, સુણો ભવિજન એકમના (૭) દુઃખ, શોક ધરે કરે સંતાપ કંદન વધ વળી, શૂન્યચિત્તે વિલપતા, પોતે અને બીજા મળી, કર્મ અશાતાવેદનીયને, બાંધતા જીવો ઘણા, તેહથી વિપરીત રીત ને, અન્ય કારણ છે ઘણા, (૮) દિલમાં દયા જીવને વ્રતીની, દાન ધર્મે સ્થિરતા, સરાગ સંયમ યોગ આદિ, ક્ષાન્તિ શુચિતા ધારતા; કર્મ શાતાવેદનીયને, બાંધતા એમ વિના, મોહનીયને કેમ બાંધે, સુણો કારણ કર્મના ૯) કેવલી, શ્રુત, સંઘ, ધર્મ, દેવની નિંદા કરે, દર્શન મોહનીય બાંધે, ભવવિટંબન વિસ્તરે; કષાય ઉદયે તીવ્ર ભાવે, ચારિત્ર્યમોહજ બાંધતાં, સવિ શિરોમણિ મોહ વધતા, ભવં પરંપર સાંધતા. (૧૦) અર્થઃ પ્રષ, નિન્હવ, માત્સર્ય, અંતરાય, આશાતના અને ઉપઘાત આદિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બેના આશ્રવ છે. કૃત અને કારિત દુઃખ, શોક, તાપ, આકંદ, વધ અને પરિદેવન-બેફાસુદન આદિ અશાતા-વેદનીયના આસ્રવ બને છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્વાથધિગમસૂત્ર તેથી વિપરીત ભૂત અને વ્રતી પુદ્ગલ, દાન, સારાગ સંયમ, ક્ષમા અને શુચિ આદિ શાતા વેદનીયના આસ્રવ છે. કેવલી, શ્રુત સંઘ અને દેવ આદિના અવર્ણવાદ, દર્શન મોહનીય કર્મના આસ્રવ છે. તીવ્ર ભાવે કષાયનો ઉદય ચારિત્ર્ય મોહનીય કર્મનો આસ્રવ છે. મોહનીય કર્મ-કર્મમાં શિરોમણિરૂપ છે. - ભાવાર્થ ઃ યોગ અને કષાય એ બે સામાન્ય બંધહેતુ છે. પ્રવૃત્તિની સમજ પડતાં હેયનો ત્યાગ અને ઉપાદેયની પ્રવૃત્તિ સરળ બને તદર્થે સંક્ષેપમાં શુભ-અશુભ પ્રવૃત્તિ દર્શાવી છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પર દ્વેષ તે જ્ઞાનપ્રદ્વેષ છે. ગુરુ ઓળવવા-છૂપાવવા, જ્ઞાન કે જ્ઞાનના સાધન માટેના પ્રશ્નમાં વક્રતાથી અજાણ દેખાવું કે પોતા પાસે નથી એમ કહેવું તે જ્ઞાનનિન્યવ છે. આપવા યોગ્ય પાકું જ્ઞાન હોવા છતાં પાત્ર ગ્રાહક મળતાં તે આપવામાં દિલચોરી રાખવી તે જ્ઞાનમાત્સર્ય છે. દુષ્ટ ભાવથી જ્ઞાનપ્રાપ્તિમાં બાધા નાંખવી તે જ્ઞાનાંતરાય છે. જ્ઞાન આપતો હોય તેને વચન શરીરના ચિહન દ્વારા ના પાડવી તે જ્ઞાનાસાદન છે. સાચાં વચનને ઉલટી મતિથી અનુચિત કરી તેમાં દોષ કાઢવા તે જ્ઞાનોપધાત છે. જ્ઞાન હોવા છતાં તેનો અવિનય, તે પ્રકાશિત ન કરવું, તેના ગુણો છૂપાવવા તે આસાદન છે. જ્ઞાનને અજ્ઞાન માની તેને નષ્ટપ્રાયઃ કરવાનો પ્રયત્ન તે ઉપધાત છે. ઉપરોક્ત પ્રવૃત્તિ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન પૂરતી કે તેના સંબંધમાં હોય ત્યારે તે જ્ઞાનાવરણના આશ્રવ બને છે અને જ્યારે તે દરેક દર્શન, દર્શની કે દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે ત્યારે દર્શનાવરણના આસ્રવ બને છે. પીડા થવી તે દુઃખ, ચિંતા કે શોક થવો તે શોક, તીવ્ર સંતાપ તે તાપ, આંસુ સારવા તે આક્રંદન, દશ પ્રકારના કોઈપણ Page #189 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૪૭ પ્રાણનો વિયોગ કરાવવો તે વધ, વિયોગ થતાં વ્યક્તિના ગુણ સ્મરણ કરી વારંવાર રુદન કરવું તે પરિદેવન, તાડન, તર્જન, આદિ પોતામાં ઉત્પન્ન કરવા, બીજામાં ઉત્પન્ન કરાવવા આદિ અસાતાવેદનીયના આશ્રવ છે. પ્રાણીમાત્ર ૫૨ અનુકંપા-દયા, દેશવિરતિ યા સર્વ વિરતિ વ્રત સ્વીકારનાર પર સવિશેષ અનુકંપા, સ્વવસ્તુનો બીજાને અર્થે ત્યાગ તે દાન, સંયમ સ્વીકારવા છતાં રાગદ્વેષ ક્ષીણ ન થવાથી ઉદ્ભવતા રાગદ્વેષજન્ય વિકાર તે સરાગ સંયમ, કાંઈક સંયમ અને કાંઈક અસંયમ અર્થાત્ અંશતઃ વ્રતસ્વીકાર તે સંયમાસંયમ, પરવશ ભોગનો ત્યાગ તે અકામ નિર્જરા, અજ્ઞાનથી મિથ્યા કાયક્લેશરૂપ તપ તે બાલ તપ, ધર્મ દૃષ્ટિએ કષાય આદિ દોષની નિવૃત્તિ તે ક્ષાન્તિ, અને લોભ આદિ દોષની શુચિ તે શૌચ, આદિ સાતાવેદનીયના આશ્રવ છે. આ સર્વ પ્રવૃત્તિ કષાયજન્ય હોય તો બંધ હેતુ-આશ્રવ છે; પરંતુ સ્વેચ્છાએ સ્વીકારેલ વ્રત નિયમ આદિના પાલન કરતાં આવી પડતા દુઃખ આદિ અસાતાવેદનીયના હેતુ નથી. તેનું કારણ એ છે કે વ્રતનિયમ આદિ સદબુદ્ધિ અને વૃત્તિથી સ્વીકારવામાં આવે છે અને તેથી તેવા પ્રસંગમાં કષાય હોતા નથી. કેવલીના અવર્ણવાદ, શ્રુતજ્ઞાનના અવર્ણવાદ, ચતુર્વિધ સંઘના અવર્ણવાદ, ધર્મના અવર્ણવાદ, દેવના અવર્ણવાદ આદિ દર્શન મોહના આસ્રવ છે. અવર્ણવાદ એ છે કે જ્યાં દોષ નથી ત્યાં દુષ્ટ બુદ્ધિથી દોષ કાઢવા અને ગુણની ઉપેક્ષા કરવી. પોતાની અંદર કષાય ઉત્પન્ન કરવા અને બીજામાં ઉત્પન્ન કરાવવા અને તેમાં તીવ્ર પરિણામ રાખવા તે ચારિત્ર્ય મોહનીયકર્મના આસ્રવ છે. સત્યનો ઉપહાસ, દીનની મશ્કરી, આદિ હાસ્યમોહનીયના; ક્રીડા પ્રવૃત્તિમાં રુચિ અને વ્રતનિયમમાં અરૂચિ તે રતિમોહનીયના; Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્વાર્થાધિગમસૂત્ર બીજાને બેચેન ક૨વા અને તેના આરામમાં ખલેલ પહોંચાડવી તે અતિ મોહનીયના; શોક કરવો અને કરાવવો તે શોક મોહનીયના; ડરવું અને ડરાવવું તે ભય મોહનીયના; હિતકર પ્રવૃત્તિ અને ક્રિયા પ્રતિ ઘૃણા તે જાગુપ્સા મોહનીયના; ઠગવાની ટેવ અને ૫૨ દોષ દર્શન તે સ્ત્રી વેદના; સ્રી, પુરુષ, અને નપુંસક, એ દરેક યોગ્ય સંસ્કારોનો અભ્યાસ તે અનુક્રમે ત્રણ વેદનીયના એમ એ સર્વ કષાય-મોહનીયના આસ્રવ છે. આયુ અને નામકર્મના આસ્રવ : सूत्र:- बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ॥ १६ ॥ माया तैर्यग्योनस्य ॥१७॥ अल्पारंभपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥१८॥ નિ:શીતવ્રતત્વ ચ સર્વેષામ્ ॥૧॥ सरागसंयमसंयमासंयमासंयमाकामनिर्जरा बालतपांसि देवस्य ॥२०॥ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥२१॥ विपरीतं शुभस्य ॥२२॥ અનુવાદ : બહુ આરંભી પરિગ્રહોને, ગ્રહણ કરતાં કર્મથી, નરકાગતિનું આયુ બાંધે, શાસ્ત્ર સમજો મર્મથી; કપટ ભાવે આયુ બાંધે, ગતિ તિર્યંચ જાતનું; માનવતણું વળી આયુ બાંધે, કહું છું ભલી ભાતનું (૧૧) આરંભ, પરિગ્રહ, અલ્પ ધરતા, મૃદુતા ને સરલતા, મનુજગતિનું આયુ બાંધે, સુણો મનધરી એકતા; શીલ રહિતથી સર્વ આયુ બાંધતા જીવ સર્વદા, દેવાયુબન્ધન હેતુને, નિસુણી હણો સવિ આપદા (૧૨) Page #191 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૪૯ સારાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જર ભાવના બાલતપસી કષ્ટ કરતાં, આયુ બાંધે દેવના; વક્રતા ધરે યોગની વળી, વિસંવાદો ધારતા નામ કર્મ અશુભ બાંધે, વિપરીતે શુભ બાંધતા. (૧૩) અર્થ : બહુ આરંભ અને પરિગ્રહ નરક આયુષ્યના; માયા અને કપટ એ તિર્યંચ આયુષ્યના; અલ્પ આરંભ, પરિગ્રહ, મૃદુતા, સરળતા, એ મનુષ્ય આયુના; શીલરહિતપણું અને વ્રતરહિતપણું એ ચારે આયુષ્યના; સરાગ સંયમ, દેશ વિરતિ, અકામ નિર્જરા, બાલતપ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. યોગની વક્રતા, વિસંવાદન એ અશુભનામ-કર્મના અને તેથી વિપરીત યોગની એકસૂત્રતા અને દંભનો ત્યાગ એ શુભ નામ કર્મના આશ્રવ છે. ભાવાર્થ : પ્રાણીને દુઃખ પહોંચાડવાની સકષાયી પ્રવૃત્તિ તે આરંભ અને વસ્તુની માલિકીમાં મૂછ તે પરિગ્રહ છે. આરંભ અને પરિગ્રહમાં રસવૃત્તિના પરિણામે અશુભ પ્રવૃત્તિ રહ્યા કરે તેથી આ બે નરક આયુષ્યના હેતુ છે. છલ પ્રપંચ, કુટિલતા કપટ, તેમજ સ્વાર્થ ખાતર મિથ્યા દર્શનનો ધર્મ તરીકે ઉપદેશ, શીલનો અભાવ આદિ પણ માયા છે. આ સર્વ તિર્યંચ આયુષ્યના હેતુ છે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહના પરિણામ, સ્વભાવમાં મૃદુતા અને સરળતા એ મનુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત અને શીલનો અભાવ એ ચારે પ્રકારના આયુષ્યના સામાન્ય હેતુ છે. વ્રત એ મૂળ ગુણ, અને શીલ એ વ્રતના સહાયક હોઈ ઉત્તર ગુણ છે. તેનું વર્ણન અધ્યાય સાતમાં સૂત્ર ૧૬ અને ૧૭માં આવવાનું છે; વ્રત અને શીલના પાલન અર્થે કષાયનો ત્યાગ કરવો તે પણ શીલમાં ગણાય છે. વ્રતની સ્વીકાર પછી આંશિત Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્વાર્થાધિગમસૂત્ર કષાય-રાગદ્વેષ રહે તે સરાગ સંયમ છે. અણુવ્રતનો સ્વીકારને સંયમસંયમ છે. પરાધીનતાના કારણે હીન પ્રવૃત્તિનો ત્યાગ તે અકામનિર્જરા છે. અગ્નિપ્રવેશ, પર્વતપ્રપાત, જલપ્રદેશ, વિષભક્ષણ, અનશનલાંઘણ આદિ વિવેકરહિત કષ્ટ વેઠવું તે બાલતપ છે. તે સર્વ દેવ આયુષ્યના હેતુ છે. મન, વચન, અને કાયાની પ્રવૃત્તિની કુટિલતા અર્થાત્ વિચારવું કાંઈ, બોલવું કાંઈ, અને પ્રવૃત્તિમાં કાંઈ; અર્થાત્ એકસૂત્ર પ્રવૃત્તિનો અભાવ તે યોગ વક્રતા છે. દંભનું સેવન તે વિસંવાદન છે. તે બે અશુભ નામકર્મનો હેતુ છે. પોતાના વિશે મન, વચન અને કાયાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ તે યોગવક્રતા છે. બીજાના પ્રતિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિની ભિન્નતા તે વિસંવાદન છે. આથી ઉલટું મન, વચન અને કાયાની સમાન એકરૂપ પ્રવૃત્તિ તે યોગ સરળતા અને સંવાદન એ શુભ નામ કર્મના હેતુ છે. તીર્થકર નામકર્મના બંધ હેતુઓ : सूत्र - दर्शनविशुद्धिविनयसपन्नता शीलव्रतेष्वन तिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी संघसाधुसमाधि वैयातृत्त्यकरणमर्हदाचर्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिमार्गप्रभावना प्रवचनवत्सलत्व નિતિતીર્થક્વી પરણા અનુવાદ : દર્શન વિશુદ્ધિ, વિનય સાથે, અનતિચારી શીલધરા, જ્ઞાનસંવેગ નિત્ય ધરતાં, ત્યાગ, તપ ધરતા નરા; સંઘ, સાધુ તણી સમાધિ, નહિ વૈયાવચ્ચ છોડતા, અરિહંત, સૂરિ, બહુ શ્રતોની, ભક્તિ પ્રવચન રાખતા. (૧૪) Page #193 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અવશ્ય કરણી ષટ્ પ્રકારી, નિરંતર ધરતા જના, મુક્તિ માર્ગ પ્રકાશ ભાવે, આદર શાસનતણા; જિન નામ કર્મ સરસ ધર્મ, પુણ્યની ઉત્કૃષ્ટતા, જીવ બાંધે ઉદય આવે, પદ તીર્થંકર સાધતા. (૧૫) અર્થ : દર્શન વિશુદ્ધિ, વિનય, નિરતિચાર શીલવ્રતત્વ, અભીક્ષ્ણજ્ઞાન અને ઉપયોગ, સંવેગ, યથાશક્તિ ત્યાગ, યથાશક્તિતપ ચતુર્વિધ સંઘ અને સાધુ આદિને સમાધિકરણ, વૈયાવૃત્યકરણ, અરિહંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, શાસનભક્તિ, આવશ્યકનો અપરિહાર, મોક્ષમાર્ગની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય આદિ તીર્થંકર નામ કર્મના આસ્રવ છે. ભાવાર્થ : વીતરાગ દેવ કથિત તત્ત્વ પર રુચિ અને શ્રદ્ધા તે દર્શનવિશુદ્ધિ છે. મોક્ષના સાધન એવા જ્ઞાન આદિનું બહુમાન તે વિનય છે, અહિંસા આદિ પાંચ-મૂળવ્રત અને તેની રક્ષાર્થે વાડરૂપશીલ અને બાવ્રત તેમજ શીલ-બ્રહ્મચર્ય આદિનું નિરતિચાર પાલન તે અનતિચાર શીલવ્રતત્વ છે. તત્ત્વવિષયક જ્ઞાનમાં સતત જાગૃતિ અને ઉપયોગ તે અભીક્ષ્ણજ્ઞાનોપયોગ છે. સાંસારિક ભોગના સાધનોની લાલચમાં ન સપડાવાની જાગૃતિ તે અભીક્ષ્ણ સંવેગ છે. વિવેકપૂર્વક યથાશક્તિ દાન તે ત્યાગ છે. દાનની વ્યાખ્યા સાતમા અધ્યાયના છેલ્લા બે સૂત્રોમાં આવશે. બાહ્ય યા અત્યંતર તપ તે તપ છે. તપનું વર્ણન અધ્યાય નવમાના સૂત્ર ઓગણીશ વીશમાં આવવાનું છે. ચતુર્વિધ સંઘ અને પ્રધાનપણે સાધુ આદિને સમાધિ પહોંચાડવાની પ્રવૃત્તિ તે સમાધિકરણ છે. ગ્લાન આદિ વ્રતધારીની સેવા તે વૈયાવૃત્ત્વ છે. અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચન આદિ પ્રતિ અનુરાગ અને તે દરેકનું બહુમાન તે અનુક્રમે અરિહંતભક્તિ, ૧૫૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપર તત્વાર્થાધિગમસૂત્ર આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ અને પ્રવચનભક્તિ છે. સામાયિક આદિ છે આવશ્યકનો ભાવથી સતત સ્વીકાર તે આવશ્યકાપરિયાણિ છે. અભિમાન તજી મોક્ષમાર્ગ જીવનમાં ઉતારવો, અને બીજાને તે માટે ઉપદેશ દેવો તે મોક્ષમાર્ગ પ્રભાવના છે. સમાનધર્મી પર નિષ્કામ પ્રેમ તે સહધર્મી-વાત્સલ્ય અથવા શાસ્ત્ર પ્રતિ બહુમાન તે પ્રવચન વાત્સલ્ય છે. આ સર્વે તીર્થકર નામ કર્મના આસ્રવ છે. ટૂંકમાં, વીશસ્થાનક પદની સુંદર ને સચોટ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. ગોત્ર અને અંતરાય કર્મપ્રકૃતિના આસ્રવ : सूत्रः - परात्मनिन्दाप्रशंसे सद्गुणाच्छादनोद्भावने च નીચૈત્રી રઝા तद्विपर्ययो नीचैर्वृत्यनुत्सेको चोत्तरस्य ॥२५॥ विघ्नकरणमन्तरायस्य ॥२६॥ અનુવાદ : પરની નિંદા, આત્મશ્લાઘા, પરસન્નુણને ઢાંકતાં ગુણો નહિં પોતાપણામાં, તેહિ નિત્ય પ્રકાશતા; નીચ ગોત્ર બાંધે અશુભ ભાવે, જીવ બહુ વિધ જાતના, નીચ ગોત્ર બંધન છોડવા વળી, યત્ન કરો ભલી ભાતના (૧૬) એહથી વિપરીત ભાવે; નમ્રતા ધરતા સદા, અભિમાન તજતાં ગોત્ર બાંધે, ઉંચના ભવિ જીવ સદા, દાન લાભ જ ભોગપભોગે, વિર્ય ગુણની વિનતા, કરતા થકાં અંતરાય બાંધે, સુણો મન કરી એકતા (૧૭) અર્થ : પરનિંદા, આત્મશ્લાઘા, પરના ગુણનું આચ્છાદન, પોતાના અછતા ગુણનું પ્રકાશન આદિ નીચ ગોત્ર કર્મના આસ્રવ છે. આથી વિરુદ્ધ સ્વનિંદા, પરગુણ પ્રશંસા, પોતાના અવગુણનું પ્રકાશન એ ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવ છે. દાન, લાભ, ભોગ, Page #195 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૫૩ ઉપભોગ અને વીર્યના ગુણમાં વિઘ્ન નાખવા તે અંતરાય કર્મના આસ્રવ છે. | ભાવાર્થ : દુબુદ્ધિથી બીજાના સાચા જૂઠા દોષ પ્રગટ કરવા તે પરમિંદા છે, પોતાની ખોટી ડંફાસ મારવી તે આત્મપ્રશંસા છે. બીજાના છતા ગુણને છૂપાવવા તે સદ્ગણનું આચ્છાદન છે. પોતાના અછતગુણનું પ્રદર્શન તે અસગુણનું ઉદ્ભાવના છે. આ સર્વ નીચ ગોત્રના આસ્રવ છે. પોતાના દોષ જોવા અને પ્રકટ કરવા તે સ્વનિંદા છે. પારકાના ગુણ જોઈ તેની પ્રશંસા કરવી તે પરપ્રશંસા છે. પોતાના છતાં ગુણને છૂપાવવા તે સ્વગુણાચ્છાદન છે. પોતાના અછતગુણને તેમજ અવગુણને ન છૂપાવવા તે અવગુણનું પ્રકાશન છે. પૂજય-વ્યક્તિ યા વડિલ પ્રતિ બહુમાન, વિનય, યા નમ્રવૃત્તિ છે. જ્ઞાન, સંપત્તિ, બુદ્ધિ કુશળતા, આદિ અધિક હોવા છતાં અભિમાન ન કરવું તે અનુત્સુકતા છે. | સૂત્ર અગીયારથી છવીશમાં નિર્દેશેલ મૂળ પ્રકૃતિના આશ્રવ તે સાંપરાયિક કર્મના ઉપલક્ષણ માત્ર છે. તેથી દર્શાવ્યા વિનાના તેવા બીજા આશ્રવ પણ તે તે મૂળ પ્રકૃતિના સમજી લેવાના છે. ઉદાચ આળસ, પ્રમાદ, મિથ્યાઉપદેશ આદિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના; વધ, બંધન, તાડન, તર્જન આદિ અસતાવેદનીયના આશ્રવ ગણાવ્યા નથી, પરંતુ તે અને તેવા બીજા દરેક પ્રકૃતિ માટે સમજી લેવાના છે. | આશ્રવની બાબતમાં શાસ્ત્રનિયમ એવો છે કે સામાન્ય રીતે આયુષ્ય સિવાયની બાકીની સાત પ્રકૃતિનો બંધ એકી સમયે થાય છે; તદનુસાર એક પ્રકૃતિના બંધ સમયે બાકીની છ પ્રકૃતિનો બંધ માનવામાં આવે છે. આશ્રવ તો એકી સમયે એક એક Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ' તત્વાર્થાધિગમસૂત્ર પ્રકૃતિનો થાય છે. પરંતુ બંધ તો એક પ્રકૃતિનો પ્રધાનતાથી અને બાકીની છ પ્રકૃતિનો ગૌણતાથી થાય છે. બાકીની છ પ્રકૃતિનો જે બંધ થાય છે તે અવિરોધી પ્રકૃતિનો જ થાય છે. આશ્રવના ઉપરોક્ત વિભાગ અનુભાગ યા રસબંધની અપેક્ષાએ છે; એટલે આ વિભાગ પ્રદેશબંધની અપેક્ષાએ નથી. આમ એકી સમયે એક જ પ્રકૃતિના આસ્રવ અને પ્રધાનતાથી એક પ્રકૃતિનો બંધ અને ગૌણતાથી બાકીની છ. અવિરોધી પ્રકૃતિનો બંધ સ્વીકારવાથી શાસ્ત્રનિયમ સચવાય છે. અનુભાગ-રસ બંધની અપેક્ષાએ કરેલ આશ્રવનું પૃથક્કરણ-વર્ણન મુખ્ય ભાવની અપેક્ષાએ છે. આમ હોવાથી જે જે પ્રકૃતિના જે જે આશ્રવ બતાવ્યા છે તે તેમાં પ્રધાનતાથી હોય છે; પરંતુ ગૌણતાથી અપ્રધાન કર્મપ્રકૃતિના આશ્રવ પણ હોઈ શકે છે. ' तत्त्वार्थाधिगमेसूत्रे, सानुवादविवेचने; ॥ પૂષણોથNધ્યાય, માવતિઘોઘવી દ્દા . Page #197 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૫૫ | | અધ્યાય ૭મી પાંચ વ્રત અને તેની ભાવના : સૂત્ર - હિંસાવૃતાન્તયાોિ વિનિર્વતમ્ આ રેસિપાહિતી રા. અનુવાદ: હિંસા અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહથી અટકવું, વ્રત જાણીએ એમ પાંચ ભેદે, પાપકૃતિથી વિરમવું; દેશથી જે અટકવું તે, અણુવ્રત પ્રભુએ કહ્યું, સર્વથી જે અટકવું તે, મહાવ્રત શાસ્ત્ર ભર્યું (૧) અર્થ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ દરેકથી નિવૃત્તિ તે પાંચ વ્રત છે; તે પાળવાથી પાપ-વ્યાપાર વિરમે છે. વ્રત બે પ્રકારના છે. (૧) મહાવ્રત, અને (૨) અણુવ્રત. ભાવાર્થ : દોષ સમજી તેના ત્યાગનો સ્વીકાર તે વ્રત છે. અહિંસા એ મુખ્ય પ્રધાન વ્રત છે. ખેતરની રક્ષાર્થે જેમ વાડ હોય તેમ અહિંસા વતની રક્ષાર્થે બાકીના વ્રત વાડ સમાન છે. વ્રતની બે બાજુ છે. (૧) નિવૃત્તિ અને (૨) પ્રવૃત્તિ. અસત્કાર્યથી નિવૃત્તિ અને સત્કાર્યમાં પ્રવૃત્તિ તે વ્રત છે; અર્થાત્ વ્રત એ માત્ર નિષ્ક્રિયતા નથી. વ્રત પાંચ છે; (૧) અહિંસા (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ વ્રત ઉપરાંત મૂળ વતને પુષ્ટ કરનાર રાત્રિભોજન વિરમણ પણ અવાંતર વ્રત છે. વ્રતના બે પ્રકાર છે. (૧) સર્વાશ વિરતિરૂપ મહાવ્રત અને આંશિક વિરતિ રૂપ અણુવ્રત. અણુવ્રતથી વિકાસ શરૂ થઈ મહાવ્રતમાં પરિણમે છે. સૂર – તબૈર્થ માવનાર પ૪ રૂા. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્વાર્થાધિગમસૂત્ર हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥४॥ दुःखमेव वा ॥५॥ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु ॥६॥ जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥७॥ અનુવાદ : તે તે વ્રતોની સ્થિરતામાં, ભાવના પાંચ પાંચ છે, એમ ભાવનાઓ સર્વ મળતાં, પચ્ચીશ પૂરી થાય છે; હિંસાદિ દોષે નહિં અટકતા, જીવ ઈહભવ પરભવે, આપત્તિને અનિષ્ટતાના, દુઃખ ગણ સવિ અનુભવે. (૨) જગતના જીવમાત્રમાંહિ, ભાવના મૈત્રી ભલી; ગુણથી અધિકાં જીવ નિરખી, ઉલ્લાસભાવ પ્રમોદની; સંસાર દુઃખે તપ્ત જીવો : માંહિ કરુણા આણવી, અપાત્ર જડ અજ્ઞાનીજનમાં, મધ્યસ્થતા પીછાણવી. (૩) જગતના સ્વભાવ જાણી, આદરી સંવેગતા, ક્ષયવંત સર્વે ભાવ સમજી, આદરો વિરાગતા; સંવેગ ને વૈરાગ્ય સારુ, જગત્કાય સ્વભાવના, સ્વરૂપો વિચારી આત્મધ્યાને, રમતા મુનિ થઈ એકમના (૪) અર્થ: દરેક વ્રતની સ્થિરતા માટે પાંચ પાંચ ભાવનાઓ છે. એમ પાંચ વ્રતની પચીશ ભાવના થાય છે. હિંસા આદિ દોષથી આભવ અને પરભવમાં આવી પડતી આપત્તિ અને અનિષ્ટનું દર્શન કરવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના અનુક્રમે સર્વ જીવ પ્રતિ, અધિક ગુણી પ્રતિ, દુઃખી પ્રતિ અને અપાત્ર પ્રતિ ભાવવી. જગતની અને કાયાની ક્ષણભંગુરતાનો વિચાર કરી સંવેગ અને વૈરાગ્યનું ચિંતન કરવું. ભાવાર્થઃ વ્રત આત્મામાં ઉતારવા વિવેકપૂર્વક પ્રવૃત્તિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ તત્વાર્થાધિગમસૂત્ર આવશ્યક છે. તેમાં રસ પેદા કરવા દરેક વ્રતની પાંચ પાંચ ભાવના દર્શાવી છે : (૧) ઈય સમિતિ-સમ્યગરીતે ગમન આગમન કરવું. (૨) મનોગુપ્તિ-અનિષ્ટ વિચારને ત્યજવા. (૩) એષણાસમિતિ-બેતાલીશ દોષ રહિત આહારપાણી મેળવવા. (૪) આદાન નિક્ષેપ સમિતિ - સારી રીતે અવલોકન કરી, લે મૂક કરવી. (૫) આલોક્તિપાન ભોજન-આહાર-પાણી સારી રીતે જોઈ તપાસી લેવા. એ પાંચ અહિંસાવ્રતની ભાવના છે. (૧) અનુવીચિ ભાષણ-વિચાર- પૂર્વક બોલવું. (૨) ક્રોધ પ્રત્યાખ્યાન-ક્રોધનો ત્યાગ. (૩) લોભ પ્રત્યાખ્યાન-લોભનો ત્યાગ. (૪) નિર્ભયતા-ભયનો ત્યાગ અને (૫) હાસ્ય પ્રત્યાખ્યાન-હાસ્યનો ત્યાગ એ પાંચ સત્યવ્રતની ભાવના છે. (૧) અનુવીચિ અવગ્રહ યાચન-વિચારપૂર્વક જરૂરી અવગ્રહસ્થાનની યાચના કરવી. (૨) અભીક્ષ્ણ અવગ્રહ યાચન-તેવી રીતે વારંવાર યાચના કરવી. (૩) અવગ્રહાવધારણ-યાચના વખતે અવગ્રહનું પરિમાણ ધારી લેવું. (૪) સાધર્મિક પાસે અવગ્રહ યાચન-ઉચિત પ્રસંગે સહધર્મી પાસે અવગ્રહની માંગણી કરવી અને (૫) અનુજ્ઞાપિત પાન ભોજન-ગુરુની આજ્ઞાપૂર્વક અન્નપાન, ભોજન લાવવા અને તેમની અનુજ્ઞા મળ્યથી તેનો ઉપયોગ કરવો. એ પાંચ અચૌર્યવ્રતની ભાવના છે. (૧) સ્ત્રી, પશુ, નંપુસક આદિ સેવિત આસન શવ્યા આદિનો ત્યાગ. (૨) રાગપૂર્વક સ્ત્રી આદિના અંગે માંગ જોવાનો ત્યાગ. (૩) પૂર્વે અનુભવેલ રતિ વિલાસના સ્મરણનો ત્યાગ. (૪) વિકારજનક પદાર્થોનો ત્યાગ ને પ્રણિત રસભોજન વર્જન-કામોદ્દીપક રસપાનનો ત્યાગ અને (૫) મનોજ્ઞ રસભોજન વર્જન-કામોદ્દીપક રસપાનનો ત્યાગ અને (૫) મનોજ્ઞ અમનોજ્ઞ સ્પર્શ આદિ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્વાર્થાધિગમસૂત્ર પ્રતિકૂળ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પ્રતિ સમભાવ. એ પાંચ બ્રહ્મચર્યવ્રતની ભાવના છે. રાગ, દ્વેષ પેદા કરનાર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પ્રતિ તે તે પ્રસંગે સમભાવ સાચવવો તે પરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. ઉપરોક્ત દરેક વ્રતની ભાવનાઓ જૈન સંઘમાં -સાધુના પ્રધાન સ્થાનના આધારે મહાવ્રતને લક્ષ્યમાં રાખી દર્શાવી છે; તેમ છતાં વ્રતધારી તેમાં પોતપોતાના અધિકાર અનુસાર સંકોચવિકાસ કરી શકે છે. દોષના વાસ્તવિક દર્શનથી વ્રત સ્થિર થાય છે. અહિંસા આદિ વ્રતની સ્થિરતા માટે અવ્રતમાં દોષનું દર્શન કરવું, અવ્રત આદિના સેવનથી પોતાને તેમજ અન્યને આલોક અને પરલોકમાં આપત્તિ અનુભવવી પડે છે તે અનુક્રમે ઈહલોક અને પરલોક દોષ દર્શન છે. આ દોષ દર્શનથી વ્રતના સંસ્કાર વિકસે છે અને તેજ વ્રતની ભાવના છે. અહિંસા આદિના વ્રતધારી હિંસાથી પોતાને થતા દુઃખની અન્યને થતા દુઃખ સાથે કલ્પના કરે તે દુઃખ ભાવના છે. અહિંસા આંદિ વ્રતની સ્થિરતામાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના ખાસ ઉપયોગી છે; કારણ કે તે સદ્ગુણના અભ્યાસ અર્થે છે. પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ, અધિક ગુણી પ્રતિ પ્રમોદભાવ-આદરભાવ, પિડિતદુઃખીપ્રતિ કરુણાભાવ અને સંસ્કારહીન પ્રતિ તટસ્થભાવ કેળવવા જરૂરી છે. વ્રતના અભ્યાસીને સંવેગતા અને વૈરાગ્યની પહેલી જરૂર છે. તેનાં બીજ જગતસ્વભાવ અને શરીરસ્વભાવમાં રહેલા છે. પ્રાણીમાત્ર દુઃખ અનુભવે છે. જીવન ઝાકળના બિન્દુની માફક અશાશ્વત છે. પ્રત્યેક પદાર્થ નાશવંત છે. આ પ્રકારની વિચારણાથી સંસારમાં આસક્તિ ઘટે છે અને દૂર પણ થાય છે; Page #201 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૫૯ તે ઉપરાંત સંસાર ભયજનક જણાતાં સંવેગ પણ ઉદ્ભવે છે. પાંચ વ્રતનું વર્ણન : सूत्रः - प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा ॥८॥ असदभिधानमनृतम् ॥९॥ अदत्तादानं स्तेयम् ॥१०॥ मैथुनमब्रह्म ॥११॥ પૂચ્છ પરિગ્રહ રા જિશો તો રૂા • આર્યનારાશ ૪ તારી અનુવાદ : પાંચે પ્રમાદે વશ પડીને, જીવ પ્રાણ વિયોગ તે, હિંસા તણું લક્ષણ કહ્યું, તત્ત્વાર્થસૂત્રે સમજીએ; અસત્ય વચનો બોલવાને, દોષ અમૃત છે બીજો નહિં દીધેલી વસ્તુ લેવી, ચોરી દોષ કહ્યો ત્રીજો (૨) મૈથુન તે અબ્રહ્મ ચોથો પરિગ્રહ મૂર્છા ધરે, એ પાંચ દોષે દુઃખી જીવો, અવિરતિ ભવમાં ફરે એ પાંચ પાપો દૂર કરી, નિઃશલ્યતા ભાવે ભજી, વિરતિપણે રમીએ સદા જીવ અવિરતિને સંત્યજી (૬) વિરતિવાળા જીવના, બે ભેદ સૂત્રે સંગ્રહ્યા. અગારી એ છે પ્રથમ ભેદે, અણગાર બીજે સાંભળ્યા. અગારી ધરતાં અણુવ્રતોને, ગુણવ્રતી શિક્ષાવતી, એમ બાર વ્રત ગ્રાહક બનીને, પામતા સંયમ રતિ. (૭) અર્થ : પાંચ પ્રમાદને વશ બની જીવના પ્રાણનો વિયોગ કરવો તે હિંસા છે. પ્રમાદથી અમૃત બોલવું તે અસત્ય છે, પ્રમત્ત યોગે આપ્યા વિના ગ્રહણ કરવું તે ચોરી છે. મૈથસેવન તે અબ્રહ્મ છે. સાધન આદિમાં મૂચ્છ તે પરિગ્રહ છે. આ પાંચ દોષ વશ જીવ અવિસ્ત છે. શલ્ય દૂર કરી પાંચ વ્રત સ્વીકારનાર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્વાધિગમસૂત્ર વિરત છે. વિરત જીવ બે પ્રકારના છે. (૧) ઘરબારવાળા શ્રાવક શ્રાવિકા અગારી છે. અનગાર પાંચ મહાવ્રતનું સેવન કરે છે. અગારી પાંચ અણુવ્રતનું, ત્રણ ગુણવ્રતનું અને ચાર શિક્ષાવ્રતનું એમ પાંચ વ્રત અને સાત શીલનું યથાશક્તિ પાલન કરે છે. - ભાવાર્થઃ હિંસાની વ્યાખ્યામાં બે અંશ છે. (૧) પ્રમત્તયોગ, અને (૨) પ્રાણવ્યપરોપણ પ્રમત્તયોગમાં મઘ, વિષય, કષાય, નિંદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ અનુક્રમે મોહ અને તિરસ્કારજન્ય છે. આ પાંચ પ્રમાદ એક, બે, ત્રણ, ચાર અને પાંચ એક સાથે પણ હોઈ શકે છે. તેના કારણે થતી મન, વચન અને કાયાની, પ્રવૃત્તિ તે પ્રમત્ત યોગજનિત છે. જીવના પ્રાણનો વિયોગ તે પ્રાણવ્યપરોપણ છે. પ્રમત્તયોગમાંથી થયેલ પ્રાણ વધ તે હિંસા છે. હિંસાની સદોષતા પ્રાણ લેવા ઉપરાંત તેમ કરનારની ભાવના પરથી નિર્ણિત કરી શકાય; અસાવધાનતા, અશુભ ભાવના, હિંસાનો સંકલ્પ, આદિ પ્રમત્તભાવે પ્રાણ નાશની પ્રવૃત્તિ આદરી હોય અને પ્રાણનાશ થયો હોય કે ન થયો હોય તો પણ તે હિંસા દોષરૂપ છે. પરંતું ઉપયોગપૂર્વક હિત કરવાના હેતુએ, હિંસાના સંકલ્પના બદલે જીવના હિત માટે, અપ્રમત્ત ભાવે પ્રવૃત્તિ કરતાં પ્રાણનાશ થયો હોય તો પણ તે હિંસા દોષરૂપ નથી, શાસ્ત્રમાં હિંસા બે પ્રકારે કહી છે. (૧) દ્રવ્ય હિંસા અને (૨) ભાવ હિંસા. પ્રમત્તભાવે પ્રાણનાશમાં દ્રવ્ય અને ભાવ એ બંને હિંસા સમાઈ જાય છે. જ્યારે અપ્રમત્ત ભાવે પ્રાણનાશમાં દ્રવ્ય હિંસા હોવા છતાં ભાવ હિંસા નથી. તાત્ત્વિક દૃષ્ટિએ પ્રમત્તયોગ તેજ હિંસા છે; પરંતુ તે અદશ્ય હોઈ સામુદાયિક રીતે વ્યવહારમાં ઉતારી શકાય તેમ ન હોવાથી Page #203 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૬૧ દશ્ય પ્રાણવધ સામુદાયિક જીવનમાં હિતકારક, ઈષ્ટ અને શક્ય હોઈ પહેલી નજરે તે આવશ્યક ગણાય છે. અહિંસાના વિકાસક્રમમાં પણ સ્થૂલ પ્રાણવધના ત્યાગ પછી પ્રમત્તયોગરૂપ હિંસાનો ત્યાગ આવી શકે છે; અને તે સામુદાયિક રીતે શક્ય પણ બની શકે છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિથી ચિત્તની કોમળતા ઘટે, કઠોરતા વધે અને તે સાથે જીવનની તૃષ્ણા વધે તે હિંસાની દોષરૂપતા છે; અને જે પ્રતિથી ચિત્તની કોમળતા વધે, કઠોરતા ઘટે, સહજ પ્રેમમય દષ્ટિ વિકસે અને જીવન અંતરમુખ બને તે વર્તન દેખાવમાં હિંસક હોય છતાં તે હિંસા દોષરૂપ નથી. પ્રમત્તયોગનો ત્યાગ અને તે સાથે પ્રાણવધનો પણ ત્યાગ કરવા ઉપયોગ રાખવો તે અહિંસા છે. અસત્ ચિંતન, અસત્ વચન અને અસત્ આચરણ તે અસત્ય છે; પ્રમત્ત યોગપૂર્વક આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિ અસત્ય દોષરૂપ છે. સત્ વસ્તુનો નિષેધ, સત્ વસ્તુને વિપરીત રીતે અજ્ઞાન તરીકે રજૂ કરવી આદિ અસત્ય છે. સત્ય હોવા છતાં બીજાના મનને દુઃખ કરવાના દુર્ભાવથી બોલવું તે ગહિતનિદારૂપ અસત્ય છે. પ્રમત્ત યોગનો ત્યાગ કરવો, મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એકરૂપ રાખવી તે સત્ય છે. - તૃણ સમાન તુચ્છ વસ્તુ પણ તેના માલિકની રજા વિના ભવ્યપ્રમત્ત યોગપૂર્વક લેવી તે ચોરી છે. લાલચ દૂર કરી ન્યાયપૂર્વક વસ્તુ મેળવવી તે અચૌર્ય છે. મિથુન-સ્ત્રીપુરુષના યુગલની પ્રવૃત્તિ તે મૈથુન છે. આવી મૈથુનની પ્રવૃત્તિ તે અબ્રહ્મ છે. મિથુન શબ્દનો વિકાસ કરી યુગલ સ્ત્રી પુરુષનું, પુરુષ પુરુષનું, સ્ત્રી સ્ત્રીનું, સજાતીય કે વિજાતીય પણ હોઈ શકે છે. મનુષ્યદેવનું, મનુષ્ય તિર્યચનું, એ વિજાતીય Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તવાથધિગમસૂત્ર યુગલ છે. કામરાગના આવેશથી ઉત્પન્ન થતી માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે મૈથુન છે. નિયત રીતે પ્રમત્તયોગ તો આમાં હોય છે, કારણ કે મૈથુન પ્રવૃત્તિ અપ્રમત્ત દશામાં સંભવતી જ નથી. આ ઉપરાંત કામરાગજનિત ચેષ્ટા એકલા પણ આચરવામાં આવે તો તે આ દોષમાં આવે છે. જેના પાલનથી સદ્ગણ વધે તે બ્રહ્મ, અને જે પ્રવૃત્તિથી સદ્ગણ ન વધતાં દોષનું પોષણ થાય તે અબ્રહ્મ છે. મૂચ્છ-મમત્વ તે પરિગ્રહ છે. વસ્તુમાં આસક્તિ તે મૂચ્છ છે; આસક્તિથી વિવેકભ્રષ્ટ થવાય છે. - કોઈપણ પ્રવૃત્તિ રાગ, દ્વેષ, મોહ આદિ કારણે થાય છે; તેથી રાગ, દ્વેષ, મોહ આદિ દોષ છે, આમ દોષથી પાછા ફરવું તે મુખ્ય વ્રત છે. દોષના ત્યાગનો ઉપદેશ આપતાં પહેલાં દોષ જન્ય પ્રવૃત્તિ સમજાવવામાં આવે તો દોષનો ત્યાગ કરાવી શકાય. આમજનતા રાગ, દ્વેષ આદિનો ત્યાગ ઝીલી ન શકે; તેને તો તજજન્ય પ્રવૃત્તિરૂપ અહિંસા, સત્ય, આદિ પ્રવૃત્તિ ગણાવી સમજાવાય તો તે માટે આદર ઉત્પન્ન કરી શકાય અને આચરણમાં મુકવાનો પ્રયત્ન પણ કરાવી શકાય. આ કારણે પાંચ વ્રત સમજાવવાની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. વિશાળ દૃષ્ટિવાળા કોઈ કોઈ અહિંસા વ્રતમાં બાકીના દોષનો સમાવેશ કરી સમજાવવા પ્રયત્ન કરે છે, તેજ પ્રકારે સત્ય આદિ એક જ વ્રતમાં અન્ય વ્રતોનો સમાવેશ પણ સમજાવી શકાય. વતી શલ્ય વિનાનો હોવો જોઈએ. શલ્ય ત્રણ પ્રકારના છે; (૧) માયા, (૨) નિદાન અને (૩) મિથ્યાત્વ. દંભ, કપટ, ઠગવાની વૃત્તિ આદિ માયા છે. ભોગની લાલસા તે નિદાન Page #205 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૬૩ નિયાણું છે. સત્યની ઉપેક્ષા અને અસત્યનો આગ્રહ તે મિથ્યાદર્શન છે, આ ત્રણે માનસિક દોષ છે. જે માનસિક અને શારીરિક શાન્તિનો નાશ કરે છે. વ્રતી માટે પહેલી શરત એ છે કે તેણે શલ્યનો ત્યાગ કરવો. યથાશક્તિ અને યોગ્યતા અનુસાર વ્રતીના બે પ્રકાર છે. (૧) ગૃહસ્થ સ્ત્રી યા પુરુષ-તે અગારી-ઘરવાળા છે. અને (૨) ત્યાગી મુનિ તે અનગાર-ઘરવિનાના છે. આ અર્થનો વિકાસ કરી વિષય તૃષ્ણા યુક્ત તે અગારી ગણી શકાય. ખરી રીતે તો અગારી, અને અનગારની આજ કસોટી છે. વિષય તૃષ્ણા હોવા છતાં અગારી વિષય તૃષ્ણા ત્યાગ કરનાર-ઉમેદવાર હોવાથી તેને પણ વ્રતી કહ્યો છે. અહિંસા આદિ મહાવ્રત ન લેનારમાં પણ ત્યાગ વૃત્તિનો અંશ ઉભવે તો ગૃહસ્થ મર્યાદામાં રહેવા સારુ અણુવ્રત લઈ શકાય છે. આવો અણુવ્રત ધારી તે શ્રાવક કહેવાય છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું વર્ણન અને સમ્યકત્વના અતિચાર : सूत्रः - दिग्देशा-नर्थदंडविरति-सामायिक-पौषधोपवासो पभोगपरिभोगातिथिसंविभागवतसंपन्नश्च ॥