________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૯૭ શુભઆયુ, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિ સર્વ સંમત છે. સમ્યકત્વ મોહનીય આદિ ચારને પુણ્યપ્રકૃતિ માનનાર મતવિશેષ પ્રાચીન જણાય છે; કારણ કે ભાષ્યવૃત્તિકાર જણાવે છે કે આ મતનું રહસ્ય સંપ્રદાય વિચ્છેદ જવાથી જાણી શકાતું નથી; ચૌદપૂર્વી તે જાણતા હશે. | મોક્ષના મૂળ કારણભૂત સમ્યકત્વને સમ્યકત્વમોહનીય અપાવે છે. હાસ્ય અને રતિનો અનુભવ સુખરૂપ છે. પુરુષવેદ વિશ્વમાં સત્ત્વગુણ પ્રધાન અને વિશિષ્ટ ગણાય છે એટલે તે અપેક્ષાને અવલંબી અહિ તે તે પ્રકૃતિઓને શુભ ગણાવી હોય એમ સંભવે છે. બાકી મહાભયંકર-સંસારની જડરૂપ મોહનીય કર્મની તે ચારે પ્રકૃતિઓ હોવાથી કર્મગ્રંથ અને આગમ ગ્રંથોમાં તેને અશુભ-પાપરૂપ ગણી છે. __ तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवाद-विवेचने
पूर्णोऽध्यायोऽष्टमः कर्म-बन्ध स्थित्यादिबोधकः ॥८॥
૬
૬