________________
૧૨૯.
તત્વાર્થાધિગમસૂત્ર
કઠણ અને નરમ, ભારે અને હલકું, ઉષ્ણ અને શીત, સ્નિગ્ધ-ચીકણો અને રુક્ષ-લુખ્ખો આ ચાર યુગલ એ આઠ સ્પર્શ છે; તેમાંના બે યુગલ (શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષની)માંના ગમે તે એકની તરતમતા યુગલ અણુમાં હોય છે. આ ઉપરાંત ધયણુકથી માંડી અનંતાનંતાણક સ્કંધોમાં બે વધારાની યુગલની તરતમતા હોય છે. પરમાણુના બંધ ગુણમાંથી આકર્ષણ શક્તિની ઉત્પત્તિ જૈનો માને છે. રસ પાંચ છે : (૧) કડવો (૨) કષાયલો, (૩) તીખો, (૪) ખારો અને (૫) મીઠો. મીઠાનો ખારો સ્વાદ મીઠા સ્વાદમાં ફેરવી શકાય એમ કેટલાક માને છે;
જ્યારે કેટલાક તે સ્વાદને મિશ્ર માને છે. વર્ણ પાંચ છે : (૧) લાલ, (૨) પીળો, (૩) નીલ, (૪) ધોળો અને (૫) કાળો. ગંધ બે છે : (૧) સુગંધ અને (૨) દુર્ગધ. શબ્દના છ પ્રકાર છે : (૧) તત, (૨) વિતત, (૩) ધન, (૪) સુષિર, (૫) વર્ષા અને (૬) ભાષા.
- જૈનો પ્રતિ આવશ્યક ઋણ તેમના પરમાણુવાદના કારણે છે; તેમાં પરમાણુ અને સ્કંધનું યથાર્થ પૃથક્કરણ છે. જૈનો માને છે કે જુદા જુદા તત્ત્વો કે ભૂતો એકજ પ્રકારના મૂળ પરમાણુમાંથી પરિણામ પામેલા છે. આમ હોવાથી રાસાયણિક મિશ્રણમાં જે સ્વાભાવિક શક્તિ અગત્યનો ભાગ ભજવે છે તે જાતિ તરીકે મૂળ પરમાણુ જ છે; અને તે તેનાથી જુદી નથી તેમ તે દર્શાવે છે. મિશ્રણ થવામાં માત્ર સંયોગ પણ પૂરતો નથી; મિશ્રણ થતાં પહેલાં પરમાણુ કે પ્રદેશનો બંધ થવાની આવશ્યકતા છે. સામાન્યતઃ પુદ્ગલનો એક અંશ સક્રિય(Positive) અને બીજો નિષ્ક્રિય (Negative હોવો જોઈએ; અર્થાત્ તે વિષમ ગુણવાળા હોવા જોઈએ તો જ બંધ થઈ શકે. આમ વિષમ