________________
૧૧૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ ઃ આકાશનું કાર્ય જગ્યા આપવાનું છે. તે જીવ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ એ દરેક દ્રવ્યોને જગ્યા આપે છે. પુદ્ગલ દ્રવ્યના અનેક કાર્યો છેતેમાં માત્ર જીવને ઉપકારક અને અપકારક એવા કેટલાકની ગણના અહીં કરી છે. ઔદારિક આદિ શરીર તો પૌગલિક છે. કાશ્મણ શરીર ઇન્દ્રિયગમ્ય નથી, છતાં તે ઔદારિક આદિ શરીરનું જનક હોઈ તે દ્વારા સુખદુઃખનો અનુભવ કરાવે છે; તેથી તે પૌગલિક છે. વીર્યંતરાય, મતિજ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી ભાવ ભાષારૂપ ખાસ શક્તિ છે; તે પુદ્ગલ સાપેક્ષ હોઈ પૌગલિક છે. ભાષાપ્રર્યાપ્તિ જીવ દ્વારા પ્રેરિત બની ભાષા-વાણીના પુદ્ગલરૂપે પરિણમતા પુદ્ગલના સ્કંધ તે દ્રવ્ય ભાષા છે. લબ્ધિ અને ઉપયોગરૂપ ભાવમન પણ પૌત્રાલિક છે. જ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષમોપશમ અને અંગોપાંગનામ કર્મના ઉદયથી વિચારમનોવર્ગણારૂપ પુદ્ગલ સ્કંધ તે દ્રવ્યમન છે. જીવ દ્વારા લેવાતામૂકાતા ઉચ્છવાસ નિઃશ્વાસ-શ્વાસોશ્વાસ એ પણ પૌદ્ગલિક છે. શરીર, ભાષા, મન, પ્રાણ, અપાન એ સર્વની અસર અનુભવગમ્ય છે. અનુકૂળ પરિણામરૂપ સુખ અને પ્રતિકૂળ પરિણામરૂપ દુઃખ અનુક્રમે સાતા અને અસાતા વેદનીયના ઉદયના પરિણામ છે; અને દ્રવ્ય, ક્ષેત્ર, આદિ બાહ્ય નિમિત્તજન્ય છે. આયુ કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ તે જીવન છે, અને શ્વાસોચ્છવાસનો ત્યાગ તે મરણ છે; આમ સુખ, દુઃખ, જીવન, મરણ આદિપર્યાયો જે જીવમાં ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે, તે સર્વ પુદ્ગલ જનિત છે તેથી તે સર્વ પુદ્ગલનો ઉપકાર ગણાય છે.