________________
૨૫૨
-- તત્વાર્થાધિગમસૂત્ર સૂત્ર ૮ થી ૧૦ જીવ અને અજીવ એ બે અધિકરણ છે. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ; મન, વચન અને કાયા એ ત્રણ યોગે સરંભ, સમારંભ અને આરંભ એ દરેક એમ નવ; કૃત, કારિત અને અનુમોદિત એ દરેક નવ એમ સત્તાવીશ; ક્રોધ માન, માયા અને લોભ એ ચારે એ દરેક સત્તાવીશ એમ ૧૦૮ જીવની અવસ્થા થાય છે, જીવની આ ૧૦૮ અવસ્થામાંની કોઈપણ એક અવસ્થામાં જીવ હોય છે તે બધી અવસ્થા અધિકરણ છે. નિર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ દરેક બે, ચાર, બે અને ત્રણ ભેટવાળા અનુક્રમે છે, તે અજીવાધિકરણ છે.
સૂત્ર ૧૧ થી ર૬ આસ્રવ ક્રિયાનું નિરૂપણ છે. જ્ઞાન અંગે પ્રદ્વેષ, નિcવમાત્સર્ય, અંતરાય, આસાદન, ઉપઘાત આદિ જ્ઞાનાવરણના અને દર્શન અંગે પ્રષિ, નિન્દવ આદિ દર્શનાવરણના આસ્રવ છે. સ્વ અને પરમાં થતાં, કરાતા દુઃખ, શોક, આતપ, તાપ, આક્રન્દ, વધ, પરિદેવન આદિ અસાત વેદનીયના અને ભૂત અને વ્રતી પર અનુકંપા અને દયા, દાન, સરાગસંયમ આદિ યોગ, ક્ષાન્તિ, શૌચ આદિ સાતવેદનીયના આસવ છે. કેવલી, શ્રત, સંઘ અને ધર્મ એ દરેકના અવર્ણવાદ - આદિ દર્શનમોહનીયના અને કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ એ ચારિત્ર્યમોહનીયના આસ્રવ છે. નિઃશીલત્વ અને નિ:વ્રતત્વ એ સર્વ આયુના, મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિયનો ઘાત, માંસાહાર. અને રૌદ્રધ્યાન નરકાયુના; માયા તિર્યંચ આયુના; અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, મૃદુ સ્વભાવ, સરળ સ્વભાવ, આદિ મનુષ્ય આયુના અને સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલતા આદિ દેવ આયુષ્યના આસ્રવ છે. યોગવક્રતા અને વિસંવાદન આદિ અશુભનામ કર્મના