________________
૧૧૯
તત્વાર્થાધિગમસૂત્ર છે, આપેક્ષિક સ્કૂલત્વ અને સૂક્ષ્મત્વ એકજ વસ્તુમાં હોતા નથી, પરંતુ જુદી જુદી વસ્તુમાં હોય છે. સંસ્થાન બે પ્રકારના (૧) ઈન્ધત્વ-બીજાની સાથે તુલના થઈ શકે તેવો આકાર. ઉદા, ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, લંબગોળ આદિ (૨) અનિëત્વ - જે આકારની તુલના ન કરી શકાય તેવો આકાર. ઉદા, મેઘ, ઈન્દ્રધનુષ્ય આદિ, સ્કંધરૂપ પુદ્ગલપિંડમાંથી છૂટા પડવું તે ભેદ છે. તે પાંચ પ્રકારના છે. (૧) ઔત્કરિકખોદવા, ચીરવાથી થતા. (૨) ચૌર્ણિક-ખાંડવા દળવાથી થતાં, (૩) ખંડ-તૂટવાથી થતાં (૪) પ્રત્તર-પડરૂપે છૂટા પડતાં અને (૫) અનુતટ-છાલરૂપે છૂટા પડતા. પ્રકાશના વિરોધી પરિણામરૂપ અને જોવામાં નડતરરૂપ અંધકાર યા તમસ છે. પ્રકાશ પર આવરણ આવતાં પડતું પ્રતિબિંબ તે છાયા છે. તેના બે પ્રકાર છે. અરિસામાં પડતું પ્રતિબિંબ તે વર્ણાદિવિકારરૂપ અને (૨) અન્ય રીતે પડતા અસ્પષ્ટ પ્રતિબિંબરૂપ. સૂર્યસદશ ઉષ્ણ પ્રકાશ તે આતપ અને ચંદ્રસદશ શીત પ્રકાશ તે ઉદ્યોત છે.
સૂત્રકાર ત્રેવીશ અને ચોવીશ એ બે સૂત્ર જુદાં પાડી એ સૂચવે છે કે સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ એ બંનેમાં હોય છે; જ્યારે શબ્દ આદિ પર્યાય માત્ર સ્કંધમાં હોય છે.
પુદ્ગલ વ્યક્તિરૂપે અનંત હોઈ તેની વિવિધતા અપરિમત છે. અણુ અને સ્કંધમાં સમસ્ત પુદ્ગલ સમાઈ જાય છે. પરમાણુ દ્રવ્ય કારણરૂપ છે; કાર્યરૂપ નથી, તે અંત્ય દ્રવ્ય છે; પરમાણુ નિત્ય અને સૂક્ષ્મ છે, તેમાં જધન્યથી એક રસ, એક ગંધ, એક વર્ણ, અને બે સ્પર્શ હોય છે. પરમાણુ ઇંદ્રિયગ્રાહ્ય ન હોવાથી તેનું જ્ઞાન અનુમાન અને આગમથી થઈ શકે છે. દશ્ય પૌગલિક કાર્ય સકારણ હોય છે; તેજ રીતે અદશ્ય અંતિમકાર્ય પણ સકારણ