________________
૨૫૦
તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર ૨૩ થી ૨૫ પુદ્ગલ અણુ અને સ્કંધરૂપે છે. તે રૂપી હોઈ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. સ્કંધમાં તે ઉપરાંત શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, તમઃ છાયા, આતપ અને ઉદ્યોત પણ હોય છે. - સૂત્ર ૨૬ થી ૨૮ સંધાત, ભેદ અને સંધાતભેદ એ ત્રણ પ્રકારે સ્કંધ બને છે, ભેદથી અણુ બને છે. ભેદ અને સંધાતથી ચાક્ષુષસ્કંધ બને છે. આ સૂત્ર ૨૯-૩૦ સાતની વ્યાખ્યાઃ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ ગુણયુક્ત સત્ છે. પોતાના મૂળરૂપનો નાશ ન થવો તે નિત્યતા છે; તે ઉપરાંત ઉત્પાદ આદિ ત્રણ અંશ પણ નિત્ય છે. - સૂત્ર ૩૧ સપ્તભંગીનું પ્રતિપાદન કરે છે. સ્વાદસ્તિ, ચાનાસ્તિ યાદસ્તિનાસ્તિ, સ્યાદવક્તવ્ય, સ્વાદસ્તિવિક્તવ્ય, સ્થાનાસ્તિઅવ્યક્તવ્ય અને સ્વાદસ્તિનાસ્તિવિક્તવ્ય.
સૂત્ર ૩૨ થી ૩૬ બંધનું સ્વરૂપ વર્ણવે છે. સ્નિગ્ધતા અને રૂક્ષત્વ બંધનું કારણ છે. જધન્ય ગુણસ્કંધનો સદશ કે વિસદશ બંધ હોતો નથી. સમાનગુણ પદાર્થોનો સંબંધ તે સદશ અને અસમાનગુણીનો વિસદશ બંધ છે. સમાનઅંશગુણી ઢંધોનો સદશ બંધ હોતો નથી. સમાન ગુણ સ્કંધોનો વિસદશ બંધ હોય છે. બે અંશ અધિક ગુણ હોય તો સદેશ અને વિદેશ બંધ હોય છે. બંધ થતાં સમગુણ ગમે તે એકમાં અને હીન અધિકમાં પરિણામ પામે છે.
સૂત્ર ૩૭ દ્રવ્યનું સ્વરૂપ ગુણ અને પર્યાય યુક્ત છે તે દ્રવ્ય છે. - સૂત્ર ૩૮-૩૯ અનંત સમયી કાળને કેટલાક આચાર્ય દ્રવ્ય ગણે છે.