________________
૯૬
તત્વાર્થાધિગમસૂત્ર બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું દેહમાન હોય છે. પરિગ્રહ પહેલાં કલ્પમાં ૩૨ લાખ, બીજા કલ્પમાં ૪ લાખ, છઠ્ઠા કલ્પમાં ૫૦ હજાર, સાતમા કલ્પમાં ૪૦ હજાર, આઠમા કલ્પમાં ૬ હજાર, નવમા અને દશમા કલ્પમાં ચારસો, અગીયાર અને બારમા કલ્પમાં ત્રણસો, પહેલાં ત્રણ રૈવેયકમાં ૧૧૧, બીજા ત્રણ રૈવેયકના ૧૦૭ અને છેલ્લા ત્રણ રૈવેયકમાં ૧૦૦ અને પાંચ અનુત્તરમાં એક એક એમ એકંદર ૮૪, ૯૭, ૦૨૩, વિમાનોનો વૈમાનિક દેવોનો પરિગ્રહ ગણાય છે. ઉત્તમસ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ સ્થિતિ, આદિના કારણે જીવને અભિમાન થાય છે; તે કષાયની મંદતાના કારણે ઉપર ઉપરના દેવોમાં ન્યૂન ન્યૂનતર હોય છે.
દેવોના સંબંધમાં ઉચ્છવાસ, આહાર, વેદના, ઉપપાત અને અનુભવ એ પાંચ વિષય પણ વિચારવા જેવા છે. જેમ જેમ આયુષ્યમાન વધે છે તેમ તેમ ઉચ્છવાસનું કાળમાન પણ વધે છે. ૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા દેવને એક એક ઉચ્છવાસ સ્ટોક પ્રમાણ કાળનો હોય છે. એક પલ્યોપમ આયુષ્યવાળા દેવને દિવસમાં એક ઉચ્છવાસ હોય છે. સાગરોપમનાં આયુષ્યવાળા દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડિયાનો એક ઉચ્છવાસ હોય છે. દસ હજારના આયુષ્યવાળા દેવને આંતરે દિવસે આહાર હોય છે. પલ્યોપમના આયુષ્યવાળા દેવને દિનપૃથક્વ (બેથી નવ સુધીની સંખ્યા પૃથક્ત છે,) પછી આહાર હોય છે. સાગરોપમ આયુષ્યવાળા દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે તેટલા હજાર વર્ષને અંતરે આહાર હોય છે. સામાન્યતઃ દેવોને સાત વેદનીયના પરિણામ ભોગવવાના હોય