________________
તત્વાર્થાધિગમસૂત્ર
. ૨૯ મામાની અપેક્ષાએ ભાણેજ, ભાણેજની અપેક્ષાએ માનો યા માસો આદિ જુદા જુદા પ્રકારે ઓળખાય છે. આ રીતે કોઈપણ વસ્તુને સર્વાગ સંપૂર્ણ જાણવી હોય તો તેના અનંતગુણ ધર્મોને ઓળખવા તેને જુદી જુદી દષ્ટિથી તપાસવી તે નય છે. નય પોતે પ્રમાણ પણ નથી તેમજ અપ્રમાણ પણ નથી, પરંતુ પ્રમાણનો અંશમાત્ર છે.
આમ જુદી જુદી અપેક્ષાથી વસ્તુને જોતાં તેમાં પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો જણાતા હોવા છતાં તે વિરુદ્ધ ધર્મોનો સમન્વય સાધી વસ્તુને સર્વાગે પીછાનવી તે પ્રમાણ.
આ જગતમાં અનંત વસ્તુઓ છે. દરેક વસ્તુમાં અનંત ગુણપર્યાયો રહેલા છે. આવા ગુણપર્યાયોમાં જુદા જુદા કેટલાક સમાન અને કેટલાક અસમાન પણ હોય છે. આમાં જુદા જુદા વસ્તુના સમન્વય કરનાર દષ્ટિ તે દ્રવ્યાર્થિક નય છે. તે જ રીતે જુદા જુદા ગુણનો અસમાન ગુણનો સમન્વય સાધનાર દષ્ટિ તે પર્યાયાર્થિક નય છે. સમાન અને અસમાન અંશ સ્વીકારનાર દષ્ટિઓમાં પણ તરતમતા હોય છે, આ તરતમતાના કારણે દ્રવ્યાર્થિક, નયના નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ અને પર્યાયાર્થિક નયના જુસૂત્ર, શબ્દ,સમભિરૂઢ અને એવંભૂત એ ચાર ભેદ પાડવામાં આવે છે. -
સામાન્ય અને વિશેષ એ બંને ધર્મ પ્રધાન માની લોક સંકેત અને લોક સંસ્કારને અનુસરનાર વિચારધારા તે નૈગમ નય છે. ઉદા૦ આસો વદ અમાસ ભ, મહાવીરનું નિર્વાણકલ્યાણક ગણાય છે. કલમ માટે બરૂ લેવા જતા માણસને પૂછતાં તે કલમ લેવા જવાનું જણાવે છે, છતાં વ્યવહારમાં બરૂને કલમના અર્થમાં માણસ સમજી લે છે તે આ નયનું કાર્ય છે.' છે. સામાન્ય અને વિશેષ એ બંને ધર્મમાંના વિશેષ ધર્મને ગૌણ