१६॥ मारणान्तिकी सलेखनां जोषिता ॥१७॥ शंका-कांक्षा-विचिक्त्सिा-न्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ॥१८॥ व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥१९॥ અનુવાદ : દિશા તણા પરિમાણ વ્રતને, દેશ અવગાસિક ભણું, અનર્થ વિરતિ, વ્રત સામાયિક, પોસડુ વ્રત જ ગણું; ઉપભોગને પરિભોગમાંહિ, પરિમાણ જ મનધરું, અતિથિતણો સંવિભાગ ધારી, રૂડો સંયમ આદરું. (૮) Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્વાર્થાધિગમસૂત્ર આરાધનાની મરણ અંતે, સેવના શાસે કહી, સુણી, ધારી વિષય વારી, હૃદયમાંહિ સદહી; સમક્તિ મૂલે બાર વ્રતના, અતિચારો હવે કહું, મનથી ધરતાં, દોષ તજતાં, શ્રાવક ધર્મ જ વહું. (૯) સમકિત ગુણના અતિચારો, પંચ સુણો એકમના, શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, પ્રશંસા સંસ્તવ તણાં; વ્રતશીલોના અતિચારો, પંચ પંચજ વર્ણવે, પ્રથમાદિ વ્રતના અતિચારો, તજી ગુણને કેળવે. (૧૦) અર્થઃ પાંચ મહાવ્રત પાંચ અણુવ્રત પછી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આવે છે. જે શીલ નામથી અથવા ઉત્તરદ્રત નામથી પણ ઓળખાય છે. દિ-દિશા-પરિમાણને દિગૂ પરિમાણ વ્રત પણ કહે છે. તે ઉપરાંત દેશવિરમણ, અનર્થ દંડવિરમણ, સામાયિક, પૌષધ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ જુદા જુદા વ્રત છે. આ વ્રતો સંયમ ધર્મના પગથિયારૂપ હોઈ યથાર્થ પાલન કરવાનાં છે. હવે સમકિત મૂળ બાર વ્રતના અતિચાર વર્ણવવામાં આવે છે. તેનું નિરંતર સ્મરણ રાખી દોષ તજવા અને શ્રાવક ધર્મનું પાલન કરવું. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ એ પાંચ સમ્યગદર્શનના અતિચાર છે. દરેક વ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતના પાંચ પાંચ અતિચાર છે. ભાવાર્થ : અણુવ્રત અલ્પાંશમાં લેવાતું હોવાથી અને અલ્પાંશમાં વિવિધતા હોવાથી અલ્પાંશ વ્રત ગ્રહણની પ્રતિજ્ઞા અનેકરૂપે જુદી પડે છે. સૂત્રકાર આ વિવિધતામાં ન ઉતરતાં ગૃહસ્થના પાંચ અણુવ્રત જે મૂળ વતરૂપ છે તેનું વર્ણન કરે છે; ત્યાગના મૂળ પાયારૂપ હોવાથી આ વ્રત મૂળવ્રત યા મૂળગુણ Page #207 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૬૫ કહેવાય છે. મૂળ વતની રક્ષા પુષ્ટિ, શુદ્ધિ, વિકાસ અર્થે ગૃહસ્થ અન્ય કેટલાક વ્રત સ્વીકારે છે તે શીલ, ઉત્તરગુણ યા ઉત્તરદ્રત કહેવાય છે; આવા વ્રત સાત છે, જે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને નામે પ્રસિદ્ધ છે. જીવનના અંતે ગૃહસ્થ એક વધારાનું વ્રત લેવા ઈચ્છા કરે છે; તેનું નામ સંલેખના વ્રત છે. વ્રતની બાબતમાં બે પરંપરા છે. (૧) તત્ત્વાર્થ સૂત્રકારની અને (૨) જૈન આગમની. પહેલી પરંપરામાં દિવિરમણ પછી ઉપભોગ-પરિભોગ ન ગણાવતાં દેશ વિરમણ ગણાવ્યું છે. બીજી પરંપરામાં દિવિરમણ પછી ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત આવે છે. માત્ર ક્રમના ફેરફાર સિવાય વ્રતની સંખ્યામાં કે તેના નામમાં કાંઈ પણ ફરક નથી. માનસિક, વાચિક અને કાયિક હિંસાનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકનાર પોતાની યથાશક્તિ નિશ્ચિત ગૃહસ્થ મર્યાદામાં રહી જેટલી ન્યૂન ન્યૂનતર હિંસાથી જીવનવ્યવહાર નભી શકે તેથી વધારે હિંસાનો ત્યાગ કરવો તે અહિંસા અણુવ્રત છે. નિશ્ચિત ગૃહસ્થ-મર્યાદામાં રહેતાં પરિસ્થિતિ અનુસાર મર્યાદિત સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય-સ્વદારાસંતોષવ્રત અને પરસ્ત્રી વિરમણવ્રત અને પરિગ્રહ-પરિમાણ રાખી તે ઉપરાંતનો ત્યાગ કરવો તે અનુક્રમે સત્ય, અચૌર્ય, સ્વદારા સંતોષ અને પરદારા વિરમણ અને અપરિગ્રહ વ્રત છે. ચોથા વ્રતમાં સ્ત્રી માટે સ્વપતિ સંતોષ અને પરપુરુષ વિરમણ વ્રત સમજી લેવાનું છે. પાંચ અણુવ્રતની મર્યાદા આમ ગૃહસ્થદીઠ જુદી જુદી રહેવાની. પોતાની ત્યાગશક્તિ અનુસાર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ ચાર દિશા; અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય આદિ ચાર વિદિશા, અને ઊર્ધ્વ તથા અંધો એમ દશ દિશામાં ગમનાગમનની Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્વાર્થાધિગમસૂત્ર મર્યાદા બાંધી તેથી અધિક ગમનાગમનનો ત્યાગ તે દિવિરમણ વ્રત છે. આ વ્રત જીવનપર્યત માટે લેવામાં આવે છે. પ્રયોજન અનુસાર રોજ ક્ષેત્રનું પરિણામ નક્કી કરી ઉપરોક્ત વ્રતમાં જીવનપર્યત સ્વીકારેલ ગમનાગમન મર્યાદા પણ ટૂંકાવવી અને તે ઉપરાંત ગૃહસ્થના બારે વ્રતનું દેશથી પાલન કરવા ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવા તે દેશવિરમણ વ્રત છે. દેશવિરમણ વ્રતનો એમ પણ અર્થ થાય છે કે સર્વ વ્રતનો અવકાશ અંશ યા દેશથી જે વ્રતમાં છે તે દેશવિરમણવ્રત છે અને તે કારણે તેને દેશાવગાસિક વ્રત પણ કહેવામાં આવે છે. પ્રયોજન વિના દંડાવા માટે પ્રવૃત્તિ કરવી તે અનર્થ દંડ છે. આવી નિરર્થક પ્રવૃત્તિથી વિરમવું તે અનર્થદંડવિરમણવ્રત છે. આ ત્રણ ગુણ વ્રત છે. કાળનો અભિગ્રહ લઈ તેટલા સમય માટે અધર્મ પ્રવૃત્તિનો ત્યાગ અને ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવા અભ્યાસ પાંડવો તે સામાયિક વ્રત છે. આ વ્રતની કાળમર્યાદા બે ઘડી યા ૪૮ મીનીટ છે. પર્વ આદિ દિવસે તેમજ અન્ય તિથિએ ઉપવાસ કરી શરીર વિભૂષા આદિનો ત્યાગ કરવો અને ધર્મજાગરણમાં પ્રવૃત્તિ કરવી તે પૌષધોપવાસવ્રત છે. જેમાં અધિક અધર્મનો સંભવ છે તેવા ખાન, પાન, વસ્ત્ર આદિનો ત્યાગ કરી ઓછા આરંભ સમારંભવાળા ખાનપાન વસ્ત્રસાધન આદિનું ભોગ ઉપભોગ માટે પરિમાણ-મર્યાદા બાંધવી તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. આ વ્રતમાં પંદર કર્માદાનના ત્યાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાડાકર્મ અને સ્ફોટકર્મ એ પાંચ કર્મ; દાંત, લાખ, રસ, કેશ અને ઝેર એ પાંચ વેપાર અને યંત્ર ણ, નિલછન, દવદાહ, જલાશયશોષણ અને અસતીપોષણ એ પાંચ સામાન્ય એ પંદર કર્માદાન છે. તેની Page #209 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૬૭ વિશેષ સમજૂતી વંદિત્તા-સૂત્રના અર્થમાંથી અને ગુરુગમથી મેળવવા યોગ્ય છે. ત્યાધ્ય દ્રવ્યોપાર્જિત કલ્પનીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ શુદ્ધ ભક્તિ ભાવથી સાધુને સુપાત્ર ગણી આપવા તે અતિથિસંવિભાગવ્રત છે. આ વ્રતથી દાન આપનાર અને લેનારનું હિત થાય છે. આપનારનો ત્યાગ કેળવાય છે અને લેનાર તે દ્વારા ધર્મ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે છે. આ ચાર શિક્ષા વ્રત છે. કષાયનો અંત કરવા કષાયને પોષનારા કારણો પાતળા પાડવા શરીરના અંત વખતે જે વ્રત લેવામાં આવે છે તે મરણાંતિકી સંલેખના વ્રત કહેવાય છે. જ્યારે જીવનનો અંત નિશ્ચિત જાણવામાં આવે અને આવશ્યક કર્તવ્યનો નાશ થતો હોય ત્યારે કોઈ પણ પ્રકારનું દુર્બાન ન થાય તે રીતે આ વ્રત આરાધવાનું હોય છે. - સ્વીકારેલ વ્રતને મલિન કરનાર સ્કૂલના તે અતિચાર છે; તેનું વારંવાર સેવન વ્રતનો નાશ કરાવે છે, તેથી અતિચાર જાણવા યોગ્ય છે; પરંતુ આચરવા યોગ્ય નથી. અનાચારમાં વ્રતનો પૂર્ણ ભંગ હોય છે. આમ અતિચાર અને અનાચારનો ભેદ છે. દરેક વ્રતના પાંચ અતિચારનું વર્ણન છે, તેનો વિસ્તાર પણ કરી શકાય. પાંચ અતિચારનું વર્ણન મધ્યમ દૃષ્ટિએ છે. રાગ દ્વેષ આદિ વિકારો દૂર કરવા સમભાવનું પરિશીલન કરવું એ ચારિત્ર છે; આ હેતુ સિદ્ધ કરવા અહિંસા આવ્રિત શીલ આદિ જીવનમાં ઉતારવામાં આવે છે, તેથી તે પણ ચરિત્ર છે. વ્રતના કારણે સંસ્કાર શુદ્ધ થઈ પરિવર્તન પામતાં જીવન વ્યવહાર પણ બદલાય છે; આ કારણથી વ્રત અને શીલના અતિચારનું વર્ણન કરવામાં આવ્યું છે. જૈન દર્શનના સ્વીકાર પછી સૂક્ષ્મ અને અતીન્દ્રિય Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્વાર્થાધિગમસૂત્ર પદાર્થોમાં શંકા કરવી તે શંકાતિચાર છે. જૈન તત્ત્વજ્ઞાનમાં શંકાને પૂરતું સ્થાન છે, અને તે દૂર કરવાને પણ સ્થાન છે; પરંતુ અતીન્દ્રિય પદાર્થોને તર્કની કસોટીએ કસવાનો પ્રયત્ન ઈષ્ટ ન હોવાથી શંકાને અતિચાર કહ્યો છે. મિથ્યા દર્શનની ઈચ્છા તે કાંક્ષા છે. ધર્મકરણીના ફળની ઈચ્છા અથવા સાધુ સાધ્વીના મલિન અંગ, વસ્ત્ર આદિ દેખી અરતિ પેદા થવી તે વિચિકિત્સા છે, મિથ્યાદષ્ટિથી પ્રશંસા અને તેનો અતિપરિચય અનુક્રમે પ્રશંસા અને સંસ્તવ છે. સમ્યક્તવ્રતના આ પાંચ અતિચાર સાધુ શ્રાવક બંનેને સમાન છે. પાંચ વ્રતના અતિચાર : સૂત્ર - વ-વ-વિચ્છત-તિમારા પUT-નપાન નિરોથા ર૦ मिथ्योपदेश-रहस्याभ्याख्यान-कूटलेखक्रियान्यासापहार-साकारमंत्रभेदाः ॥२१॥ स्तेनप्रयोग-तदातादान-विरुद्धराज्यातिक्रम-हीनाधिकमानोन्मान-प्रतिरूपकવ્યવહારઃ રરા . परविवाहकरणे-त्वरपरिगृहीता-ऽपरिगृहीतागमना-नङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः ॥२३॥ ક્ષેત્ર-વાતુ-દિ-સુવf-ધન-થી-દાસીલાસ -પ્રમાાતિના: iારકા અનુવાદ : બંધ, વધ ને છવિચ્છેદ, અતિભાર આરોપણા, અન્નપાન નિરોધ પાંચે, અતિચાર વિટંબણા; અતિચાર તજતા પ્રથમ વ્રતના, શુદ્ધિ ભાખે મુનિવરા, વ્રત બીજાને સાંભળીને, દોષ તજશે ગુણધરા. (૧૧) Page #211 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ઉપદેશ ખોટો આળ દેતાં, ફૂટ લેખો લેખતાં, થાપણો વળી ઓળવીને, ગુપ્ત વાત પ્રકાશતા; અતિચાર ત્યાગી ધર્મરાગી, વ્રત બીજાને આદરે, સત્યવાદી સત્યવદતા, વિશ્વમાં યશ વિસ્તરે. (૧૨) ચોરને વળી મદદ દેતા, અદત્ત વસ્તુ લાવતા, દાણચોરી, ફૂટતોલા, ફૂટતોલા, ફૂટમાપા રાખતા; વસ્તુમાંહિં ભેળસેળો, કરે મૂર્ખ શિરોમણિ, અતિચાર સેવે ગુણ ન રહેવે, વ્રત ત્રીજાને અવગણી. (૧૩) પરવિવાહે દોષ મોટો, પરિગૃહીતા ભાવમાં, અપરિગ્રહીતા સ્થાનમાંહિં, દોષ છે પરભાવમાં; અનંગક્રીડા તીવ્રકામે, દોષ પંચક સેવતા, વ્રતજ ચોથું મલિન થાતાં, ગુણ યશને ચૂકતા, (૧૪) ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, ધન, ધાન્ય જે ધારણા, દાસ, દાસી ધાતુ હલકી, પંચ દોષ જ વારણા; સંખ્યા થકી વિદોષ સેવે, મિશ્ર દોષો દાખવે, વ્રત પંચમ મલિન થાતાં, શ્રાદ્ધ ગુણ ન સાચવે. (૧૫) અર્થ : બંધ, વધ, છવિચ્છેદ, અતિભારઆરોપણ અને અન્નપાનનિરોધ એ અતિચાર તજતાં પ્રથમ વ્રત શુદ્ધ થાય છે. અસત્ય ઉપદેશ, આળ મૂકવું, ફૂટ લેખ લખવો, થાપણ ઓળવવી અને ગુપ્ત વાત પ્રગટ કરવી એ પાંચ અતિચાર તજી ધર્મરાગી અને ત્યાગનો મુમુક્ષુ બીજા વ્રતનો આદર કરે છે. સત્યવાદીના ગુણ યશ અને કીર્તિ જગમાં વ્યાપે છે. ચોરને મદદ કરવી, અદત્ત વસ્તુ રાખવી, દાણચોરી કરવી, ખોટાં તોલમાપ રાખવાં અને વસ્તુમાં ભેળસેળ કરવી એ પાંચ અતિચારનું સેવન કરતાં ત્રીજા વ્રતના ગુણ રહેતા નથી. પારકા વિવાહ ક૨વા, પરિગૃહીતાગમન, ૧૬૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્વાર્થાધિગમસૂત્ર અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને કામાભિનિવેશ એ પાંચ અતિચાર બ્રહ્મચર્ય વ્રતમાં સેવવાથી વ્રત મલિન થાય છે અને પરિણામે ગુણ અને યશ નાશ પામે છે. ક્ષેત્રસ્થાવર મિલ્કત; હિરણય-સોનું રૂપું, ધન અને આભૂષણ આદિ ધન, વાસ્તુઘરવખરી; પશુપક્ષી રૂપ ધણ; અનાજ આદિ ધાન્ય અને દાસદાસી, આ પાંચના પરિમાણમાં આગળપાછળ છૂટછાટ મૂકી મન મનાવવું તે પરિગ્રહવ્રતમાં પાંચ અતિચાર છે. અતિચારથી વ્રત મલિન થાતાં શ્રાવકના ગુણ સચવાતા નથી.. ભાવાર્થ: ઈષ્ટ સ્થાને જતાં આવતાં પ્રાણીને રોકવા કે બાંધવા તે બંધ છે. લાકડી આદિથી પ્રહાર તે વધી છે. અવયવોનું છેદનભેદન તે છવિચ્છેદ છે. શક્તિ ઉપરાંત ભાર વહન કરાવવો તે અતિચારનું આરોપણ છે અને ખાનપાનમાં બાધા નાંખવી તે અન્નપાનનિરોધ છે. આ પાંચ પહેલા વ્રતના અતિચાર છે. વ્રતધારી પ્રયોજન વિના આ દોષોનું સેવન ન કરે તે ઉત્સર્ગ માર્ગ છે અને ફરજના કારણે સેવન કરવું પડે તેવા સંજોગોમાં કોમલ ભાવ રાખી કામ કરવું તે ઈષ્ટ છે. ' સાચું જાડું બોલી ખોટે માર્ગે દોરવા તે મિથ્યા ઉપદેશ છે. રાગદ્વેષના કારણે બીજા પર દોષ ઢોળવા તે રહસ્યાભ્યાખ્યાન છે; જૂઠી ચિઠ્ઠી, સહી સિક્કા, ખોટા સિક્કા, આદિથી વ્યવહાર ચલાવવો તે કૂટલેખ ક્રિયા છે, મૂકેલી થાપણ કોઈ ભૂલી જાય તેવા પ્રસંગે તે હજમ કરવી તે ન્યાસાપહાર છે; ચાડી ચુગલી કરવી અને ગુપ્ત વાત પ્રકટ કરવી તે સાકાર મંત્રભેદ છે. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. ચોરી કરવી, કરાવવી, કે તેને અનુમતિ આપવી, તેવા કાર્યમાં પ્રેરણા આપવી આદિ સ્તનપ્રયોગ છે; ચોરાયેલ વસ્તુ રાખવી તે તેનઆહતાદાન છે; રાજ્યના Page #213 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૭૧ આયાત-નિકાસના, કાયદાઓનું ઉલ્લંઘન કરવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ છે; ન્યૂનાધિક તોલ માપ વાપરી ગ્રાહકને ઓછું આપવું અને વેપારી પાસેથી વધારે લેવું તે હીનાધિક માનોન્માન છે અને મૂળ વસ્તુના સ્થાનમાં નકલી વસ્તુ આપવી તે પ્રતિરૂપક વ્યવહાર છે. આ પાંચ ત્રીજા વ્રતના અતિચાર છે. પોતાની પ્રજા સિવાય બીજાના વિવાહ-લગ્ન કરવા, કરાવવા તે પરિવાહકરણ છે; બીજાએ સ્વીકારેલ સાધારણ સ્ત્રી યા વેશ્યા સાથે ગમન કરવું તે ઈશ્વરપરિગૃહીતાગમન છે; વેશ્યા, અનાથ, સ્ત્રી જેનો સ્વામી પરદેશ ગયો હોય તેવી સ્ત્રી, જેનો સ્વામી નથી તેવી વિધવા, આદિમાંથી કોઈની સાથે ગમન કરવું તે અપરિગૃહીતા ગમન છે; સૃષ્ટિ વિરુદ્ધ કામસેવન તે અનંગક્રીડા છે અને વારંવાર માનસિક વિકારવાસના તે તીવ્ર કામાભિનિવેશ છે. આ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. ખેતીવાડી યોગ્ય જમીન તે ક્ષેત્ર છે. વસવા યોગ્ય જમીન યા મકાન તે વાસ્તુ છે. તે બેના મર્યાદિત પ્રમાણને લોભવશ બની તોડવું તે ક્ષેત્રવાસ્તુપ્રમાણાનિક્રમ છે. ચાંદી, સોનું, તેના આભૂષણ, ધન આદિના મર્યાદિત પ્રમાણને લોભવશ થઈ તોડવું તે હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ છે. પશુ, પક્ષી, રૂપ, ધણ અને જુદા જુદા અનાજરૂપ ધાન્યના મર્યાદિત પ્રમાણને તોડવું તે ધણધાન્ય પ્રમાણાતિક્રમ છે. નોકર-ચાકર આદિના મર્યાદિત પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે દાસદાસી પ્રમાણાતિક્રમ છે અને વાસણ, કુસણ, ફરનીચર-વસ્ત્ર આદિના મર્યાદિત પ્રમાણને તોડવું તે કુમ્રપ્રમાણતિક્રમ છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતના અતિચાર? सूत्रः - ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्य- .. નામાનિ રપI ----- Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્વાર્થાધિગમસૂત્ર आनयनप्रेष्यप्रयोगशब्दख्यानुपातपुद्गलक्षेपाः ॥२६॥ कंदर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोપોવાયવનિ પરા योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥२८॥ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्ता“रोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ॥२९॥ सचित्तसंबद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ॥३०॥ सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्य• વIનાતિમા રૂા. અનુવાદ : ઊંચી દિશી, અધો દિશી, વળી તિથ્ય સ્થાનમાં, ધારણાથી અધિક જાતાં, દોષ ત્રણે માનવી ક્ષેત્રવૃદ્ધિ દોષ ચોથો, પાંચમો હું હવે ભણું, સ્મૃતિ ચૂકે વ્રત દિશાની, દોષ પંચકને હણું. (૧૬) ધારેલ દિશી માનથી વળી, અધિક દિશી સ્થાનની, વસ્તુ અણાવે મોકલે વળી, યાદ ચૂકે વ્રત તણી; શબ્દરૂપે દોષ સાથે, જુગલોને ફેંકતાં, દેશાવગાસિક વ્રત તણા એ, દોષ પંચક સેવતા. (૧૭) કંદર્પ કેરો દોષ પહેલો, સૂત્રમાંહિ સાંભળ્યો, ચેષ્ટા તણો છે દોષ બીજો, વાચાળ ત્રીજો મેં સુણ્યો; અધિકરણો સજ્જ કરતાં, વસ્તુ ભોગે અધિકતા, અનર્થ વિરતિ ભાવમાંહિ, દોષ પંચક દેખતા. (૧૮) મન, વચનને કાય કેરા, અશુભ વ્યાપારો ભજે, સામાયિકોના ભાવમાંહિ, આદરભાવ નહિં સજે; વિસ્મૃતિથી ભાન ભૂલે, દોષ બત્રીશ સેવના, સામાયિકના દોષ તજતાં, થાય સંવર ભાવના. (૧૯) Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ તત્વાર્થાધિગમસૂત્ર ઉત્સર્ગ, વસ્તુ ગ્રહણસ્થાપન, વળી સંથારાતણી, દૃષ્ટિની પ્રતિલેખના વળી, પ્રમાર્જના સૂત્રે ભણી; દોષ ત્રણને એમ સેવે, પોસહે આદર નહિ, સ્મૃતિ ચૂકે દોષ-પંચક, પોસહ થાયે સહિ. (૨૦) સચિત્ત દ્રવ્ય, સચિત્ત બદ્ધ, સચિત્તની વળી મિશ્રતા, કાચી વસ્તુ કાચી પાકી, દોષ આહારે થતાં; ભોગ ને પરિભોગ, વસ્તુ ઉલ્લંઘે પરિમાણમાં, ગુણધરા તે દોષ સેવે, વ્રત તણા તે સ્થાનમાં (૨૧) સચિત્ત વસ્તુ હેઠ રાખે, ઉપર સચિત્ત મૂકતાં, અચિત્ત વસ્તુ હેઠ રાખે, ઉપર સચિત્ત ઢાંકતાં; વ્યપદેશને મત્સરપણું વળી કાળને ઉલ્લંઘતાં અતિથિ તણો સંવિભાગ સાથે, દોષ પંચક મૂકતા. (૨૨) અર્થ : ઊર્ધ્વવ્યતિક્રમ અધોવ્યતિક્રમ, તિર્યગુવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યંતર્ધાન એ પાંચ દિવિરમણ વ્રતના અતિચાર છે. આનયન પ્રયોગ, પ્રખ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુગલ પ્રક્ષેપ એ પાંચ દશાવિરમણવ્રતના અતિચાર છે. કંદર્પ, કૌક, માખર્ય અસમીત્યાધિકરણ અને ઉપભોગાધિત્વ એ પાંચ અનર્થ દંડ વિરમણ વ્રતના અતિચાર છે. કાયદુપ્પણિધાન, વચનદુપ્રણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાન એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ, આદાન નિક્ષેપ અને સંસ્તારોપક્રમ, અનાદર અને સમૃત્યનુપસ્થાપન એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે. સચિત્ત આહાર, સચિત્તપિધાન, સચિતસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પકવ આહાર એ અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્વાર્થાધિગમસૂત્ર - ભાવાર્થ વૃક્ષ, પર્વત, મકાન, વિમાન આદિમાં ઉપર જવા આવવાની મર્યાદા ઓળંગવી તે ઊર્ધ્વવ્યતિક્રમ છે. ભોંયરા આદિમાં નીચે જવા આવવાની મર્યાદા ઓળંગવી તે અધોવ્યતિક્રમ છે. ચાર દિશા અને ચાર વિદિશામાં ગમનાગમન કરવાની મર્યાદા ઓળંગવી તે તિરછા-તિર્ય) વ્યતિક્રમ છે. દિશા, વિદિશાનાં મર્યાદિત પ્રમાણમાં ન્યૂનાધિકતા કરવી તે ક્ષેત્ર વૃદ્ધિ છે. પોતે સ્વીકારેલ મર્યાદાનું વિરમરણ થવું તે મૃત્યંતર્ધાન છે. આ પાંચ છઠ્ઠા દિવિરમણ વ્રતના અતિચાર છે. દેશ-અંશથી વિરતિરૂપ દેશવિરમણ વ્રત છે; તે દેશાવગાસિક વ્રત પણ કહેવાય છે. જે વ્રતમાં અંશથી સર્વ વ્રતનો અવકાશ છે તે દેશાવગાસિક વ્રત છે. તે ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવારૂપે તેમજ દિવસના દશ સામાયિક કરવારૂપે વ્યવહારમાં આચરવામાં આવે છે. ચૌદ નિયમ પાળવામાં તેમજ દશ સામાયિક કરવામાં અંશથી દરેક વ્રતનું પાલન આવી જાય છે. મર્યાદિત પ્રદેશ બહારથી બીજા પાસે વસ્તુ મંગાવવી તે આનયનપ્રયોગ છે. મર્યાદિત પ્રદેશ બહારથી નોકર મોકલી વસ્તુ મંગાવવી તે પ્રેગ્યપ્રયોગ છે. મર્યાદિત પ્રદેશ બહારથી ખાંસી આદિ ચિલ્ડ્રન દ્વારા વ્યક્તિને પ્રેરણા કરવી તે શબ્દાનુપાત છે. મર્યાદિત પ્રદેશ બહાર રહેલ વ્યક્તિને આકૃતિ બતાવી પ્રેરણા આપવી તે રૂપાનુપાત છે. કાંકરા ફેંકી પ્રેરણા આપવી તે પુગલ પ્રક્ષેપ છે. આ પાંચ દેશવિરમણ યા દેશાવગાસિકવ્રતના અતિચાર રાગવંશ અસભ્ય પરિહાસ યા વિષયભોગની રાગકથા તે કંદર્પ છે. દુષ્ટ ચેષ્ટા તે કીકુચ્ય છે. સંબંધરહિત બકવાદ તે મૌખર્ય છે. વિવેક વિચાર વિના સાવદ્યસાધન બીજાને વાપરવા આપવા Page #217 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૭૫ તે અસમીક્ષ્યાધિકરણ છે. બિનજરૂરી વસ્ત્ર, આભૂષણ, તેલ, ચંદન આદિ રાખવા તે ઉપભોગાધિકત્વ છે. આ પાંચ અનર્થદંડવિરમણ વ્રતના અતિચાર છે. . . શારીરિક અંગોપાંગ ખરાબ રીતે વિના કારણ ચલાવ્યા કરવા તે કાયદુપ્રણિધાન છે. હાનિકારક અસંસ્કારી ભાષા બોલવી તે વચનદુપ્પણિધાન છે. વિકારવશ માનસિક ચિંતન તે મનોદુપ્પણિધાન છે. ઉત્સાહ વિના ગમેતેમ સામાયિક પૂરું કરવું, યોગ્ય સમયે ન કરવું આદિ અનાદર છે. એકાગ્રતાના અભાવે સામાયિકની સ્મૃતિ ન રહેવી તે મૃત્યંતર્ધાન અથવા મૃત્યુનુસ્થાપન છે. સામાયિક વ્રતના એ પાંચ અતિચાર છે. - સારી રીતે જોયા પ્રમાર્જન-કર્યા વિના મળ, મૂત્ર, ગ્લેખ આદિનો ત્યાગ કરવો તે અપ્રત્યવેક્ષિત અપ્રમાજિત ઉત્સર્ગ છે. સારી રીતે જોયા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી મૂકવી તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત આદાનનિક્ષેપ છે. સારી રીતે જોયા પ્રમાર્જન કર્યા વિના આસન યા સંથારો પાથરવો તે અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિત સંસ્તારોપક્રમ છે. ઉત્સાહ વિના પૌષધ ગમે તેમ પૂરો કરવો, પર્વતિથિએ તે ન કરવો આદિ અનાદર છે. એકાગ્રતાના અભાવે સ્મૃતિભ્રંશ તે નૃત્યનુપસ્થાપન છે. પૌષધવ્રતના એ પાંચ અતિચાર છે. સંચિત્ત વસ્તુનું સેવન એ સચિત્ત આહાર છે. બીજ કે ગોટલીવાળા પાકાં ફળ વાપરવા તે સચિત્તસંબદ્ધ આહાર છે. તલ, ખસખસ આદિ સચિત્ત વસ્તુ તેમજ કીડી, કુંથુ આદિ જીવ મિશ્રિત વસ્તુનું સેવન તે સચિત્ત સંમિશ્ર આહાર છે. માદક દ્રવ્ય કે તેવી વસ્તુનું સેવન તે અભિષવ આહાર છે. કાચાપાકા, અર્ધપકવ આહારનું સેવન-ત્તે દુષ્પકવાહાર છે. ઉપભોગ પરિભોગ વ્રતના એ પાંચ અતિચાર છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તત્વાર્થાધિગમસૂત્ર ખાનપાન આદિ વસ્તુ ન દેવી પડે માટે તેને સચિત્તમાં મૂકવી તે સચિત્ત નિક્ષેપ છે. દેયવસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી તે સચિત્તપિધાન છે. દેય વસ્તુ બીજાની કરી ન આપવી તે પરવ્યપદેશ છે. દાન દેતાં આદરભાવ ન હોવો અથવા ઈષ્યપૂર્વક દાન દેવું તે માત્સર્ય છે. ભિક્ષા સમય પહેલાં ખાનપાન લઈ લેવા કે જેથી કોઈને કાંઈ ન આપવું પડે અથવા ગોચરીનો સમય વ્યતીત થયા પછી સાધુ, સહધર્મી આદિને આમંત્રણ આપવું તે કાલાતિક્રમ છે. અતિથિ સંવિભાગ વ્રતના એ પાંચ અતિચાર છે. આ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રતના અતિચાર છે. સંલેખના અને દાનનું સ્વરૂપ : सूत्रः - जीवितमरणाऽऽशंसामित्रानुरागसुखानुबंध निदानकरणानि ॥३२॥ अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ॥३३॥ विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः ॥३४॥ અનુવાદ ઃ જીવિત ઇચ્છા, મરણઇચ્છા, મિત્રની અનુરાગતા, સુખતણા અનુબંધ ઇચ્છે, કરે વળી નિદાનતા; સંલેખણાના પાંચ દોષો, ટાળતાં ભલી વાસના, વિરતિસંગે ધર્મરંગે, થાય સુંદર ભાવના. (૨૩) પરતણા ઉપકાર માટે, સ્વવસ્તુને પરિહરે, દાનધર્મ જ થાય રૂડો, મૂચ્છના દૂર કરે; વિધિને વળી દ્રવ્ય, દાતા, પાત્રતા ચોથી કહી, દાનમાં અવતાર થાતાં, વિશેષતા મન ગહગહી. (૨૪) અર્થ : જીવનની ઇચ્છા, મરણની ઇચ્છા, મિત્રાનુરાગ, Page #219 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૭૭ સુખાનુબંધ અને નિદાન-નિયાણું એ પાંચ સંલેખના-વ્રતના અતિચાર છે. તે ટાળવાથી વિરતિના સંગે ભાવના-વાસના સુંદર થાય છે. પરોપકાર અંગે વસ્તુનો ત્યાગ કરતાં મૂર્છા છૂટે છે અને દાનધર્મ થાય છે. વિધિ, દ્રવ્ય, દાતા, પાત્ર આદિના કારણે દાનની વિશેષતા છે. ભાવાર્થ : પૂજા, સત્કાર આદિની લાલચે જીવવાની ઇચ્છા કરવી તે જીવિસાશંસા છે. સેવા, સત્કાર આદિના અભાવે મરણની ઇચ્છા કરવી તે મરણાસા છે. મિત્ર, કુટુંબ આદિ પર સ્નેહબંધન તે મિત્રાનુરાગ છે. અનુભવેલ સુખનું સ્મરણ તે સુખાનુબંધ છે. તપ, ત્યાગ આદિના ફળરૂપે ભોગની ઇચ્છા તે નિદાન છે. આ પાંચ સંલેખના વ્રતના અતિચાર છે. સર્વ સગુણનું મૂળ દાન છે. ચાર પ્રકારના ધર્મમાં દાનનું સ્થાન પહેલું છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર છે. દાન પર સગુણના વિકાસનો આધાર છે; તે ઉપરાંત સમાજ વ્યવસ્થામાં સમાનતા આણવાનું તે સાધન છે. ન્યાયોપાર્જિત વસ્તુ બીજાને આપવી તે દાન છે. આવું દાને આપનાર તથા સ્વીકારનાર બંનેને ઉપકારક બને છે. દેનારની મૂછ છૂટે છે અને લેનારને સંતોષ થતાં સમભાવ પ્રાપ્ત થાય છે. દાન દાનરૂપે સમાન હોવા છતાં તેના ફળની તરતમતાના કારણો ચાર પ્રકારના છે. (૧) વિધિ, (૨) દ્રવ્ય, (૩) દાતા અને (૪) પાત્ર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી સિદ્ધાંત સાચવી વિવેકપૂર્વક કલ્પી શકે તેવી વસ્તુ આપવી તે વિધિવિશેષ છે. લેનારને જીવનયાત્રામાં તે વસ્તુ પોષક હોઈ તેના ગુણવિકાસનું સાધન છે તે દ્રવ્યની વિશેષતા છે. લેનાર પ્રતિ શ્રદ્ધા, આદરભાવ, માન ધરાવી આપવું અને આપ્યા પછી ખેદ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્વાર્થાધિગમસૂત્ર ન કરવો તે દાતાની વિશેષતા છે. સપુરુષાર્થ માટે ઉદ્યમશીલ બનવું તે પાત્રની વિશેષતા છે. આ ચારનો સંગમ દાનમાં કવચિત્ આવી મળે છે. तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवाद-विवेचने ॥ समाप्तः सप्तमोऽध्यायो, व्रतस्वरुपबोधकः ॥७॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર - ૧૭૯ અધ્યાય અમો કર્મપ્રકૃતિના બંધ, બંધહેતુ અને બંધના પ્રકાર : सूत्रः -मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा inહેતવઃ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्युद्गलानादत्ते ॥२॥ સ વંધ: રૂા - - પ્રવૃતિ-સ્થિત્ય-કુના- સ્તથિ ઝા आद्यो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया-युष्कનામ-ગોત્રા-ડાયા: હા पंच-नव-द्वय-ष्टाविंशति-चतु-ढुिंचत्वारिंशद् દિ-પંદમેલા યુથમ દા અનુવાદ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદને કષાયતા, યોગ મળીને પાંચ થાતાં, કર્મબંધન હેતુના; કષાયતાના હેતુ સાથે, કર્મ યોગ્ય પુદ્ગલો, લોહચુંબક સોયની જેમ, ગ્રહે જીવ જ એકલો. (૧) બંધ તેને જિનજી કહેતા, ચાર ભેદો સાધના, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, જીવ સાથે મિત્રતા; પ્રથમ ભેદે પ્રકૃતિના આઠ ભેદો માનવા, જ્ઞાનાવરણ કર્મ પહેલું, ભેદ બીજા સાધવા. (૨) દર્શન આવરણ બીજું, વેદનીય ત્રીજું કહે, મોહની વળી કર્મ ચોથું, ભવિકજન તે સદૂદહે; આયુષ્ય કર્મ પાંચમું છે. છઠ્ઠ કર્મ નામનું, ગોત્ર કર્મ સાતમું ને, આઠમું અંતરાયનું. (૩) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ --- તત્વાર્થાધિગમસૂત્ર આ પાંચ નવ બે વીશ અધિક, આઠ સાથે યોગમાં, ચાર બેતાલીશ બેથી, પાંચ સંખ્યા સાથમાં; ભેદ આઠે પ્રતિભેદ, ભેદ સંખ્યા હવે સુણો, સૂત્ર શૈલી હૃદય કરતાં, કર્મ આઠેને હણો. (૪) અર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુ છે. લોહચુંબક જેમ સોયને ખેંચે છે તેમ કષાયી જીવ કર્મયોગ્ય પુગલને ખેંચી ગ્રહણ કરે છે તેને બંધ કહે છે. બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ, અને પ્રદેશ એ ચાર ભેદ છે. પ્રકૃતિના આઠ ભેદ છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ, (૩) વેદનીય (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર (૮) અને અંતરાય. એ દરેકના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેતાલીશ, બે અને પાંચ એમ સત્તાણું પ્રતિભેદ છે. ભાવાર્થઃ ગમે તે કર્મનો બંધ હોય તો પણ તે દરેકમાં ચાર અંશનિર્માણ થાય છે. પ્રકૃતિ અને પ્રદેશ એ બે અંશનું નિર્માણ અવિરતિને કારણે થાય છે, જ્યારે સ્થિતિ અને રસ એ બે અંશનું નિર્માણ-કષાયના કારણે થાય છે. આમ હોવાથી એક પરંપરા કષાય અને અવિરતિ, કષાય અને યોગ બે બંધ હેતુ દર્શાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ કષાયથી જુદા ન હોવા છતાં કર્મ પ્રકૃતિનાં બંધની સ્પષ્ટ સમજ અર્થે એ બે ઉમેરી બીજી પરંપરા ચાર-બંધ હેતુનો નિર્દેશ કરે છે. સૂત્રકાર પ્રમાદને પણ જુદો પાડી પાંચ બંધ હેતુ બતાવે છે તે સ્પષ્ટતા પૂરતો છે. સમ્યગુદર્શનથી ઉર્દુ એ મિથ્યાદર્શન. મૂઢ દશામાં શ્રદ્ધાનો અભાવ હોય છે અને વિચાર દશામાં ખોટી શ્રદ્ધા હોય છે, મિથ્યાદર્શનના પાંચ પ્રકાર છે. (૧) આભિનિવેશિક, (૨) Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તત્વાર્થાધિગમસૂત્ર અભિગ્રહીત, (૩) અનભિગ્રહીત' (૪) સાંશયિક અને (પ) અનાભોગિક, જૈનદર્શનના કોઈક વિષયમાં ખોટી બાજુ સ્વીકારી માનહાનિના ભયથીતે તજવામાં ન આવે તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. જૈનેતર દર્શનમાં શ્રદ્ધા રાખવી તે અભિગ્રહીત મિથ્યાત્વ છે. સર્વદર્શનને સરખા હિતકારી માનવા તે અનભિગ્રહીત મિથ્યાત્વ છે. જૈન દર્શનના સૂક્ષ્મ અને ઇંદ્રિયથી અગમ્ય વિષયોમાં શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે. જીવોની મૂઢ દશામાં હોય છે તે અનાભોગિક મિથ્યાત્વ છે. નિગોદિયા જીવ, અસંજ્ઞીજીવ આદિ વ્યવહાર રાશિના જીવોમાં અનાભોગિક મિથ્યાત્વ હોય છે. દોષથી મુક્ત બનવા બનવા વ્રતનો સ્વીકાર ન કરવો તે અવિરતિ છે. શુભ કાર્યમાં આદર ન રાખી તેમાં પ્રવૃત્તિ ન આદરવી તે પ્રમાદ છે. આત્માના સમભાવની મર્યાદાનો ભંગ કરવો તે કષાય છે. માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે યોગ છે. - પૂર્વ પૂર્વ બંધ હેતુની હયાતીમાં ઉત્તરોત્તર બંધ હેતુ અવશ્ય હોય છે. ઉત્તર ઉત્તરના બંધ હેતુના અસ્તિત્વમાં પૂર્વના બંધ હોય કે ન પણ હોય, ઉદા૦ મિથ્યાદર્શનના અસ્તિત્વમાં પાંચે બંધ હેતુ હોય છે; પરંતુ પ્રમાદના અસ્તિત્વમાં તે પછીના કષાય અને યોગ તો હોય છે, પરંતુ મિથ્યાદર્શન ને અવિરતિ હોય કે ન પણ હોય. કષાયના કારણે કર્મ યોગ્ય પુદ્ગલ જીવ ગ્રહણ કરે છે તે બંધ છે. જે કર્મવર્ગણામાં કર્મરૂપે પરિણામ પામવાની શક્તિ છે તેને જ જીવ ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવી પોતાના આત્મપ્રદેશ સાથે એકમેક કરી દે છે. જીવ અમૂર્ત હોવા છતાં અનાદિ કાળના કર્મ સંબંધના કારણે મૂર્ત જેવો બની મૂર્ત કર્મરૂપ પુગલ ગ્રહણ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્વાર્થાધિગમસૂત્ર કરે છે. આમ થવાનું કારણ આત્મામાં ઉત્પન્ન થતો કાષાયિક ભાવ-પરિણામ છે. કષાય ઉપરાંત બીજા બંધ હેતુઓ છે; પરંતુ કષાયની ગણના તેની વિશેષતાના કારણે છે. કર્મ પુદ્ગલનો જીવ સાથે એકરસ સંબંધ તે બંધ છે. આત્મા પુદ્ગલવર્ગણાને કર્મરૂપે પરિણમાવે છે તે જ સમયે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર અંશનું નિર્માણ થાય છે. તે ચાર બંધના પ્રકાર છે. કર્મના જુદા જુદા સ્વભાવનું નિર્માણ તે પ્રકૃતિબંધ છે. અમુક સમય દરમિયાન ફળ આપી છૂટા પડવાની મર્યાદારૂપ અંશનું નિર્માણ તે સ્થિતિબંધ છે. તીવ્ર મંદ ફળાનુભાવ વિપાક અંશનું નિર્માણ તે અનુભાગ-રસબંધ છે. કર્મવર્ગણાને ભિન્ન ભિન્ન પ્રકૃતિમાં પરિણમાવતી કર્મપુદ્ગલ રાશિ તે પ્રદેશબંધ છે. યોગની તરતમતા પર પ્રકૃતિ અને પ્રદેશબંધનો આધાર છે. જ્યારે કષાયની તીવ્ર મંદતાપર સ્થિતિ અને રસબંધનો આધાર છે. જીવ જે કર્મ પુદ્ગલ સમૂહ ગ્રહણ કરે છે અને કર્મરૂપે પરિણાવી આત્મામાં એકમેકરૂપ કરે છે તેમાં અધ્યવસાય-વિશેષશક્તિ અનુસાર સ્વભાવનું નિર્માણ થાય છે. આવા સ્વભાવ ભેદ અસંખ્ય પ્રકારે છે. પરંતુ સમજવા ખાતર તેના આઠ ભેદ પાડવામાં આવ્યા છે જે પ્રકૃતિબંધની આઠ મૂળ પ્રકૃતિ તરીકે ઓળખાય છે. જે કર્મવિશેષ દ્વારા વિશેષ જ્ઞાન રોકાય તે જ્ઞાનાવરણ છે. જેનાથી સામાન્ય જ્ઞાન રોકાય તે દર્શનાવરણ છે. જેનાથી સુખદુઃખ આદિનો અનુભવ થાય તે વેદનીય છે. જેનાથી આત્મા મોહથી ઘેરાય તે મોહનીય છે. જેના કારણે જીવ ભવ ધારણ કરે તે આયુષ્ય છે. જે કારણે ગતિ, જાતિ આદિની પ્રાપ્તિ થાય તે નામકર્મ છે. જે કારણે ઉંચનીચ આદિ ગોત્ર મળે છે તે ગોત્ર છે. જે કારણે આપવા લેવા આદિમાં વિઘ્ન Page #225 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૮૩ ઉત્પન્ન થાય તે અંતરાય છે. આ આઠ પ્રકૃતિના અવાંતર ભેદ ઉત્તર પ્રકૃતિના નામે ઓળખાય છે. જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ, વેદનીયના બે, મોહનીયના અઠ્ઠાવીશ, આયુષ્યના ચાર, નામના બેંતાલીશ, ગોત્રના બે અને અંતરાયના પાંચ એમ કુલ સત્તાણુ ઉત્તરપ્રકૃતિ છે. આઠ કર્મ પ્રકૃતિનું વર્ણન : સૂત્ર: -મત્યાવીનામ્ ।|| ચક્ષુર-ઽક્ષર-વધિ-વનાનાં નિદ્રા-નિદ્રાનિદ્રાप्रचलाप्रचलाप्रचला- स्त्यानगृद्धिवेदनीयानि च ॥८॥ સમદેને ।। દર્શન-ચારિત્રમોહનીય-બાય-નો પાયવેનીયાછાત્રિ-દ્ધિ-પોશ-નવમેવાઃ સમ્યક્ત્વ-મિથ્યા ત્વ-તડુમયાનિષાય-નો ગાવા-વનન્તાનુબં ધ્ય प्रत्याख्यान-प्रत्याख्यानावरण-संज्वलनविक પાર્શ્વશ:ોથ-માન-માયા-લોમ-હાસ્ય-નત્યરતિ-શો-મય-જીવુબા-સ્ત્રી-પું-નવુંસવેલ: સ્ના નાર-ધૈર્યશ્યોન-માનુષ-વૈવાનિ ॥ અનુવાદ : પ્રથમ કર્યે ભેદ પાંચે, વર્ણવ્યા સૂત્રે મુદ્દા, મતિ જ્ઞાનાવરણ નામે, પ્રથમ ભેદ જ સર્વદા; શ્રુતજ્ઞાનાવરણ બીજો, અવધિજ્ઞાનાવરણને, મનઃ કેવલજ્ઞાન બેના, મળી પંચાવરણ છે. (૫) ચક્ષુદર્શન પ્રથમ ભાખ્યું, બીજું અચક્ષુતણું, અવધિ ત્રીજું ચોથું કેવળ, દર્શન ચારે ભણું; ચાર દર્શન ઢાંકનારા, આવરણ ચારે કહ્યા, પાંચ નિદ્રા તણા ભેદો કર્મ બીજે સંગ્રહ્યા. (૬) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તતાથિિધગમસૂત્ર નિદ્રા તણો છે ભેદ પહેલો, નિદ્રાનિદ્રા છે બીજો, પ્રચલા ત્રીજો ભેદ ચોથો, પ્રચલાપ્રચલા જાણજો. જ્યાનગૃદ્ધિ ભેદ પંચમ એમ નવ સંખ્યા ગણો. કર્મ બીજું ભેદ નવથી, સાંભળી સત્વર હણો. (૭) શાતા અશાતા ભેદ બને, વેદનીયના જાણીએ, મોહનીયના ભેદ, અઠ્ઠાવીશ મનમાં ધારીએ; અનંતાનુબંધી ને વળી, અપ્રત્યાખ્યાનીય છે, પ્રત્યાખ્યાની ભેદ ત્રીજો, સંજ્વલન એ સૂક્ષ્મ છે. (૮) કષાય ચારે ક્રોધ, માને, માયા લોભે ગુણતાં, ભેદ સોળ જ થાય જેને, જાણી મુનિજન ટાળતાં. હાસ્ય, રતિ વળી અરતિ, શોકે, ભય દુર્ગછા સાથમાં, સ્ત્રી, નપુંસક, પુરુષવેદે, થાય પચ્ચીશ યોગમાં. (૯) સમતિ, મિશ્ર, મિથ્યાત્વ મોહે, ભેદ ત્રણ જો જોડીએ; ભેદ અઠ્ઠાવીસ સૂત્રો, સાંભળીને તોડીએ; નારકી, તિર્યંચ, નરને, દેવની જીવન સ્થિતિ, ભેદ ચારે આયુ કમેં, સૂત્રની સમજો રીતિ, (૧૦) અર્થઃ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિ છે. આમાં પહેલાં ત્રણના કારણ અજ્ઞાન પણ થાય છે; જે ત્રણ પ્રકારના છે. ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા. પ્રચલા-પ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ નવ દર્શનાવરણની ઉત્તરપ્રકૃતિ છે. શાતા અને અશાતા એ બે વેદનીયની ઉત્તરપ્રકૃતિ છે. મોહનીયમાં દર્શનમોહનીય અને ચારિત્ર્યમોહનીય એમ બે ઉત્તરપ્રકૃતિ છે. તેમાં દર્શનમોહનીયની ત્રણ અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ તત્વાર્થાધિગમસૂત્ર ચારિત્ર્યમોહનીયની બે ઉત્તરપ્રકૃતિ છે. અને કષાયમોહનીયની સોળ અને નોકષાયમોહનીયની નવ એમ પચ્ચીશ પ્રવૃતિઓ ચારિત્રમોહનીયની છે. સર્વ મેળવતાં ૩ + ૧૬ + ૯ એ પ્રમાણે મોહનીયની એકંદર અઠાવીશ ઉત્તરપ્રકૃતિ થાય છે, સમ્યક્ત્વ મિથ્યાત્વ અને મિશ્ર-સમ્યક્વમિથ્યાત્વ એ ત્રણ દર્શન મોહનીયના ભેદ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. તે દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ભેદ ગણતાં સોળ કષાય થાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જાગુંસા-દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકદેવ એ નવનોકષાય છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર આયુષ્યની ઉત્તરપ્રકૃતિ છે. | ભાવાર્થઃ પાંચ જ્ઞાનનું સ્વરૂપ અધ્યાય પહેલાના સૂત્ર નવથી ત્રેવીશમાં દર્શાવ્યું છે, ચાર દર્શનનું સ્વરૂપ અધ્યાય બીજાના નવમા સૂત્રમાં દર્શાવ્યું છે. બાકીના પાંચ દર્શનાવરણની સંક્ષિપ્ત સમજૂતી આ પ્રમાણે છે. સહેલાઈથી જાગી શકાય તે નિંદ્રા છે. વારંવાર ઢંઢોળવાથી મુશ્કેલીથી જાણી શકાય તે નિંદ્રાનિંદ્રા છે. બેઠા બેઠા કે ઉભા ઉભા આવતી નિંદ્રા તે પ્રચલા છે. ચાલતાં ચાલતાં આવતી નિંદ્રા તે પ્રચલાપ્રચલા છે. જાગ્રત અવસ્થામાં નક્કી કરી મૂકેલ કાર્ય નિંદ્રાઅવસ્થામાં કરવાની શક્તિ પ્રકટે અને તે કામ કરી શકાય તે સ્વાનગૃદ્ધિ છે. સ્યાનગૃદ્ધિના ઉદયે જીવમાં તેની સ્વાભાવિક શક્તિ કરતાં અનેક ઘણું બળ પ્રકટે છે. સુખનો અનુભવ કરાવનાર શાતાવેદનીય અને દુઃખનો અનુભવ કરાવનાર અશાતાવેદનીય છે. તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર અરુચિ તે મિથ્યાત્વમોહનીય. તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર રુચિ તે સમ્યક્ત્વમોહનીય અને તત્ત્વના યથાર્થ સ્વરૂપ પર રુચિ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તત્વાર્થાધિગમસૂત્ર અરુચિરૂપ અનિશ્ચિત સ્થિતિ તે મિશ્રમોહનીય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. જે તીવ્ર કષાયના પરિણામે અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે અનંતાનુબંધી કષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ અને દેશ એ બે વિરતિ રોકાય તે અપ્રત્યાખ્યાનીકષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ વિરતિ ચારિત્ર્ય ન પ્રકટે પરંતુ દેશ વિરતિ ચારિત્ર્ય પ્રકટે તે પ્રત્યાખ્યાનીયકષાયચતુષ્ટય છે. જે કષાયના પરિણામે સર્વ વિરતિ ચારિત્ર્ય ન રોકાય; પરંતુ તેમાં દોષ પેદા થયા કરે અને પરિણામે યથાખ્યાતચારિત્ર્ય રોકાય તે સંજ્વલન કષાયચતુષ્ટય છે. હાસ્ય જનિત કે હાસ્ય ઉત્પન્ન કરનાર કર્મ તે હાસ્ય મોહનીય; પ્રીતિ યા આનંદજનિત કે આનંદ ઉત્પન્ન કરનાર કર્મ તે રતિમોહનીય અને અપ્રીતિ કે અરુચિ જનિત યા અપ્રીતિ કે અરુચિ ઉત્પન્ન કરનાર કર્મ તે અરતિમોહનીય છે. ભયજનિત કે ભય ઉત્પન્ન કરનાર કર્મ તે ભયમોહનીય છે. ધૃણા જનિત કે ધૃણા ઉત્પન્ન કરનાર કર્મ તે જાગુસામોહનીય અને શોકજાનિત કે શોક ઉત્પન્ન કરનાર કર્મ તે શોકમોહનીય છે. સ્ત્રીને વિકાર પેદા કરનાર કર્મ તે સ્ત્રીવેદ, પુરુષને વિકાર કરનાર કર્મ તે પુરુષવેદ અને નપુંસકને વિકાર ઉત્પન્ન કરનાર કર્મ તે નપુંસકવેદ; એ ત્રણ વેદ મોહનીય કર્મ છે. જે કર્મના પરિણામે જીવને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક ગતિમાં જીવન ભોગવવાં પડે તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક આયુષ્ય છે. सूत्रः - गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबंधनसंघात संस्थानसंहननस्पर्शरसगंधवर्णानुपूर्व्यगुरु लघूपघातपराघातातपोद्योतोच्छवासविहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभ Page #229 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૮૭ सूक्ष्मपर्याप्तस्थिरादेययशांसि सेतराणि तीर्थ ॥ ત્ત્વ હૈં નૈન વૈશ્ન તાશા બનાવીનામ્ ॥૪॥ અનુવાદ : ગતિ, જાતિભેદે તનુ, ઉપાંગે, બંધ, સંઘાતન ગણ્યા, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જ ભણ્યા આનુપૂર્વી ગતિવિહાયે, ચૌદ ભેદો માનવા, પરાઘાત, શ્વાસોશ્વાસને વળી, આતપ સ્વીકારવા. (૧૧) ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણને ઉપઘાતના, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર શુભ બહુભાતના. સૌભાગ્ય ને આદેય, સુસ્વર, સુયશ દશમો જાણીએ, સ્થાવર દશને સાથ ગણતા, બેંતાલીશ પિછાણીએ (૧૨) ગોત્ર કર્મ સાતમું છે, ઉંચ, નીચ બે ભેદમાં, અંતરાય કર્મ આઠમું છે, દાન લાભ જ ભોગમાં; ઉપભોગ વીર્ય એ પાંચ ભાવો અટકતા જે કર્મથી, અંતરાય કર્મ કલંક ટાળો, સૂત્ર સમજી મર્મથી. (૧૩) અર્થ : નામ કર્મની બેંતાલીશ પ્રકૃતિ આ પ્રમાણે છે. ચૌદ પિંડપ્રકૃતિ, સ્થાવરદશક અને ત્રસદશક, ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાયોગતિ એ ચૌદ પિંડપ્રકૃતિ કહેવાય છે. આઠ પ્રત્યેકપ્રકૃતિ ત્રસદશક અને સ્થાવરદશકના નામ અને તેની સમજૂતી ભાવાર્થમાં આવશે. ઉચ્ચ અને નીચ એ ગોત્રના બે પ્રકાર છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચમાં ઉપસ્થિત થતું વિઘ્ન તે અંતરાય પાંચ પ્રકારનું છે. ભાવાર્થ : (૧) (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ) ચાર Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ | તત્વાર્થાધિગમસૂત્ર ગતિ પ્રાપ્ત કરાવનાર તે ગતિનામ કર્મ છે. (૨) (એકેન્દ્રિય, ઢિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ) પાંચ જાતિ પ્રાપ્ત કરાવનાર કર્મ તે જાતિનામ કર્મ છે. (૩) (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ) પાંચ શરીર પ્રાપ્ત કરાવનાર કર્મ તે શરીર નામ કર્મ છે. (૪) (હાથ, પગ, ઉદર, મસ્તક, પીઠ, આદિ અંગ છે; હાથ-પગનાં આંગળા તે ઉપાંગ છે; નખ, રેખા, વાળ, પર્વ; વેઢા આદિ અંગોપાંગ છે. તૈજસ અને કાશ્મણ શરીરના અંગોપાંગ હોતાં નથી. બાકીના ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના અંગોપાંગ હોય છે, તે અંગોપાંગ પ્રાપ્ત કરાવનાર કર્મ તે અંગોપાંગ નામ કર્મ છે. (૫). પાંચ શરીરના જૂનાં કર્મ પુદ્ગલ સાથે નવા આસ્રવ પામતાકર્મનો સંબંધ કરાવનાર કર્મ તે બંધન નામ કર્મ છે. (૬) પાંચ શરીરના બંધાતા અને બંધાયેલ કર્મનો સંચય કરનાર કર્મ તે સંઘાતનામ કર્મ છે. (૭) (વજઋષભનારાચ, અર્ધઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલિકા અને સેવાર્ત-છેવટ્ટુ એ) છ પ્રકારની દૈહિક અસ્થિરરચના કરાવનાર કર્મ તે સંઘયણ નામ કર્મ છે. (૮) (સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, પરિમંડળ, સાદિ, કુન્જ, વામન અને હુંડ એ) છ પ્રકારની દૈહિક રચના કરાવનાર કર્મ તે સંસ્થાન નામકર્મ છે. (૯) (રક્ત, પીત, નીલ, શ્વેત અને કાળો એ) પાંચ પ્રકારના દેહનો વર્ણ પ્રાપ્ત કરાવનાર કર્મ તે વર્ણનામકર્મ છે. (૧૦) (સુગંધ અને દુર્ગધ એ) બે પ્રકારના દેહના ગંધ પ્રાપ્ત કરાવનાર કર્મ તે ગંધનામ કર્મ છે. (૧૧) (ખાટો, તૂરો, કષાયલો, મીઠો અને કડવો એ) પાંચ પ્રકારના દેહના રસ પ્રાપ્ત કરાવનાર કર્મ તે રસનામ કર્મ છે. (૧૨) (ચીકણો, લખો, ઠંડો, ગરમ, હલકો, ભારે, કઠણ અને સુંવાળો એ) આઠ પ્રકારના Page #231 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૮૯ દેહના સ્પર્શ પ્રાપ્ત કરાવનાર કર્મ તે સ્પર્શનામ છે. (૧૩) (દવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એ) પરભવની ચાર ગતિમાં દોરનાર કર્મતે આનુપૂર્વનામ કર્મ છે. અને (૧૪) (શુભ અને અશુભ એ) બે પ્રકારે ગમનાગમન કરાવનાર કર્મ તે વિહાયોગતિનામ કર્મ છે. આમ ચૌદ પિંડ પ્રકૃતિના પાંસઠ ભેદ થાય છે. (૧) દર્શન કે વાણીથી પ્રભાવ પાડનાર પરાધાત નામકર્મ છે. (૨) ચોરદાંત, રસોલી આદિ ઉપઘાતકારી અવયવો પ્રાપ્ત કરાવનાર ઉપઘાત નામકર્મ છે. (૩) શ્વાસોશ્વાસને નિયંત્રિત કરનાર તે શ્વાસોશ્વાસ નામકર્મ છે. (૪) તેના યથોચિત સ્થળે શારીરિક અંગો-પાંગ વ્યવસ્થિત કરનાર નિર્માણ નામકર્મ છે. (૫) અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક તે આતપનામ કર્મ છે. (૬) અનુષ્ણ શરીરમાં શીતપ્રકાશનું નિયામક તે ઉદ્યોનામ કર્મ છે. (૭) શરીરને ગુરુ નહિ તેમજ લઘુ નહિ તે પ્રકારનું પરિણામ કરનાર અગુરુલઘુ નામકર્મ છે. (૮) ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિનું નિયામક તે તીર્થકર નામ કર્મ છે. આઠ પ્રત્યેક પ્રકૃતિ છે; તેના અવાંતર ભેદો નથી. હવે ત્રસદશક અને સ્થાવરદશકનું સ્વરૂપ દર્શાવાય છે. ત્રાસ દૂર કરવા સ્વતંત્ર રીતે ગમનાગમન કરાવનાર શક્તિ તે ત્રસના કર્મ છે. આવી ગમનાગમન શક્તિનો અભાવ તે સ્થાવર નામ કર્મ છે. ઇન્દ્રિયગોચર સ્કૂલ શરીર પ્રાપ્ત કરાવનાર બાદરનામ કર્મ છે. ઇંદ્રિયને અગોચર સ્કૂલ શરીર પ્રાપ્ત કરાવનાર સૂક્ષ્મ નામ કર્મ છે. પોતાને યોગય પર્યાપ્તિ પૂરી કરવાનું નિમિત્ત તે પર્યાપ્ત નામ કર્યુ છે. પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરવાનું નિમિત્ત અપર્યાપ્ત નામ કર્મ છે. પૃથક-જાદું શરીર પ્રાપ્ત કરાવનાર પ્રત્યેક નામ કર્મ છે. અનંત જીવોનું એક શરીર પ્રાપ્ત કરાવનાર સાધારણ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯O. તત્વાર્થાધિગમસૂત્ર નામ કર્મ છે. હાડકાં, દાંત આિિસ્થર અવયવો રચનાર નિમિત્ત સ્થિર નામ કર્મ છે. જીભ આદિ અસ્થિર અવયવો રચનાર નિમિત્ત અસ્થિર નામ કર્મ છે. નાભિ ઉપરના પ્રશસ્ત અને સુંદર અવયવ પ્રાપ્ત કરાવનાર શુભનામ કર્મ છે. નાભિ નીચેના અપ્રશસ્ત અવયવ પ્રાપ્ત કરાવનાર અશુભ નામ કર્મ છે. શ્રૌતાને રોચક સ્વરનું નિયામક સુસ્વર નામ કર્મ છે. શ્રોતાને ન રુચે તેવા સ્વરનું નિયામક દુઃસ્વર નામ કર્મ છે. ઉપકાર કર્યા વિના સર્વને પ્રિય બનાવનાર સુભગનામ કર્મ છે. ઉપકાર કરવા છતાં સર્વને અપ્રિય બનાવનાર દુર્ભગનામ કર્મ છે. વચન બહુમાન્ય કરાવનાર આદેયનામ કર્મ છે. વચન અમાન્ય કરાવનાર અનાદેયનામ કર્મ છે. યશ: અને કીર્તિ પ્રાપ્ત કરાવનાર યશકીર્તિ નામ કર્મ છે. અને યશ અને કીર્તિ ન પ્રાપ્ત કરાવનાર અયશકીર્તિ નામ કર્મ છે. આ દસ પરસ્પર વિરુદ્ધ યુગલરૂપ છે. આમ નામ કર્મ પ્રકૃતિના ૪૨ અથવા ૯૩ ભેદ થાય છે. પ્રતિષ્ઠિત કુળમાં જન્મ અપાવનાર કર્મ તે ઉચ્ચ ગોત્ર અને અપ્રતિષ્ઠિત અને નિંદ્ય કુળમાં જન્મ અપાવનાર કર્મ તે નીચ ગોત્ર નામ કર્મ છે. દાન દેવામાં વિઘ્ન, લાભ મેળવવામાં વિઘ્ન, એક વાર ભોગવાતી વસ્તુ ભોગવતી વખતે વિપ્ન, વારંવાર ભોગવાતી વસ્તુ ભોગવતી વખતે વિપ્ન અને કોઈ પણ કાર્યમાં શક્તિ ફોરવતાં વિજ્ઞ તે અનુક્રમે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મ છે. પ્રકૃતિ કર્મની સ્થિતિ અને અનુભાગનું સ્વરૂપ પ્રદેશબંધનું સ્વરૂપ અને પુણ્યપ્રકૃતિ. सूत्रः - आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम कोटीकोटयः परा स्थितिः ॥१५॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ તત્વાર્થાધિગમસૂત્ર સતિદન ચ દ્દા नामगोत्रयोविंशतिः ॥१७॥ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥१८॥ अपरा द्धादश मुहूर्ता वेदनीयस्य ॥१९॥ नामगोत्रयोरष्टौ ॥२०॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥२१॥ विपाकोऽनुभावः ॥२२॥ स यथानाम ॥२३॥ ततश्च निर्जरा ॥२४॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थितः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ॥२५॥ सवेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नाम गोत्राणि पुण्यम् ॥२६॥ અનુવાદ : પ્રથમ, બીજા, ત્રીજા, છેલ્લા, કર્મની મોટી સ્થિતિ, ત્રીશ કોટકોટી સાગર, નામ ગોત્રની વિંશતિ, સીત્તેર કોટાકોટી સાગર, મોહની સ્થિતિ કહી, તેત્રીશ સાગર આયુકેરી, સ્થિતિ સૂત્રે સદહી. (૧૪) મુહૂર્ત નાની સ્થિતિ જાણો, બાર બીજા કર્મની નામને વળી ગોત્ર કમેં સ્થિતિ આઠ મુહૂર્તની; શેષ સર્વે કર્મની, અત્તમુહૂર્ત વિચારીએ, થાય અનુભવ કર્મ સ્થિતિ પરિ-પાકથી પિછાણીએ (૧૫) નામ જેવા કામ સર્વે કર્મ ઉદયે થાય છે, હસતે મુખે કે રુદન કરતાં, કર્મ સવિ વેદાય છે; કર્મ જે જે ભોગવાયે, નાશ તેનો થાય છે, તપશુદ્ધિવિણ એ નિર્જરા, નિષ્કામ રૂપ કહેવાય છે, (૧૬) કર્મબન્ધ નામ પ્રત્યય, નામના બે અર્થ છે, કર્મ સર્વે એક પક્ષે, નામ કર્મ સમર્થ છે; Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્વાર્થાધિગમસૂત્ર સર્વે દિશાથી સંગ્રહીને, સર્વે પ્રદેશે જોડતા, ત્રણ યોગના તરતમપણાથી, જાણીએ વિશેષતા. (૧૭) જે નભ પ્રદેશે રહ્યો ચેતન ત્યાંથી જ ખેંચે કર્મને, અસ્થિર કર્મગ્રહે નહિં, સ્થિર ગ્રહે, સમજો મર્મને; આત્મા તણા સર્વે પ્રદેશે, કર્મના પુદ્ગલ ભર્યા, તે સર્વ કર્મો છે અનન્તા-નન્તપુદ્ગલથી બન્યાં. (૧૮) સુખરૂપ શાતા વેદનીયને, મોહની સમકિત કરી, હાસ્ય રતિને પુરુષ નામે, વેદ સાત્ત્વિક સ્થિતિ ભલી; શુભ આયુ જાણો શુભ ગતિનું, નામ ગોત્ર કહ્યાં ભલાં, એ સર્વ પ્રકૃતિ પુણ્યની, તત્ત્વાર્થથી લ્યો નિર્મળા. (૧૬) પહેલી ત્રણ અને છેલ્લી ચાર એ દરેક પ્રકૃતિની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. છઠ્ઠી અને સાતમી એ બે પ્રકૃતિની દરેકની વીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ચોથા મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પાંચમા આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વેદનીયની બાર મુહૂર્ત, નામ અને ગોત્ર એ બેની દરેકની આઠ મુહૂર્ત અને બાકીની પાંચ પ્રકૃતિ એ દરેકની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. કર્મના વિપાક-ફળનો અનુભવ તે અનુભાવ-વિપાક છે. એ અનુભાવકર્મની મૂળ અને ઉત્તરપ્રકૃતિના નામ અનુસાર થાય છે. હસતાં કે રોતાં કરેલા કર્મ ભોગવવા પડે છે. જેમ જેમ કર્મ ભોગવાય છે તેમ તેમ તે ખપે છે - નાશ પામે છે. તે નિર્જરા કહેવાય છે. સર્વ કર્મ અથવા નામકર્મના નિમિત્તવશ આત્મા સર્વ દિશાથી પણ પોતાની સમીપ રહેલા, યોગ બળની તરતમતાએ તરતમ એક જ ક્ષેત્રમાં અવગાહી રહેલા અનંતાનંત પ્રદેશમાં સૂક્ષ્મ કર્મસ્કંધો, સર્વ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ તત્વાર્થાધિગમસૂત્ર આત્મપ્રદેશને વિષે બાંધે છે. શાતાવેદનીય સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુ, શુભનામ અને શુભગોત્ર એ પુણ્યપ્રકૃતિ છે. બાકીની પાપપ્રકૃતિ છે. કર્મસ્વરૂપ નિર્દેશો આઠમો અધ્યાય પૂર્ણ થયો. | ભાવાર્થ : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. નામ અને ગોત્ર એ દરેકની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. બાકીના એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય એ પાંચ પ્રકૃતિની દરેકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સ્થિતિ ત્રણ પ્રકરની છે. (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર દર્શાવી છે. તે બંનેની વચ્ચેની સ્થિતિ માધ્યમ છે. આયુષ્ય સિવાય પ્રત્યેક કર્મની ઉપર દર્શાવેલ ઉત્કૃષ્ટ સ્થિતિના સ્વામી મિથ્યાદૃષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિના સ્વામી સૂક્ષ્મ સંપરાય નામના દશમા ગુણ સ્થાનકે વર્તતા જીવ હોય છે. મોહનીયની જઘન્ય સ્થિતિના સ્વામી અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમા ગુણ સ્થાનકે વર્તતા જીવ હોય છે. આયુષ્યની જઘન્ય સ્થિતિ મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. બંધ સમયે તેના કારણરૂપ કાષાયિક પરિણામની તીવ્ર મંદતા Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. તત્વાર્થાધિગમસુત્ર પર કર્મની તીવ્ર મંદ ફળ દેવાની શક્તિનો આધાર છે; તે જ અનુભાવ છે. આ ફળ દેવાની શક્તિ અને તેનું નિર્માણ પણ અનુભાવ કહેવાય છે. અનુભાવ અવસર આવ્યું ફળ આપે છે. ફળપ્રદ શક્તિ જે કર્મનિષ્ઠ હોય છે તદનુસાર ફળ આપે છે; બીજી પ્રકૃતિ અનુસાર ફળ આપતી નથી. આ નિયમ માત્ર મૂળ પ્રકૃતિને જ લાગુ પડે છે; ઉત્તર પ્રકૃતિને નહિ, કારણ કે કોઈ કર્મની એક ઉત્તર પ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તેજ કર્મની બીજી ઉત્તર પ્રકૃતિરૂપે બદલાય છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તર પ્રકૃતિ એવી છે જે બદલાતી નથી; ઉદા૦ દર્શન મોહનીયનું સંક્રમણ ચારિત્ર્યમોહનીયમાં તેમજ જુદા જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી. પ્રકૃતિ સંક્રમણની માફક બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ અધ્યવસાયના કારણે પરિવર્તન થાય છે અર્થાત્ તીવ્રરસ મંદ અને મંદરસ તીવ્ર બને છે; જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ મધ્યમ વા જઘન્ય અને જઘન્ય સ્થિતિ મધ્યમ વા ઉત્કૃષ્ટ બને છે. કર્મના તીવ્ર યા મંદ વિપાક પછી આત્મપ્રદેશથી કર્મસ્કંધો છૂટા પડે છે અને તે ફરી આત્મામાં સંક્રમણ પામતા નથી. આ પ્રમાણે થતી કર્મનિવૃત્તિ તે નિર્જરા છે. કર્મની નિર્જરા તપથી પણ થાય છે. તેનું વર્ણન નવમા અધ્યાયના ત્રીજા સુત્રમાં છે. - આત્મા અને કર્મસ્કંધ એ બેનો પરિણામ બંધ છે. આત્મપ્રદેશો સાથે બંધ પામનાર પુદ્ગલ સ્કંધોમાં જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિનું નિર્માણ થાય છે; આમ હોઈ કર્મસ્કંધો તેજ પ્રકૃતિના કારણ છે. ઉંચે, નીચે, તિરછા એમ સર્વ દિશામાં રહેલા આત્મપ્રદેશો દ્વારા કર્મસ્કંધ ગ્રહણ કરાય છે. જીવોના કર્મ બંધ અસમાન હોવાનું કારણ તેઓના માનસિક, વાચિક અને કાયિક યોગત તરતમતા છે; અર્થાત્ યોગની અસમાનતાના કારણે Page #237 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૯૫ પ્રદેશબંધમાં તરતમતા હોય છે. કર્મ યોગ્ય પુદ્ગલસ્કંધ સૂક્ષ્મ હોઈ ઇન્દ્રિયથી અગોચર હોય છે; બાદર હોતા નથી. આત્મપ્રદેશ આવા જ સૂક્ષ્મ સ્કંધો ગ્રહણ કરે છે. જીવ પ્રદેશના ક્ષેત્રના આકાશ પ્રદેશમાં રહેલ કર્મ સ્કંધોનો બંધ થાય છે; તેની બહાર સ્પર્શેલા અને અન્ય ક્ષેત્રમાં રહેલ કર્મ સ્કંધોનો બંધ થતો નથી. આવા કર્મ પુદ્ગલો સ્થિર હોય ત્યારે જ બંધ થાય છે; અસ્થિર યા ગતિશીલ સ્કંધોનો બંધ થતો નથી. બંધ યોગ્ય પુદ્ગલ સ્કંધ અનંતાનંત પ્રદેશી હોય છે; તે સાંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી હોતા નથી. શુભ અશુભ વ્યવહાર ગૌણ મુખ્યતાની અપેક્ષાએ થાય છે. શુભ અધ્યવસાયના કારણે પુણ્ય પ્રકૃતિ બંધાય છે; તેજ અધ્યવાસયથી ગૌણપણે પાપ પ્રકૃતિ પણ બંધાય છે. તે જ રીતે અશુભ અધ્યવસાયના કારણે પાપ પ્રકૃતિ બંધાય છે; તે જ અધ્યવાસાયથી ગૌણપણે પુણ્ય પ્રકૃતિ પણ બંધાય છે. આમાં તફાવત એટલો જ છે કે શુભકર્મમાં શુભ અનુભાગની અને અશુભ કર્મમાં અશુભ અનુભાગની માત્રા અધિક હોય છે અને અનુક્રમે અશુભ અનુભાગની અને શુભ અનુભાગની માત્રા ઓછી હોય છે. કર્મગ્રંથ, નવતત્વ આદિમાં પુણ્ય અને પાપ પ્રકૃતિનો વિભાગ નીચે પ્રમાણે છે. ૪૨ પુણ્ય પ્રકૃતિ : (૧) સાત વેદનીય, (૨) મનુષ્યઆયુ, (૩) તિર્યંચઆયુ, (૪) દેવઆયુ, (૫) મનુષ્યગતિ, (૬) દેવગતિ, (૭) પંચેન્દ્રિયજાતિ, (૮) ઔદારિકશરીર, (૯) વૈક્રિયશરીર, (૧૦) આહારકશરીર, (૧૧) તૈજસશરીર, (૧૨) કાર્મણશરીર, (૧૩) ઔદારિક અંગોપાંગ, (૧૪) વૈક્રિય Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ -- તત્વાર્થાધિગમસૂત્ર અંગોપાંગ, (૧૫) આહારક- અંગોપાંગ, (૧૬) સમચતુરઅસંસ્થાન, (૧૭) વજ>ઋષભનારા સંઘયણ, (૧૮ થી ૨૧) પ્રશસ્તવર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, (૨૨) મનુષ્યાનુપૂર્વી, (૨૩) દેવાનુપૂર્વી, (૨૪) અગુરુલઘુ, (૨૫) પરાધાત, (૨૬) ઉદ્ઘાસ, (૨૭) આતપ, (૨૮) ઉદ્યોત, (૨૯) પ્રશસ્ત વિહાયોગતિ, (૩૦) ત્રસ, (૩૧) બાદર, (૩૨) પર્યાપ્ત, (૩૩) પ્રત્યેક, (૩૪) સ્થિર, (૩૫) શુભ, (૩૬) સુભગ, (૩૭) સુસ્વર, (૩૮) આદેય, (૩૯) યશ-કીર્તિ, (૪૦) નિર્માણ, (૪૧) તીર્થંકર અને (૪૨) ઉચ્ચેર્ગોત્ર. - ૮૨ પાપ પ્રકૃતિઃ (૧ થી ૫) પાંચ જ્ઞાનાવરણ, (૬ થી ૧૪) નવ દર્શનાવરણ, (૧૫) અશાતા વેદનીય, (૧૬) મિથ્યાત્વ, (૧૭ થી ૩૨) સોળ કષાય, (૩૩ થી ૪૧) નવનોકષાય, (૪૨) નરકઆયુ, (૪૩) નરકગતિ, (૪૪) તિર્યંચગતિ, (૪૫ થી ૪૮) ચારજાતિ, (૪૯ થી પ૩) અર્ધઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કિલીકા અને સેવાર્ત એ પાંચ સંહનન (૫૪ થી ૫૮) ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, કુર્જ, વામન અને હુંડ એ પાંચ સંસ્થાન, (૫૯ થી ૬૨) ચાર અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, (૬૩) નરકાસુપૂર્વી, (૬૪) તિર્યંચાનુપૂર્વી, (૬૫) ઉપધાત, (૬૬) અપ્રશસ્ત વિહાયોગતિ, (૬૭) સ્થાવર, (૬૮) સૂક્ષ્મ, (૬૯) અપર્યાપ્ત, (૭૦) સાધારણ, (૭૧) અસ્થિર, (૭૨) અશુભ, (૭૩) દુર્ભગ, (૭૪) દુઃસ્વર, (૭૫) અનાદેય, (૭૬) અયશકીર્તિ, (૭૭) નીચેર્ગોત્ર અને (૭૮ થી ૮૨) પાંચ અંતરાય, સૂત્રકાર સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચારને પુણ્યરૂપે વર્ણવે છે જે અન્ય કોઈ ગ્રંથમાં પ્રાપ્ત થતું નથી. Page #239 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૧૯૭ શુભઆયુ, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિ સર્વ સંમત છે. સમ્યકત્વ મોહનીય આદિ ચારને પુણ્યપ્રકૃતિ માનનાર મતવિશેષ પ્રાચીન જણાય છે; કારણ કે ભાષ્યવૃત્તિકાર જણાવે છે કે આ મતનું રહસ્ય સંપ્રદાય વિચ્છેદ જવાથી જાણી શકાતું નથી; ચૌદપૂર્વી તે જાણતા હશે. | મોક્ષના મૂળ કારણભૂત સમ્યકત્વને સમ્યકત્વમોહનીય અપાવે છે. હાસ્ય અને રતિનો અનુભવ સુખરૂપ છે. પુરુષવેદ વિશ્વમાં સત્ત્વગુણ પ્રધાન અને વિશિષ્ટ ગણાય છે એટલે તે અપેક્ષાને અવલંબી અહિ તે તે પ્રકૃતિઓને શુભ ગણાવી હોય એમ સંભવે છે. બાકી મહાભયંકર-સંસારની જડરૂપ મોહનીય કર્મની તે ચારે પ્રકૃતિઓ હોવાથી કર્મગ્રંથ અને આગમ ગ્રંથોમાં તેને અશુભ-પાપરૂપ ગણી છે. __ तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवाद-विवेचने पूर्णोऽध्यायोऽष्टमः कर्म-बन्ध स्थित्यादिबोधकः ॥