________________
૩૦
તત્વાર્થાધિગમસૂત્ર કરી સામાન્ય ને સમાન અપેક્ષાના આધારે પ્રધાન માની વસ્તુઓને એક સમૂહમાં સ્વીકારનાર વિચારધારા તે સંગ્રહ નય છે. ઉદા૦ લીંબડો, પીપળો, વડ, આંબો, બાવળ આદિ જુદા જુદા ગુણધર્મ વાળા હોવા છતાં વૃક્ષ તરીકેની સમાનતાના આધારે-જાતિની અપેક્ષાએતે સર્વને વૃક્ષ તરીકે ઓળખાવવા તે આ નયનું કાર્ય છે.
સમાન અપેક્ષાની દૃષ્ટિએ સંકલિત વસ્તુઓના તેના વ્યવહારિક પ્રયોજન અનુસાર પૃથક્કરણ કરનાર વિચારધારા તે વ્યવહાર નય છે; આમાં સમાન અપેક્ષાને ગૌણ કરી વિશેષ અપેક્ષાને પ્રધાનપદ આપવામાં આવે છે. લીંબડો, પીપળો, વડ, આંબો, બાવળ આદિ વૃક્ષ છે તો ખરાં, પરંતુ તે દરેકની જાત જુદી છે, તે દરેકનો ઉપયોગ જુદો છે, તે દરેક જુદા જુદા ફળ આપે છે તે રીતે તે દરેકને જુદાં જુદાં ઓળખવાં તે આ નયનું કાર્ય છે. - લોકરૂઢિ પર અવલંબિત નૈગમ નય સામાન્ય તત્ત્વાશ્રયી છે; અને તેના પ્રથમ ભેદરૂપ સામાન્યદૃષ્ટિને પ્રધાનપદ આપનાર સંગ્રહ નય અને બીજી ભેદરૂપ વ્યવહારિક પ્રયોજન અનુસાર વિશેષદષ્ટિને પ્રધાનપદ આપનાર વ્યવહાર નય એ બંને સામાન્ય તત્ત્વાશ્રયી નૈગમ નય પર અવલંબિત છે; આ કારણે આ ત્રણે નય સામાન્યગ્રાહી ગણાય છે. આમ હોવા છતાં પ્રથમના કરતાં પછીના નય વિષયમાં ઉત્તરોત્તર ન્યૂન, ન્યૂનતર થતા જાય છે; કેમ કે નૈગમ નય સામાન્ય અને વિશેષ એ બેની, સંગ્રહ નય સામાન્યની અને વ્યવહાર નય વિશેષની પ્રતીતિ કરાવે છે.
વર્તમાન કાળ જ તાત્કાલિક ઉપયોગી હોવાથી અને ભૂતકાળ તથા ભવિષ્યકાળ તેટલા નિકટના ઉપયોગી ન હોવાથી ઋજાસુત્ર નય માત્ર વર્તમાનકાળને સ્વીકારે છે. વર્તમાનકાળમાં