________________
તત્વાર્થાધિગમસૂત્ર મર્યાદિત પર્યાય ગ્રહણ કરી શકે છે. જયારે મન વિચારણા દ્વારાશ્રુતજ્ઞાન દ્વારા રૂપી અને અરૂપી એ બંને પ્રકારના પદાર્થો અને તેના મર્યાદિત પર્યાયો ગ્રહણ કરી શકે છે. સૂત્ર – વાધ્વત્તાનાને રરૂા. - कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ॥२४॥
संज्ञिनः समनस्काः ॥२५॥ અનુવાદઃ પૃથ્વી, જલ, વણ, અગ્નિ, વાયું પાંચ એકેન્દ્રિય કહ્યા,
શંખ, કોડા, કૃમી આદિક બેઈદ્રિય સહ્યા, તે ઇન્દ્રિય કીડી, કુળુ, ભ્રમર આદિ ચઉરિન્દ્રિયો,
પંચેન્દ્રિયો છે મનુજ આદિ મનસંયુત તે સંશિયો. (૧૨) જીવોની જાતિ :
અર્થ : પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેજ:કાય અને વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિય છે. શંખ, કોડા, કૃમિ આદિ બે ઇન્દ્રિય છે. કીડી, કંથુઆ, માંકડ, આદિ તે ઇન્દ્રિય છે; ભ્રમર, માંખી, વીંછી, મચ્છર આદિ ચઉરિન્દ્રિય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, નારક આદિ પંચેન્દ્રિય છે. મનુષ્ય, પશુ, પક્ષીમાં જે મનવાળા છે તે તથા દેવ અને નારક પણ સંજ્ઞી છે. - ભાવાર્થ : જીવોની પાંચ જાતિ છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ પાંચ સ્થાવર જીવ એકેન્દ્રિય છે; બે ઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર ત્રસ જીવ છે. - એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે. બે ઇંદ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય તથા રસનેન્દ્રિય હોય છે. ત્રિઇંદ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય તથા પ્રાણેન્દ્રિય હોય છે. ચઉરિન્દ્રિય જાવોને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય