________________
તત્વાર્થાધિગમસૂત્ર છે; કદાચ આ વાત વેદનીય ઉદ્ભવે તો તે અંતર મુહૂર્ત પ્રમાણ ટકે છે. આ સાત વેદનીયના પ્રકાર પણ દર છ માસે બદલાતા રહે છે. ઉત્પત્તિ સ્થાનની યોગ્યતા તે ઉપપાત છે. જૈનેતર મિથ્યાત્વી બારમા કલ્પ સુધી, જૈન મિથ્યાત્વી નવરૈવેયક સુધી અને સમ્યગૃષ્ટિ પહેલા કલ્પથી સ્વાર્થસિદ્ધિ સુધી જઈ શકે છે. ચૌદપૂર્વે પાંચમા કલ્પથી નીચે જતા નથી. લોક સ્વભાવ તે અનુભાવ છે. આ કારણથી સર્વ વિમાન અને સિદ્ધિશિલા આદિ નિરાધાર રહેલા છે. ભગવાન અરિહંતના જન્મ આદિ પ્રસંગે દેવાસન કંપે છે તે પણ લોક સ્વભાવ-અનુભાવ છે. આસનકંપ પછી અવધિ જ્ઞાનના ઉપયોગથી અરિહંતના મહિમા અનુસાર કેટલાક દેવો તેમની નજીક જઈ સ્તુતિ, વંદન, ઉપાસના આદિ કરી આત્મકલ્યાણ કરે છે. કેટલાક પોતાના સ્થાને રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી અર્ચના કરે છે. આ સર્વ અનુભાવ છે. ચર જ્યોતિષના વિમાનોની ગતિ તે પણ લોક અનુભાવ છે. લેશ્યાનું વર્ણન : સૂત્રઃ - પતિ-પ-રાવ-નૈશ્યા દિ-ત્રિ-પેy iારરૂા અનુવાદ : પ્રથમના બે કલ્પમાંહી, પીતલેશ્યા વર્તતી,
પછીના ત્રણ કલ્પદવે, પાલેશ્યા ભાસતી; લાંતકાદિ દેવ સર્વે, શુક્લ લેગ્યાથી ભર્યા, શુભ શુભતર દ્રવ્ય લેશ્ય, દેવ ઉચસ્થાને રહ્યાં. (૧૫) અર્થ: પહેલાં બે કલ્પમાં પીત વેશ્યા, ત્રીજાથી પાંચમા કલ્પ