________________
૧૨૬
તત્વાર્થાધિગમસૂત્ર સંયોગ ઉપરાંત તેમાં રહેલ સ્નિગ્ધતા, રુક્ષત્વ ગુણની સ્કંધ બનવામાં આવશ્યકતા છે. સ્નિગ્ધ અને રુક્ષ ગુણનો બંધ બે પ્રકારનો છે. (૧) સ્નિગ્ધ સ્નિગ્ધનો અથવા રુક્ષ રુક્ષનો એમ સદશ સમાનબંધ (૨) અને સ્નિગ્ધ અને રુક્ષનો વિસદશઅસમાનબંધ. આમ પ્રદેશો પરસ્પર સંયોગ પામે છે ત્યારે સદશ કે વિસદશ ગુણ કે એકત્વ પરિણામને પામે છે તે બંધ છે; તેના પરિણામે અંધ ઉત્પન્ન થાય છે. જે પ્રદેશમાં સ્નિગ્ધત્વ ક્ષત્વના અંશ જઘન્ય હોય છે તેનો સદશ કે વિસદશ બંધ થતો નથી. આ નિયમ એ સૂચવે છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ અંશવાળા સ્નિગ્ધસ્નિગ્ધ પરમાણુ પ્રદેશ કે અવયવોનો બંધ થતો નથી; પરંતુ વિસદશ બંધ થાય છે. આમ જોતાં એ સ્પષ્ટ થાય છે કે અસમાન અંશવાળા પરમાણ, પ્રદેશ કે અવયવોનો સદશ બંધ થઈ શકે છે. આ વસ્તુને પણ સૂત્રકાર મર્યાદિત કરતાં જણાવે છે કે અસમાન અંશવાળા સદશ અવયવોમાં બે કે તેથી અધિક અંશ ગુણમાં તરતમતા હોય તો જ બંધ થઈ શકે છે; નહિ તો નહિ. આમ એક અંશ ગુણની તરતમતા હોય તો સદેશ અવયવોનો બંધ થઈ શકતો નથી. સમાંશ ગુણ, પરમાણુ, પ્રદેશ, અવયવો આદિનો સંદશ બંધ થતો નથી; પણ વિસદશ બંધ તો થાય છે. ઉદાબે અંશ રુક્ષનો બે અંશ સ્નિગ્ધ સાથે યાવત્ અનંતાનંત રુક્ષનો અનંતાનંત સ્નિગ્ધ સાથે બંધ થાય છે. આવા પ્રસંગે બેમાંનો કોઈ એક સમઅંશ બીજા સમઅંશને પોતાનામાં સમાવી લે છે અર્થાત્ પરિણત કરે છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અનુસાર સ્નિગ્ધત્વ રુક્ષત્વને અથવા રુક્ષત્વ સ્નિગ્ધત્વને પોતાના રૂપમાં પરિણમાવે છે. અધિકાંશ અને હીનાંશ પ્રદેશ આદિ બાબતમાં હીનાંશનું પરિવર્તન અધિકાંશમાં થાય છે અર્થાત્