८॥ ૬ ૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ = = = . જ | તત્વાર્થાધિગમસૂત્ર | | અધ્યાય ૯મો સંવર અને તેનાં સાધન : સૂત્ર - સાર્વનિરોધ: સંવ , III स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ॥२॥ तपसा निर्जरा च ॥३॥ सम्यग्योगनिग्रहो गुप्तिः ॥४॥ इर्याभाषैषणादाननिक्षेपोत्सर्गा:समितयः ॥५॥ અનુવાદ : આશ્રવ કેરો રોધ કરતાં, થાય સંવર રસભર્યો, તે ભાવ સંવર પ્રાપ્ત કરતા, ભવોદધિને હું તર્યો; ગુપ્તિ સમિતિ ધર્મ સાથે, અનુપ્રેક્ષા આદરી, પરીષહો ચારિત્ર્ય ધરતા, થાય સંવર ચિત્તધરી. (૧) તપથી સંવર થાય સારો, નિર્જરા પણ થાય છે, અધ્યાય નવમે સૂત્ર ત્રીજેપૂર્વધર પણ ગાય છે; રૂડે પ્રકારે યોગ-નિગ્રહ, ગુપ્તિ તેને જાણવી, મન, વચન ને કાય સાથે, ત્રણ પ્રકારે માનવી. (૨) પ્રથમ ઈર્ષા, ભાષા, બીજી, એષણા ત્રીજી કહી, આદાન ને નિક્ષેપ ભાવે, ચોથી સમિતિ મેં લહી; ઉત્સર્ગ નામે પાંચમી છે, સંયમોને પાળવા, ગુપ્તિ સાથે આઠ થાતી, માતચુત ઉછેરવા. (૩) અર્થ: આશ્રવનો રોધ તે સંવર છે, ભાવ સંવરથી ભવોદધિ તરાય છે. ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર્ય એ સંવરનાં સાધન છે. તપ નિર્જરા તેમજ સંવર એ બેનું સાધન છે એમ પૂર્વધરનું વચન છે. યોગનો સમ્યગુ નિગ્રહ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ તત્વાર્થાધિગમસૂત્ર તે ગુપ્તિ છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા ગણાય છે. ભાવાર્થ : કર્મ આવવાના દ્વારરૂપ આશ્રવ રોકવા તે સંવર છે. આશ્રવના ૪૨ ભેદ અધ્યાય છઠ્ઠામાં બતાવ્યા છે. તેનો જેટલા જેટલા અંશમાં અવરોધ તેટલા તેટલા અંશમાં સંવર થાય છે. આધ્યાત્મિક વિકાસનો ક્રમ સંવરનિરોધ પર રચાયેલ છે; તેથી જેમ જેમ આશ્રવનિરોધ વિકસતો જાય છે, તેમ તેમ ગુણસ્થાનક ચઢતું જાય છે. જે જે ગુણસ્થાનકમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ ચાર યા પાંચ હેતુઓમાંના જે જે કારણથી કર્મ પ્રકૃતિના બંધનો સંભવ હોય છે, તે તે હેતુઓના કારણે થતા બંધનો વિચ્છેદ તે તે ગુણસ્થાનના ઉપરના ગુણસ્થાનનો સંવર કહેવાય છે. બીજી રીતે કહીએ પૂર્વ પૂર્વ ગુણસ્થાનના આશ્રવના કારણે થતો કર્મબંધનો અભાવ તેજ ઉત્તર ઉત્તર ગુણસ્થાનનો સંવર છે. નિશ્ચય દૃષ્ટિએ સંવરનું સ્વરૂપ આશ્રવ નિરોધરૂપ એક જ હોવા છતાં ઉપાયભેદથી તેના સંક્ષેપમાં સાત અને વિસ્તારથી સત્તાવન સાધન ગણવામાં આવે છે. આ સર્વ સાધન ધાર્મિક અનુષ્ઠાનરૂપે છે. સંવરની માફક નિર્જરાના ઉપાય પણ છે. તપ એ એક જ નિર્જરાનું સાધન છે. તપ લૌકિક તેમજ આધ્યાત્મિક એ બંને સુખનું સાધન છે. તપની પાછળની ભાવનાના કારણે તેના બે ભેદ છે. (૧) સકામ અને (૨) અકમ. ફળની ઈચ્છાથી કરાતું તપ સકામતપ છે; અને ફળની આસક્તિ વિના કરાતું તપ તે અનામતપ છે. સકામતપ લૌકિક સુખનું અને અકામતપ મોક્ષનું સાધન છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્વાર્થાધિગમસૂત્ર ગુપ્તિનું વર્ણન : માનસિક, વાચિક અને કાયિક યોગનો સર્વાશે નિગ્રહ તે ગુપ્તિ નથી; પરંતુ તેમાં અપ્રશસ્તનો નિગ્રહ અને પ્રશસ્તની પ્રવૃત્તિ તે ગુપ્તિ છે. શ્રદ્ધા અને સ્પષ્ટ સમજથી ગુપ્તિ સ્વીકારી ઉન્માર્ગ પ્રવૃત્તિ રોકી શકાય છે; અને સન્માર્ગ પ્રવૃત્તિ આદરી " શકાય છે. ઉઠવા, બેસવા, લેવા, મૂકવા, કર્તવ્ય-અકર્તવ્ય આદિમાં વિવેકપૂર્વક કાયિક પ્રવૃત્તિ તે કાય ગુપ્તિ છે. વિવેકપૂર્વક વચન, વ્યાપાર યા મૌન તે વચન ગુપ્તિ છે અને દુષ્ટ સંકલ્પ, કલ્પના આદિ ત્યાગી, શુભ સંકલ્પનું સેવન તે મનોગુપ્તિ છે. સંક્ષેપમાં અશુભ સંકલ્પ ત્યાગી શુભ સંકલ્પ સહિત વાચિક અને કાયિક પ્રવૃત્તિ તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. સમિતિનું વર્ણન : સાવધાનતાથી ગમનાગમન તે ઈર્યાસમિતિ છે. સત્ય, હિતકર, પરિમિત અને સંદેહરહિત વચનવ્યાપાર તે ભાષાસમિતિ છે. જીવનયાત્રાર્થે આવશ્યક નિર્દોષ સાધન મેળવવા વિવેકપૂર્વક પ્રવૃત્તિ તે એષણાસમિતિ છે. સારી રીતે નિરીક્ષણ કરી પ્રમાર્જિત જમીન પર વસ્તુ મૂકવી-લેવી તે આદાનનિક્ષેપ સમિતિ છે. સારી રીતે નિરીક્ષણ કરી પ્રમાર્જિત જમીનમાં અનુપયોગી વસ્તુ પરઠવવી-વોસિરાવવી તે ઉત્સર્ગ છે. ગુપ્તિ અને સમિતિમાં તફાવત માત્ર એટલો જ છે કે અસક્રિયાનો નિષેધ અને સન્ક્રિયાની પ્રવૃત્તિ એ ગુપ્તિમાં અને સક્રિયાની પ્રવૃત્તિ એ સમિતિમાં પ્રધાનરૂપે છે. યતિધર્મ અને અનુપ્રેક્ષાનું વર્ણન : सूत्रः - उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतप Page #243 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૦૧ स्त्यागाकिंचन्यबह्मचर्याणिधर्मः ॥६॥ अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्याततत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥ અનુવાદ : ક્ષમા, માર્દવ વળી આર્જવ, શૌચ, સંયમ, સત્યના, તપ, ત્યાગ, આર્કિચન્ય ને શીલ, ધર્મ દશ એ શુદ્ધતા; અનિત્ય પહેલી ભાવના છે, અશરણ સંસારની, એકત્વ ચોથી પાંચમી છે ભાવના અન્યત્વની. (૪) અશુચિપણાની ભાવના છે, આશ્રવ સંવર તણી, નિર્જરાને લોક બોધી, દુર્લભ ધર્મજ ભણી; સારૂ કહેલું તત્ત્વચિંતન, બાર ભેદે જાણવું, અનુપ્રેક્ષા તેહ કહીએ, સ્થિર મનથી ધારવું. (૫) અર્થ : ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મ યા યતિધર્મ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકાનુપ્રેક્ષા, બોધિદુર્લભ અને ધર્મ એ બાર ભાવના છે. ભાવના યા તત્ત્વચિંતન તે અનુપ્રેક્ષા છે. ભાવાર્થ : ધર્મમાં દર્શાવેલ ગુણ જીવનમાં ઉતારવાથી દોષ દૂર થાય છે; પરિણામે તે સંવરના સાધન બને છે. ક્ષમા આદિ દશ ધર્મ જ્યારે અહિંસા આદિ પાંચ વ્રત અને આહાર શુદ્ધિ આદિ ઉત્તર ગુણયુક્ત બને છે ત્યારે યતિધર્મ બને છે. મહાવ્રત અને તેના ઉત્તર ગુણ વિના ક્ષમા આદિ ગુણ હોય ત્યારે તે યતિધર્મ નહિ; પરંતુ માત્ર ધર્મ કોટિમાં રહે છે. (૧) ક્રોધ ન કરવો, સહનશીલતા રાખવી, કદાચ ક્રોધ ઉદ્ભવે કે સહન ન થાય તો તે દરેકને નિષ્ફળ બનાવવા તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્વાર્થાધિગમસૂત્ર ક્ષમા. તેને સાધવાના પાંચ ઉપાય છે. આપણી અંદર ક્રોધના નિમિત્ત અને બીજ છે કે નહિં તે તપાસતા રહેવું, ક્રોધના પરિણામનો વિચાર કરવો, બાલસ્વભાવની ભાવના ભાવવી, ક્રોધજન્ય દોષોનો વિચાર કરવો, ક્ષમા, ગુણ અને તેના પરિણામનો વિચાર કરવો. (૨) ચિત્તતી મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા તે માર્દવ છે. જાતિ, કુળ, રૂપ; ઐશ્વર્ય, વિજ્ઞાન, બુદ્ધિ, શ્રુત, લાભ પ્રાપ્તિ, વીર્યશક્તિ આદિની અધિકતાથી ફુલાવું કે ગર્વ કરવો નહિં અને તે દરેકની વિનશ્વરતા વિચારી ચિત્તનું અભિમાન દૂર કરવું. (૩) મન, વચન અને કાયાની એકસૂત્ર પ્રવૃત્તિ તે આર્જવ છે. કુટિલતા, દંભ આદિ દોષ આદિના પરિણામો ચિંતવતા સરળતાથી પ્રાપ્તિ થાય છે. (૪) ધર્મનાં સાધન તથા દેહમાં રહેલી આસક્તિનો ત્યાગ તે શૌચ છે. પોતાની માલિકીના દેહમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે ત્યારે અન્ય પદાર્થોમાં આસક્તિ રાખવાની તો રહેતી જ નથી. આના-માટે અનિત્ય ભાવના સાધનરૂપ છે. (૫) સમશીલ સાધુ સાથે હિત, મિત, અને યથાર્થ વચનવ્યાપાર તે સત્ય છે. સતપુરુષ માટે સત્ય એ હિતકર છે. સર્વ સાથે વચન વ્યાપારમાં વિવેક તે ભાષા સમિતિમાં આવે છે. (૬) મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું નિયમન અર્થાત્ તેમાં યતના તે સંયમ છે. (૭) મલિનવૃત્તિને અંકુશમાં લાવવા આત્મદમનરૂપ તપ છે. (૮) પોતાના તથા પરના ગુણવિકાસ માટે સુપાત્રને થતું પ્રદાન તે ત્યાગ છે. (૯) વસ્તુમાં રહેતી મમત્વ બુદ્ધિનો ત્યાગ તે આકિંચન્ય છે. અને (૧૦) પોતાની ત્રુટિઓ દૂ૨ ક૨વા તેમજ જ્ઞાન આદિ સદ્ગુણનો અભ્યાસ ક૨વા-ગુરુની અધીનતા સ્વીકારી બ્રહ્મ-ગુરુકુળ અને ચર્ય-વસવું તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય ઇન્દ્રિયના વિષયોના સંયમરૂપ Page #245 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૦૩ પણ છે; તદર્થે આકર્ષક સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, શરીર, સંસ્કાર આદિનો ત્યાગ અને અધ્યાય સાતમામાં બ્રહ્મચર્ય વ્રતની બતાવેલ ભાવના ચિંતવવી આવશ્યક છે. ઊંડા ચિંતનરૂપ ભાવના તે અનુપ્રેક્ષા છે. તાત્ત્વિક ઊંડા ચિંતનથી રાગદ્વેષ રોકાય છે. (૧) પ્રાપ્ય વસ્તુના વિયોગથી દુઃખ ન થાય તે વૃત્તિ કેળવવા વસ્તુમાં રહેતી આસક્તિનો ત્યાગ જરૂરી છે. ““શરીર, ઘરબાર, રાચરચીલું, આભૂષણ આદિ સર્વ વિનશ્વર છે.” તે પ્રકારનું ચિંતન તે અનિત્ય ભાવના છે. (૨) શુદ્ધ ધર્મનું શરણ સ્વીકારી બાકીની વસ્તુમાંથી મમત્વ દૂર કરવા માટે આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારમાં ધર્મ સિવાય કોઈ શરણ નથી.” તે પ્રકારનું ચિંતન અશરણભાવના છે. (૩) તૃષ્ણા ત્યાગ માટે સાંસારિક પદાર્થોમાં ઉદાસીનતા યા નિર્વેદ જરૂરના છે. સંસારમાં ““સ્વજન પરજન કોઈ નથી, જીવ અનંતીવાર જન્મમરણ કરતો આવ્યો છે. જીવ રાગ, દ્વેષ, મોહ, તૃષ્ણા આદિ કારણે મત્સ્યગલાગલ-ન્યાય પ્રમાણે ચાલતી પ્રવૃત્તિ જોઈ ગ્લાનિ અનુભવે છે. હષ-શોક, સુખ-દુ:ખ, જન્મ-મરણ, આદિ દ્વન્દ્રરૂપ સંસાર કષ્ટમય છે.” આવા વિચાર તે સંસારભાવના છે. (૪) મોક્ષાર્થીએ રાગદ્વેષ પ્રસંગે નિર્લેપતા સાધવી જોઈએ. સ્વજન પર રાગ અને પરજન પર દ્વેષ ટાળવા ““હું એકલો મરવાનો છું. કૃત કર્મ સિવાય કાંઈ સાથે આવનાર નથી. તેના ફળ પણ મારે ઉદય આવ્યે ભોગવવાના છે આદિ ચિંતન તે એકત્વભાવના છે. (૫) દેહ અને આત્માને એક માની જીવ વિવેક ચૂકે છે; તે દૂર કરવા સારુ જડ અને ચેતનના ગુણધર્મની જે ભિન્નતા છે તેનું ચિંતન કરવું અને “હું તો અનાદિ અનંત છું અને મારા માટે તો અન્ય પદાર્થો સાદિશાન્ત છે; હું અને દેહ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્વાર્થાધિગમસૂત્ર તેમજ અન્ય પદાર્થો જુદા છીએ. એ ચિંતન તે અન્યત્વભાવના છે. (૬) દેહ અને આત્માના અનાદિ સંબંધના કારણે દેહ પરનું મમત્વ જીવને તીવ્રતમ હોય છે; તે છોડવા જ ““શરીર અશુચિય છે, અશુચિમાંથી ઉત્પન્ન થાય છે, તેમાંથી પોષણ મેળવે છે. તે અશુચિનું સથાન અને તેનું જ કારણભૂત છે.” એ ચિંતન અશુચિભાવના છે. (૭) ઇંદ્રિયના વિષયોમાં રહેલ આસક્તિ તજવા તે તે પ્રકારની આસક્તિના અનિષ્ટ પરિણામોનું ચિંતન તે આચવભાવના છે. (૮) દોષિત પ્રવૃત્તિ ટાળી નિર્દોષ પ્રવૃત્તિ આચરવા ગુણોનું ચિંતન કરવું તે સંવરભાવના છે. (૯) કર્મબંધન તોડવા વિવિધકર્મ વિપાકોનું ચિંતન કરવું તેની લાંબી લાંબી સ્થિતિનો વિચાર કરવો આદિ નિર્જરાભાવના છે. કષ્ટ બે પ્રકારના છે. ઈચ્છાપૂર્વક વેઠાતા તપ, ત્યાગ આદિ સત્યવૃત્તિરૂપ કષ્ટ શુભ પરિણામી છે. અને આકસ્મિક આવી પડતું કષ્ટ અરુચિકર ગણવાથી અશુભ પરિણામી છે. તેવા પ્રસંગોમાં પણ સમાધાન મેળવી તેને કુશળ પરિણામમાં આણવું અને સંચિત કર્મ ભોગવવા તો પડે જ છે તો પછી તે આનંદપૂર્વક અને ઈચ્છાપૂર્વક તથા મનોદુઃખ વિના ભોગવવા તેજ શ્રેયસ્કર છે.” આદિ ચિંતન પણ નિર્જરા ભાવના છે. (૧૦) લોક ચૌદ રાજપર્યત છે; તેની આકૃતિ બે પગ પહોળા કરી કેડે થ દઈ ઉભેલા પુરુષ જેવી છે. “આ લોકસંસાર વ્યવહારનું સાવન બને છે. તેમાંથી તરવા શું શું કરવું.” તેનું ચિંતન તે લોકાનુપ્રેક્ષા છે. (૧૧) “અનાદિ સંસાર પ્રવાહમાં ભટકતા જીવને શુદ્ધ દૃષ્ટિરૂપ સમ્યક્ત દુર્લભ છે” એ બોધિ દુર્લભ ભાવના છે. (૧૨) ““ધર્મમાર્ગ અને ધર્માનુષ્ઠાનમાં સ્થિરતા સારુ જે કાંઈ યોગ્ય શુભચિંતન કરી શકાય તેમાં જ જીવનું કલ્યાણ છે. આ રીતની સપુરુષોની પણા એ સદ્ભાગ્ય છે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ તવાથવિગમસત્ર અને ધર્મ સાધનાના તેમણે જે માર્ગો બતાવ્યા છે તે હિતકર છે” આદિચિંતન તે ધર્મત્વાખ્યાત ભાવના છે. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરિજી મ. રચિત વૈરાગ્યશતકમાં આ બાર ભાવનાના સુંદર પદ્યો છે, તે મનનીય છે. નીચે પ્રમાણે છે. ૧. અનિત્યભાવના : (સવૈયા) : આયુ વાયુ તરંગ સમુંને, સંપત્તિ ક્ષણમાં ક્ષીણ થાય, ઈન્દ્રિયગોચર વિષયો ચંચળ, સંધ્યા રંગ સમાન જણાય; મિત્ર વનિતા સ્વજન સમાગમ, ઈન્દ્રજાલને સ્વપ્ન સમાન, કઈ વસ્તુ છે સ્થિર આ જગમાં, જેને ઈચ્છે જીવ! સુજાણા ૨. અશરણભાવના : જે ષટુ ખંડ મહીના જતા, ચૌદ રત્નના સ્વામી જેહ, ને જે સાગરોપમના આયુષ્ય-ધારી સ્વર્ગનિવાસી તેહ; -જૂર કૃતાત મુખે ટળવળતાં, શરણ વિનાના દુઃખી થાય, તનધન વનિતા સ્વજનસુતાદિક, કોઈ ન એને શરણું થાય ૩. સંસારભાવના : લોભ દાવાનલ લાગ્યો છે જ્યાં, લાભ જલે જે શાંત ન થાય, મૃગતૃષ્ણા સમ ભોગ પિપાસા - થી જજુગણ જ્યાં અકળાય; એક ચિંતા જ્યાં નાશ ન પામે, ત્યાં તો બીજી ઉભી થાય, એમ સંસાર સ્વરૂપ વિચારી, કોણ ન વૈરાગ્યે રંગાય છે ૪. એકત્વભાવના : જ્ઞાન દર્શન ચારિત્ર્ય સ્વરૂપી, એક જ આત્મા છે નિઃસંગ, બાહ્ય ભાવ છે સઘળા એમાં, સ્વાત્મીયતાનો નહી છે રંગ; જન્મ જરા મૃત્યુને કર્મ-ફળોનો ભોગવનારો એક, એમ વિચાર કરતા જાગ્યો, મિરાજને ચિત્ત વિવેક | Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્વાર્થાધિગમસૂત્ર ૫. અન્યત્વભાના : જેમ નલિની જળમાં નિત્યે, ભિન્ન રહે છે આપ સ્વભાવ, તેમ શરીરે ચેતન રહે છે, અન્યપણું એ રીતે ભાવ; ભેદ જ્ઞાન નિશ્ચળ ઝળહળતું, સર્વભાવથી જ્યારે થાય, ત્યજી મમતા ગ્રહી સમતા ચેતન, તત્વણ મુક્તિ પુરીમાં જાય ॥ ૬. અશુચિભાવના : છિદ્ર શતાન્વિત ઘટ મદિરાનો, મદ્ય બિન્દુઓ ઝરતો હોય, ગંગા જળથી ધોવે તો પણ, શુદ્ધ કરી શકશે શું કોય; દેહ અશુચિ છે છિદ્રાન્વિત, મલમૂત્રાદિકનો ભંડાર, નાવો ધોવો ચંદન ચરચો, તો પણ શુદ્ધ નહીં જ થનાર ॥ ૭. આશ્રવભાવના : (શાર્દૂલ) જ્યાં આ જીવ અનુભવી સુખ-દુઃખો, કર્માંશને નિર્ઝરે, ત્યાં તો આશ્રવ શત્રુઓ ક્ષણક્ષણે, કર્મો ઘણાએ ભરે; મિથ્યાત્વાદિક ચાર મુખ્ય રિપુઓ, રોકી શકાએ નહિં, ને આ ચેતન કર્મભાર ભરીયો, જાયે ન મુક્તિ મહિં | ૮. સંવરભાવના : (સવૈયા) સમ્યક્ત્વ મિથ્યાત્વ દ્વારને, સંયમથી અવિરતિ રોકાય, ચિત્તતણી સ્થિરતાની સાથે, આર્તરૌદ્ર ધ્યાનો નવ થાય; ક્રોધ ક્ષમાથી માન માર્દવથી, માયા આર્જવથી ઝટ જાય, સંતોષ સેતુ બાંધ્યો લોભ-સમુદ્ર કદી નવ વિકૃત થાય II ગુપ્તિ ત્રયથી મન વચનને, કાયાના યોગો રુંધાય, એમ આશ્રવના દ્વારો સઘળાં, સંવર બેઠે બંધ જ થાય; સંવર ભાવના ઈવિધભાવી, જો આચાર વિષેય મૂકાય, તો શું સઘળાં સંસ્કૃતિના દુઃખથી ચેતન શું મુક્ત ન થાય ! II Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ તત્વાર્થાધિગમસૂત્ર ૯. નિઝરાભાવના : તપ્તવહિનાં તાપ થકી જેમ, સ્વર્ણ મેલ તે થાયે દૂર, દ્વાદશ વિધ તપથી આ આતમા, કર્મવૃન્દ કરે ચકચૂર; અણિમાદિક લબ્ધિઓ એનું, આનુષાંગિક કાર્ય ગણાય, દઢપ્રહારી ચાર મહા-હત્યાકારી પણ મોક્ષે જાય છે ૧૦. ધર્મભાવના : સૂર્યચન્દ્ર ઊગે ને વરસે, જલધર જગ જલમય નવ થાય, શ્વાપદ જન સંહાર કરે નહીં, વતિથી નવ વિશ્વ બળાય; શ્રીજિન ભાષિત ધર્મ પ્રભાવે, ઈષ્ટ વસ્તુ ક્ષણમાંય પમાય, કરુણાકર ભગવંત ધર્મને, કોણ મૂર્ખ મનથી નવ હાય ! ૧૧. લોકસ્વરૂપ ભાવના : કટિપર સ્થાપિત હસ્ત પ્રસારિત-પાદ પુરુષના જેવો જેહ, ષડૂ દ્રવ્યાત્મક લોક અનાદિ, અનંત સ્થિતિ ધરનારો તેહ; ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે, ઊર્ધ્વ અધોને મધ્ય ગણાય, લોકસ્વરૂપ વિચાર કરતા, ઉત્તમ જનને કેવળ થાય છે. ૧૨. બોધિદુર્લભ ભાવના : પ્રથમ નિગોદ પછી સ્થાવરતા, ત્રસતા પઍક્રિયતા હોય, મનુષ્યપણું પામીને ધર્મ-શ્રવણથી સમકિત પામે કોય; સુરમણિ સુરઘટ સુરતરુમહિમા, એની પાસે અલ્પ ગણાય, બોધિ રત્નની દુર્લભતા તે, એક જીભથી કેમ કહાય ! પરિષહનું વર્ણન : सूत्रः - मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥८॥ क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानि ॥९॥ सूक्ष्मसंपरायच्छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥१०॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તત્વાર્થાધિગમસૂત્ર एकादशजिने ॥११॥ बादरसंपराये सर्वे ॥१२।। ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ॥१३॥ दर्शनमोहान्तराययोरदर्शना लाभौ ॥२४॥ चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्काराः ॥१५॥ ચેલે પાર ઉદ્દા एकादयो भाज्या युगपदेकोनविंशतः ॥१७॥ અનુવાદ : માર્ગથી ન પડાય ને વળી, નિર્જરા હોય કર્મની, એજ કાજે સહન કરતાં, પરીષહોને મર્મથી; સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક પરીષહો, નગ્નતા, અરતિ, સ્ત્રીચર્યા, મુનિ સદા સહતા અહો. (૬) નિષદ્યા, શય્યા, વળી આક્રોશ, વધ, ને યાચના અલાભ રોગ ને સ્પર્શ તૃણનો મલિનતાને માનના; પ્રજ્ઞા, અજ્ઞાને, વળી અદર્શન, સર્વસંખ્યા મેં સુણી, બાવીશની તે થાય સારી, પરીષહ સહતા ગુણી. (૭) સંપરાય સૂકમ દશમા, ગુણના ધારક મુનિ, છદમધારી વીતરાગી, સહે, ચૌદ પરીષહી; જિન વિશે અગિયાર જાણ્યા, સર્વ નવ ગુણસ્થાનમાં, પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે, પ્રથમ કર્મે જ્ઞાનના. (૮) દર્શનમોહનીય ઉદયે, શુદ્ધ દર્શન નવિ રહે, અત્તરાય તણા પ્રભાવે, લાભ કાંઈ નવિ મળે; ચારિત્ર્ય મોહે અચેલ, અરતિ, સ્ત્રી, નિષદ્યા જાણવા. આક્રોશ, યાચન માનનાએ, સાત પરીષહ માનવા. (૯) Page #251 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર વેદનીયમાં છે પરીષહ, બાકી સર્વે જે રહ્યા, એક સાથે એક ઊણા, વીશ ઉદયે સંભવ્યા; પરીષહોની કરી વહેંચણ, વિવેકે ગુણ સ્થાનમાં, વળી કર્મયોગે પરીષહોની, ભાવના છે સૂત્રમાં. (૧૦) અર્થ : સ્વીકારેલ વ્રત નિયમોથી ચુત ન થવા અને નિર્જરા કરવા પરીષહો સહન કરવા. ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ,, દંશમસક, નગ્નત્વ, અરરિત, શ્રી યા પુરુષ, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાનઅજ્ઞાન અને અદર્શન એ બાવીશ પરીષહ છે. સૂક્ષ્મ સં૫રાય નામના દશમા અને તે પછીના બે ગુણસ્થાનકમાં ચૌદ પરીષહ હોય છે. જ્ઞાનાવરણના કારણે અજ્ઞાન અને પ્રજ્ઞા એ બે તેમજ દર્શન મોહ અને અંતરાયના કારણે અનુક્રમે અદર્શન અને અલાભ પરીષહ હોય છે. ચારિત્ર્યમોહનીયના કારણે નગ્નત્વ, અરરિત, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરુસ્કાર એ સાત અને વેદનીય કર્મના કારણે અગીયાર પરીષહ હોય છે. જીવમાં એક સાથે ઓગણીશ પરીષહ હોય છે. ૨૦૯ ભાવાર્થ : ધર્મ માર્ગમાં સ્થિરતાર્થે તથા નિર્જરાર્થે સમભાવપૂર્વક કષ્ટો સહન કરવાં તે પરીષહ છે. (૧-૨) ભૂખતરસની તીવ્ર વેદના છતાં સદોષ આહારપાણી ન લેતાં સમભાવપૂર્વક વેદના સહેવી તે ક્ષુધા અને પિપાસા પરીષહ છે. (૩-૪) ઠંડી અને ગરમીથી ગમે તે કષ્ટ જણાય છતાં અકલ્પ્ય વસ્તુ સ્વીકાર્યા વિના સમભાવપૂર્વક તે વેઠવા તે શીત અને ઉષ્ણ પરીષહ છે. (૫) ડાંસ, મચ્છર આદિ જંતુઓના ઉપદ્રવોને સમભાવપૂર્વક સહન કરવા તે દશમશક પરીષહ છે. (૬) વસ્રના - Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્વાર્થાધિગમસૂત્ર અભાવે સમભાવપૂર્વક નગ્નતા સહન કરવી તે નગ્નત્વ પરીષહ છે. (૭) સ્વીકારેલ વ્રત નિયમમાં વિઘ્ન આવતાં ધૈર્ય ધરવું તે અરતિ પરીષહ છે. (૮) વિજાતીય આકર્ષણથી ન લલચાવું તે સ્ત્રી યા પુરુષ પરીષહ છે. (૯) ધર્માનુસાર એક સ્થળે નિયત વાસ ન કરવો તે ચર્ચા પરીપ્રહ છે. (૧૦) સ્વીકારેલ સમય મર્યાદા દરમિયાન ભય પ્રસંગે પણ આસન તજવું નહિ તે નિષદ્યા પરીષહ છે. (૧૧) પ્રિય કે અપ્રિય સ્થાનમાં કોમળ કે કઠોર સંથારામાં શયન કરવું તે શય્યા પરીષહ છે. (૧૨) અપ્રિય અને કઠોર વચન સમભાવપૂર્વક સત્કારવા તે આક્રોશ પરીષહ છે. (૧૩) તાડન તર્જન આદિ સેવા માની સ્વીકારવા તે વધુ પરીષહ છે. (૧૪) ધર્મ જીવનના નિર્વાહ માટે યાચકવૃત્તિ સ્વીકારવી તે યાચના પરીષહ છે. (૧૫) યાચવા છતાં ઈષ્ટ વસ્તુ ન મળતાં તેને તપ માની સંતોષ માનવો તે અલાભ પરીષહ છે. (૧૬) રોગથી વ્યાકૂળ ન બનતાં સમભાવે વેદના વેઠવી તે રોગ પરીષહ છે. (૧૭) તૃણ આદિની કઠોરતા અનુભવતાં સમભાવ રાખવો તે તૃણસ્પર્શ પરીષહ છે. (૧૮) શારીરિક મળથી ઉદ્વેગ ન પામતાં સ્નાનઆદિ સંસ્કારની ઈચ્છા ન કરવીતે મળપરીષહ છે. (૧૯) સત્કારથી ન ફુલાતાં અને અસત્કારથી ખેદ ન કરતાં સમભાવે રહેવું તે સત્કાર-પુરસ્કાર પરીષહ છે. (૨૦) ચમત્કારિક બુદ્ધિ માટે ગર્વ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ છે; (૨૧) શાસ્ત્ર વિજ્ઞાનથી ગર્વ ન કરતાં અને તેના અભાવે ખેદ ન કરતાં સમભાવ રાખવો તે જ્ઞાન-અજ્ઞાન પરીષહ છે. (૨૨) સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો ઇન્દ્રિયગમ્ય ન હોવાથી તેમાં યોગ્ય શ્રદ્ધા રાખવી તે અદર્શન પરીષહ છે. - લોભ આદિ કષાયનો ન્યૂન સંભવ છે. તેવા સૂક્ષ્મસંપરાય, Page #253 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર , ૨૧૧ ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (દશમા, અગિયારમા અને બારમા) એ ત્રણ ગુણસ્થાનકમાં ચૌદ પરીષહ હોય છે. દશમા ગુણ સ્થાનકમાં મોહ હોવા છતાં તે અલ્પ હોય છે અને અગિયાર અને બારમા ગુણસ્થાનકમાં મોહ હોતો નથી; આ કારણથી આ ત્રણ ગુણસ્થાનકમાં મોહજન્ય આઠ પરિષહ હોતા નથી. ચૌદ પરિષહ આ પ્રમાણે છેઃ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમસક, ચર્યા, શય્યા, પ્રજ્ઞા, જ્ઞાન-અજ્ઞાન, અલાભ, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. તેરમા અને ચૌદમા ગુણસ્થાનમામાં ઘાતી કર્મનો ક્ષય થવાથી ઘાતી કર્મજન્ય પરિષહો હોતા નથી, તેથી અગિયાર પરીષહ હોય છે. તે આ પ્રમાણે છે : સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. બાદરભંપરાય નામના નવમાં ગુણસ્થાનકમાં વિશેષ કષાય પ્રવર્તે છે તે તથા તે પહેલાંના બધા ગુણસ્થાનમાં બાવીશ પરીષહ હોય છે.. પ્રજ્ઞા અને જ્ઞાન-અજ્ઞાન એ બે પરીષહનું કારણ જ્ઞાનાવરણ છે. અલાભ પરીષહનું કારણ અંતરાય છે. અદર્શન પરીષહનું કારણ દર્શનમોહ અને નગ્નત્વ, અરતિ, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર પુરસ્કાર એ સાત પરીષહનું કારણ ચારિત્ર્યમોહ છે; બાકી રહેતા અગિયાર પરીષહનું કારણ વેદનીય - છે; જે અગિયાર પરીષહો જિનમાં હોય છે. બાવીશ પરીષહમાં કેટલાક પરસ્પર વિરોધી છે. શીત અને ઉષ્ણ; શયા, ચર્ચા અને નિષદ્યા આમાં પહેલા બેમાંથી અને બીજા ત્રણમાંથી ગમે તે એક એક હોઈ શકે છે. શીત પરીષહ વખતે ઉષ્ણ કે ઉષ્ણ પરીષહ વખતે શીત પરીષહ ન હોઈ શકે; તે જ રીતે શઠા પરિષહ-વખતે ચર્ચા અને નિષદ્યા ન હોય, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - તત્વાર્થાધિગમસૂત્ર નિષદ્યા વખતે ચર્યા અને શમ્યા ન હોય તેમજ ચર્યા પરિષદ વખતે શવ્યા અને નિષદ્યા ન હોય. બાવીશમાંથી ત્રણ જતાં બાકીના ઓગણીશ, એકી સમયે જીવમાં હોઈ શકે છે. ચારિત્ર્ય અને તપનું વર્ણન : सूत्रः - सामायिकछेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्म संपराययथाख्यातानि चारित्रम् ॥१८॥ अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं तपः ॥१९॥ प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्याना યુત્તરમ્ ર૦૧ અનુવાદ : પ્રથમ સામાયિક બીજું, ઉપસ્થાપન છેદથી, પરિહારશુદ્ધિ જાણીએ શુભ, ચરણ ત્રીજું ભેદથી; ચારિત્ર્ય ચોથું નામ નિર્મળ, સૂક્ષ્મસંપરાય છે, સર્વ રીતે શુદ્ધ પંચમું, યથાખ્યાત વિખ્યાત છે. (૧૧) પ્રથમ અનશન તપજ સારુ, ઉણોદરિ બીજુ કહે, વૃત્તિ તણો સંક્ષેપ ત્રીજું, ચોથું રસત્યાગજ લહે; વિવિકત શય્યા અને આસન, પાંચમું તપ એકદા, કાયકલંશ જ છઠું મળતાં, બાહ્ય તપ સેવું સદા. (૧૨) પ્રાયશ્ચિત પ્રથમ ભાખ્યું, વિનય તપ બીજે ભલું, વેયાવચ્ચ ત્રીજું તપ, સ્વાધ્યાય ચોથું નિર્મળું; કાયોત્સર્ગ પાંચમું ને, ધ્યાન છઠું ધારીએ, ષભેદ અભ્યતર તણા તપ કરી ભવ વારીએ. (૧૩) અર્થ : સામાયિક, છેદોપસ્થાપ્ય-છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને વીતરાગ યથાખ્યાત એ પાંચ ચારિત્ર્ય છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, વિવિકત Page #255 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૧૩ શય્યાસન અને કાયકલેશ એ છ બાહ્ય તપ; અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ઉત્સર્ગ અને ધ્યાન એ છ આવ્યંતર તપ છે. આધ્યાત્મિક શુદ્ધ દશા ટકાવવા અને વિકસાવવા પ્રયત્ન કરવો તે ચારિત્ર્ય છે. પરિણામ વિશુદ્ધિના કારણે તેના પાંચ વિભાગ પાડ્યા છે. (૧) સમભાવમા રહેવા માટે અસત્પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ તે સામાયિક છે. તેના બે વિભાગ છે. નિયત કાલ માટે ગૃહસ્થ જે સામાયિક કરે છે તે ઈત્વરિક સામાયિક છે; અને જીવનકાળ માટે સાધુ જે સામાયિક સ્વીકારે છે તે યાવત્કથિક સામાયિક છે. (૨) પ્રથમની દીક્ષા બાદ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિશિષ્ટ શુદ્ધિ અર્થે ફરીને જીવન પર્યંતની દીક્ષા અપાય છે તે છેદોપસ્થાપ્ય ચારિત્ર્ય છે. પ્રથમની દીક્ષામાં જે કાંઈ દોષાપત્તિ લાગ્યા હોય તેનો તેથી છેદ કરી ફરી તેનામાં દીક્ષાનું આરોપણ આ ચારિત્ર્યથી કરવામાં આવે છે. છેદોપસ્થાપ્ય ચારિત્ર્યના બે વિભાગ છેઃ દોષાપત્તિવાળું ચારિત્ર્ય તે સાતિચાર અને નિર્દોષ ચારિત્ર્ય તે અનતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર્ય છે. દોષ દૂર કરવા અને શુદ્ધ જીવન જીવવાના પ્રયત્ન સારુ આ ચારિત્ર્ય વારંવાર આપી શકાય છે. (૩) જે ચારિત્ર્યમાં વિશિષ્ટ પ્રકારના તપોમય આચારનું પાલન ક૨વામાં આવે છે તે પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર્ય છે. (૪) જે ચારિત્ર્યમાં કષાયનો ઉદય નથી, પરંતુ સૂક્ષ્મ ઉપશમ હોય છે તે સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર્ય છે. (૫) જે ચારિત્ર્યમાં કષાયનો ઉપશમ કે ઉદય એ બંને હોતા નથી તે યથાખ્યાત યા વીતરાગ ચારિત્ર્ય છે. વાસનાની ક્ષીણતા અને આધ્યાત્મિક વિકાસ અર્થે શરીર, ઇન્દ્રિય અને મનને જે જે ઉપાયથી કષ્ટ આપવામાં આવે છે તે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તત્વાર્થાધિગમસૂત્ર તપ છે. તેના બાહ્ય અને અત્યંતર એ બે પ્રકાર છે. શારીરિક ક્રિયાની પ્રધાનતા અને બાહ્ય દ્રવ્યની અપેક્ષાના કારણે બાહ્ય તપ જોઈ શકાય છે; આંતરિક ક્રિયાની પ્રધાનતાના કારણે અત્યંતર તપ જોઈ શકાતું નથી. બાહ્ય તપ છ પ્રકારના છે : (૧) મર્યાદિત સમય માટે આહારત્યાગ તે-ઇવરિક અનશન અને જીવન પર્યંત આહારત્યાગ તે યાવસ્કથિક અનશન તપ છે. (૨) પોતાના સામાન્ય આહાર કરતાં થોડો ઓછો આહાર લેવો તે ઉણોદરી તપ છે; તેને અવમૌદર્યપણ કહે છે. (૩) વિવિધ પદાર્થોની સંગ્રહવૃત્તિ ઓછી કરતા જવી અને તેની મૂચ્છ ઘટાડતા જવી તે વૃત્તિસંક્ષેપ તપ છે. (૪) દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલ એ છ પદાર્થોનો ત્યાગ તે રસપરિત્યાગ તપ છે. મધ, માખણ, મદ્ય ને માંસ એ ચાર વિકૃતિ સર્વથા વજર્ય છે. (૫) નિર્દોષ એકાંત સ્થળે રહેવું તે શય્યાસલીનતા તપ છે. (૬) ઠંડી, ગરમી તથા વિવિધ આસન અને કેશલુંચન આદિ દ્વારા શારીરિક કષ્ટ સહન કરવું તે કાયકલેશ તપ છે. અત્યંતર તપ છ પ્રકારના છે : (૧) વ્રત નિયમમાં થયેલ સ્કૂલના શોધી સુધારવી તે પ્રાયશ્ચિત તપ છે. (ર) જ્ઞાન આદિ સગુણનું બહુમાન તે વિનય તપ છે. (૩) નિર્દોષ સાધન મેળવી વડીલ, વૃદ્ધ, રોગી, સહધર્મી આદિની સેવાસુશ્રુષા કરવી તે વૈયાવૃત્ય તપ છે. વિનય માનસિક અને વૈયાવૃત્ય શારીરિક ક્રિયારૂપ છે. (૪) જ્ઞાન વિકાસાર્થે શાસ્ત્રાભ્યાસ તે સ્વાધ્યાય તપ છે. (૫) મૂચ્છ-મમત્વ અને અહત્વ-અહંકારનો ત્યાગ તે ઉત્સર્ગ યા વ્યુત્સર્ગ તપ છે. (૬) ચિત્તની ચંચળતા ત્યાગી એકાગ્રતા કેળવવી તે ધ્યાન છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૫ તત્વાર્થાધિગમસૂત્ર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સજઝાય અને ઉત્સર્ગનું વર્ણન सूत्रः - नवचतुर्दशपंचद्विभेदं यथाक्रमम् प्राग्ध्यानात् ॥२१॥ आलोचनप्रतिक्रमणतदुमयविवेकव्युत्सर्गतपश्छेदपरिहारोपस्थापनानि ॥२२॥ ज्ञानदर्शनचारित्रोपचाराः ॥२३॥ आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसंघसाधुसमनोज्ञानाम् ॥२४॥ वाचनापृच्छनाऽनुप्रेक्षाम्नायधर्मोपदेशाः ॥२५॥ વહાવ્યંતરોપો પારદા અનુવાદઃ પ્રાયશ્ચિતતા ભેદ નવ છે, વિનયના ચાર વર્ણવ્યા, વૈયાવચ્ચના ભેદ દશ ને, પાંચ સ્વાધ્યાયે કહ્યા; વ્યુત્સર્ગ તપના ભેદ, બે તત્ત્વાર્થ સૂત્રે વાંચીએ, ચાર ભેદે ધ્યાન સમજી, શુદ્ધ ધ્યાને રાચીએ. (૧૪) આલોચન ને પ્રતિક્રમણ, ઉભય અને વિવેક છે; વ્યુત્સર્ગ, તપ ને છેદ અષ્ટમ, પરિહાર અનેક છે; ઉપસ્થાપન એમ નવવિધ પ્રાયશ્ચિત પિછાણીએ, જ્ઞાન, દર્શન, ચરણ ને ઉપચારે વિનય વખાણીએ. (૧૫) દશભેદ વૈયાવચ્ચના, આચાર્ય ને વાચકવરા, તપસ્વીને શિષ્ય ચોથે, ગ્લાન ગણ કુળસુન્દરા; સંઘ ચાર પ્રકાર સાધુ, દશમ સમશીલ જાણીએ, એ દેશની સેવા કરી પાંચ પ્રકારથી સુખ માણીએ. (૧૬) વાચના ને પૃચ્છના શુભ અનુપ્રેક્ષાભાવના, પરાવર્તન કરી સૂત્રો, ધર્મની ઉપદેશના; એમ પંચવિધ, સ્વાધ્યાય સમજી સર્વદા સેવે મુદ્દા, Page #258 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર બાહ્ય-અત્તર ઉપાધિ ત્યાગી, વ્યુત્સર્ગથી ટળે આપદા. (૧૭) અર્થ : પ્રાયશ્ચિતના, નવ, વિનયના ચાર, વૈયાવચ્ચના દશ, સ્વાધ્યાયના પાંચ અને વ્યુત્સર્ગના બે ભેદ છે. આલોચન, પ્રતિક્રમણ, આલોચન પ્રતિક્રમણ, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ પ્રાયશ્ચિતના નવ ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને ઉપચાર એ વિનયના ચાર ભેદ છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમશીલ જે સેવાને યોગ્ય છે તે અપેક્ષાએ વૈયાવૃત્યના દશ ભેદ છે. તે દશની પાંચ પ્રકારે સેવા કરી સુખ મેળવાય છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્ત્તના અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. બાહ્ય અને અત્યંતર ઉપાધિનો ત્યાગ એ વ્યુત્સર્ગના બે ભેદ છે. ભાવાર્થ : જીવનશોધન કરવાના અનેક પ્રકાર છે; તે સર્વ માયશ્ચિત છે. (૧) ગુરુ સમક્ષ શુદ્ધ ભાવે પોતાની થયેલ ભૂલનો સ્વીકાર તે આલોચના છે. (૨) થયેલ ભૂલનો પશ્ચાતાપ કરી તેથી પાછા ફરવું અને ફરી તેવી નવી ભૂલ ન થાય તે માટે સાવધાન રહેવું તે પ્રતિક્રમણ છે. (૩) આલોચના અને પ્રતિક્રમણ સાથે આચરતાં તે મિશ્ર યા તદુભય છે. (૪) આવેલ અકલ્પનીય વસ્તુ માલુમ પડતાં તેનો ત્યાગ તે વિવેક છે. (૫) એકાગ્રતાથી શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ છે. (૬) અનશન આદિ બાહ્ય તપ તે તપ છે. (૭) દોષાનુસાર દિવસ, પક્ષ, માસ આદિ દીક્ષાપર્યાયનો છેદ તે છેદ છે. (૮) દોષિત વ્યક્તિનો દોષના પ્રમાણમાં સંસર્ગત્યાગ તે પરિહાર છે. (૯) અહિંસા આદિ મહાવ્રતનો ભંગ થતાં ફરી શરૂથી વ્રતનું આરોપણ તે ઉપસ્થાપન છે. ઘણા ગ્રંથોમાં પરિહાર અને ૨૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૧૭ ઉપસ્થાપનની જગ્યાએ મૂળ, અનવસ્થાપ્ય, અને પારાંચિક એ ત્રણ પ્રાયશ્ચિતનું વર્ણન મળે છે. પ્રત્યેક પ્રાયશ્ચિત કયા દોષ માટે છે તેનું સ્પષ્ટીકરણ વ્યવહારકલ્પ, જિતકલ્પ આદિ ગ્રંથોમાં છે. (૧) જ્ઞાન મેળવવું, ટકાવવું અને તે પર બહુમાન રાખવું તે જ્ઞાનવિનય છે. (૨) તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ દર્શનથી ચલિત ન થવું, થતી શંકાનું નિરાકરણ મેળવી નિઃશંક બનવું તે દર્શનવિનય છે. (૩) સામાયિક આદિ ચારિત્ર્યમાં ચિત્તનું સમાધાન રાખવું તે ચારિત્ર્યવિનય છે. (૪) સદ્ગુણી અને શ્રેષ્ઠ પ્રતિ યોગ્ય વિનય રાખવો તે ઉપચારવિનય છે. વિનય ગુણ એક છે; પરંતુ વિષય પરત્વે તેના વિભાગ પાડ્યા છે. ' વૈયાવૃજ્યના વિભાગ પણ સેવ્ય પાત્રની અપેક્ષાએ છે. (૧) જેનું કાર્ય વ્રત અને આચાર આપવાનું છે તે આચાર્ય. (૨) જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું છે તે ઉપાધ્યાય. (૩) જે ઉગ્ર તપ કરે છે તે તપસ્વી. (૪) જે નવ દિક્ષિત હોઈ શિક્ષણ પ્રાપ્ત કરે છે તે શૈક્ષ-શિષ્ય. (૫) જે રોગી છે તે ગ્લાન. (૬) એક આચાર્યનો શિષ્ય સમુદાય તે કુળ. (૭) જુદા જુદા આચાર્યોના સમાન વાચનાવાળા સહાધ્યાયીનો સમુદાય તે ગણ. (૮) ધર્મનો અનુયાયી તે સંઘ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ ગણાય છે. (૯) પ્રવજ્યાધારી છે તે સાધુ અને (૧૦) જ્ઞાન આદિ ગુણમાં સમાન છે તે સમનોજ્ઞ-સમાનશીલ છે. આટલા વૈયાવૃજ્યને પાત્ર છે. તે દશેની સેવા-ભક્તિ પાંચ પ્રકારે થાય છે. બાહ્ય સેવા-શરીર શુશ્રુષા, બહુમાન-હૃદયમાં પ્રેમ, તેમના ગુણની પ્રશંસા, અવગુણનું ઢાંકણ અને આશાતનાનો ત્યાગ. જ્ઞાન પ્રાપ્તિ, તેને નિઃશંક કરવું અને વિશદ બનાવવું, તેનો Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તત્વાર્થાધિગમસૂત્ર પ્રચાર આદિ સ્વાધ્યાય છે, અભ્યાસશેલી અનુસાર તેના ભેદ છે. (૧) શબ્દ, અર્થ અને શ્રદાર્થના મૂળપાઠ લેવા તે વાચના છે. (૨) શંકા દૂર કરવા કે સમજ સ્પષ્ટ કરવા જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછવા તે પૃચ્છના છે. (૩) શબ્દ, અર્થ અને શબ્દાર્થનું માનસિક ચિંતન તે અનુપ્રેક્ષા છે. (૪) શીખેલ પાઠનું શુદ્ધ ઉચ્ચારણ તે આમ્નાય યા પરિવર્તન છે (૫) ભણેલ શાસ્ત્રનું રહસ્ય સમજવું અને સમજાવવું તે ધર્મોપદેશ છે. મમત્વ યા મૂર્છાનો ત્યાગ તે ઉત્સર્ગ છે. ત્યાજ્ય વસ્તુ બાહ્ય અને અત્યંતર બે પ્રકારે હોઈ તેના બે ભેદ છે : (૧) ધણ, ધાન્ય, ક્ષેત્ર, ધનસંપત્તિ આદિ બાહ્ય વસ્તુ પરની મૂર્છાનો ત્યાગ તે બાહ્ય વ્યુત્સર્ગ છે અને (૨) કષાયાદિ વિકારોના રસનો ત્યાગ તે અત્યંતર વ્યુત્સર્ગ છે. ધ્યાનનું સ્વરૂપ : सूत्रः - उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधोध्यानम् ॥२७॥ आमुहूर्तात् ॥२८॥ आर्तरौद्रधर्मशुक्लानि ॥२९॥ परे मोक्षहेतू ॥३०॥ અનુવાદ: પ્રથમના ત્રણ શરીરધારી, જીવ જે વિચારતા, એકાગ્ર ચિત્તે યોગીની જેમ, અન્ય ચિંતા રોધતા; કાળથી અંતર્મુહૂર્ત પ્રમાણ, ધ્યાન ધરે તદા, ધ્યાન તેને માનીએ, એ સત્ય વસ્તુ સર્વદા. (૧૮) આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ, ભેદ ચારે ધ્યાનના, પ્રથમના જે ધ્યાન બે છે, તેથી ભવ-વિટંબના ધ્યાન છેલ્લા ભેદ છે તે મોક્ષ હેતુ સાધના, આદરે ભંવ પ્રાણિઓ, વિરમે વિષયની વાસના. (૧૯) Page #261 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૧૯ અર્થ : (વ્રજઋષભનારાચ, ઋષભનારાચ અને નારાચ) પ્રથમના ત્રણ સંઘયણધારી જીવની મન, વચન અને કાયાની એક વિષયમાં એકાગ્રતા તે ધ્યાન છે. તેની સ્થિતિ અંતઃમુહૂર્તની છે. તે આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર તેના પ્રકાર છે. પહેલાં બે સંસારના હેતુ અને છેલ્લાં બે મોક્ષના હેતુ છે. જીવે વિષયની ઇચ્છા તજી સારા ધ્યાનનો આદર કરવો રહ્યો. ભાવાર્થ : છ પ્રકારના સંહનનમાં પહેલાં ત્રણ વજઋષભનારાચ, ઋષભનારાય અને નારાચ એ ત્રણ સંહનન ઉત્તમ ગણાય છે. ભાષ્ય અને વૃત્તિ માત્ર પહેલા બેને ઉત્તમ કહે છે. ધ્યાનના અધિકારી ઉત્તમ સંહનનવાળા છે; કારણ કે ધ્યાનમાં આવશ્ય માનસિક અને શારીરિક બળ તેમને હોય છે. પ્રયત્ન દ્વારા જુદા જુદા વિષયમાં પ્રવર્તતી જ્ઞાનધારાને એક વિષયગામી બનાવવી તે ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ મકાત્ર છદ્મસ્થ પૂરતું છે; જે બારમા ગુણસ્થાન સુધી હોય છે. ઉપરોક્ત ચાર ધ્યાનમાંના આર્ત રૌદ્ર એ બે ધ્યાન સંસાર વધારનાર દુર્ધ્યાન હોઈ ત્યાજ્ય છે; ધર્મ અને શુક્લ એ બે ધ્યાન સુધ્યાન અને મોક્ષહેતુ હોઈ ઉપાદેય છે. ચાર ધ્યાનનું સ્વરૂપ : सूत्र: आर्त्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगाय स्मृति - સમન્વાહાર: રૂા તેનાયાજી રૂા વિપરીત મનોજ્ઞાનામ્ ॥રૂરૂ॥ નિવાનં ૬ ॥૪॥ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥३५॥ हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेश વિતો: રદ્દ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તત્વાર્થાધિગમસૂત્ર आज्ञाऽपायविपाकसंस्थानविचयायधर्ममप्रमत्तसंयतस्य ॥३७॥ उपशांतक्षीणकषाययोश्च ॥३८॥ शुक्ले चाद्ये पूर्वविदः ॥३९॥ પરે ફેવરિટ i૪૦ અનુવાદ : અમનોજ્ઞ વિષય મળતાં, તવિયોગે ચિંતના, દુઃખ વેદન ભેદ થાતાં, તવિયોગે ભાવના; મનોવાંછિત વિષય મળતાં, રહે નિત્ય સ્થાનમાં, નિદાનનો છે ભેદ ચોથો, આર્તધ્યાને યોગમાં (૨૦) અવિરતિ ને દેશવિરતિ, સર્વ વિરતિ પ્રથમમાં, ધ્યાન આર્ત સંભવે છે, હીન હીનતર યોગમાં; હિંસા, અસત્ય, ચોરીમાંહિ, વિષયસંરક્ષણ તણા, ધ્યાન રૌદ્ર ચાર ભેદે, સુણજો તે એકમના. (૨૧). અવિરતિ ને વિરતિ દૃશે, રૌદ્ર સ્થાની સંભાવે, પ્રમત્ત સાધુ સર્વ વિરતિ, ધ્યાન રૌદ્ર ન લેખવે; આજ્ઞા અપાય વળી વિપાકે, વિષય સંસ્થાન જે કર્યા, ચાર ભેદો ધર્મ ધ્યાને, અપ્રમત્ત મુનિ વર્યા. (૨૨) ઉપશાંતમોહી ક્ષીણમોહી, ઉક્ત ધ્યાને રત સદા, કર્મપાશો છેદ કરતા, ધર્મધ્યાને રહી મુદા; પ્રથમ બીજા શુક્લ ભેદ, ધ્યાન પૂર્વધર ધરે, ચરમ શુક્લ ભેદ બેમાં, કેવળ જ્ઞાન જ લહે. (૨૩) અર્થઃ અપ્રિય વસ્તુ દૂર કરવાની, ઈષ્ટ વસ્તુ મેળવવાની, રોગના અને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાના કારણે સતત ચિંતા એ ચાર પ્રકારનાં આર્તધ્યાન છે. તે અવિરત, દેશસંયત અને પ્રમત્તસંયત અર્થાત્ પહેલા છ ગુણસ્થાનમાં હીન Page #263 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૨૧ હીનતર યોગમાં પ્રવર્તે છે. હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ એ ચારની સતત ચિંતા એ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે. તે અવિરત અને દેશવિરત અર્થાત્ પહેલાં પાંચ ગુણસ્થાનમાં હોય છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એ ચાર ધર્મધ્યાન છે. તે પ્રમત્ત સંયતથી ક્ષીણ મોહ અર્થાત્ સાતમાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. ધર્મધ્યાન કર્મપાશને છેદનાર છે. શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ પૂર્વધરને અને છેલ્લા બે ભેદ કેવલીને હોય છે. ભાવાર્થ : આર્તધ્યાન પીડા યા દુ:ખમાંથી ઉદ્ભવે છે. દુઃખનાં ચાર કારણ છેઃ (૧) અનિષ્ટનો સંયોગ, (૨) ઈષ્ટનો વિયોગ, (૩) પ્રતિકૂળ વેદના અને (૪) ભોગની લાલસા. આ કારણે આર્ત્તધ્યાનના ચાર વિભાગ થાય છે. અનિષ્ટની પ્રાપ્તિથી વ્યાકુળ જીવ તે દૂર કરવા સતત ચિંતા કરે છે તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન છે. ઈષ્ટના વિયોગે વ્યાકુળ જીવ જે ચિંતા કરે છે તે ઈષ્ટવિયોગ આર્ત્તધ્યાન છે. શારીરિક અને માનસિક વ્યાધિરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરવા થતી સતત ચિંતા તે રોગચિંતા આર્તધ્યાન છે. ભોગની લાલસાના કારણે અપ્રાપ્ય વસ્તુ મેળવવા તીવ્ર સંકલ્પ કરવારૂપ નિદાન આર્તધ્યાન છે. આ આર્દ્રધ્યાન પહેલા છ ગુણ-સ્થાનમાં હોય છે; તેમાં પણ છઠ્ઠા ગુણસ્થાનમાં નિદાન આર્તધ્યાન હોતું નથી. કઠોર જીવનું ધ્યાન તે ચૈદ્રધ્યાન છે, તે ચિત્તની કઠોરતામાંથી ઉદ્ભવે છે. હિંસા, અમૃત, ચોરી અને પ્રાપ્ત વિષયસંરક્ષણ આદિના કારણે રૌદ્રતા પરિણમે છે. ચાર પ્રકારની આ સતત ચિંતા તે અનુક્રમે (૧) હિંસાનુબંધી, (૨) અમૃતાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન પહેલા પાંચ ગુણસ્થાનમાં હોય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તત્વાધિગમસૂત્ર (૧) ધાર્મિક વિષયમાં સર્વજ્ઞ વીતરાગની આજ્ઞાના ચિંતનમાં મનોયોગની પ્રવૃત્તિ તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) દોષના સ્વરૂપ અને તેની નિવૃત્તિ અંગે મનોયોગની પ્રવૃત્તિ. તે અપાયરિચય ધર્મધ્યાન છે. (૩) અનુભવાતા કર્મવિપાકના કારણો શોધવાની મનોયોગની પ્રવૃત્તિ તે વિપાકવિય ધર્મધ્યાન છે અને (૪) લોકસ્વરૂપના ચિતનમાં મનોયોગની પ્રવૃત્તિ તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાન સાતમાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. - શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ અગિયારમા અને બારમા ગુણસ્થાને વર્તતા પૂર્વધરને હોય છે; મારૂદેવા માતા અને માપતુષ આદિ મુનિ પૂર્વધર ન હતા, તેમને જે ધ્યાનની શ્રેણિ હતી તે પણ શુક્લ ધ્યાનમાં ગણવી જોઈએ. આ બે શુક્લ ધ્યાનની પરાકાષ્ટા થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની દૃષ્ટિએ વિચારતાં ત્રણ યોગવાળાને પહેલું શુક્લ ધ્યાન, ત્રણ યોગમાંના ગમે તે એક યોગવાળાને બીજું શુક્લ ધ્યાન, માત્ર સૂક્ષ્મ કાયયોગવાળાને ત્રીજું શુક્લ ધ્યાન અને અયોગીને ચોથું શુક્લ ધ્યાન હોય છે. બારમા ગુણસ્થાનના અંતે કેવળજ્ઞાન થાય છે અને તેરમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન હોય છે. આ વિહરમાન સર્વજ્ઞદશામાં ધ્યાનાન્સરિકા દશા ગણી ધ્યાન સ્વીકારવામાં આવતું નથી. ધ્યાનની કાળમર્યાદા અંતમુહૂર્તની છે; કારણ કે છાસ્થની સ્થિતિ તેથી વધારે ટકવી મુશ્કેલ છે. સામાન્યતઃ ધ્યાનમાં દ્રવ્યના કોઈ પર્યાયનું અવલંબન હોય છે; કારણ કે દ્રવ્યનું ચિંતન પર્યાય વિના શક્ય નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર सूत्र: ૨૨૩ पृथक्त्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियाऽनिवृत्तीनि ॥४१॥ तत् त्र्येककाययोगायोगानाम् ॥४२॥ एकाश्रये संवितर्के पूर्वे ॥ ४३ ॥ અવિવારે દ્વિતીયમ્ ॥૪૪॥ વિતઃ શ્રુતમ્ ॥૪॥ विचारोऽर्थव्यंजनयोगसंक्रान्तिः ॥४६॥ અનુવાદ : પ્રથમ શુક્લ ધ્યાન સારું, નામથી હું વર્ણવું, પૃથક્ત્વ શબ્દ વિતર્ક સાથે, સવિચાર જ જોડવું; એકત્વ શબ્દ વિતર્કયોગે, અવિચારજ જાણવું, એમ શુક્લના બે ભેદ સ્થિર, થઈ આત્મતત્ત્વ પિછાણવું. (૨૪) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, નામે ભેદ સાંભળો, વ્યુપરતક્રિયાનિવૃત્તિને, નામથી ચોથો ગણો; એમ ચાર ભેદો યોગત્રિકે, એક યોગે વર્તતા, કાયયોગી વળી અયોગી, અનુક્રમે તે સાધતા. (૨૫) આશ્રય એક છે વિતર્કો, પૂર્વધર બે આદરે, વિતર્ક શબ્દે શ્રુત ભણવું, કરું વિચારણા, અર્થ વ્યંજન યોગ સાથે, વિચારની તે ધારણા. (૨૬) અર્થ : પૃથવિતર્કસવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ ચાર પ્રકારે શુક્લ ધ્યાન છે. આ ચાર શુક્લ ધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળા, ગમેતે એક યોગવાળા, સૂક્ષ્મકાયયોગવાળા અને અયોગીને હોય છે. પહેલાં બે સાવલંબી-સવિતર્ક હોય છે. તેમાં પહેલું સવિચાર અને બીજું અવિચાર હોય છે; અને તે પૂર્વધરને હોય છે. વિતર્ક શબ્દથી શ્વેત ભણવું અને તેનો વિચાર કરવો એમ સમજવાનું Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તત્વાર્થાધિગમસૂત્ર છે; વિચાર શબ્દથી શબ્દ, અર્થ, વ્યંજન અને યોગ આદિની સંક્રાંતિ સમજવાની છે. છેલ્લાં બે કેવળીને હોય છે. | ભાવાર્થ: (૧) પહેલાં બે ધ્યાન પૂર્વધર શરૂ કરે છે; તે શ્રુતજ્ઞાન સહિત હોઈ સવિતર્ક કહેવાય છે. આ બે ધ્યાન સમાન દેખાવા છતાં તેમાં ભેદ છે. પહેલામાં ભેદ દષ્ટિ અને બીજામાં અભેદ દષ્ટિ પ્રધાન છે. પહેલામાં વિચારસંક્રમણ છે અને બીજામાં વિચારને સ્થાન જ નથી. ધ્યાની પૂર્વધર હોય તો પૂર્વગત શ્રુતના આધારે અને પૂર્વધર ન હોય તો સંભવિત શ્રુતના આધારે કોઈ પણ પરમાણુ, સ્કંધ યા ચેતનરૂપ દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ ત્રિપદી અથવા મૂર્તત્વ યા અમૂર્તત્વ આદિ અનેક પર્યાયોનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયદ્વારા ભેદપ્રધાન ચિંતન શરૂ કરે છે. અર્થાત્ એક દ્રવ્યરૂપ અર્થ પરથી બીજા દ્રવ્યરૂપ અર્થ પર અથવા એક પર્યાયરૂપ અર્થ પરથી બીજા પર્યાયરૂપ અર્થ પર ચિંતન શરૂ કરે છે, તે જ રીતે શબ્દ પર ચિંતન આરંભે છે. આમ આગળ વધતાં મન આદિ ત્રણ યોગમાંનો કોઈ પણ એક યોગ તજી બાકીના અન્ય યોગોનું આલંબન લઈ ધ્યાન કરતાં તે પૃથવિવિતર્કસવિચાર શુક્લ ધ્યાન થાય છે. આ ધ્યાનમાં શ્રુતજ્ઞાનનું આલંબન છે; તે ઉપરાંત સચિત્ત યા અચિત્ત પર્યાયોનું, તેના ભેદોનું વિવિધ દૃષ્ટિએ ચિંતન થાય છે. અથવા શ્રુતજ્ઞાનનું આલંબન લઈ એક શબ્દ પરથી બીજા શબ્દ પર, એક અર્થ પરથી બીજા અર્થ પર, અર્થ પરથી શબ્દ પર અને એક યોગ પરથી બીજા યોગ પર સંક્રમણ-સંચાર થાય છે. (૨) ધ્યાની પોતાના સંભવિત શ્રતના આધારે કોઈ એક પર્યાયરૂપ અર્થ લઈ તેના પર એત્વ-અભેદપ્રધાન ચિંતન કરે અને મન, વચન, કાયારૂપ ત્રણ યોગમાંના કોઈ પણ એક પર નિશ્ચલ રહી શબ્દ અને અર્થનું Page #267 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૨૫ ચિંતન કરે અને ભિન્ન ભિન્ન યોગોમાં સંક્રમણ ન કરે ત્યારે તે એકત્વવિતર્કઅવિચાર શુક્લ ધ્યાન થાય છે. આમાં પણ શ્રુતજ્ઞાનનું આલંબન છે; પરંતુ તેમાં અભેદ દૃષ્ટિનું ચિંતન છે; તેમાં અર્થ, શબ્દ, કે યોગ આદિનું સંક્રમણ નથી. આમ પહેલા ભેદપ્રધાન ધ્યાનથી અભ્યાસ શરૂ થાય છે અને તે દૃઢ થયા પછી અભેદ પ્રધાન ધ્યાનની યોગ્યતા મેળવાય છે; પહેલામાં દૃષ્ટિ અસ્થિર છે તે બીજામાં સ્થિર કરવી પડે છે. આમ સ્થિરતા પ્રાપ્ત થતાં મન સર્વથા શાંત પડી જાય છે, ચંચળતા દૂર થાય છે અને મન નિશ્રકંપ બને છે. અંતે ઘાતી કર્મના આવરણ દૂર થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. (૩) સર્વશ તેરમા ગુણસ્થાનના અંતે માનસિક, વાચિક અને કાયિક યોગનો નિરોધ શરૂ કરે છે. પ્રથમ સ્થૂલ કાયયોગનો નિરોધ ક૨ી સૂક્ષ્મ કાયયોગની હસ્તીમાં બાકીના યોગને રોકે છે ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લ ધ્યાન હોય છે; તે ધ્યાનમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ ક્રિયા હોય છે; આત્માનું પતન હોતું નથી તેથી આ ધ્યાન અપ્રતિપાતી ગણાય છે. (૪) ચૌદમા ગુણસ્થાનની અયોગી અવસ્થામાં શ્વાસોશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્પ્રકંપ બને છે ત્યારે શૈલીશીકરણ સહિત વ્યુપરતક્રિયાનિવૃત્તિ રૂપ ચોથું શુક્લ ધ્યાન હોય છે. આ બે ધ્યાન છદ્મસ્થના ધ્યાન માફક ચિંતા નિરોધરૂપ નથી; પરંતુ કાયપ્રદેશની નિષ્મકંપતા રૂપ છે. યોગનો નિરોધક્રમ આ પ્રમાણે છેઃ સ્થૂલ કાયયોગનો આશ્રય લઈ વચન અને મનના સ્થૂલ યોગને સૂક્ષ્મ બનાવાય છે. વચન અને મનના સૂક્ષ્મ યોગનો આશ્રય લઈ શરીરના સ્થૂલ યોગને સૂક્ષ્મ બનાવાય છે. શરીરના સૂક્ષ્મ યોગનો આશ્રય લઈ વચન Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬. તાથધિગમસૂત્ર અને મનના સૂક્ષ્મ યોગનો નિરોધ કસ્વામાં આવે છે. અંતે સૂક્ષ્મ 'કાયયોગનો પણ નિરોધ કરવામાં આવે છે. આમ થતાં શરીરના શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થાય છે અને આત્મપ્રદેશ સંપૂર્ણતઃ નિષ્પકંપ બને છે; આ અવસ્થા શૈલે શીકરણ સુપરતક્રિયાનિવૃત્તિ શુક્લ ધ્યાન કહેવાય છે. આમાં સ્થૂલ યા સૂક્ષ્મ માનસિક, વાચિક કે કાયિક ક્રિયા હોતી નથી. આ ચોથા ધ્યાનના પ્રભાવે સર્વ આશ્રવ, બંધ આદિનો નિરોધ થાય છે; પરિણામે બાકીના અઘાતી કર્મ પણ ક્ષીણ થાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. નિજારા અને નિર્ગથનું વર્ણન: सूत्रः - सम्यग्दृष्टिविरतानन्तवियोजकदर्शनमोहक्षप कोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसंख्येयगुणनिर्जराः ॥४७॥ पुलाकबकुशकुशीलनिग्रंथस्नातका निग्रंथाः ॥४८॥ संयमश्रुतप्रतिसेवनातीलिंगलेश्योपपात स्थानविकल्पतः साध्याः ॥४९॥ અનુવાદ : સમક્તિધારી શ્રાવકોને, વિરતિ ને ત્રીજા સુણો, અનંતાનુબંધી વિયોજક, સૂત્રથી ચોથા ભણો; દર્શનમોહે ક્ષપક કહેવા, વળી ઉપશમી સાધવા, ઉપશાંતમોહી ક્ષપક ક્ષણ, પછી જિનવરોને માનવા. (૨૭) એ સ્થાન દશમાં ક્રમથી ચઢતી, અસંખ્ય ગણી છે નિર્જરા, કરત ધ્યાને વધતા માને, ક્ષમા ધારી મુનિવરા; પુલાક, બકુશ, કુશીલ ને વળી, નિગ્રંથ સ્નાતક મહાવ્રતી, નિગ્રંથનું તે ભેદ-પંચક, ધારવું ધરી શુભ મતિ. (૨૮) સંયમ, કૃત, પરિસેવન, તીર્થ ને લિંગ પાંચમે, Page #269 -------------------------------------------------------------------------- ________________ તત્વાથધિગમસૂત્ર ૨૨૭ લેશ્યા દ્વારે ઉપપાતે, સ્થાન ધારો આઠમે; નિગ્રંથ પંચક આઠ દ્વારે, કરી સુત્ર યોજના, અધ્યાય નવમો પૂર્ણ થાતાં, ધારજો ભવિ એકમના. (૨૯) અર્થ : સમક્તિધારી, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહક્ષપક, ઉપશમક, ઉપશાંતમોહ, ક્ષપક, ક્ષીણમોહ અને જિન એ દશ અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યય ગુણ અધિક નિર્જરાવાળા હોય છે. પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ નિગ્રંથના ભેદ છે. સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત અને સ્થાન એ દરેક પ્રકારે નિગ્રંથ વિચારવા યોગ્ય છે. આમ એકાગ્રતાથી નવમો અધ્યાય પૂરો કર્યો. | ભાવાર્થ : કર્મનો અંશતઃક્ષય તે નિર્જરા છે, કર્મનો સર્વાશ ક્ષય તે મોક્ષ છે. નિર્જરા એ મોક્ષનું પુરોગામી અંગ છે. સંસારી સર્વ જીવમાં નિર્જરાનો ક્રમ ચાલુ હોય છે; પરંતુ તે સાથે નવાં કર્મ પણ બંધાય છે. અહિં જે નિર્જરાનો વિચાર છે; તે મોક્ષાભિમુખ જીવોનો છે. સમ્યગ્દષ્ટિથી મોક્ષાભિમુખતા શરૂ થાય છે અને સર્વજ્ઞતામાં એ પૂરી થાય છે. આમ હોઈ સમ્યગૃષ્ટિથી સર્વજ્ઞતા સુધીની અવસ્થાના દશ વિભાગ પાડ્યા છે. આમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અવસ્થામાં પરિણામની ધારા વિશુદ્ધ, વિશુદ્ધતર હોય છે; તેથી તે પ્રમાણે કર્મનિર્જરા વધારે હોય તે પણ સ્વાભાવિક છે. આ પરિણામ વિશુદ્ધિની ધારા અને તેના પરિણામે કર્મનિર્જરા પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તરમાં દરેકમાં અસંખ્યાત ગુણ વધે છે. સમ્યગુદૃષ્ટિ કરતાં શ્રાવકની પરિણામધારા અને નિર્જરા અસંખ્યાત ગુણ વધારે છે.. અને એ જ પ્રમાણે તે પછીના દરેક માટે સમજવાનું છે; તેમાં પણ છેવટે સર્વજ્ઞની નિર્જરા સર્વથી અધિક હોય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - તત્વાર્થાધિગમસૂત્ર (૧) જેને મિથ્યાદર્શન દૂર થઈ સમ્યગદર્શન પ્રકટે છે તે સમ્યગુદષ્ટિ છે. (૨) અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયોપશમથી અલ્પાંશે પણ જેને વિરતિ પ્રગટે છે તે શ્રાવક છે. (૩) પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી જેને સવશે વિરતિ પ્રગટે છે તે વિરત છે. (૪) અનંતાનુબંધી કષાય ક્ષય કરવા યોગ્ય વિશુદ્ધિ જેને પ્રકટે છે તે અનંતવિયોજક છે. (૫) દર્શનમોહનો ક્ષય કરવા યોગ્ય વિશુદ્ધિ જેને પ્રગટે છે તે દર્શનમોહક્ષપક છે. (૬) દર્શનમોહની બાકીની પ્રકૃતિનો જેને ઉપશમ છે તે ઉપશમક છે. (૭) ઉપશમ સંપૂર્ણ થયો છે જેને તે ઉપશાંતમોહ છે. (૮) મોહની બાકીની પ્રકૃતિનો ક્ષય કરવો જેને ચાલુ છે તે ક્ષપક છે. (૯) જેણે મોહનો સંપૂર્ણ ક્ષય કર્યો છે તે ક્ષણમોહ છે. (૧૦) સર્વજ્ઞતા જેને પ્રકટ થઈ છે તે જિન છે. રાગ દ્વેષની ગાંઠ જેને નથી તે નિગ્રંથ છે; આ તાત્વિક અર્થના ઉમેદવારને પણ નિગ્રંથ કહેવામાં આવે છે. પાંચ પ્રકારના નિગ્રંથમાં પહેલા ત્રણ વ્યવહારિક અને છેલ્લા બે તાત્વિક અર્થસંપન્ન છે. (૧) મૂલગુણ અને ઉત્તરગુણમાં પૂર્ણતા પ્રાપ્ત ન થવા છતાં વીતરાગપ્રણીત આગમથી ચલિત ન થનાર તે પુલાક નિગ્રંથ છે. (૨) શરીર અને ઉપકરણના સંસ્કાર કરનાર, ઋદ્ધિસિદ્ધિને ચાહનાર, કીર્તિના અર્થી, સુખશીલ અને પરિવારવાળા, છેદપર્યાયવાળા અને અતિચાર દોષયુક્ત તે બકુશ છે. (૩) કુશીલના બે ભેદ છે. ઇંદ્રિયવશ બની ઉત્તરગુણની વિરાધના કરવા છતાં મૂળગુણને સાચવે છે તે પ્રતિસેવના કુશીલ છે; અને જે તીવ્ર કષાયને વશ ન થતાં સૂક્ષ્મ કષાયને વશ થાય છે તે કષાયકુશીલ છે. (૪) રાગદ્વેષના આત્યંતિક અભાવે સર્વજ્ઞત્વ પ્રગટ્યું નથી Page #271 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૨૯ પણ જેને અંતઃમુહૂર્તમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું છે તે નિગ્રંથ છે. (૫) સર્વજ્ઞત્વ પ્રકટ થયું છે તે સ્નાતક છે.' પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક આદિ પ્રથમના બે સંયમમાં હોય છે. સામાયિક આદિ પ્રથમના ચાર સંયમમાં કષાયકુશીલ હોય છે. નિગ્રંથ અને સ્નાતક એ બે યથાખ્યાત સંયમી હોય છે. