________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૫૧ સૂત્ર ૪૦-૪૧ ગુણની વ્યાખ્યાઃ ગુણ પોતે નિર્ગુણી છે. તેના મૂળ ગુણને કાયમ રાખી તેના પર્યાયમાં પરિવર્તન તે પરિણામ છે.
સૂત્ર ૪૨ થી ૪૪ ભાવનું સ્વરૂપ ભાવ અનાદિ અને સાદિ છે. રૂપીદ્રવ્યમાં સાદિ ભાવ છે. જીવમાં યોગ, ઉપયોગ આદિભાવ સાદિ છે. બાકીના તેમજ અજીવદ્રવ્યના ભાવ અનાદિ છે.
ER ER પર
| અધ્યાયઃ | આમ્રવનું વર્ણન :
સૂત્ર ૧-૨ કાયિક, વાચિક અને માનસિક યોગ તેજ આસ્રવ છે.
સૂત્ર ૩-૪ શુભયોગ પુણ્યનો અને અશુભયોગ પાપનો આસ્રવ છે.
સૂત્ર ૫ સકષાય યોગથી સાંપરાયિક અને અષાય યોગથી ઈર્યાપથ આસ્રવ હોય છે.
સૂત્ર ૬ અવ્રત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા એ દરેકના અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પચીશ ભેદ છે; જે સાંપરાયિક આસ્રવના ભેદ છે; તેમાં અપવાદ ઈર્યાપથ ક્રિયાનો છે જે ઈર્યાપથ આસ્રવ છે.
સૂત્ર ૭ તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વિર્ય, અધિકરણ આદિના કારણે આઢવમાં વિશેષતા-તરતમતા આવે છે.