________________
૧૦૬
તત્વાર્થાધિગમસૂત્ર નક્ષત્રા મર્થન આપવા - तारकाणां चतुर्भागः ॥५१॥ जघन्या त्वष्टभागः ॥५२॥
चतुर्भागः शेषाणाम् ॥५३॥ અનુવાદ : જ્યોતિષચક્રે ચન્દ્રસૂર્ય, આયુ ધરતાં પલ્યનું,
લાખને વળી સહસ્ત્ર અધિક, માન ધરતા વર્ષનું ગ્રહતણું એક પલ્ય પૂરું, માનવું તે સૂત્રથી, નક્ષત્રમાંહિ પલ્ય અરધું, ધારવું તે માનથી. (૩૦) પલ્ય ચોથા ભાગમાં વળી, તારકો સુખ અનુભવે, આઠમા વળી પલ્ય ભાગે, અલ્પ આયુ ભોગવે; તારકો વિણ ચાર સ્થાને, અલ્પ આયુ જાણજો, પલ્ય ચોથો ભાગ ઈણવિધ, સૂત્ર ભાવ વિચારજો. (૩૧)
અર્થ: ભાવાર્થઃ જ્યોતિષ્ક દેવોમાં ચન્દ્રની એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, અને સૂર્યની પલ્યોપમથી એક હજાર વર્ષ અધિક, ગ્રહની એક પલ્યોપમ, નક્ષત્રની અર્ધ પલ્યોપમ અને તારાની પાપલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિના વિષયમાં તારાની પલ્યોપમના-આઠમા ભાગની; નક્ષત્ર, ગ્રહ, ચંદ્ર અને સૂર્ય એ દરેકની-પાપલ્યોપમની સ્થિતિ છે.
तत्त्वार्थाधिगमे सूत्रे सानुवाद-विवेचने । तुर्योऽध्यायः परिपूर्णो, देवता-स्थितिबोधकः ॥४॥
૬
૬