________________
તત્વાર્થાધિગમસૂત્ર
૪૭ હોય છે; અને પંચેન્દ્રિય જીવોને ઉપરોક્ત ચાર ઉપરાંત શ્રોત્રેન્દ્રિય એમ પાંચ ઇંદ્રિયો હોય છે. આ એકેન્દ્રિય આદિ જાતિ દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવેન્દ્રિય તો સર્વ જીવને પાંચ હોય છે; પરંતુ દ્રવ્યન્દ્રિયની મદદ વિના ભાવેન્દ્રિય કાર્ય કરી શકતી નથી. આ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર એકેન્દ્રિય અને તે ઉપરાંત દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, અને ચતુરિન્દ્રિય એ જીવોને મન હોતું નથી. પંચેન્દ્રિય જીવોમાં પણ સર્વને મન હોતું નથી; કેટલાકને હોય છે અને કેટલાકને નહિ. પંચેન્દ્રિય જીવોમાં દેવ અને નારકને મન હોય છે; મનુષ્ય અને તિર્યંચ એ બે જાતિમાં કેટલાકને મન હોય છે અને કેટલાકને નહિ. જે મનુષ્ય અને તિર્યંચને મન હોય છે તે ગર્ભજ અને સંજ્ઞી ગણાય છે; જેમને મન હોતું નથી તે સંમૂર્ણિમ અને અસંશી ગણાય છે.
અહિં જે મન હોવા ન હોવાની વિવક્ષા કરી છે તે સંપ્રધારણ સંજ્ઞાની અપેક્ષાએ કરી છે. કૃમિ આદિમાં અત્યંત સૂક્ષ્મ મન હોય છે, પરંતુ તે માત્ર દેહયાત્રા ઉપયોગી છે; તેથી વધારે ઉપયોગી નથી. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા તો સર્વ જીવોને હોય છે; તે સર્વ સાધારણસંજ્ઞા કહેવાય છે. મનથી અહિ જે સંજ્ઞા સમજવાની છે તે એ છે કે જેની મદદથી ગુણદોષની તુલના, સારાસારનો વિવેક, હિતઅહિતનો ભેદ વિચારી શકાય અને તેના પરિણામે હિત માટે પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરી શકાય. આવી સંજ્ઞા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય, અને ગર્ભજ તિર્યંચમાં હોય છે; તેથી તેટલા મનવાળા ગણાય છે. બાકીના મન વગરના ગણાય છે.