________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૧૭ કાળ અને પુદ્ગલનું સ્વરૂપ : सूत्रः - वर्तना परिणामः क्रिया
परत्वापरत्वे च कालस्य ॥२२॥ અનુવાદ : વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વથી,
કાળનાં એ પાંચ કાર્યો કહ્યા ભેદપ્રભેદથી; કાળની વિચારણામાં સૂરા અર્થો ધારવા, સૂત્ર બાવીશ પૂર્ણ થાતાં પુગલો વિચારવા
અર્થ: વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ તેના પ્રભેદો સહિત કાળનો ઉપકાર છે.
ભાવાર્થ : કેટલાક આચાર્ય કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છેતે દૃષ્ટિએ તેના કાર્યની ગણના કરવામાં આવે છે. દ્રવ્યના પોતાના પર્યાયની ઉત્પત્તિમાં નિમિત્તરૂપે પ્રેરણા કરનાર વર્તના છે. મૂળ દ્રવ્યરૂપનો ત્યાગ કર્યા વિના પૂર્વ પર્યાયનો ત્યાગ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિરૂપ સ્થિતિ તે પરિણામ છે. હલનચલનરૂપ ફૂર્તિ-પરિસ્પદ તે ક્રિયા છે. જયેષ્ઠત્વ યા પ્રાચીનતા અને કનિષ્ઠત્વ યા અર્વાચીનતા એ અનુક્રમે પરત્વ અને અપરત્વ છે. આ સર્વ પર્યાયાંતર કાળના કારણે થાય છે. પુદ્ગલનું સ્વરૂપ :
स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ॥२३॥ शब्दबन्धसौक्ष्यस्थौल्यसंस्थानभेदतमરછાયાતપોદ્યોતવાશ મા
अणवः स्कन्धाश्च ॥२५॥ અનુવાદ : સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પુદ્ગલો દેખવા,
વળી શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂલથી સંસ્થાન ભેદ જાણવા; અંધકાર છાયા યુક્તરૂપે આતપ અને ઉધોતથી,