________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૨૮
(૩) અને એકી સાથે ભેગા અને છૂટા થવાની ક્રિયાથી સંધાતાત, મેવાત્ અને સંચાત મેદ્રાત્. અણુ નિત્ય હોઈ આદિ અને અંત વિનાનો અને અવિભાજ્ય છે; તે ઉપરાંત તે કદ વિનાનો અને સ્વતંત્ર છે. સ્કંધ હ્રયણુકથી માંડી સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત અણુકના બને છે. ગણતરી કરી શકાય તે સંખ્યાત, અગણિત પરંતુ ઉપમા દ્વારા સમજાવી શકાય તે અસંખ્યાત, અગણિત અને દષ્ટિ મર્યાદા બહાર તે અનંત અને આવા અનંતના અનંત પ્રકારમાંનો છેવટનો પ્રકાર અનંતાનંત.
પુદ્ગલના ગુણ બે પ્રકારે છે. (૧) સામાન્ય અને (૨) વિશેષ. પરમાણુ અને સ્કંધ એ બેના સમાન ગુણ તે સામાન્ય ગુણ છે; માત્ર પરિણમનના કારણે સ્કંધમાં ઉદ્ભવતા તે વિશિષ્ટ ગુણ છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર સામાન્ય ગુણ છે; જે પરમાણુ અને સ્કંધ બંનેમાં હોય છે. પરમાણુમાં રહેલ આ ચાર ગુણ કે તેની શક્તિ અવ્યક્ત હોય છે એટલે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જ્યારે તે સ્કંધમાં ભળી જાય છે ત્યારે પરિણામ પામેલ શક્તિ વ્યક્ત અનુભવગમ્ય થઈ ઈંદ્રિયાગ્રાહ્ય બને છે. પરમાણુમાં રહેલ ગુણ અને તેની શક્તિ વ્યક્ત નથી; છતાં તેમાં એક રસ, એક ગંધ, એક સ્પર્શ અને એકવર્ણ દ્વયી હોય છે. સ્પર્શના બે યુગલ (સ્નિગ્ધ, રુક્ષ અથવા શીત-ઉષ્ણ) માનું ગમે તે એક હોય છે. યણુકથી માંડી અનંતાનંતાણુક કંધોમાં ઉપરોક્ત ગુણ ઉપરાંત નીચેના ગુણો વ્યક્ત કે અવ્યક્ત હોય છે. (૧) શબ્દ, (૨) બંધ, (૩) ભેદ, (૪) સૂક્ષ્મતા (૫) સ્થૂલતા, (૬) સંસ્થાનઆકાર, (૭) તમઃ-કાળાશ કે અંધકાર, (૮) પ્રતિબિંબ પાડવાની છાયા-શક્તિ, (૯) આતપ-ઉષ્ણ પ્રકાશ Radiant Heat અને (૧૦) ઉદ્યોત-શીતપ્રકાશ Radiant Light.