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલનું શ્રુત ઉત્કૃષ્ટથી દશપૂર્વ પૂરા હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદપૂર્વ હોય છે. પુલાકનું જધન્ય શ્રુત નવમા પૂર્વના ત્રીજા પ્રકરણ આચારવસ્તુ સુધી અને બકુશ, કુશીલ, નિગ્રંથનું જધન્ય શ્રત આઠ પ્રવચન માતા (ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ) પ્રમાણ હોય છે. સર્વજ્ઞ હોઈ સ્નાતક શ્રુત વિનાના છે. પુલાક પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના વ્રતનું ખંડન અન્યના અતિઆગ્રહના યા બળાત્કાર પ્રસંગે કરે છે. કેટલાક આચાર્ય તો તેમને ચતુર્થ મહાવ્રતના વિરાધક પણ માને છે. બકુશ બે પ્રકારના છે : જુદા જુદા ઉપકરણનો સંગ્રહ અને સંસ્કાર કરનાર ઉપકરણ-બકુશ છે. શોભા માટે શરીરના સંસ્કાર કરનાર શરીરબકુશ છે. પ્રતિસેવનાકુશીલ માત્ર ઉત્તરગુણની વિરાધના કરે છે જ્યારે કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક વિરાધના કરતા જ નથી. | સર્વ તીર્થંકરના શાસનમાં પાંચે પ્રકારના નિગ્રંથ હોય છે. કેટલાક માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ નિત્ય તીર્થમાં હોલય છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થ અને અતીર્થમાં પણ હોય છે. પુલાકમાં તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા હોય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ - - - - તત્વાર્થાધિગમસૂત્ર અંકુશ અને પ્રતિસેવનાકુશીલમાં છ-લેશ્યા હોય છે. કષાયકુશીલ પરિહારવિશુદ્ધિ ચારિત્ર્યવાળા હોય તો તેજ; પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યાવાળા અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર્યવાળા હોય તો માત્ર શુક્લ લેશ્યાવાળા હોય છે. નિર્ગથ અને સ્નાતકને શુક્લ વેશ્યા હોય છે. સ્નાતકમાં જે અયોગી છેતે લશ્યા વિનાના છે. પુલાક આદિ ચાનો ઉપરાત જધન્યથી સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથત્વ સ્થિતિવાળા દેવ સુધી છે. પુલાકનો ઉત્કૃષ્ટ ઉપપાત સહસ્ત્રારકલ્પમાં અઢાર સાગરોપમ સ્થિતિનો હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અશ્રુત કલ્પમાં બાવીશ સાગરોપમ સ્થિતિમાં હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથનો ઉપપાત ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં હોય છે. સ્નાતકનો ઉપપાત નિર્વાણ-મોક્ષ છે. કષાય અને યોગનો નિગ્રહ તે સંયમ છે. કષાય અને યોગની તરતમતાના કારણે સંયમમાં તરતમભાવ રહે છે. આમ સંયમના અસંખ્યાત પ્રકાર થાય અને તે સર્વ સંયમસ્થાન કહેવાય છે; આમાં પણ જ્યાં સુધી કષાયનો લેશમાત્ર પણ સંબંધ રહે ત્યાં સુધી કષાય સંયમસ્થાન કહેવાય છે. બાકીના સંયમસ્થાન યોગનિમિત્તક છે. યોગનો સર્વથા ક્ષય થતાં જે સંયમસ્થાન હોય છે તે અંતિમ છે. પૂર્વ પૂર્વવર્તી સંયમસ્થાન અધિક અધિકાર સંકષાય હોય છે અને ઉત્તરોત્તર સંયમસ્થાનમાં કષાય મંદમંદતર થતા જાય છે; આમ ઉત્તરોત્તર સંયમસ્થાન વિશુદ્ધ વિશુદ્ધતર થતા જાય છે. યોગનિમિત્તક સંયમસ્થાનમાં કષાયનો અભાવ સમાન હોવા છતાં યોગનિરોધની ન્યૂનાધિકતા અનુસાર સ્થિરતાની ન્યૂનાધિકતા રહે છે. યોગનિરોધની પણ તરતમતા હોઈ Page #273 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૩૧ યોગનિમિત્તક સંયમસ્થાન પણ અસંખ્યાત હોય છે. તેમાં પ્રકૃવિશુદ્ધિ અને સ્થિરતાવાળું છેલ્લું સંયમસ્થાન છે. ઉપરોક્ત સંયમસ્થાનોમાં પુલાક અને કષાયકુશીલના સંયમસ્થાન જધન્ય છે; એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી આગળ વધે છે, ત્યાં પુલાક અટકી જાય છે, અને કષાયકુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી આગળ વધે છે. ત્યાંથી બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી આગળ વધે છે; અને પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે. પછી અસંખ્યાત સંયમસ્થાન સુધી અંતિમ કષાયનિમિત્તક સંયમસ્થાને આગળ વધી કષાયકુશીલ અટકી જાય છે. અહિંથી યોગનિમિત્તક સંયમસ્થાન શરૂ થાય છે. તયાંથી આગળ અસંખ્યાત સ્થાન સુધી નિગ્રંથ પ્રગતિ કરે છે અને અટકી જાય છે. અંતે અંતિમ યોગનિમિત્તક સંયમસ્થાન જે સર્વોપરી અને સ્થિર સંયમરૂપ છે તે અહીં શરૂ થાય છે અને વિરામ પામે છે. તેનું સેવન કરી સ્નાતક નિર્વાણ મેળવે છે. ઉપરોક્ત સંયમસ્થાન અસંખ્ય હોવા છતાં તે દરેક અનંતર સંયમસ્થાનની શુદ્ધિ અનંતાનંતગુણી માનવામાં આવે છે. तत्त्वार्थाधिगमेसूत्रे सानुवादविवेचने; - અધ્યાયો નવાર પૂસંવનિશ્રિતઃ છ ક જ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ તતાથવિગમસૂત્ર અધ્યાય ૧૦મો મોક્ષનું સ્વરૂપ : सूत्रः - मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाश्चकेवलम् ॥१॥ बंधहेत्वभाव निर्जराभ्याम् ॥२॥ कृत्स्नकर्मक्षयो मोक्षः ॥३॥ औपशमिकादिभव्यत्वाभावाञ्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ॥४॥ तदनन्तरमूर्ध्व गच्छत्याऽऽलोकान्तात् ॥५॥ पूर्वप्रयोगादसंगत्वाद्वंघच्छेदात्तथागतिपरिणामाच्चતતિ દા क्षेत्रकालगतिलिंगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः ॥७॥ અનુવાદ : મોહક્ષયથી એક સાથે, કર્મ ત્રણનો ક્ષય થતાં, જ્ઞાન ને દર્શનતણા સવિ, આવરણ દૂરે જતાં; અંતરાય ઘાતી કર્મ ચોથું, છેદતાં પ્રભુ કેવળી, સર્વજ્ઞ ભાવે ગુણપ્રભાવે, વસ્તુકલનાસવી કળી. (૧) બંધના હેતુ તણો સદ્ભાવ નહિં ને નિર્જરા, યોગથી સર્વ કર્મનો ક્ષય, મોક્ષ કહે વાચકવરા; ઉપશમાદિ ભવ્યતાદિ, ભાવની અભાવતા, સમક્તિ કેવલ જ્ઞાનદર્શન, પ્રગટ પ્રગટે સિદ્ધતા. (૨) કર્મક્ષયથી એક સમયે, લોકના છેડા સુધી, ' ઉર્ધ્વગમને ગતિ થાતી, જાણતા જ્ઞાની સુધી; Page #275 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર પૂર્વ પ્રયોગે, સંગરહિતે, બંધ છેદન ભાવમાં, ગતિ તણા પરિણામ દ્વારા, સિદ્ધ ગતિ પ્રસ્તાવમાં. (૩) ક્ષેત્ર, કાળે, ગતિ, લિંગે, તીર્થ, ચરણદ્વારમાં, પ્રત્યેક બુદ્ધ, જ્ઞાન સાથે, અવગાહ વિચારમાં; અંતર, સંખ્યા, અલ્પબહુતા, બાર દ્વારો લેખવા, સિદ્ધ પદમાં અવતરણથી મોક્ષ દ્વારો દેખવા. (૪) અનુવાદકારનું “અંતિમ મંગલ” સ્તંભનપતિ શ્રીવામાનંદન, પાર્શ્વપ્રભુ વંદન કરું, શ્રીવિજયનેમિ સુશીષ્યચરણે, સુરિઅમૃત સુખકરું; ખંભાતનગરે રહી શરણે, રામવિજય ચિત્ત ધરો, અનુવાદ પૂરો ભાવ મધુરો, સંઘ મંગલ જય વરો. (૫) અર્થ : મોહનીય સહિત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એમ ચાર ઘાતીકર્મ ક્ષય થતાં સર્વજ્ઞ થવાય છે. જેના પ્રભાવે જીવ સર્વ વસ્તુ સર્વ પર્યાય સહિત જાણી શકે છે. બંધ હેતુના અભાવે, નિર્જરાના પ્રયોગે અને યોગદ્વારા સર્વ કર્મનો ક્ષય થાય છે. સર્વ કર્મનો ક્ષય તેજ મોક્ષ છે. ઉપશમ આદિ અને ભવ્યત્વ આદિ ભાવોના અભાવે સમક્તિ, કેવળજ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ પ્રગટે છે. આમ સકળ કર્મનો ક્ષય થતાં એક સમયમાં જીવ લોકના અંત સુધી ઉંચે જાય છે. પૂર્વપ્રયોગ, સંગ્રહીનતા, બંધછેદ અને ગતિપરિણામના કારણે સ્વાભાવિક ગતિ તેને મળે છે. ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચરણ-ચારિત્ર્ય, પ્રત્યેક બુઢ્ઢબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહુત્વ એ બાર પ્રકારે સિદ્ધની વિચારણા કરી શકાય છે. ૨૩૩ ભાવાર્થ : ઘાતી કર્મનો નાશ થતાં ચેતના નિરાવરણ બને છે; તેના પરિણામે જીવમાં કેવલ ઉપયોગ પ્રગટે છે. ઘાતી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. તત્વાધિગમસૂત્ર કર્મ ચાર પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) મોહનીય અને (૪) અંતરાય, મોહનીય કર્મ બળવાન હોવાથી પહેલાં તેનો ક્ષય થાય છે અને પછી અંતઃમુહૂર્તમાં બાકીના ત્રણનો ક્ષય થાય છે. કેવળજ્ઞાન એ સામાન્ય અને વિશેષ જ્ઞાનરૂપ હોઈ કેવલદર્શન અને કેવલજ્ઞાનરૂપ છે. બાંધેલ કર્મનો ક્ષય તો નિરંતર થયા કરે છે; પરંતુ તે સાથે નવાં કર્મ પણ બંધાયા કરે છે. કર્મક્ષય વખતે કર્મબંધનો સંભવ ન હોય ત્યારે તે કર્મનો આત્યંતિક યા અંતિમ ક્ષય છે. બંધ હેતુના અભાવે અને નિર્જરા દ્વારા કર્મનો આત્યંતિક ક્ષય થાય છે. મોહનીય આદિ ચાર ઘાતી કર્મ ક્ષય થતાં વીતરાગત્વ યા સર્વજ્ઞભાવ પ્રકટે છે. તે સમયે વેદનીય આદિ ચાર અઘાતી કર્મ વિરલરૂપે શેષ રહે છે; તેથી મોક્ષ હોતો નથી. મોક્ષ માટે અઘાતી કર્મનો ક્ષય પણ જરૂરનો છે. આમ સંપૂર્ણ કર્મનો અભાવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જનમમરણનું ચક્ર બંધ પડે છે. તે જ મોક્ષ છે. જેમ સકલ કર્મો નાશ તેમ આત્માના સાપેક્ષ ભાવોનો પણ નાશ મોક્ષ માટે જરૂરી છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એ ત્રણ ભાવનો સંપૂર્ણ નાશ થાય છે; ક્ષાયિક અને પારિણામિક ભાવ માટે તેવો એકાંત નથી. પરિણામિક ભાવમાંથી માત્ર ભવ્યત્વ ભાવનો નાશ છે; બાકીના ભાવો રહે છે. કારણ એ છે કે પારિણામિક ભાવમાંના જીવત્વ, અસ્તિત્વ આદિ ભાવ મોક્ષ અવસ્થામાં પણ હોય છે. ક્ષાયિકભાવ કર્મસાપેક્ષ હોવા છતાં મોક્ષમાં તેનો અભાવ નથી; તેથી સૂત્રમાં ક્ષાયિક સમ્યકત્વ આદિ ભાવો સિવાય બાકીના ભાવોનો નાશ મોક્ષનું કારણ છે એમ દર્શાવ્યું છે. ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ સાથે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ તત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધત્વ ભાવનું અસ્તિત્વ પણ સ્વીકાર્યું છે. સિદ્ધત્વ ભાવમાં ક્ષાયિકવીર્ય, ક્ષાયિકચારિત્ર્ય અને સાયિકસુખ આદિ સમાય છે. આમ સંપૂર્ણ કર્મ અને તે સાથે તેના આશ્રિત, ઔપથમિક આદિ ભાવોનો નાશ થતાં જીવ એક સમયમાં ત્રણ કાર્ય કરે છે. (૧ શરીરનો વિયોગ (૨) સિદ્ધમાનગતિ અને (૩) લોકાંતપ્રાપ્તિ. જીવ અને પુદ્ગલ એ બે ગતિશીલ દ્રવ્યો છે. જીવની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ અને પુલની સ્વાભાવિક ગતિ અધો છે. નિમિત્તના કારણે એ બંનેની સ્વાભાવિક ગતિમાં ફરક પડે છે. નિમિત્ત છૂટતાં મુક્ત જીવ સ્વાભાવિક ગતિનો અધિકારી બને છે. પૂર્વ કર્મ છૂટવાના કારણે પ્રાપ્ત થતો સ્વાભાવિક વેગ તે પૂર્વ પ્રયોગ છે. આ પૂર્વપ્રયોગના કારણે મુમાન જીવ લોકના અંત સુધી ઉર્ધ્વગતિ કરે છે; તેથી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી ગતિ થતી નથી. જેમ માટીના લેપવાળું તુંબડું પાણીમાં લેપ ધોવાઈ જવાથી અસંગ બની તરે છે તેમ સંગહીન જીવ ઉંચે ગતિ કરે છે. જેમ દીવેલીનાં ઉપરના પડનું બંધન તૂટતાં એરંડબીજ છટકે છે તેમ કર્મબંધન તૂટતાં જીવ છૂટે છે અને ઊંચે ગતિ કરે છે. ગતિના પરિણામે જીવ ઉર્ધ્વગતિ કરે છે કારણ કે શુદ્ધ જીવ ઉર્ધ્વ ગતિશીલ છે. સાંસારિક ભાવોના અભાવે સિદ્ધજીવોમાં કોઈ ભેદ નથી; પરંતુ ભૂતકાળની દૃષ્ટિએ તેના ભેદ વિચારી શકાય છે. " વર્તમાન ભાવની અપેક્ષાએ સર્વસિદ્ધનું ક્ષેત્ર સિદ્ધશિલા છે; પરંતુ ભૂતકાળની દષ્ટિએ જુદા જુદા સિદ્ધ જીવોની નિર્વાણ ભૂમિ જુદી જુદી છે. કેટલાક પંદર કર્મભૂમિમાં સિદ્ધ થાય છે, કેટલાક સંહરણના કારણે અકર્મભૂમિમાં પણ સિદ્ધિ થાય છે. કર્મભૂમિમાં સિદ્ધના દષ્ટાંતો તો નજર સામે છે; પરંતુ સહરણસિદ્ધના દૃષ્ટાંતો નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ તત્વાધિગમગ વર્તમાન ભાવની અપેક્ષાએ મુમાન જીવ એક સમયમાં જ મોક્ષ પ્રાપ્ત કરતો હોવાથી લૌકિક કાળચક્ર તે માટે ઉપયોગી નથી; પરંતુ જુદા જુદા સિદ્ધ જીવોની અપેક્ષાએ કેટલાક ઉત્સર્પિણીમાં અને કેટલાક અસર્પિણીમાં સિદ્ધ થાય છે. મહાવિદેશ ક્ષેત્ર અને સંવરણની અપેક્ષાએ જીવો સર્વકાલ પણ સિદ્ધ થઈ શકે છે. ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં અને અવસર્પિણીના ત્રીજા, ચોથા અને પાંચમાં આરામાં સિદ્ધ થતા જીવોના દાંતો નજર સામે છે, તેજ રીતે મહાવિદેહમાં સિદ્ધ થતો જીવોના દષ્ટાંતો છે; સંહરસિદ્ધના દાંત નથી. - વર્તમાન ભાવની દૃષ્ટિએ સિદ્ધ સિદ્ધશિલામાં છે; પરંતુ અંતિમ ભવની અપેક્ષાએ મનુષ્ય ગતિમાંથી અને તે પહેલાના ભવની અપેક્ષાએ ચારે ગતિમાંથી સિદ્ધ થઈ શકાય છે. અંતિમ ભવની અપેક્ષાએ ભગવાન મહાવીર મનુષ્ય દેહથી અને તે પહેલાના ભાવની અપેક્ષાએ દેવગતીથી સિદ્ધ છે. ભગવાન પદ્મનાભ અંતિમ ભવની દૃષ્ટિએ મનુષ્ય દેહથી અને તે પહેલાની અપેક્ષાએ નારક દેહથી સિદ્ધ થશે. વર્તમાન દૃષ્ટિએ અવેદજ સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ રૂપ વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ અનુસાર ભાવલિંગ-વીતરાગ ભાવે સિદ્ધ થવાયછે. દ્રવ્યલિંગ અનુસાર જૈનલિંગ-મુનિવેષમાં, જૈનેતરલિંગઅન્ય તાપસ આદિ વેશમાં અને ગૃહસ્થલિંગ-ગૃહસ્થવેશમાં સિદ્ધ થવાય છે. ચંદનબાળા, ગૌતમસ્વામી અને ભીષ્મપિતામહ એ અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસકલિંગે સિદ્ધ થયાનાં દષ્ટાંત છે. આમાં ભીષ્મપિતામહ કૃત્રિમ નપુંસક હતા; જ્યારે મૂળ નપુંસકને સિદ્ધ ગતિ હોતી નથી. ગૌતમસ્વામી જૈનલિંગ, વલ્કાલચીરી તથા Page #279 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસત્ર ૨૭૭. ગૌતમ સ્વામી ઉપદેશિત પંદરસો તાપસ જૈનેતરલિંગે અને મરૂદેવામાતા તથા ભરતરાજા ગૃહસ્થલિગે સિદ્ધ થયાના દષ્ટાંતો છે. તીર્થકર તીર્થની સ્થાપના કરે છે. તેમની હયાતી પછી કોઈ કોઈ વખત પાંચ ભરત અને પાંચ ઐરવતમાં તીર્થ વિચ્છેદ પણ પામે છે. આવા પ્રસંગે ઉપદેશકનો અભાવ હોવા છતાં જાતિસ્મરણાન આદિ કારણે અતીર્થમાં પણ સિદ્ધ થવાય છે. પુંડરિક સ્વામી તીર્થસિદ્ધ છે; જ્યારે મરૂદેવામાતા અતીર્થ સિદ્ધ છે, કારણ કે ભગવાન ઋષભદેવે તીર્થ પ્રવર્તાવ્યું તે પહેલાં તે સિદ્ધ થયા છે. ભ૦ ૨ષભદેવ તીર્થંકર હોઈ જિનસિદ્ધ છે જયારે પુંડરિકસ્વામી તીર્થકર ન હોઈ અજિનસિદ્ધ છે. ભૂતકાળની દષ્ટિએ ચાીિ યા અચારિયી સિદ્ધ થાય છે. વર્તમાન અંતિમસમયની દૃષ્ટિએ યથાખ્યાત ચારિત્રીજ મોક્ષ મેળવે છે. અંતિમ સમય પહેલાંની દષ્ટિએ વિચારીએ તો છેલ્લા અને પહેલા એ બે તીર્થકર સિવાયના બાકીના બાવીશ તીર્થંકર મહાવિદેહ તીર્થની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ત્રણ; પહેલા અને છેલ્લા એ બે તીર્થંકરના તીર્થમાં પરિહાર વિશુદ્ધિ સિવાયના ચાર અથવા પાંચે ચારિત્ર્યવાળા મોક્ષ મેળવી શકે છે. વર્તમાન દૃષ્ટિએ તો કેવળજ્ઞાની જ મોક્ષ મેળવે છે; પરંતુ ભૂતકાળની દૃષ્ટિએ પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત પણ મોક્ષ મેળવે છે. પ્રત્યેકબુદ્ધ ગુરુના આશ્રય વિના પોતાની જ્ઞાનશક્તિથી બોધ મેળવી સિદ્ધ થાય છે. તેને અસાર સંસાર અંગે કોઈ નિમિત્ત મળતાં જ્ઞાન અને ચારિત્ર્યવૃત્તિ જાગૃત થાય છે. પ્રત્યેક બુદ્ધનો બીજો વિભાગ સ્વયંબુદ્ધનો છે. તેમાં તીર્થકર આવે છે; તેમને નિમિત્તની જરૂર પડતી નથી, પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી બોધ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્વાર્થાધિગમસૂત્ર પામી, ચારિત્ર્ય લઈ, કેવળજ્ઞાન મેળવી અનેકને તારી તે સિદ્ધ થાય છે. બુદ્ધબોધિત ગુરુ ઉપદેશથી તરે છે, સ્વયંબુદ્ધ તીર્થ પ્રવર્તાયી અનેકને તારે છે; જયારે પ્રત્યેકબુદ્ધ પોતે જ તરી શકે છે અને કેટલાક બીજાને તારનાર પણ થાય છે. પ્રત્યેકબુદ્ધમાં કરકડું, દ્વિમુખ-રાજર્ષિ, નમિરાજર્ષિ, નગ્નતિ, આદ્રકુમાર, અનાથીમુનિ આદિ ગણાય. જંબુસ્વામી બુદ્ધબોધિત છે. જ્યારે તીર્થકરો સ્વયંભુદ્ધ છે. સ્વયંભુદ્ધમાં એક પ્રકાર એવો પણ હોય છે કે જે ગુરૂ કે અસાર સંસાર અંગે નિમિત્ત વિના સ્વયં જાગૃતિથી તરી જાય છે; પણ તેને તીર્થંકર નામ કર્મ હોતું નથી, પણ તે બીજાને તારી શકે છે. કપિલમુનિ એ પ્રકારમાં આવે છે. વર્તમાન દષ્ટિએ માત્ર કેવળજ્ઞાની જ સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ તો એક, બે, ત્રણ તથા ચાર જ્ઞાનવાળા પણ સિદ્ધ થાય છે. મરૂદેવીમાતા, માષતુષમુનિ બે જ્ઞાનના, અન્ય કેટલાક ત્રણ જ્ઞાનનાં (અવધિ અથવા મન:પર્યાય વધારાનું) અને અન્ય કેટલાક ચાર જ્ઞાને સિદ્ધ થયાનાં અનુક્રમે દૃષ્ટાંતો છે. - વર્તમાન દષ્ટિએ તો જે અવગાહનાથી જીવ સિદ્ધ થાય છે તેની ૨/૩ અવગાહના તે જીવની સિદ્ધશિલામાં હોય છે. ભૂતકાળની અપેક્ષાએ તીર્થકરની દષ્ટિએ જધન્યથી સાત હાથની કાયવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય કાયવાળા સિદ્ધ થાય છે. ભ0 મહાવીર પ્રભુ સાત હાથની કાયાથી સિદ્ધ થયા છે. ભ૦ ઋષભદેવ પાંચસો ધનુષ્યની કાયાથી સિદ્ધ થયા છે. સામાન્ય કેવલી કૂર્માપુત્ર માફક બે હાથની અવગાહનાથી સિદ્ધ થાય છે. જીવની સિદ્ધ ગતિ અંતર વિના ચાલુ રહે તે નિરંતરસિદ્ધ સ્થિતિ જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમયની હોય છે. એક જીવ સિદ્ધ થાય, પછી બીજા જ સમયે કોઈ જીવ સિદ્ધ Page #281 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ન થાય તે શમય ના નાના છે. આ સાંતરસિદ્ધ સ્થિતિ છ માસ સુધીની હોય છે. તો કેવળજ્ઞાની જ આપી શકે. ૨૩૯ આનાં દૃષ્ટાંતો જધન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો આઠ એક સમયમાં સિદ્ધ થઈ શકે છે. તેના દૃષ્ટાંત ભુ મહાવીર અને ભO ઋષભદેવ અનુક્રમે છે. જીવો મધ્યમ સંખ્યાએ પણ સિદ્ધ થઈ શકે છે. શાસ્ત્રમાં તીર્થંકરો અનેક સાધુઓ સહિત મોક્ષે ગયાનું જે વર્ણન આવે છે તે એકી સમયે સિદ્ધ થયાનું ન સમજતાં સમયાંતર સિદ્ધ સમજવાના છે. ઉપરોક્ત અગિયાર પ્રકારમાંનાં સંભવિત પેટાભેદ લઈ પરસ્પર તેની ન્યૂનાધિકતાનો વિચાર તે અલ્પબહુત્વ છે. ઉદા. ક્ષેત્રસિદ્ધમાં સંહરણસિદ્ધની અપેક્ષાએ જન્મસિદ્ધ અસંખ્યાત ગુણ સમજવા; ઉર્ધ્વલોકસિદ્ધ ન્યૂન અને અધોલોકસિદ્ધ તેથી અસંખ્યાત ગુણ હોય છે. આ રીતે બાકીના દરેકનો અલ્પબહુત્વ વિચાર કરી શકાય. 新卐 નવતત્ત્વ આદિમાં જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ એ રીતે પંદર અનુયોગદ્વાર આપ્યા છે. તેનો સમન્વય ઉપરોક્ત બાર અનુયોગદ્વારમાં કરી લીધો છે. આ વિષય સૂક્ષ્મ છે; અને તે ગુરુગમથી અધિક જ્ઞાન મેળવવા યોગ્ય છે. तत्त्वार्थाधिगमेसूत्रे सानुवाद-विवेचने; अध्यायो दशमः पूर्णो मोक्षतत्त्वविवेचकः ॥२०॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તવાધિગમસત્ર - જીરૂ || શ્રી સ્વાર્થ - સ્વાધ્યાય શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં આવતા વિચારોનું સંક્ષિપ્ત અવતરણ || અધ્યાય-૧ ) સૂત્ર ૧ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની એકસૂત્રતા તે મોક્ષ માર્ગ છે. સૂત્ર ૨-૩ તત્ત્વ (પદાર્થ)ના યથાર્થ સ્વરૂપની પ્રતિતિ તે સમ્યગદર્શન છે. તે સ્વાભાવિક અને નિમિત્તક હોય છે. સૂત્ર ૪ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. ગ્રંથ સંકલનાનું દર્શનઃ જ્ઞાનસ્વરૂપ અધ્યાય ૧; જીવનું સામાન્ય સ્વરૂપ અધ્યાય ૨; નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ) જીવનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યાય ૩, ૪; અજીવ સ્વરૂપ અધ્યાય ૫; આસ્રવ સ્વરૂપ અધ્યાય ૬; બંધ સ્વરૂપ અધ્યાય ૮; સંવર અને નિર્જરા સ્વરૂપ અધ્યાય ૭ અને ૯ અને મોક્ષ સ્વરૂપ અધ્યાય ૧૦. સૂત્ર ૫ થી ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર નિક્ષેપ; પ્રમાણ અને નય; નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સતુ, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ આદિ અનુયોગદ્વાર જ્ઞાન માટે સાધન છે. ' સૂત્ર ૯ થી ૧૨ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે. પહેલાં બે પરોક્ષ અને છેલ્લાં ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ છે. " સૂત્ર ૧૩ થી ૧૯ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા અને અન્ય પ્રતિભેદ એ મતિજ્ઞાનનું સ્વરૂપ છે. મતિજ્ઞાન ઇંદ્રિય અને મન દ્વારા થાય છે. વ્યંજન દ્વારા પર્યાયનું અને અર્થ દ્વારા દ્રવ્યનું મતિજ્ઞાન થાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૪૧ સૂત્ર ૨૦થી ૨૩ શ્રુતજ્ઞાન મતિપૂર્વક છે. અનેક પ્રકારે અંગ બાહ્ય અને બાર પ્રકારે અંગ પવિષ્ટ શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન ભવપ્રત્યય અને યથોકનિમિત્તક એ બે પ્રકારે છે. તેમાં બીજા પ્રકારના છ પ્રભેદ છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત. સૂત્ર ૨૪ થી ૨૬ મનઃપર્યાય જ્ઞાનના ઋમતિ અને વિપુલમતિ એ બે ભેદ છે. વિશુદ્ધિ અને અપ્રતિપાતીપણાથી તેની તરતમતા છે. વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, વિષય આદિમાં અવધિ અને મનઃપર્યાયમાં તરતમતા છે. સૂત્ર ૨૭ થી ૩૦ પાંચ જ્ઞાનના વિષયઃ મતિ અને શ્રુતજ્ઞાન રૂપી અને અરૂપી પદાર્થોને મર્યાદિત પર્યાયોથી; અવધિજ્ઞાનરૂપી પદાર્થોને અને મન:પર્યાય જ્ઞાન અવધિજ્ઞાન કરતાં અનંતમા ભાગે રૂપી પદાર્થોને મર્યાદિત પર્યાયોથી જાણી શકે છે. કેવલજ્ઞાની સર્વદ્રવ્યને સર્વપર્યાયથી જાણી શકે છે. સૂત્ર ૩૧ એક, બે, ત્રણ અને ચાર જ્ઞાન એકી સાથે કોને અને કેવી રીતે હોઈ શકે તે વિચારણા છે. સૂત્ર ૩૨ અને ૩૩ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. સંસારાસક્તિના કારણે મિથ્યાદષ્ટિનાં જ્ઞાન અજ્ઞાન છે; જ્યારે સમભાવના કારણે સમ્યષ્ટિનાં જ્ઞાન જ્ઞાનરૂપે છે. સૂત્ર ૩૪ અને ૩૫ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋસૂત્ર અને શબ્દ એ પાંચ નય છે. નૈગમના સર્વગ્રાહી અને દેશગ્રાહી એ બે અને શબ્દના શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદ છે. 新版 Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયજીવનું સામાન્ય સ્વરૂપ : સૂત્ર ૧ થી ૭ ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ જીવના ભાવો અને તેના પ્રભેદનું વર્ણન છે. સૂત્ર ૮-૯ જીવનું અસાધારણ લક્ષણ સાકાર અને નિરાકાર ઉપયોગ; તેના આઠ અને ચાર ભેદ. " સૂત્ર ૧૦ થી ૧૪ સંસારી અને મુક્ત જીવ. સંસારીના (સંમૂર્ણિમ) અસંશી અને (ગર્ભજ) સંજ્ઞી જીવ. સંસારી જીવના ત્રસ અને સ્થાવર જીવ. પૃથ્વી, પાણી, વનસ્પતિ, તેજ અને વાયુ કાય સ્થાવર જીવો છે. દ્વિ ઇદ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ત્રસ જીવો છે. તેજ અને વાયુકાય જીવો ગતિ=સ પણ ગણાય છે. સૂત્ર ૧૫ થી રરએ સ્પર્શન, રસન, પ્રાણ, (નેત્ર) ચહ્યું અને શ્રોત એ પાંચ ઇંદ્રિય અને તેના વિષયોનું વર્ણન છે. દરેક ઇંદ્રિયના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકાર છે. નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિયના અને લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિયના પ્રકાર છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ ઇંદ્રિયોના અનુક્રમે વિષયો છે. આ વિષયો એ મતિજ્ઞાનનો વિષય છે. અનિન્દ્રિય એવા મનનો વિષયશ્રુત છે. સૂત્ર ૨૩ થી ૨૫ પાંચ સ્થાવર જીવ એકેન્દ્રિય છે. કૃમિ, કીડી, ભ્રમર, મનુષ્ય એ અનુક્રમે દ્વિન્દ્રિય, ત્રિઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ છે. સંજ્ઞી જીવ મનવાળા છે. સૂત્ર ૨૬ થી ૩૧ જીવની અંતરાલગતિનું વર્ણન છે. વિગ્રહગતિમાં કાર્મહયોગ હોય છે. ગતિ સરળ રેખાનુસાર હોય Page #285 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૪૩ છે. ગતિ બે પ્રકારની છે. સંસારી જીવમાંના કેટલાકની અને મુક્ત જીવની જુગતિ છે; બાકીનાની વક્રગતિ છે. વક્ર-વિગ્રહગતિ એક, બે અને ત્રણ વિગ્રહ સુધી છે. ઋજુ ગતિ એક સમયની, એક વિગ્રહગતિ બે સમયની, બે વિગ્રહગતિ ત્રણ સમયની અને ત્રણ વિગ્રહગતિ ચાર સમયની હોય છે. તેમાં વચ્ચેના એક કે બે સમય જીવ અનાહારી હોય છે. કોઈક આચાર્ય ત્રણ સમય અનાહારી ગણાવતાં ચાર વિગ્રહની ગતિ પણ કહે છે. - સૂત્ર ૩૧ થી ૩૬ જન્મ અને યોનિનું વર્ણનઃ સંમૂછિમ, ગર્ભજ અને ઉપપાત એ જન્મના પ્રકાર છે. જરાયુજ, અંડજ અને પોતેજ એ ગર્ભજન્મના પ્રકાર છે. નારક અને દેવને ઉપપાત જન્મ છે. બાકીનાને સંમૂર્ણિમ જન્મ છે. સચિત્ત, અચિત્ત, મિશ્ર; શીત, ઉષ્ણ, શીતોષ્ણ; સંવૃત, વિવૃત અને મિશ્ર એ નવ પ્રકારની યોનિ છે. સૂત્ર ૩૭ થી ૪૯ પાંચ શરીરનું વર્ણનઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ એ પાંચ શરીર છે. તે ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. પહેલાં ત્રણ પ્રદેશમાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણ અને છેલ્લા બે અનંતગુણ છે. છેલ્લાં બે શરીર અપ્રતિઘાતી, અનાદિસંબંધી અને સર્વ સંસારી જીવને હોય છે. એકી સમયે વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. કાર્પણ શરીર નિરુપભોગ છે. ગર્ભજ અને સમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર, ઉપપાતથી જન્મનાર દેવ અને નારકને વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય શરીર લબ્ધિજન્ય પણ છે. શુભ, વિશુદ્ધ અને અપ્રતિઘાતી એવું આહારક શરીર ચૌદપૂર્વાને હોય છે; એટલે તે લબ્ધિજન્ય છે. " સૂત્ર ૫૦-૫૧ ત્રણ વેદનું વર્ણનઃ નારક અને સંમૂર્ણિમ જીવો નપુંસક છે. દેવો નપુંસક હોતા નથી. બાકીના તિર્યંચ અને મનુષ્ય Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્વાર્થાધિગમ સત્ર જીવોમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ હોય છે. સૂત્ર પર આયુષ્યનું વર્ણન આયુષ્ય અપવર્તનીય અને અનપર્ણનીય એ બે પ્રકારનું છે. તે દરેક બે પ્રકારનાં છે. સોપક્રમ અને નિરુપક્રમ. સોપક્રમ અપવર્ણનીય આયુષ્ય અકસ્માત આદિ કારણે ઘટી શકે છે; જયારે નિરૂપક્રમ આયુષ્યને ઘટવાને અવકાશ નથી. અનપવર્તાય આયુષ્યને ઘટવાનો પ્રશ્ન જ નથી. દેવ, નારક, ચરમદેહી, ઉત્તમપુરુષ અને અસંખ્યાત વર્ષ આયુષ્યવાળાને અનપવર્તનીય આયુષ્ય હોય છે. દેવ, નારક, અસંખ્યાત વર્ષાયુવાળાને નિરૂપક્રમ અનપર્ણનીય આયુ છે; જ્યારે ચરમ દેહી અને ઉત્તમપુરુષને સોપક્રમ અને નિરૂપક્રમ એ બંને પ્રકારના અનાવર્તનીય આયુ હોય છે. : અધ્યાય-૩ નારક અને મધ્યમ લોકના જીવોનું વર્ણન સૂત્ર ૧-૨ નારકપૃથ્વીનું વર્ણનઃ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા અને મહાતમપ્રભા એ સાત નારકપૃથ્વી છે. તેમાં નારકજીવો વસે છે. સૂત્ર ૩ થી ૫ તેમના સ્વરૂપનું વર્ણનઃ લેશ્યા, પરિણામ, દેહ, વેદના, વિક્રિયા આદિ નિરંતર અશુભ છે. પરસ્પર દુઃખ આપે છે અને પહેલી ત્રણ નરક સુધી સંકલિષ્ટ અસુર પણ દુઃખ આપે છે. સૂત્ર ૬ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમની છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૪૫ સૂત્ર ૭ થી ૧૮ મધ્યમ લોકનું વર્ણનઃ જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવદ્વીપ, પુષ્કરસમુદ્ર આદિ બમણા બમણા વિસ્તારના દ્વીપસમુદ્રો છે; તેમાં સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો છે. જંબુદ્વીપ થાળી જેવો ગોળ અને બાકીના દ્વીપસમુદ્રી ચૂડીના આકારે ગોળ છે, અને એ દરેક એકબીજાને વિંટાયેલા છે. એક લાખ યોજનનો જંબુદ્વીપ છે. તેની મધ્યમાં મેરુપર્વત છે. તેમાં ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યક્, હૈરણ્યવર્ષ અને ઐરવત એમ દક્ષિણથી ઉત્તર જતા ખંડો છે. તે દરેક ખંડના વિભાગ પાડનાર પૂર્વપશ્ચિમ લંબાઈના હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ વર્ષધર-પર્વતો છે. ધાતકી ખંડમાં વર્ષ-ખંડ અને વર્ષધર બમણા છે; તેજ પ્રમાણે પુષ્કરાર્ધદ્વીપમાં છે. જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અર્ધપુષ્કરદ્વીપને વિંટળાઈને માનુષોત્ત૨ પર્વત પડેલો છે; તેથી તેની બહાર મનુષ્યો નથી. ભરત, ઐરવત અને વિદેહ એ કર્મભૂમિ છે; વિદેહમાંથી દેવકુ અને ઉત્તકુરુ બાદ કરવા. તિર્યંચ અને મનુષ્યની જધન્યસ્થિતિ અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમધની છે. જૂઓ પરિશિષ્ટ ૧-૨-૩. 纷纷纷 Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪, તવાથભિગમ સત્ર છે કે f_અધ્યાય-૪T દેવનું વર્ણન: સૂત્ર ૧ થી ૩ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે. બીજા નિકાયના દેવ તેજલેશ્યાવાળા છે. કલ્પોપાન સુધીના ચાર નિકાયના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. સૂત્ર ૪ થી ૬ પરિવારનું વર્ણન ઇન્દ્ર, સામાયિક, ત્રાયસિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બષકરૂપે દેવ હોય છે. વ્યંતર અને જ્યોતિષ્કમાં ત્રાયસિંશ અને લોકપાલ નથી. પહેલા બે નિકાયમાં બે બે ઇન્દ્ર છે. સૂત્ર ૭ થી ૧૦ લેશ્યા અને વિષયસુખનું વર્ણનઃ પહેલા બે નિકાયના દેવો કૃષ્ણ, નલ, કાપોત અને તેજ લેશ્યાવાળા હોય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બે કલ્પના દેવો કાયપ્રવીચારી છે. પછીના દરેક બે કલ્પો અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી છે. બાકીના અપ્રવીચારી છે. આ સૂત્ર ૧૧ થી ૧૩ પહેલા ત્રણ નિકાયના પ્રભેદનું વર્ણન: અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાત, સ્તનત, ઉદધિ, દ્વીપ અને દિકકુમાર એ ભવનવાસીના દશ પ્રકાર છે. કિન્નર, કિંપુરુષ, મહોગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ આઠ વ્યંતરના ભેદ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જ્યોતિષ્કના ભેદ છે. સૂત્ર ૧૪ થી ૧૬ જ્યોતિષ્કનું વિશિષ્ટ વર્ણનઃ મનુષ્યલોકમાં મેરુની આજુબાજુ નિત્ય પ્રદક્ષિણા કરે છે; જેથી કાળવિભાગ થાય છે. મનુષ્યલોકની બહાર સ્થિર જ્યોતિષ્ક છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૪૭. સૂત્ર ૧૭ થી ૨૦ વૈમાનિક દેવનું વર્ણનઃ કલ્પોપન અને કલ્પાતીત બે પ્રકારના છે; તે ઉપર ઉપર વસે છે. