________________
૨૪૮
તત્વાર્થાધિગમ સત્તર, અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ અને બાવીશ સાગરોપમ છે. કલ્પાતી માં નવ રૈવેયકની દરેકની એકએક સાગરોપમ વધતાં અનુક્રમે ત્રેવીશથી એકત્રીશ, અને પહેલા ચાર અનુત્તર વિમાનની બત્રીશ અને સર્વાર્થસિદ્ધ વિમાનની તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ કલ્પોપન્ન દેવોની અનુક્રમે પલ્યોપમ, બે સાગરોપમ, બે સાગરોપમ સાધિક, સાત સાગરોપમ સત્તર સાગરોપમ, અઢાર સાગરોપમ, ઓગણીશ સાગરોપમ, વીશ સાગરોપમ અને એકવીશ સાગરોપમની છે. નવરૈવેયકની જઘન્ય સ્થિતિ અનુક્રમે બાવીશથી ત્રીશ સાગરોપમની છે. પહેલા ચાર અનુત્તર-વિમાનવાસીની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધ વિમાનવાસીની જઘન્ય સ્થિતિ નથી.
સૂત્ર ૪૩-૪૪ નારકજીવોની જઘન્ય સ્થિતિનું વર્ણન તે અનુક્રમે નીચે પ્રમાણે છેઃ દશ હજાર વર્ષ, એક સાગરોપમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, સત્તર સાગરોપમ અને બાવીશ સાગરોપમ છે. - સૂત્ર ૪૫ થી ૫૩ ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિનું વર્ણન છેઃ ભવનપતિની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની છે. વ્યંતરોની પણ દશહજાર વર્ષની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની છે. સૂર્ય-ચન્દ્રની પલ્યોપમ સાધિક, ગ્રાહકોની પલ્યોપમ, નક્ષત્રની અર્ધી પલ્યોપમ અને તારાની પા પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તારાની જઘન્ય પરિસ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને બાકીના જ્યોતિષ્કદેવોની જધન્ય સ્થિત પા પલ્યોપમની છે.
જૂઓ પરિશિષ્ટ ૧-૨-૯