________________
તત્વાર્થાધિગમસૂત્ર જલ ધારણ કરવાની ક્રિયા કરતો ઘટ તે ઘટ છે. તેની બીજી અવસ્થા તે ઘટ નથી એમ આ નય સ્વીકારે છે. .
શબ્દના રૂઢ અર્થ સ્વીકારનાર દૃષ્ટિ તે શબ્દ નય છે. એક અર્થમાં વપરાતા શબ્દોમાં પર્યાયથી ભેદ પડતો નથી; પરંતુ કાળ, જાતિ, સંખ્યા, કારક, પુરુષ અને ઉપસર્ગ આદિના કારણે ભેદ પડે છે. “પાટલીપુત્ર નામે નગર હતું” એ વાક્ય ભૂતકાળના અને આજના પાટલીપુત્ર વચ્ચે ભેદ દર્શાવે છે. કૂવો અને કૂઈ. એ લિંગભેદના અર્થ સ્પષ્ટ છે. કર્તરિ અને કર્મણિ પ્રયોગના ભેદ પણ સમજી શકાય તેવા છે. પહેલો, બીજો અને ત્રીજો એ ત્રણ પુરુષના ભેદ પણ સ્પષ્ટ રીતે વ્યવહારમાં પ્રચલિત છે. ઉપસર્ગના કારણે મૂળરૂપના અર્થભેદ પણ જાણીતા છે. ઉદા, સંસ્કાર, વિકાર, પ્રકાર, ઉપકાર, આકાર આદિમાં એક સમાન ધાતુ હોવા છતાં દરેક ઉપસર્ગ લાગતાં તેના જુદા જુદા અર્થો થાય છે.
સમાનાર્થક શબ્દોનો ભેદ કરી માત્ર વ્યુત્પત્તિસિદ્ધ અર્થને સ્વીકારનાબર દૃષ્ટિ તે સમભિરૂઢ નય છે. ઉદા૦ રાજ્યચિહ્નથી શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ.
વ્યુત્પત્તિસિદ્ધ પણ કાર્યકર અર્થ સ્વીકારનાર દૃષ્ટિ તે એવંભૂત નય છે. તે તો રાજ્યચિહ્નોથી શોભતો હોય તેટલા વખત પૂરતો રાજા માને છે, મનુષ્યનું રક્ષણ કરતો હોય તેટલા વખત પૂરતો નૃપ માને છે અને પૃથ્વીનું પાલન કરતો હોય તેટલા વખત પૂરતો ભૂપતિ માને છે; બીજી વખતે નહિ. ' શબ્દ અને સમભિરૂઢ નયમાં તફાવત એ છે કે શબ્દ નય સમાનાર્થક શબ્દોને પર્યાયરૂપ માને છે; જ્યારે સમભિરૂઢ નય તે ન સ્વીકારતાં માત્ર વ્યુત્પત્તિસિદ્ધ અર્થને સ્વીકારે છે. એવંભૂત નય તેથી આગળ વધી માત્ર ક્રિયા થતી હોય તે પૂરતો વ્યુત્પત્તિ