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત-પ્રાણત અને આરણ-અય્યત એ બાર કલ્પોન્ન દેવો છે. નવરૈવેયક અને વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનના દેવો કલ્પાતીત દેવો છે. | સૂત્ર ૨૧ થી ૨૭ દેવોનું વિશિષ્ટ સ્વરૂપઃ સ્થિતિ, પ્રભાવ, સુખ, રતિ, વેશ્યા, વિશુદ્ધિ, ઇન્દ્રિય, અવધિ આદિ વિષયમાં ઉપર ઉપરના દેવો અધિક અધિકાર છે. ગતિ, શરીર, પરિગ્રહ, અભિમાન આદિ વિષયમાં ઉપર ઉપરના દેવો હીન હીનતર છે, પહેલા બે વૈમાનિક તેજલેશ્યાવાળા, પછીના ત્રણ પશલેશ્યાવાળા અને બાકીના શુક્લ-લેશ્યાવાળા છે. રૈવેયકની પહેલાં કલ્પ છે; તે પછી નથી. લોકાંતિક દેવો બ્રહ્મકલ્પમાં વસે છે. સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગર્દતોય તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ તેમનાં નામ છે. વિજય આદિ અનુત્તરવિમાનવાસી બે જન્મ પછી મોક્ષમાં જનાર હોય છે અને સર્વાર્થસિદ્ધવાસી એક જન્મ પછી મોક્ષે જનાર હોય છે. સૂત્ર ૨૮ તિર્યંચની વ્યાખ્યાં દેવ, નારક અને મનુષ્ય સિવાયના બાકીના તિર્યંચ છે. સૂત્ર ૨૯ થી ૪૨ દેવોના આયુષ્યનું વર્ણનઃ ભવનપતિમાં દક્ષિણાર્ધ ઈન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ અને ઉત્તરાર્ધ ઈન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ પોણા બે પલ્યોપમ છે. અપવાદરૂપે અસુરેન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દક્ષિણાર્ધની સાગરોપમ અને ઉત્તરાર્ધની સાગરોપમ સાધિક છે. કલ્પોપન્ન દેવોની સ્થિતિ અનુક્રમે બે, બેથી કાંઈક અધિક, સાત, સાતથી કાંઈક અધિક, દશ, ચૌદ, Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્વાર્થાધિગમ સત્તર, અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ અને બાવીશ સાગરોપમ છે. કલ્પાતી માં નવ રૈવેયકની દરેકની એકએક સાગરોપમ વધતાં અનુક્રમે ત્રેવીશથી એકત્રીશ, અને પહેલા ચાર અનુત્તર વિમાનની બત્રીશ અને સર્વાર્થસિદ્ધ વિમાનની તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ કલ્પોપન્ન દેવોની અનુક્રમે પલ્યોપમ, બે સાગરોપમ, બે સાગરોપમ સાધિક, સાત સાગરોપમ સત્તર સાગરોપમ, અઢાર સાગરોપમ, ઓગણીશ સાગરોપમ, વીશ સાગરોપમ અને એકવીશ સાગરોપમની છે. નવરૈવેયકની જઘન્ય સ્થિતિ અનુક્રમે બાવીશથી ત્રીશ સાગરોપમની છે. પહેલા ચાર અનુત્તર-વિમાનવાસીની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધ વિમાનવાસીની જઘન્ય સ્થિતિ નથી. સૂત્ર ૪૩-૪૪ નારકજીવોની જઘન્ય સ્થિતિનું વર્ણન તે અનુક્રમે નીચે પ્રમાણે છેઃ દશ હજાર વર્ષ, એક સાગરોપમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, સત્તર સાગરોપમ અને બાવીશ સાગરોપમ છે. - સૂત્ર ૪૫ થી ૫૩ ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિનું વર્ણન છેઃ ભવનપતિની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની છે. વ્યંતરોની પણ દશહજાર વર્ષની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની છે. સૂર્ય-ચન્દ્રની પલ્યોપમ સાધિક, ગ્રાહકોની પલ્યોપમ, નક્ષત્રની અર્ધી પલ્યોપમ અને તારાની પા પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તારાની જઘન્ય પરિસ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને બાકીના જ્યોતિષ્કદેવોની જધન્ય સ્થિત પા પલ્યોપમની છે. જૂઓ પરિશિષ્ટ ૧-૨-૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસત્ર ૨૪૯ અધ્યાય-૫ અજીવનું સ્વરૂપ : સૂત્ર ૧-૨ અજીવ અને દ્રવ્યનો ઉલ્લેખઃ ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ એ ચાર અવકાય છે. તે ચાર ઉપરાંત જીવ એ પાંચ દ્રવ્ય છે. સૂત્ર ૩ થી ૧૧ અજીવનું સ્વરૂપ પુદ્ગલરૂપી છે. બાકીના અજીવ અરૂપી છે. સર્વે દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે. ધર્મ, અધર્મ અને આકાશ એ દરેક એક એક દ્રવ્ય છે; અને દરેક નિષ્ક્રિય છે. ધર્મ, અધર્મ, અને જીવ એ દરેકના અસંખ્ય પ્રદેશ છે. આકાશના અનંતપ્રદેશ છે. અણુના પ્રદેશ નથી. લોકાકાશના અસંખ્ય અને અલોકાકાશ અનંત પ્રદેશ છે. પુદ્ગલ સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત પ્રદેશી છે. - - સૂત્ર ૧૨ થી ૧૬ દ્રવ્યના ક્ષેત્રની વિચારણા છે. દ્રવ્ય લોકાકાશમાં રહે છે. ધર્મ અને અધર્મ એ દરેક દ્રવ્ય સમગ્ર લોકાકાશવ્યાપી છે. પુદ્ગલનું ક્ષેત્ર એક પ્રદેશથી માંડી અસંખ્ય લોકાકાશ સુધી વિકલ્પ હોઈ અમર્યાદિત છે. જીવનું ક્ષેત્ર લોકના અસંખ્યાતમાં ભાગ આદિમાં છે. જીવના પ્રદેશ દીપકની માફક સંકોચવિકાસશીલ છે. સૂત્ર ૧૭ થી ૨૧ અજીવ દ્રવ્યની આવશ્યકતા દર્શાવે છે. ધર્મગતિનું, અધર્મ સ્થિતિનું, અને આકાશ અવગાહનું નિમિત્ત છે. શરીર, વાણી, મન, શ્વાસોશ્વાસ તેમજ સુખદુઃખ, જીવન, મરણ આદિનું નિમિત્ત પુદ્ગલ છે. જીવ પારસ્પરિક ઉપકારનિમિત્તક છે. સૂત્ર ૨૨ કાલનું વર્ણન છે. વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ એ કાલનું નિમિત્ત છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર ૨૩ થી ૨૫ પુદ્ગલ અણુ અને સ્કંધરૂપે છે. તે રૂપી હોઈ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. સ્કંધમાં તે ઉપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, તમઃ છાયા, આતપ અને ઉદ્યોત પણ હોય છે. - સૂત્ર ૨૬ થી ૨૮ સંધાત, ભેદ અને સંધાતભેદ એ ત્રણ પ્રકારે સ્કંધ બને છે, ભેદથી અણુ બને છે. ભેદ અને સંધાતથી ચાક્ષુષસ્કંધ બને છે. આ સૂત્ર ૨૯-૩૦ સાતની વ્યાખ્યાઃ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ ગુણયુક્ત સત્ છે. પોતાના મૂળરૂપનો નાશ ન થવો તે નિત્યતા છે; તે ઉપરાંત ઉત્પાદ આદિ ત્રણ અંશ પણ નિત્ય છે. - સૂત્ર ૩૧ સપ્તભંગીનું પ્રતિપાદન કરે છે. સ્વાદસ્તિ, ચાનાસ્તિ યાદસ્તિનાસ્તિ, સ્યાદવક્તવ્ય, સ્વાદસ્તિવિક્તવ્ય, સ્થાનાસ્તિઅવ્યક્તવ્ય અને સ્વાદસ્તિનાસ્તિવિક્તવ્ય. સૂત્ર ૩૨ થી ૩૬ બંધનું સ્વરૂપ વર્ણવે છે. સ્નિગ્ધતા અને રૂક્ષત્વ બંધનું કારણ છે. જધન્ય ગુણસ્કંધનો સદશ કે વિસદશ બંધ હોતો નથી. સમાનગુણ પદાર્થોનો સંબંધ તે સદશ અને અસમાનગુણીનો વિસદશ બંધ છે. સમાનઅંશગુણી ઢંધોનો સદશ બંધ હોતો નથી. સમાન ગુણ સ્કંધોનો વિસદશ બંધ હોય છે. બે અંશ અધિક ગુણ હોય તો સદેશ અને વિદેશ બંધ હોય છે. બંધ થતાં સમગુણ ગમે તે એકમાં અને હીન અધિકમાં પરિણામ પામે છે. સૂત્ર ૩૭ દ્રવ્યનું સ્વરૂપ ગુણ અને પર્યાય યુક્ત છે તે દ્રવ્ય છે. - સૂત્ર ૩૮-૩૯ અનંત સમયી કાળને કેટલાક આચાર્ય દ્રવ્ય ગણે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૫૧ સૂત્ર ૪૦-૪૧ ગુણની વ્યાખ્યાઃ ગુણ પોતે નિર્ગુણી છે. તેના મૂળ ગુણને કાયમ રાખી તેના પર્યાયમાં પરિવર્તન તે પરિણામ છે. સૂત્ર ૪૨ થી ૪૪ ભાવનું સ્વરૂપ ભાવ અનાદિ અને સાદિ છે. રૂપીદ્રવ્યમાં સાદિ ભાવ છે. જીવમાં યોગ, ઉપયોગ આદિભાવ સાદિ છે. બાકીના તેમજ અજીવદ્રવ્યના ભાવ અનાદિ છે. ER ER પર | અધ્યાયઃ | આમ્રવનું વર્ણન : સૂત્ર ૧-૨ કાયિક, વાચિક અને માનસિક યોગ તેજ આસ્રવ છે. સૂત્ર ૩-૪ શુભયોગ પુણ્યનો અને અશુભયોગ પાપનો આસ્રવ છે. સૂત્ર ૫ સકષાય યોગથી સાંપરાયિક અને અષાય યોગથી ઈર્યાપથ આસ્રવ હોય છે. સૂત્ર ૬ અવ્રત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા એ દરેકના અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પચીશ ભેદ છે; જે સાંપરાયિક આસ્રવના ભેદ છે; તેમાં અપવાદ ઈર્યાપથ ક્રિયાનો છે જે ઈર્યાપથ આસ્રવ છે. સૂત્ર ૭ તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય, અધિકરણ આદિના કારણે આઢવમાં વિશેષતા-તરતમતા આવે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ -- તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર ૮ થી ૧૦ જીવ અને અજીવ એ બે અધિકરણ છે. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ; મન, વચન અને કાયા એ ત્રણ યોગે સરંભ, સમારંભ અને આરંભ એ દરેક એમ નવ; કૃત, કારિત અને અનુમોદિત એ દરેક નવ એમ સત્તાવીશ; ક્રોધ માન, માયા અને લોભ એ ચારે એ દરેક સત્તાવીશ એમ ૧૦૮ જીવની અવસ્થા થાય છે, જીવની આ ૧૦૮ અવસ્થામાંની કોઈપણ એક અવસ્થામાં જીવ હોય છે તે બધી અવસ્થા અધિકરણ છે. નિર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ દરેક બે, ચાર, બે અને ત્રણ ભેટવાળા અનુક્રમે છે, તે અજીવાધિકરણ છે. સૂત્ર ૧૧ થી ર૬ આસ્રવ ક્રિયાનું નિરૂપણ છે. જ્ઞાન અંગે પ્રદ્વેષ, નિcવમાત્સર્ય, અંતરાય, આસાદન, ઉપઘાત આદિ જ્ઞાનાવરણના અને દર્શન અંગે પ્રષિ, નિન્દવ આદિ દર્શનાવરણના આસ્રવ છે. સ્વ અને પરમાં થતાં, કરાતા દુઃખ, શોક, આતપ, તાપ, આક્રન્દ, વધ, પરિદેવન આદિ અસાત વેદનીયના અને ભૂત અને વ્રતી પર અનુકંપા અને દયા, દાન, સરાગસંયમ આદિ યોગ, ક્ષાન્તિ, શૌચ આદિ સાતવેદનીયના આસવ છે. કેવલી, શ્રત, સંઘ અને ધર્મ એ દરેકના અવર્ણવાદ - આદિ દર્શનમોહનીયના અને કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ એ ચારિત્ર્યમોહનીયના આસ્રવ છે. નિઃશીલત્વ અને નિ:વ્રતત્વ એ સર્વ આયુના, મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિયનો ઘાત, માંસાહાર. અને રૌદ્રધ્યાન નરકાયુના; માયા તિર્યંચ આયુના; અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, મૃદુ સ્વભાવ, સરળ સ્વભાવ, આદિ મનુષ્ય આયુના અને સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલતા આદિ દેવ આયુષ્યના આસ્રવ છે. યોગવક્રતા અને વિસંવાદન આદિ અશુભનામ કર્મના Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ તત્વાર્થાધિગમસૂત્ર અને તેથી વિપરીત યોગઋજુતા અને સંવાદન આદિ શુભનામ કર્મના આસ્રવ છે. દર્શન-વિશુદ્ધિ, વિનયસંપન્નતા, અવતિચારશીલ, અનતિચાવ્રત, અભીસ્મ જ્ઞાનોપયોગ, અંભીણ સંવેગ, યથાશક્તિ ત્યાગ અને ત૫; સંઘ અને સાધુની સમાધિ અને વૈયાવૃત્ય; અહંત, આચાર્ય, બહુશ્રત અને પ્રવચનની ભક્તિ; આવશ્યકસેવન, માર્ગપ્રભાવના, પ્રવચનવત્સલતા આદિ તીર્થકર નામ કર્મના આસ્રવ છે. પરનિંદા, આત્મપ્રશંસા, પર સગુણ આચ્છાદન, આત્મ અસગુણોભાવન આદિ નીચ ગોત્રના અને તેથી વિપરીત સ્વનિંદા આદિ તેમજ નમ્રતા અને નિરભિમાનપણું એ ઉચ્ચ ગોત્રના આસવ છે. વિપ્ન નાંખવું તે અંતરાય કર્મના આસ્રવ છે. T F = " | અધ્યાય-૭ | સંવરનું વર્ણન : સૂત્ર ૧-૨ હિંસા વિરમણ, અમૃત વિરમણ, સ્તેય વિરમણ, ” અબ્રહ્મ વિરમણ અને પરિગ્રહ વિરમણ એ પાંચ વ્રત છે. તે બે પ્રકારના છે; મહાવ્રત અને અણુવ્રત સૂત્ર ૩ થી ૭ વ્રતની સ્થિરતા અને વિકાસ માટે દરેક વ્રતની પાંચ પાંચ ભાવના છે. હિંસાદિ દોષોમાં આલોક અને પરલોકના દુઃખનું, તેમાં માત્ર દુઃખનું દર્શન કરવું. જીવમાત્ર પર મૈત્રી, ગુણાધિક પર પ્રમોદ, દુઃખી પર કરુણા અને અવિનેય પર ઉપેક્ષા Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાવ રાખવો, સંવેગ અને વૈસગ્ય અર્થે જગતસ્વભાવ અને કાયસ્વભાવ ચિંતવવા. સૂત્ર ૮ થી ૧૫ પાંચ વ્રતનું સ્વરૂપ પ્રમત્તયોગ સહિત પ્રાણવધ તે હિંસા; પ્રમત્તયોગપૂર્વક જૂઠ તે અસત્ય; પ્રમત્તયોગ પૂર્વક ચોરી તે અસ્તેય, યુગલની પ્રવૃત્તિને મૈથુન યા અબ્રહ્મ અને પ્રમત્ત યોગપૂર્વક મૂછ તે પરિગ્રહ છે. વ્રતી નિઃશલ્ય હોવો જોઈએ. તે બે પ્રકારના છે : (૧) અગારી અને (૨) અણગાર. અણુવ્રતધારી અગારી છે; મહાવ્રતધારી અણગાર છે. સૂત્ર ૧૬-૧૭ શીલનું વર્ણનઃ દિવિરમણ, દેશવિરમણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, પૌષધોપવાસ, ભોગોપભોગ પરિમાણ અને અતિથિસંવિભાગ એ સાત ઉત્તરગુણ યા શીલ છે. મરણપ્રસંગે સંલેખના કરવી યોગ્ય છે. . સૂત્ર ૧૮ થી ૩૨ અતિચારનું વર્ણનઃ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિસંસ્તવ અને અન્યદૃષ્ટિપ્રશંસા એ પાંચ સમ્યક્ત્વના અતિચાર છે. દરેક વ્રત અને શીલ એ દરેકના પાંચ પાંચ અતિચાર છે. બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાન-નિરોધ એ પાંચ પહેલા વ્રતના અતિચાર છે. મિથ્યાઉપદેશ, રહસ્યાભ્યાખ્યાન, કૂટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્રભેદ એ પાંચ બીજા વ્રતના અતિચાર છે. સ્તનપ્રયોગ, તેનાહતઆદાન, વિરુદ્ધ-રાજ્યાતિક્રમ, હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ પાંચ ત્રીજા વ્રતના અતિચાર છે. પરવિવાહકરણ, ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. ક્ષેત્રવાતુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસ દાસી અને કુષ્ય એ પાંચના પ્રમાણનો અતિક્રમ Page #297 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૫૫ તે પાંચમા વ્રતના અતિચાર છે. ઊર્ધ્વવ્યતિક્રમ, અધોવ્યતિક્રમ, તિર્થવ્યતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિભંગ એ પાંચ છઠ્ઠા વ્રતના અતિચાર છે. આનયન પ્રયોગ, પ્રેથ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલપ્રક્ષેપ એ પાંચ સાતમા વ્રતના અતિચાર છે. કંદર્પ, કૌત્કચ્ય, મૌખર્ય, અસમીક્ષ્માધિકરણ અને ઉપભોગાધિકત્વ એ પાંચ નવમા વ્રતના અતિચાર છે. (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત) ઉત્સર્ગ, આદાનનિક્ષેપ, સંસ્તારોપક્રમ; અનાદર અને સ્મૃતિભંગ તે પાંચ દશમા વ્રતના અતિચાર છે. સચિત્ત, સચિત્ત-સંબંધ, સંમિશ્ર, અભિષવ અને દુષ્પકવ આહાર એ પાંચ અગિયારમા વ્રતના અતિચાર છે. સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ બારમા વ્રતના અતિચાર છે. જીવિતાસા, મરણાશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચાર છે. સૂત્ર ૩૩-૩૪ દાનનું વર્ણન સ્વ અને પરના અનુગ્રહ અર્થે પોતાની વસ્તુ આપવી તે દાન છે. વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર એ ચારની વિશેષતાથી દાનની મહત્તા છે. R EF ER Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૮ - બંધ સ્વરૂપ : સૂત્ર ૧ થી ૩ વ્યાખ્યાઃ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુ છે. કષાયના કારણે જીવ કાર્પણ પુદ્ગલ ગ્રહણ કરે છે તે બંધ છે. સૂત્ર ૪ થી ૧૪ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ અને પ્રદેશ એ બંધના પ્રકાર છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકૃતિ બંધના ભેદ છે. તે દરેકના અનુક્રમે પાંચ, નવ, બે અઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ પ્રભેદ છે. મતિ આદિ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુદર્શન, અચલુન્દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનધિ એ નવ દર્શનાવરણ છે. શાતા અને અશાતા એ બે વેદનીય છે. મોહનીયના દર્શન અને ચારિત્ર્યમોહ એ બે ભેદ છે. દર્શનમોહના સમ્યકત્વ, મિથ્યાત્વ અને તંદુભય-મિશ્ર એ ત્રણ ભેદ છે. ચારિત્રમોહના કષાયમોહ અને નોકષાયમોહ એ બે ભેદ છે. કષાયમોહના અનંતાનુબંધી ચાર કષાય, અપ્રત્યાખ્યાની ચાર આ કષાય, પ્રત્યાખ્યાની ચાર કષાય અને સંજવલન ચાર કષાય એમ સોળ ભેદ છે. નોકષાય મોહનીયના હાસ્ય, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ ભેદ છે. આમ દર્શનમોહના ત્રણ, કષાયમહના સોળ અને નોકષાયમોહના નવ એમ અઠ્ઠાવીશ ભેદ મોહનીયના છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર આયુ છે. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ તત્વાર્થાધિગમસૂત્ર ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રત્યેક શરીર, સાધારણ શરીર, ત્રસ, સ્થાવર, સુભગ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, શુભ, અશુભ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, આદેય, અનાદેય, યશ, અપયશ અને તીર્થકર એ બેંતાલીશ ભેદ નામ પ્રકૃતિના છે. ઉચ્ચ અને નીચ એ બે ગોત્ર છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ અંતરાય કર્મના ભેદ છે. સૂત્ર ૧૫ થી ૨૧ પ્રત્યેક પ્રકૃતિની સ્થિતિનું વર્ણન જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર પ્રકૃતિ દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર એ દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોટાકોટી સાગરોપમની અને આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. વેદનીયની બાર મુહૂર્તની, નામ અને ગોત્ર એ દરેકની આઠ મુહૂર્તની અને બાકીના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આયુષ્ય અને અંતરાય એ દરેક એમ પાંચની અંતઃમુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. સૂત્ર ૨૨ થી ૨૪ રસબંધનું સ્વરૂપઃ કર્મફળનો અનુભવ તે વિપાક છે. તે મૂળ અને ઉત્તર પ્રકૃતિ અનુસાર હોય છે. તે વિપાકથી નિર્જરા થાય છે. સૂત્ર ૨૫ પ્રદેશબંધનું સ્વરૂપઃ કર્મપ્રકૃતિના કારણરૂપ એક ક્ષેત્રમાં રહેલા, અનંતાનંતપ્રદેશી સૂક્ષ્મસ્કંધ યોગના કારણે સર્વ બાજુથી સર્વ આત્મપ્રદેશોમાં બંધ પ્રાપ્ત કરે છે. સૂત્ર ૨૬ પુણ્ય પ્રકૃતિનાં નામ શાતા વેદનીય, સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભઆયુ, શુભનામ, શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિ છે. બાકીની પાપ પ્રકૃતિ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તત્વાર્થાધિગમસૂત્ર 1 અધ્યાય-૯સંવર અને નિર્જરાનું સ્વરૂપ - સૂત્ર ૧ થી ૩ સંવર અને નિર્જરાનું સ્વરૂપઃ આસ્રવનિરોધ તે સંવર છે; તે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર્ય વડે સધાય છે. તપથી પણ નિર્જરા થાય છે. સૂત્ર ૪ થી ૯ ગુપ્તિ આદિનું વર્ણન યોગનો સમ્યગૃનિગ્રહ તે ગુપ્તિ છે. યોગ ત્રણ છે. ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય તે દશ ઉત્તમ ધર્મ છે. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતત્વ તે બાર ભાવના યા અનુપ્રેક્ષા છે. ધર્મમાર્ગમાં ટકવા અને કર્મની નિર્જરાર્થે પરીષહ સહન કરવા સુધા, પિપાસા શીત, ઉષ્ણ, દશમશક, નાન્ય, અરતિ, સ્ત્રી યા પુરુષ, ચર્યા, નિષદ્યા, શવ્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાન, અજ્ઞાન અને આદર્શન એ બાવીશ પરીષહ છે. સૂત્ર ૧૦ થી ૧૭ પરીષહનું વર્ણનઃ બાદરસપરાય નામના નવમા ગુણસ્થાન સુધી બાવીશ, સુક્ષ્મસંપરાય નામના દશમાથી બારમા છદ્મસ્થવીતરાગ ગુણસ્થાન સુધી ચૌદ અને જિનમાં અર્થાત્ તેરમા અને ચૌદમા ગુણ સ્થાનમાં અગિયાર પરીષહ હોય છે. જ્ઞાનાવરણ પ્રજ્ઞા અને જ્ઞાનઅજ્ઞાન પરીષહનું, દર્શનમોહ અદર્શન પરીષહનું અને અંતરાય અલાભ પરીષહનાં કારણ છે. ચારિત્ર્યમોહ નાગન્ય, અરતિ, સ્ત્રી યા પુરુષ, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર પરીષહનું કારણ છે, બાકીનાનું Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ તત્વાર્થાધિગમસૂત્ર કારણ વેદનીય છે. એકથી માંડી ઓગણીશ પરીષહ એક સમયે હોઈ શકે છે. સૂત્ર ૧૮ ચારિત્ર્યનું વર્ણનઃ સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ ચારિત્ર્યના પાંચ પ્રકાર છે. સૂત્ર ૧૯ થી ૨૧ તપનું વર્ણન અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશ અને છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ઉત્સર્ગ અને ધ્યાન એ છ અત્યંતર તપ છે. અત્યંતર તપના ધ્યાન સિવાયના તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે. સૂત્ર ૨૨ થી ૨૬ પ્રાયશ્ચિત આદિનું વર્ણન: આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, અનશન, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રાયશ્ચિતના ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને ઉપચાર એ ચાર વિનયના ભેદ છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમશીલ એ દશ વૈયાવૃત્યના ભેદ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદ છે. બાહ્ય અને અત્યંતર એ બે ઉત્સર્ગના ભેદ છે. - સૂત્ર ૨૭ થી ૪૬ ધ્યાનનું વર્ણન ઉત્તમ સંહનનવાળાની એકાગ્રતારૂપ ચિંતાનિરોધ તે ધ્યાન છે. તેની સ્થિતિ અંતઃમુહૂર્તની છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનના ચાર પ્રકાર છે. છેલ્લા બે મોક્ષના હેતુ છે. અપ્રિય વસ્તુ આવી પડતાં તે દૂર કરવાની સતત ચિંતા એ પહેલું, આવી પડતાં દુઃખ દૂર કરવાની સતત ચિંતા એ બીજું, પ્રિય વસ્તુ ન મળતાં તેની પ્રાપ્તિની સતત Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ - તત્વાર્થાધિગમસૂત્ર ચિંતા એ ત્રીજું અને પ્રિય વસ્તુના વિયોગે તેની પ્રાપ્તિ માટે સંકલ્પ એ ચોથું એ ચાર આર્તધ્યાન છે. આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયત ગુણસ્થાન સુધી હોય છે. હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણસંબંધીનાં ચાર રૌદ્ર ધ્યાન છે; જે અવિરત અને દેશવિરત ગુણસ્થાન સુધી હોય છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એ ચારની વિચારણાનાં નિમિત્તરૂપ ચાર ધર્મધ્યાન છે; તે અપ્રમત્ત સંયત ગુણસ્થાનથી ઉપશમમોહ અને ક્ષીણમોલ ગુણસ્થાન સુધી હોય છે. પહેલાં બે શુક્લ ધ્યાન પૂર્વધરને અને છેલ્લાં બે કલવીને હોય છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને ભુપતક્રિયા નિવૃત્તિ એ ચાર શુકલ ધ્યાન છે. પહેલું ધ્યાન ત્રણ યોગવાળાને, બીજું એક યોગવાળાને, ત્રીજું સૂક્ષ્મકાયયોગવાળાને અને ચોથું અયોગીને હોય છે. પહેલાં બે સાવલંબી હોઈ શ્રુતના આલંબનવાળા છે; પહેલું સવિચાર અને બીજું અવિચાર છે. વિતર્કનો અર્થશ્રત અને વિચારનો અર્થ અર્થ, વ્યંજન, શબ્દ, યોગ આદિની સંક્રાંતિ છે. સૂત્ર ૪૭ નિર્જરાનું વર્ણનઃ સમ્યગુદષ્ટિ, શ્રાવક, વિરત, અનંતવિયોજક, દર્શનમોહક્ષપક, ઉપશમક, ઉપશાંતમોહ, ક્ષપક, ક્ષીણમોહ અને જિન એ દશને અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્ય ગુણનિર્જરા હોય છે. સૂત્ર ૪૮-૪૯ નિગ્રંથનું વર્ણન પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારે નિર્ગથ હોય છે. સંયમ, શ્રત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા અને ઉપપાત સ્થાન દ્વારા તેમનો વિચાર કરાય છે. S BE BE Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧૦ મોક્ષનું સ્વરૂપ : સૂત્ર ૧ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણનઃ મોહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પ્રકૃતિના ક્ષયથી કેવલજ્ઞાન થાય છે. સૂત્ર ૨-૩ મોક્ષની વ્યાખ્યા : બંધ હેતુના અભાવ અને નિર્જરાથી સકળ કર્મનો ક્ષય તે મોક્ષ છે. સૂત્ર ૪ મોક્ષના હેતુનું વર્ણન ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ સિવાયના બાકીના ઔપશમિક આદિ ભાવ અને ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રકટે છે. સૂત્ર ૫-૬ મુમાન જીવની ગતિનું વર્ણન: બંધનનો છેદ, અસંગ, પૂર્વપ્રયોગ અને ગતિપરિણામના કારણે મોક્ષ પ્રકટ થતાં જ જીવ ઊર્ધ્વમાં લોકના અંત સુધી ગતિ કરે છે. સૂત્ર ૭ સિદ્ધ જીવના અનુયોગદ્વારનું વર્ણન ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર્ય, પ્રત્યેક બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પ બહુત એ બાર અનુયોગ દ્વાર દ્વારા સિદ્ધ જીવની વિચારણા કરી શકાય છે. 도 Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પ્રશ્નાવલિ : ૧. મોક્ષનાં સાધન કયા છે; તે દરેકની સંક્ષિપ્ત વ્યાખ્યા આપો. ૨. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર્ય અને દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ આપો. ૩. જ્ઞાન મેળવવાના સાધન કયા કયા છે ? તે દરેકની વ્યાખ્યા આપો. ૪. પ્રમાણ અને નય તેમજ નિક્ષેપ અને અનુયોગદ્વાર એ વચ્ચેનો ભેદ દર્શાવી ટૂંક સ્વરૂપ જણાવો. ૫. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં શો ફેર છે? કયા કયા જ્ઞાન કયા કયા પ્રમાણમાં આશ્રિત થાય છે ? શાથી ? ૬. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેનું સ્વરૂપ દર્શાવો ? તે બેમાં શો ફેર છે ? શાથી ? - ૭. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એ બેનો તફાવત દર્શાવી સ્વરૂપ જણાવો. ૮. કેવલજ્ઞાનનું સ્વરૂપ દર્શાવી પાંચે જ્ઞાનની વિષય મર્યાદા દર્શાવો. ૯. એકી સમયે જીવમાં વધારેમાં વધારે કેટલાં જ્ઞાન હોઈ શકે ? કેવલજ્ઞાનની બાબતમાં શા મંતવ્ય ભેદ છે ? શાથી? તેનો સમન્વય કેમ કરવામાં આવે છે ? ૧૦. અજ્ઞાનની વ્યાખ્યા આપી ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ લખો. ૧૧. નયના સ્વરૂપનું નિરૂપણ કરી સાત નયના ભેદ સમજાવો. Page #305 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૬૩ અધ્યાય-૨ ૧. જીવના અને અજીવના કેટલા અને ક્યા ક્યા ભાવો છે? ૨. પાંચ ભાવોના પ્રભેદનું સ્વરૂપ સમજાવો. ૩. જીવનું લક્ષણ શું છે ? ઉપયોગના ભેદ સમજાવો. . ૪. જીવના પ્રકાર દર્શાવી સંસારી જીવના મૂળ ભેદ કઈ કઈ અપેક્ષાએ પડે છે તે દર્શાવો.. ૫. ત્રસ, સ્થાવર, સંજ્ઞી, અસંજ્ઞી આદિ જીવના વિભાગ સમજાવો. ૬. ઇંદ્રિયો અને તેના વિષય સમજાવી તેનું સ્વરૂપ દોરી બતાવો. ૭. જીવની જાતિ કેટલી છે? અને કઈ કઈ? કઈ અપેક્ષાએ તે જાતિ પડે છે ? ૮. અંતરાલ ગતિનું સ્વરૂપ દર્શાવો. અનાહારક સ્થિતિ એટલે શું ? તેનું સ્વરૂપ દર્શાવો. ૯. યોનિ અને જન્મ વચ્ચેનો ભેદ દર્શાવી તે દરેકના પ્રભેદ સમજાવો. ૧૦. શરીર કેટલો છે? જુદાં જુદાં શરીરનું શું સ્વરૂપ છે તે લખો. ૧૧. વેદ કેટલા છે ? ક્યા કયા પ્રકારના જીવને કયા કયા વેદ હોય છે. ૧૨. અપવર્તનીય અને અનપર્ણનીય આયુષ્ય તથા સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય વચ્ચેના ભેદ દોરી જુદા જુદા આયુષ્યના સ્વામી કયા કયા જીવ છે તે લખો. BE B Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૩ ૧. નારક પૃથ્વીનું ટૂંક સ્વરૂપ લખો. ૨. નારક જીવોનું સામાન્ય સ્વરૂપ સમજાવો. ૩. નારકજીવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો. ૪. મધ્યલોક શું છે? તેમાં શું શું છે? તેનું ટૂંક વૃત્તાંત આપો. ૫. જંબુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન કરો. ૬. માનુષોત્તર પર્વત કયાં છે? કેવો છે ? અને તેની શું અસર છે ? ૭. મનુષ્યના પ્રકાર શા કારણે પડે છે ? તેની જીવન પર શી અસર છે ? ૮. તિર્યંચ અને મનુષ્યનાં ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ દર્શાવો. ૯. તિર્યંચની વ્યાખ્યા આપો. , | અધ્યાય-૪ ૧. દેવનિકાય શું છે? દરેક નિકાયના પ્રભેદ કેટલા છે ? ૨. કલ્પોપન્ન દેવ સુધીના દેવલોકમાંના પરિવારનું વર્ણન કરો. ૩. ભવનપતિ અને વ્યંતરમાં કેટલા ઇન્દ્ર છે? જયોતિષ્કમાં અને કલ્પોપન વૈમાનિક દેવોના કલ્પોમાં કોણ ઇન્દ્રો છે ? કલ્પાતીતમાં કેટલા ઇન્દ્ર છે ? ૪. દેવોના વિષયસુખનું વર્ણન કરો અને કયા કયા દેવને કયા કયા પ્રકારે વિષયસુખ હોય છે તે સમજાવો. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ તત્વાર્થાધિગમસૂત્ર ૫. ભવનપતિ, વ્યંતર એ દરેકના પ્રભેદનું વર્ણન કરો. ૬. જ્યોતિષ્કના પ્રભેદ દર્શાવી તેની ચર્ચા અને તેના પરિણામનું સ્વરૂપ લખો. ૭. વૈમાનિક દેવોના નામ અને તેમનાં સ્થાન દર્શાવો. ૮. ઉત્તરોત્તર દેવો કયા કયા વિષયમાં અધિક અધિકાર છે અને કયા કયા વિષયમાં હીન હીનતરે છે તે જણાવી તેમના સંબંધમાં બીજું શું વિચારણીય છે તેની ચર્ચા કરો. ૯. કલ્પ શું છે ? તેની મર્યાદા ક્યાં સુધી છે ! લોકાંતિક દેવોનું સ્વરૂપ સમજાવો. ૧૦. દેવોની દ્રવ્ય અને ભાવલેશ્યાનું સ્વરૂપ આપો. ૧૧. દ્વિચરમા અને એકભવી કોણ હોય છે? અને શાથી? ૧૨. ભવનપતિ અને વ્યંતરની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો. - ૧૩. કલ્પોપન્ન અને કલ્પાતીત વૈમાનિક દેવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ વર્ણવો. ૧૪. જ્યોતિષ્ક દેવની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો. 