________________
તત્વાર્થાધિગમસત્ર
૨૪૯
અધ્યાય-૫
અજીવનું સ્વરૂપ :
સૂત્ર ૧-૨ અજીવ અને દ્રવ્યનો ઉલ્લેખઃ ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ એ ચાર અવકાય છે. તે ચાર ઉપરાંત જીવ એ પાંચ દ્રવ્ય છે.
સૂત્ર ૩ થી ૧૧ અજીવનું સ્વરૂપ પુદ્ગલરૂપી છે. બાકીના અજીવ અરૂપી છે. સર્વે દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે. ધર્મ, અધર્મ અને આકાશ એ દરેક એક એક દ્રવ્ય છે; અને દરેક નિષ્ક્રિય છે. ધર્મ, અધર્મ, અને જીવ એ દરેકના અસંખ્ય પ્રદેશ છે. આકાશના અનંતપ્રદેશ છે. અણુના પ્રદેશ નથી. લોકાકાશના અસંખ્ય અને અલોકાકાશ અનંત પ્રદેશ છે. પુદ્ગલ સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત પ્રદેશી છે. - - સૂત્ર ૧૨ થી ૧૬ દ્રવ્યના ક્ષેત્રની વિચારણા છે. દ્રવ્ય લોકાકાશમાં રહે છે. ધર્મ અને અધર્મ એ દરેક દ્રવ્ય સમગ્ર લોકાકાશવ્યાપી છે. પુદ્ગલનું ક્ષેત્ર એક પ્રદેશથી માંડી અસંખ્ય લોકાકાશ સુધી વિકલ્પ હોઈ અમર્યાદિત છે. જીવનું ક્ષેત્ર લોકના અસંખ્યાતમાં ભાગ આદિમાં છે. જીવના પ્રદેશ દીપકની માફક સંકોચવિકાસશીલ છે.
સૂત્ર ૧૭ થી ૨૧ અજીવ દ્રવ્યની આવશ્યકતા દર્શાવે છે. ધર્મગતિનું, અધર્મ સ્થિતિનું, અને આકાશ અવગાહનું નિમિત્ત છે. શરીર, વાણી, મન, શ્વાસોશ્વાસ તેમજ સુખદુઃખ, જીવન, મરણ આદિનું નિમિત્ત પુદ્ગલ છે. જીવ પારસ્પરિક ઉપકારનિમિત્તક છે.
સૂત્ર ૨૨ કાલનું વર્ણન છે. વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ એ કાલનું નિમિત્ત છે.