________________
૨૫૩
તત્વાર્થાધિગમસૂત્ર અને તેથી વિપરીત યોગઋજુતા અને સંવાદન આદિ શુભનામ કર્મના આસ્રવ છે. દર્શન-વિશુદ્ધિ, વિનયસંપન્નતા, અવતિચારશીલ, અનતિચાવ્રત, અભીસ્મ જ્ઞાનોપયોગ, અંભીણ સંવેગ, યથાશક્તિ ત્યાગ અને ત૫; સંઘ અને સાધુની સમાધિ અને વૈયાવૃત્ય; અહંત, આચાર્ય, બહુશ્રત અને પ્રવચનની ભક્તિ; આવશ્યકસેવન, માર્ગપ્રભાવના, પ્રવચનવત્સલતા આદિ તીર્થકર નામ કર્મના આસ્રવ છે. પરનિંદા, આત્મપ્રશંસા, પર સગુણ આચ્છાદન, આત્મ અસગુણોભાવન આદિ નીચ ગોત્રના અને તેથી વિપરીત સ્વનિંદા આદિ તેમજ નમ્રતા અને નિરભિમાનપણું એ ઉચ્ચ ગોત્રના આસવ છે. વિપ્ન નાંખવું તે અંતરાય કર્મના આસ્રવ છે.
T F = "
| અધ્યાય-૭ |
સંવરનું વર્ણન :
સૂત્ર ૧-૨ હિંસા વિરમણ, અમૃત વિરમણ, સ્તેય વિરમણ, ” અબ્રહ્મ વિરમણ અને પરિગ્રહ વિરમણ એ પાંચ વ્રત છે. તે બે પ્રકારના છે; મહાવ્રત અને અણુવ્રત
સૂત્ર ૩ થી ૭ વ્રતની સ્થિરતા અને વિકાસ માટે દરેક વ્રતની પાંચ પાંચ ભાવના છે. હિંસાદિ દોષોમાં આલોક અને પરલોકના દુઃખનું, તેમાં માત્ર દુઃખનું દર્શન કરવું. જીવમાત્ર પર મૈત્રી, ગુણાધિક પર પ્રમોદ, દુઃખી પર કરુણા અને અવિનેય પર ઉપેક્ષા