________________
ર૮
તત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણ એ નયોની સમૂરૂપે સમન્વય છે. વસ્તુને સંપૂર્ણ અંશે ઓળખવા જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા અનંત ગુણપર્યાયો જાણવા જરૂરી છે. આ રીતે વસ્તુની પૂરી પિછાણ માટે તેની અનંત અપેક્ષાઓ સ્વીકારી તેના અનંત ગુણપર્યાયો લઈ એક એક અપેક્ષાએ તેનું પૃથક્કરણ કરી તે જુદી જુદી રીતે ઘટાવી વસ્તુને ઓળખવી તે નય છે; અને તે પછી તેનો સમગ્ર નય દ્વારા સમન્વય કરી ઓળખવી તે પ્રમાણ છે.
વસ્તુનું સાપેક્ષ નિરૂપણ કરનાર દૃષ્ટિ યા વિચારધારા તે નય છે. આ નિરૂપણદષ્ટિ, સાપેક્ષ હોવાથી બીજી દૃષ્ટિઓની અપેક્ષા સ્વીકારે છે. માત્ર એક જ અપેક્ષાને સ્વીકારી બાકીની અપેક્ષાનો જે છેદ ઉડાવી દે છે તે દુર્નય છે. આવી દષ્ટિઓ અનંત હોવાથી નય પણ અનંત છે. સમજવા ખાતર પૂલદષ્ટિએ તેના પાંચ વિભાગ સૂત્રકાર કરે છે.
સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજાસૂત્ર અને શબ્દ એ પાંચ નય બતાવી નૈગમના બે અને શબ્દના ત્રણ ભેદ ગણાવે છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે નૈગમના ભેદ છે; શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ શબ્દના ભેદ છે.
નયોની સંખ્યા બાબતે બીજી બે પરંપરા છે. આગમ સીધા સાત નય જણાવે છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) રજાસૂત્ર, (૫) શબ્દ, (૯) સમભિરૂઢ અને (૭) એવંભૂત, આ. સિનંદિવાકર નૈગમ સિવાયના છે નય જણાવે છે.
નયની આવશ્યકતા બાબત એક દષ્ટાંત આપવું ઈષ્ટ થશે; એક જ મનુષ્ય તેના પિતાની અપેક્ષાએ પુત્ર, પુત્રની અપેક્ષાએ પિતા, દાદાની અપેક્ષાએ પૌત્ર, પૌત્રની અપેક્ષાએ દાદો, કાકાની અપેક્ષાએ ભત્રીજો, ભત્રીજાની અપેક્ષાએ કાકો યા ફુઓ,