________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૨૭ પાંચ અંશ સ્નિગ્ધત્વ એ અંશ સક્ષત્વને પોતાનામાં પરિવર્તન કરે છે; તે જ રીતે પાંચ અંશ સક્ષત્વ બે અંશ સ્નિગ્ધત્વને પોતાનામાં પરિવર્તિત કરે છે.
ભાષ્ય અને વૃત્તિકાર જઘન્ય ગુણવાળા બે પરમાણુ, પ્રદેશ કે અવયવના બંધનો નિષેધ કરે છે. તદ્દનુસાર જઘન્ય ગુણ પરમાણુનો જઘન્યતર પરમાણુ સાથે બંધ થાય છે. તે ઉપરાંત પાંત્રીશમાં સૂત્રના આદિ પદથી ત્રણ ચાર વધતા વધતા સંખ્યાત, અનંત અને અનંતાનંત સંખ્યા પણ લેવામાં આવે છે. આમ હોઈ એક પ્રદેશ યા અવયવથી માંડી અનંતાનંત અધિક તરતમતવાળા હોય તો તે સ્વીકારવામાં આવે છે. માત્ર એક અંશ અધિકમાં બંધ સ્વીકારાતો નથી.
હિન્દુ રસાયનશસ્ત્રના ઇતિહાસના બીજા પુસ્તકના પૃ૦ ૧૭૮ થી ૧૮૫માં હિંદી પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર પી.સી. રે વાચકઉમા-સ્વાતિકૃત તત્ત્વાર્થ બાબત નીચેનો ઉલ્લેખ કરે છે :
જૈનોના નવતત્ત્વોમાંના બીજા અજીવ તત્ત્વના પાંચ વિભાગ છે. (૧) ધર્માસ્તિકાય - Fulcrum of Motio (૨) અધર્માસ્તિકાય Fulcrum of stationariness (૩) આકાશાસ્તિકાય-space અને (૪) કાળ-Time એ ચાર અરૂપી અને (૫) પુદ્ગલ-Matter દ્રવ્યરૂપી છે. અજીવ કાં તો દ્રવ્ય Entity 24991 4414 change of space in Entity cô. તાત્ત્વિક દૃષ્ટિ સામે વ્યવહારિક દૃષ્ટિની જરૂર અહીં પૂરી પડે છે. પુદ્ગલના બે પ્રકાર છે. (૧) અણુ-Atom અને (૨) સ્કંધsubstence જૈનો પ્રદેશના સમુદાયરૂપ સ્કંધથી શરૂઆત કરે છે. સ્કંધ ભેદતાં ભેદાતાં અણુમાં પરિણમે છે એટલે પેાત્ મનુ સ્કંધ ત્રણ પ્રકારે બને છે. (૧) ભેગા મળવાથી (૨) છૂટા પડવાથી