1 : ક અધ્યાય-૫ ૧. અજીવકાયની વ્યાખ્યા આપી તેમાં નામ આપો. દ્રવ્યની વ્યાખ્યા આપો અને દ્રવ્ય કયાં છે તે દર્શાવો. ૨. ધર્મ, અધર્મ, આકાશ, પુગલ, જીવ અને કાલ એ દરેકનું સામાન્ય અને વિશિષ્ટ સ્વરૂપ વર્ણવો. ૩. ઉપરોક્ત જુદા જુદા દ્રવ્યોનું પ્રયોજન શું છે ? ૪. અણુ અને સ્કંધનું સ્વરૂપ દર્શાવીને દરેકની ઉત્પત્તિનાં કારણ બતાવો Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તત્વાર્થાધિગમસૂત્ર ૫. ઇન્દ્રિયગમ્ય અને ઇધ્યિાતીત સ્કંધનો ભેદ દર્શાવો; તેની ઉત્પત્તિનાં કારણનો નિર્દેશ કરી તે સમજાવો. ૬. સંદશ અને વિસદશ બંધ એટલે શું? સદશ બંધ ક્યારે થાય ? ક્યારે ન થાય ? વિસદશ બંધ ક્યારે થાય ? બંધ થતાં સ્કંધમાં શું પરિણમન થાય છે ? ૭. સત્ અને નિત્યત્વ એ દરેકનું સ્વરૂપ શું છે ? અર્પિત અને અનર્પિત નયનું સંક્ષિપ્ત વર્ણન કરો. ૮. દ્રવ્યનું સ્વરૂપ શું છે ? ગુણ અને પર્યાય એટલે શું? તે બેની દ્રવ્ય પર શી અસર રહે છે ? ૯. ગુણની વ્યાખ્યા શી? ભાવ-પરિણામ શું છે? તે કેટલા પ્રકારના છે? દરેક પ્રકાર કોને કોને લાગુ પડે છે અને શાથી ? અધ્યાય ૧. યોગ અને આસ્રવનું સ્વરૂપ નિરૂપણ કરો. ૨. સકષાય અને અકષાય આસ્રવ વચ્ચે શો ભેદ છે ? સકષાય અને અકષાય આમ્રવના ભેદ પ્રભેદનું વર્ણન કરો. ૩. આર્ટ્સવની તરતમતા યા તીવ્ર મંદતાનાં કારણો શો છે? જીવાધિકરણ અને અજવાધિકરણનું ટૂંકમાં વર્ણન આપો. ૪. સમ્યક્ત, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય પ્રકૃતિના આસ્રવનું સ્વરૂપ દર્શાવો. ૫. વેદનીય, આયુ, નામ અને ગોત્ર પ્રકૃતિના આસ્રવ વર્ણવો. Page #309 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૬૭ અધ્યાય૧. વ્રતની વ્યાખ્યા આપી તેના પ્રકાર દર્શાવી તેનાં નામ આપો. ૨. ભાવનાનો હેતુ શો છે ? કઈ કઈ ભાવના સામાન્ય છે અને કઈ કઈ વ્રત વિશેષની છે ? - ૩. અહિંસા, અમૃત, અસ્તેય, અબદ્ધ અને પરિગ્રહ એ દરેકની વ્યાખ્યા કરી સ્વરૂપ લખો. પાંચવ્રતનું સ્થાન એક જ વ્રત રાખી શકાય ? કેવી રીતે ? ૪. વ્રતીની લાયકાત શી છે ? મહાવ્રત અને અણુવ્રતના ભેદ સમજાવી અણગાર અને અગારીનું સ્વરૂપ દોરો. ૫. ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત તેમજ સંલેખના વ્રતને ટૂંકમાં સમજાવો. ૬. સમ્યક્ત, બારવ્રત અને સંલેખના વ્રતના અતિચારનું સ્વરૂપ વર્ણવો. ૭. દાનનું સ્વરૂપ દર્શાવી તેનું મહત્ત્વ કયા કયા કારણે છે તે સમજાવો. 1 1 1 અધ્યાય-૮ | ૧. બંધ એટલે શું ? બંધ એટલે શું ? ને તે કયા કયા હેતુ છે ? ૨. કયા કયા બંધના પ્રકાર કયા કયા બંધ હેતુ પર નિર્ભર છે ? ૩. પ્રકૃતિબંધના પ્રકાર અને તેના પ્રતિભેદનું વર્ણન કરો. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તત્વાર્થાધિગમસૂત્ર ૪. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયનું સ્વરૂપ લખો. ૫. વેદનીય, આયુ, નામ અને ગોત્રનું સ્વરૂપ આલેખો. ૬. આઠ પ્રકારના પ્રતિબંધની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ દર્શાવો. ૭. અનુભાગ બંધ એટલે શું? તેનું પરિણામ શું? નિર્જરા કે કર્મબંધ? ૮. પ્રદેશ બંધનું સ્વરૂપ લખો. ( ૯. સૂત્રકારોલ્લેખિત પાપ અને પુણ્યપ્રકૃતિ દર્શાવો. અન્ય ગ્રંથોમાં તે બાબત કાંઈ મંતવ્ય ભેદ છે? તેનો સમન્વય થઈ શકે ? R R ER અધ્યાય-૯ ૧. સંવર અને નિર્જરા વચ્ચે શો ભેદ છે? સંવરનાં સાધન દર્શાવો. ૨. સંવરનાં સાધન આચરવાનું કારણ શું છે? તે દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવી તેના ભેદ-પ્રભેદ વર્ણવો. ૩. કયા કયા પરીષહ કઈ કઈ કર્મ પ્રકૃતિના કારણે હોય છે ? બાવીશ, ચૌદ અને અગિયાર પરીષહ કોને હોય છે ? એકી સમયે કેટલા પરીષહ હોઈ શકે ? શાથી ? ૪. બાહ્ય અને અત્યંતર તપનું સ્વરૂપ લખો. તેના ભેદનું વર્ણન કરો. ૫. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને વ્યુત્સર્ગ એ દરેકના પ્રભેદોનું ટૂંક વર્ણન કરો. Page #311 -------------------------------------------------------------------------- ________________ તતાથવિગમસૂત્ર ૨૯૯ ૬. ધ્યાનની વ્યાખ્યા આપી તેની કાલમર્યાદા દર્શાવો. તેનાં કારણ આપો. ૭. ધ્યાનના કેટલા પ્રકાર છે? કયા ધ્યાન ઉપાદેય છે? શાથી ? ૮. આર્ત અને રૌદ્ર ધ્યાનના પ્રકાર દર્શાવી તેના અધિકારી કોણ છે તે જણાવો. ૯. ધર્મ અને શુક્લ ધ્યાનના પ્રકાર દર્શાવી તેના અધિકારી કોણ છે તે લખો. ૧૦. સાલંબન અને નિરાલંબન ધ્યાનમાં શો ભેદ છે ? તેના અધિકારી કોણ ? ૧૧. ઉત્તરોત્તર અસંખ્યયગુણ નિર્જરા કયા કયા જીવોને હોય છે ? શાથી? ૧૨. નિગ્રંથનું સ્વરૂપ દર્શાવી તેમની વિચારણા કઈ કઈ દષ્ટિએ કેવી રીતે કરી શકાય તે બતાવો. ET 1 ET [ અધ્યાય-૧૦] ૧. કેવલજ્ઞાનની ઉત્પત્તિનાં કારણ આપી તે ક્યારે થાય છે તે દર્શાવો. ૨. મોક્ષનું લક્ષણ શું છે? તે પામતા કયા ભાવોનો નાશ અને કયા ભાવનું અસ્તિત્વ હોય છે તે દર્શાવો. ૩. મુચ્યમાન જીવની ગતિનું કારણ અને તે કયાં સુધી હોય છે ? શાથી ? ૪. સિદ્ધ જીવની વિચારણા માટે કયા કયા અનુયોગદ્વાર છે ? તે ઘટાવો. 555 Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ 12 ઉપસંહાર યાને ચરમોપદેશકારિકા તત્વાર્થાધિગમસત્ર द्विरक्तस्यात्मनो भृशम्; તત્ત્વજ્ઞાન અને તત્ત્વાચરણથી કર્મનાશ एवं तत्त्वपरिज्ञाना निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ पूर्वार्जितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः; संसारबीजं कार्त्स्न्येन, मोहनीयं प्रहीयते ततोऽन्तरायज्ञानघ्न- दर्शनघ्नान्यनन्तरम्; प्रहीयन्तेऽस्य युगपत् त्रीणि कर्माण्यशेषतः ॥३॥ गर्भसूच्यां विनष्टायां यथा तालो विनश्यति; ? तथा कर्म क्षयं याति मोहनीये क्षयं गते 11811 ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम्; बीजबन्धननिर्मुक्तः स्नातकः परमेश्वरः शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः; सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली ॥६॥ कृत्स्नकर्मक्षयादूर्ध्व, निर्वाणमधिगच्छति; यथादग्धेन्धनो वह्नि निस्पादानसन्ततिः दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्करः; कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्करः આ સૂત્ર તત્ત્વાર્થાધિગમથી તત્ત્વભાવો જાણીને, ॥८ ॥ ॥१॥ ॥२॥ ॥५॥ ॥७॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૭૧ વૈરાગ્યવૃત્તિ કેળવે શુભ, વસ્તુતત્ત્વ પિછાણીને, એ આતમા આશ્રવતણા દ્વારા બધાયે બીડી દે, ને એમ કરતાં નવા કર્મો આવતાંને રોકી દે . પછી કર્મના વિધ્વંસ માટે જે ઉપાયો ઉપદિશ્યા, તે આચરીને પૂર્વલા કર્મો ખપાવે ધસમસ્યા; એ રીતે આ સંસારની જડસમું ચોથું કર્મ જે, મોહ નામે મૂળમાંથી નાશ પામે શીઘ તે પરા મોહનીયનો નાશ થાતાં, કર્મ ત્રણ જે ઘાતીયા, જડમૂળથી એ જાય સાથે, દુષ્ટ ને દુર્ભાગીયા; જ્ઞાનાવરણને દર્શનાવરણીય ત્રીજું વિન છે, દુહના જોરે બધા બળ ફોરવે નિર્વિદન એ Ill પણ મૂળ સડતા તાડ જેવું ઝાડ જબરું પણ પડે, તેમ મોહનીયનો નાશ થાતાં કર્મ સવિ હેજે ખરે; એ ચાર ઘાતી કર્મને કરી દૂર સગુણ પામીયા, પ્રભુ યથાખ્યાત ચરણ વર્યા સમભાવમાં વિશ્રામીયા ll૪l બીજ બધનોથી રહિત એ સ્નાતક થયા પરમેશ્વરા, ચારે અઘાતી કર્મ વેદ, શુદ્ધ બુદ્ધ નિરામયા; સર્વજ્ઞને વળી સર્વદર્શી, જિન થયા એ કેવળી, આયુષ્ય પૂર્ણ કરેલ સકલ, અવશિષ્ટ કર્મો નિર્ઝરી /પા. નિર્વાણ પામે નાથ, જ્યુ, ઈનધન વિના અગ્નિ શમે, તેમ કર્મ સર્વે ભસ્મ કરીભગવંત ભવમાં ના ભમે; જેમ બળેલા બીજો થકી, ઊગે નહિ અંકુર નવા, તેમ કર્મ બીજક બળી જાતાં, ભવાંકુર ન ઊગે કદા llll Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર તત્વાધિગમસૂત્ર સિદ્ધ આત્માનું મુક્તિમાં ગમન - तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति पूर्वप्रयोगासङ्गत्व-बन्धच्छेदोर्ध्वगौरवैः ॥९॥ कुलालचक्रे दोलाया-मिषां चापि यथेष्यते; पूर्वप्रयोगात् कर्मेह, तथा सिद्धगतिः स्मृता ॥१०॥ मृल्लेपसङ्गनिर्मोक्षा-द्यथा दृष्टाप्स्वलाबुनः; कर्मसङ्गविनिर्मोक्षा-त्तथा सिद्धिगतिः स्मृता ॥११॥ एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद्यथा गतिः; कर्मबन्धनविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते ॥१२॥ ऊर्ध्वगौरवधर्माणो; जीवा इति जिनोत्तमैः; .. अधोगौरवधर्माणः, पुद्गला इति चोदितम् ॥१३॥ यथाधस्तिर्यगूर्वंच, लोष्टवाय्वग्निवीतयः; स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वगतिरात्मनाम् ॥१४॥ अतस्तु गतिवैकृत्य-मेषां यदुपलभ्यते; . कर्मणः प्रतिघाताच्च, प्रयोगाच्चतदिष्यते ॥१५॥ अघस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः; ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥१६॥ द्रव्यस्यं कर्मणो यद्व-दुत्पत्त्यारम्भवीतयः; समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ॥१७॥ उत्पत्तिश्च विनाशश्च, प्रकाशतमसो यथा; युगपद्भवतो यद्वत्, तथा निर्वाणकर्मणोः ॥१८॥ પછી શીધ્ર ઊર્ધ્વ ગતિ વડે, લોકાન્તમાં જઈને ઠરે, શાશ્વતપણે સિદ્ધિ વરે, ઋદ્ધિ અનંતી ત્યાં ધરે; Page #315 -------------------------------------------------------------------------- ________________ * * * તત્વાર્થાધિગમસૂત્ર ૨૭૭ પૂર્વપ્રયોગ અસંગપણું ને બધુની વિચ્છેદતા, સ્વભાવ નિર્મળ ઊર્ધ્વગતિમાં ચાર કારણ ભાવતા liા કુંભારના ચક્ર અને હિંડેળામાં ને બાણમાં પૂર્વપ્રયોગે ગતિ છે, તેમ સિદ્ધ જાયે સિદ્ધિમાં જેમ માટી જાતા તુમ્બડું જળમાં તુરત ઉપર તરે, તેમ કર્મ કાદવ દૂર થાતાં, વિમળ જીવ ઊંચે પડે liટા. એરંડનાં બીજ બન્ધના વિચ્છેદથી ગતિ આદરે, સવિ કર્મ બનધન તૂટતાં જીવ સિદ્ધિગતિમાં જઈ ઠરે; જિનરાજ જનહિતકાજ જગના વિવિધ ભાવો જાણતા, સર્વે પદાર્થોના સ્વભાવો, યથાતથ્ય પ્રકાશતા છેલ્લા પુદ્ગલતણો નીચે જવાનો સ્વભાવે જ સ્વભાવ છે, તેમ ચેતનોનો ઊર્ધ્વગતિનો મુખ્ય શુદ્ધ સ્વભાવ છે; પથ્થર સદા નીચે પડે, ને વાયુ તીર્થો વાય છે, જળહળ કરંતી જ્વલન જ્વાળા, જેમ ઊંચે જાય છે. ૧૦ તેમ આત્મા પણ નિજસ્વભાવે ઊર્ધ્વ દેશે સંચરે, જે વસ્તુના જે છે સ્વભાવો તે તો કદીય નવ ફરે; નીચે ઊંચે મધ્યમાં જે જીવ સંચરતા દીસે, તે સર્વ કર્મ અધીન કરતાં ગતિ સંસારે વસે. ૧૧|| પરભાવથી પરને આધીન જીવ શું નથી કરતો અહિં, નિજભાવમાં રમતો સદા ચેતન વિલસતો શિવમહિ; ઉત્પાદ નાશ અને પ્રવૃત્તિ સમસમય એક દ્રવ્યમાં ને કર્મમાં દેખાય છે તેમ જાણીએ મુક્તાત્મમાં. ૧રા ગતિ મુક્તિને સંસારનો વિચ્છેદ એક જ કાળમાં કારણ સવિ આવી મળે ન વિલંબ થાયે કાર્યમાં; જેમ દીપક પ્રકટે તિમિર નાસે ને પ્રકાશ પૂરાય છે, સમકાળ મુક્તિપ્રાપ્તિ ને ભવનાશ એમ જ થાય છે. ll૧૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ તત્વાર્થાધિગમ સત્ર પ્રાગુભારા પૃથ્વી અને સિદ્ધોથી સ્થિરતા : तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा; प्रारभारानामवसुधा, लोकमूर्ति व्यवस्थिता ॥१९॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा; ऊर्ध्वं तस्यां क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः॥२०॥ तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः॥२१॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मति ?; धर्मास्तिकायस्याभावात्, स हि हेतुर्गतेः परः॥२२॥ આ લોકને અંતે મનોહર, પુનિત પુણ્યા ને પરા, ક્રમથી થતી જતી પાતળી, સૌરભભરી ને ભાસ્વરા; અઢીદ્વીપને માથે ધર્યું જાણે વિશદ શુભ છત્ર એ, અર્જુનસુવર્ણમયી સ્ફટિકસમ સ્વચ્છ પૂર્ણ પવિત્ર તે ૧૪ll પ્રાગભાર નામે પૃથ્વી તેની ઉપર જીવી સિદ્ધિના, લોકાન્તને સ્પર્શી રહ્યા, સ્વામી અચલ સમૃદ્ધિના પ્રતિ સમય કેવળજ્ઞાન દર્શન ભાવની એકરૂપતા, ક્રમથી વિલોકે વિશ્વના સવિ ભાવને-ન વિભૌવતા ૧પો સમ્યકત્વને છે સિદ્ધતા શાશ્વતપણે ત્યાં સર્વદા, કિયા તણા કારણ નથી તે કારણે નિષ્ક્રિય સદા; આગળ અલોક વિષે કદી સિદ્ધો ગતિ કરતા નથી, ધર્માસ્તિકાય તણા અભાવે, સ્થિર છે અનન્તા કાળથી ll૧૬. સિદ્ધિ સુખનું વર્ણન: संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ॥२३॥ स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाष्टकर्मणः; Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ તત્વાર્થાધિગમસૂત્ર कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ॥२४॥ लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते; .विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ॥२५॥ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते; दुःखाभावे च पुस्वः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥ पुण्यकर्मविपाकाच्च, मोक्षे सुखमनुत्तमम् कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥२७॥ सुस्वप्नसुप्तवत् केचि-दिच्छन्ति परिनिर्वृतिम् तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ॥२८॥ श्रमक्लममदव्याधि-मर्दर्नेभ्यश्च सम्भवात्; मोहोत्पत्तेविपाकाच्च, दर्शनजस्य कर्मणः ॥२९॥ लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते; ... उपमीयेत तद्येन, तस्मान्निस्ममं सुखम् ॥३०॥ लिङ्गप्रसिद्धेः प्रामाण्या-दनुमानोपमानयोः; अत्यन्तं चाप्रसिद्धं त-द्यत्तेनानुपमं स्मृतम् ॥३१॥ प्रत्यक्षं तद्भगवता-मईतां तैश्च भाषितम्। गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै-र्न च्छद्मस्थपरीक्षया ॥३२॥ સિદ્ધિગતિના સુખ સમું નથી કોઈ સુખ સંસારમાં, જે નાશ પામે નહિં અવ્યાબાધ કહ્યું છેશાસ્ત્રમાં પરમર્ષિના વચનો ઉપર વિશ્વાસ ધરીને માનીએ, તો પરમપદના પરમસુખને પામીએ દુઃખ વામીએ /૧૭ આઠે કરમનો અન્સ કરીને શરીર છોડ્યું સર્વથા, એ મુક્તિના આત્મા વિષે શું સુખ છે ? સાંભળ તથા; આ લોકમાં લોકો કહે સુખ ચાર રીતે યુક્તિથી વિષયો વિષે, દુખ દૂર થાતાં, શુભવિપાકે, મુક્તિથી ૧૮ Page #318 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૬ - તત્વાર્થાધિગમસૂત્ર શીતકાળમાં અગ્નિ સુખદ છે, સમીર સુખકર ગ્રીષ્મમાં, એમ વિવિધ વિષયે વેદતા સુખ આતમા સંસારમાં, જેમ કાષ્ઠનો ભારો મૂકી માને અમે સુખી થયાં, તેમ સર્વ જીવો દુઃખ ઘટતાં સુખી સંસારે રહ્યાં ૧૯. શુભ કર્મના ઉદયે મળે સંસારના સુખ સર્વદા, એ ઈન્દ્રિયોના ઈષ્ટ સુખને વેદના જીવો બધા; અન્તિમ અનુપમ એક ઉત્તમ અનુત્તમ સુખ સિદ્ધિના, સવિ કર્મના સંકલેશ છૂટે તૂટે બધુ અનાદિના ૨૦ સુખ સ્વપ્ન સંયુત સુખિ સમ આ મુક્તિને કઈ માનતા, પણ તે ઘટે નહિ સ્વપ્નમાં અભિમાન ને સ્પન્દન થતાં; શ્રમ થાક મદને આધિ વ્યાધિ, મદનને મોહ જાગતાં, દર્શનાવરણીય ઉદયે, સ્વપ્નને નિદ્રા થતાં તેરા આ વિશ્વમાં શિવ સુખ સમી નથી વસ્તુ જે સરખાવીએ, એ સુખ સાથે તેથી અનુપમ જાણીએ ભવિ ભાવીએ; હેતુ વડે જે જ્ઞાન ઉપજે ધૂમથી જેમ અગ્નિનું તે અનુમાન પ્રમાણ ને ઉપમાન ધેનુ ગવયનું રિરા પણ સિદ્ધિ સુખના જ્ઞાન સાધન હેતુ અતિ અપ્રસિદ્ધ છે, માટે જ અનનુમેય અનુપમ સિદ્ધિના સુખ સિદ્ધ છે; અરિહન્ત શ્રી ભગવંત કેવળજ્ઞાની જાણી ને કહે, એ શાશ્વતા સુખના વિશદ વૃત્તાન્ત ભવિજન સદ્દહ ર૩ કુયુકિતથી ભરપૂર અધૂરી પરીક્ષા છદ્મસ્થની, શુભ ચિત્તવૃત્તિ ને ભમાવે કુટિલ વાત કુટસ્થની; વિતરાગ વચને જાણીએ સંશય કદી નવ આણીએ, શિવ પન્થમાં વિચરી વરી શિવસુન્દરી સુખ માણીએ રજા. ક પર કિ. Page #319 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસત્ર ૨૭૭ સૂત્રકારની પ્રશસ્તિ - वाचकमुखास्य शिव-श्रियः प्रकाशयशसः प्रशिष्येण; शिष्येण घोषनन्दि-क्षमणस्यैकादशाङ्गविदः ।।१।। वाचनया च महावा-चकक्षमणमुण्डपादशिष्यस्य; શિષ્ય વાદવિવાદાપૂનાના પ્રયતવાર્તા | ૨ | न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि; .. कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ।। ३ ।। अर्हद्वचनं सम्यग-गुरुक्रमेणागतं समुपधार्य; दुःखार्तं च दुरागम-विहतमतिं लोकमवलोक्य ।। ४ ।। इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम्। तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ।। ५ ।। यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति करिष्यते च तत्रोक्तम् सोऽव्याबाधसुखाख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥६॥ વાચક શિરોમણિ સ્ફટિકમણિ સમ વિમળયશ વિસ્તારતા, શિવશ્રી' શુભનામથી વિખ્યાત વિષે રાજતા; તે પૂજ્ય ગુરુના શિષ્ય દશને એક અંગ વિશારદા, “શ્રીઘોષનન્ડિ' નામ ગુણના ધામ પંરુપ શારદા /૧ એ ગુરુના પદપઘમાં મધુકર બની ગુંજન કર્યું, ને જ્ઞાની ગુરુના જે ચરણમાં જ્ઞાન સાચું મેળવ્યું; તે વાચકોમાં મહાવાચક “મુણ્ડપાદ' મુનિતણા, વિખ્યાત કીર્તિ શિષ્ય વાચક “મૂળ' નામે ગુણઘણા મેરા ન્યગ્રોધિકા નગરે પ્રસૂત સુત“સ્વાતિ' નામે તાતના, છે ગોત્ર જેનું કુભીષણ'ને તનય “વાત્સી'માતના; વિહાર કરતાં “કુસુમપુરમાં ગુરુપરમ્પરથી મળ્યું, અઈચન જગપૂજ્ય નિર્મળ હૃદયથી ધારણ કર્યું III Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ તત્વાર્થગિલસૂત્ર જગ જીવ સર્વે દુરાગ્રહથી દુરાગમમાં રાચતા, નિજ સમજ શક્તિને ગુમાવી કુમતમતિમાં માચતા, એ લોકના ઉપકાર કારણ “ઉમાસ્વાતિ”એ રચ્યું, આ શાસ્ત્ર “તત્ત્વાર્થાધિગમ” જિનવચન જે સાચું જકા. શ્રી “ઉચ્ચ નાગર' શાખના વાચક ઉમાસ્વાતિતણું, આ સૂત્ર તત્ત્વાર્થાધિગમ ભણશે ભલીભાતે ઘણું ને શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે આચરણ શુચિ જે કરે, પરમાર્થ અવ્યાબાધ શિવપદ પરમ તે સત્વર વરે આપણા En Es [1. Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૧ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ અંગેની માહિતી તત્વાર્થાધિગમસૂત્ર ૨ કાય જીવની જાતિ દેહમાનઃ આયુષ્ય સ્વકાય સ્થિતિ એકેન્દ્રિય જીવ: (સ્થાવર) ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય (૧) પૃથ્વીકાય - અંગુલનો ૨૨,000 અંતઃ અસંખ્યાતઃ ઉત્સ-બે અંતઃ અસંખ્યાતમોભાગ વર્ષ મુહૂર્ત ર્પિણી અવસર્પિણીઃ મુહૂર્ત (૨) અષ્કાય ” ૭,૦૦૦ વર્ષ મુહૂર્ત | પિણી અવસર્પિણી: મુહૂર્ત (૩) તેઉકાય ” ત્રણ અહોરાત્ર મુહૂર્ત ર્ષિણી અવસર્પિણીઃ મુહૂર્ત (૪) વાઉકાય ૩,૦૦૦ વર્ષ મુહૂર્ત પિણી અવસર્પિણીઃ મુહૂર્ત (૫) પ્રતયેક વનસ્પતિકાય ૧,000 યોજન ” ૧૦,000 વર્ષ મુહૂર્ત ર્પિણી અવસર્પિણીઃ મુહૂર્ત સાધિક (૬) સાધારણ ” અંગુલનો ” અંતઃ મુહૂર્ત ' ” અનંત ઉત્સર્પિણી મુહૂર્ત અસંખ્યાતમો ભાગ અવસર્પિણી મુહૂર્ત જીવ (ત્રસ તિર્યંચ) (૧) દ્વિ ઇન્દ્રિય ૧૨ યોજન ” ૧૨ વર્ષ મુહૂર્ત સંખ્યાત હજાર વર્ષ મુહૂર્ત (૨) ત્રિ ઇન્દ્રિય ૩ ગાઉ ” ૪૯ અહોરાત્ર મુહૂર્ત સંખ્યાત હજાર વર્ષ મુહૂર્ત છે (૩) ચતુરિન્દ્રિય ૧ યોજન ” ૬ માસ મુહૂર્ત સંખ્યાત હજાર વર્ષ મુહૂર્ત 8. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઇન્દ્રિય યોનિ. ૭,૦૦,૦૦૦ દ્રવ્ય ભાવે પાંચ ૧ સ્પર્શન જાનોપયોગ સાધન-ઇન્દ્રિયજ્ઞાનનો પ્રકાર ૪ કાયા, કાયબળ, ૧ સ્પર્શન વ્યંજનાવગ્રહ આયુષ્ય અને શ્વાસોશ્વાસ ” ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦. ૧૦,૦૦,૦૦૦ ૧૪,૦૦,૦૦૦ પ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૨ રસના વધે ” ૨ સ્પર્શન, રસન ૬ રસનેન્દ્રિય અને વચનબળ વધે ૭ ધ્રાણેન્દ્રિય વધે ૩ ઘાણ ” ” ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦. ૫૮,૦૦,૦૦૦ ૪ ચક્ષુ ” ” ૮ ચક્ષુરિન્દ્રિય વધે. ૩ સ્પર્શન, રસન અને ધ્રાણ ૪ સ્પર્શન, રસના ઘાણ અને ચક્ષુ -રાથવિગમસૂત્ર Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૨ પંચેન્દ્રિય જીવ અંગે માહિતી તત્વાથધિગમસૂત્ર જાન્ય જીવની જાતિ દેહમાન સ્થિતિ આયુષ્ય સ્વકાય સ્થિતિ ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ પંચેન્દ્રિય (ત્રસ તિર્યંચ અને મનુષ્ય). (૧) સંમછિમ જલચર ૧,૦૦૦ અંગુલનો પૂર્વક્રોડ વર્ષ અંતમુહૂર્ત સાતભવ બે અંતઃ યોજન અસંખ્યા મુહૂર્ત તમો ભાગ (૨) 'સ્થલચર ચતુષ્પદ ૨ થી ૯ ગાઉ ” ૮૪,૦૦૦ વર્ષ ' " " (૩) " ખેચર પક્ષી ૨ થી ૯ ધનુષ્ય ” ૭૨,૦૦૦ વર્ષ (૪) ” ઉરપરિસર્પ ૨ થી ૯ યોજન ” પ૩,૦૦૦ વર્ષ (પેટે ચાલ ચાલનાર) (૫) ” ભુજ પરિસર્પ ૨ થી ૯ ધનુષ્ય ” ૪૨,૦૦૦ વર્ષ (હાથે ચાલનાર) (૬) ” મનુષ્ય અંગુલનો અસંખ્ય ” અંતઃમુહુર્ત ૩ ગાઉ તમો ભાગ સાત અથવા આઠ (૭) ગર્ભજ મનુષ્ય ત્રણ પલ્યોપમ - ૨૮૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ સાત અથવા આઠ (૮) ગર્ભજ જલચર (૯) ” સ્થલચર (૧૦) ” ખેચર ૧,૦૦૦ યોજન ૬ ગાઉ ૨ થી ધનુષ્ય ૨૮૨ ” પૂર્વ ક્રિોડ વર્ષ ” ત્રણ પલ્યોપમ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ” પૂર્વ ક્રોડ વર્ષ ' (૧૧) ” ઉરપરિસર્પ (૧૨) ” ભુજ પરિસર્પ ૧,૦૦૦ યોજના ૨ થી ૯ ગાઉ યોનિ ઇન્દ્રિય પ્રાણ જ્ઞાનોપયોગ દ્રવ્ય ભાવ સાધન-ઇન્દ્રિય જ્ઞાનનો પ્રકાર : ૫ શ્રોત્ર વધે પાંચ ૯ શ્રોત વધે પાંચ ઇન્દ્રિયો વ્યંજનાવગ્રહ - ૪,૦૦,૦૦૦ હું પર્યાપ્ત કે અપર્યાપ્ત અપર્યાપ્તને સાત પર્યાપ્તને વ્યંજનાક ૧૪,૦૦,૦૦૦ ૫. પર્યાપ્ત પર્યાપ્તને આઠ ” વગ્રહ છે. ૧ થી ૫ માં સમાવેશ પાંચ પાંચ ૧૦ મન વધે પાંચ ઇન્દ્રિય મતિ અને શ્રુત પ થઈ ગયો છે. પાંચ પાંચ અને મન અવધિ, મન અને કેવલ એ ત્રણની ભજના ૧૮,૦૦,૦૦૦ ૨, પાંચ ઇન્દ્રિય, કાયબળને આયુષ્ય એ સાત પ્રાણ હોય છે; વધારાની મતિ-શ્રુત શ્વાસોશ્વાસપર્યાપ્તિ પૂર્ણ કરે તો આઠ પ્રાણ-બાકીની પતિ પૂરી કર્યા પહેલાં જ મરણ પામે છે. તત્વાધિગમસૂત્ર Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૩ (અ) - નારક જીવ અંગે માહિતી ૨ દહેમાન સ્થિતિ ધનુષ્ય આગળ ઉત્કૃષ્ટ જઘન્ય તત્વાર્થાધિગમસૂત્ર જીવનો પ્રકાર ધનારક જીવ નોંધ નારક જીવોને સ્વકાય સ્થિતિ નથી સાતે નારકીના જીવોની યોનિ ૪,00,000 છે. ૧ (૧) પહેલી (૨) બીજી (૩) ત્રીજી કા ૬ ૧પા ૧૨ ૩૧ ૬૨II (૪) ચોથી (૫) પાંચમી ૧૨૫ સાગરોપમ ૧૦,૦૦૦ વર્ષ નારક જીવને પાંચ ઇન્દ્રિય અને મન ૧ ” ૧ સાગરોપમ હોય છે. પ્રાણ દશ હોય છે. તે મતિ, ૭ ” ૩ ” શ્રત અને અવધિજ્ઞાનના સ્વામી છે. નારકજીવનની ગતિ અને આગતિ ૭ ” મનુષ્ય અને તિર્યંચ છે; તેમાંથી તે ૧૦” આવે છે અને ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. નારકજીવોને કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા હોય છે. ૧૭ ” ઉત્તરોત્તર નારકી જીવોને નિરંતર ૩૩ ".. ૨૨ ” અશુભ લેશ્યા, પરિણામ, શરીર, વેદના, વિક્રિયા આદિ વધતા હોય છે. આ છઠ્ઠી (૭) સાતમી ૨૫૦ ૫૦૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૩ (ઈ) દેવજીવોની માહિતી . . જીવનો પ્રકાર દેહમાન સ્થિતિ દેવજીવ ઉત્કૃષ્ટ જઘન્ય (૧) દશ ભવનપતિ સાત હાથ અસુરકુમાર ૧ સાગરો - ૧૦,૦૦૦ અને પંદર પરધામી પમ-સાધિક. અન્યને દેશઊણ બે પલ્યોપમ. (૨) આઠ વ્યંતર, આઠ ” એક પલ્યોપમ દેવોને સ્વીકાય સ્થિતિ નથી. વાણ વ્યંતર અને દશ તિર્યમ્ જન્મક તેમની ગતિ-અગતિ મનુષ્ય અને (૩) જ્યોતિષ્કઃ તિર્યંચ છે. ચંદ્ર ” એક પલ્યોપમ એક લાખ. ૧/૪ પલ્યોપમ બધા દેવ જીવની યોનિ ૪,૦૦,૦૦૦ છે સૂર્ય એક હજાર ” દેવોને પાંચ ઇન્દ્રિય અને મન હોય છે, એક પલ્યોપમ પ્રાણ દશ હોય છે, મતિ, શ્રત અને કે અવધિના સ્વામી છે. ગ્રહ અર્થો પલ્યોપમ ” તેમને શુભ શુભતર લેગ્યાઉત્તરોત્તર ધેય છે નક્ષત્ર પ્રભાવ, સુખ, શુતિ, વેશ્યા, વિશુદ્ધિ, ઇન્દ્રિય તારા પા પલ્યોપમ ૧/૮ પલ્યોપમાં વિષય અને અવધિજ્ઞાન શુભશુભતર & હોય છે. ' તત્વાર્થાધિગમસૂત્ર Page #327 -------------------------------------------------------------------------- ________________ (૪) કલ્પોપન્ન વૈમાનિકઃ (ક) સૌધર્મ (ખ) ઈશાન (ગ) સાનકુમાર (ઘ) માહેન્દ્ર (ડ) બ્રહ્મલોક (૨) લાંતક (છ) મહાશુક્ર (જ) સહસ્રાર (ઝ) આણત (ગ) પ્રાણત (ટ) આરણ (ઠ) અચ્યુત (૫) નવપ્રૈવેયક (કલ્પાતીત) (અ) સુદર્શન (આ) સુપ્રતિબદ્ધ (ઇ) મનોરમ (ઈ) સર્વતોભદ્ર સાત હાથ બે સાગરોપમ સાધિક સાત સાગરોપમ સાધિક ૧૦ સાગરોપમ "" 71 છ હાથ "" પાંચ હાથ "" ચાર હાથ ,, ત્રણ હાથ ,, "" ,, બે હાથ 19 "" ૧૪ ૧૭ ૧૮ ', ૧૯ ૨૦ ૨૧ ' ૨૨ ' "" ,, ,, ૨૩ સાગરોપમ ૨૪ : ૨૫ ૨૬ '' "" એક પલ્યોપમ સાધિક 17 ૨ સાગરોપમ વેદના હોય છે. ગતિ, પરિગ્રહ, અભિમાન અને રોત્તર ન્યૂન, ન્યૂનતર ઉચ્છવાસ માટે નીચે પ્રમાણે નિયમ છે : ૧૦,૦૦૦ વર્ષના આયુષ્યવાળાને સ્તોક પ્રમાણકાળે; પલ્યોપમના આયુષ્યવાળાને પ્રત્યેક દિવસે અને સાગરોપમના આયુષ્યવાળાને જેટલા સાગ૨ોપમનું આયુષ્ય હોય તેટલા પક્ષ ૨૨ સાગરોપમ પછી શ્વાસોશ્વાસ હોય છે. ,, સાધિક ૭ સાગરોપમ ૧૦ : ૧૪ . "" ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ - '' ૨૩ ૨૪ ૨૫ '' ,, ,, '' ,, આહાર માટે નીચે પ્રમાણે નિયમ છે. તત્વાર્થાધિગમસૂત્ર ૨૮૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ - (ઉ) સુવિશાલ (અ) સુમનસ (એ) સૌમનસ (ઓ) પ્રિયકર (ઓ) નંદિકર ૨ હાથ (૬) અનુત્તર વિમાન ૨૭ સાગરોપમ ૨૦ સાગરોપમ ૧૦,૦૦૦ વર્ષના આયુષ્યવાળાને ” ચોવીસ કલાકને તેથી વધુ અને " ” સાગરોપમથી ઓછા આયુષ્કાળાને ” બે થી નવ દિવસે અને ૩૦ ” સાગરોપમના આયુષ્યવાળાને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષે આહાર હોય છે. જૈનલિંગી મિથ્યાત્વી ગૃહસ્થ બાર તેત્રીશ ૩૧ ” સ્વર્ગ સુધી, સમ્યગુદષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થ સિદ્ધ સુધી અને સાગરોપમ ચાંદ પૂર્વ પાંચમા સ્વર્ગથી ઉપર ૩૩ સાગરોપમ ઉપપાતથી જન્મે છે. ૧ હાથ (અ) વિજય (બ) વૈજયન્ત (ક) જયંત (ડ) અપરાજિત (ઈ) સર્વાર્થસિદ્ધ • આસનકંપ, અદ્ધરસિદ્ધશિલા અને તીર્થકર દેવને દીક્ષા માટે વિનંતી કરનાર નવલોકાંતિક દેવનું કર્તવ્ય એ અનુભાવ છે. સિદ્ધ જીવો કર્મક્ષય કર્યો હોવાથી ઉપરની કોઈ કક્ષામાં આવી શકતા નથી, તત્વાર્થાધિગમ સત્ર Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી દુરન્દરસૂરિ | સમાધિ મન્દિરના સ્થાનથી પ્રગટ થયેલ સાહિત્ય (૪) રે (૧) શ્રી ભક્તામર સ્ત્રોત્ર સચિત્ર (૨) વૈરાગ્ય શતક ગુજરાતી ભાષામાં હિતશિક્ષા છત્રિશી | મૂળ અને વિવરણ સ્વાધ્યાય રત્નાવલી ધુરન્ધર વિચાર સંગ્રહ દર્શન-વાક્ય સંગ્રહ સજ્જન મૂર્ખ શતક (૭) અન્યોક્તિ શતક ધુરન્ધર સ્વાધ્યાયમાળા જીવન નવનીત (હિન્દીમાં) (૧૦) સિધ્ધચક્ર શાન્તિસ્નાત્ર વિધિ પ્રત (૧૧) તવાધિગમસૂ રો] અનુવાદ I ! ( * પ્રાપ્તિ સ્થાન « ) શ્રી ધુરન્ધરસૂરિ સમાધિ મન્દિર શાન્તિવન બસસ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #330 -------------------------------------------------------------------------- ________________ ( * સત્કાર્યની અનુમોદતા * ) શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલા એન્ડ ચેરિટીઝ 12, પાયધુની - મુંબઈ નં. 3 આ સંસ્થા ગોડીજી પાર્શ્વનાથની કૃપાથી વર્ષોથી ચાલી રહી છે. આ સંસ્થામાં તે તે સમયે નિમણુંક થયેલા ટ્રસ્ટી વય પોતાના મન, વચન, કાયાથી થતી શુભ પ્રવૃત્તિનો લાભ આપે છે - ભેછે અને આત્મ લ્યાણ સાધવા પ્રયત્ન કરે છે. આવો જ એક પ્રસંગ વિ.સં. ૨૦૧૬ની સાલમાં પૂ. શાસનસમ્રાટ સમુદાયના પૂ. આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજના થયેલા ચાતુર્માસ પ્રસંગે થયો. અને તે એ કે પૂજ્યશ્રીની પ્રેરણાથી છપાતા પુસ્તકોમાં આ સંસ્થાએ સારો આર્થિક લાભ લઈ અને ધન્યતા મેળવી છે. આ. કુન્દકુન્દસૂરિ