________________
૧૧૮
તત્વાર્થાધિગમસૂત્ર અણુ અને વળી અંધ ભાવે સુયા ભેદ કૃતથી,
અર્થ : પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણયુક્ત છે; તે ઉપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, સંસ્થાન, અંધકાર, છાયા-પ્રતિબિંબ, આતપ-ઉષ્ણ પ્રકાશ, ઉદ્યોત-શીતપ્રકાશ યુક્તપણ પુદ્ગલ હોય છે. પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધ એમ બે પ્રકારના છે.
ભાવાર્થઃ જીવ અને પુદ્ગલ એ બે ભિન્ન તત્ત્વો છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર ગુણ હોય છે, સ્પર્શના આઠરસના પાંચ, ગંધના બે અને વર્ણના પાંચ એમ બાવીશ ભેદ અધ્યાય બીજામાં વર્ણવ્યા છે. દરેક ભેદની તરતમતાના કારણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રભેદ પણ તે દરેકના અનુભવાય છે. શબ્દ એ ગુણ નથી, પરંતુ ભાષાવર્ગણાના પુદ્ગલનું વિશિષ્ટ પરિણામ છે, નિમિત્ત ભેદથી તેના પ્રયોગ જ અને વિગ્નસજ એમ બે ભેદ પડે છે; તેના પ્રભેદ પણ બીજા અધ્યાયમાં બતાવ્યા છે. પરસ્પર સંમેલન-એકરૂપ થવું તે બંધ છે; તેના પ્રાયોગિક અને વૈઐસિક એ બે ભેદ પડે છે; તેના પ્રભેદ પણ બીજા અધ્યાયમાં બતાવ્યા છે. દેહ અને જીવનો કર્મ સંબંધ પ્રાયોગિક છે; જ્યારે મેઘ, ઈન્દ્રધનુષ્ય, આદિ વૈઐસિક બંધ છે. સંસ્થાન-આકારના કારણે સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ એ બે ભેદ પડે છે. તે દરેકના અંત્ય અને અપેક્ષિક એ બેને પ્રભેદ છે. એકજ વસ્તુમાં અપેક્ષા ભેદે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ એ બંને ઘટી ન શકે તે અનુક્રમે અંત્યસૂક્ષ્મત્વ અને અંત્યસ્થૂલત્વ છે. ઉદા) પરમાણુનું સૂક્ષ્મત્વ અને જગવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ, દ્રપણુક આદિ મધ્યવર્તી સ્કંધોનું સૂક્ષ્મત્વ સ્થૂલત્વ, આપેક્ષિક છે. ઉદા) બીલું આમળાની અપેક્ષાએ સ્કૂલ અને આમળું બીલાની અપેક્ષાએ સૂક્ષ્મ