________________
૧૮૦
--- તત્વાર્થાધિગમસૂત્ર આ પાંચ નવ બે વીશ અધિક, આઠ સાથે યોગમાં,
ચાર બેતાલીશ બેથી, પાંચ સંખ્યા સાથમાં; ભેદ આઠે પ્રતિભેદ, ભેદ સંખ્યા હવે સુણો, સૂત્ર શૈલી હૃદય કરતાં, કર્મ આઠેને હણો. (૪)
અર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુ છે. લોહચુંબક જેમ સોયને ખેંચે છે તેમ કષાયી જીવ કર્મયોગ્ય પુગલને ખેંચી ગ્રહણ કરે છે તેને બંધ કહે છે. બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ, અને પ્રદેશ એ ચાર ભેદ છે. પ્રકૃતિના આઠ ભેદ છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ, (૩) વેદનીય (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર (૮) અને અંતરાય. એ દરેકના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેતાલીશ, બે અને પાંચ એમ સત્તાણું પ્રતિભેદ છે.
ભાવાર્થઃ ગમે તે કર્મનો બંધ હોય તો પણ તે દરેકમાં ચાર અંશનિર્માણ થાય છે. પ્રકૃતિ અને પ્રદેશ એ બે અંશનું નિર્માણ અવિરતિને કારણે થાય છે, જ્યારે સ્થિતિ અને રસ એ બે અંશનું નિર્માણ-કષાયના કારણે થાય છે. આમ હોવાથી એક પરંપરા કષાય અને અવિરતિ, કષાય અને યોગ બે બંધ હેતુ દર્શાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ કષાયથી જુદા ન હોવા છતાં કર્મ પ્રકૃતિનાં બંધની સ્પષ્ટ સમજ અર્થે એ બે ઉમેરી બીજી પરંપરા ચાર-બંધ હેતુનો નિર્દેશ કરે છે. સૂત્રકાર પ્રમાદને પણ જુદો પાડી પાંચ બંધ હેતુ બતાવે છે તે સ્પષ્ટતા પૂરતો છે.
સમ્યગુદર્શનથી ઉર્દુ એ મિથ્યાદર્શન. મૂઢ દશામાં શ્રદ્ધાનો અભાવ હોય છે અને વિચાર દશામાં ખોટી શ્રદ્ધા હોય છે, મિથ્યાદર્શનના પાંચ પ્રકાર છે. (૧) આભિનિવેશિક, (૨)